Wednesday 12 October 2016

લડત સત્યની

"પ્લીઝ ,જલ્દીથી ડોક્ટર ને બોલાવો ,મારા પતિ ને જુવો ને શું થઇ ગયું છે ....બે વાર ઈન્ડીકેટર બઝ કર્યું પણ આ સ્ટાફ ......."
શહેર ની ખ્યાતનામ હોસ્પિટલ ના રૂમ માંથી બૂમ પાડતી શર્વરી ફ્લોર ઓફીસ પાસે દોડી. .અચાનક વધુ બગડી હતી સૌરવ ની તબિયત .રેસીડેન્ટ ડોક્ટર ધૃતિ રૂમ માં દોડી આવી .અડધો કલાક પહેલા તો નવી ગ્લુકોઝ આપી હતી .બધું ચેક કરી ડોક્ટર ને ફોન કર્યો અને અચાનક એનું ધ્યાન બોટલ પર ગયું .કઈ પણ બોલ્યા વગર બોટલ લઇ બીજી નવી બોટલ જોઈન્ટ કરી .પણ સૌરવ ને ખૂબ અસર થઇ હોવાથી બચાવી નહિ શકાયો . અને શર્વરી ........ એકદમ અવાચક થઈ પાગલ ની જેમ ધૃતિ ને ઝંઝોડી રડવા માંડી ."શું થઇ ગયું ,આવી રીતે કેમ થયું ....જલ્દીથી પોલીસ ને બોલાવો .જરૂર કઈ ભૂલ થઇ લાગે છે ...."
ધૃતિ આશ્વાસન આપતા બોલી ."તમે પહેલા શાંત થાવ .તમારું દુખ સમજી શકું છું છું તમે કહો એમ જ કરશું બસ. " 
પંદર દિવસ ની સારવાર પછી સ્વસ્થ થઈ રહેલા સૌરવ નું અચાનક મૃત્યુ થવું આશ્ચર્યજનક હતું.પોલીસ તપાસ માં નકલી દવા હોવાનું સામે આવ્યું .હોસ્પિટલ માં ચાલી રહેલી ગેરરીતી વિષે એક બે વાર ધૃતિ ને શંકા ગયી હતી ,અને આજ નું આ પેશન્ટ નું મૃત્યુ થવાથી સાચે જ અંદર થઈ હાલી ગઈ .કોર્ટ કેસ દરમિયાન સાક્ષી થઇ અને હોસ્પિટલ માંથી આપવામાં આવેલી બધી ધમકી તથા પોતાની જોબ ગુમાવવાની તૈયારી સાથે હોસ્પિટલ નીદવાઓ અંગે ની ગેરરીતીતથા મળેલા ડોક્ટર ગ્રુપ અને નવોદિતો ને મોઘમમાં ચુપ રહેવાનું દબાણ કરતા .વગેરે બધું ખુલ્લું પાડ્યું .
અને શર્વરી ને વળતર પણ મળ્યું .કોર્ટ માં ધૃતિ ને વળગી પડતા શર્વરી કહે "ધૃતિ ,મેં પતિ ગુમાવ્યો .પણ આ દુનિયા માં હું હવે એકલી નથી .મને મારી દીકરી જાણે એના પિતા માટે લડતી હોય એવું લાગ્યું .દીકરા ,તારા જેવા સાચા યુવાધન માટે આ દેશ ગર્વ અનુભવશે . અને તું પણ એકલી નથી તારી સચાઈ ની લડાઈ માં હું તારી સાથે છું ." 

મારો દોસ્ત

"એક એવી  છે અસર  આપની આંખમાં,
તરસ્યા ની તરસ છીપે  આપની આંખમાં. 
ગઝલનો છેલો શેર વાંચ્યો અને તાળીઓનાં ગડગડાટ વચ્ચે મીત્રાંગને બધાએ અભિનંદન આપ્યા . કોલેજનાં  જુના  મિત્રોએ મળી ઇન્વાઇટ  કર્યો હતો. ખૂબ મોટા ગજાનાં શાયર તરીકે દેશ- વિદેશ માં નામના મેળવી હતી. પોતાના C .A નાં પ્રોફેશન સાથે પણ સાહિત્ય સાથેનો પ્રેમ અકબંધ હતો. આટલી ભીડ વચ્ચે સફળતાનાં આનંદ સાથે દિલમાં કઈ આછું આછું ચમકતું હતું .અને કૈરવીને જોતા એ ચમક આંખમાં હસવા માંડી .એકદમ લાલ ગુલાબ અને નાનકડી ભેટ સાથે કૈરવી એ અભિનંદન આપ્યા .
"થેન્ક્સ,તું આવી એજ મારે મન એવોર્ડ સમાન છે . દિલ્હી જેવા શહેરમાં થોડા જુના ફ્રેન્ડસ અને અતીતનો મન  ભીંજાવતો સહારો ....."
અને ચશમાંની  પાછળથી  મીત્રાંગ ની આંખમાં આંસુ ચમક્યાં. 
આ શહેર સાથેની થોડી કડવી યાદો એટલેકે  કૈરવીની જુદાઈ, એના મોટાભાઈ સાથેના ઝગડા ને કારણે. એકદમ અંગત દોસ્ત હતો એનો ભાઈ વ્રજેશ સીંગ .અસ્સલ પંજાબી મિજાજ .કૈરવી સાથેનાં  પે્મસંબંધની જાણ થતાં બે-ત્રણ થપ્પડ સાથે દોસ્તીનો અંત  અને  દિલમાં સોંસરવા ઉતરી  ગયેલા શબ્દો "સાલે,ગુજ્જુ તેરી ઓકાત ક્યા હે "
કંઈ  પણ જવાબ આપ્યા વગર ચુપચાપ શહેર  છોડી જતો રહેલો .આજે  ૧૫ વર્ષ પછી આવ્યો છે .અચાનક ઇન્ટરનેટ   દ્વારા ખબર પડી  કે કૈરવી  લગ્નનાં દબાણ ને વશ નહોતી થઇ .આજ સુધી કોઈ ખબર રાખી નહોતી એણે એની .અમેરિક ની  સતત ભાગતી જીંદગી સાથે રીતસર ભાગ્યો  હતો .
પોતાની હર્દયનાં કપાઈ ગયેલા હિસ્સાને સામે જોતાં કૈરવીનાં નિસ્તેજ ચહેરા પર પણ થોડી ચમક આવી .
"લેવા જ આવ્યો છું,ચાલ , આજે તારા ભાઈને ઓકાત બતાવી દઉં "કારમાં બેસી હોટલ તરફ જતાં  મીત્રાંગ બોલ્યો .કૈરવી ચુપ રહી .ઘરનાં કંપાઉંડમાં એક   નાનો છોકરો સાઈકલ ચલાવી રહ્યો હતો .
"અરે બુઆ ,મેરી ચોકલેટ કહાં હે ?'કહી વળગી પડ્યો ."
"યે અંકલ આપકે લિયે બહોત સારી ચોકલેટ લાયે હે " મીત્રંગ સમજી ગયો આ વ્રજેશનો દીકરો જ  છે .
ઘર તો જાણે ઓળખાય એવું રહ્યું જ નહોતું .અંદર પ્રવેશતા જ સામે વ્રજેશનો હાર ચઢાવેલો ફોટો જોઈ .એકદમ પાછળ ફરી કૈરવી સામે જોયું ."લાંબા સમયની કેન્સરની બીમારીમાં....."   ઘર ની હાલત કૈરવી નાં વહેતા આંસુ અને સાવ નંખાઈ ગયેલી હાલત વાળી વ્રજેશની પત્ની દીલ્જીતને જોઈ આવી ગયો .
"ફોટા પાસે જઇ બહુ રડ્યો " નાં નાં  આવો બદલો મારા દોસ્ત માટે મેં સપને પણ વિચાર્યો નહોતો ."
થોડા દિવસ પછી કૈરવી સાથે લગ્નનું નાનકડું ફંક્શન યોજ્યું અને  દલજીત -તથા દીકરાને સ્પોન્સર લેટર આપી કૈરવીને લઇ  અમેરિકા પાછો ફર્યો . 
-મનીષા જોબન દેસાઇ

સ્પધાૅ

તીપ્સા રસ્તો ક્રોસ  કરી સામે જવા આગળ વધતી હતી કે બાજુમાંથી કોઈ હાથ પકડ્યો ,"શું કરે  છે ?દેખાતી નથી ને કંઈ  ?"
 
"ઓ ,નેન્સી તું ?"
 
અને બંને સાઈડ પર ઉભા વાતો કરવા માંડ્યા .૩-૪ વરસ  પછી આજે મળતા હતાં.નેન્સી પરણીને બીજા શહેરમાં જઇ રહી હતી.થોડા સમયમાં લગ્ન હતાં ખરીદી માટે નીકળી હતી .
 
"લગ્ન ની કંકોત્રી આપવા  તારા ઘરે આવી હતી પણ કોઈ હતું નહિ એટલે બાજુમાં આપી ગઈ હતી.ચોક્કસ  આવજે" 
 
તીપ્સા અને નેન્સી બંને વચ્ચે કાયમ થોડા માર્ક માટે ફર્સ્ટ - સેકંડની રસાકસી રહેતી .બેઉના મન ઊંચા  થઇ જતા.નેન્સી હમેશા ફર્સ્ટ આવતી હતી .એણે તો માસ્ટર્સ પણ કર્યું ,લગ્નનો લહાવો પણ એને પહેલો મળવાનો તીપ્સાનાં મનમાં જરા તણખો ઝર્યો, પણ હવે એ બધું શું વિચારવાનું ?કોલેજ સમયે તો એવું બધું ચાલ્યા જ કરે .થોડા સમયમાં તીપ્સાનાં પણ  શહેરનાજ એક સરસ ઘરમાં ગોઠવાઈ ગયા .એનો હસબંડ પ્રશીત જાણીતા સેરામિક  ગ્રુપનો માલિક હતો. નેન્સી  બીજા શહેરમાં હતી .એ અને એના હસબંડ જાણીતી કન્સ્ટ્રકશન  કંપનીમાં સાથે હતા.રીસર્ચ વિભાગ સંભાળતી નેન્સી બહુ બીઝી રહેતી કોઈ વાર તીપ્સા સાથે ચેટીંગ કરી લેતી .આખરે સ્ટેટસમાં નેન્સી તીપ્સા કરતા આગળ જ હતી .નેન્સીનો હસબંડ કંપનીનો મેઈન  એન્જીનીઅર  અને પર્ચેઝિંગ વિભાગ પણ એને સંભાળવાનો .તીપ્સા પણ થોડો સમય પછી પોતાની ફેક્ટરીની ઓફિસે જવા માંડી .નેન્સીની કંપની સાથે કોમ્યુનીકેટ  કરી પોતાની સેરામિક કંપનીનું મોટા ઓર્ડર  માટે કોટેસન મોકલ્યું .નેન્સીનો  હસબંડ નીલાભ  ઓફિસે મળવા આવ્યો અને ફેક્ટરીની વિઝીટ વગેરે ગોઠવી .અને મોટો ઓર્ડર કન્ફર્મ કર્યો .નીલાભને ડીનર વગેરે પર લઇ ગયા અને બીજીવાર નેન્સીને પણ લઇ આવવા કહ્યું .
 
