Monday 17 October 2016

સ્વપ્ન-માળો

સીરોહી ઝડપથી રેલવેસ્ટેશને પગથીયાં ચઢતી સામેનાં પ્લેટફોર્મ પર ઉભેલી ટે્ઇન તરફ દોડતી પહોંચી .આજે ઉત્વન,એનો 16 વર્ષનો દીકરો 12ની પરીક્ષા આપી રહ્યો હતો એની તૈયારીમાં મોડી પડી હતી .ઓફિસ છેક ચર્ચગેટ અને પાર્લાથી રોજ ટે્નમાં જવાનું .રોજનાં સાથીદારો ટ્રેનમાં દાખલ થતાની સાથે,
' ....ઓહો ...ઓહો ... આજે અમને થયું કે રજા જ લીધી લાગે છે.'
 
અરે નાં, રજા તો મેં ઉત્વનની પરીક્ષાનાં વાંચવાના દિવસો વખતે લઇ લીધી હતી ,એટલે હવે તો ઓફિસ અટેન્ડ કરવી જ પડશે .રોજનાં સમયે ભેગા થતાં ટ્રેનનાં મિત્રો એકબીજાનાં સુખ -દુઃખનાં પ્રસંગોની વાતો વહેંચતા આનંદથી ટ્રેનમાં સફર કરતાં અને સીંગલ-ડીવોસીઁ મધર સીરોહી પારેખને પણ જાણે આ ગ્રુપ એક ફેમિલી સમાન લાગતું હતું .પોતાનાં શહેરથી અહીંની મલટીનેશનલ કંપનીમાં 13 વર્ષથી જોડાઈ હતી .બારીમાંથી બહાર જોતાં જાણે જીંદગીનાં વરસો પસાર થઇ રહયા હોય એમ અનુભવી રહી હતી .દીકરો સારી રીતે ભણીને પોતાની જિંદગીમાં સરસ રીતે ગોઠવાય જાય એજ મુખ્ય ધ્યેય સાથે મક્કમતાથી બધું ભૂલી સમય સાથે વહ્યે જતી હતી .સ્ટેશન આવતાં જલ્દીથી ઓટો લઇ ઓફિસ પહોંચી .નાનકડી કેબીનમાં બેસી ઇ-મેલ ચેક કરતાં જરા અટકી અને ફરી ધ્યાનથી જૉતાં કલ્પન વોરા નામ વાંચી ઇ-મેલ ખોલી વાંચવા માંડી .જલગાંવથી એનું કામ પતાવી આ શનિવારે આવી રહ્યો હતો અને સાથે નવાં સોફ્ટવેર વિશેની માહિતી સેન્ડ કરી હતી .
 લ્પન ......યાદમાં એક ઠંડો મીઠો અહેસાસ ફરી વળ્યો અને સીરોહીએ,
 ' વેલકમ ,રાહ જોઇશ'નાં મેસેજ સાથે થૅન્કસનો રિપ્લાઈ કરી દીધો.આંખ સામે કલ્પનની પહેલી મુલાકાત......'કલ્પન એને માથેરાનની ટુર વખતે રિસોર્ટમાં મળ્યો હતો .કલ્પન કંપનીની મીટીંગ માટે આવ્યો હતો .સીરોહી એની મહિલા સાહિત્ય ક્લબની સ્થાપનાં પાર્ટી માટેની આયોજિત ટુરમાં ગઈ હતી .ચાર દિવસનાં સાહિત્ય-ઉત્સવમાં પહોંચી અને બહાર ગાર્ડનમાં ઉભી સૂર્યનાં કિરણોની લાલાશ , ઉડતા પંખી અને ખીલેલા ફૂલોની મહેક લેતી શિયાળાની ઠંડી હવામાં શાલ ઓઢી બેન્ચ પર બેઠી હતી .એટલામાં સામેથી વોક લેતા કલ્પન પસાર થયો અને 'ગૂડ ઇવનિંગ 'કહેતા સ્માઇલ આપ્યું .એણે પણ ગૂડ ઇવનિંગ કહેતા હાથ ઉંચો કર્યો .બે-ત્રણ રાઉન્ડ મારી કલ્પન આવ્યો અને સીરોહીને
 બહુજ સરસ વેધર છે ,મુંબઇમાં તો આવું જોવા તરસી જઈએ.'
 હા ...સાચ્ચેજ 'અને જનરલ ઈન્ટ્રો .કરી આમતેમની વાતો કરવા લાગ્યાં .કલ્પન 'એક્સપર્ટ કોમ્પ્યુટર 'કંપનીનો માલિક હતો અને સેમિનારમાં આવ્યો હતો .બે દીકરીઓ પંચગીની સ્કૂલમાં હતી.અને વાઇફ બે વર્ષ પહેલા એક્સપાયર થઇ ગઇ હતી .કલ્પને પૂછ્યું ,'સોરી ,પણ એકલાં રહેવાનું કોઈ કારણ?' 
 ડિવોર્સ'
ઓકે, લાઈફ છે ચાલ્યાં કરે ,વેલ,તમારો કુદરતનાં સાનિધ્યમાં બેસી પ્રકૃતિને માણવાનો શોખ બહુ ગમ્યો ,હું ,પણ એકલો ઘણીવાર ડા્ઇવ કરી ફરવા નીકળી જાંઉ ,દીકરીઓને મળી આવું '
'હ પરમ દિવસે સવારે અહીંથી એકલોજ ડા્ઇવ કરી મુંબઈ નીકળીશ.'
 
ઓહ ,નાઇસ' અને એટલામાં ડિનર માટે એની ફ્રેન્ડનો મેસેજ આવ્યો.
કલ્પને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતાં કહ્યું ,મુંબઈ પહોંચી ટચમાં રહેજો .અમે નવી ફ્રેન્ડ્સ -ક્લબ પણ શરુ કરી છે અને પાર્લા વિસ્તારનાં પણ ઘણાં મિત્રો છે .હું વોર્ડન રોડ રહું છું ,મહિનામાં એકવાર બધાં ભેગા થઈએ અને નાની પીકનીક કે એવું કરીયે .'થેન્કસ ,આમતો હું ઓફિસ અને ઘર હેન્ડલ કરવામાં એવી બીઝી હોઉં કે ભાગ્યેજ સોશીઅલ રહેવાય અને દીકરાનું પણ સ્ટડી અને કલાસ સાથે જમવાનું અરેન્જ કરવાનું હોય '
રૂમ તરફ જતાં કલ્પન ,'ઓહ તમારો મોબાઇલ નંબર નોટ કરી દઉં .કઈ વાંધો તો નથીને ?' અને હસીને સીરોહીને જોવા માંડ્યો.સીરોહી,જરા ખંચકાટથી નીચું જોઇ ગઇ અને ફોન નંબર આપ્યો . અને ..આવીને સાહિત્યકારો બધા ગોળ ટેબલ પાર બેસી જાત જાતની વાતો કરી રહ્યા હતાં.ત્યાં બેસી ઇન્વોલ્વ થવા પ્રયત્ન કરવા માંડી .બીજા દિવસનાં પ્રોગ્રામ વગેરે ડિસ્કસ કરતાં પ્રાચીબેન કહે 'શું છે સિરોહી આજે ખોવાયેલી લાગે છે ?તબિયત બરાબર છે ને ?'
 
