Monday 10 October 2016

મક્કમ હદયે

અમદાવાદની ઓફીસમાં પ્રમોશન થયું ને કૃતિકાએ ભાઈને કહ્યું, હમણાં થોડો વખત મામાને ત્યાંજ રહીશ .થોડું શહેર જાણીતું થાય પછી કંપનીનાં ફ્લેટ પર જઈશ .એન્જીન્યરીંગમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકેલી કૃતિકા નવા પ્રોજેક્ટ પર કામમાં વ્યસ્ત થઇ ગઈ .મામાને ત્યાં નો સપોર્ટ એટલો સરસ લાગતું જ નહોતું જાણે ઘરથી દૂર આવી છે .અને મામા ની દીકરી જાહ્નવીની કંપની અને સર્કલમાં પણ વિકેન્ડ સરસ જતું હતું .પપ્પાના મૃત્યુ બાદ મામાનો બંને ભાઈ -બેનને ભણાવવામાં પણ ઘણો સપોર્ટ રહ્યો હતો. ઓફીસમાં એના કામ માટે અભિનંદન આપતા બોસ સક્ષમ ,કહે
"સાચેજ કૃતિકા ,તમારા આવવાથી મારું કામ વધુ વ્યવસ્થિત કરી શક્યો .તરત સમજીને રિએક્ટ કરે ન તે વર્કની મઝા જ કઈ ઓર છે ."
"થેન્ક્સ સર ,મને પણ અહી આવી ઘણી નવી ટેક્નોલોજી અને કાર્ય પદ્ધતિ વિષે જાણવા મળ્યું ."
 નવી આવી  થોડા સમયમાં સક્ષમ નું કૃતિકા ને જ બધે સાથે રાખી કામ કરવું ઓફીસ માં ઈર્ષ્યાનો વિષય બની ગયો .લન્ચ અવરમાં બધા નાસ્તો કરી રહ્યા હતા ને સક્ષમે ઓફીસ માં બોલાવી .પંડ્યા અને વંદનાબેન બોલ્યા ,
"વાહ તારો તો વટ છે હં,"ને સૂચક હસવા માંડ્યા .કૃતિકા એમનો ભાવ પારખી ગઈ. પણ ...કઈએ બોલ્યા વગર જરા આવું છું કહી કેબીન માં જતી રહી .
"ઓહ થેન્ક્સ કૃતિકા ,તે મારા નવા પ્રોજેક્ટ નો ફુલ્લ રીપોર્ટ તૈયાર પણ કરી દીધો .વેલ ,હું એક વિક માટે નિહારિકા સાથે લોનાવાલા જઈ રહ્યો છું .એટલે ટેન્શન માં હતો પણ તું જ આ પ્રોજેક્ટ નું બેંગ્લોર ઇન્વેસ્ટર કંપની ની પેનલ આવવાની છે એમને સમઝાવી દેજે .અને હજી તું કંપની નાં ઘર માં શિફ્ટ નથી થઇ ?મણીનગર થી અહી સુધી આવવું ,ઇટ્સ લોંગ ડ્રાઈવ ."
"બસ સર થોડા સમય માં વિચારી લઉં " ફરી ને આવ્યા બાદ થોડા દિવસ માં સક્ષમે રાતના ફોન કર્યો .
" કેમ છે,નવી જગ્યાએ ગમે છે ને ?બાઇ ધ વે ,આપનો નવો પ્રોજેક્ટ નું કન્ફર્મેસન આવી ગયું છે આ સેટરડે પાર્ટી રાખી છે ઘરે ગાર્ડનમાં ."
 પહેલી વાર નિહારિકા ને ઓળખાણ આપતા કહ્યું ,
"આ મારી એકદમ ફાસ્ટ અને બુદ્ધિશાળી રોબોટ"
"હા ...હા .બહુ સાંભળી રહી છું હમણાં હમણાં તમારા વખાણ " અત્યંત સુંદર પણ સાવ અભિમાની અને ડોમિનેટિંગ નિહારિકા ને કૃતિકા પહેલી નજર માં પારખી ગઈ .
"થેન્ક્સ મેડમ ' પણ એકદમ નિર્દોષ અને સાફદિલ સક્ષમ ને ખાતર ચુપ રહી જતી .
"નવો પ્રોજેક્ટ કંપની માટે માઈલ સ્ટોન બની રહેશે ".સક્ષમ બોલ્યો . અને ખરેખર કંપની નેએવાર્ડ ડીકલેર થયો ને સક્ષમે નવા પ્રોજેક્ટ નું નામ "કૃત્નાક્ષા"આપવાનું નક્કી કર્યું  આ સાંભળી ઓફીસ માં ખળભળાટ મચી ગયો .અને સાથે ઘરમાં નિહારિકા ના ટોન્ટ તથા વારંવાર નાં ફોન ચેક કરવા વગેરે થી સક્ષમ ની જિંદગી માં એટલો સ્ટ્રેસ રહેવા માંડ્યો અને નિહારિકા એ કૃતિકા ને ફોન પર ગમે તેમ સંભળાવ્યું .કૃતિકા પણ કઈ ને કઈ બહાનું કાઢી થોડી દૂર રહેવા માંડી .એને વિચાર કરી લીધો કે હું મારા ઘરે પાછી જાઉં .એક લેટર લખી  પહેલા ૧૫ દિવસ ની ર્ર્જા લઇ ટુર પર જાઉં છું કહી મામા ને ત્યાં રહેવા ગઈ .
