Wednesday 12 October 2016

સાથે જ છીએ

ઓફીસ માં સાથે કામ કરતા કરતા ઉદભવ અને રૂમાની અત્યંત નજીક આવી ગયા હતા .ફ્રેન્ડસ બધા કહે,
"હવે પરણી જાવને ".
પણ કેમે કરતાને રૂમાનીનાં પપ્પા મમ્મી માન્યા નહિ .મરજી વિરુદ્ધ જવાની રૂમાની ની હિંમત નહિ થઇ ,પરપ્રાંતી ઉદભવ પ્રત્યેના પ્રેમને એક મીઠી યાદ બનાવી લીધી . ઉદભવે પોતાની ટ્રાન્સફર બીજા રાજ્ય માં કરાવી લીધી .અપરિણીત રહેવાના નિર્યણ સાથે .
 રૂમાની એ પપ્પા - મમ્મીની પસંદગીના સુકાંત સાથે લગ્ન કરી લીધા . જીંદગી એની એ રફતારે ભાગતી હતી . પંદર વર્ષ વીતી ગયા .બાળક માટે ની તીવ્ર ઈચ્છા હોવા છતાં સુકાંત રૂમાની મજબૂર હતા. સુકાંત સમજતો હતો રૂમાની ની વેદના પણ ... .ઓફિસે પહોંચી રૂમાની ને ન્યુઝ મળ્યા ."અરે ,આપણો ઉદભવ ની મેનેજર તરીકે અહી ટ્રાન્સફર થઇ રહી છે" .રૂમાની એકદમ સ્તબ્ધ થઇ ગયી .બધા મિત્રોએ પણ ચુપકીદી સાધી લીધી .ઉદભ ના આવ્યા પછી બધાએ એકદમ નોર્મલ રૂટીન ચાલુ રાખ્યું .દર મહીને પાર્ટી માં ભેગા થતા હતા .સુકાંત અને ઉદભવ પણ મિત્રો બની ગયા હતા .ઉદભવ પ્રત્યે નાં સોફ્ટ કોર્નર વિષે સુકાંત ને થોડો અણસાર આવી ગયો હતો . એણે રાત્રે પાર્ટી પછી રૂમાની ને કહ્યું .
"હજુ પણ તને તારો જીંદગી નો નિર્યણ બદલવાની છૂટ છે ".
રૂમાની કહે" કેમ આવો વિચાર આવે છે ?"
.સુકાંત કહે "બસ એમજ ".
અને વિચાર કરતા કરતા નક્કી કરી લીધું કે રૂમાની ના જીવન ની ખુશી કઈ ઓર હોય તો એમ સહી .ઉદભવ ના સહેવાસ માં દિલ ની કોમલ લાગણી ઓ નો એક મહેલ બનવા માંડ્યો હતો.જેમાં સપના ઓ રહેવા લાગ્યા . સવારે ઉઠીને પેપર વાંચતા ઓફીસ ની તૈયારી કરતી હતી .ત્યાં અચાનક ડોક્ટર વિશાંત નો ફોન આવ્યો ."મેડમ ,પાર્ટી જોઈએ ,ગૂડ ન્યૂસ છે .અમારી સારવાર સફળ રહી છે .તમે ને સુકાન્તભાઈ મમ્મી પપ્પા બનવાના છો ".હર્ષ મિશ્રિત આંસુઓ સાથે રૂમાની સુકાંત ને વળગી પડી, 
સ્વસ્થ થયા પછી ઉદભવ સાથે વાત કરતા કહ્યું ."હું હવે કદાચ જ ઓફીસ જોઈન્ટ કરીશ"  .આપણાં નસીબમાં સાથ ત્યારે પણ નહોતો અને આજે પણ નથી .ઉદભવ કહે,
"તું મારી સાથે જ છે દુર હતી જ નહિ .બસ ભગવાન ની કૃપા થી તારી અંદર આકાર લઇ રહેલું બાળક અને તમે બધા ખુશ રહો એવી મારી શુભેછા ". 

રૂમાની નું અંતર આનંદ થી ભરાઈ ગયું .

No comments:

Post a Comment