Tuesday 11 October 2016

લાલચ

જૂનનાં ગરમીના દિવસો , હિરવાએ વેકેશનમાં સીમલા જવાનું ગ્રુપમાં નક્કી થયું ને ઘરમાંથી મંજુરી લઇ લીધી. સવારથી બસમાં જબરદસ્ત ધમાલ કરતાં સીમલા પહોચી ગયા .એક ભાઈ મોટો ને હિરવા ઘરની લાડકી દીકરી . બાઇકિંગ -ગ્રુપની પણ એક્ટિવ મેમ્બર હતી .દીકરાની જેમ જ ઉછેરી હતી ,પંજાબી સમાજ નું નાક કહેવાતી, બોલ્ડ ,સ્ટડીમાં પણ તેજસ્વી .મિત્ર વર્તુળમાં લોકપ્રિય .બીજા દિવસની સુંદર સવારે કોટેજ સાથેનાં રમણીય જંગલમાં વોક પર નીકળી . ઠંડી હવા અને કુમળો તડકો ને હરિયાળી જોતા જોતા અચાનક એની નજર ટેન્ટ પર પડી . બહાર ચેર નાખી થોડા યુવાનો બેઠા બેઠા ચા -કોફીની ચૂસકી લઇ રહ્યા હતા . એમાંથી એક યુવાને હાથ ઉંચો કર્યો ,
"હાય, ગૂડ મોર્નિંગ મેમ ,પ્લીઝ જોઈન." 
"ઓહ ,નાઈસ મોર્નીગ ટૂ ઓલ "
ગેસ્ટ ઇન ધીસ હોટેલ ?  અને હિરવાએ નવા મિત્રો સાથે ઓળખાણ આપતા મોર્નીગ ટી લીધી .બધા ફ્રેન્ડ એક ફ્રેન્ડની બેચરલ પાર્ટી મનાવવા આવ્યા હતા .જેણે હાથ ઉંચો કર્યો હતો એનું નામ સુશાંત સિંગ , ચંડીગઢમાં IAS કરી હવે દિલ્હી પોસ્ટીંગ મળ્યું હતું .હસમુખ સ્વભાવ અને ફ્રેન્ડલી પ્રતિભાવ .થોડી વાર વાતો કરી પછી પાછી વોક લેવા નીકળી .રૂમમાં પહોચી તો બધી ફ્રેન્ડ ભેગા થઇ પ્રોગ્રામ ડિસ્કસ કરતી હતી .
"શું મેડમ ,સવારમાં ક્યાં નીકળી પડી ?"
"અરે ,.બધા ઊંઘતા હતા ,મારો રોજનો નિયમ જરા ફરી આવી . અને બધા સાઈટ સીઈંગમાં નીકળી પડ્યા .સાંજના ડીનર વખતેફરી સુશાંતનું ગ્રુપ મળ્યું .અને ફ્રેન્ડસ સાથે ઓળખાણ .મોડી રાત સુધી લાઉન્જમાં બેસી ગપ્પા માર્યા ,સુશાંતે કહ્યું ,'હિરવા દિલ્હીમાંજ છો તો મળવાનું રાખજો .મને તમારા જેવી સ્પોર્ટી છોકરી સાથે મળી ખૂબ આનંદ થયો '.ત્રણ દિવસની ટ્રીપ તો ક્યાં પતી ગઈ ખબર નહિ પડી .ઘરે પહોચી કે બીજે દિવસે સુશાંતનો ફોન આવ્યો ".હાય ,હીર મિસ કરું છું .' હસતાં હસતાં હિરવા બોલી "હજી એક દિવસ તો થયો છે "
"હા ,પણ યાદને સમય સાથે શું કામ ? તમને યાદ નથી આવતો ?
"હા ,યાદ તો કરું જ છું ,અને હવે આ તમે તમે કહેવાનું બંધ કરો"
"હું પણ તને એજ કહું છું " અને બંને હસી પડ્યા .ફ્રેન્ડનાં લગ્નમાં પણ ઇન્વાઇટ કરી ત્યાં મળ્યા. હિરવા વારંવાર મળવાં નીકળી જતી .ખૂબ નજીક આવી ગયા હતા .કદાચ મિત્રતા કરતા વધુ આગળ નીકળી ગયા હતા .પોતાનાં બીઝી શીડ્યુલમાંથી સમય કાઢી સુશાંત હિરવા સાથે મનગમતી પળો માંણી લેતો .હિરવાંના પપ્પા મમ્મી લગ્ન માટે પૂછતાં તો નાં કહેતી હિરવા હવે એવું કહેવા માંડી હતી કે ,હા થોડા સમયમાં વિચારી લઉ. અને ઘરે રજુઆત કરી .લગ્નની વાત માટે સુશાંતનાં ઘરેથી કોઈ જવાબ આવ્યો નહોતો .સુશાંત તો હિરવા સાથે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરશે જ એવો ખ્યાલ એના ઘરનાંને આવી ગયોં હતો,ias દીકરો હોય એટલે સમાજનાં બીઝ્નેસ ગ્રુપમાંથી કરોડોના આંકડાનાં દહેજની ઓફર પાક્કી .ઘરનાં લોકોની નારાજગી છતાં મઘ્યમ વર્ગીય હિરવા સુશાંતને પરણીને ઘરે આવી .સુશાંતે હીરવાને નારાજગી બાબતે કઈ જણાવ્યું નહોતું અને ઘરનાં બધા ઠીકઠાક વહેવાર રાખતા . પોતાના સ્વપ્ન સંસારમાં ખોવાઈ ગઈ હિરવા અને થોડા સમયમાં ટ્રેનીંગ સ્કૂલ શરુ કરવાનું પ્લાનિંગ કરતી હતી.સુશાંત તો એટલો ખુશ કે એને દુનિયાનું બધું સુખ હિરવામાં દેખાતું હતું .
અને અચાનક એક દિવસ ઓફિસે ફોન આવ્યો ને સુશાંત દોડ્યો .ઘરે કીચનમાં હિરવાની અર્ધ -જલેલી લાશ અને બધા માણસો ભેગા થયેલા, ઘરે ખાલી મધરહતા,હોસ્પિટલ લઇ જતાં સુધીમાં તો હિરવા મૃત્યુ પામી હતી . પછી તો ઘરે કંઈ સમજે તે પહેલા બધા ભેગા થઇ જાત જાતની અટકળો લગાવી વાતો કરવા માંડ્યા .મધર કહે હું તો પાડોશીને ત્યાં ગઈ હતી .આજેતો ઘરે કામ કરવાં આવતો સ્ટાફ પણ રજા પર હતો .મને કંઈ ખબર નથી એકદમ આગ લાગી એટલે હું દોડી આવી ને ફોન કર્યો વગેરે વગેરે ..... 
અને શૂન્યમસ્ક થઇ બેસી રહ્યો .અને થોડા દિવસ પછી ઘરમાં કઈ પણ કહ્યા વગર પત્ર મૂકી નીકળી ગયો ."મને ખબર નથી શું થયું હશે ,તપાસમાં જે પણ કઈ બહાર આવે એની સજા તો કરનારને જરૂર મળવાની છે .હું આ ઘરમાં ફરી કદી પગ મુકવાનો નથી અને મારે તમારી કોઈ પ્રોપર્ટી પણ જોઈતી નથી .તમારી નફરતે મારી હિરવા છીનવાઈ ગઈ છે ,મને પણ ભૂલી જજો ."
અને પરિવારે પૈસાની લાલચમાં વહુ સાથે એકનો એક દીકરો પણ ગુમાવ્યો

તાહીની

'વાઉ, એકદમ બ્યુટીફૂલ છોકરી છે.' 

 રોહક ......રોહક?
 અરે ,આપણી આજની વાર્તાનો હીરો. સ્વાભાવીક છે કે રાત્રે કોમ્પયુટર પર ફેસબુક ,ટવીટર, ઇન્ટલેકચ્યુઅલ બ્લોગસ પર વિહરતો હોય. એની પોફાઇલ ચેક કરી,  વાહ, મેડીકલની સ્ટુડન્ટ ,મ્યુઝિક સીંગીંગ નો શોખ....આગળ વાંચતો ગયો તેમ તેમ છવાઇ ગઇ ચીરંજીતા શર્મા.
" હાય, હેલો , નાઇસ લુકીંગ "વગેરે મેસેજ કરી વળ્યો. સામેથી ફક્ત "થેન્ક્સ" 
થોડા દિવસનાં પ્રયત્ન પછી વાતો શરૂ થઈ. ફોન નંબરની આપલે. રોહક શોર્ટ ડોકયુમેન્ટરી ફિલ્મ મેકીંગનો સ્ટુડન્ટ . રોહક પૂના  અને ચીરંજીતા મુંબઈ. ફેનડશીપ વધતી ગઇ. અને એક એવોર્ડ ફંકશન એટેન્ડ કરવા સાથે ચીરંજીતાને મળવાનો પ્લાન પણ નક્કી કર્યો. એકદમ બ્યુટીફૂલ ચીરંજીતા સાથે વાત કરતાં કરતાં  વધુ ને વધુ પ્રસંશક થઇ ગયો. ચીરંજીતાને પણ બહુ જ ગમી વાતો કરવી. નવમાં ફ્લોર પર ઓપન લાઉન્જ પાર્ટીમાં ઇન્વાઇટ કરી. થોડીવાર રોકાઇ ચીરંજીતા ઘરે જવા નીકળી ગઇ. બંનેને રોમેન્ટીક મુલાકાતની યાદ રહી ગઇ. 
 સમય કાઢી આવી જાય મળવા મુંબઇ. આજે બેઠા છે બંન્ને દરિયાકિનારા નાં ન્યુલી ડિઝાઇન ગ્રીન હટ કોર્નરમાં કોકોનટ સ્ટોબેરી મોકટેલનો ટેસ્ટ લેતાં. 
 "ચીરંજીતા હું તો તારા લવમાં છું હન્ડ્રેઇડ એન્ડ વન પરસેન્ટ એન્ડ આઇ ફીલ યુ  ઓલસો "
 "રોહક ,હું પણ સેઇમ ફીલિંગ  ધરાવું છું."
 "આજે મારી સાથે રોકાઇ જા, કોઇ ફેન્ડને ત્યાં રોકાઉ છું એમ કહી દે હોસ્ટેલ પર. વી સ્પેન્ડ  સમ ક્વોલીટી ટાઇમ અને ફયુચર પ્લાન પણ વિચારી  લઇએ."
ચીરંજીતા દરિયાની આવતી જતી લહેરો જોઇ રહી.સૂર્યનાં કીરણોથી એની આંખ  વધુ ચમકતી હતી અને રોહક ઉંડાણને આંખથી માપતો વધુ નજીક સર્યો , બંને હાથ વીંટાળી  "વિશ્ર્વાસ છે ને મારા પર? "
"આજે તારી સાથે રહી વિશ્રવાસ ઓર મજબૂત બનાવી દઇએ." પૂના જતાં ચીરંજીતાને હોસ્ટેલ ડોર્પ કરી.
 "આજે આ રાત આપણી વચ્ચે એક ચૂપચાપ  સરકતાે ચાંદ અને ઉગતા સોનેરી સૂરજને મળતાં  વીતી. " હસી ચીંરંતના પેમભર્યુ "બાય,ટેક કેર, પહોંચીને ફોન કર. મળીએ. "
ધરેથી પરમીશન લઇ ફેન્ડસ સાથે એક જસ્ટ એનાઉન્સમેન્ટ પાર્ટી ગોઠવી. સપનાંમાં ખોવાયેલી હોસ્ટેલ પહોંચી. એક ફેશન ડિઝાઈનર ફેન્ડનો ફોન આવ્યો
"અભીનંદન ,વાઉ વેરી નાઈસ ફોટોઝ તમારા બંનેના." અને આગળ વાત સાંભળતી ગઇ. 
રોહક કામમાં બીઝી થતો ગયો.રુટીન પ્રમાણે કોમ્પ્યુટર પર ચેટ કરતા કોઈ ફે્ન્ડ રીકવેસ્ટમાં એકદમ બ્યુટીફૂલ ગર્લ તાહીનીની હાઇફાઇ પો્ફાઇલ. નોર્મલ ચેટીંગમાં નવી બનેલી ફેન્ડ  તાહીની પણ એટલી  લાઇવ કે ચીરંજીતા તો સાવ શરમાળ લાગે.ફીલ્મ શુટિંગ જોવુ છે વગેરે વાતમાં વહેતો જાય. ચીરંજીતા એકઝામની તૈયારીમાં એટલે મળવાનું ઓછું થતું. તાહીનીએ બોલ્ડ ઇચ્છા વ્યક્ત કરી, ને સેટરડે પૂના આવું છું કહ્યુ .ફલાવર્સ લઇ 5 સ્ટાર હોટલનાં રૂમમાં પહોંચ્યો. સ્વીટ ધંટડી રણકી. અને દરવાજો ખૂલતાં એક જાણીતો ચહેરો અને ચીખતો અવાજ .
" સન એન્ડ મૂન નેવર રાઇઝ અગેઇન .ગેટ આઉટ ફોૃમ માય લાઈફ. પેલી ફેશન ડિઝાઇનર સાચી જ હતી "
 રોહક ની સામે આગઝરતી  નેટગર્લ તાહીની એટલેકે  ચીરંજીતા હતી. 