પણ... સીરોહીને પોતાને પણ ક્યાં ખબર હતી કે લાલ આકાશી રંગ અને સાથે કલ્પનનાં હસતા ગાલો પરની રંગત એક થઇ એની આંખોમાં ઉતરી ગઈ છે અને આંખો શરમાઇને ઝૂક્યા કરે છે .ડીનર પતાવી નીકળતાં હતાં ત્યાં લિફ્ટ પાસે ફરી કલ્પન અને સાથે બીજા બે જાણ ઉભા રહી વાત કરતાં હતાં અને સીરોહીને જોતાં,'બાય ગુડનાઇટ'કર્યું .સીરોહી એની સાથેનાં રૂમમેટ પ્રાચીબેન થોડા આગળ નીકળી ગયેલા પણ ગભરાટથી ધીમું 'ગુડ નાઇટ ;કહી એનાં રુમ તરફ આગળ વધી ગઇ .પાછળ ફરી એકવાર ફરી જોવાની એટલી ઈચ્છા થઇ હતી પણ સ્વભાવગત શરમાળપણું ......અને જીંદગીનો કડવો અનુભવ યાદ આવી જતાં એકદમ ઝડપથી રૂમમાં જતી રહી .
 
ફ્રેશ થઇ નાઈટલેમ્પ ચાલુ કરી બુક લઇ વાંચવા બેઠી ,કોમ્પ્યુટર પર થોડું તૈયાર કરી રાખ્યું હતું તે પેનડા્ઇવ પર સ્ટોર કરી થોડીવાર પ્રાચીબેન સાથે શિડ્યુલ ડિસકસ કરી ઉંઘવાની તૈયારી કરી અને જુવે છે તો વોટ્સઅપ પર કલ્પનનો સ્વીટડી્મનો મેસેજ અને ..એક ઊંડો શ્વાસ નીકળી ગયો હૃદયનાં એકાંત પીંજરામાંથી....ને એ જ પીંજરામાંથી ઝીણો પંખીનો કલરવ જેવો કલ્પનનો અવાજ અનુભવતી ઉંઘી ગઇ.સવારથી પ્રોગ્રામ અટેન્ડ કરી રહી હતી ને સ્વીચઓફ રાખેલા મોબાઇલને અથડાઇને કલ્પનનો મેસેજ વળી જવાનો હોય એવી વ્યગ્ર થઇ ગઇ હતી .એકદમ લાઇવ વ્યક્તિત્વવાળા કલ્પનનું બોલકાપણું એનાં ચહેરા પર આછું સ્મીત લાવી દેતું હતું .લંચ સમયે બુફેની ડીશ લઇ ઉભી હતી અને મોબાઈલ ઓન કરી જોયું ,અને એનાં આશ્ચર્ય વચ્ચે એક પણ મેસેજ નહોતો અને પાછળથી અવાજ આવ્યો ,
 
'મારા મેસેજની રાહ જોતાં હતાં ?પણ હું એટલો બીઝી થઇ ગયો હતો ' અને સીરોહી એકદમ ગભરાઈને ,ઓહ ...ના ...હા ...જસ્ટ હું તો ....' અને કલ્પન હસી પડ્યો .સિરોહી ગભરાઈને આજુબાજુ જોવા માંડી .
 
'મારુ મેસેજ કરવું ગમ્યું કે કેમ એતો જણાવો ?' અને સીરોહીએ કલ્પન સામે જોઇ આંખો ઝુકાવી દીધી .ડીશ લઈને ફરી પોતાનાં ટેબલ પર જતાં કલ્પનને બાય કહ્યું . જમતી વખતે કલ્પનની નજર એને જ જોઈ રહી હતી અને સામેનાં ટેબલ પર મૂકેલા ફૂલોની આડાશમાં થોડી વારે છૂપાઇ જતો કલ્પનનો ચહેરો શોધતી નજરને જેમતેમ સમજાવી રહી હતી .થોડીવાર પછી કલ્પન એનાં સેમિનાર હોલમાં જતો રહ્યો હતો અને સીરોહી પોતાનાં સાહિત્ય સંવાદમાં વ્યસ્ત થઇ ગઇ. સાંજ થતાં વિચાર આવી ગયો કે સવારે તો કલ્પન મુંબઇ જવા નીકળી જશે અને પોતાનાં આ વિચાર પર આશ્ચર્ય અને ગુસ્સો પણ આવ્યો .આમ કોઇ અજાણ્યા માટે આકર્ષણ.....અને ધીરેથી ફોન ઓન કર્યો
 
કલ્પનનો મેસેજ હતો .જલ્દીથી મેસેજ જોયા વગર ફોન ઓફ કરી રૂમમાં જઇ ફ્રેશ થઇ બધા વિચાર ભૂલી,આંખ બંધ કરી ગાયત્રીમંત્ર બોલવા લાગી.થોડીવાર પછી સ્વસ્થ થઇને બાલ્કનીમાં ઉભી રહી. એકદમ ઠંડા પવનની લહેરખીમાં ઉડતી લટોને સરખી કરતાં એની નજર સામે ગાર્ડનની રેલીંગ પાસે કોઇ સાથે વાત કરી રહેલાં કલ્પન પર પડી.એ વારંવાર ઉપર જોઇ રહ્યો હતો.સીરોહી જલ્દીથી અંદર જતી રહી એટલામાં રીંગ વાગી.પ્રાચીબેન એક કલાક પછી રીસોર્ટનાં મીની થીયેટરમાં  ગુ્પનાં સાહિત્યકારની વાર્તા પરથી બનેલી ઓફબીટ ફીલ્મ જોવાનાં હતાં.અને ડીનર માટે જલ્દી બોલાવતાં હતાં. તૈયાર થઇને નીકળી રહી હતી કે કલ્પનનો ફોન અને 'હેલો....'
 
'મેસેજ નથી જોયો હજું? સૂરજની લાલાશ અને પંખીના અવાજો વચ્ચે રાહ જોઇ ઉભો હતો ખબર નહીં ફરી આવી મોસમ અને આવો સાથ હોય કે નહી?'
 
