Tuesday 18 October 2016

૨૧ રહસ્યકથા એ.સી.પી સુજમસીંગ શ્રેણી

૨૧ રહસ્યકથા એ.સી.પી.. સુજમસીંગ શ્રેણી 


એક હત્યા

દહેરાદુન શહેરની એક વરસાદી સાંજ અને ઢોળાવવાળાં રસ્તે સ્ટીક  લઈને ધીરે ધીરે ચાલતાં પ્રો.સોમેશ્વર ચૌધરી ,કોઇનો અવાજ સાંભળી અટકી ગયાં,
'અરે,ગુડ ઇવનીંગ કેમ છો સર?'કહેતાં ઇન્સ્પેકટર સુજમસીંગે હાથ મેળવ્યો.
'કેમ અત્યારે આ તરફ ?કોઇનો પીછો કરો છો કે કેમ?
'એકદમ એવું તો નહીં પણ આ સ્ટ્રીટ સાંકડી છે એટલે જીપ મેઇનરોડ પર મૂકી ચાલતો જરા એક જણને ત્યાં ઇન્કવાયરી માટે જાંઉ છું.'
'વેરી વેલ. યંગમેન ' અને "ગુડ બાય" કહીને ઇન્સ્પેક્ટર ઝડપથી ચાલતા બાજુની ગલીમાં વળી  ગયો .લગભગ આખું શહેર પ્રો .સોમેશ્વરનાથજી ને જાણતું હતું .અત્યંત સરળ અને લોકપ્રિય વ્યક્તિ . 
અને ખાસતો 2 વર્ષ પહેલા  એમનાં જીવનમાં બની ગયેલી કરુણ ઘટના પછી એકલા પડી ગયેલા પ્રોફેસર અને એમનાં પત્ની સાથે શહેરની જનતા વધુ લાગણીશીલ થઈ ગઈ હતી .ધીરે ધીરે ચાલતાં બંગલે પહોંચી બહાર ગાર્ડનમાં  બેઠા .એટલામાં એમનાં પત્ની શીખાદેવી ફોન પર વાત કરતા બહાર આવ્યા .એમનાં દીકરા વિક્રાંતનો ફોન હતો જે દેશની મોટી એરલાઈનમાં ઓફિસર હતો અને દિલ્હી રહેતો હતો.બંને જણ દીકરા સાથે જનરલ વાતો કરી રહયાં હતાં.થોડી વાર એકબીજાની સામે જોતાં બેસી રહયાં .
'આજે સવારે તમારી ક્લબમાંથી મિટિંગનો અને પ્રાર્થનાસભાનો કાર્ડ આવ્યો છે "અને ...દીકરી શુભદાની પુણ્યતિથિને દિવસે 2 વર્ષથી યોજાતી કેન્ડલ પ્રાર્થના યાદ આવી ગયી સોમેશ્વરજીને .આંખમાં ચમકતા આંસુ જોઈ શીખાદેવી ઉભા થઈ ખભે હાથ  મૂકી ઉભા રહયાં અને હાથ પર આંસુ ટપક્યા જોઈ સોમેશ્વરજી એ ઊંચે જોયું અને ધ્રુસ્કે ધ્રુસકે બંને રડી પડયા .જ્યુસ લઈને આવેલા સર્વન્ટની પણ આંખ ભીની થઈ ગઈ .અને બોલ્યો ,'સાહેબ તમે ચિંંતા નહીં કરો ,ભગવાન ગુનેગારોને જરૂર સજા આપશે .'  અને સોમેશ્વરજીની આંખ સામે ભૂતકાળ  તરવરી ઉઠ્યો.
     
19 વર્ષની દીકરી શુભદા જે હજુંતો જિંદગીની નવી ઉડાન ભરતી હતી.ફ્રેન્ડનાં દીકરા વીજલ સાથે વિવાહ નક્કી કર્યા હતાં, જેની શહેરમાં ખૂબ મોટી ટી -એસ્ટેટ હતી . એક દિવસ સાંજે લાઈબ્રેરીમાંથી નીકળતાં વચ્ચેની અગાસી પર ધીમો ગણગણાટ સંભળાતો હતો એ જોવા ગઈ અને સીનીઅર કલાસનાં થોડા યુવાનો ભેગા થઈ દારૂની બોટલ અને સિગારેટ સાથે કદાચ ડ્રગનું પણ સેવન કરતા હતાં .તરત પાછી ફરી  દોડતી દાદર ઉતરી ગયી .પાછળથી, "હેઈ' બૂમ સાંભળી પણ ઝડપથી કાર સ્ટાર્ટ કરી  નીકળી ગયી અને 100 પર  ફોન કરી કમ્પ્લેન નોંધાવી .પોલીસે તરત જઈ બધાને પકડયા અને નાંનકડા શહેરમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયાં.બીજે દિવસે કોલેજમાં અને બધાએ ખૂબ અભિનંદન આપ્યા અને આ રીતની  ગુનાખોરીની વિરુદ્ધ સજાગતાં બદલ શુભદાનું  બધે સન્માન કરાયું ડૃગનાં ગુનામાં જે વિદ્યાર્થી હતો એને કોલેજમાંથી ડીસમીસ કરવામાં આવ્યો અને બીજા વિદ્યાર્થીઓને થોડી સજા થઈ .કોર્ટમાં કેસ ચાલ્યો . સમય વીતતો ગયો .
   
અને....... છેલ્લા વર્ષનું વાર્ષિક ફંક્શન હતું જેમાં શુભદા પોતાનું ગીત રજુ કરવાની હતી .એકદમ સરસ તૈયાર થઈને 'ડેડી -મમ્મી તમે ટાઇમપર આવી જજો 'કહી રિહર્સલ માટે 3 કલાક વહેલી નીકળી .સોમેશ્વરજી તૈયાર થઈને કોલેજનાં ફંક્શન માટે નીકળી રહયા હતાં ત્યાં શુભદાની ફ્રેન્ડનો ફોન આવ્યો અને શુભદા વિશે પૂછવાં માંડી .થોડીવાર રહીને  એનાં લેડી પ્રોફેસ્સરનો ફોન આવ્યો અને કેમ હજુ આવી નથી વિશે પૂછવા માંડયા અને શુભદાનાં ફોન પર રિંગ જાય છે અને ફોન ઉઠાવતી નથી એમ જણાવ્યું .સોમેશ્વરજીએ ફોન લગાવી જોયો પણ એમનો ફોન પણ નહીં લાગ્યો .
જલ્દીથી કોલેજ પહોંચ્યા.પ્રોગ્રામ શરૂ થવાની તૈયારી હતી.બધાને પૂછી વળ્યાં .અને પછી વિજલને ફોન કરી જોયો.એ તો શહેરની બહાર પોતાનાં ફાર્મ પર હતો અને પપ્પા મમ્મી પણ આઉટ ઓફ સ્ટેશન છે એમ કહ્યું .હું જસ્ટ પહોંચું જ છું અને આ સાંભળી  સોમેશ્વરજી એકદમ ચિંતામાં પડી ગયા.
     
કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને થોડીજ વારમાં એનું ગીત આવશે એટલે આમતેમ હશે તો આવી જશે એમ વિચારી ઉભડક જીવે બેસી રહયા .શીખાદેવી પણ આમતેમ જોતા બેસી રહયા અને એટલામાં શુભદાનું નામ ડિક્લેર થયું પણ 10 મિનિટ વીતી જવા છતાં કોઈ આવ્યું નહીં એટલે બીજી આઈટેમ શરૂ કરી.  સોમેશ્વરજી તરત ઉભા થયા અને પાછલી સીટ  પરથી  વીજલ પણ સાથે ગયો .કોલેજનાં પાર્કિંગમાં તપાસ કરી તો કાર એની હતી નહીં .અને વધુ સમય નહીં બગાડતાં તરત એમનાં ફ્રેન્ડ કમિશ્નર સક્સેનાને ફોન જોડ્યો અને કઈ રીતે આગળ તપાસ કરવી વગેરેની માહિતી મેળવી. એમણે તરત એક ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને મોકલ્યા અને સોમેશ્વરજી પાસેથી બધી વિગત જાણી .શીખાદેવીએ જણાવ્યું કે જતી વખતે કોઈ સી.ડીની શોપમાં  જવાની હતી.શહેરની એક સી.ડી.ની દુકાનની બાજુની સ્ટ્રીટમાંથી એની કાર મળી .અને હવે તો એનો ફોન પણ બંધ થઈ ગયો હતો .આખી રાત બધે ફરી વળ્યાં પણ કોઈ પત્તો નહીં લાગ્યો શુભદાનો .આવું બની જ કેવી રીતે શકે.આવી રીતે એ કદી પણ  જાય જ નહીં .કોઈ બીજા કામમાં કે કોઈની તકલીફમાં સાથે ગઈ હોય તો ફોન તો જરૂર કરે .
       
અને બીજે દિવસથી તપાસ વધુ સઘન બનાવી.અને છેક ત્રીજે દિવસે  સાંજે એકદમ દિલગીરી સાથે કમિશ્નર સક્સેનાનો જલ્દીથી હોસ્પિટલ પહોંચવાનો ફોન આવ્યો.ત્યાં જોયું તો શુભદાની એકદમ ખરાબ હાલતમાં ઝાડીઓમાં હત્યા કરી ફેંકી દીધેલી લાશ જોવા મળી .બળાત્કારનાં કોઈ નિશાન નહોતા અને બંને પતિ પત્ની આક્રંદ સાથે ભાંગી પડયા.આખા શહેરમાં દહેશત ફેલાઈ ગયી .સ્પેશીઅલ ટીમને બોલાવી  ઈન્કવાયરી સોંપી . જૂની વાતને ધ્યાનમા લઈને પેલા કેસવાળા છોકરાઓની તપાસ કરાવી ,ડ્રગ કેસવાળો છોકરો જેલમાં હતો અને બે છોકરા શહેર છોડી જતાં રહેલા અને એક છોકરો કોલેજ છોડી એક્સટર્નલ એક્ઝામ આપી ક્યાંક નોકરીએ લાગ્યો હતો .કાર મૂકીને ગઈ હતી એટલે ચોક્કસ કોઈ જોડે જાતે જ ગઈ હોવાનું અનુમાન  ઇન્વેસ્ટિગેશન ટીમે લગાવ્યું .મોબાઈલ કંપની પરથી ફોન ડીટેલમાં કોઈ નવી વાત જાણવા નહીં મળી.સી.ડી ની દુકાનવાળાએ કહ્યું કે હા મારે ત્યાંથી એક રેકોર્ડિંગ માટેની સી.ડી લઈ ગયા હતા અને બહાર કોઈ સામાન્ય દેખાતા કપલ સાથે વાત કરતાં ઉભાં હતા એટલું મારા કાઉન્ટરની બાજુના કાચમાંથી દેખાતું હતું પછીનું કઈ મને ધ્યાન નથી .
   
હવે એ વાતને પણ  2 વર્ષ થવા આવ્યા અને કાલે તો મારી દીકરીની પુણ્યતિથિ ,"હે ભગવાન ,હું મારી દીકરીની હત્યા કરનારને મોતની સજા આપવું તો જ એના આત્માને શાંતિ મળશે .નવો આવેલો ઇન્સ્પેક્ટર સૂજ્મસિંઘ ચપળ અને ઇન્ટેલીજન્ટ હતો .6-મહિનામાં 2-3 ચોરીના અને આત્મહત્યાના કેસનું કારણ વગેરે ઝડપથી શોધી નાખ્યું હતું .સોમેશ્વજીને એના  પર નવી આશા બંધાઈ હતી.શુભદાના કેસ વિશે એને જણાવી કેસમા એની મદદ પણ માંગી .એણે ઉપરી પાસે પરમિશન લીધા બાદ આગળ કાર્યવાહી કરી શકું એમ જણાવ્યું .અને હવે બધા પેપર સ્ટડી કરીને  શોપમાંથી બહાર નીકળી જેની સાથે વાત કરતી હતી તે કપલ અને શહેરની બધી ટેક્ષી તથા પ્રાઇવેટ ટેક્ષીઓના નંબર પર પાછી સઘન પૂછપરછ કરી જોઈ.બધા મિત્રો અને વીજલનાં મિત્રવર્તુળ સુધી તપાસ લંબાવી પણ ખાસ કઈ જાણવા નહીં મળ્યું .આજે પુણ્યતિથિ નિમિતે રાતે વિજલના ફાર્મ પર એક ડિનરનું હતું .પાર્ટીમાં ફરતા ફરતાસુજમસીગે ત્યાંના માણસો વગેરેને વીજલ અને શુભદાના સંબંધો કેવા હતા એ વિશે પૂછતાં બધે સારો ઓપિનિયન મળ્યો .ફાર્મ પર રહેતું કપલ બે  વર્ષ પર જ આવ્યું હતું એટલે એ લોકો બહુ થોડું મળ્યા હતા શુભદાને .જુના કપલ વિશે માહિતી મેળવવા બીજે દિવસે ફાર્મના મેઈન ગેઇટ પરનાં વોચમેનને પૂછ્યું .ઘણા વરસો જુના કપલને કોઈ ઝગડો થયો હોવાથી છુટા કર્યા હતા અને એ લોકો એના ગામ જતા રહયા હતા.વોચમેન પાસેથી એનાં ગામનું એડ્રેસ્સ મળી ગયું .આમ તો કશું પણ  ખાસ આશાનું કિરણ દેખાતું નહોતું પણ કદાચ કોઈ  કડી મળવાની આશાએ  ફાર્મના જુના સર્વન્ટના ગામ ઇન્સ્પેક્ટર સૂજ્મસિંઘ પહોંચી ગયો .એકદમ પાકું મકાન અને ઘરની  સગવડ  જોઈ એક મિનિટ જરા વિચારમાં પડી ગયો .એટલામાં રૂમમાંથી એક માણસ બહાર આવ્યો પાછળ એક સ્ત્રી પણ બહાર આવી .સાદા ડ્રેસમા હતો સૂજ્મસિંઘ એટલે જરા જોરથી ,"કોણ છો ? કોનું કામ છે ? ' બોલી રહેલા પેલા માણસને કહ્યું ,'અરે ભાઈ ,તારે પેલા દહેરાદુનનાં મોટા ટી .એસ્ટેટવાળા શેઠ સાથે સારું છે તો મને પણ નોકરીએ લગાડી દે ને '
'તમને કોણે કહ્યું ,હું તો એમના કામને લાત મારીને આવી ગયો .મોટા લોકોને આપણી કોઈ કદર નહીં .'
અને વધારે બોલાઈ ગયું હોઈ તેમ ચૂપ થઈ ગયો .સૂજ્મસિંઘને ગમેતેમ પણ માણસ કામનો લાગ્યો અને ફોન કરવાને બહાને પોતાના ફોનમાં બંનેના ફોટા પણ લઈ લઈ લીધા."ચાલ ત્યારેમને  કોઈ  પણ કામે લગાડી આપ .તારા તો ઠાઠ જોરમાં છે કઈ . હું પણ અહીં મારા મામાને  ત્યાં મારા ગામથી આવ્યો છું 'વગેરે સ્ટોરી બનાવી સુજમસિંગે રાત્રે કોઈ પણ હિસાબે દારૂ પીવા બેસાડી વાતો જાણવાનો ઈરાદો બનાવી લીધો.
'અહીંયા દારૂની દુકાન ક્યાં છે ?'પૂછતા પેલો રંગમાં આવી ગયો અને 'ચાલ આજે તું પણ અમારી ત્રણ જણની મંડળીમાં જોડાઈ જા .તારે માટે કોઈ કામ પણ શોધી નાખશુ.'અને રાત્રે સાથે બેસી ખાસી દોસ્તી કરી .બે દિવસ અહીં જ ધામા નાખું વિચારી પોતાનું બાઈક લઈ એક ગેસ્ટહાઉસમાં રહી પડ્યો .બીજે દિવસે રાતે ઘરે પીવા બેઠો અને  પેલા નોકરની પત્નીથી બોલાઈ ગયું 'શેઠનાં બધા ગેરકાયદેસર કામમાં કંંઈ બોલીયે તો આપણી પણ જાન જાય 'અને એના પતિના આંખના ડોળા જોઈ ચૂપ થઈ ગઈ .અને સૂજ્મસિંઘ ચોંકીને બોલી ઉઠ્યો ,
'કોની જાન ગઈ.?'
'છોડને બધી વાત '
                                                                     