સ્વપ્ન-રાખ

' .... દિલમાં ઉગેલા આ સોનેરી સૂરજને મારા આ હાથથી શું હું ઢોળી નાખું ?એજ તો છે એક સ્વજન જેવો જે બિલકુલ રિસાયા વગર અડીખમ મને ઊર્જિત અને પ્રેરિત કરી રહ્યો છે ......'પંક્તિઓ લખીને પ્રેરિત બારીની બહાર જોઈ રહ્યો .કલમમાંથી વહેતા  શબ્દના  અસ્ખલિત વહેણમાં વિજયી પતાકા ફરકાવતો , આજનો પ્રતિષ્ઠિત સાહિત્યકાર પ્રેરિત ,નવા સોપાનો સર કરી રહ્યો હતો .પોતાની બેન્કની જોબ સાથે આજે પચીસ  વર્ષમાં અત્યંત સબળ  અને દૂરદેશી વિચારધારા સાથે લોકહૃદયે બિરાજતો હતો .'કેમ લખું છું ?,કોને માટે લખું છું ?, ક્યાં જઈ રહ્યો છું ?'વગેરે સંગ્રહોની શૃંખલાઓ વધતી જતી હતી .કેટલાય ચહેરાઓ છવાઈ જતા મનોજગત પર અને પોતાના પાત્રોના  એક જગતમાં ,જ્યા એનું મનવાંછિત સામ્રાજ્ય હતું .પોતાના ઘડેલા પ્રિય પાત્રોને કેટલાક સંબંધોમાં શોધતો રહેતો .પણ ....એ પાત્રો તો પાણી ઉપરનાં પરપોટા હતાં.જેનો પડછયો પણ હજુ તો પૂરો બને એ પહેલા ફૂટી જાય અને એના હાથમાં વરસી ગયેલા વાદળોની જેમ  ખાલી ભીનાશ રહી જતી અને એ ભીનાશ આંખમાં ડોકાયા કરતી .જેની સાથે જિંદગીનાં વિસ્મયભર્યા કોલેજના વર્ષો દરમિયાન દિલનાં પડળો ખુલ્યા હતાં,એવી ઇકતા પણ એને માટે જાણે એક યાદનાં ખંડેરનું એક સ્ટેચ્યુ બની ગઈ હતી .ક્યારેક એ જીવંત થાય અને એની સાથેની કલ્પિત દુનિયામાં જીવી લેતો .
'ઇકતા ...ઇકતા...શું કરે છે ?ક્યાં છે? ...મારા ચશમા નથી મળતાં.'
'ખરો છે તું પણ ,આ શું તારા લેફ્ટ પોકેટમાંથી તો ડોકાય છે '
'ઓહ ,બસ બધું ભૂલી જવાય છે .અને... તું આટલી ઘરડી કેમ લાગે છે ?'
'જો ,57 વર્ષનાં થયા છે આપણે બંને અને તું ઘરમાં છે . આજે કોલેજ કેન્ટીનમાં કવિતાની દાદ લેતા સમોસા અને સોસીયો નથી પીવાનો ,તારી ચા અને
બટાકાપૌઆ તૈયાર છે ,ઠંડા થઇ જાય એ પહેલા ખાઈ લે .સમયકાળમાં પાછો ફર.'
'સમયની આગળ અને પાછળ અથડાતો રહુ છું અને તું મને બધેજ મળે છે ,પણ એકસરખી નથી રહેતી બદલાઈ જાય છે .આજે સવારે આવૃત અને સીલકા સાથે શું વાતો કર્યા કરતી હતી અને હું તો તકીયા પર તારો હાથ શોધતો રહ્યો '
'પ્રેરિત, હવે બસ કર તારી આ વાતોથી તો હું પાગલ થઇ જઈશ .'
'મારી વાતો પાગલ જેવી લાગે છે તને ?'
'મેં એવું નથી કહ્યું પણ તારી વાતો મને સમજાતી નથી .'
'મારી વાતો તો આખી દુનિયા એકદમ ઉત્સાહ થી વાંચે  છે અને તું ?આવી વાત .....?' કહેતા પ્રેરિત એકદમ ઉભો થઇ ફરી રૂમમાં જતો રહ્યો .ફરી બહાર આવી એની નવી લખાઈ રહેલી  નવલકથા 'તું જ સર્જિતા 'નાં પાનાં લઇ ડાઇનિંગ ટેબલ પર બેઠો અને ઈકતાને હાથ પકડી ખુરશી પર બેસવા કહ્યું .
'ઈકતા ,મારી નવલકથાનો બસ હવે અંત જ લખવાનો બાકી છે ,આ વીકમાં તો કમ્પલિટ  થઇ જશે અને પછી પબ્લિશ માટે મોકલી દઉં .આ વાર્તા એક માઈલસ્ટોન બની રહેશે મને ખાતરી છે .બ્લોગ પર એક પેરાગ્રાફ રિલીઝ કર્યો છે અને વાચકોનો જબરદસ્ત પ્રતિભાવ છે 'સાથે મોબાઈલ પર આવેલા મેસેજ બતાવ્યા .
'પ્રેરિત ,આપણી સિલકા હવે એની જિંદગીનોં મહત્વનો નિર્યણ લેવા જઇ રહી છે .' અને ....પ્રેરિત સામે છેલ્લા બે વર્ષની બધી ઘટનાઓ કોઈ મુવીની જેમ ફરી વળી .આવૃત અને સિલકા એના વહાલા સંતાનોનું બાળપણ,નાની ઢીંગલી સમી સીલકા. આવૃત માસ્ટર્સ કરવા જર્મની ગયો અને દીકરી સિલકા અહીં મેડિકલ માં સ્ટડી કરે અને હવે એક રાજકુમાર આવશે અને એની દીકરી .......'વગેરે સ્વપ્નો સાથે નું હર્યુંભર્યું જીવન ,મારા પાત્રો તો ખરેખર મારી મરજી પ્રમાણે જ ઘડાઈ રહયા છે અને વાસ્તવિકતામાં પણ એ બધા મારું ધાર્યું જ કરવાનાં,યુરોપની ફેમિલી ટુરમાં મળેલા વિકલ શાહ ,સિલકાનો ખાસ મિત્ર બની ગયો હતો અને ઘરે બેસી ગપ્પા મારતા હોય ત્યારે એને જોઈ એક આદર્શ પાત્ર પ્રેરિતનાં મનોજગતમાં જીવતું થઇ ગયું હતું જેમાં સિલકાની આવનારી જિંદગીનાં દૃશયો શબ્દોથી કાગળ પર ઉતારતો જતો હતો .
'સિલકા સિલકા ,ક્યાં ગઈ સવારમાં ?'  બૂમો પાડતો ડાઇનિંગ ટેબલ પરથી અચાનક ઉભો થઇ ગયો .
'શું આમ કરે છે ?પ્રેરિત હું કામ છોડી તારી વાર્તા સાંભળવા બેઠી અને તું તો વિચારમાં ખોવાય જાય ..... ને અચાનક સિલકા !'
એટલામાં બહારથી બાજુવાળા કિર્ત્તેશની બૂમ સાંભળી મેઈન ગેટ તરફ દોડ્યો .અને ઇકતા ..માથે હાથ મૂકી ,'ઓ માય ગોડ 'કહી મોટા અવાજે થઇ રહેલો કાર પાર્કિંગ માટેનો ઝગડો સાંભળી રહી .ફરી એકદમ જોરમાં ખિજવાતો પાછો અંદર આવ્યો .સિલકા બાજુનાં ઘરમાં જ એની ફ્રેન્ડ તી્ક્ષા પાસે ગઈ હતી .અને ..એનાં અંદર દાખલ થતા પ્રેરિતનો પારો સાતમા આસમાને ..'એ  હરામખોર ,લડાક,લૂખો ....ત્યાં શું જઇ ને બેસી રહો છો ?બેઉ માં -દીકરી ?અહીં મારે ને એને રોજ ઝગડો થાય છે .
'પપ્પા ,હું જરા તારણ પાસે નોટસ લઇ રહી હતી .'
'એ બોચિયો શું  શીખવવાનો તને ? '
'પપ્પા તમે બધાને અંડર એસ્ટીમેટ નહિ કરો ,એતો એમ.બી.બી.એસ .માં ફર્સ્ટ આવી એમ. ડી .કરી રહ્યો છે '
'અરે ,સાવ ડૂચા જેવો છે .'
'પપ્પા ,એ એની ધૂનમાં ને અભ્યાસમાં હોય એટલે એવું લાગે ,પણ બહુ જ ઇન્ટેલીજન્ટ અને લાગણીભર્યો છે .અમે તો બધા તમારી ને  કિર્ત્તેશઅંકલ ની વારંવારની  લડાઈ થી કંટાળી ગયા છે '
'જો ,સિલકા તારા કરતા વધુ દુનિયા જોઈ છે ,બધી વાતમાં મારી સામે આર્ગ્યું નહીં કરવાનું ' અને ધડામથી બારણું પછાડી સિલકા રૂમમાં જતી રહી .
ઇકતા  ફરી વાત બદલતા ,
'ચાલ હવે તું શાંત થા અને તારી વાર્તા સંભળાવ '