"તમે બન્ન્રે  બહેનપણીઓ મળીને જ નક્કી કરજો ને .એ તો ફ્રી પડતી જ  નથી "
   
વાતવાતમાં તીપ્સા એટલું તો સમજી ગયી કે હજુ નેન્સીને નીલાભ બરાબર સેટલ નથી .હમણાજ નવા ફ્લેટ પર રહેવા ગયા છે .પહેલી સફળતા પછી બેજ મહિનામાં બીજા ૩-૪ પ્રોજેક્ટનો ઓર્ડર પણ મળ્યો .તીપ્સાએ મેસેજ કર્યો "અમારી કંપનીને આટલા  ઓર્ડર મળ્યા તો ટુરનું હાલ્ફ પેમેન્ટ મારા તરફથી "
 .નીલાભ અને નેન્સીને યુરોપની ટુર માટે મનાવી લીધા. ચારેય જણ યુરોપ ટુરમાં ફર્યા અને દોસ્તી ઓર પાક્કી થઇ . તીપ્સા સાથેના આર્થીક ફરકને લીધે નેન્સી થોડું ડિસ્ટન્સ રાખતી .સમય વિતતા નીલાભને  તીપ્સાએ આગલા ૫-૬ બીજા પ્રોજેક્ટ માટે પણ કન્વીન્સ કર્યો .એકદમ ઈન્ટેલીજંટ  નીલાભ પણ લક્ઝેરીય્સ લાઈફ સેટ કરવા માંગે છે એવો ખ્યાલ તીપ્સાને આવી ગયો .પ્રશીત તો નવા શહેરોમાં મેન્યુફેકચરીંગ  યુનિટ સ્ટાર્ટ કરવાનો હોવાથી ખૂબ બીઝી રહેતો .બધી ડીલ તીપ્સા જ હેન્ડલ કરતી .નીલાભ હોટલ પર આવી ગયો છે નો મેસેજ  મળતાં તરત ફોન કર્યો .
 
"વેલકમ ,નીલાભ કેમ છો ?આજે એક દિવસ વહેલા આવી ગયા ?"
 
"ઓહ યા ,સવારની ફલાઇટ  અવેલેબલ નહોતી ."
 
"ઇટ્સ ઓકે નાઈસ કર્યું .કાલે વહેલી સવારથી તમને ૫૦  કી .મી પર બીજું યુનિટ પણ બતાવવાનું છે જેમાં નવી લેમિનેટ ટાઈલ્સનું ડીઝાઇન સેક્શન પણ છે .તમારું સજેસન જરૂરી છે .પ્રશીત તો નવા યુનિટની પરમીશન માટે  અચાનક દિલ્હી ગયા છે "
 
"ઓહ ,તો હું નેકસટ વિક આવતે "
 
"કેમ હું નથી ?મારી કારમાં સાથે જઇ આવીશું .તમારો કીંમતી ટાઈમ બગડે તે કેમ ચાલે ?"
 
"ઓહ થેન્ક્સ નાઈસ ઓફ યુ .તમે છો તો ચિંતા નથી .યુનિટ જોવાની વાત પ્રશીતે કરી હતી એટલે રીટર્ન ટીકીટ નહિ લીધી એકસાથે કામ પતાવીને  જ જઈશ "
 
"અત્યારે શું કરો છો ?એ હોટલ નું જમવાનું એટલું સરસ નથી કોઈ સારી રેસ્ટૉરનટમાં જમવા જવું હોય તો તેમ નહિ તો ઘરે જમવા આવો .હું આમ પણ કઈ બહારથી મંગાવાનું વિચારતી હતી "
 
"અરે તમને તકલીફ આપવાની ..."
 
"એમાં શું ? તૈયાર થઇ જાવ લેવા આવું છું "
 
"ઓકે  મેડમ ,તમારો હુકમ " તીપ્સા હસવા માંડી ,
 
"એઈ પ્લીઝ ,ડોન્ટ એમ્બ્રેસ મી " સામે નીલાભ પણ હસી પડ્યો .એના હસવા સાથે વરસાદનું ઝાપટું આવ્યું અને તીપ્સા તૈયાર થતી બાલ્કનીમાં જઇ વાંછટને માણતી ગીત ગણગણવા માંડી .જલ્દીથી સાડી પહેરી ૧૫-૨૦ મીનીટમાં હોટલ પહોચી પાર્કીંગમાં રાહ જોઈ ઉભી .કાર સુધી પહોચતા તો નીલાભ ખાસ્સો ભીંજાઈ ચુક્યો હતો. અંદર બેઠો એટલે તીપ્સા ,"પહેલા આ ગરમ કોફી રસ્તેથી લાવી એ પી લઈએ અને તમે તો એકદમ ભીંજાઈ ગયા છો "કહી નેપકીન આપ્યો .
 
"ઓહ આ વરસાદ અનસરટેઇન  ......" ને નીલાભ 
 
"લાઈફ જ એકદમ અન્સરટેઈન છે .આજની સાંજ આ રીતે અનબીલીએબલ ..."
     
તીપ્સા સામે જોઈ હસી પડી .આપવા માટે હાથમાં પકડી રાખેલો કોફીના કપની વરાળ માંથી જોતા એકદમ ઘુન્ઘરાળા ભીના વાળ અને એની લટ નીલાભના કપાળ પર અદ્ભુત લાગતી હતી .એનો ગૌરવણ ચહેરા પર લાલાશ છલકી રહી હતી .એંની નજર સાઈડ પરથી તીપ્સાને જોઈ લેતી હતી .
 
"થેન્ક્સ ,ફોર કોફી "
 
"હવે બધી ફોર્માલીટી છોડવાની મહેરબાની કરશો,નીલાભ ? ને નીલાભે એને તીરછી નજરે જોતા કહ્યું "તમે કહેવાનું બંધ કરશો ?"
 
"એ પહેલા તમારે ..ઓહ આ વરસાદ ....ઓપન રેસ્ટોરનટમાં તો નહિ જવાય .શું કરીએ ?" થોડી વાર બંને ચુપચાપ વિન્ડો બહાર જોવા માંડ્યા .
 
"ઘરે જઈએ? "
 
"મારી હોટલનાં રૂમ પર બેસી જમવું હોઈ તો એમ કરીએ " તીપ્સાએ કંઈ પણ જવાબ આપ્યા વગર ગાડીને ટનઁ મારી ઘર તરફ લીધી .
 
"મને તમારી મરજી ગમે છે આફ્ટર ઓલ યુ આર ધ બોસ ." .
 
"હા ,બસ તમને ઉઠાવી જતી હોઉં એવું જ લાગે છે " નીલાભને  તીપ્સા એકબીજા સામે જોઈ હસવા માંડ્યા
   
ઘરે પહોચી ખાવાનું ઓર્ડર કરી દીધું અને નીલાભને ઘર બતાવતા "તે દિવસે તો તમે ને નેન્સી ઉતાવળમાં હતા તે જસ્ટ જ્યુસ પીને નીકળી ગયેલા,પ્રશીત અહી હોતે તો ડ્ીંક ઓફર કરતે "
 
"it's ઓકે  હું રોજ નથી પીતો"  એકદમ  આલીશાન બંગલો વૈભવશાળી રહેણીકરણી. એટલામાં જમવાનું પણ આવી ગયું . .અને પછી બંને મોકટેલ લઇ બેડરૂમની સાથેના સીટીંગમાં બેઠા ,કાચની બારીમાંથી વરસાદ લાઇટ અને રંગીન ફૂલોની વેલો સાથે રંગીન લાગી રહ્યો હતો .
   
એટલામાં નીલાભનાં  મોબાઇલ પર મેસ આવ્યો .નેન્સી કોઈ રીલેટીવનાં ફંક્શનમાં  ગઈ હતી તેના ફોટા હતાં .નીલાભ તીપ્સાને ફોટો બતાવ્યા ."અરે નેન્સીને આંખે ચશ્માં પણ આવી  ગયા  ?"
 
"હા ,રાતે ઘરે પણ ૨-૩  વાગ્યા સુધી પેપરવર્ક રહે એટલે કોમ્પુટર પર જ હોય .હજુ લગ્નને તો ૫ વરસ થયા ને કેટલી ચેન્જ થઇ ગઈ .આમ પણ એને બહુ શોખ નથી .મને તો આમ સરસ તૈયાર થાય એવી સ્ત્રીઓ બહુ ગમે ." બોલી નીલાભ એકમ ચુપ થઇ ગયો.તીપ્સા પણ બારી બહાર જોવા માંડી .
 
"તમને સાડીમાં પહેલીવાર જોયા.ખરેખર બહુ સરસ લાગો છો."
 
