Tuesday 11 October 2016

એકલી જ તો છું

ગીતેશને નવાં શહેરમાં આવીને હજુ ૬-૭ મહીનાં  થયાં હતા .નવી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાયા પછી પહેલી વાર આજે એક કલીગને ત્યાં પાર્ટીમાં જઈ રહ્યો હતો.
"કેટલી વાર તૈયાર થતા ?  સાથે છોકરી જોવા પણ જવાનું છે કે ?" પાછો એના ફ્રેન્ડ જીત ગોયલનો ફોન આવ્યો .
"ઓહ નો ,તું મને શાંતિથી જીવવા દે ,હજુ તો બસ સેટ થાવું છું .ને તને મારી દોસ્તી ગમતી નથી લાગતી .મને જલ્દીથી પરણાવવા માંગે છે ." અને સામે જીત હસવા લાગ્યો .જીત એનો કોલેજ સમય નો ત્રણ વરસ સીનીયર મિત્ર અને આવીને એની અને વાઈફ સુલભાની કંપની પણ મળી ગઈ.લાઈવ મારવાડી ફેમીલીનો ગોયલ ,ખાવા ખવડાવવાનો શોખીન અને સુલભા પણ 'ભૈયા ,આપકે લીયે થોડા નાસ્તા બના રખા હે ,અકેલે કહાં સબ મેનેજ કરોગે " જીત તો ગુજરાતમાં ભણવા રહેલો એટલે ગીતેશને ગુજરાતીમાં જ ખખડાવે .એથીજ તો કલકત્તા એને અજાણ્યું નહોતું લાગતું.
પાર્ટીમાં બધાં વાતો કરતા બેઠા હતા.ત્યાં સામે એની નજર ગઈ એકદમ  સાદી અને સુંદર યુવતી  બેસીને સોફ્ટ ડ્રીંક લઇ રહી હતી ,આંખોમાં કઈ ગજબ ઉદાસી જેવું લાગતું હતું ,જાણે આ ભીડ વચ્ચે અચાનક આવીને સમેટાઈ રહી હોય .કોટન સાડીમાં અદભૂત સૌમ્ય લાગતી હતી .થોડી વાર હાથની આંગળીઓ જોઈ રહેતી તો કંઈ ઘડિયાળના પટ્ટાની કલીપ સરખી કરે ,પંખાથી ઉડી જતી લટ સરખી કરી . ત્યાં તો બાજુમાંથી સુલભા બોલી "ચલો સબ ખાના ખા લેતે હે  આપ મુજે ઘર છોડ દીજીયે ,રોમું બચ્ચાભી  માં -બાબુજી કો પરેશાન કર રહ હોગા .અરે ભૈયા આપ કહા ખો ગયે ?" ત્યાં તો જીત "અરે નહિ મેં સાથ મેં હી આતા હું  કલ મુજેભી જલ્દી શહેર સે  બાહર મિટિંગ  મેં  જાના હે " ગીતેશે ફરીને સાઈડ પર જોયું તો સામેથી પેલી યુવતી ઉભી થઇ ટેબલ તરફ જતી હતી .
"અરે ,અન્વેષા કેસી હો આપ ?" ઓહ ,અન્વેષા નામ સાંભળી ગીતેશ ને એકદમ દિલમાં અચાનક કઈ લીલી લીલી કુંપળો ફૂટી હોય એવું મધુર ફિલ થયું .અને બંનેને વાતો કરતા જોઈ રહ્યો .