થોડીવાર પછી ફોન કરી પોતાની  ટીમ બોલાવીને બંનેને ઈન્કવાયરી માટે ઉઠાવી લીધા .બંનેએ કબૂલ કર્યું , 
'ફાર્મના એરકંડીશન વેજીટેબલ ગોડાઉનમાં અડધી રાતે અવાજ આવીને જોવા ગયો તો આછા અજવાળા -અંધારામા એક ટેઁપૉમાં બ્લેક કલરનાંં કોથળા ભરાતાંં જોયા .બીજે દિવસે એકલો જઈ અંદર જોયું તો વેજીટેબલ સાથે સફેદ પાવડરની કોથળીઓ હતી .શેઠનું એસટેટમાં જ ફળ અને શાક્નાં રસ બનાવવાનું  યુનીટ પણ હતું.મેં ફાર્મ પરથી નોકરી છોડી ગામ ભાગી જવાનો ફેંસલો કર્યો .ગમે ત્યારે પકડાય તો અમે પણ જેલમાં જઇએ પણ શેઠને શક નહીં જાય એટલે તબિયતનું અને જાત જાતના બહાનાંં કરી ખોટો ઝગડો ઉભો કર્યો અને શેઠે અમને કાઢી મુક્યા.  અમે ગામથી પાછા એકવાર બાળકો માટે ખરીદી કરવા આવ્યા હતા ત્યાં સી.ડી.લઈને બહાર નીકળતા શુભદા મેડમ મળ્યા .એણે અમને ફાર્મ છોડી જતા રહેવાનું કારણ પૂછ્યું .હું તો કઈ બોલ્યો નહીં પણ સાહેબ આ મારી ઘરવાળીએ શુભદાને ફાર્મ પર એકલા નહીં જવાની સલાહ આપી અને મેડમ ઘણું પૂછવા માંડયા એમને શેઠ માટે કંઈ વહેમ ગયો અને મારી ઘરવાળીએ વેજીટેબલ સ્ટોરરૂમની  વાત શુભદા મેડમને જણાવી .શુભદા,મેડમ બહુ અચ્છી છોકરી છે અને મારા શેઠ સાથે ફસાઈ ગઈ છે એવું મારી ઘરવાળી કહેતી હતી ,પણ સાહેબ ,એ દિવસે તરત એક ટેક્ષી ઉભી રાખી શુભ્દામેડઁ  નીકળી ગયા .મેઈન રોડ પર બહારગામની ટેક્ષી હશે એટલે પકડાયું નહીં હોય .અમને ખબર હોતે કે  અમારી વાત  જાણી એ શેઠ સાથે ઝગડો કરવા જશે અને એમાં એમની જાન જશે તો અમે કોઈ દિવસ  એમને કહેતે નહીં .સાહેબ, હું તમને ખાતરીથી કહું છું વીજલશેઠે જ શુભદા મેડમને મારી નાખ્યા છે . પોલીસને કહીયે કે નહીં એ વિચારમાં હતા  પેપરમાં શુભદા મેડમની હત્યા વિશે વાંચ્યું અને અમે ગભરાઈને ચૂપ રહી ગયા.'
   
અને ..સૂજ્મસિંઘે ફાર્મ પર છાપો મારી વિજલની ધરપકડ કરી .'ટોર્ચર પછી વીંજલે કબૂલ કર્યું , ' હું પ્રોગ્રામ પત્યા પછી મારા ફાર્મ પર પાર્ટી કરવાનો હતો તેની તૈયારીમાં હતો,ત્યાં અચાનક વેજીટેબલ ગોડાઉનમાંથી ડ્રગનાં પેકેટ હાથમાં લઈ શુભદા મારા રૂમમાં આવી,  બીજા હાથમાં કિચનનો મોટો ચાકુ પોતાનાંપ્રોટેકશન માટે લઈને આવેલી .અને મોબાઈલથી મારી સાથેની વાત રેકોર્ડ કરવા પ્રયત્ન કર્યો અને લાગ જોઈ મેં એને ઝડપથી પકડી લીધી અને ઝપાઝપીમાં ચપ્પુ વાગ્યું અને અવાજ બંધ કરવા  માટે મોં  દબાવી રાખવાને લીધે એનું મોત થયું ચાકુને કારણે થોડી ઇજા થઈ હતી .ને એને મોટા બ્લેક પ્લાસ્ટિકનાંં કોથળામાં નાખી,મારા બેડરૂમની બાજુમાંથી પાર્કિંગમા સીધો દાદર છે ,ગાડીની ડીકીમા લઈ જઈ  જંગલની ઝાડીઓમાં ફેંકી દીધી એની ઓઢણીથી મોં દબાવેલુ તે મેં સળગાવી દીધી હતી .'
અને આ સાંભળતા સૂજ્મસિંઘે  એક્દમ ગુસ્સાથી વિજલને માર્યું અને આંસુ ભરેલી લાલ આંખે બોલ્યો ,
'તને હું મોતની સજા કરાવીને જ રહીશ '
 અને .. કેસ જીતીને સુજમસીગ આક્રંદ કરતાંં સોમેશ્વરજી ,શીખાદેવી અને એમનાંં દીકરા વિક્રાંતને આશ્વાસન આપતા પોતે પણ રડી પડ્યો .