"થેન્ક્સ,"શિફોનની ગ્રીન કલરની સાડી અને સિલ્કનાં બ્લાઉઝમાં તીપ્સા એકદમ સુંદર દેખાઈ  રહી હતી.હાથમાં નાજુક  બ્રેસલેટ અને છુટ્ટા વાળમાં નાનકડું ગુલાબનું ફૂલ  નાખ્યું હતું .ગુલાબી નેલપોલીશ વાળી આંગળીઓથી  મોકટેલનો ગ્લાસ હોઠ સુધી લઇ જતા નીલાભને ઝીણું સ્માઈલ આપી જોઈ રહી .
 
"પ્રશીતને તો ગમે તેટલું તૈયાર  થઈએ.જોવાની કંઈ પડી  જ નહિ હોય .પૂછીએ તો માંડ "ઓકે" જેવો જવાબ મળે." પછી ઉભી થઇએણે બનાવેલા થોડા કેનવાસ પેન્ટિંગ  નીલાભને બતાવ્યા .
"ઓહ વેરી નાઈસ ,આટલા ટેલેન્ટેડ  છો ?પેન્ટિંગનું કોઈ એકઝીબીશન  કરતા હો તો ?
 
"હા મારો વિચાર છે પણ પ્રશીત એગ્રી નથી એને એવું  બધું  નહિ ગમે"
 
"ઓહ"
 
"મારું  મનતો એટલું ગૂંગળાય ,સરખાં શોખ અને વિચાર ન હોય તો જીવવું સજા થઇ જાય.ઓફીસ અટેન્ડ  કરું છું તો થોડું  સારું લાગે છે . "
 
"હા ....સાચું છે "કહી  ઉદાસ નજરે તીપ્સા સામે જોયું .
 
"તમે કેવો આમ તરવરતો પ્રતિભાવ આપો એવું લાઈવ વ્યક્તિત્વ મને બહુ ગમે "
 
"થેન્ક્સ તીપ્સા,તારા મનની કોઈ પણ વાત હોય મને બેફીકર થઇ કહી દેજે પોતાનો સમજી "
 
"પોતાના લાગ્યા એટલે તો આજે આપણે આટલા નજીક છીએ .બાકી હું કોઈ સાથે ખાસ...." અને નીલાભે ...
"આટલા સુંદર  પેન્ટિંગ બનાવનારના તો હાથ ચૂમી લેવા જોઈએ "કહીને તીપ્સાનો હાથ ચૂમી લીધો .અને તીપ્સાએ એકમ શરમાઈને નીલાભનાં  ખભા પર મોં છુપાવી દીધું .નીલાભ તીપ્સાનાં  રેશમી વાળમાં આંગળીઓ ફેરવવા માંડ્યો .
 
"ઓકે  ,હું હવે નીકળું "કહી "એકદમ  સ્વસ્થ થવા પ્રયત્ન કરવા માંડ્યો . પણ એની આંખો તીપ્સાની આંખો પર ઝુકેલીહતી અને જાણે કહી રહી હતી કે એણે એક સેકંડ  માટે પણ તીપ્સાથી દૂર નહોતું જવું .
 
"આજે આ વરસાદની જેમ તારી પર  વરસ્યા કરવાનું મન થાય છે."
 
"તો વરસી જાને,વાદળની જેમ ઉડીને દૂર કેમ જાય છે ?"અને ડોર તરફ જતાં નીલાભે  એને આલીંગનમાં  જકડી લીધી .તીપ્સા કોઈ અદમ્ય રીતે વંટોળમાં ફંગોળાઈ રહી હતી,એક ગોળગોળ ઘૂમતું હવાનું તોફાન જેમાં તીપ્સા  અને નીલાભ  પોતાને બચાવવાના બધા પ્રયત્નને કરતાં રહ્યા પણ ...સવારનાં ૪ વાગી ગયા હતાં.તીપ્સાનો હાથ એના ગળા પાસેથી ખસેડતા  નીલાભે ઘડિયાળમાં જોયું .તીપ્સા પણ એકમ જાગી .
 
"ઓહ, નીલાભ મારી ગાડી  લઈને હોટલ નીકળી જા.હું સવારે ૧૦;૩૦ તૈયાર રહીશ અહીં જ આવી જજે "
 
નીલાભ તીપ્સાને  ગુડબાય કિસ કરી નીકળી ગયો .બીજો દિવસ આખો સાથે ફેક્ટરી યુનિટની વિઝીટ કરી રાત્રે આવતા બહાર રિસોર્ટમાં જમીને આવ્યા અને પાછા આવતાં.
 
"કાલે સવારની તો તારી ફ્લાઈટ  છે.પાછો ક્યારે મળશે ?"
 
"આજની રાતનો તારી સાથેનો ઉજાગરો અને ૨ કલાક પ્લેનમાં ઊંઘી લઈશ ."
 
"તો પણ એ તો અધૂરું જ લાગશે "
 
"બસ ,આવું અધૂરું મળતાં મળતાં જ પુરા થઈશું "
         
દિલમાં છલકતો પ્રેમ અને સભરતાનો અહેસાસ કરતી તીપ્સા  ભીની આંખે એરપોર્ટ પર નીલાભને મુક્વાં ગયી .ખુબ મેસેજ કરતા  અને જિંદગીની ભરપૂરતા અનુભવતા .તીપ્સા નેન્સીનાં નીલાભને પોતાનો બનાવી લઇ એને હરાવ્યાનો  એક છૂપો આનંદ પણ અનુભવતી હતી અને નીલાભનાં પ્રેમમાં ઓર ડૂબતી જતી હતી.પ્રશીત તો આવીને મોડી રાત સુધી કોમ્પુટર પર પોતાના કામમાં બીઝી રહેતો .અચાનક એક દિવસ કબાટનાં ડ્ોઅરમાંથી  કાગળપર લખેલો એક પાસવર્ડ મળ્યો .કંપનીનાં બધા પાસવર્ડ તો તીપ્સા જાણતી જ હોય .એને ખૂબ નવાઈ લાગી .એણે કુતુહલવશ કોમ્પુટરમાં પ્રશીતના એકાઉન્ટ  નંબર વગેરે ચેક કરી જોયા .આખરે એક સોશીઅલ વેબનાં મેસેજ નું નોટીફીકેસન  જોતાં એણે પાસવર્ડ એન્ટર કરી જોયો અને સામે નેન્સી નો મેસેજ 
 
"હાઈ ડીઅર પ્રશીત ,લોટસ ઓફ લવવિશ  ફોર યોર અપકમિંગ  બર્થડે એન્ડ થેન્ક્સ ફોર સેન્ડ મી બ્યુટીફૂલ જીન્સ-ટોપ એન્ડ એરિંગ ." તીપસા એકદમ ચકરાઈ ગઈ .આગલું ચેટીંગ વાંચતી ગઈ પશીતે લખ્યું હતું ,
 
"માય ડીઅર નેન્સી ,તારી સાદગી ભરેલી ઊંડી આંખોમાં ખોવાયેલા રહેવાનું જ મન થયા કરે છે આટલા વરસો તે જે ચુપકીદીથી મારા પર પ્રેમ ઢોળ્યો છે એમાં મારા અંતરને  કોઈ અલભ્ય ખજાનો પ્રાપ્ત થયો હોય એવું અનુભવાય છે .યુરોપ ટુર વખતે તારી બુદ્ધિમતાનો તેજ્તીખરો મેં પારખી લીધો હતો .જીંદગીની ફિલોસોફી અને ગંભીર અભિગમમાં તારા પ્રેમનું ઊંડાણ સમાયેલું છે .યુરોપ ટુર વખતે જ તને સ્ટેપ્સ પરથી સરકી જતી પકડી લીધેલી ને મારા દિલને  થયું આજ મારાં સપનાની રાજકુમારી છે જેને મેં ફરી પામી લીધી છે .તારી સાદગી નીચે છુપાયેલી પ્રેમની આગમાં હું જયારે કલકત્તા આવું ત્યારે લપેટાઈ જાઉં છું એ મારા જીંદગીની અવર્ણનીય ક્ષણો હોય છે .તીપ્સાની ઉચ્છલતા  અને ફેશન્પરસ્તા મને જરાયે આકર્ષી શકી નથી . મારા લખેલાં ફિલોસોફીકલ થોટ્સ તેં ઈંગ્લીશ મેગેઝીનમાં શેર કર્યા તેને માટે  થેન્ક્સ. તું ચશ્માં સાથેના ફોટાેમાં વધુ સુંદર દેખાઈ રહી છે .જીન્સ ટોપ સાથે જે સ્ટાઈલથી બેઠી હોય છે ને હું તને અસંખ્ય ચુંબનોથી નવડાવી દવું છું .બે દિવસ આગળ તારી સાથે બર્થડે સેલીબ્રેટનો પ્રોગ્રામ કર્યો છે .હોપ નોટ બીઝી .લવ યુ" 
 
અને ભયંકર ગુસ્સની આગ સાથે તીપ્સા કીબોર્ડ પર હાથ પછાડી ખુરશી પર ફસડાઈ પડી .નેન્સી તું હજું પણ મારાથી આગળ જ છે .

ભેટ

માર્ટીના બેનનાં સુંદર સુઘડ ઘરમાં પ્રવેશતાની સાથે પહેલી નજરે અત્યંત પ્રભાવશાળી , સ્ટ્રીક બ્રિટીશ લેડી લાગ્યા.મારો દીકરો એમને ત્યાં સ્ટડી  માટે પેઈંગ ગેસ્ટ .એમને કોઈ ગીફ્ટ આપવા  વિચાર્યું ,ઘર માં બધે ફરતા  કિચનમાં ખૂબ જુનો ફૂડ માટે નો વજનકાંટો  દેખાયો . મનમાં મેં વિચાર્યું આ રિપ્લેસ ગીફ્ટ અપાય .મારું ૨-૩ વાર એમાં ધ્યાન ગયું જોઈ અચાનક એ બોલ્યા ,"આ મારા પપ્પા મમ્મીનાં ઘરની નિશાની છે ".
૬૫-૭૦ વર્ષના એ બ્રિટીશ લેડી ની Tradition  પ્રત્યે ની અને પપ્પા  મમ્મી  માટેની ઈમોશનલ વેલ્યુની લાગણી મને ખૂબ સ્પર્શી  ગઈ .