 "અમારા રોમુની ટીચર છે "જીત બોલ્યો.અને બંને ટેબલ પાસે આવી ઓળખાણ કરાવતા કહ્યું
 "મેરે હસબંડ કો તો આપ પહેચાનતે હી હો ,યે ગીતેશભૈયા  હે ગુજરાતસે આયે હુએ હે "અને ગીતેશે એની સાથે હાથ મિલાવી  
 "વેરી ગ્લેડ ટૂ મીટ યુ ." અન્વેષા સાથે વાત કરતા સુલભા બોલી "આપ પાર્ટી એન્જોય કીજીયે મેં ઓર જીત નીકલતે હે " 
 "ઓકે ,દીદી મીલતે હે " કહી અન્વેષા એની ખુરસી પર જવાં પાછી ફરતી હતી કે ગીતેશ
 "અરે આપ પ્લીઝ બેઠીયે યહી ,વેસે ભી અકેલી  હે "
 "હાં ...અકેલે હી હે "
સામે બેઠેલી અન્વેષાની સાથે બુફે ડીશ લઇ બેઠા .જનરલ  વાતો ,શહેરની,  ને પાર્ટીમાં રમતી હાઉઝીમાં જોઈન્ટ થયા .મિમિક્રી પ્રોગ્રામ ચાલતો હતો ,કલીગના પ્રમોશનની પાર્ટીના અભિનંદન આપી ગીતેશે પૂછ્યું
"નીકલતે વક્ત આપકો ડ્રોપ કર દું." 
"જી ,થેન્ક્સ મેં મેરી કાર લેકે આયી હું ,ઓર જલ્દી ઘર જાના હે ,મમ્મા ભી અકેલી હે "
"ઓહ ,ઓકે મીલતે રહેંગે "
અને અન્વેષા ઉદાસ સ્મિત આપી દરવાજા તરફ આગળ વધી . ગીતેશે જનરલ પ્રેમીની જેમ વેઇટ કર્યુ કે પાછળ  ફરીને જુવે પણ એવું કઈ થયું નહિ . એકલો એકલો હસી પડ્યો ,હું પણ પાગલ છું ને..  અજાણ્યાને કઈ થોડી એવો રિસ્પોન્સ આપવાની હતી? પણ આજકાલની છોકરીઓ તો બોલ્ડ હોય છે.
એક બે વાર સ્કૂલમાંથી સાંજે જીત સાથે રોમુંને લેવા જતા સાથે જવા  વિચાર્યું પણ કઈ બહાનું નહીં મળ્યું .અને એક દિવસ સુલભાનો  ફોન આવ્યો . "ભૈયા યે બચ્ચો કી વેનવાલા પુરા વીક નહીં આનેવાલા  ઓર યેં ભી ચાર દીન કે લીયે સેમીનાર મેં ગયે હે તો ઓફીસસે નઝદીક મેં હી સ્કૂલ હે ,પ્લીઝ ,આપ રોમુ કો યહા સે લેતે જાયેંગે ?"
 "અરે આપ ભી ક્યાં ભાભી ,ઇસમેં પૂછના થોડા હે ? આપ ઓર્ડર કીજીયે "
 "થેન્ક્સ ,ભૈયા"
પહેલે દિવસે જલ્દીથી તૈયાર થતા થતા ,સીટી વગાડતો જાત જાત ની લવ સિક્વન્સ વિચારતો લીવીંગમાં  આવી ટેબલ પરથી એક નવી ઈંગ્લીશ રોમેન્ટીક   નોવેલ લઇ નીકળ્યો. રોમુ સાથે વાત કરતા કરતાં  કારમાં અન્વેષા ટીચર વિષે પૂછ્યું ,રોમું  બોલ્યો "કોન વો લંબે બાલોવાલી ટીચર ?અરે ,વો તો બહોત મસ્ત હે, કભી ગુસ્સાં નહિ કરતી" ક્લાસ સુધી જવાનું બહાનું  વિચારતો હતો ત્યાં તો પાર્કિંગ તરફથી અન્વેષા આવતી દેખાઈ.
 '' અરે, કેસે હો આપ ?"
 "બસ ,આપસે મીલ લીયા તો અચ્છા  હો ગયા હું" અન્વેષા ઝીણું સ્માઈલ આપી સાઈડ પર જોઈ ગઈ .
 "ચલો, જલ્દી આ ગયે હે  તો રોમું,  આપકા લેસન પહેલે દેખ લેતે હે"  બાય કહી રોમું ને લઇ જલ્દી થી અંદર જતી રહી .