ગુસ્સો             

જોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો .બારીનાં કાચ પર  ઝંઝોડાતા વૃક્ષનાં પાન અથડાઇને અજબ અવાજ કરી રહ્યા હતાં. એ .સી .પી .સૂજ્મસીંગે ડ્રોવરમાંથી ફાઈલ કાઢી બેગમાં મૂકી .ટેબલ પર પડેલો ગ્લાસ ઉઠાવી પાણી પીને ફ્રેશ થયો .એનાં આસીસ્ટન્ટને જરૂરી સૂચનાં આપી .એટલામાં મોબાઈલની રિંગ વાગી.સામેથી કીનલનો મધુર અવાજ સાંભળી સખત ચહેરા પર આછી સ્મીતની  રેખાઓ લહેરાઈ ગઈ .કીનલ એની ફિયાન્સી, એન્ગેજમેન્ટ ને 7-8 મહિના થયા હતાં .સૂજ્મસીંગ ચાર  વર્ષ અત્યંત તેજસ્વી કારકિર્દી અને ઝડપથી સોલ્વ કરેલા કેસનાંં એવોર્ડ બાદ દહેરાદૂનથી દિલ્હી આવ્યો હતો અને કીનલ ,જે મમ્મીની ફ્રેન્ડની દીકરીને પાર્ટીમા મળ્યો અને બંને પ્રેમમાં પડેલા .પણ... અવાજ તો સૂજ્મનો જરા પહાડી .
'હેલો ..બસ જસ્ટ ...'
' જરા અવાજમાં પ્રેમ ભળે તો સારું ....ડરી જવાય છે 'કીનલે નાજુક પ્રેમિકાની અદામાં સૂજ્મને ખખડાવ્યો .આંખ સામે કીનલની હસતી આંખો અને ખુબસુરત ચહેરો તરવરી ઉઠ્યો .
અને સૂજ્મ હસી પડ્યો.
'આ બેગ લઈને નીકળું જ છું .બસ તૈયારી ,ઘરે જતાં મળતાં જવાનાં તારા આગ્રહે વધારે શિસ્તબદ્ધ બનાવી દીધો છે . મોડે સુધી અહીં બેસવાને બદલે ઘરે રાત્રે કેસ રીફર કરવાનું વધુ સરળ થયું બાકી મારે તો અહીં જ બાર -એક વાગી જતાં.'
કીનલ સાથે અડધો કલાક વીત્યો અને ફરી મોબાઈલ રણક્યો .
'સર ,જલ્દીથી જસતપુરી એરિયા પહોંચવું પડશે .શહેરનાં ટોપ બીલ્ડરોમાંના એક ઉજાસ ખન્નાનું મર્ડર થયું છે .એમના વીલાનાં બેડરૂમમાં લાશ પડી છે .મેં થોડી જનરલ વિગતો જાણી છે ફોન પર બાકી વાતો મને અહીંથી પીક કરતા જાવ એટલે કરીએ .'
'ઓહ માય ગોડ, જમીનોના બીઝનેસમાં ગુનાખોરી ખૂબ વધી ગઈ છે 'સ્વગતઃ બોલતાં,
'બાય ,ગુડ નાઇટ' કહી નીક્ળી ગયો . ફાસ્ટ ટર્ન મારી ઓફિસ તરફ કાર ભગાવી.
સૂચનાં આપતાં ઉજાસ ખન્નાની ઓફિસ પર બે જણને તરત રવાનાં કરી ઓફીસ સીલ કરાવી દીધી.
રસ્તે વાત કરતાં આસીસ્ટંટ. ગીરીરાજે જણાવ્યું ,
'સર,ઑફિસેથી ઘરે પહોંચી ઉજાસ ખન્ના જમીને પોતાની લાઈબ્રેરીમાં કોમ્પ્યુટર પર બેઠા હતાં .અને ત્યાં કોઇએ ગોળી મારી અને એ નીચે ફસડાઈને પડયા છે .ગોળી પાછળથી ગરદન પર વાગી છે ,ઘરનાં નોકરનો ફોન આવ્યો હતો એમનાં પત્ની કોઇ ફંક્શનમાંં ગયા હતાં અને હવે કદાચ આવી ગયા હશે .આપણાં બે કોન્સ્ટેબલે ત્યાં પહોંચી બધું બરાબર કલોઝ કરાવી દીધું છે .'
'વેલ,ગીરીરાજ થેન્ક્સ, ઝડપથી કેસ ઉકેલવાનો આપણો સંકલ્પ તેં બરાબર યાદ રાખ્યો છે .'
'થેન્ક્સ સર ,તમારી સાથે કામ કરવાની ખૂબ મઝા આવે છે .'
                                    ફોરેન્સીક લેબ પર ફોન કયોઁ એટલામાં તો ઝડપથી દિલ્હીનો ટ્રાફીક કાપતાં જસતપુરી પહોંચી ગયાં .ખૂબ પ્રખ્યાત માણસ એટલે તરત લોકો ભેગા થઈ ગયા હતા .ભીડ હટાવવાની સૂચના આપતો સૂજ્મસીંગ ઘટનાનાં સ્થળે પહોંચી ગયો.   એમનાં પત્ની નીર્વલ તથા દીકરી અને જમાઇ બધાને જનરલ વાતો પૂછી .દીકરો અમેરિકા છે. શહેરની ખૂબ મોટી જમીનનો સોદો કર્યો હતો અને  પેમેન્ટ બાદ નવી ડિમાન્ડ થવાને કારણે ફાઇનાંન્સર અને પેપર માટે ગવર્મેન્ટ સાથેની મીટીંગ્સમાં ખાસ બીઝી રહેતા હતાં.અને ટેન્શનમાંં પણ રહેતા હતાં.આજે સોશીઅલ ફંક્શનમાં જવાનું હતું પણ છેલ્લે કેન્સલ કર્યું.ખૂબ મોટી વિલાની પ્રિમાઇસીસ અને સર્વન્ટ પણ જમીને રૂમમાં જતો રહેલો.દીકરી ત્રણ વરસ પહેલા પરણીને સાસરે હતી .પોતે સેફટી માટે ગન પણ રાખતાં હતા .ખુરશી પણ ઊથલીને પડી હતી અને વાગ્યા પછી ઉભા થઈ થોડું ચાલવાનો પ્રયત્ન કરતાંં ઢળી પડયા હતાં એવું લાગી રહ્યું છે.જનરલ ઈન્કવાયરી વગેરે કરી ઘરે પહોંચ્યો .
                                      દિવસ વીતતાં જાત-જાતની અટકળો લગાવતાં ન્પેયુઝપર અને સોશીઅલ મીડિયા પર વાતો ફેલાવા માંડી અને જલ્દીથી કેસ સોલ્વ કરવાં માટે પોલીટીશીયનનું પણ પ્રેશર આવવા માંડ્યું હતું.ફોરેન્સીસીક રિપોર્ટ અને બધી ઘરની વ્યક્તિ પબ્લીલીક મિત્રો વગેરેનાં સ્ટેટમેન્ટ ,ફોટા ,વિડિઓ બધું તૈયાર કરીને ગીરીરાજે મૂકી દીધું હતું .જમીનનાં સોદાનાં પેપરની વકીલે હાઇલાઇટ કરી આપેલી વિગત ફરીથી વાંચવા માંડ્યો .4વર્ષ પહેલા થયેલી ડીલમાં નવાં ઉમેરાયેલા બે નામ પૂર્વાંગ અને પૂર્વી ,બંને એન .આર .આઈ પતિ પત્ની કોઈ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર ઉજાસ ખન્નાની કન્સ્ટ્રક્સન કંપની સાથે જોડાયા હતા .પૂવાંગ સાલિયા કેલિફોર્નિયાની એક નાની કન્સ્ટ્રક્સન કંપનીના માલિક હતા અને ઇન્ડિયામા થોડાક પર્સન્ટેજંના પાર્ટનર થયા હતા .આ પ્રોજેક્ટ માટે ઘણું ફંડ ભેગું કરવાનું હતું અને બીજા નવાં પણ જોડાવાની ડીલ ચાલી રહી હતી .