પાલીબાનું રસોડું

પાલીબાનું રસોડું એટલે જાણેકે  મંદિરનું   ગર્ભગૃહ . અત્યંત ચીવટવાળા  પાલીબાનો દીકરો  રાકેશ એન્જીન્યરીંગનું અમેરિકામાં ભણી  વિદેશી પત્ની  વિન્ચીને લઇ વેકેશન માં આવ્યો   હતો . વહુ પણ પ્રેમાળ અને  રીસ્પેક્ટવાળી  બધા સાથે આનંદથી  ભળતી હતી .સવારમાં નાસ્તાંનાં સમયે રાકેશ પેપર   વાંચતો હતો ,  અચાનક પાલીબાની બુમ સંભળાઈ ...
".હે રામ મારો  ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો ".રાકેશ રસોડા માં ધસી ગયો
".શું થયું ? "
પાલી બા બોલ્યા ,"અરે આ તારી વહુ તો માટલા માંથી પાણી પીધા પછી ફરી એમાં રેડી દે છે ."
રાકેશ કહે ..
"ઓહ માય ગોડ." અડધુપડધું સમજતી વિન્ચીને  expration  જોઈ ખ્યાલ  આવી  ગયો કે  કંઈ ભૂલ થઇ  લાગે  છે , એ સામે  જોવા  લાગી   એટલે  રાકેશે   પૂછ્યું .વિન્ચી કહે ,"આઈ heard કે ઇન્ડિયામાં પાણી ની બહુ  તકલીફ છે and આપણાં મોમ બકેટમાં પાણી લાવી  પોટમાં રેડે .  સો આઈ થોટ કે save water ."
       
તો ,પાલીબા કહે," દીકરા હજું મારા કુવામાં ઘણું  પાણી  છે . "
અને બંને માં દીકરાએ   હસતા હસતા વાત વાળી  લીધી .

ભેદભાવ

ઓફિસેથી   ઘરે પહોચતાંની સાથે  ઝલક એના નણંદ વગેરે ને  આવેલા જોઈ લીવીંગ રૂમમાં બેસી વાતે વળગી .પોતાની ઓફીસનાં વર્ક  સાથે સોશિઅલ  જવાબ દારી  હોવી જરૂરી એવું માનનારા સાસુ  જયનાબેન  સ્વભાવે ખૂબ આકરા.સસરાજી થોડા ઋજુ સ્વભાવનાં. બહારગામથી લગ્નમાં આવેલ નણંદ એમની જૂની ફ્રેન્ડ ને મળવા નીકળી ગયા . પતિ ને પોતે જ પીરસવું ,એમ ટેબલ પર ગરમ બોવ્લ મૂકી દો તે નહિ ચાલે એવો  આગ્રહ ઝલક નો હસબંડ પાર્થેશ પણ રાખતો થઇ ગયેલો .નંદોઈ વગેરે ને જમાડી . જલ્દી  થોડું  ખાઈ લીધું . ફ્રેશ  થઇ પાછી વાતો ચાલતી  હતી .સાસુજી એમની મંડળ ની નવી ફ્રેન્ડ સાથે  મોબાઈલ પર વાતે વળગ્યા હતા  ",અરે મારી નિર્વા  આવી છે  બરોડાથી  ૩-૪  દિવસ રહેશે વગેરે .દીકરીનાં સુખી સાસરાની વાત કરતા કહે મારા જમાઈ તો એકદમ ભગવાનનાં માણસ .નિર્વા  નાં સંગીત મંડળ વગેરેનાં પ્રોગ્રામ હોય અને કેટલી એક્ટીવીટીમાં ઇન્વોલ્વ .અમારા આયુષકુમાર તો બધું જાતે  મેનેજ  કરી લે."
           અને આ સાંભળી આયુશ કુમારે ઝલક સામે જોયું , .ડબલ standard વર્તન વાળા સાસુજીથી પરિચિત આયુશકુમાર  ઝલકની આંખો નું દર્દ સમજીગયા. પોતાની દીકરી સાસરે આરામી જીવન જીવે તે ગમે અને પોતાની વહુ ......
આ કેવો ભેદભાવ ?

વિરહ હસ્તરેખાનો

શીરવા અને આજઁવ એક જ ઇનસ્ટીટયૂટમાં સાથે ખૂબ મીત્રતા.આજઁવ મનોમન ચાહે પણ કહેવાયું નહી.બથઁડે પાટીઁમાં આવેલ આજઁવનો કઝીન નીરમન પણ ખૂબ સમાટઁ ને ફેન્ડલી .છવાઈ ગયો શીરવાનાં હ્દયે . શીરવાનાં ઘરે બધા જન્માક્ષર માં ઘણું માને.
જયોતિષ ને બધાએ બતાવ્યું. નીરમન શીરવાનાં ગ્રહ સરસ મળી ગયા. આજઁવ ને કહયું. "તારા ગ્રહો ભારી છે."
આજઁવ કહે "જે થાય એ,આપણે તો આનંદથી જીવી લેવાનું."
ધૂમધામથી લગ્ન થયા. નીરમન -શીરવા હનીમૂન પર અને આજઁવે લંડન ની ઓફીસ જોઈન્ટ કરવા ફલાઈટ પકડી. મમ્મી -પપ્પા નાં આગ્રહ થી લગ્ન કરી લીધા. નીરમન શીરવા નાં જીવનમાં બાળક આવવાનું જાણી અભીનંદન આપ્યા.
પણ.....જીંદગી એમ થોડી પરી-રાજકુમારની વાતાૅ હતી.વહેલી સવારે ઇન્ડિયાથી આવેલા ફોન પર નીરમનનાં કાર અકસ્માત માં મૃત્યુ પામ્યાનાં ન્યૂઝ સાંભળી ફલાઈટ લઇસી સીધો ઈન્ડિયા. 
શીરવા -આજઁવ ખૂબ રડ્યા.સ્વસથ થઈ જયોતિષ ને ફોન કરી પૂછયું, એમણે કહયું નીરમને પૈસા આપી કહયું હતું જે સારા ગ્રહ હોય એવું મેળવી મારું ગોઠવી દેજો. 
શીરવા પૂછે શું કહયું? આજઁવ કહે,"કઇ નહી. નસીબ માં જે હોય તે .".અને ભારે હૈયે લંડન ની ફલાઈટ પકડી. 



સ્ત્રીનું ભાવજગત

વ્યોમા એ અવાજ સાંભળી બારી ની બહાર જોયું. સામે રહેતી ફેન્ડ બોલી "જલ્દી આવ, મારો કઝીન શૃંગાર આવી ગયો છે "
.વ્યોમા ને શૃંગાર બહુ જ ગમે. stydy visa પર અમેરિકા ગયેલો. .હવે ત્યાં સેટલ થવાનો હતો. વ્યોમા ફૂડ-ન્યૂટીશન નો કોષઁ કરી કલાસીસ ચલાવતી.અને સાથે સાથે વુમન empowerment અને સાહિત્ય ની એકટીવીટી .
શૃંગાર સાથે internet અને ફોન થી વાતો થતી ભાવિ ના સપના સજાવતા .શૃગાર મા ઘણૉ ફર્ક આવી ગયો હતો .ફૉન પર જ્યારે પણ સેક્સી વાતો કે વિડીયૉ મૉકલતો તો વ્યોમા ખૂબ ખરાબ ફીલ કરતી.આજે પણ જયારે મળતા ની સાથે બધા ફ્રેંડ ની સામે વળૅગી ને જે વર્તન કર્યુ ,તે જરાયે નહી ગમ્યુ. જ્યારે એક્લામાં એણે શૃગાર ને ટ્કૉર કરી તો કહે
" તમે બધા આટ્લા મોડનઁ જીન્સ ટી શટઁ વગેરે પહેરો અને આવો જુંનવાણી વીચાર."
વ્યોમા કહે "જીન્સ તો અમારી કમ્ફ્ટ માટે પહેરીએ.વીચારોથી વિદેશી નથી થયા.મારા ભાવજગત મા તારુ સ્થાન ખૂબ ઉંચે છે. આ બધુ લગ્ન પછી." શૃગાર કહે ,"વ્યોમા તારાઆજ ભાવવીશ્રવ પર તો હુ મરુ છુ. બધા પેપર તૈયાર કરી આવ્યો છુ .લગ્ન કરીને સાથે જ જઇશુ. અને મારા બગડવા નો કોઇ સવાલ જ નથી.તારા પ્રેમ લાગણી એ મને બાંધી રાખ્યો  છે .તુ સાથે આવે છે તો લાગે છે જાણે આખુ ઇંડીયા મારી સાથે આવી રહ્યુ છે."

પે્મનો પાયો જ ખોટો

દિવ્યતા આજે બહુજ ખુશ હતી .ફેસબુક  ઉપરથી ખૂબ શ્રીમંત અને એમ .બી. એ .થયેલા સુંદર યુવાન વિસ્તૃત સાથેની ઓળખાણ પ્રેમ માં પરિણમી હતી . પહેલી 
વાર મલ્ટીપ્લેક્ષ માં મળવાનું રાખ્યું .મધ્યમ વર્ગની  દીવ્યતાએ પોતાના વિષે ઘણું વધારીને કહ્યું  હતું . દિવ્યતા એ એની ફ્રેંડ કલરવ પાસે કામ છે  કહી  કાર લીધી . કલરવ  કહે ;   શ્યોર ,લઇ જાને ,મારો  ડ્રાઈવર જ્યાં કામ હશે ત્યાં લઇ જશે .
                       
અને ખુબ સરસ ડ્રેસ પહેરી દિવ્યતા  વિસ્તૃતને  મળવા ગયી .મલ્ટીપ્લેક્ષ ના એલી ગેઈમ પાર્લર માં  ફન  વિથ ફૂડ .ખૂબ વાતો કરી ,બ્યુટીફૂલ  દિવ્યતા ની  વાતો   અને વિચારો થી ખૂબ પ્રભાવિત થયો .દિવ્યતા એ પોતાની ફ્રેન્ડનાં  કલરફૂલ   બિઝનેસ  ફેમીલી ની  વાતો  પોતાની જ હોય એવો આભાસ ઉભો કર્યો . વિસ્તૃતે તો સુખી લગ્ન જીવન નાં સપનાઓ પણ જોવા માંડેલા . ફોન પર પ્રેમભરી વાતો ચાલતી રહી હતી .
                       