'જરા બીઝી હતી.'અને વાત કરતાં કરતાં રુમ લોક કરી નીચે લોબીમાં પહોંચી અને સામેથી કલ્પન આવતો દેખાયો અને બંને ફોન બંધ કરી હસી પડ્યા.સીરોહીએ કલ્પનને ફીલ્મ જોવા આવવા માટે આમંત્રણ આપ્યું. કલ્પને કહયું
 
'મને એમ આપણે સાથે ડીનર કરતે અને ખૂબ વાતો કરતે તમારી સાહિત્યની વાતો સાંભળવાનું પણ ગમતે '
 
'એવું તો શક્ય નથી બધા સાથે છીએ, પણ તમે ફીલ્મ જોવા આવી શકો. રીસોર્ટનાં ગેસ્ટ માટે પણ રિસેપ્શન પર એડ મૂકી છે'
 
'યા,એ પણ નાઇસ આઇડિયા છે' અને ફીલ્મ જોઇ બંને ગૂડ નાઇટ કહી છૂટા પડ્યા.' બસ....આવી નાનકડી મુલાકાત બંનેના દીલમાં મીઠી યાદ બની ગઇ. 
મુંબઇ આવીને રેગ્યુલર ગુડ વીશીશનાં મેસેજ કરતાં .એ વાતને પણ ચાર મહીનાં વીતી ગયાં હતાં.અને સીરોહીની બર્થડે વખતે મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કલ્પને. બે-ત્રણ સીટીની ટૂર પતાવી આવશે ત્યાં સુધીમાં દીકરાની પરીક્ષા પતી જશે અને ઘરે ગુપમાં જમવાં ઇન્વાઇટ કરીશ એવું વિચારતાં યસનો ઇ-મેઇલ કરી દીધો હતો.
 
કામ ફીનીશ કરતાં લંચનો સમય થયો અને દીકરાનો ફોન રીસીવ કરતાં એકદમ સારા એકઝામ પેપરનાં ન્યુઝ સાંભળી ખુશીથી ઝૂમી ઉઠી. હાશ,સારા માર્ક આવી જાય તો મેડીકલ લાઇનમાં ડોનેશન વગર એડમીશન મળી જાય. નહીંતર આટલાં પૈસા ક્યાંથી લાવીશ વિચારી ઉદાસ થઇ જતી.એનાં શહેરમાં ભાઇની નાની કાપડની દુકાન હતી અને પત્ની ,બે બાળકો સાથે માંની જવાબદારી પણ નીભાવતો. ગામનું ઘર વેચાયું એમાંથી ત્રણ બેડરૂમ નો ફલેટ લીધેલો અને સીરોહીનાં લગ્ન વખતે કરેલો ખર્ચ .માસ્ટર ડીગ્રી ભણેલી સીરોહીનું દીલ ડિવોર્સને કારણે પોતાનાં શહેર પરથી ઉઠી ગયું હતું અને ત્રણ વર્ષના દીકરાને લઇ મલ્ટીનેશનલ કંપનીની જોબ અને રહેવાનું મળી જતાં અહીં આવી ગયેલી .કાકાનું ઘર પણ મુંબઇમાં જ હોવાને લીધે ઘણો સપોર્ટ મળી રહેતો.શરૂઆતમાં સાથે રહેવા આવી કાકીએ પણ ખૂબ સપોર્ટ કર્યો.પછી ઉત્વનને બેબી સીટીંગમાં મૂકી આવતી.બચત કરતાં એક બેડરૂમનો ફલેટ લઇ સારા એરીયામાં આવી ગઇ હતી.પતિની દારૂ પીવાની આદત અને ખરાબ સ્વભાવનાં અસહ્ય ત્રાસને લીધે બસ, મારા નસીબમાં પ્રેમજ નથી એમ માની એકધારી અલિપ્ત જીંદગી જીવી રહી હતી.બધાએ ફરી લગ્ન માટે ખૂબ સમજાવી પણ સીરોહી મક્કમ મને આગળ વધતી ગઇ. ડિવોર્સ વખતે દીકરાનાં નામે સારા એવાં પૈસા મૂકાવ્યાં હતાં એમાંથી એનાં ભણતર અને ઉછેર ખૂબ સારી રીતે કરી રહી હતી.
 
ઘરે પહોંચી જમવાનું તૈયાર કરતાં દીકરાની બીજા દિવસનાં પેપરનાં પ્રશ્નો પણ મોઢે લઇ રહી હતી .અને જમવાં બેસતાં હતાં ત્યાં બાજુવાળા સાઉથ કપલ શ્રીમાલા અને કૂરૂવરમ એનાં સનને લઇ વીશ કરવાં આવ્યાં.એનો સન પવઇ ભણતો હતો અને હૈદ્રાબાદ ઘરે ગયેલા ત્યાંથી પ્રસાદ લાવેલા એ આપી ઉત્વનને એકઝામની ટીપ્સ આપતાં હતાં.
સીરોહીનું મન એકદમ ભરાઇ આવ્યું અને કૂરૂવરન 'અરે,સીરોહી તુમ ઇતનાં હીંમતવાલા લડકી, પાંચ સાલમેં તો આપકા ઉત્વન ડોકટર હો જાયેગા.ઐસે આંખમે આંસુ નહીં લાનેકા. મૈ તો હૈદરાબાદમેં મેરી કઝીન કો સસુરાલમેં તકલીફ ચલ રહી હૈ તો તુમ્હારા મીસાલ દેતા હૈ,ઓર તુમ અકેલા થોડા હૈ અપનાં સબ પડૌસી લોગકા વીશીશ ભી તુમ્હારે સાથ હૈ' એટલે શ્રીમાલા એને બોલતો રોકતાં 'ક્યા ક્રુરૂ તુમભી ભાષણ દેને લગ ગયા,લેડીઝોકા મન એકદમ સેન્સીટીવ હોતા હૈ ઐસેહી રો દેતા હે કભી'
 
'ઠીક હે ,ઠીક હે ચલો ઉત્વન અચ્છા એકઝામ દેનાં 'કહીને ઘરે ગયા. અને એમનાં ગયા પછી ઉત્વન કહે 'મમ્મી હું એક્ઝામ પતે એટલે શ્રીરંગ સાથે ગ્રૂપમાં ટૂર પર જવાનો છું.'
 
અરે,પણ મેંતો મારા બર્થડે પર મારા ગૃપ અને ટે્નનાં મિત્રોને બોલાવ્યા છે બધા તને પણ મળવાં માંગે છે'
 ફરી કોઇવાર મળી લઇશ આ વખતે તું ફેન્ડસ સાથે સેલીબ્રેટ કરી લે 'કહી ઉત્વન રૂમમાં જતો રહ્યો. 
        અને સીરોહી બેડમાં સૂતાં વિચારે ચઢી ગઇ .કલ્પનને ગૂડ નાઇટનાં મેસેજ સાથે ઉત્વનની એકઝામનાં ન્યૂઝ શેર કર્યા અને ટૂર પર જવાનો હોવાથી ઘરની બર્થડે ગૃપ પાર્ટી કદાચ કેન્સલ કરવાનો મેસેજ કરી ઉંઘમાં સરી ગઇ.કલ્પનનો સવારે મેસેજ આવ્યો 'આ વખતની તારી બર્થડે સરપ્રાઈઝ પાર્ટી મારા તરફથી' પણ સીરોહીનું મન અંદરથી ગભરાઇ રહ્યું હતું.બધાની સાથે મેળવી એ ઉત્વનનો ભાવ પારખવા માંગતી હતી, ક્યાંક યુવાનીમાં ડગ માંડતાં દીકરાનાં મન પરથી ઉતરી નહીં જાય. એકઝામ પતી એનાં એક વીક પછી ઉત્વન ટૂરમાં નીકળી ગયો.કલ્પને સીરોહીને સાથે પંચગીની ફરવા જવાની ઇચ્છા વ્યકત કરી અને સીરોહી 
'એકલા આપણે બે? 'પૂછયું અને થોડી સેકંડ માટે વચ્ચે ચૂપકીદી છવાઇ ગઇ .એટલે કલ્પને કહ્યું 'સીરોહી તેં તારી જાતને એક કોચલામાં પૂરી દીધી છે. મીત્ર સાથે નવી દૃષ્ટિએ આ બહારની દુનિયાને જો, જીંદગી તને કેટલી ખુશી આપવા તત્પર છે અને તું એ બધાથી મોઢું ફેરવી તારી જાતને સજા આપી રહી છે '
 