'બસ ,હવે મૂડ નથી 'કહી બ્રેકફાસ્ટ લેવા બેસી ગયો .
એકદમ ગુસ્સામાં નહાતા નહાતા ટોવેલ માટે બૂમો પાડી અને પછી થોડી વાર એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ .ઇકતા એ રૂમમાં જઇ જોયું તો કોમ્પ્યુટર પર ગેમ રમતો હતો .અને થોડીવારમાં બેન્ક પર જવા નીકળી ગયો.રસ્તે પાછો વિચારે ચઢી ગયો.
પોતાનું સ્વપ્નજગત અને આ ....આ શું ? પણ ...મારી વાર્તાઓમાં પણ વિલન અને વેમ્પ તો હોય જ છે  ને ? અને મારી દીકરી ? પેલા બોચીયાની ઇન્ટેલિજ ન્સ અને વિચારોથી પ્રભાવિત ?હું તો મારા સમય કરતા એકદમ આગળ અને મોર્ડન અને આવા ગામડિયા જેવા મિત્રો સાથે સિલકાને સમય ગાળવો વધુ ગમે ?આજની આરગ્યમેન્ટથી તો પ્રેરિત એકદમ વિચારોના વમળમાં ઘેરાઈ ગયો અને પોતાનાં ગોઠવેલા બધા પાત્રો જાણે કે એની સામે મર્માળુ હસતા હોય એવું દેખાવા લાગ્યું .અને સમય...  કોઈ નવી ચાલ તો નથી ચાલી રહ્યો ને ?જિંદગીની રેત પરથી મારી પકડ ઓછી થઇ  ગઈ છે ?  ...આજુ બાજુનું આખું  જગત ધીમે ધીમે સરકતું જતું હોય અને એ એકદમ સજ્જડ થઈને કોઈ જગ્યા એ જાણે કે જડાઈ ગયો છે ,વિચારોને ખંખેરતા ઉભા થઇ કોફી પીધી અને કેબિનની બહાર નીકળી સ્ટાફરૂમ તરફ ગયો .
'અરે સર,આજે તો કઈ સુરજ પશ્ચિમમાં ઉગ્યો કે કેમ ?ચાલો ,સાથે થોડો નાસ્તો કરો .'
'નો થેન્ક્સ ,જરાયે ભૂખ નથી આ કોફી જસ્ટ ફિનિશ કરું છું '
'તમારી નોવેલની તૈયારી કેમ ચાલે છે ?'
'સરસ સરસ ,'
'સર અમે કઈ ખાસ નથી પણ અમારા વિષે પણ કઈ લખજો 'કહી ભાર્ગવ પાટીલ હસવા માંડ્યો .
'ચોક્કસ લખીશ ',ફરી કેબિનમાં આવી રૂટીન કામકાજ અને લોનની ફાઈલ જોવામાં વ્યસ્ત થઇ ગયો . અને .....બુક પબ્લિશ કરવાની બધી તૈયારી થઇ ગઈ હતી .સાંજે વિકલ એના પપ્પા મમ્મીને લઈને મળવા આવ્યો .બધા ફ્રેન્ડલી ડિસ્કસ કરતા હતાં અને પ્રેરિત એકદમ રંગીન તરંગોની દુનિયામાં વિહરતો ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો .એની છુપી ખુશીને અનુભવતી ઇકતા એની બંધ આંખો પર ફરફરતા સ્વપ્નોનાં પંખીઓના પડછાયા જોઈ રહી .મનમાં અનેક વિચારોને મમળાવતા સિલિકાનાં વર્તન અને વિચારોનાં પરિવર્તનથી મુંજાઈ રહી હતી .એના હૃદયમાં એક અજાણ્યા તોફાનનો દર લાગતો હતો જેમાં પ્રેરિતની સ્વપ્નોની દુનિયા વેરવિખેર હતી ......સ્વપ્નોના એ વિખરાયેલા ટુકડાઓ બાણશૈયાની જેમ પ્રેરિતનાં અસ્તિત્વને લોહીલુહાણ કરી નાખશે ....બસ સમયની આ નાજુક કંટાળી ચાલ સાથે પ્રેરિતનું મનોજગત વધુ ગૂંચવાઈ જવાનું એ ચોક્કસ હતું . અને એક ઊંડો શ્વાસ લઇ પડખું ફેરવી ઉંઘી ગઈ .સાંજે 5-30 એ સુપરસ્ટોરમાંથી ઘરે પાછી ફરી અને  કમ્પાઉન્ડ ગેટ ખોલતી હતી ત્યાં તારણ ગાર્ડનમાં થી કૂદીને ફરી એના બંગલામાં જતો હતો .
'શું થયું ?'
'આ ...જરા મારો ટોવેલ ઉડી ગયો હતો એ લેવા આવ્યો હતો .'જરાક વાંકા વળી વોલ પાછળથી જવાબ આપ્યો .
'ઓકે 'કહી અંદર ગઈ અને સિલકા શેમ્પુ કરેલા હેર લૂંછતી રૂમની બહાર આવી 
'ઓહ ,આવી ગઈ મમ્મી ?પપ્પા તો આજે એક ફ્રેન્ડને ત્યાં જમીને આવવાના છે .'
'હા ફોન આવ્યો હતો ' અને ......સિલકા સામે જોઈ રહી .આંખોમાં અને ગાલ પર ગુલાબી ઝાંય અને લેટેસ્ટ કટનું મીડી પહેરી એકદમ સુંદર લાગી રહી હતી .
'ચાલ , આપણા જમવાની તો તૈયારી કરીયે .'
'મમ્મી હું ,બાજુવાળા પ્રજ્ઞાઆંટી પાસે મસાલા ખીચડી શીખી છું એ બનાવું? ને ...ઇકતા  એનો ઉત્સાહ જોઈ રહી ,ખબર હતી કે જવાબની રાહ નથી જોવાની ખાલી જણાવ્યું જ છે . રૂમમાં  ફ્રેશ થઇ આવી ત્યાં તો કૂકરની સીટી પણ સંભળાઈ અને ચુપચાપ બંને જમવા માંડયા .ફાઇનલ એક્ઝામને હવે પંદર દિવસ બાકી રહયા હતા.એકઝામ પતી ને વેકેશનમાં વિકલનાં ઘરે પાર્ટીમાં ગયા.અને બધા સાથે ખુબ મોટા સાહિત્યકાર તરીકે પ્રેરિતને ઈન્ટ્રોડ્યૂસ કર્યો .પાર્ટીમાં ડ્રિન્કની છોળ ઊડતી હતી અને વિકલનાં મમ્મીએ ડ્રિન્કની ઓફર કરી પણ ઈક્તાએટ 'ના 'કહી.પાર્ટીમાં વિકલનાં ફ્રેન્ડ સર્કલમાં  સિલકાને 'વેરી દેશી 'કોઈ બોલ્યું તે ઇકતા એ સાંભળ્યું પણ કઈ બોલી નહીં,વિકલ અને સિલકા દૂર વાતો કરતા ઉભા હતા અને પ્રેરિત એની મસ્તીમાં પોતાના સંગ્રહો વિષે વાતો કર્યે જતો હતો . હાથ ખેંચીને વિકલ સિલકાને ડાન્સ માટે બધાની વચ્ચે લઇ ઉભો રહ્યો  અને આજુબાજુ બધા ક્લેપિંન્ગ કરી ઉત્સાહિત કરી રહયા હતાં, પણ સિલકા જરા ખચકાઈ રહી હતી એ ઇકતા એ ઓબ્ઝરવે કર્યું .ઘરે જતા કારમાં પ્રેરિત એકદમ ઉત્તેજિત થઇ પાર્ટીની વાતો કરી રહ્યો હતો .ઇકતા બોલી,
' વિકલના મમ્મી પણ સારું એવું ડી્ન્ક કરે છે '
'અરે આમજ જીવવું જોઈએ ,જિંદગી તો આવા લોકો જોડે જ જીવવાની મઝા આવે '  આ સાંભળીબંને ચુપ થઇ ગયા . અને ....
                                  એક સવારે ડાઇનિંગ ટેબલ પર સિલિકાની લખેલી ચીઠ્ઠી 'મને ખબર નથી તમને આ યોગ્ય લાગશે કે કેમ ,પણ હું તારણ સાથે મારું નવજીવન શરુ કરવા જઇ રહી છું .અમે રજીસ્ટર મેરેજ કરી લીધા છે '
હાથમાં કાગળ લઇ બેઠેલી ઇકતાને રૂમમાંથી બહાર નીકળી ઓફિસ જવા તૈયાર થયેલા પ્રેરીતે જોઈ અને વાંચીને પાંચ મિનિટ ચુપચાપ ઉભો રહી ગયો .બેગ ટેબલ પર મૂકી .અને રુમમાંથી હાથમાં સળગતાં નવી નવલકથાનાં પાના લઇ ગાર્ડનમાં હિંચકા પર બેસી ગયો .સામે ફ્લોર પર ફેંકેલા સળગતા પાનાંની આગ ઓલવવા ઇકતા દોડી પણ ...
પ્રેરીત એટલું જ બોલ્યો, 'બસ હવે એનાં પર પાણી નાખી દે ,એમાં કંઈ બાકી રહ્યું નથી .ફકત સ્વપ્નરાખ છે'
-મનીષા જોબન દેસાઇ