પૂર્વાંગ સાલીયા અને પૂર્વી ત્રણ વર્ષથી દિલ્હીમાં આલીશાન ફ્લેટ લઈ શિફ્ટ થયા હતાં .એનો મોટોભાઈ કેલીફોર્નીઆ કંપની સાંભળતો હતો.અને એક દીકરી યુ.એસ .જ ભણતી હતી.બિલ્ડર ઉજાસ ખન્ના સાથે ઘર જેવા રિલેશન થઈ ગયા હતા અને નવા સર્કલમાં પણ જાણીતા થઈ ગયા હતાં .પૂર્વી પણ બીઝનેસ મેનેજમેન્ટની બ્રાઇટ ગ્રેજ્યુએટ હતી.બીજે દિવસે સવારે પૂર્વાંગને મળવા નીકળી ગયો અને 7th ફ્લોર પરની ઓફિસમાં દાખલ થતાં જ પોતાની ઓફિસમાંથી ઝડપથી નીકળી પૂર્વાંગ રિસીવ કરવા આવ્યો .
'ગૂડ મોર્નિંગ સર,શું મદદ કરી શકું .?'અને લેવીશ ઓફિસમાં બેસી ચા-કોફી ઓફર કરી
'થેન્ક્સ,જરા ઉજાસજી વિશે પૂછવું હતું '.એટલામાં મોબાઈલ પર વાત કરતા પૂર્વી બાજુની કેબિનમાંથી એન્ટર થઈ. એકદમ સ્માર્ટ,બ્યુટીફૂલ ,લાઈટ ગ્રે કલરના ચુડીદાર ડ્રેસમાં હતી .પૂર્વાંગે ઓળખાણ કરાવી અને સૂજ્મસીંગ 'નમસ્તે મેડમ 'કહી આગળ વાત કરવા માંડ્યો.બીઝનેસ વિશેની કોઈ પ્રોબ્લેમ વાળી વાત જણાઈ નહીં .તો પણ પૂર્વાંગ જે રીતે સ્માર્ટલી વાત રજૂ કરતો હતો,ઘણું છુપાવ્યું હોવાનું સૂજ્મસીંગની સમજમાં આવી રહ્યું હતું .   સ્માર્ટ કપલ હતું .ઉજાસ અને ફેમિલી વિશે ખૂબ સારો ઓપીનિયન બંનેએ આપ્યો .
'ઓકે ,ફાઈન નાઇસલી કો-અપ બોથ ઓફ યુ .કંઇ જરૂર પડે તો ફરી કોન્ટેક કરીશ 'કહી સૂજ્મ ઝડપથી નીકળી ગયો ' અને અચાનક એણે ઘટના વખતે કોમ્પ્યુટર પર અમેરિકા દીકરા સાથેની વિડીઓ કોલીંગ ચેટ પછી એક ડોકયુમેન્ટ બતાવતો  સેલ્ફી અંતીમ ફોટો વધુ વિગતથી જોયો .પાછળ બહુજ ઝાંખો શેડ પડેલી આંગળી જેવું લાગી રહ્યું હતું માથું કી-બોર્ડ પર અથડાયું અને કોમ્પ્યુટરની એઝ ઇટીઝ પોઝિશનમાં સ્ક્રીન મુવ થઈ હશે એવું લાગતું હતું .કમ્પ્યુટર એક્સપર્ટને પુછાતાં કહ્યું કે રેકોર્ડિંગ સેવ નથી થયું પણ કોઇ લાસ્ટ ફોટો જેવું જ છે .રોજની જનરલ ચેટિંગ એટલે દીકરાનાં કમ્પ્યુટર પર પણ કોઇ રેકોર્ડ નહોતું થયું .કોઈ ડોક્યુમેન્ટ બતાવતાં હોય એવો ફોટો દીકરાએ સ્ટોર કર્યો હતો .
ઉજાસનાં પત્ની નીર્વલને મળવાં ગયો અને વધુ કંઇ યાદ આવતું હોય તો કહો .
                                                    'તે દિવસે મારી નવી કીટી-ક્લબને 1 યર થયું.એટલે પાર્ટી હતી.મને તો રાત્રે એક-બે વાગી જવાનાં હતા.ત્યાં તો ફોન આવ્યોને હું ઘરે આવી.'સૂજ્મસીંગ બરાબર ઓબ્ઝર્વ કરતો વાત મગજમાં સ્ટોર કરતો જતો હતો . એકદમ સિમ્પલ સ્ત્રી જણાતી હતી .કોઈ ઝગડા કે બીજું કઈ વગેરે પૂછતાં પણ હા-ના જેવા જનરલ જવાબો મળ્યા. પાર્ટનર પૂર્વાંગ -પૂર્વી સાથે ઉજાસને કોઈ પૈસાનો ઝગડો પણ નહોતો.નાની ઉંમરમાં આગળ આવેલા એટલે દુશ્મનો તો ઘણા હતા ,પણ કોઇ ધમકીવાળા ફોન વગેરે વિશેની વાત પણ નકારી હતી.
'ઉજાસજી તો પાટીઁઓનાં પણ ખૂબ શોખીન હતાં.તમને પણ સાથે લઇ જતાં કે નહીં? આમજ પૂછું છું કયારેક પાટીઁમાં કોઇ એવી વાત સાંભળી હોય કે કોઇ એવી વ્યક્તિ હોય તો તમે યાદ કરી કહી શકો.'
'હંહ...નવી નવી કંપની મળતી હોય તો હું થોડી યાદ રહું. ભાગ્યે જ સાથે લઇ જતાં.હું મારા ઘરની જવાબદારી અને દીકરીનાં લગ્ન પછી થોડી ફ્રી થઇ. નવી કીટી શરું કરી. એ કાયમ ખીજવાઇ જતાં અને એકદમ ડલ લાઇફ જીવે છે.બહાર દુનીયા કેટલી સ્માર્ટ થઇ છે,વગેરે... સારુ ગુ્પ બનાવ,બીલકુલ સેકસી નથી લાગતી, મને એવું પણ સંભળાવે .મેં ઇંગલીશનાં કલાસ પણ જોઇન્ટ કરેલા.પૂર્વીની પણ સારી મદદ મળી રહી .મારી કીટીમાં સાથે મેમ્બર હતી. હું કમીટી મેમ્બર એટલે એ દિવસે બહું બીઝી.અમે બધા પાટીઁ કરી મોડા જમવાનાં હતાં.પૂવીઁ બૂકે લઇ વીશ કરવાં આવી હતી.'
'ઓ.કે. છેલ્લે સુધી પૂવીઁ મેડમ સાથે હતાં?'
'મને ધ્યાન નથી .1૫૦૦ મેમ્બર થઇ ગયેલા અને ભાષણ વગેરે વગર જરાક ઇન્ટૃોડોકસન અને ફન પાટીઁ હતી એટલે ડાન્સ -ગેમ અને આવા મોટા પાર્ટીપ્લોટ માં ....'અને નીવઁલની વાત કાપતાં  સૂજમ બોલ્યો...
'ઓ.કે ,આટલાં બીઝી તો પણ તમે એટલાં લાગણીવાળા કે ઉજાસજી માટે નોકરને ફોન કરી કેસરી દૂધ આપવાનું કહયું અને એણે જોયું તો તરત પોલીસને ફોન કયોઁ.નોકર પણ સ્માર્ટ કહેવાય.'
' હા,અમારે ત્યાં બધા જરુરી નંબર બેકફાસ્ટ ટેબલ પાસેની વોલ પર લખીને સ્ટીક કરેલાં છે ,તરત પછી મને અને ઘરનાં બધા નંબર પર ફોન કર્યો ને બધા ભેગા થઇ ગયાં.'