'એવું નથી કલ્પન,જીંદગી ગોઠવવામાં મારું અસ્તિત્વ અને ઇચ્છાઓ કયાં ધરબાઇ ગયાં ખબર જ નહીં પડી. તારું મળવું અને આટલા દુઃખ, ટેન્શન સાથે વ્યકિતત્વમાં જે જીવવંતતા છે એમાં હું પણ લાગણીઓનાં પડળ તોડી વહી નીકળી અને મારા સ્વને પામી છું.તે જે રીતે મારા ઉદાસીન પ્રતિભાવોને હસતાં હસતાં સહ્યા છે, અને માનસે? મેસેજ વાંચતાની સાથેજ સ્મિત આવી જાય છે ,જાણે તારી લાગણીઓને સહારે નવપલ્લવિત વેલની જેમ વિકસતી જાંઉ છું.મારા બર્થડે પર આપણે અહીંજ ક્યાંક મળીને સેલીબ્રેટ કરશું સૌથી પહેલી વીશ તારીજ રીસીવ કરીશ.'
 
'ધેટ્સ નાઇસ, વેઇટિંગ ફોર ધ પ્રેસીયસ ડે' અને એ દિવસ પણ આવી ગયો. સવારમાં 10-30 એ તૈયાર થતાં વર્ષોથી ભૂલાઇ ગયેલું કાજલ અને આછી લિપસ્ટિક લગાવી, ચમકતી નાની બીંદી અને પીંક સાડી પહેરી. ખાનામાંથી નવો ગ્લાસ અને નવી ટ્રે ટેબલ પર ગોઠવી, ટીવી ઓન કરી ડીશમાં વેલકમ માટે જાતે બનાવેલી સ્વીટ અને સાબુદાણાનાં વડા તૈયાર કરી ,ટીશ્યૂ પેપર પર મૂકી ગેસ બંધ કરતી હતીને…. લીફ્ટ ઉભી રહેવાનો અવાજ સાંભળી કાન એકદમ ડોર પર રાખી ખુરશી પકડી બે મીનીટ થંભી ગઇ. જોરથી ધડકી રહેલા દિલનું ધક ધક હવામાં લહેરાઇ ગયું હતું,ને....ડોરબેલ વાગી.ઉડતું મન અને ધીમા પગલે ડોર ખોલ્યું અને સામે કલ્પન હાથમાં ફૂલોનો બૂકે લઇ ઉભો હતો. અપલક સ્થિર ઉભી રહી અને 'મેની હેપી રીટન્સ ઓફ ધ ડે'સાંભળી 'થેન્કસ, વેલકમ 'કહી હાથમાંનો બૂકે સોફા પર મૂકતાં વીશ કરવાં લંબાયેલા હાથમાં હાથ મૂકી કલ્પનનો હાસ્યથી ચમકતો ચહેરો જોઇ રહી. 
 
'એકદમ સુંદર લાગે છે.બહુ સરસ વાનગીની સ્મેલ આવે છે ને? '
 
હા,મેં બનાવ્યું છે તને ભાવશે '
 જલ્દીથી લાવ. આજે આખો દિવસ આપણે મારી ઓફીસ જોઇ,ઘરે અને પછી ફરવાનો પ઼ોગ઼ામ બનાવ્યો છે. ' જલ્દીથી નાસ્તો ટેબલ પર મૂકીને સામે બેઠી.કલ્પને નાસ્તો કરતાં સ્વીટનો ટૂકડો સીરોહીને ખવડાવી પ્રેમભરી નજરે જોતાં 
 'આમજ આવનારા જીવનમાં મીઠાસ રહે' અને સીરોહીએ પણ વીશ કર્યુ.  અને બંને ઓફીસની વિઝીટ લઇ ઘરે પહોંચ્યા. પહેલા મધરનાં રૂમમાં લઇ જઇ મેળવી. ઝીણી આંખે જોતાં ચહેરાની કરચલીમાં હાસ્યની રેખાઓ પ્રસરી ગઇ અને સીરોહીને જન્મદિવસનાં આશીર્વાદ આપતાં કલ્પન સામે ફરી નાનકડું સ્મિત રેલાવી દીધું.  અને એનો રુમ બતાવવા લઇ ગયો.સુંદર રીતે સજાવેલ રૂમની બારી પાસે ઉભા રહી  કલપને સીરોહીનાં ખભા પર હાથ મૂકી નજીક લેતાં કહ્યું, 'આજે આ ઉછળતો દરિયો તું સાથે છે એટલે મારા દિલને ભીંજવી રહ્યો છે. તું પણ ઉછળતી નદી બની મારા દિલની લહેરોમાં સમાઇ જાને!  અને સીરોહીની આંખોમા જોઇ રહ્યો.  એની પત્નીનાં ફોટા પાસે લઇ જઇ ,
 આજે મને મારો ખોવાઇ ગયેલો પ્રેમ અને સાથ પાછો મળી ગયો હોય એમ લાગે છે.'
 'પણ ...કલ્પન ,આપણાં બાળકો આ સંબંધ સ્વીકારશે ?
 આપણે કોઇની પરમિશન લેવાની જરૂર નથી અને જણાવવાની પણ શું જરૂર છે ધીરે રહીને એ લોકોને ભેગા કરીએ અને પછી વાત .ચાલ આજે ફરવા નીકળી જઇએ'  અને...કારમાં વાતો કરતા બંને દૂર સુધી નીકળી ગયા અને વાતો કરતા રહયા .ગ્રીનરીમાં ચાલતાં ચાલતાં થોડી થોડી વારે અટકીને સિરોહીની સામે જોઈ રહેતા કલ્પનને મીઠી નજરથી ટોકતાં સીરોહી બોલી ,
 એકદમ ટીનેજ છોકરા જેમ કેમ કરે છે ?'
 અરે ,મને તો તારો હાથ હાથમાં લઇ આ લીલી લીલી વનરાઈઓમાં વેલોથી લપેટાઈને આપણી વચ્ચે ફૂલોનો સંવાદ કરવાનું મન થાય છે '
 તું તો કવિ જેવી વાત કરે છે '
 હા , તું ગંભીર લેખોનું સાહિત્ય લખતી વાંચતી હોય તો આપણે તો મૌનસભા ભરી હોય એવું લાગે .' સીરોહી ખડખડાટ હસી પડી અને કલ્પન એને બંને હાથોમાં જકડી આંખોમાં જોતો રહ્યો .સિરોહીના શ્વાસોનું કંપન અને ઝૂકી જતી આંખોને શ્વાસમાં ભરી લીધા અને ધીમેથી દૂર થતા ,'આવેગો પર કંટ્રોલ રાખવો બહુ મુશ્કેલ લાગે છે ' અને બંને ફરી કારમાં બેસી વચ્ચે એક હિસ્ટોરિકલ પ્લેસ જોવા ઉભા રહયાં અને સાંજે જલ્દી ડિનર લઇ હોટેલની શોપમાંથી શિરોહીને માટે નાનકડું પેન્ડન્ટ લઇ ગિફ્ટ કર્યું .
 'થેન્ક્સ પણ આની શું જરૂર હતી ?'
 એને મારી હંમેશા તારા હૃદય સાથે જડાઈ રહેવાની ઉત્કટ ઈચ્છા જ સમજ.' ઘરે પહોંચી કારમાંથી ઉતારતાં કલ્પન ,
'આજ રીતે મળતી રહેજે ,ગુડ નાઈટ ' અને સીરોહી 'ગુડ નાઈટ 'કહી બાય કરી એની કાર ગઈ ત્યાં સુધી દૂર જોતી ઉભી રહી .
 