હેપ્પી મધર ડે

માર્મિક ભણવા માટે ગામથી શહેર જવાનો એ જાણી એના માં કુસુમબેન એકદમ રડમસ થઇ ગયા .ત્યાંતો નાનજીભાઈ બોલી ઉઠ્યા ,"આ શું માંડ્યું છે ,અહી રહી ને તો ગામમાં દોસ્તારો સાથે રખડી ખાય છે .મોટા શહેરમાં જશે તો કંઈ બનીને આવશે "
પણ કુસુમબેનનું હર્દય તો ચુપચાપ ડૂસકા ભરવા માંડ્યું .પોતાના કાળજાનાં ટુકડાને આમ સાવ અજાણ્યા શહેરમાં જવાનું ,શું ખાશે ,કોણ બધું ધ્યાન રાખશે ,અડધું જમવાનું મૂકી ઉભા થઇ જતાં મારા દીકરાને કોણ મનાવશે, બધું વિચારતાં રહ્યા ને નાનજીભાઈ તો એક દિવસ સવારે ,"ચાલો બધી તૈયારી થઇ ગઈ છે ? લક્ઝરી બસ તો ,આવી ઉભી હશે .કહી બેગ લઇ બહાર નીકળ્યા .ને કુસુમબેન તો રડતા રડતા 'દીકરા આ જરા દહીં ખાઈ લે ,અને નહિ ગમે તો પાછો આવી જજે" ."માર્મિક પણ એકદમ ગળગળો થઇ ગયો ."માં ,તું ચિંતા નહિ કર .આપણે રોજ આ મોબાઈલ પરથી વાતો કરીશું " માંને ભેટીને આશીર્વાદ લીધા અને મંદિરમાંથી પ્રસાદ લઈ સજળ આંખે બહાર નીકળ્યો .કુસુમબેન બહાર આવી ઓટલા પર ઉભા ઉભા દૂર સુધી જોતા રહ્યા. 
ગામમાં મોટી ખેતી અને સગાવહાલાઓ વચે લાડકોડથી ઉછરેલો ,કેટલી બાધા -આખડી એનાં જનમ માટે માંએ રાખેલી ,ઘણાં વષોઁ પછી દિકરો  થયેલો.નાનજીભાઈથી છુપો છુપો કાર લઈને શહેર ફરી આવતો .દોસ્તારો જોડે પાર્ટી કરે ને ફિલ્મો જોવી .કોલેજનાં પહેલા વરસે નાપાસ થયો એટલે નાનજીભાઈએ શહેરની જાણીતી અને સ્ટ્રીક કોલેજમાં એડમીશન લઇ હોસ્ટેલમાં રહેવાનો પણ બંદોબસ્ત કરી દીધો .મનમાં અકળાતો જેમ તેમ ગોઠવાવાની કોશિશ કરતો રહ્યો .નાનજીભાઈએ નીકળતાં ઘણાં સૂચનો કર્યા અને ભીની આંખે દીકરાને ભેટી પડ્યા ."દીકરા ,તારા ભવિષ્ય માટે કઠોર હર્દયે તને જુદો મુકું છું ."અને ગામ પાછા ફર્યા .નવું વરસ શરુ થતા કોલેજનાં ક્લાસ સાથે exstraa ક્લાસ વગેરેમાં ઓતપ્રોત થતો ગયો .કોલેજનો માહોલ અને સરસ ગાઇડન્સને કારણે ભણતર થોડું ઠેકાણે આવ્યું .રોજ રાતે વાત કરે બધી માં-બાપ સાથે .દોસ્તારો બધા છૂટી ગયાં પણ વાતો થયા રાખે .
સાંજ પડ્યે બારીમાંથી જતી ટ્રૈન જોતો રહે .ક્યારે વેકેશન પડે ને ગામ જાઉં. છેલ્લા વર્ષમાં આવ્યો ને  કોલેજનો સ્પોર્ટ્સ ડે હતો . બાસ્કેટબોલની ગેમ હોઈ એટલે વિદ્યાર્થીઓની ક્રિકેટ પછીની ફેવરીટ ગેમ અને માર્મિક ની ટીમ જીતી ગઈ ,બધા ભેગા મળી સેલીબ્રેટ કરતા હતા ત્યાં માર્મિક એક ખુરશી પર બેસી ફ્રેન્ડસ સાથે વાત કરી રહ્યો હતો .અને ગ્રુપ વચ્ચે ધમાલ શરુ થઇ ગઈ .બધા દોડભાગ કરતા હતા એમાં એક યુવતી ખુરશી પાછળ આવી બેસી ગઈ એને હાથમાં કાચ વાગ્યો હતો ,માર્મિક ઉભો થઇને બહાર જવા જતો હતોને એની નજર પડી .
''અહી શું કામ પાછાં બેસો છો ,જલ્દીથી બહાર નીકળો ."ખીસામાંથી રૂમાલ કાઢી આપ્યો અને યુવતીનો હાથ પકડી જલ્દી મેઈન ગેટ તરફ દોડ્યા .બહાર નીકળી ગયા એટલે યુવતીનો જોરથી શ્વાસ ભરાઈ આવ્યો .
"ઓ માઈ ગોડ,ખરું પબ્લીક છે ,આવી સરસ ઉજવણીમાં પણ મારામારી કરે છે . થેન્ક્સ ,"
"અરે પણ પહેલા તમને વાગ્યું છે એ જલ્દીથી ..."
"કારમાં ફર્સ્ટ એડ કીટ છે તે દવા લગાવી દઉ છું સારું થઇ જશે .આપણે જલ્દી પાર્કિંગમાં પહોંચીએ વિમાસા ,મારી ફ્રેન્ડ રાહ જોતી હશે " અને ઓળખાણ આપી.
"હાય,આઈ એમ તૃષ્ણા ,હું તો મારી એક ફ્રેન્ડ સાથે ગેમ જોવા આવી હતી .એણે તો આ ધમાલમાં મને બુમ પણ પાડી પણ હું ગભરાટમાં આ બાજુ આવી ગઈ"
"સારું થયું ને આમ ન આવ્યા હોતે તો આપણે મળ્યા કેવી રીતે હોતે ?"
"હા ,સાચ્ચેજ ,ખરું થયું "બોલી આડું જોઈ હસવા માંડી. બંને વાતો કરતા બહાર નીકળ્યા. તૃષ્ણાને એની ફ્રેન્ડ બહાર ગાડી પાસે મળીને ઓળખાણ કરાવી.
"વિમાસા એ કહ્યું "થેન્ક્સ તમે તો મારી ફ્રેન્ડ ને બચાવી લીધી નહિ તો શું નું શું થઇ ગયું હોતે .તમને જતા હોસ્ટેલ મુકતા જઈએ ." અને રસ્તે વાતો કરતા કરતા હોસ્ટેલ આવી ગઈ .
"વેલ ,હવે ઓળખાણ થઇ ગઈ છે તો મળતા રહેશું " રૂમમાં પહોચી ફ્રેશ થઇ બેડમાં ઉધો પડી સુઈ રહ્યો , તૃષ્ણાનો ચહેરો જ નજર સામે દેખાયા કરતો હતો .ક્યાય સુધી આમતેમ પડખા ફરતો રહ્યો ,જસ્મીતે આવીને લાઈટ ચાલુ કરી ."
"આજ તો પાર્ટી ચાહિયે તેરી ટીમ જીત ગયી ,મેં તો અંકલ કે ઘર ગયા થા વહી સે આ રહા હું .ઓર તું યે મજનુંકી તરહા કયું પડા હે ? "
"નહી બસ એસે હી થક ગયા થા તો ....કલ કેન્ટીનમેં પાર્ટી દેતા હું સબકો " પછી અચાનક યાદ આવ્યું તે ઘરે ફોન જોડી વાત કરી .બધા મિત્રો પણ બહુ ખુશ થયા. બીજે દિવસે બધા ફ્રેન્ડ સાથે ધમાલ મસ્તી સાથે દિવસ પસાર થયો .તૃષ્ણાને ફોન કરવાનું મન થયાં કરતુ હતું .ને એક દિવસ મોબાઈલ કર્યો,
"હાય.કેમ છો ?"
"આ તમે તમે કહો છો તે બોમ્બેનાં નથી લાગતા "
"ના હું તો ગુજરાતનાં નાના ગામથી અહી ભણવાં આવ્યો છું ."
"અરે, હું તો જરા આમ જ કહેતી હતી ,શું ચાલે છે વગેરે .." જનરલ વાતો કરતા રહ્યા . જરા હિંમત કરી માર્મીકે જીત્યા તે માટે ડીનર પર લઇ જવાનું આમંત્રણ આપી દીધું.
"ડીનર તો નહિ પણ લંચ માટે મળીએ . હું કોલેજથી સીધી આવી જઈશ."
"ઓકે ,તો આ સેટરડે મળીએ છે." માર્મિક વિચારવા માંડ્યો ,એની ફ્રેન્ડને લઈને નહીં આવે તો સારું.અને તૃષ્ણા ખરેખર એકલી આવી .લંચ લેતા લેતા માર્મિક સામે જોઈ રહ્યો. 
"હવે એમ .બી .એ કર્યા પછી શું કરવાનો વિચાર છે ? મારું તો આ વખતે એસ .એન ડી .ટી માંનો કોર્સ પૂરો થાય એટલે ક્લાસ શરુ કરવાની છું .પપ્પાનાં તો ઘણા ફ્લેટ પડ્યા છે એમાંજ શરુ કરીશ." 
"જોઉ હજી કઈ નક્કી નથી મારું "
"હવે એક વાર મારા ઘરે જમવાનું રાખજે ." બંને વાતો કરતા કરતા દરિયા કિનારે ગયા .
"તૃષ્ણા ,આજનો તડકો તો તારી કંપનીમાં ચાંદની રાત જેવો લાગે છે "
"સાચ્ચે, મને પણ એવું જ લાગે છે ." માર્મિકને જરા વધુ હિંમત આવી .ને પૂછી નાખ્યું .
"લગ્ન બાબતમાં શું વિચાર છે ?"
"લગ્ન ?"
"એટલે કે ભણ્યા પછી તો છોકરીઓ લગ્ન કરી ઘર જ માંડે ને ?
"હજુ આટલું જલ્દી કઈ વિચાર્યું નથી ને છોકરીઓ કઈ ખાલી ઘર સાચવવા માટે છે ,પોતાનું કોઈ અસ્તિત્વ ખરું કે નહિ ?
"હા ...એ પણ ખરું પણ અમારે ત્યાં તો લગ્ન પછી કોઈ લેડીઝ કામ કરવા નહિ જાય .આપણે ત્યાં કઈ કમી છે ?અને માં -બાપને કોણ સાચવે ?ઘડપણમાં એ લોકોનું કોણ ?
" હું સાસરે જતી રહું તો મારા માં-બાપ નું પણ કોણ? એક જ દીકરી છું .નજીક હોઉં તો કોઈ વાર પણ જોવા જઇ શકાય " આવી બધી વાતો પછી માર્મિક જરા મૂંઝાયો અને તરત વાત બદલી ,
"અરે આપણે પણ કેવી બધી વાત કરવા માંડ્યા .ચાલ પિક્ચર જોવા જઈએ ."
બનને સરસ રોમાન્ટિક પિક્ચર જોવા બેસી ગયા .પિક્ચર શરુ થતાં માર્મીકે તૃષ્ણાનાં હાથ પર હાથ મુક્યો અને "તું મને બહુ ગમે છે ,રાત દિવસ તારા જ વિચાર આવે છે "
"huuum .....અને માર્મિકનાં ખભા પર માથું ઢાળી બેસી રહી ." પછી તો વારંવાર મળવા લાગ્યા .તૃષ્ણાનાં ઘરે જમવા ગયો .દરિયાકિનારેનાં આલીશાન બિલ્ડીંગનાં ટોપ ફ્લોર પર ૫ બેડરૂમનું પેન્ટહાઉસ .તૃષ્ણાનાં પપ્પા આશિતભાઈ આવ્યા ."ઓહ .નાઈસ યંગ મેન,કેમ ચાલે છે એક્ઝામની તૈયારી ?તૃષ્ણા તમારી ગેમ અને બહાદુરીનાં બહુ વખાણ કરતી હતી .થેન્ક્સ ફોર ગીવ સપોર્ટ ધેટ ડે."પછી જનરલ વાતો કરવા લાગ્યા ,એન મમ્મીએ પણ આભાર માનતાં કહ્યું
"હું તો બધું સાંભળી એટલી ગભરાઈ તમે ન હોત તો... આવી ધમાલ માં જવાની નાં પાડીએ છે પણ માનતા જ નથી " 
'હું તો મારી તૃષ્ણા માટે એવો જ પતિ શોધું છું મારો બીઝ્નેસ પણ સંભાળી લે.શું છે તમારું ફ્યુચર પ્લાનિંગ ?'આસીતભાઈ એ આગળ વાત ચાલુ કરી .