ગીતેશ જલ્દીથી બહાર પાર્ક કરેલી કાર તરફ ગયો . ઓફીસ જતાં આજની નીરસ મુલાકાતને ગીત ગાતાં ગાતાં ઓછી કરવા પ્રયત્ન કરવા લાગ્યો.ત્રણ -ચાર દિવસની રોમુંની દોસ્તીમાં અન્વેષા ટીચરનો મોબાઈલ નંબર નોટ બૂકમાં મમ્મીએ  પાછલાં પાને લખી આપેલા ઈમરજન્સી ફોન લીસ્ટ માંથી મળી ગયો .સાંજે આજે તો છેલ્લો  ચાન્સ છે રોમુંને લઇ આઈસ્ક્રીમ ખાતો બહાર બેસી રહ્યો ,ત્યાં અન્વેસાની કાર નીકળી એટલે હાથ  ઉંચો  કર્યો . અન્વેષા એ કાર ઉભી રાખી રોમું સાથે વિન્ડોમાંથી વાત કરવા માંડી .ટીચરને આઈસ્ક્રીમ ઓફર કરવાનું રોમુંને કહી જલ્દીથી આઈસ્ક્રીમ લઇ અન્વેષાની કાર પાસે પહોચી ગયો .
 "ઓહ થેન્ક્સ " 
ગીતેશે અન્વેષા સાથે આંખ પરોવી  વાત શરુ કરી ,ભાવ પારખતો રહ્યો પણ અન્વેષા ખૂબ સાચવી ને ટૂંકા વાક્યો માં જવાબ આપતી હતી .નોવેલની વાત કાઢી તો અન્વેષા કહે,
"મેં એસી બુક્સ નહિ પઢતી "
એટલા માં સુલભાનો ફોન આવ્યો એટલે
"ફોન કરતા હું રાતમે"કહી ગાડી સ્ટાર્ટ કરી .ખુશી એટલી થતી હતી કે રોમું ને થોડે સુધી ખોળામાં  બેસાડી થોડું ડ્રાઈવ કર્યું અને "અરે રોમું, દોસ્ત તેં તો મારું ખાસ કામ કરી દીધું "
રાતે ફોન જોડી અન્વેષા સાથે વાત કરી .પણ એના જેટલો ઉત્સાહ નહોતો લાગતો .છતાં એણે મળવાની જીદ કરી .અને એક દિવસ સાંજે મળ્યા .કારમાં દૂર ફરવા જતાં જતાં રોમેન્ટીક વાતોનાં કેટલાય ઘોડા દોડાવતા અન્વેષા સાથે ડીટેલ વાત કરવા માંડ્યો .અન્વેષા એની મધર સાથે રહે અને નાની બહેન IIM માં સ્ટડી કરે .૩ વર્ષ પહેલા કરેલા લગ્નનો  કરુણ અંજામ આવ્યો હતો .અન્વેષાનો પતિ પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો .આ જાણીને ગીતેશને સખત આઘાત લાગ્યો .પણ એણે એકદમ સ્વસ્થ થઇ કહ્યું .
