Tuesday 11 October 2016

અહંનો આપઘાત

લીવીંગરૂમમાં બેઠા બેઠા ભગીરથભાઇએ બૂમ પાડી ,
"સાંભળતી નથી ,ક્યારનો બેઠો છું ચા નું હું થયું ? "
ખૂબ કડક સ્વભાવનાં વ્યક્તિ તરીકેની છાપ.સમાજનાં નિયમો ,જાતી ,રહેણી કરણી વિષે એમનાં આગવા વિચારો .ઘરની વ્યક્તિ વગેરેએ ડરતા રહે એવો પ્રભાવ અંતર્મુખ વ્યક્તિત્વ સાથે સામા વ્યક્તિને હીણ બનાવી દે એવું વર્તન ,ખાસ કરીને દીકરી ઉપર તો ખૂબ નિયમોનો ભાર .ભાગ્યેજ કોઈ ખૂલીને વાત કરી શકે .દીકરીનું જીવન આમજ ઘડીશું વગેરે સપના નક્કી કરી ને કરાવી દીધેલા .કોલેજમાં નવું એડમીશન લઇ નક્શીએ નિયમબદ્ધ જીવનની શરૂઆત કરી દીધી .ગમે તેટલો ડર કે સમજણ આપે પણ વાતાવરણનો પ્રભાવ પડ્યા વગર રહે જ નહિ .નકશીને ખબર જ નહિ પડી કે ક્યારે કોલેજ નાં સિનીઅર પ્રોફેસ જશાંકના સૌજન્યપૂર્ણ ,વ્યવહાર,ઈન્ટેલીજન્સ અને કેરીગ સ્વભાવ દિલ -દિમાગ પર છવાઈ ગયો છે .બહુ ગમવા માંડ્યું હતું નકશી ને નોટ્સ થી માંડી ને લાઈફની ફિલોસોફીની વાતો ડિસ્કસ કરવાનું .એનું મન વાંરવાર પર્સનાલીટીની સરખામણી કરતુ થઇ ગયું .ક્લાસમાં સાથે ભણતો ઉલ્લાસ એને છીછરો લાગતો હતો .બે વરસમાં તો ઘણી નજીક આવી ગઈ હતી ,કોલેજમાં ચર્ચા નો વિષય .કોઈની ભગીરથભાઇને કહેવાની હીમ્મત નહી.
બે બાળકોવાળો પરિણીત પ્રોફેસર હોશિયારીથી સંબંધ સાચવ્યે જતો હતો .પણ ક્યાં સુધી?.. કોઈ નિર્યણ લેવો જરૂરી છે એનું પરિણામ લીવ-ઇન રીલેશનશીપ . બે દિવસ બહાર ગામ જાવું છું કહીને નાનકડો કાગળ લખી નકશી નીકળી ગયી .બે -ત્રણ દિવસ સાચવી શકી વાતને નકશીની મમ્મી .
જેવી ખબર પડી ભગીરથભાઇએ  પોતાની જાતને રૂમ માં પૂરી દીધી .
સવારે હાથ માં લખેલા કાગળ સાથે એજ ટટ્ટાર અવસ્થામાં મૃતદેહ અને મહાન ચિંતન -મનન સાથે નું વાક્ય .
"હું કોઈ નો વાંક નથી કાઢતો .હું અને મારો અહં સાથે મૃત્યુ ને વરીએ છે ."

No comments:

Post a Comment