"કઈ ખાસ વિચાર્યું નથી."કહી ચુપ થઇ ગયો .સરસ સાંજ વિતાવી રૂમ પર આવ્યો અને વિચારે ચઢી ગયો .આડકતરી રીતે તૃષ્ણાનાં ફેમીલી અને બીઝ્નેસ માં જોડાવાનું આમંત્રણ જ હતું .માર્મીકની આંખ સામે માં ,પિતાજી ,ગામની એ ઓટલા પરની સાંજની બેઠક ,બાજુવાળા શોભનાકાકી ને એમનો દીકરો કઈ પણ કામ હોઈ ત્યારે હાજર થઇ જતા ,દૂરથી બૂમ પાડી ને શેરડીનો રસ આપવા આવતો પેલો કૃષ્ણો ,ભાઈ તમારી છાશ ટેબલ પર રાખી છે નો સાદ પાડતી સુખી ,બધા મિત્રો .. આંખ સામે તરવરવા લાગ્યું .ખબર નહિ કેમ પણ આટલા વરસથી મુંબઈમાં રહ્યો પણ દિલમાં કઈ સમાતું નહોતું એક તૃષ્ણા સિવાય બધું અજાણ્યું લાગતું હતું ,તૃષ્ણાનો પ્રેમ -લાગણી એ સમજતો હતો પણ આખરે જનમ થી શહેરમાં ઉછરેલી છોકરી એના નાનકડા ગામમાં ગોઠવાશે ?
એક્ઝામ પતીને એક વિક પછી નાનજી ભાઈ લેવા આવી ગયા , નાનજીભા ને તૃષ્ણા સાથેની મિત્રતાની વાત કરી અને આશિતભાઈ એ જમવા બોલાવ્યા ત્યાં ગયા .નાનજીભાઈ એ તૃષ્ણા અને ફેમીલીને ગામ આવાનું આમંત્રણ આપ્યું .ઘરે પહોચ્યો એટલે તો ઘરે તો મેળાવડો ભરાયો .ને કુસુમબેન તો એટલા ખુશ કે પૂછવું જ નહિ .માર્મિક નું દિલ પણ ભરાઈ આવ્યું . તૃષ્ણા સાથેના રંગીન લગ્નજીવન ના સપનામાં ખોવાઈ ગયો .એકાદ મહિનો વીત્યોને તૃષ્ણા એના મમ્મી પપ્પા સાથે માર્મિકનાં ગામ આવી .મોટું હવેલી જેવું મકાન અને સગવડો થી ભરપુર .આવતાની સાથે માર્મિક તો તરત તૃષ્ણાને કુસુમબેન પાસે લઇ ગયો .
"જો ,માં તને વાતો કરીને થકવી નાકતો હતો ને તે આ મારી મુંબઈની ફ્રેન્ડ તૃષ્ણા ,તૃષ્ણા પણ કુસુમબેનને એકદમ વળગી પડી ને પછી પગે લાગી .
"સરસ સરસ દીકરા ,કેમ છે, બધા સુખરૂપ રૂપ તમે આવી ગયા તે આનંદ થયો .પછી બહાર જઈ આસીતભાઈ અને ઉમાબેનને મળ્યા .
"નમસ્તે ભાઈ આવો આવો ,બહુ આનંદ થયો તમને મળીને ." જનરલ વાતો ચાલી ને બધા જમી આરામ કરી સાંજે નજીકના મંદિર માં અને ત્યાંથી ડેમ જોવાનો પ્રોગ્રામ ઘડ્યો.માર્મિક તૃષ્ણા ને રૂમમાં એના જુના ફોટા ના આલ્બમ ને ગેમ માં કપ મળેલા અને બધા ફ્રેન્ડ અને સગાઓની ઓળખ આપી વાતો કરતો હતો. તૃષ્ણા થોડી વાર પછી બોર થવા માંડી .
"શું તું બધાની વાત કર્યા કરે છે ,હું તો એ કોઈ ને ઓળખતી પણ નથી "
'અરે ,ભલે ઓળખતી નથી પણ ઓળખવાનું પણ નહિ ?"
"હ..હા .. ઓકે "
"ચાલ આટલા વખતે મળી તો પછી આમ આવ મારા દિલની વાત સંભળાવું "કહીને હાથ પકડી નજીક સરતા બોલ્યો 'પણ એ કહે તને મારો રૂમ કેવો લાગ્યો ?" અને બેઉ હાથ વીટાળી જાણે મનાવતો હોય તેમ
"મને યાદ કરતી હતી કે પછી આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઈન્ડ."
"ડોન્ટ ટેલ મી લાઇક ધેટ ,અહી સુધી તને આમ જ મળવા આવી ? ઓકે ,ઓકે ચાલ તને પણ પ્રેમ નો પુરાવો આપી દવું" .કહી મીઠી મીઠી વાતો કરવા લાગ્યા .
"તને મારા માં કેવા લાગ્યા ?"
"તારા રૂમ ની સજાવટ જેવા જ જુના લાગ્યા "
"કેમ માં જૂની હોય તો ઘરમાં નહિ શોભે "
"ના ..ના એવું નથી કહેતી ,પણ આમ હાથ પર છુન્દણા કર્યા છે ને તે જરા ....."
"કેમ ત્યાં બધા ફેશનમાં ટેટુ નથી કરાવતા ,આ દેશી ટેટુ કહેવાય"
'બધી વાતનો જવાબ છે તારી પાસે " અને હસતા હસતા ટી.વી. ઓન કર્યું .'ચાલ થોડી વાર મેચ જોઈએ " સાંજે બધા ફરીને ઘરે આવી ટેરેસ પર વાતો કરવા બેઠા . સરસ ચાંદની રાતમાં વાતાવરણ એટલું રળીયામણું અને ઠંડકભર્યું શાંત ."'અમારે મુંબઈમાં તો એટલું પોલ્યુસન વધી ગયેલું કે આવી શાંતિને શુદ્ધ હવા હિલસ્ટેશન પર જઈએ તો જ મળે ."
"સાચી વાત આસિત અંકલ ,હું પણ આટલા વરસ ભણવા રહ્યો પણ અહી જેવી મઝા નહિ અને હવે તો અહિયાં પણ મોલ,સિનેમા કોલેજ વગેર બનવાના શરુ થયા છે "
"એ તો બધું તો બરાબર પણ અહી શું ભવિષ્ય" એટલે તરત નાનજીભાઈ કહે ,
'અમારી ઘણી જમીનો છે તે ડેવલોપ કરશે એટલે ,માર્મીકને તો બીજું કઈ કરવાનું નથી "
"મેં તો મુંબઈ મારા બીઝનેસ માટે અને જમાઈ તરીકે માર્મિકની પસંદગી કરી છે .બંને ઘણા નજીક છે અને એકબીજાને સમજે છે .હવે તમે કહો તેમ કરીએ "
અને નાનજીભાઈ અને કુસુમબેન એકબીજાની સામે જોવા માંડ્યા .
"હા ...હા .. વિચારી લઈએ જરા .અહી જાણીતા ઘરોમાંથી માર્મિક ને માટે ઓફરો છે તે જરા ...." રાતનાં રૂમમાં સુતા સુતા ઝીણા ડુસકા સાંભળવા માંડ્યા એટલે નાનજીભાઈ ઉઠી ને,
"શું વિચારે ચઢી ગયા અને આમ રડ્યા કરો.મનની વાત કહી દો ને "
 આશ્વાસન આપવા તો ગયા પણ દિલની અંદર એમને પણ જાણે અચાનક બધું ખાલી થઇ ગયું હોય એમ લાગ્યું અને જીવ મુંઝાવા માંડ્યો .ઉઠીને આરામખુરશી લઇ બારી પાસે ક્યાંય સુધી બેસીરહ્યા ,આજનાં જેટલી રાત ભારી ક્યારેય નહોતી લાગી .જિંદગીમાં આવો અણધાર્યો વળાંક આવ્યો કે આજે તો ઊંઘમાં દીકરા માટે કોઈ નવું સપનું પણ નહિ જોઈ શકું .અરે ...મારા કરતાં પણ આમને કેમ કરી સમજાવું.સવારમાં નજીકનાં એક ગામમાં  કોઈ રીલેટીવને મળીને આમતેમ ફરવા ગયા સાંજે બધા ફ્રેન્ડ મળવા આવ્યા ને બે દિવસ પસાર થઇ ગયા. કુસુમબેનતો જાણે કોઈ રાક્ષસ એમનાં ખોળામાંથી નાના બાળકને છીનવી લેવાના હોય તેમ ગુમસુમ ને ગભરાયેલા ફરવા માંડ્યા . તૃષ્ણાને પપ્પા મમ્મી પાછા મુંબઈ જવા રવાના થયા . રાતે પહોંચી ને તૃષ્ણાનો ફોન આવ્યો .
"તારા મમ્મી તો કોઈ જોડે બહુ ભળે,એવા નથી. મારા પાપા મમ્મીને તો બહુ ઓડ ફિલ થયું ..વગેરે વગેરે .જો માર્મિક મારાથી તો આવા ગામમાં પણ નહિ રહેવાય અને આવું સહન પણ નહિ થાય ."
"તૃષ્ણા તું પણ એક વાત સારી રીતે સમજી લેજે .મારા માં -બાપ હું નાં પડું તો પણ કોઈની સાથે પરણાવી દે એવા નથી .મારી મરજી મુજબ નું જ થશે .હું તને પ્રેમ કરું છું અને તું જો મને પ્રેમ કરતી હોય તો મારી પાસે આવજે અને મારા ઘર અને માં બાપને પ્રેમ થી સાથે સ્વીકારાય તો.ઘરની સજાવટ બદલી શકાશે માં બાપ નહિ .તારા પપ્પાને તો બીઝનેસ સાચવવા મુંબઈ માં બહુ એમ.બી.એ મળી રહેશે, મારા માં- બાપનું સપનું ડેવલોપ કરનાર તો હું એક જ આશાનું કિરણ છું."અને ગુસ્સામાં ફોન મૂકી દીધો . માંના ખોળામાં જઇને થોડી વાર સુઈ ગયો ,માં ચુપચાપ માથે હાથ ફેરવતા રહ્યા .થોડી વાર રહીને બોલ્યા.
"દીકરા તું તારું કામ ને પ્રગતિ અટકાવતો નહિ.તારે મુંબઈ જઇ રહેવું હોઈ તો અમને વાંધો નથી પણ આમ સાવ નિસ્તેજ જેમ ફર્યા કરશે તે મારો જીવ કપાય છે ."
'માં દુનિયામાં ગમે તેટલું સુખ હોઈ પણ હું તને છોડી ક્યાય જવાનો નથી .મારો પ્રેમ સાચો હશે તો તૃષ્ણા આપણી સાથે જ હશે " સવારે વહેલો ઉઠી બધાને મળવા જવાનું અને જમીન પર જઈ બધું કામ ધીમે ધીમે હાથ પર લેવા માંડ્યું ઘરના આગળનાં જ એક રૂમમાં ઓફીસ બનાવી દીધી અને નવું કામ શરુ કર્યું .એક દિવસ ફાર્મ પર હતો ને ઘરેથી પિતાજીનો ફોન આવ્યો ."મારા પેલા ફ્રેન્ડ છે ને તે ને એમનાં વાઇફ ને છોકરાઓ સાથે આવ્યા છે તે છોકરી જોવાનું ગોઠવ્યું છે .જરા આવી જા."માર્મીકે આનાકાની કરી પણ, માંના સમ આપ્યા એટલે ઘરે જવા તૈયાર થયો .એકદમ ગુસ્સામાં દાખલ થયો .અને જુવે છે તો તૃષ્ણા એના મમ્મી પપ્પા અને કઝીન તથા ફ્રેન્ડ વિમાસા સાથે બધા બેઠા હતા . માર્મિક ને તૃષ્ણાથી હસાઈ ગયું .
આસીતભાઈ એ કહ્યું" અમારી દીકરી તો એવી રડી ને અડધી થઇ ગઈ તે મુકવા આવવું ,પડ્યું . " 
નાનજીભાઈ ને કુસુમબેન પણ બોલી ઉઠ્યા
"અમે પણ આને મુંબઈ મુકવા આવવાનું વિચારતા હતા" અને બધા ભેગા હસી પડ્યા"
આપણે કારણે બિચારા નાના પારેવડા અંદરથી સોરવાતા હતા ." વિમાસા પણ બોલી ઉઠી "અમે પણ તૃષ્ણા ને કહ્યું તારા હીરો ને મૂકી આવી તે હવે તને કોણ બચાવશે "
તૃષ્ણા બોલી ,"આજે ખાસ મધર્સ ડે સિલેક્ટ કરીનેજ આવ્યા ,સાથે જ ઉજવશું."
"રહેવા આવી છે કે ખાલી મળવા જ આવી છે ?" માર્મીકે પણ સંભળાવ્યું 
"હું તો રહેવાની છું અહી જ ,તારે આ લોકો સાથે મુંબઈ જવું હોય તો જા "  અને ફરી બધા હસી પડ્યા 