એક દિવસ મામી એ ખાનગી માં પૂછ્યું "કૃતિકા ,અમારી કીટી માં એક બહેન તારા અને બોસ સક્ષમ વિષે જરા આડુંતેડું બોલતા હતા .મેં તો સંભળાવી દીધું ને ચુપ કરી દીધા .પણ દીકરા ,આવી વાતો થાય એ યોગ્ય ન કહેવાય ."
" મામી ,હું કેવી રીતે બધા ને મારી સચ્ચાઈ સમજાવું, વિચારું છું અહી ક્યાંક જતી રહું ."
"જીંદગી ની મુશ્કેલીઓ થી ભાગી જવું એ આપણાં ભણતરે શીખવ્યું છે? એમ હિંમત થોડું હારી જવાય ,એનીજ પ્રતિસ્પર્ધી કંપની વાળા ને તારા મામા ઓળખે છે .હું વાત કરી એમાં કરાવી દઈશ."
"પણ મામી ,એમાં સક્ષમ નો શું વાંક ?"
" એમ લાગણીવેડા નાં કરાય ,લોકો ની વાતો અને સક્ષમ ની પત્ની નો ધીક્ક્કાર તારું ભવિષ્ય રોળી નાખશે "
મામાને ત્યાંથી ઘરે પહોચતા નવી કંપની નો પેકેજ ઓફર નો લેટર જોયો ક્યાય સુધી હાથ માં લેટર લઇ વિચારતી ખુરશી પર બેસી રહી .મોબાઈલ ની રીંગ વાગતી હતી ને કંટાળી ને બંધ થઇ ગઈ .આજની સાંજનો સુરજ બાલ્કનીમાં એકદમ ઉદાસ ઢળતો લાગ્યો .કાલે ઓફીસમાં સક્ષમને કઈ રીતે .... ત્યાં તો ડોરબેલ વાગી .અને સામે સક્ષમ ... એકદમ જોતી જ રહી વિચાર માં ,
"અંદર આવું કે નહિ?"
ઓહ ,સોર્રી આવો આવો જસ્ટ જરા હમણાં જ આવી ને આ ..."
"ઓકે ઓકે ,ટેક યોર ટાઈમ ,આઈ વેઇટ હિયર ."કહી હીંચકા પર બેઠો .
"અ...આમ અચાનક તમે અહી ?"
"બસ,એટલો બેચેન થઇ ગયો તો કે એમ થયું જરા વાત કરી લઉં , ફોન કર્યો પણ રીંગ જતી હતી બહાર નીકળતા નીચે વોચમેન ને પૂછ્યું તો કહ્યું કે સવારે જ આવી ગયા છે એટલે ..."
"આ રીતે તમે અહી આવો ને નિહારિકા મેડમ જાણે તો વધુ તોફાન થશે અને ....આપણું કામ કરવું અઘરું થઇ જશે." સક્ષમ ઉભો થઇ એકદમ કૃતિકા ને વળગી પડ્યો .
"પ્લીઝ તમે આમ ....." અને કૃતિકા ની આંખ માંથી ગરમ ગરમ આંસુ ટપકવા લાગ્યા. ખભા પર ટપકતા સક્ષમ નાં આંસુ ના સ્પર્શે બોલતી અટકી ગઈ .
"હું તારા વગર નહિ જીવી શકું .ફક્ત કામ નહિ મારી જિંદગી નો એક ભાગ બની ગઈ છે તું ."
"પણ...... " મન મક્કમ કરતા સક્ષમ ને દૂર ખસેડતા બોલી ,
"મારાથી હવે કામ નહિ થાય અને મને એક મોટું પેકેજ મળી ગયું છે એમાં વધારે રસ છે ."
"આ શું બોલી રહી છે તું ? હું તને પ્રેમ કરું છું તું કહે તો હું બધું છોડી દેવા તૈયાર છું "
"પ્લીઝ તમે જતા રહો અહીંથી ." અને સક્ષમનાં ગયા પછી મનભરીને રડી લીધું .રાત્રે કોમ્પયુટર પરથી નવી કંપની જોઈન્ટ કરવા નું કન્ફર્મેસન આપી દીધું ,
ઓફીસ નાં મહેણાં ટોણાં કે નિહારિકા નાં ધિક્કાર ને તો જીરવી જતે પણ સાથે રહી આ પ્રેમ કેવી રીતે ખાળી શકતે .