"ઇટ્સ નોટ યોર ફોલ્ટ "
અને ગીતેશનાં પ્રેમને લીધે અન્વેષાનું જીવન કલકલ કરતાં ઝરણાં જેમ વહેવા લાગ્યું . બધાનાં સખત વિરોધ વચ્ચે ગીતેશે અન્વેષા સાથે  રજીસ્ટર લગ્ન કરી લીધાં .જીત અને સુલભાએ તો રીલેશનજ કાપી નાખ્યા .અન્વેષાનાં સ્વભાવમાં એટલા રંગ નહોતાં છવાયાં પણ ધીરે ધીરે   એનું ભાવજગત પણ લીલાશ પહેરવા માંડયું .ગીતેશની  રોમેન્ટિક અને સેક્સી ફેન્ટસી  લાઈફને એવાજ પ્રતિભાવની આશા હતી પણ અન્વેષા થોડી રિસર્વ અને વિચાર -ચીંતન -મનનમાં રહેતી છોકરી હતી .ધીરે ધીરે ગીતેશ અન્વેષાનાં મધર અને બધા રીલેટીવ સાથે ભળી ગયો .તબિયત બરાબર રહેતી ન હોવાથી ઘણું ખરું મળવા પણ જતાં.મમ્મા પણ દીકરીનું નવું જીવન  ગોઠવાયેલ હોવાથી ખુશ રહેતાં પણ ,થવા કાળે મમ્માનું મૃત્યું થયું .નાનીબેનનું લાસ્ટ યરનું ભણતર બાકી પણ ગીતેશ -અન્વેષાનો ખૂબ સહારો .થોડા દિવસ સાથે રહ્યાં અને ગામથી એક વિધવા બહેનને રુપીતા સાથે રહેવાની વ્યવસ્થા કરી દીધી .
ગીતેશની અન્વેશા  પ્રત્યે ફરિયાદની લાગણી વધવા માંડી હતી .નદીની જેમ ઉન્મુક્ત ખળખળ વહેતી અને  રોમેન્ટીક  અન્વેષાને શોધતો ગીતેશ બેચેન થઇ જતો ઓફીસના પ્રોજેક્ટ માટે બહારગામ  જવાનું હોય તો અન્વેષા સ્કુલના ફંક્શનની તૈયારીને કારણે  નાં કહી દેતી ને ગીતેશ નું ગાઢ રીતે અન્વેષાને પોતાની બનાવી લેવાનું સપનું સામાન્ય સેક્સ-સંબંધ બની રહી જતું.ગીતેશે પણ આગ્રહ છોડી દીધો .પંદર દિવસે વિઝીટ તો કરવી જ પડે તે ગયો હતો .સ્કૂલમાં પ્રેકટીશ પછી અન્વેષાને આજે રુપીતાએ બનાવેલ કોઈ નવી ડીશ જમવા જવાનું હતું .ચીન્મયાનાન્દજી નાં ઓડીઓ પ્રવચન સાંભળતી બેઠી હતી ને યાદ આવ્યું  રુપીતાને ફોન જોડ્યો. 
 "રુપીતા નૌ બજ  જાયેંગે ."
 " નો પ્રોબ્લેમ  ટેક યોર ટાઈમ " માસી ગામ ગયા હોવાથી  અન્વેષા ચીંતા કરતી હતી. પણ રુપીતા  મેનેજ કરી લેતી .
સ્કૂલ પર પહોચીને થોડી વારમાં ડાંસ સરનો પ્રેકટીશ  કેન્સલ થયાનો મેસેજ આવ્યો ને રુપીતા પાસે વહેલી જવા નીકળી ગયી .રસ્તેથી થોડી મમ્માને બધાને ભાવતી મીઠાઈ લીધી .સાંજનું આલ્હાદક વાતાવરણ હતું .કંપાઉંડ ગેટ પરનાં મોટા વીંડ-ચાઇમ્સ ની ગુંચ કાઢતી ઉભી રહી,એકદમ સંગીત હવા સાથે લહેરાઈ ગયું , અને બહારથી બેલ માર્યો . ફોયરમાં એક નાનકડો બલ્બ ઓન હતો . મધુમાલતી ની સુગંધ લેતી  પેવીંગ પાસ કરી સ્ટેપ્સ ચઢવા જતી હતીને  પાછળ કઈ જોરથી પડવાનો અવાજ આવ્યો .જોવા ગઈ પણ ખાસ કઈ દેખાયું નહિ .