એક અફસોસ રહી ગયો

નાનકડી  સોસાયટીમાં રો -હાઉસનાં  હીંચકે બેસી શાક સમારતાં ચંદ્રિકાબેન ,પડોસી છોકરી મેશ્વા સાથે પરીક્ષાનાં  પેપેર  ને બધી વાતો  કરતા  હતા.ત્યાં તો એમનો દીકરાે  બિનીત બહારથી  આવ્યો અને વાતમાં સુર પુરાવ્યો .માસ્ટરડીગ્રી  લઇ  વિદેશી કંપનીમાં એપ્લાઈ કર્યું હતું તેનું મોટું પકેજ  કન્ફર્મ થયું  તેની તૈયારીમાં હતો  .બિનીતનાં  આવવાથી મેશ્વાનાં ચહેરા પરની લાલાશ ચંદ્રિકાબેનની નજરથી છુપી ન રહી અને બોલ્યા,
"અહીની કંપનીમાં મળી જાયતો  સારું ".મેશ્વા માર્ક ઓછા આવવાને લીધે  ડીપ્લોમાં કરતી  હતી.ચંદ્રિકાબેન કહે
,"મેશ્વા તું પણ રીઝલ્ટ  આવે એટલે અપ્લાઈ  કર ."
ત્યાં તો બિનીતહસવા માંડ્યો ."આવા ફાલતું કોર્સવાળાનો અમેરિકામાં કોઈ ક્લાસ નહિ ".
ગોલ્ડમેડાલીસ્ટ બિનીતનાં ભાવ જોઈ મેશ્વા જરા ખંચકાઇને બોલી,
"ચાલો ,તમે ખૂબ આગળ આવો એવી શુભેછા". અને....
" મમ્મી બોલાવે છે" કહી ઘરે ગઈ.દીકરાનો ઉદ્ધતભાવ જોઈ ચંદ્રિકાબેન થોડા ઝંખવાયા અને કહે
'જીંદગી જેમ લઇ  જાય એમ વહ્યે જાવ .'પતિનાં મૃત્યુ પછી એકલા પડી ગયેલા ,પણ   દીકરાની વાતમાં દાખલ ન કરવી એવી સમઝણથી જીવતાં હતાં. 
            બધી તૈયારીમાં  હોંશથી આંટીને નાસ્તામાં અને પોર્ટફોલિયોમાં  મદદકરી રહેલી મેશ્વાને જોઈ બિનીત કહે
"તું તો તારા લગ્નની તૈયારી કરતી હોય એવું લાગે છે".મેશ્વા શરમાઈ.
ચંદ્રિકાબેન કહે" તું તારું જ વિચારને ."
બિનીત હસતાં બોલવાં લાગ્યો" હું તો અમેરિકામાંજ જોરદાર સેટલ થઇ જવાનો ",
ભારે હૈયે બીનીતને એરપોટઁ પર વિદાય આપી પાછાં બધાં રૂટીન લાઇફમાં .દુનિયા આખી ખાલી થઇ ગયી હોય એમ મેશ્વા થોડો સમય યંત્રવત થઇ ગયેલી .  ચંદીુકાઆંટીને વેબ -કેમ જોડી આપતી અને બિનીતનાં સમાચાર પણ જાણતી .
અમેરિકન વકીૅગ સીસ્ટમ સાથે ઝુઝ્તો હતો બિનીત પણ .
       આ તરફ ડીપ્લોમાં સારા માર્કે પાસ કરી મેશ્વાએ પ્રોડકટ ડીઝાઇન નો 2 વર્ષ નો કોર્સ  કરી   " મેક ઇન અવર કન્ટ્રી  " માં  પ્રોજેક્ટ રજુકર્યો .અને એવોર્ડ મેળવ્યો સાથે મેન્યુફેકચરીંઞ માટે પૈસા અને લોન પણ મેળવ્યા .બીનીતને ફાસ્ટ કંપનીમાં કો-અપ ન કરી શકવાને કારણે નવું પેકેજ ન મળ્યુંઅને કંપની બદલવી પડી .અમેરિકન ગ્રીન કાર્ડ હોય તો વધુ લાભ વિચારી ઇન્ડિયન અમેરિકન છોકરી સાથેલગ્ન કર્યા .ચંદ્રિકાબેન ,ખૂબ ઉદાસ થયા . અને મેશ્વા દિલ પર પડતા ઘાવ સાથે મક્કમ મને આગળ વધતી ગયી .
      થોડા વખત પછી  બિનીત ઇન્ડિયા આવવાનો છે .એ જાણી ખૂબ આનંદમાં હતા ચંદ્રિકાબેન .બિનીત તો ભાગ્યેજ ફોન  કરતો .આ તરફ  મેશ્વાનાં ખુબ સારા ભણેલા છોકરા  સાથે લગ્ન નક્કી  થઇ  ગયા .મેશ્વા ચંદીૃકાબેનને વળગીને ખુબ રડી .બિનીતનાં આવ્યા પછી ચંદ્રિકાબેનને ખબર પડી કે બિનીત તો એની પત્ની  સાથેનાં  ડિવોર્સ કેસમાં અટવાયેલો છે .એની અમેરીકન બોનઁ પત્નીને બિનીત દેસી પતિ લાગ્યો .બધી વાતોથી અજાણ મેશ્વા ઘરે આવી પોતાના પ્રોજેક્ટ વિષે વાત કરતા કહ્યું, "મારું  નવું મેન્યુ .યુનિટ બની રહ્યું છે તમે ઈચ્છો તો  કોલોબ્રેટ કરી શકો ".
મેશ્વા કહે,"  હવે તો મારા સાચેજ લગ્ન થઇ રહ્યા છે તૈયારીઓમાં મદદ કરશો ને? "
હવે બીનીત શું બોલે? હાઉસનાં હફ્તા અને કોર્ટકેસમાં ,કમાયેલા પૈસાનો  અમેરિકામાં હવન થઇ ગયો હતો
દીકરાની અણસમજુ ઉતાવળને કારણે દુખી થઇ રહેલા  ચંદ્રિકાબેન બોલ્યા .
"ચોક્કસ દીકરી મારી, આવો તારો પ્રસંગ અને મારો ઉત્સાહ કંઈ ઓછો હોય? "
અને..  બીનીતે રીટનઁ ટીકી લહેલી  કનફમઁ કરવાં માટે ફોન કયોઁ.અને મેશ્રવાનાં લગ્ન નહીં એટેન્ડ કરી શકાય નું બહાનું કાઢી બેગ ગોઠવવા માંડયો.
"બિનીત જીંદગી જેમ વહાવે એમ વહેતો રહેજે દીકરા ,મેશ્વાનાં પ્રેમ અને નિષ્ઠાનાં લંગરો તો કિનારે લાગી ગયા ."
અને...ચંદીુકાબહેન  ટપકતાં આંસુંએ પુસ્તક વાંચતાં  બેસી રહયાં.



શું સમજાઉં?

શિપ્રા દોડતી દાદર પરથી કિચન પાસે આવી .
"મમ્મી ,હજુ તો તારું શાક વાઘારવાનું બાકી ,મારે તો થીસીસની તૈયારી  માટે ઓડીઓ  સી.ડી .લઈને યુનીવર્સીટી  પહોચ્વાનું છે."
 
"૧૦ મિનીટ માં બધું કમ્પ્લીટ થઇ જશે, જમીને જ  જા.તિથી છે, દાદાના ફોટાને પગે લાગતી જજે" .એટલામાં તો રૂમમાંથી ઉર્વાફોઈ બહાર આવ્યાં .
 
"શું છે દીકરી ?,કેમ આટલી ઉતાવળ કરે છે? ચાલ હું પીરસવા માંડુ એટલામાં શાક પણ થઇ જશે અને નાનકો શોપમાંથી  શીખંડ અને ખમણ લઈને આવતોજ હશે ." જલ્દી જલ્દી જમવાં બેઠી.ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરતી હતી ત્યાંતો નાનકો પણ આવીને "બેન બધું આવી ગયું છે .તમારી ગાડી પણ ચકચકાટ કરી દીધી છે."
 
"થેંક્યું નાનકાભાઈ બાય મમ્મી ,ફોઈ તમારી બૂક સાંજે આવતા લાઈબ્રેરીથી લેતી આવીશ "
 
"થેન્ક્સ દીકરી સાચવીને જજો "
       
શિપ્રાનાં પપ્પા સુદીપ જસાણીનું શહેરમાં મોટા બીઝનેસમેનમાં નામ.નાનો દીકરો  ઓસ્ટ્રેલિયા ફર્ધર સ્ટડી માટે ગયો હતો અને શિપ્રા ભણે .ઉર્વાફોઈ નાની ઉમરમાં વિધવા થયા બાદ ભાઈને ત્યાંજ રહે . વરસોથી બોમ્બે મોટાભાઈ અને પોતે દુબઈ બીઝનેસ શિફ્ટ કર્યો.નાનકાને પણ મુંબઈથી સાથે જ લઇ આવેલા.શિપ્રાનાં  બધા  ફ્રેન્ડ પણ જુદા જુદા દેશમાંથી ભણવા આવેલ .,થોડા લોકલ સીટી  નાં ફ્રેન્ડ થઇ ગયેલા. ૩વર્ષની હતીને આવી ગયેલા. મુંબઈ થોડા કઝીન સાથે કોઈ વાર વાતો કરતી.દુબઈ તો એકદમ તરવરતું વેસ્ટર્ન શહેર .સાંજે આવતી વખતે ફોઈની બૂક લઇ ફ્લાવર શોપમાં ફ્રેન્ડની પાર્ટી ગીફ્ટ માટે સિલેકશન કરી રહી હતી ,
 
"ઓહ હાઇ, ધીસ બ્લુ  ફ્લાવર આર  રીઅલી  વેરી  નાઇસ "
 
"સોરી સર , મેમ સિલેક્ટ  ધીસ ડીઝાઇન બુકે ફોર હર ફ્રેન્ડ "
 
'ઓહ  ઇટ્સ ઓકે"
 
શિપ્રાએ જરા પાછળ ફરીને જોયું ,એકદમ હેન્ડસમ ગ્રીન આંખોવાળો યુવક એને સ્માઈલ આપી રહ્યો હતો .જરા સ્માઈલ આપી એડ્રેસ નોટ કરાવ્યું અને પે -કાઉન્ટર  પર ઉભી હતી ત્યાં પાછળ  લાઈનમાં આવીને ઉભો રહ્યો .ટર્ન  થતાં ફરી એ બોલ્યો ,
 
"ગૂડ ઇવનિંગ ,ઇન્ડિયન ?"
 
"યા "
 
"આઈ  એમ ઓલ્સો ઇન્ડિયન....રંગજિત સહાની .........ન્યુ હિઅર..... અર્બન-  પ્લાનિંગ  સ્ટડી હિઅર .માય ફેમીલી ઇન ઇન્ડિયા મોમ એન્ડ ડેડ."
 
"નાઈસ ટુ મીટ યુ .આઈ  એમ શિપ્રા જસાણી .માય  ફાધર ઇસ અ ઓનર  ઓફ જસાણી કન્સ્ટૃકશન .એન્ડ આઈ એમ સ્ટડીંગ  લેન્ડ સ્કેપ ડીઝાઇન ." 
         
નાનકડી મુલાકાત ખબર નહિ કેમ શિપ્રાને રોજ રાતે  યાદ આવ્યા કરતી હતી .એની આંખોમાં લાગણીનું પંખી બની ઉડી જાઉ  તો કેવું લીલું આકાશ જેવું લાગે ,નાં.. નાં ....ઊંડા સમુદ્રમાં લીલી લીલી શેવાળ અને રંગબેરંગી માછલીઓ વચ્ચે તરતી હોઉં એવું લાગે .અને પાસે પડેલા રેશમી ગુલાબી તકિયા પર  નામ  લખતી એકલી હસી પડી અને એનાં  આશ્ચર્ય વચ્ચે ફેસબુક  પર રંગજીતની ફ્રેન્ડ રીક્વેસ્ટ જોઈ.શું કરું શું નહિ વિચારતાં થોડીવાર બાલ્કનીમાં આવી ઉભી રહી .હાથમાં મોબાઈલ એને ઝીણી ઝીણી ધ્રુજારી ફિલ કરાવતો હતો, જાણે પહેલી વાર રંગજીત નો હાથ નહિ પકડતી હોય ,બાજુમાં લહેરાતા પાલ્મ ટ્રી કાનમાં જાણે મનગમતો અવાજ સંભળાવી રહ્યાં હતાં.નીચે જોતા સ્વીમીંગ પૂલ લાઈટ થી ઝળહળી રહ્યો હતો .એની લહેરોમાં રંગજિતનો ચહેરો તરતો  ઉભરીને  આવતો હતો .અને ..શિપ્રાએ ફ્રેન્ડ રીક્વેસ્ટ કન્ફર્મ  કરી. 
       
થોડા દિવસ જનરલ ચેટીંગ કરતા રહ્યાં." વર્લ્ડ ડીઝાઈન કન્વેન્શન" માં સ્ટુડંટ વર્ક શિપ્રાના ગ્રુપે  રજું કર્યું હતું અને રંગજીત પણ  આવવાનો હતો .શિપ્રાએ સ્પેશીઅલ આમંત્રણ આપ્યું .
 
"નાઈસ ,આઈ વિલ ડેફીનેટલી કમ".
   
અને ..શિપ્રા તો સવારથી ઝીણાં ઝીણાં સૂરમાં  ધડકતા હર્દયે એની રાહ જોઈ હતી . ફ્રેન્ડ  પૂછવાં લાગી ,"કોની રાહ જુવે છે ? ફોર સમવન સ્પેશિઅલ ?" અને શિપ્રા ભાવ છુપાવતી પ્રોજેક્ટ એક્ષ્પ્લેન કરવાં માંડી .છેક સાંજે રંગજીત આવ્યો .
 
"આઈ એમ સોર્રી, બટ આઈ હેવ ટૂ એક્ષ્પ્લૈન સમ પેપર ટૂ ધ ફેકલ્ટી મોબાઈલ નોટ અલાઉ."
 
"ઇટ્સ ઓકે ,વેરી પ્લેઝંટ ટૂ સી યુ."
     
એકદમ ઈંટરેસ્ટથી બધું જોયું અને ખૂબ એપ્રીશીએટ કર્યું .બહાર નીકળતાં રંગજીત બોલ્યો
 
"કહીં ડીનર લેતે હે...આર યુ કમ્ફર્ટેબલ વિથ હિન્દી ?"
 
"યા ડેફીનેટલી ,જાયેંગે " રંગજીત એની સાથે આંખ મિલાવી હસવા માંડ્યો .એની આંખોની મસ્તીથી  તરબતર થઇ ગઈ શિપ્રા અને શરમાતું જોઈ રહી ..રંગજીત કાર પર હાથ મૂકી ઉભો રહ્યો અને શિપ્રા કારનું ડોર ખોલતાં એને સામે જોઈ રહેલો જોઈ હસી પડી .
 
"ઓકે ,"ઇન્ડિયન  રસબહાર"પે મિલતે હે ,એકદમ નયા રેસ્ટોરેન્ટ હે "  જમતાં જમતાં બંનેની નઝર મળી રહી હતી .
 