અને ....અચાનક વિસ્તૃત  નાં મેસેજ ફોન આવતા  બંધ થઇ ગયા .દિવ્યતા એ ઘણાં પ્રયત્ન કર્યા કોન્ટેક્ટ  કરવાનાં ,પણ કોઈ જવાબ નહિ .આખરે દિવ્યતા સીધી   વિસ્તૃતની ઓફિસે પહોચી .થોડી વાર પછી વિસ્તૃતે પોતાની કેબીન માં  બોલાવી .એકદમ ગુસ્સા  થી એક  નજર જોયું અને કહેવા લાગ્યો .દીવ્યત્તા તારે સત્ય જાણવું છે ને ? મુંબઈ થી મારો એક  ફ્રેંડ  અહી આવ્યો હતો .જે તારી મિત્ર કલરવ નો કઝીન છે .અમે પાર્ટી માં ભેગા થયા હતા .મારા ફ્રેન્ડે  એની કઝીનના લગ્ન માટે મારી પસંદગી મનોમન કરી લીધી હતી . પણ મેં એને તારી અને   મારી ફેસબુક  ફ્રેન્ડશીપ  વિષે થોડું જણાવ્યું . તો એ કહે ઓહ ,આને તો હું ઓળખું છું .એતો કલરવની ફ્રેંડ છે .એના બંગલા ના  નજીક નાં જ ફ્લેટ માં રહે છે .અને તારી બધી સાચી વાતો જાણવા મળી.તે તારી સ્ટડી સાથે પાર્ટ-ટાઈમ ની વાત પણ મારાથી છુપાવી હતી .કેમ આવું કર્યું? હું  મારા જીવનમાં પૈસા ને જરા  પણ મહત્વ આપતો નથી .તું એકદમ ગરીબ પણ હોત ને તો પણ મારો પ્રેમ જરાયે ઓછો નહિ થતે .પણ આ તારી મોટી બતાવવાની આદતથી મારું મન  તારા પ્રેમની  ગંભીરતા વિષે શંકા કરતુ થઇ ગયું  છે .ભવિષ્યમાં બીઝ્નેસ માં કોઈ તકલીફ આવે તો  આવો સ્વભાવ કઈ રીતે ચાલે ? હું આવું માફ નહિ કરી શકું .આ વિષે હવે કઈ વિચારતી નહિ  અને સ્વમાન વહાલું હોઈ તો  કદી કોઈને કહેતી પણ નહિ .
                        
અને દિવ્યતા રડતી રડતી કેબીન ની બહાર નીકળી ગયી .ઘરે  રૂમ માં જઇ ખૂબ રડી. ૧૫ દિવસ પછી કલરવ એના લગ્ન  નો કાર્ડ આપવા આવી . કાર્ડ જોઈ ને દિવ્યતાને ખૂબ ધક્કો લાગ્યો .વિસ્તૃત અને કલરવ નાં લગ્ન નક્કી થઇ ગયા હતાં.એને ભાવ ,કળાવા  નહિ દીધો અને કહ્યું ,ઓહ ,મારે તો આજ દિવસે નવા કોર્સ ની entrance exam  આપવા   જવાનું છે .હું તો લગ્ન attand નહિ કરી શકું .
                         
અને પછી રૂમ માં એકલી થઇ ખુબ પસ્તાઇ. એ સમજી ગઈ કે એ  વિસ્તૃત ને હંમેશા માટે ગુમાવી બેઠી  છે ,
પ્રેમની શરૂઆતનાં   જૂઠને લીધે... 

લાગણીનાં નિણૅયો

 નિશ્ચિંત અને દુર્વાનો રોજનો રાતે  બાલ્કનીમાં  બેસી કોફી પીવાનો  નિયમ . સુખી  દામ્પત્યનાં ૩૫  વરસ અને ધીરે  ધીરે સેટલ  થઇ રહેલા ૨  દીકરાઓ   સાથે નાનકડા બંગલા માં રહે .
દુર્વા કહે :હવે  દોડાદોડ  કરવા કરતા  રીટાયર થઇ  આરામ કર .
નિશ્ચિત કહે ,
"નેક્સ્ટ  યર વિચારી લઉ .આ વરસે તો  આપણું   ભારત  યાત્રા ફરવાનું પ્લાનીંગ  થઇ ગયું  છે  અને  એડવાન્સ પૈસા પણ ભરી દીધા છે .અને ગામનું ઘર સેલ થયું છે તે મારો વર્ષોનો એક  શોખ છે  નાની  આયુર્વેદિક  સ્કુલ  શરુ  કરવાનો છે  અમારા  ગામમાં  તો  એવી  કોઈ સગવડ નથી. "
એટલામાં  નાના  દીકરા ઉત્કંઠ  આવી  કહ્યું  ,"ડેડી મારે થોડી વાતો કરવી છે. સાથે ભણતી ગર્લફ્રેન્ડ ક્રીશીતા  સાથે હું   મેરેજ કરવા નો છું .તમને તો  ખબર  છે ,એ લોકોતો એકદમ લક્ઝરીમાં રહેવા ટેવાયેલા છે .એને અહી રહેવાનું ફાવશેનહિ .અમે ફ્લેટ પણ  નક્કી કરી  આવ્યા છે . મારે  એમાં  પૈસા ભરવાના છે.બાકીની લોન લેવી પડશે ."
એટલે કહ્યું નિશ્ચયે," હા ..હા  વાંધો નહિ .પણ દીકરા  અત્યારે આટલો વધુ પડતો ખર્ચ જરૂરી છે? "પણ આખરે ..
નિશ્ચયનાં ઘર નાં પૈસા અને ભારત દર્શનનું સપનું તો દીકરા નાં સપનામાં ટ્રાન્સફર થઇ ગયા . દુર્વા કહે ,"આપણી સાથે રહેવું નહિ  ફાવે ,આપણાંપૈસા ફાવે ."
નિશ્ચય કહે," અરે ,શું તું પણ ,મારે તો હજી ૫ વરસ બાકી છે ,આમ નવરા નવરા બેસી રહેવાનું ફાવે નહિ .લોન પણ ભરાઈ જશે ".
દુર્વા ભીની આંખે બોલી ,બસ  રહેવા દે તું અને આ તારા આ લાગણી નાં  નિર્ણયો ....