"યે  રુપીતાભી  સબ  દરવાજા ચેક  રખતી  હે કે નહિ ?ઓર  લાઈટ  ભી કીતની કમ હે ,કેટલી ચોરી થાય છે  '  થોડું ગુજરાતી શબ્દ મિક્ષ  થઇ જતા હતાં .બબડતી  બબડતી  મેઈનડોર નો બેલ વગાડી હીંચકા પર બેઠી .એટલામાં બહારની લાઈટ સળગાવી રુપીતાએ દરવાજો  ખોલ્યો .ટ્રેકિંગ પેન્ટ ને અડધું બહાર  આવી ગયેલા વાઈન ટી- શર્ટ માં એકદમ સુંદર દેખાતી હતી . 
"ઓ ...આ... આપ ...... દીદી  એસે ....."
"ઓ આ ક્યાં કરતી હે ,ચલ પાનીકા ગ્લાસ  લા, રીહર્સલ તો કેન્સલ હુઆ તો મેં થોડા મીઠાઈ વગેરા લેકે સીધી ચલી  આયી.ઓર એ સબ લાઈટ કયું બંધ હે . કોઈ ઠીકાના નહીં તુમ્હારા .એસે કેરલેસ ......"
"ઓર એ કેસી સ્મેલ આ રહી હે ,"
"અરે દીદી,એકસરસાઇઝ કર રહી થી, વો સબ મસાલા મેં થોડા અલગ તરીકે સે બના રહી હું તૈયારી કર રહી થી ..." અન્વેષા  મમાંના રૂમમાં જઈ જુના આલ્બમ વગેરે જોવા બેઠી.અન્વીતા થોડી વારમાં ફ્રેશ થઇ આવી .
"હા અબ ઠીક હે ,સ્નાન કે બગેર એસે રસોઈ મેં ..અગર મમ્માં  હોતી તો ...ઈશ ..તુમ્હારી પક્કી ધુલાઈ હોતી ."
"તુમ ભી ક્યાં દીદી સબ દફીયાનુસી બાતે લેકે બેઠ જાતી હો ,ચલો ટી.વી .દેખતે હે "કહીને રુપીતા ચુપચાપ બેસી રહી . 
અને અન્વીતા તો એની ધૂનમાં નવી નવી વાતને ,સ્કુલ ,અન્વીષાનાં ફ્યુચર પ્લાન વગેરે બોલવા લાગી .
 "રુપીતા  તુમ્હારા ધ્યાન કહાં હે? "
થોડા બોરિંગ કલાકો વિતાવી ઘરે આવી .રાત્રે મોડેથી  આવી ગીતેશ રૂમમાં સુઈ ગયો . અન્વેષાને નવાઈ લાગી .આવીને કોઈ અવાજ કે એના નાઈટ ડ્રેસ શોધવાની બુમાબુમ કઈ સંભળાયું નહિ .સવારે ઉઠીને સંડે હતો તે બાલ્કનીમાં બેસી મેગેઝીન જોતો બેસી રહ્યો .સાંજે વાતો કરતાં થોડું ફરી આવ્યા.ગીતેશ હતો એનાથી વધુ બીઝી રહેવા લાગ્યો અને અન્વેષા ને થોડી શાંતિ લાગી કે હાશ એના બાલીશ તોફાનો થોડા શમ્યા .એણે ગીતેશ સામે બાળકની ઈચ્છા વ્યક્ત કરી પણ એની નવાઈ વચ્ચે  ,"હજુ અત્યારથી શું ?એકાદ ફોરેન ટ્રીપ કરી આવીએ "કહી ગીતેશે વાત ટાળી દીધી.
 "કયું એસા કર રહે હો મુડ ઠીક નહિ રહેતા? "
 "અન્વેષાએ પાસે જઈ મનાવ્યો પણ ખાસ કઈ ઉત્સાહ નહીં બતાવ્યો ."
 સ્કુલથી આવીને  ગીતેશ ની રાહ જોઈ બેઠી હતી.ને બેલ વાગ્યો. જોયું તો અસત્રીવાળો કપડા લઇ ઉભો હતો .