"અગલે સંડે મેરે ઘર પે ડીનર ..."
 
"એઝ યુ વિશ .વાહ ,આઈ ફિલ લકી"
 
" બાય ,ગુડનાઈટ.....કહી છુટા પડતાં રંગજીત એકદમ નજીક આવ્યો અને 
 
"ધીસ ઇસ માઈ ફર્સ્ટ હગ ટુ યુ ફોર અવર ન્યુ ફ્રેન્ડશીપ  અ ...મોર ધેન ફ્રેન્ડશીપ  " કહી શિપ્રાને હગ કર્યું .
 
"ઓહ રંગ પ્લીઝ આઈ  ફિલ રીઅલી  વેરી  સ્પેશીયલ ...."
       
અને શિપ્રા ઘરે આવી પ્રોજેક્ટ વિષે પપ્પા ,મમ્મી ,ફોઈના પ્રશ્નોને આમ તેમ જવાબ આપી રૂમમાં જઇ  બાથટબમાં   રંગજીતનાં વિચારોમાં નહાતી ગઈ .એના સ્પર્શને યાદ કરતાં  જાણે પાણીમાં રહેલા સુગંધી ગુલાબની પાંદડીઓ જેવી તાજગી અનુભવી રહી . રીંગ વાગી ,એકદમ ભીના ભીના અવાજે સામેથી પૂછાતા રંગજીત ના સવાલ નો જવાબ આપતા બોલી .
 
"બહોત હી ખૂબસૂરત દિન રહા  આજકા ઓર આઈ રીઅલી વેરી વેરી મિસ  યુ "
 
"ઓન્લી મિસ ?"
 
" નો ,ઉસસે થોડા જ્યાદા" ને બાથગાઉન પહેરી બાલ્કનીમાં ક્યાંય સુધી વાતો કરતી  રહી .વિકેન્ડ માં રંગજીત ને ઘરે જમવા બોલાવ્યો હતો .ઘરમાં બધા ભેગા થાય એ દરમિયાન એને ફરીને ઘર બતાવ્યું  અને સ્વીમિંગ સાથે રંગીન ફૂલોથી ભરેલી ઇન્ડિયન ટ્રેડીશનલ બેઠક જોઇને તો રંગજીત 
 
"વાઉ ,ધીસ  ઇસ ધ બેસ્ટ પ્લેસ ." રંગ્જીત ની  ડાઈનીંગ ટેબલ પર ઓળખાણ કરાવી ,અને જનરલ વાતો કરતા રહ્યાં.ફોઈ થોડું વધુ પૂછતા રહ્યાં .દિલ્હીનો છે અને મોટા હાર્ટ- સર્જનડો. ગુરજીત સહાનીનો એકનો એક દીકરો .મેડીકલ લાઈનમાં કોઈ ઈંટરેસ્ટ નહોતો . એના મમ્મી રશપ્રીતની જેમ આર્કિટેક્ટ થવું હતું અને આગળ અર્બન પ્લાનિંગ માટે દુબઈ એક વર્ષ થી આવ્યો હતો .
 
"ફોઈ તમે દિલ્હી ભણતા હતા ને ?"
 
"હું ? નાં નાં મેં તો દિલ્હી જોયું પણ નથી ."
 
"ઓ, મને તમે કઈ બધા વાત કરતા હતા તે એવું કઈ યાદ રહી ગયું ."
 
"ઓકે ,વેરી ગ્લેડ ટુ મીટ યુ "કહી પપ્પા ઉભા થયાં.
 
"કોઈ ભી તકલીફ હો તો ફોન કર લેના ,ઇસે અપના હી ઘર સમજો "
 
"થેન્ક્સ ,મેં આપકે કુછ કામ આ  શકું તો બોલ દીજીયેગા "
     
અને ...શિપ્રા - રંગજીત  ગમી ગયેલી જગ્યાએ એટલેકે સ્વીમીંગ પાસે બેઠા .ધીમી ગઝલ વાગી રહી હતી અને ઠંડા પવન સાથે લહેરાતી લીલીછમ્મ વેલોના પડછાયા  અદભૂત લાગી રહ્યાં  હતાં .આજે શિપ્રા એ યલો  અને ટરકોઈઝ કલર નો ચૂડીદાર પહેર્યો હતો અને સાથે ઝૂમખાં .એની ઉડી જતી લટોને સંભાળતી જોઈ રહ્યો રંગજીત એકદમ અવાક ભાવે.
 
'કહીં કોઈ શામ યું ભી હો જાયે 
     તું હો સાથ ઓર વક્ત રુક જાયે 
તેરે શાનેપે હો સર મેરા 
              ઓર ધડકનમેં  યે બાત રુક જાયે ......... '
   
ગઝલના શબ્દો બંનેને મદહોશ કરી રહ્યા હતાં.ચુપચાપ એકબીજાને જોતા રહ્યા .શિપ્રા હાથમાં કોફી વિથ ખજૂરનો શેક પીતાં પીતાં રંગજીતની નજરમાં નજર નાખી અવર્ણનીય આંનદનો અનુભવ કરી રહી હતી .
 
"શિપ્રા ,એસે હી દેખતી રહોગી કે કુછ કહોગી ?"
 
"ક્યાં કહું ?મુજે તુમસે સુનના અચ્છા લગતા હે '
 
"યે ગઝલકા શાયર જો કહે રહા હે વોહી મેં કહેના ચાહતા હું "
         
અને શિપ્રા પોતાની આંગળીઓ નું નેલપોલીશ જોઈ રહી .એટલામાં રંગજીત એની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવીને શિપ્રા ને ગાલ પર કિસ કરી .શિપ્રા એકદમ હસતી ઉભી થઇ અને રંગજીત પણ ઉભો થઇ સાથે ચાલવા માંડ્યો .
 
"હેઈ શિપ્રા લાઈક  ધીસ?"
 
"યા ,વેરી મચ "
 
"આઈ લવ યુ  કહેના જરૂરી હે ? "
 
 
"મેરા કહેના બાકી હે "
 
'તો કહેદો " અને શિપ્રા જરા પાછળ  ફરી  રંગજીત ને કીસ કરી .
 
"ઓહ થેન્ક્સ ,આઈ ગોટ માય  લવ મેસેજ "પાર્કિંગ સુધી આવી ગયા .
 
"ઓકે ,ગુડ નાઇટ" કહી ગાડી સ્ટાર્ટ કરી. અને દોડતી ઘરમાં ગઈ .લીવીંગ માં મમ્મી ને પછી ફોઈ ને વળગીને ગુડ નાઇટ કર્યું .
 
"અરે અરે આ  શું  છે?એકદમ ખુશ છે ને ? અને બંને હસવા માંડ્યા .ઘરમાં બધા સમજી ગયા કે શીપ઼ા રંગજીતનાં પ્રેમમાં પાગલ છે. થોડા દિવસો પછી દિલ્હીથી રંગજીતનાં પપ્પાનો ફોન આવ્યો અને ધણું ફેન્ડલી ડીસ્કશન થયું. દિવાળી સેલીબ્રેશન માટે દુબઈ આવવાનું આમંત્રણ પણ આપ્યું. ઉર્વાફોઈ તો એકદમ ઇમોશનલ થઇ રડી પડ્યાં .
 
"શીપ઼ા ,રંગજીત ને અહીં જ સેટ કરી દેશું. અમારાથી તો તારા વગર નહીં રહેવાય." અને પપ્પા -મમ્મીની આંખમાં પણ આંસુ આવી ગયાં. દિવાળી સેલીબ્રેશન વખતે ડો.ગુરજીત અને રશપ઼ીત દુબઈ આવ્યાં અને સરસ ફેન્ડલી ડીસ્કશન સાથે રંગજીત અને શીપ઼ાને પણ બધાએ આશીર્વાદ આપ્યાં. આ બધા વચ્ચે ખબર નહીં કેમ પણ ઉર્વાફોઈ એકદમ ચૂપચાપ અને અતડા રહયાં. શીપ્રાએ રંગજીતને દુબઈ સેટ થવાં મનાવી લીધો. 
     
હવે ખાલી  રંગજીતનું રીઝલ્ટ આવવાનું બાકી હતું .થોડા દિવસ શીપાને લઇ દિલ્હી જવાનું નક્કી કર્યું.શીપાએ  ઉર્વાને પણ સાથે આવવાનું કહ્યું પણ એનાં આશ્ચર્ય વચ્ચે હંમેશા સાથે આવતાં ઉર્વાફોઇએ દિલ્હી આવવાની નાં પાડી દીધી.દિલ્હી પહોંચી રંગજીત અને શીપા બધા રીલેટીવ અને ફેનડસને મળી પાર્ટી કરી. ખૂબ શોપીંગ કર્યું અને રાત્રે  રંગજીત નાં માસી-માસાજી શીમલાથી આવવાનાં હતાં એટલે રશપ઼ીત સાથે  ડીનરની તૈયારીમાં મદદ કરવાં માંડી."નીલુંમાસી ભી સીમલા મે ડોકટર હૈ ઑર ઉનકે હસબંડ ભી ,અબ તો બહોત બડા  ગાયનેક હોસ્પિટલ બના લીયા હે." ડીનર પછી વાતો કરતાં બેઠા હતાં. શીપા મોબાઇલ પર બધાં ફોટો બતાવી ઓળખ આપી રહી હતી.અચાનક માસી
 
" એક મીનીટ, યે ફોટો વાપસ દીખાઓ કહી ઉર્વાનો ફોટો જોઇ બોલ્યા" અરે, યે તો કીરન જસાણી હે."
 
"યે મેરી બુઆ હે લેકિન ઉનકા નામ ઉર્વા હૈ,હમારે સાથ હી રહેતે હૈ ,વીડો હૈ."
     
"ઓહ ,શાયદ મેં કીસી ઑર... "અને એમનાં હસબંડ ને ફોટો જોવા આપ્યો.બંને એકબીજાની સામે જોવાં લાગ્યા. 
 
" વર્લ્ડમાં ઘણાં સીમીલર ફેઇસ હોય છે એટલે.."કહીને ચૂપ થઇ ગયાં. રાત્રે પાછું રશપ઼ીતે પૂછયું,"મેં હન્ડ્રેઇડ પરસેન્ટ કહેતી હું યે કીરન હી હે ....,"અને ડીટેલમાં વાત કરી.
     
શીપ઼ાને નવું સેમેસ્ટર શરુ થવાનું  હોવાથી બે-ત્રણ દિવસમાં દુબઇ પાછું જવાનું હતું. એને બધાનું વર્તન બદલાયેલું લાગ્યું હતું. રાતે ડો.ગુરજીતને દુબઇ સુદીપભાઇ સાથે વાત કરતાં સાંભળ્યા. "આપ જૂઠ કયું બોલ રહે હે ,સહી બાત જાનનાં હમારા હક હૈ"
             
અને બધાં વિચારોને ભૂલી બે દિવસ સરસ રીતે રંગજીતનાં પ઼ેમમાં વિતાવા માંગતી હતી.પણ રંગજીત કંઇ કામનું બહાનું કાઢી અવોઇડ કરવા માંડ્યો અને એરપોર્ટ  પર મૂકવાં આવ્યો ત્યારે પણ ઉદાસ લાગતો હતો. 
 
"ક્યા હુઆ ?મુજસે કોઇ ગલતી હો ગઇ?"
 
"ઓહ નો, એસા કુછ નહીં "
 
"બાય , સી યુ અગેઇન " કહી શીપ઼ા એ હગ કર્યુ પણ રંગજીત કંઇ બોલ્યો નહીં.
         
અને શીપ઼ા એકદમ મૂંઝાતા હર્દયે પ્લેનમાં બેસી ગઇ.દુબઇ  નજીક આવતાં વિન્ડોમાંથી રણની રેતીની સૂકી ઉદાસ લહેરોમાં રંગજીતનો ઉદાસ તો કયારેક નફરત ભરેલો ચહેરો દેખાવા માંડ્યો અને એકદમ ગરમ ગરમ આંસુ સરી પડ્યા. 
 