'વેલ,મેડમ મુદ્દાની વાત પર આવીએ?નોકરને ફોન કરવાં ત્રણ-ચાર કીલોમીટર દૂર આવવાની શું જરુર પડેલી? નોકરને ઉજાસજીનાં રુમમાં દૂધ આપવા જવાની સૂચના આપતો ફોન ખેલ ખતમ કર્યાનાં ઉત્સાહમાં થોડો વહેલો કરી દીધો.'
'શું બકવાસ કરો છો?'એકદમ માંજરી આંખોનાં ડોળા ચઢાવતાં નીર્વલનો અવાજ તરડાઇ ગયો
' બધી તૈયારીઓ સાથે જ આવ્યો છું .તમે બધી વાત કબૂલ કરો છો કે મહીલા પોલીસ અને બધાંં સબૂત બહાર જ ઉભા છે. '
અને બૂમ પાડતાં જ પહેલાં નોકર રામચરણ ધ્રુજતો અંદર આવ્યો.
પ્લાસ્ટીક કવરમાં મૂકેલી નાનકડી ગન આપતાં સૂજ્મસીંગ બોલ્યો,
'મેડમ,આ તમારી જોનપુરથી  નોકર પાસે ઉજાસ તમને મારી નાંખશે એવી દહેશતની વાત જણાવી ગેરકાયદે ખરીદી કરાવેલી એ ગન. '
અને નીર્વલ એકદમ ચીસ પાડી રડી ઉઠી.બહારથી આક્રોશમાં એમની દિકરી જમાઇ અંદર આવ્યા અને દીકરીએ રડતાં રડતાં નીર્વલને ઝંઝોડી નાંખી.
'પ્લીઝ, બધા શાંતિ રાખો.'
અને થોડી સ્વસ્થ થઇ નીર્વલે કબૂલાત શરું કરી.
'ગમેતેટલું કરવા છતાં ઉજાસ ખુશ નહી રહેતાં અને અપમાનીત કરતાં .પૂર્વી સાથેની નીકટતાં પછીતો મારામાં કોઇ રસ નહોતો .વારંવાર બહાર પણ મળતાં અને કેલીફોર્નીઆ અમે પૂર્વીનાં ઘરે રહેલાં. પૂવૅાંગ ઇન્ડિયા જ હતો.એ લોકો જગ્યા જોવાની વગેરે બહાનું કાઢી મને ઘરે ટી.વી સીરીયલ જો કહી નીકળી જતાં. પંદર દિવસમાં ભાગ્યે બે-ચાર વાર બહાર ફેરવી ભરપૂર શોપીંગ કરાવે. મને મારી સેફટી નહોતી લાગતી એટલે રામચરણ કાકા જે મારા ગામનાં ઘરેથી જ હું પરણીને આવી ત્યારથી અહીં આવેલા એમની પાસે આ પિસ્તોલ ખરીદાવેલી .મને એ દિવસે ખાતરી હતી કે મને 6-7 કલાક થવાનાં છે અને ગમે ત્યારે પાર્ટીમાંથી ગાયબ થતી પૂર્વી સાથે ઘરનો પો્ગામ ઘડશે. મારી પાર્લરની એપોઇન્ટમેન્ટ હોય ત્યારે પણ સહેજે ત્રણ-ચાર કલાક મળે એ વખતે પૂવીૅ, શું કરો છો ?કયાં છો? પૂછી વાત જાણી મળતી .કાકા પણ હવે ઉંમર થઇ એટલે એમનાં બહારનાં રુમમાં જ હોય .આ વખતે ગમે તે ભોગે હું રેડહેન્ડેડ પકડવાં માંગતી હતી.મને પૂવીૅ ઘણો સમય નહીં દેખાઇ એટલે હું ગાડી લઇ ઘરે ગઇ .અમારા વીલાની સાઇડ રોડ પરથી પણ એક એન્ટ્રી છે ,જેની ચાવી મારાંં અને ઉજાસ બંને પાસે છે ,જે એણે પૂર્વીને આપી હશે તોજ ગેટ પરના વોચમેને એને જોઈ નહીં હોય નહીંતર મને કહેજ .પણ મને બધી ફ્રેન્ડ સાથેથી નીકળતાં જરા વાર લાગી અને હું અંદર દાખલ થઈ ત્યારે એક ઝીણા બલ્બ સિવાય બધી લાઈટ બંધ હતી ઉપર ગઈ બેડરૂમમાં ટી.વીનો અવાજ પણ આવી રહ્યો હતો . મેં ધીમેથી બેડરૂમનું બારણું ખોલ્યું કોમ્પ્યુટર પર બેઠેલાં ઉજાસની ખુલ્લી પીઠ દેખાઈ રહી હતી .નાઈટ ગાઉન બેડ પર પડેલો. પૂર્વી નીકળી ગઈ હતી .મેં એકદમ ધીમેથી પાસે જઈ ખભા પર હાથ મુક્યો. કોઈ ડોક્યુમેન્ટ બતાવી ફોટો લઈ રહ્યાં હતાં.અને એકદમ હાથ દબાવી બોલવા માંડ્યાં,
'શું થયું પૂર્વી ડાર્લિંગ ,હજુ હમણાં નીકળીને પાછી આવી ?આજે 3 કલાક સાથે ગાળવા પછી પણ  મારી જેમહજુૃં તું પણ તરસી છે .અને..... તારા માટે લાવેલો ડાયમંડ સેટ તકીયાની પાસેથી લીધો કે ભૂલી ગયી ?'
અને.... મને એટલો ગુસ્સો આવ્યો કે મેં પર્સમાં રાખેલી નાનકડી લેટેસ્ટ સાઇલેન્સરવાળી ગનથી ગોળી મારી દીધી .એ ઉથલીને પડ્યાં અને ઉભા થઈ ચાલવા ગયાં અને ફરીને મને જોઈ એમની આંખ ફાટી ગઈ અને મેં બીજી ગોળી આગળ પણ ચલાવી દીધી .'
અને.....આ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા . સૂજ્મસીંગ ગળું ખંખેરતા બોલ્યો ,
'મેડમ ,પૈસાથી ગન લેટેસ્ટ ખરીદી પણ, ભૂલમાં કેટરર્સનો નામ લખેલો રૂમાલ હાથમાં રહી ગયેલો તે ખુરશીની બાજુમાંથી મળ્યો -ફોટામાં પહેલી આંગળી દેખાય એનો શેડ જે ઘણા વખતથી પહેરેલી વીંટીના કાઢયા પછી રહી ગયેલો,ઝડપથી નીકળી જતી વખતે જ પેટ્રોલ પૂરાવવાની ઉતાવળ અને ત્યાંથી જલ્દીમાં રામચરણને ઉજાસજીને દૂધ આપવાં  કરેલો ફોન, જેથી ઝડપમાં ખબર પડે અને પાર્ટીમાંં પૂર્વી નહીં હતી એવું કહેવાય એટલે બધાને પૂર્વી વિશે ત્યાં પૂછવાંં માંડયા અને રામચરણને છૂપાવી દેવા ગન આપી તે સખત માર પડતાં મળી આવી.
ખાસ વાત.... મેડમ, ગમે તેટલો ગુસ્સો આવે પણ કોઈની જાન નહીં લેવાય .ડીવોર્સનાં કાયદા એકદમ હળવા થઈ ગયા છે .કાનૂનનો આશરો લેવાય .
 અને.... સૂજ્મસીંગે બહાર નીકળી વિજયી સ્મિતસહ ઉપરીને સફળતાનાં સમાચાર આપ્યા .
' સર.થેંકસ.'
  કારની વીન્ડોમાંથી વહેતો -ઝળહળતો ટા્ફીક જોતાં કીનલને ફોન જોડી અભીનંદન લેવાં આતુરતાથી વાગતી રીંગ સાંભળી રહ્યો.