"આપ કપડા દેખ કે દિયા કીજીયે ,સાહબ કા શર્ટ તો પીછેસે પહેલે સે હી ફટા હુઆ થા ,ફિર મેરા નામ મત દેના આપ વો કામવાળી બાઈકો બોલ કે રખીએ"
"કોનસા શર્ટ એ નયા વાલા?" એટલામાં ગીતેશ આવ્યો .ને અન્વેષા "ઠીક હે બાદ મેં બાત કરતે હે "
રાતે સુતી વખતે કબાટ ગોઠવતા એને કોઈ  એવું શર્ટ નહીં મળ્યું .અને ગીતેશ લાઈટ બંધ કરી જલ્દી થી સુવાની તૈયારી કરવા લાગ્યો ."કયા ફાલતું બાતો મેં દિમાગ બીગાડતી હો " કહી અન્વેષા નો મુડ ચેન્જ કરવાનાં  નકામાં પ્રયત્ન કરવા લાગ્યો,અન્વેષાને આજે કોણ જાણે કેમ ગીતેશ નું આલિંગન પોલું પોલું લાગતું હતું .ક્યાય સુધી લેમ્પમાં સ્ટોરીબૂક વાંચતી બેસી  રહી .ધીમેથી ઉઠી ગીતેશનો મોબાઈલ ચેક કર્યો પણ  એવો  કોઈ નવો નંબર જણાયો નહીં.થોડા સેક્સી ફોટા ગેલેરી આલ્બમમાં જોયાં પણ ગ્રુપમાં કે જાહેરાતોમાં બધું આવતું જ હોય છે.અને વિચારોને ખંખેરતી મંત્ર બોલી ઊંઘવા પ્રયત્ન કરવા લાગી. ફાઈનલ રીઝલ્ટ આવી જતાં  રુપીતા થોડા દિવસ રહેવા આવી.પંદર દિવસ સરસ બધા પ્રોગ્રામ બનાવી ફર્યા અને રાત્રે પાનાં, કેરમ ,ચેસ રમે. 
 "રુપીતા શાદીકા ભી પ્લાનિંગ કરલો અભી , ફિર અચ્છે રિશ્તે નીકલ જાયેંગે "
 "દીદી મુજે ભી  કિસી સે પ્યાર તો હોને દો"
 "ક્યા ફાલતું બકવાસ કર રહી હે ,તેરે જીજાજી ......" ને ગીતેશ રુપીતા સામે જોતા બોલ્યો... 
"પ્યાર નહિ હુઆ અબ તક ?"
"અરે એસે હી , ,પ્યાર હોતા હે ઓર ખુદકો હી પતા નહિ ચલતા" શાયરી અને ગઝલ ની બૂક લખીને તૈયાર હતી થોડા સમયમાં પબ્લીશ કરવાની હતી તે ફાઈલ ગીતેશ ને આપી ."આજ હી સબ ફાઈનલ હુઆ હે " મેં તો આપ લોગો કે સાથ યુરોપ નહિ આ પાઉંગી.
"અરે ,તુમ્હે કિસને બતાયા ?" 
"સુબ્હેમેં જીજાજી એજન્ટસે બાત કર રહે થે તભી પાસપોર્ટ તુમ્હારે ડ્રોવરમેં સે લાકે  દિયા "
 "આપભી નાં પહેલે હી રુપીતા સે પૂછ લેના થા ,એસે હી બુકિંગ કરવા લીયા" ગીતેશે ચુપચાપ  નજરે રુપીતા સામે જોયું .
થોડા દિવસ પછી યુરોપ ફરવા ઉપડી ગયા.આવીને બીજા મંથમાં રુપીતા એ પોતાની બૂક ની લોન્ચીંગ પાર્ટી રાખી.અને સાથે અન્વેષા નાં પ્રેગ્નન્ટ હોવાનો ફાઈનલ રીપોર્ટ આવ્યો.બધાએ અભિનંદન આપ્યા.અને આવનારા બાળકના સપનામાં ખોવાઈ ગઈ .રુપીતા ખાસી કાળજી લેતી અને ગીતેશ પણ એકદમ મૂડમાં રહેવા લાગ્યો .