સબંધનાં વમળ

જીંદગી નાં ૧૫   વર્ષ એક સંબંધ ની આસપાસ ગુમાવ્યા જે  ક્યારેયના  ઉકેલાયો. ઉચ્છવાસમાં જાણે વિચારો નો ગરમ ધુમાડો અનુભવતી જેમીના ઉભી છે જીંદગી ના ત્રિભેટે. અંદર કશુક તૂટતું લાગે છે .સામે ટેબલ પર અમેરિકામાં નવી બ્રાંચ ઓફીસ અને ચાઇલ્ડ સેન્ટરની ફાઈલ પડી  છે .આ શહેર ,એનું પ્રિય શહેર ,ટોપ ઇન્સટીટયુટ માં  ફાઈનાન્સ સ્ટડી અને અભિગમ સાથેની પાર્ટનરશીપ પછી લગ્ન .કેવી ગાઢ મિત્ર હતી એની રુગ્ના. અભિગમ કોમન મિત્ર બંનેનો .લડતાં ઝગડતા કોલેજ નાં દિવસો માં અભિગમ આવે ને એટલે બસ,બેસી ને દુનિયાભરની વાતો .બંને જાણે કે ઈમ્પ્રેસ કરવાના મૂડ માં  આવી જાય.એકદમ રેન્કર અભિગમ અને જેમીના.જોઈન્ટ ઓફીસ નાં ઓપનીંગ ની પર્સનલ પાર્ટી માં અભિગમ અને જેમીના બેજ . સંડેની સાંજ બોટરાઈડ વિથ ડીનર અને ફ્યુચર  પ્લાનિંગ ડિસ્કસ કરતાં અભિગમ ની આંખમાં એક નશો અને ઉન્માદ દેખાતા હતા ,સફળતા નો આત્મવિશ્વાસ .જેમીનાનો હાથ જોરથી પકડી રાખ્યો હતો અને "વિધીન અ ફાઈવ  યર્સ વી વિલ બી ઓન ટોપ ."અને જેમીના ને આશ્લેષ માં લઈને કયાંય સુધી ડેક પર ઉભો રહ્યો . ઓફીસ ઓપનીંગ માં રુગ્ના બુકે અને એના બે ફ્રેન્ડ ને વર્ક માટે ઇન્ટરોડયૂસ કરાવા લઇને આવી .રૂગ્ના જે હદે અભિગમ ને ચાહતી હતી તેનાથી જેમીના બેચેન થઇ જતી.
 થોડું સેટ થયા બાદ મેરેજની પાર્ટી માં ઇન્વાઇટ  કરવા રુગ્ના ને ફોન કર્યો .અડધી એક મિનીટ માટે સ્તબ્ધ શાંતિ છવાઈ ગઈ વચ્ચે .
 'ઓહ ...વેલ .....સરસ ....હવે તો અભિગમ  એકદમ ..."
 "બોલને ,અટકી કેમ ગયી ?એકદમ મારો જ એમને ?"
 "નાં ..નાં ...એવું નહિ ,એકદમ બીઝી "
 "પાર્ટી ચોક્કસ અટેન્ડ કરજે ".
પાર્ટી માં એકદમ વાઇટ સાદી એમ્બ્રોડરી સાડી અને હાથમાં પ્રેઝન્ટ  લઇ વિશ કર્યું બંનેને.લગ્ન વિષે પૂછતા ફ્રેન્ડસ ને હસી ને ટાળતા રુગ્ના બોલી ."હું તો મારા પપ્પાની ઓફીસ અને સોશિઅલ   સંસ્થા ને હેન્ડલ કરવા માં જ બીઝી છું" 
 અભિગમનો આત્મવિશ્વાસ રંગ લાવતો ગયો .થોડાજ વરસોમાં અભીનવ -જેમીનાની કંપની આગવી  હરોળ માં હતી .રુગ્ના ની દોસ્તી યથાવત હતી .લગ્ન ના ૮ વર્ષ થયા અને હવે જેમીના એકદમ અધીરી થઇ રહી હતી બાળક માટે પણ કેટલાય ડોક્ટરની ટ્રીટમેન્ટ ની કોઈ અસર નહિ .અને હવે લગ્નને પંદર વર્ષ થવા આવ્યા.અભિનવે નહિ જણાવવા કહેલું પણ આખરે જેમીનાને  ડોકટરે કહ્યું ,"મીસીસ.પારેખ તમે કદી માં નહિ બની શકો."અને ..જેમીના અભિનવ ને વળગીને કયાંય સુધી રડતી રહી.દત્તક લેવા ને બદલે અભિનવ ની પોતાના બાળક ની જીજીવિષા એને કોતરી ખાતી હતી .એની મુક આંખ માં અદમ્ય  ઈચ્છા દેખાતી રહેતી,
અભિનવની આ વખતની  બર્થડે પાર્ટીમાં થોડા અંગત ફેન્ડસ ઇન્વાઇટ કર્યા.રૂગનાએ જેમીના ને  વિશ કર્યું .અને સ્માઈલ આપી અભિનવને "કંપની ટોપમાં  છે હં,ન્યુઝ વાંચીએ છે,યુ  રીઅલી ડન વોટ યુ વોન્ટ  " અને  સાથે બેસીને ડિનર લેતા જેમીના 
 "બટ હી નોટ ગેટ એવેરીથીંગ હી વોન્ટ,અમે સેરોગેટ મધર માટે વિચારીએ છે ."રુગ્નાની આંખ માં આંખ પરોવી અભિનવ જોઈ રહ્યો.રૂગ્ના એ નજર ફેરવી લીધી .ત્રણે કઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા.અભિનવ કેટલીએ વાર રૂગના સાથે ફોન પર અને મળી ને ડિસ્કસ  કરતો રહ્યો .અનાથ આશ્રમ ના બાળક વીષે ની ડીટેલ  પણ રૂગ્ના એ જણાવી.
રૂગનાને ઓફીસથી  આજે સાથે લઈને કારમાં ઘરે જવા નીકળ્યો હતો જેમીના ની તબિયત સારી નહોતી.એનીવર્સરી ની પાર્ટી કેન્સલ કરી ખાલી રૂગ્ના ને જ ઇન્વાઇટ કરી હતી,ઘરે પહોચ્યા તો જેમીના દવા લઇ હમણાં જ સુતી છે અને તમે જમી લો કહીને સર્વન્ટ એના રૂમમાંજતો રહ્યો .ક્યાય સુધી ટેરેસ પર વાતો કરતા બેસી રહ્યા.
 "૧૧ ;૩૦ થઇ ગયા છે હવે હું નીકળું "કહી રુગ્ના ઉભી થઇ,અને  અભિનવે એને  હાથ પકડી,'એટલી શું ઉતાવળ છે કાલે તો સન્ડે છે "કહી પાસે ખેંચી લીધી .
 "ઓહ પ્લીઝ ,અભિનવ આમ કેમ કરે છે ?"
અને અભિનવે એને સખત રીતે પોતાની પાસે જકડી રાખી ."બસ તારા માં સમાઈ જવું છે."કહી.....
 અને રુગ્ના...પીગળતી ગઈ .ઉપર આંખ સામે અસીમ આકાશ એમાં ચમકતાં તારા અને ચાંદનીમાં નહાતી અભિનવ સાથે ઓગળી ગઈ .કઈ યાદ નહોતું આવતું .બસ એક નીરવ રાત માં ક્યાંક ઉડી રહી છે  અભિનવ સાથે.
 "રોકાઇ જા અહી જ આજે "
 "પ્લીઝ ,હું ઘરે જાઉં છું" કહી ને અભિનવની  કાર ની ચાવી લઇ ઝડપથી દાદર ઉતરી જતી રહી. ઘરે પહોંચી પછી  કેટલા અભિનવ ના ફોન આવ્યા પણ એકે રીસીવ નહિ કર્યો .સવારે  જેમીનાનો ફોન આવ્યો.
 " કાલે મળાયું નહીં.ડીનર બરાબર હતું કે નહીં?"વગેરે ... બે દિવસ પછી સીધો અભિનવ રુગ્ના ની ઓફીસ પહોંચી ગયો. 
 "કેમ આવું કરે છે? જે થયું એ નહીં ગમ્યું? મારી આંખમાંથી છલકાતાં દર્દ અને પ્રેમનાં દરિયાને તું ઝીલશે એવા વિશ્રવાસ સાથે તને  ચાહવા માંડયો છું. આ કોઇ ભૂલ નહોતી,બન્નેની મનગમતી પળો હતી."
 "ઓફકોર્સ,એ આપણી ઇચ્છાઓ ની જ પળ હતી. પણ હવે આ સંબંધ ને કઇ રીતે..."
 " એ બધુ મારા પર છોડી દે.રુગ્ના મારે આપણું બાળક જોઇએ છે"
 અને.... રુગ્નાએ ચીલડ્રન વેલફેર ના ઇન્ટરનેશનલ અભ્યાસ માટે બે વર્ષ અમેરીકા રહેવાનો નિર્ણય કર્યો. દોઢેક વર્ષ પછી અભિનવ-જેમીનાએ સુંદર દીકરો 
દત્તક લીધો. અમેરીકા થી ફોન કર્યો રુગ્નાએ ..
 "અભિનંદન, નામ શું પાડયું?"
 "અરુજય"
  "ઓહ, હવે તો અભિગમ એકદમ....."
 "બોલને,  રોકાઇ કેમ ગઇ.....અભિનવ એકદમ તારો જ"

સાથે જ છીએ

ઓફીસ માં સાથે કામ કરતા કરતા ઉદભવ અને રૂમાની અત્યંત નજીક આવી ગયા હતા .ફ્રેન્ડસ બધા કહે,
"હવે પરણી જાવને ".
પણ કેમે કરતાને રૂમાનીનાં પપ્પા મમ્મી માન્યા નહિ .મરજી વિરુદ્ધ જવાની રૂમાની ની હિંમત નહિ થઇ ,પરપ્રાંતી ઉદભવ પ્રત્યેના પ્રેમને એક મીઠી યાદ બનાવી લીધી . ઉદભવે પોતાની ટ્રાન્સફર બીજા રાજ્ય માં કરાવી લીધી .અપરિણીત રહેવાના નિર્યણ સાથે .
 રૂમાની એ પપ્પા - મમ્મીની પસંદગીના સુકાંત સાથે લગ્ન કરી લીધા . જીંદગી એની એ રફતારે ભાગતી હતી . પંદર વર્ષ વીતી ગયા .બાળક માટે ની તીવ્ર ઈચ્છા હોવા છતાં સુકાંત રૂમાની મજબૂર હતા. સુકાંત સમજતો હતો રૂમાની ની વેદના પણ ... .ઓફિસે પહોંચી રૂમાની ને ન્યુઝ મળ્યા ."અરે ,આપણો ઉદભવ ની મેનેજર તરીકે અહી ટ્રાન્સફર થઇ રહી છે" .રૂમાની એકદમ સ્તબ્ધ થઇ ગયી .બધા મિત્રોએ પણ ચુપકીદી સાધી લીધી .ઉદભ ના આવ્યા પછી બધાએ એકદમ નોર્મલ રૂટીન ચાલુ રાખ્યું .દર મહીને પાર્ટી માં ભેગા થતા હતા .સુકાંત અને ઉદભવ પણ મિત્રો બની ગયા હતા .ઉદભવ પ્રત્યે નાં સોફ્ટ કોર્નર વિષે સુકાંત ને થોડો અણસાર આવી ગયો હતો . એણે રાત્રે પાર્ટી પછી રૂમાની ને કહ્યું .
"હજુ પણ તને તારો જીંદગી નો નિર્યણ બદલવાની છૂટ છે ".
રૂમાની કહે" કેમ આવો વિચાર આવે છે ?"
.સુકાંત કહે "બસ એમજ ".
અને વિચાર કરતા કરતા નક્કી કરી લીધું કે રૂમાની ના જીવન ની ખુશી કઈ ઓર હોય તો એમ સહી .ઉદભવ ના સહેવાસ માં દિલ ની કોમલ લાગણી ઓ નો એક મહેલ બનવા માંડ્યો હતો.જેમાં સપના ઓ રહેવા લાગ્યા . સવારે ઉઠીને પેપર વાંચતા ઓફીસ ની તૈયારી કરતી હતી .ત્યાં અચાનક ડોક્ટર વિશાંત નો ફોન આવ્યો ."મેડમ ,પાર્ટી જોઈએ ,ગૂડ ન્યૂસ છે .અમારી સારવાર સફળ રહી છે .તમે ને સુકાન્તભાઈ મમ્મી પપ્પા બનવાના છો ".હર્ષ મિશ્રિત આંસુઓ સાથે રૂમાની સુકાંત ને વળગી પડી, 
સ્વસ્થ થયા પછી ઉદભવ સાથે વાત કરતા કહ્યું ."હું હવે કદાચ જ ઓફીસ જોઈન્ટ કરીશ"  .આપણાં નસીબમાં સાથ ત્યારે પણ નહોતો અને આજે પણ નથી .ઉદભવ કહે,
"તું મારી સાથે જ છે દુર હતી જ નહિ .બસ ભગવાન ની કૃપા થી તારી અંદર આકાર લઇ રહેલું બાળક અને તમે બધા ખુશ રહો એવી મારી શુભેછા ". 

રૂમાની નું અંતર આનંદ થી ભરાઈ ગયું .