પ્રેમ અને ડાયમંડ

' હાશ ,આજે થોડી શાંતિ છે ,બપોરનો સમય જ સીલેક્ટ કરવાનો મોલમાં આવવાનો .'
કહેતાં સૂજ્મસીંગે એની ફિઆન્સે કીનલનાં હાથમાંથી શોપિંગ બેગ લીધી .શનિવારની બપોર અને જસ્ટ ફાસ્ટ ફૂડ જમી મુવીમાં જવા માટે એસ્કેલેટર પર કીનલની આંખોમાં જોતાં ફરી પૂછ્યું ,
'ખુશને  આજે?' કીનલની હસતી આંખોમાં ડૂબી જવાની તૈયારીમાં હતો ને ,મોબાઈલની રિંગ વાગી .
'શું ગીરીરાજ મારી રજા સેંકશન થયાનો લેટર આવી ગયો હોય  એવી ખુશખબર આપજે .'
પણ ......સામેથી ગિરિરાજની વાત સાંભળી એકદમ ચોંકી ઉઠ્યો .ગઈકાલની રાતે  શહેરનાં જાણીતાં જવેલર્સની ઓફિસમાં થયેલી કરોડોના ડાયમંડની લૂંટ વિશેની વિગતો જણાવી અને સૂજ્મસીંગે કીનલને.... 
'આઈ એમ સોરી ,આજનું મુવી નહીં જોવાય .'
'ઓકે '
કીનલને ડ્ોપ કરી સીધો ઑફિસની કેબિનમાં પ્રવેશતાં જ જીલય અને એનો ભાઈ પ્રણામ ગાંધી બેઠા હતા .એમની  સાથે 'ગુડ આફ્ટરનૂન' કહી પોતાની ખુરશી પર બેઠો .
'અરે સાહેબ .શાનું ગુડ આફ્ટરનૂન અમને તો લૂંટારુઓ નવડાવી ગયા.જલ્દીથી કંઈ કરો, આટલા  ટેક્નોલોજી પાછળ પૈસા નાંખ્યા અને સિક્યોરીટીથી સજ્જ મારી ઓફિસમાં આવી રીતે ચોરી થાય ,જીવવાનું અઘરું થઈ ગયું છે .'
'તમે આમ અકળાવ નહીં ,જલ્દીથી શોધી નાંખીશુ .આજે સાંજે બધી જરૂરી વિગતો અને ફોટો  વગેરે આવી જશે .સાથે બધે સૂચના આપાઈ ગઈ છે એટલે  .....વેલ, તમારા ભાઈ સવારે નહોતાં 'કહી પ્રણામ  સામે જોયું .
'હા જીલય આજે મારો પાર્ટનર શાંઘાઈથી આવેલો એને મુકવા એરપોર્ટ ગયેલો.અને ગઈકાલ રાત્રે મિટિંગ પછી ડીલ કન્ફર્મ થઈ એની  પાર્ટી હતી અને  રાતે બે વાગ્યે અમે છુટા પડયાં .સવારે ઓફિસ 9-30 એ તો ખુલી જાય ને ખબર પડી .'
'તમારા વોચમેનને પણ બાંધીને બિલ્ડીંગનાં પાછળનાં રૂમ પાસે નાખી દીધેલો.'
'હા ,હવે બધું ઑટોમેસન સિક્યોરિટી એટલે ખાલી એકજ વોચમેન મેઈન ગેટ પર અને સવારે માળી આવ્યો એણે જોયું અને બુમાબુમ કરી પછી અમને ફોન  કર્યો એટલે બધા દોડી ગયાં.' અને..... પ્રણામે ઘરે ફોન જોડી એની વાઈફ નિનિતાને બાકીનાં ઇન્સ્યોરન્સ પેપર વગેરે પણ માણસ  સાથે સૂજ્મસિંગની ઑફિસે મોકલી આપવા સૂચના આપી . થોડીવાર વાતો કરી બંને ભાઈ નીકળયા અને સુજમે ગિરિરાજને બોલાવી બહારનાં દેશોમાં જે ઓફિસ હતી એની વિગતો માંગી .ગિરિરાજે નવી બે વાત જણાવી ,બંને ભાઈઓ વચ્ચે ઘણાં સમયથી કામ બાબતમાં મનદુઃખ થયા કરતું હતું  અને ઓફિસમાં નવા અપોઈંટ થયેલા  ત્રણ અસોર્ટરની તપાસ કરવા જેવી છે એવું કહ્યું .ફોરેનની મીટીંગ વગેરે જીલય સંભાળતો એટલે અહીંનાં કામનો વધુ પડતો બોજ પ્રણામ પર હતો એ લોકોની સાવકી બહેન  અને એનાં હસબન્ડ બેલ્જીયમ ઓફિસ સંભળતા હતા.
ડાયમંડ ચોરાયા હતા એ લોકરને લેસરથી  કાપીને સાઈડ પરથી કાઢયા હતાં.સિક્યોરિટી અલાર્મ અને સી.સી.ટી .વિ  કેમેરાનાં કેબલ પણ  મેઈન બોર્ડ પાસેથી કાપેલા હતાં.ઓફિસનો આખો ફ્લોર એ લોકોનો હતો અને સાતમા ફ્લોર પર ઓફિસ .
'ગિરિરાજ  ,આ વહેલી સવારમાં થયું હોય એવું જ લાગે છે .ફ્લોર પાસે બેઠેલા પર્સનલ સિક્યોરિટીને  લિફ્ટમાંથી આવી  ઊંઘમાં જ મોઢે બાંધીને નીચે લઈ જઈ બિલ્ડિંગની પાછળ લઈ જઈ નાખી દીધો અને બંને વ્યક્તિએ એ માસ્ક પહેરેલા.ઓફિસનું લોક પણ ખોલીને જ આવ્યા લાગે  છે . બિલ્ડિંગનો મૈન વૉચમૅન એ વખતે ક્યાં હતો કઈ ખબર છે ?. .
'સર એતો ત્યાં જ હતો .અને કોઈ એવા શંકાસ્પદ ને જોયા હોય એવું લાગતું નથી .ઉપરના બે ફ્લોર બહારનાં ગેસ્ટ આવે એને માટે ઉપયોગમાં લેવાય છે ત્યાં થોડા રૂમ બનાવવામાં આવ્યા છે .પણ ઝેપ ડાયમંડ કંપનીનો જે શાંઘાઈથી પાર્ટનર મિક હુઆંગ  આવ્યો હતો એતો 5 સ્ટાર હોટલ રિચમંડ બ્લ્યુમાં રહ્યો હતો . ઉપર રહેલા બધા ગેસ્ટ વિશેની માહિતી પણ તૈયાર છે .
સોમવારે સુજમે પાછી ઓફિસની વિઝીટ લીધી .કોઈ એવા નિશાન ખાસ મળ્યા નહીં.ઓફિસની કેબિનની બારીની લોકીંગ ક્લિપ બે દિવસથી  તૂટેલી હતી .પણ આટલી ઊંચાઈ પર ઓફિસ એટલે પ્યુન બોલ્યો પણ જીલય કે પ્રણામે  ધ્યાન નહીં આપ્યું હતું.આવું કોમ્પેક્ટ કટર મશીન વગેરે તો કોઈ ગેંગ અથવાતો પૈસાવાળી વ્યક્તિ એફોડઁ કરી શકે .એટલામાં એક જણનો ફોન આવ્યો અને સૂજ્મની આંખમાં ચમક આવી .'ઓહ ,આવું છે ?' 
અને પ્રણામને હજુ થોડો વધુ સમય લાગશે તપાસમાં એમ કહી ફરી નીકળી ગયો. શાંઘાઈ ફોન કરી એજનટ પાસે જરૂરી વિગતો મંગાવી.અને ફોન કોલ્સની વિગતો જોતા આછું સ્મિત ફરકી ગયું .
આ વીકમાં કેસ સોલ્વ કરી સરને આપી દેવો છે .અને  રાત્રે ઘરનાં કોમ્પ્યુટર પર બેસી ઇનિશીઅલ રિપોર્ટ તૈયાર કરી દીધો. થોડીવાર  ફોટા શાંઘાઈથી આવે એની રાહ જોતા ટી.વી ઓન કરી કિનલને ગુડ નાઈટનો ફોન કરી ઉંઘવાનો  પ્રયત્ન કરવા માંડ્યો.  બીજા દિવસની ફ્રેશ મોર્નીગ અને કોમ્પ્યુટર પરથી થોડી પ્રિન્ટ કાઢી ઓફિસ જવા રવાના થઈ ગયો અને પ્રણામને ઓફિસ પર બોલાવ્યો .
'ગુડ મોર્નિંગ સાહેબ ,કંઈ આશાનું કિરણ દેખાયું હોય એવું લાગે છે .'
'હા .......આશાનું કિરણ તો ખરું પણ સાથે થોડું દુઃખ પણ થશે એ જાણીને કે આ ચોરી તમારા ભાઈ જીલયે જ કરાવી છે . મિક હુઆંગની સાળી સાથે જિનલ પ્રેમમાં હતો અને તમારા બધાનો એની સાથે લગ્ન કરે એ માટે વિરોધ હતો ?'
'હા ...આ...આ..... પણ એ વાતને તો એક વર્ષ થઈ ગયું છે અને છેલ્લી બે મિટિંગ હેન્ડલ કરવા શાંઘાઈ હું ગયો હતો .હવે એનો કોઈ સંપર્ક રીરોલી સાથે નથી .'
'એ તમારો વહેમ છે મિસ્ટર પ્રણામ ,જીલયે ત્યાં રીરોલી સાથે લગ્ન કરી સેટલ થવાનું નકી કરી આમ તો એને બિઝનેસમાંથી ભાગ તરત મળવાનો નહોતો એટલે આ ચોરીનો પ્લાન  ઘડી નાખ્યો ને એમાં મિક હુઆંગ તો એકદમ નિર્દોષ માણસ છે એટલે ઘણી સાચી વાતો એની સાળીનાં લગ્નના પ્લાન  વિશે જણાવી.અમે તમારું નામ દઇ મીક પાસે રીરોલી વિષે માહીતી કઢાવી. એક જ લેડીઝની આઇડેનટીટી ખોટી નીકળેલી . મિક હુઆંગ સાથે રીરોલી પણ આવી હતી અને ઉપરનાં જ ગેસ્ટ હાઉસમાં નામ બદલી રહી હતી .ચોરેલા ડાયમંડ લઈ એ પણ જુદી ફલાઇટમાં સવારે નીકળી ગઈ હતી.પોતાનાં રૂમની બહારનાં પેસેજની બારી જે એક્ઝેટ ઓફિસની બારીની ઉપર હતી .ચોરેલા ડાયમંડ જીલયે પ્લાસ્ટીક બેગમાં મૂકી ઉપરની બારીમાં ઉભેલી રીરોલીને દોરી બાંધી આપી દીધા. એ વાત જીલય ચોરી કરવામાં મદદ લીઘેલા વોચમેનને પણ ખબર નહીં પડે એટલે બહાનું કાઢી બહાર ચેક કરવાં મોકલ્યો.ને એ  ડાયમંડ લઈ એ સીધી એરપોર્ટ પર સિક્યોરટની મદદથી શાંઘાઇ નીકળી ગઈ અને પછી 10 વાગ્યે જીલય મિક હુઆંગને એરપોર્ટ મુકવા ગયો .તમારા ફ્લોરનાં વોચમેન સાથે મળીને પોતેજ ચોરી કરી અને એને બાંધી પાછળ મૂકી આવ્યો .એને પૈસા મળે એટલે એ જીલય સાથે સામેલ થયો . ડાયમંડ રીરોલી પાસેથી મળી આવ્યા છે.  મિક હુઆંગ ,રીરોલી પ્રેમને ખાતર અહીં જીલયને મળવા આવી છે એમ સમજી મદદ કરતા રહયાં .શાંઘાઈના અમારા એજન્ટ  રીરોલીનું સ્ટેટમેન્ટ લઈ એની ધરપકડ કરી લીધી છે અને અત્યારે 12 વાગ્યે ઓફિસ આવતાં તમારા ભાઈને ઘરે થી ઝડપી લેવાયો છે ' અને આ વાત સાંભળી પ્રણામ તો એકદમ રડી ઉઠ્યો .
'અરે ,મારો સગો ભાઈ આવો દગો કરવા તૈયાર થયો ?' બાય કહી સૂજ્મસિંગ ફરી એક સફળતા સાથે સીટી વગાડતો બહાર નીકળ્યો અને દસજ દિવસમાં કેસ સોલ્વ કરવાનાં અભિનંદન મેળવતો કિનલ ને મળવા નીકળી ગયો .
'હેલો કીનલ,તને તારી ઇન્સ્ટિટ્યૂટ પરથી પીક કરવાં આવું છું ,પિક્ચર જોવાનું બાકી છે ને ...? 