અદમ્ય પ્રેમમાં રંગાતા વિચારોથી એકલી હસી પડતાં રુમ સરખો કરવા લાગી .અને ઉત્વનને ફોન જોડી ફરી ટુરનાં સમાચાર પૂછ્યાં .આજનો ભરપૂર દિવસ યાદ કરતાં રાત એકદમ પહેલી વાર વધુ ખાલી ખાલી લાગવા માંડી .અને મિરર સામે જાતને પ્રશ્ન પૂછતી ઉભી રહી.કલ્પનનો સહારો એને નબળી તો નથી બનાવી રહ્યો?પણ પછી ...એકદમ પોઝીટિવ વિચારોમાં વહેતા મીઠી નિદ્રામાં સારી ગઈ .ઓફિસનું રૂટિન એજ હતું અને સમય કાઢી કલ્પન સાથે લાગણીભર્યો સંબંધ એક નવું મનોબળ આપતો હતો સિરોહીને .ડાઇનિંગ ટેબલ પાસેના લેમ્પમાં ચકલીએ માળો બાંધ્યો હતો .આજુબાજુ ઉડાઉડ કરતી ચકલી અને ચકલાનું ચીં ચીં સીરોહીને નવા જીવનનાં સંદેશ જેવું લાગતું અને બેસી જોયા કરતી .ઉત્વન ટુર પરથી આવ્યો અને ઘરે બધા મિત્રોનું જમવાનું રાખ્યું . કલ્પન પણ આવ્યો અને ઉત્વન સાથે થોડી વાત કરી પણ ઉત્વન ખાસ કોઈ જોડે ઇન્વોલ્વ થતો નહિ.રિઝલ્ટ આવીગયું અને ખુબ સારા પરસન્ટેજ આવ્યા .92-93 પર સારી કૉલિજમાં એડમિશન અટક્યું હતું એટલે ડોનેશનની વાત આવી ને ઉત્વન વિદેશની કોલેજોમાં ઓછી ફી સાથે રશિયામાં કોર્સ વિષે વિચારવા માંડ્યો .પણ કલ્પનની ઓળખાણથી એક ટ્રસ્ટીની મેડિકલ સીટ પર બ્રિલિએન્ટ સ્ટુડન્ટ હોવાને કારણે એડમિશન મળી ગયું .
 કલ્પનની દીકરીઓ આવી હતી અને 10th - 12thમાં એન્ટર થયા હતાં પછી પુના કે અહીં રહી આગળ સ્ટડીનું વિચારતા હતાં .સીરોહી અને ઉત્વનને એક દિવસ જમવાં બોલાવ્યાં અને ડીનર લેતા વાતો કરતા હતાં.પાર્લા રહે છે એમ જાણી નાની દીકરી 'ઓહ ઇટ્સ વેરી મિડલકલાસ એરિયા અને એની બેન તથા કલ્પન એની સામે સ્ટ્રિક્લી જોવા માંડયા .સિરોહીએ બંને દીકરીઓને ગિફ્ટ આપી અને થોડીવાર વાતો કરી ઘરે પાછા આવ્યા. બીજે દિવસે સવારે જમવાનાં ટેબલ પાસે ઊંચે જોતા ઉત્વન 'મમ્મી ,આ ચકલી કેટલો અવાજ કરે છે અને કચરું પડે છે ' અને અણગમાંથી જોવા માંડ્યો.
 ના..દીકરા એમ ન કહેવાય ,કેટલી મહેનતતથી એનું ઘરનું સપનું સાકાર કરવાનો કલરવ કહેવાય.' સીરોહીને થોડી વિખરાઇને પડી જતી ડાળખી સરખી મૂકતાં જોઇ ઉત્વન બોલી ઉઠ્યો ,
'મમ્મી તું તો તારા છોકરા હોય એવી કાળજી રાખે છે મારા કરતાં પણ વધારે.' અને આ સાંભળી સીરોહી એક મીનીટ સ્તબ્ધ થઇ ગઇ .ઉત્વન એને તીક્ષ્ણ નજરે જોઇ રહ્યો હતો.જાણે આરપાર વિંધાતા શબ્દોથી દૂર ભાગી જવું હોય એમ રૂમમાં જતી રહી .કલ્પન સાથે વાતો કરતાં બંનેને અહેસાસ થવાં માંડયો કે બાળકો કેટલાં પઝેસીવ છે .કલ્પન એક બે વાર ઘરે આવ્યો હતો ને લીવીંગમાં બેઠેલા કલ્પનને જોઇ ઉત્વન ,'કેમ છો 'કહી રુમમાં કે બાજુમાં શ્રીરંગ પાસે જતો રહેતો .અને કલ્પન સીરોહીનાં ચહેરા પરની લાગણીઓની અવઢવ જોઇ બોલી ઉઠ્યો,'આપણે બહાર જ મળીશું.'અને સીરોહી ભીની આંખે બાય કરી રુમમાં જઇ આંખ બંધ કરી બેસી રહી.
 
