Tuesday 11 October 2016

અેક નવો સત્યા્ગહ

વિકાસ પામી રહેલ ગામ માનપુરાની સ્કુલનાં આચાર્યા રાજલતાબેનનો રોજનો નિયમ તે લાઈબ્રેરી પર થતા જાય,વાંચવાનો ખુબ શોખ .શહેરથી પરણીને અહી આવ્યા ત્યારે તો ગામમાં બહુ થોડી મહિલાઓ શિક્ષિત .પણ જીદ કરીને શાળાના શિક્ષકની નોકરીએ જોડાયા અને ત્રણેક વર્ષથી આચાર્યા તરીકે .બધાના વિરોધ છતાં સાસુજી અને પતિનો ખુબ સપોર્ટ .
"હાય.... હાય આવા મોટા ઘર ની વહુ નોકરી કરે ".થોડો સમય ગામલોકમાં ગણગણાટ ચાલ્યો.  ગામની લાઈબ્રેરીને પણ કમ્પ્યુટરથી સજ્જ કરી ઓનલાઈન શિક્ષણ કોઈ પણ ઉંમરની વ્યક્તિ મેળવી શકે એના ક્લાસ શરુ કરાવ્યા. લાઇબ્રરી પહોચતાંજ સામેથી નીમીતા દોડતી આવી ."બેન ,આ વખતનાં મારા માર્ક તમે જોશોને ......"વગેરે
"વાહ વાહ ,આમજ મહેનત કરતી રહેજે."
"પણ બેન ,હજુતો મારું અગિયારમું ધોરણ ચાલેને પિતાજીએ તો મારા લગ્ન પણ નક્કી કરી નાખ્યા .માંએ ઘણો વિરોધ કર્યો પણ માનતાંંજ નથી .લગ્ન કરી આપણા ઘરે રહેવાનું ને પછી "
"પણ આ રીતે નાની ઉંમરમાં લગ્ન કરાવા એતો કાયદા ની વિરુદ્ધ છે ."
"બેન તમે તો જાણો છોને રાજકારણમાં મારવાડ ડીસટૃક્ટમાંથી ચૂંટાયા છે તે કાયદા ને તો એસી કી તેસી સમજે છે ને બેન ભાઈ પણ ભણવાનું છોડી રોજ પાર્ટી કાર્યાલય ના રવાડે ચઢ્યો છે ,ખાલી એક વર્ષ કોલેજ નું કર્યું " 
"અરે ,આ તો ઘણું ખોટું થઇ રહ્યું છે" રાજ્લાતાબેન વિચારે ચઢ્યા.આપણાં દેશ ની આ માનસિકતા કે
"હવે ઘર સાચવો આપણે ક્યા કામ કરવા જવાનું છે."નીમીતાનાંં પિતાનાંં પ્રમુખપદે એક સમારંભનું આયોજન કર્યું અને શિક્ષણ વિષેની નવી યોજનાઓનું એમના હાથે ઉદ્ઘાટન કરાવ્યું .સરસ ભાષણ ચાલતું હતું ને પાછળ ટોળાંમાંથી થોડા જુવાનીયાઓએ બુમો પાડી ."અરે તમે તમારી દીકરીને તો અધૂરા ભણતરે સાસરે વળાવી દો છો.અમારો શું ઉદ્ધાર કરવાના ."જેમ તેમ બધાને શાંત પાડી સમારંભ પત્યો એટલે રાજ્લાતાબેને નીમીતાનાંં પિતાને કહ્યું 'માફ કરજો ,પણ આવી તેજસ્વી વિદ્યાર્થીની અને તે પણ નાની ઉંમરની ,જરા લોકોમાં આક્રોશ ફેલાયો છે "
''હું કાઈ એવા બધા લોકોની પરવા નથી કરતો "રાજ્લાતાબેન સમજી ગયા કે આમને સમજાવવું અઘરું.અચાનક એક દિવસ સવારમાં ગામમાં ટોળે વળી બધા વાતો કરતા હતા ને રાજ્લાતાબેન સમાચાર મળતા દોડી ગયા ."અરે ,નીમીતાએ તો ઘરે અને એની ફ્રેન્ડને ચિટ્ઠી લખી અને આપઘાત કરી લીધો છે .એની ઓઢણી ,પુસ્તકો વગેરે નદી કિનારેથી મળ્યા છે .લખ્યું છે કે મને ભણતી અટકાવી લગ્ન કરાવી દેવાના હોવાથી મારે જીવવું નથી " અને.....ગામમાં શોક નો માહોલ ફેલાઈ ગયો .એના પિતાનું આક્રંદ જોઈ બધા સ્તબ્ધ થઇ ગયા .
"મારી દીકરી ગુમાવી દીધી વગેરે .....અરે ,એ જે કહે એ હું કરવા તૈયાર છું કોઈ એને પાછી લાવો ." ત્યાં તો રાજ્લાતાબેન થોડી વારમાં નીમીતાને લઇ હાજર થયા .અને પિતા એને જોઈ ભેટી પડ્યા .
"ભાઈ ,માફ કરજો તમારી આંખો ખોલવા મારે આ નાટક ઘડવું પડ્યું. ભગવાનનો પાડ માનજો કે આવું ખરેખર થયું નથી પણ બાળકનું મન આપણી જીદ આગળ તરફડે છે ત્યારે કઈ પણ કરી બેસે ."
-મનીષા જોબન દેસાઇ

No comments:

Post a Comment