"આર યુ ઓકે?" એરહોસ્ટેસ પૂછી રહી હતી.
 
"ઓહ ,ફાઇન"
 
"મીસીંગ સમથીંગ? " શીપ઼ા એકદમ ઉદાસ હસી.એરપોર્ટ પર પપ્પાને જોઇ એકદમ ભેટીને રડી પડી.ઘરે આવી સીધી રૂમમાં જઇ ઉંઘવાનો પ્રયત્ન કરવાં માંડી. મમ્મીએ આવીને માથે હાથ ફેરવ્યો અને શીપ઼ા જોરથી રડવાં માંડી "મને સાચી વાત જણાવો શું થયું ?બધા આમ કેમ કરે છે?"
 
"તું શાંત થા પહેલા પછી વાત કરીશું"
 
"ઉર્વાફોઈ કયાં છે?"
 
"એ તો એમનાં ગૃપ સાથે ટૂર પર ગયા છે."
   
બીજે દિવસે પણ રંગજીતનો કોઇ ફોન નહીં આવ્યો. શીપ઼ાએ ફોન કર્યો પણ કોઇ રિસ્પોન્સ નહીં .પપ્પા- મમ્મીને પૂછયૂં તો કહે," કંઇ કામમાં હશે " આખરે એક દિવસ સવારમાં શીપ઼ાને એનાં નામે કૂરીયર દ્વારા એક પત્ર મળ્યો.ઉર્વાએ લખ્યું હતું "હું દિલ્હી "ઇન્ડિયન પેઇન્ટીંગ કલ્ચર "નાં સ્ટડી માટે 3 વર્ષ રહેતી હતી ત્યાં ઝવેરી જ્વેલર્સનાં ગુંજન ઝવેરી સાથે પ઼ેમમાં હતી. એ પરિણીત અને બાળકોવાળો છે એ જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.મારા પેટમાં તું આકાર લેતી હતી.ગુંજન મને શીમલા લઇ ગયો.ત્યાં ડો.નીલુ સીંંઘાનીયા અને એનાં હસબન્ડની હોસ્પિટલમાં તારો જન્મ થયો. હું શીમલા થોડો સમય રહી. ગુંજન મળવા આવે પણ એ એની
પત્નીને છોડી શકે એમ નહોતો.આખરે દિલ્હી થોડો વખત રહી. ઘરેે ઘણો સમય ગઇ ન હતી.હીંમત કરીને  સુદીપભાઇને વાત  કરી .ભાઇ આવીને ગુંજનને મલ્યો .ખૂબ ઝગડો થયો.ભાઇએ કોઇ પણ રીતે એની કોઇ મદદ ની જરુર નથી કહી એની સાથે કોઇપણ સબંધ રાખવાની ના પાડી સાથે લઇ મુંબઇ આવી ગયાં.તને લઇ પનવેલ બંગલામાં રહી અને પછી અહીં આવી ગયાં.અને સુદીપમામાએ એમની દીકરી તરીકે જ મોટી કરી અને બે વષઁ પછી એમને તયાં દીકરાનો જનમ થયો.તું મને માફ કરી શકે તો હું તારી પાસે પાછી આવીશ." 
       
ગુસ્સામાં શીપ઼ા  મમ્મીનાં રુમમાંથી  ઉંઘવાની દવા વધુ પમાણમાં ખાઇ લીધી.અને ભાનમાં આવતાં "બસ ,હું મારી માંને જાનથી મારી નાંખીશ"ની રટ લગાવી રહી.ઉર્વાઁને મળવા નહીં આવવા દીધી અને બાજુનાં રુમમાંથી ટીવી મોનીટર પર દીકરીની નફરત જોઇ અવિરત આંસુ વહાવી રહી.

                                                                   

સિઘ્ઘાંત

બારી પાસે ઉભી સર્જીતા ,કુંડામાં પાણી રેડી રહી હતી .ત્યાંતો પપ્પા દીવાકારભાઈ આવ્યા.
"વાહ,આવી મોટી ડોક્ટર થઇ છે, પણ સ્ત્રીસહજ ઋજુતા જોઈ દીકરા તારી મમ્મી યાદ આવી ગઈ. જે કાળજીથી તને ઉછેરી છે..."અને દિવાકરભાઈની આંખ ભરાઈ આવી .સર્જીતાનાં અભ્યાસ દરમિયાન જ મમ્મીનું કેન્સરને કારણે મૃત્યુ થયું હતું .એકલા પડી ગયેલા પપ્પાને ક્યારેય કમી નો અહેસાસ નહિ થવા દીધો અને દીવાકરભાઈ પણ પોતાનાં કાળજાનાં ટુકડાને આમ એકલે હાથે ઘરની જવાબદારી અને અભ્યાસમાં બને તેટલા મદદરૂપ થવા પ્રયત્ન કરતાં. ૩ વર્ષ પહેલા m .d . કમ્પ્લીટ કરી શહેરની ની મોટી હોસ્પિટલ માં જોઈન્ટ થઇ હતી.સીનીઅર ડોક્ટર વાસ્તવે ગાયનેકની હોસ્પિટલ શરુ કરી અને સર્જીતાને પાર્ટનરશીપ ઓફર કરી 
"થેન્ક્સ  વાસ્તવ ,પપ્પા જોડે જરા વાત કરીને ફાઈનલ કહું ."
રાત્રે વિભાકારભાઈની મંજુરી મળી જતાં વાસ્તવને ફોન કરી યસ કર્યું .સર્જીતા અને વાસ્તવની મહેનત સફળ રહી. ધીરે ધીરે હોસ્પિટલનું નામ થવા લાગ્યું.એક સાંજે વાસ્તવે સર્જીતાને મેરેજ માટે પ્રપોઝ કર્યું .'
"સર્જીતા ,મને વિશ્વાસ છે કે સાથે કામ કરવું ગમ્યું તેમ મારી સાથેનું સહજીવન પણ તને ગમશે " સર્જીતાની આંખ થોડી શરમાઈ અને વાસ્તવનાં લંબાયેલા હાથમાં હાથ મૂકી ,
"હા બહુ ગમશે " અને રાતે  પપ્પાને જઈને વાત કરી .વિભાકરભાઈની આંખ દર્દ અને ખુશી થી છલકાઈ  ઉઠી.
"દીકરા ,તારું અને વાસ્તવનું ભવિષ્યવધુ  ઉજ્જવળ બને એવા મારા અંતરના આશિષ છે ,ખૂબ સુખી થાવ " અને.... સરસ એન્ગેજમેન્ટનું ફંક્શન ગોઠવ્યું . વાસ્તવની સિસ્ટર નેક્સ્ટ યર અમેરિકાથી લગ્ન અટેન્ડ કરી શકે એમ હોવાથી ૧ વર્ષ પછી લગ્ન રાખ્યા . વાસ્તવ તો સંડે પણ હોસ્પિટલમાં બીઝી રહેવા માંડ્યો .સર્જીતા કહે
"આટલી  શું જલ્દી છે પૈસા કમાવાની ? "
"આપણે લગ્ન પછી તરત નવી ટાઉનશીપનાં બંગલામાં  શિફ્ટ થઇ જઈએ એવો વિચાર  છે "
"તો હું પણ સંડે આવવા માંડુ"
"ના ના હું એકલો જ હેન્ડલ કરી લઈશ " 
૭-૮ મહિના થઇ ગયા લગ્નનાં દિવસો નજીક આવતા હતાં .  સર્જીતાને  પપ્પાની પણ ચિંંતા થતી હતી . પણ વિભાકરભાઈ
"તું શહેર માં જ તો છે .મળવા આવ્યા કરજે અને તારા બાળકો થાય તેને રમવા મૂકી જજે "કહી હસવા માંડ્યા.સર્જીતા પણ ભાવી જીવનના સપના માં ખોવાઈ ગઈ.
"પપ્પા ,આજે સાંજે મારી ફ્રેન્ડ અમદાવાદથી આવી છે.મળવા જાઉં છું "
           
યોમાં ખાસ મિત્ર એની . બેસી ને ખૂબ વાતો કરી . ,ત્યાં એના ભાભી આવ્યા .એમને જોઈ સર્જીતા બોલી ઉઠી "અરે ભાભી ,કેમ આવા થઇ ગયા છો ?તબિયત બરાબર નથી ?"યોમાં બોલી "મને પણ આજે જ આવી ને ખબર પડી કે બે દીકરી છે એટલે હવે દીકરાની આશમાં બે વાર અબોર્શન કરાવ્યું .હું તો બહુ ખીજવાઈ મમ્મી અને ભાઈને ." સર્જીતા કહે કોણ છે એ ડોક્ટર અમે તો આખું એસોસીએસન સખત પગલાં લેવાના છે "
"હમણાં નવા જ ડોક્ટર છે  વાસ્તવ શેઠ,એમની હોસ્પિટલ માં ફક્ત રવીવારેજ એબોર્શનનાં કેસ લે છે .એ દિવસે તો આખા દિવસ ના ૮-૧૦ ઓપરેશન હોય છે" અને સર્જીતા પર તો જાણે વીજળી પડી .આંખમાં ગુસ્સાથી આંસુ ભરાઈ આવ્યા અને યોમાં એકદમ સર્જીતા ને વળગીને આશ્વાસન આપવા માંડી ..
"સર્જીતા પ્લીઝ  શાંત થા. હવે શું કરી શકીએ આપણે ............?" ભાભી તો એકદમ સ્તબ્ધ થઇ ગયા જાણીને કે વાસ્તવ શેઠ એના ફીઆન્સે  છે . એકદમ ગુસ્સામાં સર્જીતા ઘરે આવી અને રૂમમાં જઇ ખુબ જ રડી .વિભાકરભાઈએ બે -ત્રણ વાર બુમ પાડી ને પછી ફોન કર્યો ત્યારે પપ્પાને ભેટી ને બહુ રડી .
"પપ્પા ,મારા નસીબમાં આવું સમાધાન કરવાનું આવ્યું. તમારી દીકરી કોઈ દિવસ આવું  સીન્દ્ધાંતને નેવે મૂકી આવું  કામ નહિ કરે અને આજે મારી હોસ્પિટલમાં મારા જ ભાવી પતિ આ રીતે અનીતિ કરે " વિભાકારભાઈની આંખ પણ ગુસ્સા થી લાલ થઇ ગઈ .
"આવું તો કઈ રીતે સાંખી લેવાય ?પણ દીકરા તું જરા ધીરજ થી કામ લેજે.આવેશમાં આવી કોઈ નિર્યણ નહિ લેતી " વાસ્તવને ફોન કર્યો "મારે તારી સાથે થોડી શાંતિ થી વાત કરવી છે "
"કેમ શું થયું  આટલી અકળાયેલી કેમ છે ?" અને સર્જીતાએ એબોર્શન વિષે પૂછ્યું તો વાસ્તવ એકદમ, "એ તો ...ઓહ યા ....કોઈ વાર ...હા..હા"  વગેરે વાતમાં ગોટાળા મારવા માંડ્યો. અને  સર્જીતા સમજી ગઈ કે એની જાણ બહાર  એકદમ નિયમો રેઢા મૂકી પૈસા ની
ધૂન માં લાગ્યો છે .
"આ બધું બંધ થવું જોઈએ "
"સર્જીતા તારા આવા ફાલતું સિદ્ધાંતોને કંઈ હું અનુસરવાનો નથી .તારા ને તારા બાપનાં વિચાર તારી પાસે રાખ " અને સર્જીતા,
'તો હવે આપણે પણ સાથે નહિ હોઈએ "કહીને આવી ગઈ અને અમેરિકન હોસ્પિટલમાં ગાયનેક વિભાગ માં જોઈન્ટ થઇ ગઈ. પપ્પાને પણ અમેરિકા આવવાનું કહ્યું અને એક મહિના પછી પેપરમાં ન્યૂસ હતા . 'શહેરનાં પ્રખ્યાત ડોક્ટર વાસ્તવ શેઠની ગેરકાયદેસર એબોર્શન માટે ધરપકડ અને આ કારણ સર એમનાં ભાવી પત્નીએ વિવાહ તોડી નાખ્યાં અને કાયમ માટે હોસ્પિટલને અલવિદા  કહી દીધી "