થોડા દિવસો આમજ ચૂપચાપ વીતી ગયાં. અને એક સાંજે ઉત્વન કોલેજથી આવી કપાળ પર પાટો બાંધી બેઠો હતો.સીરોહી કલ્પનની દીકરીઓએ આનંદમેળામાં સ્ટોલ રાખ્યો હતો એમાં મદદ કરવા રહી તેથી મોડું થયું હતું અને જમીને આવી હતી .આવતાંની સાથે ઉત્વનને જોઇ એકદમ ગભરાઈને 'શું થયું ? 'કહી બહાવરી થઇ ગઈ .ઉત્વનને સ્ટેશન પરથી બહાર નીકળતાં કંઈ થાંભલા પાસે તાર વાગ્યો .
 કેટલું મોડું થયું મમ્મી તને ?'
 કલ્પન આઉટ ઓફ સ્ટેશન છે એટલે એની દીકરીઓને આનંદમેળામાં એન્કરેજ કરવા ગઈ હતી .'
 પણ મમ્મી મારું તો તારા સિવાય કોઈ નથી 'કહી ને ઉભો થઇ રૂમમાં જવા જતો હતો ત્યાં ચીં ચીં અવાજ સાથે ચકલી ફરીફરીને ઉડી અને ડાળખીઓ ટેબલ પર પડેલા ફ્રૂટ પર પડી ,મોબાઇલની રિંગ વાગી ને ,'હા કલ્પન ,બધું બરાબર પતી ગયું અને ....'સિરોહી વાત કરતી હતી ત્યાં તો ગુસ્સામાં ઉત્વને ખુરશી પર ચડી આખો માળો ખેંચી નાખ્યો અને અંદરથી ઈંડા પડી ફૂટી ગયા .
 ચકલીની ચીસાચીસ સાંભળી સીરોહી ફોન બંધ કરી બહાર આવી અને 'ઉત્વન આ શું કર્યું ? 'નાં ચિત્કાર સાથે ખુરશી પર ફસડાઈ પડી .રડતી આંખે વિખરાયેલા માળાને પેપરમાં સમેટતા ફરી ફોનની રિંગ વાગી રહી હતી અને બીજા દિવસે એરપોર્ટ પર આવી બહાર જવાનો પ્રોગ્રામ બનાવતાં કલ્પનને એકદમ રડતા અવાજે કહ્યું ,'કલ્પન ,નહીં અવાશે ,મારાથી માળાને ભેગો નહીં રાખી શકાયો'અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી . 


કોને દોષ દેવો?

 ચિરંતન અને મીમાંસા સામસામેનાં ઘરમાં  રહે .ઘરમાં કોઈને ખ્યાલ ન આવે એ રીતે મળતા રહે . ચીરંતનનાં ભાઈનો ટેક્ષ્ટાઈલનો બીઝનેસ, એમાં ૩ વર્ષ પહેલા ગામ માતા પિતાને મૂકી આવી જોડાયો હતો. મીમાંસાનું ભણવાનું પત્યું ,એટલે એને લગ્ન માટે દબાણ શરુ થઇ ગયું .નાની બહેન હજુ ભણતી હતી . ચિરંતન હજુ સેટ થઇ પોતાનું ઘર વગેરે લઇ લગ્ન કરવા હતા. અમેરિકાથી છોકરો આવ્યો હતો અને એક મહીનાંમાં લગ્ન કરીને જવાનું હતું . 
ખૂબ મનોમંથન કર્યા બાદ એણે વિચાર કર્યો .હું ભાગી જઈશ તો મારી નાની બેન સુરાલીને પણ લગ્નની મુશ્કેલી પડશે અને મમ્મી -પપ્પાની બદનામી થશે . એણે ચુપચાપ ભારે હર્દયે નિર્યણ જણાવી દીધો ચિરંતનને .એ ખૂબ દુખી થયો અને લગ્ન દરમિયાન ગામ જતો રહ્યો .છેલ્લે પતિ સાથે અમેરિકા જતા એક સંવેદના -પ્રેમ વ્યક્ત કરતો કાગળ સુરાલીને આપ્યો અને કહ્યું
"ચિરંતનને આપજે અને હું મારો નિર્યણ ન બદલી શકી એની માફી માંગજે."
સમય વિતતા અમેરિકામાં જીંદગી ગોઠવાઈ રહી હતી . એક રાત્રે ઇન્ડીયાથી ફોન આવ્યો .અને જાણવા મળ્યું કે નાનીબેન સુરાલીએ સામેવાળા છોકરા ચિરંતન સાથે ભાગીને લગ્ન કરી લીધા છે .મીમાંસા એક પળ માટે સ્તબ્ધ થઇ ગઈ અને મમ્મ ને કહ્યું ,
"કંઈ નહિ જે થયું તેને સ્વીકારી લેજો ."
અને ફોન મૂકી ,વિચારે ચઢી ગઈ ....... આપણે આખી દુનિયાનો વિચાર કરીએ ને લાગણીમાં વહીયે ......બધા થોડા એવું વિચારે ? ૨૧ મી સદીમાં તો આવું જ હશે. હું જ જુના વિચારોને વળગી રહી.

ગુલાબજાંબુ

અન્વીતા મોબાઇલ પર વાત  કરતાં કરતાં  એકદમ  ઉત્સાહમાં  બોલી ,
"હા... હા  પપ્પાજી ,આજે  સાંજે  જ જમવાનું  રાખી લો .હું બધું   જાતે  જ   બનાવીશ .પપ્પા મમ્મી તો  આજે  કુળદેવીનાં મંદિરે દર્શન કરવા ગયા  છે ."અને પછી તરત સૃજનને ફોન કર્યો .નવા નવા એન્ગેજમેન્ટ  થયા હતાં. સૃજન સાથે થોડી શું બનાવુંની વાતો સાથે રોમેન્ટિક વાતો કરી ને પછી તરત રસોઈવાળા  બેન સાથે   સાંજની તૈયારી શરુ કરી દીધી .એનાં સાસુ પણ  કોઈ  કામે બહાર ગામ ગયા હતા . સસરાજી અને ફીઆન્સે ને જમવા  આમંત્રણ આપ્યું હતું .
              સમયસર સાંજે બધા ભેગા થયા. અન્વીતાએ ઘરનાં શ્રીજીનાં મંદિર માં નૈવધ મૂકી  ટેબલ ગોઠવવાની તૈયારી કરી. ખૂબ આનંદિત અન્વીતાએ સૂપ  વગેરે  સાથે બધી વાનગીઓ પીરસવા માંડી . ઉપવાસ  હોવાને લીધે અન્વિતાએ ખાલી હળવું જ્યુસ લીધું .સરસ જમી લીધા પછી લીવીંગમાં બેસી વાતો એ વળગ્યા .અન્વીતાએ પૂછ્યું .
"પપ્પાજી ,મારી રસોઈ તમને કેવી લાગી ?" સસરાજી તરત બોલ્યા ,
"બધ્ધુજ બહુ ભાવ્યું પણ સૃજન, તને શું લાગે છે ઠળિયાવાળા ગુલાબજાંબુ પહેલી વાર  ખાધા".  અને બધા હસવા માંડ્યા .અન્વીતા શરમાઈ ગઈ એટલે  એનાં સસરાજી કહે ,
"જસ્ટ  જોકિંગ દીકરા ,તે જે પ્રેમથી જમવાનું બનાવ્યું એ જોઈ મારું દિલ ખૂબ આનંદિત થઇ  ગયું છે .
અન્વીતા સમજી તો ગઈ કે ગુલાબજાંબુ  અંદરથી કડક રહી ગયા  છે  ,ત્યાં ફરી એનાં સસરાજી બોલ્યા ,
"અરે દીકરા ગુલાબજાંબુ તો તારા સાસુએ સો પ્રયત્ને શીખેલા ."
             અને સૃજન  અન્વીતાને એટલી તો હાશ થઇ કે ,આટલી હળવી રીતે પપ્પાજીએ અમારો દિવસ અને મહેનત સફળ બનાવી દીધો.