મારો નિણૅય

પ્રિયાંશી અને હરીકેત માસ્ટર કોર્સ કરવા અમેરિકા પહોચી ગયા .ફેમીલી ફ્રેન્ડ હતા .પ્રિયાંશી ના પપ્પા ડાયમંડ ના વેપારી . સમય જતા પ્રીયંસી પપ્પા ની ન્યુયોર્ક ઓફીસ પણ અટેન્ડ કરતી. બીઝનેસ પાર્ટી માં કંપની તરફથી આવેલા અમેરિકન ક્રીસ સાથે પરિચય થયો .ફ્રેન્ડસ થઇ ગયા .વેલ બિહેવ અને સાલસ ક્રીસ એના મધર સાથે રહેતો હતો .પ્રીયંસી ને ઘર જેવું ફિલ થયું અમેરિકા આવ્યા પછી હરીકેત નો અસલી રંગ થોડો થોડો જાણવા માંડી હતી .
પપ્પા -મમ્મી આવવાની ખુશી માં પાર્ટી રાખી .પપ્પાને વાત કરી હતી તે ક્રીસની ઓળખાણ કરાવી .પાર્ટીમાં ફરતા ફરતા વિકાસભાઈ એ ૨ ફ્રેન્ડ નશા માં વાત કરતા હતા તે સાંભળ્યું . 
"અરે દિનેશભાઈ એ તો જોરદાર ગોઠવી નાખ્યું એના દીકરાનું .મારો દીકરો કહેતો હતો,હરીકેતતો જબરજસ્ત જલસા કરે છે .એકની એક દીકરી અને બીઝ્નેસ્નો એકલો માલિક થવાનો .પ્રીયંસી તો સાવ ઈમોશનલ ફૂલ છે .હરીકેત તો એના ગુપ માં ફૂલ ડેટિંગ અને ફલર્ટ કરે છે ."
વિકાસભાઈ ના મગજ માં તો જાને ૧૦૦૦ બલ્બ નો ઉજાસ થઇ ગયો .એમને ખ્યાલ આવી ગયો કે જાણીતા પણ બધા સ્વાર્થનાં સગા છે .
અને એમને નિર્યણ લઇ લીધો કે મારી દીકરી અને એના પ્રેમ ભર્યા જીવન માં હું આડખીલી નહિ બનું .એનું ઓબ્ઝૅવેશન સાચું જ છે .વિદેશીઓ જ ખરાબ હોઈ છે એવું નથી .
અને પ્રીયંસી નું ક્રીસ સાથેનું સુખી જીવન નું સપનું સાકાર થયું .

હું ક્યા છું?

"મમ્મી ,તું હવે ક્યારે મારા ને મારા દિકરા વચ્ચેથી જવાની ?”
જોરથી બરાડતા વિશુ આક્રોશથી થરથરી રહી હતી અને કૌશિકાબેન એકદમ ડઘાઈ ને સામે જોવા લાગયા .હાથમાં રહેલું થર્મોસ પડવાની તૈયારી માં હતું .દાદી ને આમ રડી પડેલા જોઈ રંગત પણ રડવા લાગ્યો .અવિરત આંસુ વહી રહ્યા હતા કૌશિકાબેન ની આંખમાંથી . 
 "મારો વાંક શું છે ?તારા અને તારા પરિવાર માટે લોહી રેડી દીધું છે.
 "કોલેજકાળ દરમિયાન જ વિશુ નાં પિતા નું મૃત્યુ થવાને કારણે બધો ભાર કૌશીકાબેને હિંમત થી ઝીલી લીધો .દીકરીએ ભણીને વકીલ તરીકે પ્રેકટીશ શરુ કરી અને સરસ કંપનીની જોબવાળા પરિતોષ સાથે લગ્ન કરી લીધા .બેંગ્લોર છોડી અહી જ શિફ્ટ થવાનું નક્કી કરતાં નજીક ઘર લઇ સેટ થયા અને રંગત નો જનમ થતા તો કૌશિકાબેન જ લગભગ બધી સંભાળ લેવા માંડ્યા.પોતાની કેરીઅર પાછળ ની દોટમાં ભાગ્યે જ રંગત સાથે સમય વિતાવી શક્તી.સામાજિક એકટીવીટી પણ ખૂબ .
 સવારનાં નાસ્તાંથી માંડી , જમવાનું ,લેસન ,રમતગમતમાં હાજરી , શિક્ષિત કૌશિકાબેન કોમ્પુટર પર બાળવાર્તા વંચાવે અને ગેમ પણ સાથે રમે .કોઈ પણ કામ માટે રંગત ને વિશુ યાદ જ ન આવે .પરિતોષ નું જમવાનો સમય પણ સાચવી લે .સ્કૂલ પેરેન્ટ ની મીટીંગ માંથી આવી ને નોટ જોઈ .પરિતોષ એકદમ બોલી ઉઠ્યો .
 "રહેવા દે ને તને ખ્યાલ નહિ આવે એ લેસન તો મમ્મીએ તપાસ્યું છે .અને વિશુ સામે જોઈ રહી .ત્યાં કોઈ નો ફોન આવ્યો ,
 "તમારા દીકરા રંગત નો તો યુથ ફેસ્ટીવલ ની નિબંધ સ્પર્ધા માં ફર્સ્ટ નંબર આવ્યો છે .સરસ તૈયારી કરાવી કૌશીકાબેને " અને વિશુ નેતો એ વિશે કઈ ખબર જ નહિ .એકદમ અલગ અલગ ફિલ કરવા કરવા લાગી .વધુ સમય આપવા નો પ્રયત્ન કરવા માંડી .પણ ,હવે રંગત તો લગભગ કૌશિકાબેન ને ત્યાજ રહેવા માંડ્યો . અને .આજે અચાનક રંગત ને ગેમ રમતા વાગ્યું અને હોસ્પિટલમાં ઘેન નું ઇન્જેક્શન આપયું હતું .ઉઠતાની સાથે કશુંદાદી ... કશુંદાદી ની બુમ પાડી .વિશુ એકદમ દોડી ને અંદર ગઈ રંગત ને વળગી ને સમજાવવા માંડી ,પણ રંગતે જ્યુસ પીવાની પણ નાં પાડી દીધી ને કશુદાદી ની રટ ચાલુ રાખી .આંખમાં આંસુ સાથે કૌશીકાબેન અંદર આવ્યા અને રંગતના મોંં પર ખુશી છવાઈ ગઈ .
 "હું સંભાળી લઈશ ,મમ્મી તું આરામ કર "વિશુ બોલી .ત્યાં ડોક્ટર આવી ને બધી ઇન્સ્ટકશન આપવા માંડ્યા .દવા અને પાટો બદલવો વગેરે .ત્યાંતો રંગત બોલ્યો ,
 "ડોક્ટર અંકલ ,મારી મમ્મી મોટી વકીલ છે એને એવોર્ડ પણ મળ્યો છે આ બધું એને નહિ આવડે મારા કશું દાદી છે ને એજ મમ્મી છે તે કરી આપશે " પરિતોષ થી હસાઇ ગયું અને વિશુ ક્રોધાવેશમાં બરાડી ઉઠી .
 "મમ્મી ,તું હવે ક્યારે મારા ને મારા દિકરા વચચેથી જવાની ?” 

હવે શું કહું?

સરને ત્યાંથી ટ્યુશન પતાવી જેનીશ  દોસ્તો સાથે વાત કરતો નીક્ળ્યો. શોપ પરથી બૂક્સ અને મમ્મીની વર્ષગાંઠ હોવાથી આઈસ્ક્રીમ  લઈ ફાસ્ટ સ્કૂટર હંકારતો ઘર તરફ જતો હતો અને વચ્ચે આવતા પુલના નાકાં પાસે ટોળું વળેલું ,વચ્ચે કોઈ માણસ તરફડતો દૂરથી દેખાયો .ટ્રાંફીક જામ હોવાને લીધે કોઈને ઉભા રહેવા નહોતા દેતાં ,એટલામાં એક જણ બોલ્યું
,' આપઘાત કરવા પડ્યો હતો એમ લાગે છે,અજાણ્યો  છે  એટલે કોઈ હોસ્પીટલ પહોંચાડવા પણ તૈયાર નહીં .પોલીસની મગજમારીમાં કોણ પડે?'
બીજો કહે ,'તરત લઈ જાય તો કદાચ બચી પણ જાય '
    ત્યાં તો પોલીસની ગાડીનો અવાજ આવતા બધા વીખરાઈ ગયા .જેનીશ પણ ,
'જવા દો, હવે આપણે શું કરી શકીયે? '
કહી સ્કૂટર હંકારી ઘર તરફ નીકળી ગયો.ઘરે પહોંચ્યો અને મમ્મીને  પગે લાગી આઈસ્ક્રીમ ડીશ તૈયાર કરી , ભાઈ -ભાભીને બૂમ પાડી .બા સાથે વાત કરી રહ્યો હતો ત્યાં તો ભાઈ એકદમ હાથમાં ફોન લઈ દોડતા નીચે આવ્યા ,

'આ બધું મુકો ,જલ્દી હોસ્પિટલ જવાંનું છે ,મામાનાં દીકરા આરતે પુલ પરથી કૂદી આપઘાત કર્યો છે અને હોસ્પીટલ પહોંચે ત્યાં સુધીમાં એક્સપાયર થઈ ગયો છે '
અને આ સાંભળતા જેનીશના હાથની આઈસ્ક્રીમની ડીશ ઢળી ગઈ .અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો .મમ્મી પણ રડતાં એને વળગી પડયા, ભાભી ભીની આંખે આશ્ર્યથી જોતા હતા .
 

 હવે શું બોલે જેનીશ  ? 