સફરનો સંગાથ

વેકેશન પડે એટલે જીનીતા બે મહિના  કાકા ,મામા ,માસીને ત્યાં મુંબઈ રહેવા જાય . પિક્ચર જોવા અને ખાવું -હરવું -ફરવું .૧૨ th નાં નવા વર્ષની તૈયારી પણ કરવાની .સાહિત્ય  ,ગઝલ   ગીતોની નવી નવી સમજ આવેલી. જાગતી આંખે સપનાં જોવાનાં દિવસો .
              
વહેલી સવારે ઘરે પાછા જવા ટ્રેઈન પકડવાની  છે ,  સ્ટેશન પર ટાઇમે પહોંચ્યા પણ ખાસ્સી  ભીડ, માંડ માંડ એક બેસવાની સીટ મળી  .સામાન ગોઠવી રહી હતી ત્યાં બાજુ માં બેઠેલ યુવકે મદદ કરી .
"આવજો આવજો," કરતાં માસી અને કઝીન્સ  જઈને  પહોંચ્યાંનો ફોન કરવાની સૂચનાઓ  આપતા હતાં. ટ્રેઇન સ્ટાર્ટ થઇ . ધીરે ધીરે  ગોઠવાયા. અને પછી જીનીતા એ બાજુમાં બેઠેલા યુવક ને ' થેન્ક્સ ' કહ્યું . બારીમાંથી પસાર થતાં  દ્રશ્યો જોઈ  બેસી  રહ્યા .બધા આજુબાજુ કઈ વાતો કરી રહ્યા હતાં .બાળકો  ચોકલેટ માટે ધમાલ કરતા હતાં .જીનીતાથી પણ એ જોઇ હસાઈ ગયું . ત્યાં તો બાજુમાંથી યુવકે પૂછ્યું .
"તમે ક્યાં જવાના ?" જીનીતા એ જવાબ  આપ્યો એટલે યુવક કહે, "ઓહ ,હું પણ ત્યાંજ રહું છું ." થોડી ઘણી વાતો કરતા ગયા . એનું નામ  નીરજ  હતું . અને જીનીતાનાં જ શહેરમાં  ફર્સ્ટ યરમાં સ્ટડી  કરતો હતો .  એના મોટા બહેનને ત્યાં પૂજા હતી  એટલે બે -ત્રણ દિવસ માટે મુંબઈ આવ્યો હતો .સ્ટડી ને ફિલ્મોની થોડી વાતો થઇ રહી .અને ત્યાંતો સ્ટેશન આવ્યું . સામાન ઉતારવામાં મદદ કરતાં નીરજનાં હાથે અને   વ્હાઈટ  ટી- શર્ટ પર   હેન્ડ બેગમાંના  ઢોળાઈ ગયેલા અથાણા નો ડાઘ લાગ્યો . જીનીતાએ બે ત્રણ વાર' સોરી 'કહ્યું .  ભીડમાંથી  સામાન સાચવતા  જીનીતા સ્ટેશન ની બહાર નીકળી . ભીડ માં આગળ પાછળ થઇ ગયા હતાં  બન્ને. આમતેમ જોતા  રીક્ષાની લાઈન માં ઉભી રહી ગયી .  ભીડમાં અચાનક જીનીતા ની નજર રીક્ષાનીલાઈન મા જ ખાસ્સા દૂર ઉભેલા નીરજ પર ગઈ .નજરો મળી રહી હતી .પણ  દૂર હોવાને લીધે વાત પણ શું કરવી .એટલામાં તો રીક્ષા આવી .
'જલ્દી બેસો ,જલ્દી બેસો'  ની બૂમ સાંભળી જીનીતા  રીક્ષામાં બેસી ગઈ.અને રીક્ષાવાળાએ તો પવનવેગે  હંકારી દીધી .
              
શું કહે જીનીતા ?  કે પાછળ  મારો  મનગમતો સંગાથ રહી ગયો છે ...
વરસો વીતી ગયા આજે પણ જીનીતાનાં દિલના  એક ખૂણામાં  મીઠી તીખી યાદ  ટકોરા  માર્યા વગર ગમે ત્યારે  આવી  જાય છે .અને ....
જીંદગી ટ્રેઈન ની જેમ દોડતી જાય છે...
-મનીષા જોબન દેસાઈ