ઘરનો એક મારો ખૂણો

આકાશ અને ચાંદની અચાનક ફ્રેન્ડસ પાર્ટીમાં ભેગા થયા ,
"ઓહ ,આપણે તો સાથે બેડમિન્ટન ટુર્નામેન્ટ માં હતા .વગેરે વગેરે ..."ફરી ઓળખાણ નીકળી અને દોસ્તી -પ્રેમ .એકાદ વર્ષ નાં પરિચય બાદ ઘરે લગ્ન વિષે વાત કરી .ઘરે થી કોઈ નો વિરોધ નહોતો .લગ્ન બાદ ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .પ્રેમ ભરેલા દિવસો અને ઘરમાં બધા સાથે ભળી ગઈ હતી ચાંદની .આકાશ ની પરિણીત બેન નાનકડા દીકરા સાથે ડિવોર્સ લઇ ઘરે પાછી આવી હતી .થોડા સમયમાં અનેક નાની બાબતોને લઇ મનદુઃખ થવા લાગ્યું .ચાંદની કહે",મારાથી આ બધું સહન નહિ થાય .હું મારી જીંદગી ક્યારે સેટ કરીશ ".
કોઈ આર્થિક તકલીફ ન હતી . પોતાનું વર્ક ,પ્રાઈવસી બધુજ ભૂલી જુદા શહેરમાં ફક્ત આકાશ નાં પ્રેમ ખાતર આવી હતી .ઘણી આર્ગ્યુમેન્ટ બાદ ગુસ્સા માં આકાશે પણ કહી દીધું ".મારી મોટી બેન ખાલી મારા પપા-મમ્મીની નહિં મારી પણ જવાબદારી છે અને તે પણ પ્રેમ અને લાગણી થી "અને ચાંદની એ સાંભળી પાછી પોતાના ઘરે આવી ગયી .ઘણી સમજાવટ પછી પણ કોઈ રીતે સમાધાન કરવા બંને તૈયાર ન થયા . 
સમય વિતતા પોતના કામમાં ચાંદનીએ મન પરોવ્યું .ખૂબ આનંદ થી ભાઈનાં લગ્ન થયા અને ફ્રેન્ડ જેવી ભાભી સાથે સરસ સમય જતો હતો .ઓફીસે થી થી ઘરે આવી રૂમમાં જતી હતી .ત્યાં બાજુનાં રૂમમાંથી ભાઈની વાત સાંભળી .ભાભી ,કહેતી હતી .
"એવું જ્યાં હોય ત્યાં બધે સાથે સાથે જવાનું ? અમારે કઈ પ્રાઈવસી જેવું ખરું કે નહિ ?" 
અને ભાઈએ જવાબ આપ્યો "જો ચાંદની મારી લાડકી બેન છે .પાપા મમ્મી ની જ નહિ મારી પણ જવાબદારી છે ."
અને આ સાંભળી ,ચાંદની રૂમમાં જઇખૂબ રડી . વિચાર્યું હું મારું જીવન અલગ રીતે બનાવીશ .પણ એવા કોઈ નિર્યણ માં પપ્પા મમ્મી અગ્રી ન થયા . શું કરે માં- બાપ આવા મોટા શહેરમાં પોતાની યંગ દીકરીઓને સંઘર્ષ કરવા એકલા મૂકી દે? અને ઘરમાં જીંદગીની તકલીફોમાં પોતીકો એક ખૂણો દીકરીઓ માટે ન હોવો જોઈએ ? સાસરે વળાવી દીધી એટલે બધું પતી ગયું ?

અમૂલ્ય વારસો

મણીબા ગામ કોઇનાં  ઘરના વાસ્તામાં અઠવાડિયું રહેવા ગયા ત્યાંમૃત્યુ થયું ને આખું ઘર ઉદાસીમાં ગરકાવ થઇ ગયું. દાદીની વહાલી દીકરી યાશી સાસરે હતી. એનાં બુટીક પરથી સીધી ગામ પહોંચી ગઇ. બધી વિધિ પતાવી દાદીનાં પોતાના બંગલાના રુમમાં ભાઇ સાથે બેસી દાદીને ખૂબ યાદ કરી રડ્યાં.મમ્મીએ આવીને કહયું ,
"ચાલો, જમી લો,"
અને રુમ સાફ કરાવી મણીબાની સાડીઓ વગેરે ઘરમાં કામ કરતાં બેનને અને સ્ટાફ વગેરે ને કહ્યું,
"આ બધા પોટલા લઇ જાવ. "
બધાને સાસુ -વહુનાં ઠંડા-ગરમ યુધ્ધની ખબર એટલે સમય એવો કે બધા ચૂપ રહ્યા,નહીંતર મહા- વાકયુધ્ધ. બધા પાછા કામમાં ને જીંદગીમાં મશગૂલ. મમ્મીની વષઁગાંઠ આવતી હોવાથી યાશીએ ભાઇ અને પપ્પા સાથે મળી પાંચ ડીઝાઇનર સાડીઓ બુટીકના નવાં એક્ઝીબીશનનાં કલેકશનમાંથી  સીલેક્ટ કરાવી. પાર્ટી માં બધાએ બહું વખાણ કયાઁ. મમ્મીની બધી ફેન્ડસે પણ ખૂબ ડેસ અને સાડીઓ ખરીદી.   પપ્પા અને ભાઇએ અભિનંદન  સાથે વાત કરતાં યાશીએ કહ્યું, "મેં સ્ટાફ પાસેથી પૈસા આપી બધું કલેકશન લઇ લીધું હતું. "
પપ્પા અને ભાઇ એકદમ ગળગળા થઇને ભેટી પડ્યા.
અને કહયું......આજે મારીમાને ખરી શ્રધ્ધાજલી મળી. 
"શું થયું?" અરે, ખુશી નાં આસું છે.એક્ઝીબીશન સફળ થયું એટલે. અને બાજુમાં ઉભેલા કોઇ બેન સાથે મમ્મી વાત કરવા માંડી ," અરે,મારી યાશીને તો આ વખતે કોઇનું એન્ટીક કીનખાબી કલેકશન મળી ગયું અને જોરદાર ડીઝાઇન કયુઁ. "
" હા...."પપ્પા એ ટાપસી પૂરી,
"આવો અમૂલ્ય વારસો કોઇ ખૂણામાં પડી રહ્યો હોય .કોઇનું ધ્યાનપણ નહી જાય. આપણી યાશી એ યોગ્ય મૂલ્યકયુઁ ." 