"દીદી તમે આપણાં બંગલે રહેવા આવી જાવ ત્યાંથી દરિયો અને તાજી હવા અને માસી પણ છે સરસ કાળજી લેવાશે ,મમ્મા હોતે તો તમે નહિ આવતે ?" અને અન્વીષા થોડા મહિના પછી રહેવા ગઈ .રુપીતાએ કંપની માં વર્ક શરુ કરી દેતા  એ પણ બીઝી થઇ  ગઈ ગીતેશ ઘરે જ રહ્યો ,રાતે જમવા ભેગા થાય  અને શની- રવી અન્વેષા  સાથે રહે .એક રાતે કઈ અવાજ સાંભળી અન્વેષાની આંખ  ઉઘડી ગઈ.જોયું તો બાજુમાં ગીતેશ નહીં હતો .લાઈટ ચાલુ કરી બહાર નીકળી ત્યાંતો દાદર પરથી ગીતેશ ઉતરી નીચે આવ્યો .
" ક્યા કર રહે હો યહાં ?"
'અરે ,મીડ ટેરેસ પે સિગારેટ પીને ગયા થા ,બાહર જાતા હું તો કભી પી લેતા હું ,એસે હી મૂડ હો રહા  થા ઓર તુમ શાંતિ સે નીંદ લો " કહી રૂમમાં આવી અન્વેષાને શાંતિથી સુવડાવવા પ્રયત્ન કરવા લાગ્યો "એસે સોચતી રહોગી તો .....'
"તુમ ભી તો કેસે ખીંચે ખીંચે સે રહતે હો ,અબ તો પ્યાર કરનેકા  મૂડ નહિ બનતા બસ સિગારેટકા  મૂડ  બનતા હે " અને આમ જ દિવસો વિતતા સુંદર દીકરાનો જન્મ થયો .અંગિતનાં આવવાથી અન્વેષા તો ઘર અને એની દુનિયામાં પાછી ખોવાઈ ગઈ.સ્કુલની જોબ છોડી દેવાનો જ વિચાર કરતી હતી .
ઘરે જ માસી ને બોલાવી લીધા ,રુપીતા તો હવે પોતાની રીતે સેટલ હતી.
 ગીતેશ વીકેંડમાં બહાર ગયો હતો,રુપીતાને ફોન કરી અંગિતને લઇ ત્યાં રહેવા આવું છું  એમ જણાવ્યું.
"અરે, દીદી મેં તો મેરી એક ફ્રેન્ડ કે યહા રહેને જા રહી હું નેક્સ્ટ વિકકા  પ્રોગ્રામ બના લો."
છતાં આજે અન્વેષા એકદમ બેચેન હતી .સાંજે ગાડી લઇ પહોચી ગઈ ,બહારથી બેલ માર્યા વગર ફોયર પાસે જઇ બેલ માર્યો .અંદર ઝીણી લાઈટ સળગતી હતી .બે -ત્રણ વાર બેલ વાગ્યા અને રુપીતા એ દરવાજો ખોલ્યો અને પાછળ  કોઈના પડવાનો આવાજ આવ્યો .અન્વેષા શાંતિ થી ઉભી રહી રુપીતા નહિ જવાનું કારણ બોલ્યે જતી હતી .કંઈ સંભળાતું નહોતું અન્વેષા ને .
"આઓના, બહાર કયોં ખડી હો ? અકેલી હી હો ?
ઉદાસ હસી અન્વેષા અને રુપીતા ની આંખ માં આંખ મિલાવી...
 "હાં અબ તો યહાં હમ દોનો અકેલે હી હે ,અકેલા ફટા હુઆ શર્ટ મેરી કિસી અલમારી મેં મિલેગા ઓર એક ખોયા હુઆ મોજા શાયદ યહાં હોગા "
-મનીષા જોબન દેસાઇ



No comments:

Post a Comment