પે્મનાં કિનારે

                            વૃદય દાદર પરથી  ઉતરી નીચેના રૂમમાં આવીને જુએ છે તો પ્રલય લિવિંંગરૂમની બારી પાસે બેસી પિયાનો વગાડી રહ્યો હતો. હવામાં કરુણ સંગીત રેલાઈ રહ્યું હતું એક એક સુર દર્દમાં ડૂબેલો હોય એવું લાગી રહ્યું હતું .પાસે જઈ  ખભા પર હાથ મુકતા વૃદય પણ એકદમ ગમગીન થઇ ગયો .ઊંચે જોઈ એકદમ ખાલીખમ આંખોથી એક નજર વૃદયને જોઈ ફરી પિયાનો પર સરકતી આંગળીઓમાં તલ્લીન થઇ ગયો .ચુપચાપ ઉભો રહી વૃદય કંઈ પણ કહયા વગર પ્રલયની લાઇબ્રેરીમાંથી લીધેલી બુક લઇ બહાર નીકળી ગયો .ગાર્ડનમાં બેસી વાતો કરી રહેલા પ્રલયનાં પપ્પા મમ્મી સાથે કેમ છો? કહી કાર સ્ટાર્ટ  કરી વૃદય  ઘર તરફ નીકળી ગયો .
કેટલો લાઈવ અને ઉછળતો કૂદતો પ્રલય ......આ રીતે ગમગીન થઇ ઉદાસ સાંજમાં એકલો એનાંં હૃદયમાં જે રીતે વલોવાઇ રહ્યો છે ,જાણે એક હસતું રમતું અસ્તિત્વ અચાનક કોઈ અદ્રશ્ય એવી  સાંકળમાં જકડાઈ નહીં ગયું હૉય ?ઝાલર ....ઝાલર એટલે જેની આંખોના ઉછળતા દરિયામાં પ્રલયનું હંમેશા સરકતું રહેવું અને ખળખળ હાસ્યની કેડી પર હાથમાં હાથ નાખી દૂર દૂર નીકળી જવું .
ક્યાં ખોવાઈ ગયું એ હોવું ? હોવું એટલે બસ ,ખાલી હોવું એમ નહિ પણ જિંદગીની એકએક પળને માણતાં જિંદગીને ભરપૂર કરી નાખવી અને એ તો બસ પ્રલય અને ઝાલર જ .....જાણેકે કોઈની નજર લાગી ગઈ બંનેના પ્રેમને.આજ બંગલો જે વિકેન્ડ હોમ તરીકે આખા ગોવાની શાન ગણાતો અને એમાં ઉજવાતી પાર્ટીઓ આખા શહેરને રોમાંચિત કરી દેતી .સમય મળ્યે એટલે બંને પ્રેમી પંખીડાઓ અહીં આવી સમય ગાળતા .દરિયાની લહેરો પર સાંજના સૂરજનાંં સોનેરી કિરણો ઢોળાયા હોય અને ઝાલરની આંખોમાં  તરવરતી માછલીઓને પકડી લેવા ઊંડાણે તરતી પ્રલયની નજર ,સાક્ષી હતા બધા ઉડતા પંખી ,સૂકી-ભીની રેત,ઉછળતા મોજાંં અને એમાં લાવણ્ય  નીતરતી ઝાલર .એની નાજુકતાને પોતાના બંને હાથોમાં ઉઠાવી પ્રલય દરિયાથી જાણે આકાશ સુધી ઉડતો રહેતો .
અને...... અચાનક  એક દિવસ એક વિરહી મોજું આવ્યું ને પ્રલયનાંં હાથમાંથી ઝાલરને સરકાવી ગયું .ઝાલરની આંખોના ઊંડાણમાં તરતો રહેતો પ્રલય દરિયાના ઊંડાણમાં ગરક થઇ ગયેલા એના પ્રેમના મોતીને નહિ શોધી શક્યો અને એક સવારે દરિયાની ભીની રેત પર ઝાલર નિશ્ચેતન  પડી પાણીમાં વહી આવી પણ પ્રલયનો અવાજ કે એનું રુદન , એના શબ્દો ,એનો પ્રેમ કશુંજ સ્પર્શી શકે એમ નહોતું ,અને દુનિયા આખી બદલાઈ ગઈ પ્રલયની .બસ ,સાંજે આવી દરિયાની લહેરો પર તરતી ઝાલરની રાહમાં રેતી પર ઊંધો પડી રહે અને આંખમાં ભરેલી મૂંગી ફરિયાદ સૂર્યનાંં કિરણો સાથે વધુ ઘેરી ઉદાસી છોડી જાય .
વૃદય એના મિત્રની ક્ષીણ થતી જતી જીવનની ઈચ્છા અને અસ્તિત્વનાંં ખાલીપાને ભરવા લાખ પ્રયત્ન કરતો પણ, એવું બનતું નહિ .ઘરે પહોંચ્યો અને અમેરિકાથી એની કઝીન રુક્ષાનો ફોન હતો .વેકેશન પર આવી રહી હતી .સાઇકાયટ્રિશનું સ્ટડી કમ્પ્લીટ કરી વર્લ્ડ ટુર પર નીકળી હતી અને નેક્સટ સન્ડે  ગોવા આવી રહી હતી.અહીં બે -ત્રણ મહિના ક્લચરર સ્ટડી કરશે .ખબર નહિ કેમ વૃદયને જાણે કે એકલતા ભર્યા આ સમયમાં રુક્ષાનું આવવું એક આશાનાંં કિરણ સમું લાગ્યું . અને એરપોર્ટ પરથી ઘરે આવતાંં રસ્તે જનરલ વાતોમાં પ્રલયનાંં જીવનની અંધારી એકલતાની વાત કરી .
'ઓહ માય ગોડ ,આ સુંદર ,અદભુત  કુદરત આટલી નિષ્ઠુર કેવી રીતે બની શકે કોઈ સાથે ?
બીજે દિવસે પ્રલયને જમવાંં ઇન્વાઇટ કર્યો .રુક્ષા સામે એક મ્લાન સ્મિત આપી ચુપચાપ સૂપ પીવા માંડ્યો .ડીનર પત્યા પછી ડેક પર બેસી વાતો કરતાંં કરતાંં પણ પ્રલય તો બસ ક્યારેક આકાશને તો ક્યારેક અંધારામાં આવીને રેત પર પથરાઈ જતાંં મોજાને જ જોઈ રહ્યો 
'પ્રલય આવતી કાલે રુક્ષાને પિક્ચર જોવા જવું છે અને તારે આવવાનું છે .રુક્ષા તો અહીં 3 મંથ  રહેવાની  છે અને ક્લચર  સ્ટડીનું સેમિનાર પણ એટેન્ડ  કરવાની છે.
'નાઇસ,પણ હું પિક્ચર જોવા ........'
'કેમ ,અમારી કંપની નહિ ગમે ?'
'ઓકે ,ચાલ આવીશ '
અને ...બીજે દિવસે પીક્ચર જોતાંં થોડી ઘણી  હાસ્યની વાતોમાં  પણ જોડાયો .ભાવતું આઈસ્ક્રિમ ખાતા ખાતા  આંસુ ચમકી ઉઠ્યાં અને રુક્ષા બોલી ,'પ્રલય ,કોઈ બહુ યાદ આવતું હોયને ,તો જોરથી રડી લેવું ' પીગળતા આઈસ્ક્રિમ સાથે પ્રલયની આંખમાંથી આંસુ વહી નીકળ્યા ,વૃદય અને રુક્ષા ચુપચાપ બેસી રહયા . રુક્ષાની આંખમાં સહેજ સ્મિત ફરકી ગયું .
'તું ,રડી શકે છે ને એજ તો તારા જીવંત હોવાની નિશાની છે.કોઈની યાદમાં એને ગમતું બધુજ કરવું અને સાથે હસી પણ લેવું અને રડી પણ લેવું .'  રોજ રુક્ષા સાથે બેસી મ્યુઝિક વગાડે ,બૂક્સ ડિસ્કસ કરે અને રુક્ષાનાંં અવાજમાં ગીત પણ બહુ ગમતું થઇ ગયું . એની ઓફિસમાં બેસી ભેગા નાસ્તો કરતા હતાંં, ને એના પપ્પા આવ્યા તો રુક્ષાની ઓળખાણ કરાવી .
'થેન્ક્સ અ'લોટ રુક્ષા,તમારા આવવાથી તો મને જાણે મારો દીકરો પાછો જીવંત થઇ મળી ગયો .'
'એમા શું થેન્ક્સ અંકલ ,ફ્રેન્ડ્સ જ ફ્રેન્ડ્સને વધુ જીવંત બનાવી શકે અને એની સાથે અમે પણ કેટલા લાઈવ અને હળવાશ અનુભવીએ છે બાકી વૃદય તો એટલો નિરાશ થઇ ગયેલો .'
અને ધીરે ધીરે દરિયા કિનારેની રેતથી આગળ ફરી ઉછળતાંં મોજા પર જોવા આતુર વૃદયે પ્રલયને રુક્ષા સાથે,' દરિયાનાંં પાણીમાં એવોજ તને હસતો ઉછળતો જોવો છે 'કહ્યું અને પ્રલય ...... રુક્ષાનાંં લંબાયેલા હાથને જોઈ રહ્યો .
'ડર લાગે છે?'અને ...આગળ પાણીમાં જઇ રહેલા વૃદયને જોઈ રહ્યો પ્રલય.કિનારે અડધા પાણીમાં ઉભા રહી મોજાઓની આવનજાવનથી સર્જાતા સંવાદને સાંભળી રહયા બંને અને ધીરેથી હાથ લંબાવી રુક્ષાના હાથમાં હાથ મૂકી દીધો .ઊંચું  ઉછળતું એક મોજું આવ્યું અને રુક્ષા પ્રલયનાંં બંને હાથોમાં સમાઈ ગઈ.એકબીજાને સંભાળતાં પાણીની થપાટ બંનેને વધુ ઊંડે લઇ ગઈ અને પ્રલય જોરથી રુક્ષા ને જકડીને કિનારે ખેંચી લઇ આવ્યો .એકદમ જોરથી શ્વાસ લેતા રુક્ષા ડૂબતા સૂરજનાંં કિરણોમાં પ્રલયની આંખમાં જોઈ રહી.
'કેમ વધુ ઉંડે નથી જવું?'
'વધુ ઉંડે જવું છે એટલેજ તો તારી  સાથે કિનારા પર આવી ગયો છું.વહેતુંં પાણી હાથ છોડાવી સહારા સાથે લઇ જાય છે ,ત્યાં તને નહિ જવા દઉં .' રુક્ષાની આંખમાંથી ઊડતી શરમની છોળોએ ફરી પ્રલયને ભીંજવી નાખ્યો 
મનીષા જોબન દેસાઇ