લાઇફ મારી છે

હજું તો છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ને ,ઘરમાં બધાએ માત્રાનાં લગ્નની વાત શરૂ કરી દીધી. ડોક્ટર છોકરા સાથે નક્કી પણ કરી નાંખ્યુ. 6 મહીનાં પછી લગ્ન ગોઠવ્યાં
માત્રાએ થોડોવિરોધ કયોઁ.પણ વિદેશનાં મોહમાં ઘરનાં બધાં જ 'આવું સરસ ન્યાતમાં ફરી નહીં મળે ' કહી ગોઠવી દીધું.દીપાંગ સીવાય એને કોઇ ગમતું નહતું. 3 વર્ષ પહેલાંએન્જીનયરીંગ પાસ કરી સેટલ થઇ રહયો હતો.લગ્ન માટે બે-ત્રણ વષઁનો સમય માંગ્યો હતો. માત્રાએ રીઝલ્ટ આવી ગયા બાદ ચૂપચાપ આઇ.ટી કંપનીમાં જોબ એપ્લાઇ કરી દીધી. વિવાહનાં આગલા દીવસે ઘરેથી નીકળી વુમન્સ હોસ્ટેલમાં જતી રહી. મહીલા સંસ્થાઓ અને પોલીસની સમજાવટથી માત્રાનાં ફેમિલીએ નીણઁય બદલવો પડ્યો. 
માત્રાએ કહયું 'જીંદગી તો બધાને એકજ મળી છે. મારી લાઇફ મારી રીતે જીવીશ.'

સંસ્કારનું દહેજ

 હું નાની હતી ને  લગ્ન પ્રસંગમાં જવાનું થયું.બધા સગાઓ ભેગા થયા હોય .ત્યારે એક વાત સાંભળી હતી તે અહી લખવા માંગુ છું .છોકરીઓને વડીલો કહે ,સાસરે જવાનું એટલે કેટલું અઘરું અને અમારા એક માસીનાં મુંબઈ લગ્ન થયા હતા તેમનો પ્રસંગ રમુજી પણ અને સ્ત્રીની મનની વેદનાં પણ વ્યક્ત કરે છે .લગ્ન કરી ને જાય એટલે સાસરામાં વહેલા ઉઠીને ઘર સંભાળી લેવાનું એવી સલાહ પિયરમાંથી મળી હોય અને નવા ઘર નો ગભરાટ.
માસીએ પહેલે દિવસે સવારમાં વહેલા ઉઠી ઊંઘમાં અડધો પડધો સમય જોયો ઘડિયાળમાં અને ચા તૈયાર કરી ,શાક -દાળ- ભાત અને લોટ બાંધી ને બધું તૈયાર કરી દીધું. .રસોડા માં અવાજ આવ્યો એટલે એમના સાસુજી રસોડામાં જોવા આવ્યા .તો કિચનના પાટલા પર બેસી માસી ઝોકા ખાય .એમના સાસુ બોલ્યા,"અરે આટલા જલ્દી કેમ ઉઠી ગયા હજુ તો પોણા પાંચ વાગ્યા છે ."અને માસી એકદમ શર્માઈ ગયા . 
ઘર તો સાચવવાનું જ હોય છે પણ હજુ એ ૭૦ વર્ષ પહેલાની આ ઘટના ની જેમ જ દીકરીઓ નાં દિલમાંથી સાસરા નો ડર સંપૂર્ણપણે ગયો નથી .

મારો દેશ મારી પણ જવાબદારી

વિનયભાઈ સાંજ પડ્યે બારીમાં બેસીને રોજ સામેના બાગમાં રમતા બાળકોને જોયા કરતા .દીકરો અને દીકરી બંને વિદેશમાં સ્થાયી થયા હતા . પત્નીનાં અવસાન પછી બીઝનેસમાં મન પરોવી રાખ્યું હતું અને દીકરાનાં દીકરાને ઇન્ડિયા ભણવાં માટે ઘરે લઇ આવ્યા હતાં .૧૫ વરસનો નિર્વાક દાદાનો લાડકો અને વિનયભાઈ તો કહે ,"ઘરે પણ હેલ્પીંગ સ્ટાફ હોવા છતાં મારો નિર્વાક દાદાની દવા ને યોગાનો ટાઈમ બધું જ જાળવે . દાદા, સાથે બેડમિન્ટન રમવા ક્લબમાં પણ લઇ જાય."અભ્યાસમાં તેજસ્વી નિર્વાક કમ્પ્યુટર પર નવું નવું સર્ચ કરતો .
દીકરા વહુ સાથે અને દીકરી જમાઈ સાથે બધા રાત્રે વિડિઓ -કોલિંગ પર વાતો શેર કરે .અમેરિકા -લંડન -ઇન્ડિયાની વાતોની સરખામણી થયા કરે .ફ્રેન્ડસની પાર્ટી હોય તો પણ દાદા ખૂબ સાથ આપે .એક દિવસ અચાનક વિનયભાઈને કોમ્પુટરનું કામ હોવાથી નિર્વાકનાં કોમ્પ્યુટર પર બેઠા .અને જે પ્રકારની પોર્ન વેબસાઈટ અને ગાળો ભરેલી ભારતીય ભાષામાં લખેલી સેક્સ -સ્ટોરીઓ અને તે પણ છોકરાઓ ગ્રુપમાં એકબીજા સાથે શેર કરે .અને વિનયભાઈનું મગજ ચકરાવે ચઢ્યું .સેક્સ સ્ટોરીઓ એટલી સિફતથી જનરલ
વાર્તાઓ સાથે ગોઠવેલી કે રોમાન્ટિક વાર્તા વગેરે ખોલતા ઝડપથી ધ્યાનમાં આવે . ખૂબ વિચાર કર્યા પછી વિનયભાઈએ હાઇસ્કૂલનાં વાલી એસો .નો સંપર્ક કર્યો . બધાએ મળી ચુપચાપ સાઈબર ક્રાઇમનો સાથ લઇ વધુ કડક કાયદાઓ માટે અપીલ કરી .
નિર્વાકને ધીરે ધીરે સાથે બેસી સરસ સાહિત્ય વગેરે તરફ વાળવા પ્રયત્ન કર્યો .પણ અંદરથી તૂટી ચુક્યા હ
તા .ટેકનોલોજીની સાથે વિકાસ પામી રહેલા દેશનાં યુવાધનને જ્ઞાનનાં સાગર સાથે રહેલા વિષથી કઈ રીતે બચાવશું અને દીકરા વહુને આખી વાત સમજાવી ,પોતે હવે આગળ જતા સમયમાં વધતી ઉંમરે નિર્વાક પાછળ કરી રીતે રહી શકશે. 

આખરે એમના દીકરા વહુએ ઇન્ડિયા આવી સાથે રહેવા નો નિર્યણ લીધો .
"અમે સતત સાથે રહીને એને સારા માર્ગે વાળશું અને આપણે અંગ્રેજો સાથે ની કે બીજા દેશો સાથે ની લડાઈ ની ચિંતા કરવાને બદલે આપણાં યુવાધન ને દુષિત કરનાર સમાજ નાં જ દુશ્મનો સાથે મળી ને લડત આરંભીશું ."

નવો પ્રશ્ન

એક દિકરી લગ્ન કરીને સાસરે જાય છે .થોડા દિવસ પછી એની મમ્મીને પ્રશ્ર પૂછે છે , કે હું અહીં લીવીંગરુમમાં  બેસી ટી.વી. જોતાં જોતાં જમતી હતી ,એ રીતે ત્યાં નહીં જમી શકાય.
પણ એ લોકો તો એવી રીતે બેસીને જમે છે .
મમ્મીએ કહ્યુ, સ્ત્રીઓ સાસરે જાય છે ,પૂરૂષો નહી ,એટૅલે નિયમો જૂદા. 
આ કેવુ? .