 વેર

સવારની એક્સરસાઇઝ અને ટેનિસ પ્રેકટીસ પછી આવીને ગાર્ડનનાં હિંચકા પર બેસી બ્રેકફાસ્ટ  લેતા સૂજ્મસિંગ ન્યુઝ પેપર પર નજર દોડાવી રહ્યો હતો .બે દિવસ પહેલા થયેલા એક બ્યુટીફૂલ મોડેલ સીનાહાનું  ફેશન શૉ દરમિયાન અપહરણ થયું હતું . તપાસ ચાલી રહી હતી અને મીડિયાવાળાઓએ દિલ્હી શહેરની સુરક્ષાને  લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા.મોબાઈલ રણક્યો ને કીનલનાં ઉપરાછાપરી પ્રશ્નો,
 ',શું છે આ બધું ...વગેરે .?'
'હમણાં કોઈ વાતનો જવાબ આપવાના મૂડમાં નથી હું ...'
ને સામેથી ફોન 'ઓકે 'કહી કટ.
સામે ઘાસ પર એનો પ્યારો ડોગી ઝીગારો  જે રીતે ગોળ ગોળ ફરી રહ્યો હતો એમ સુજમનાં દિમાગમાં ઝડપથી આખી ઘટના ફરી વળી .
      ઇન્ટરનેશનલ શો ઓર્ગેનાઈઝર વિલી આહુજાની બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહેલી સીહાના તોરાનીનું  રાત્રે 8-30 નાં સમયે પાર્કિંગમાંથીજ  અપહરણ કરવામાં આવ્યું હતું .પોતાનાં ઘરેથી તો બધા પાર્ટ્ટીસિપન્ટ  એક હોટલ પર ભેગા થયા બાદ પોત પોતાની કાર લઈ વેન્યુ પર પહોંચવાના હતા અને કારના શોફર ને  બહાર કાઢી ફેંકી દીધો અને કારમાં ઉઠાવી ગયા .શહેરનાં નામાંકિત યાન  ડીલરની  દીકરી  સીહાના એકદમ પ્રખ્યાત અને ખૂબ મોટું મિત્રવર્તુળ ધરાવતી હતી .અને પોલિટિકલ  સાઇન્સની ડિગ્રીના  સ્ટડી સાથે બ્યુટીકોન્ટેસ્ટમાં પણ એકવાર જીતી ચુકી હતી .આવખતે એનું ટાર્ગેટ 'હાય વેગાસ 'કોન્ટેસ્ટ જીતવાનું હતું .ફોટો સેશન  કરીને શોમાં જવા નીકળી ત્યારે પિન્ક કલરનો ગાઉન પહેરેલો .અને પર્સમાં થોડી રીઅલ જ્વેલરી પણ હતી જે ઘરેથી લઈને નીકળેલી .એ મોટે ભાગે પોતાની જ્વેલરી પહેરવાનો આગ્રહ રાખતી.નવો એક મોડેલ હર્લી અગ્રવાલ પણ એનો ખાસ મિત્ર હતો .જનરલી સાથે જ હોય પણ એ તો આ વખતે પાર્ટ નહોતો લેવાનો .સનબર્ન પાર્ટીમાં ગોવા ગયો હતો .જરૂર આ વાતની કોઈ જાણીતાને ખબર હોય અને સીનાહા પર નજર હોય એવું અનુમાન લગાવી રહ્યો હતો સૂજ્મ .
ગીરીરાજ નો ફોન આવ્યો ,
'સર હર્લી  અગ્રવાલ આવી ગયો છે અને એને ઓફિસ માં બોલાવ્યો છે .'
'ઓકે  ,હું થોડી વાર માં પહોંચું છું .'
ઓફિસ જતાં રસ્તે કિનલ ને ફોન જોડ્યો ,
'સોરી ,જરા કામમાં .....'
'હું પણ એકદમ આવેશ માં આવી ગયેલી ને પ્રશ્નો પૂછી ......'
ઈટ'સ ઓકે ,તું આ મોડેલ ને ઓળખે છે ?'
'ખાસ નહીં પણ મારી ફ્રેન્ડ પણ ફેશન શોમાં જાય છે એની પાસે નામ સાંભળ્યું છે અને કોલેજમાં વાત કરતી હતી .'
'બને તો થોડું પૂછી જોજે કઈ ખાસ લાગે નવું તો જણાવજે .કોઈ સાથે અફેર કે એવું હોય તો સર્કલમા કોઈ તો જાણતું હશે '
'યા સ્યોર ,બાય.'
   ઓફિસ પર ગૂડ મોર્નિંગ કહેતા હર્લી અગ્રવાલ સાથે હાથ મીલાવ્યા .એકદમ હેન્ડસમ યુવાન હર્લીના ચહેરા પર એકદમ અકળામણ  જોઈ સૂજ્મ ,
'કંઈ ગભરાવાની વાત નથી ,તમે ખાસ મિત્ર છો એટલે મને થયું જરા પૂછી લઉં .'
'ના ,સર એવું નહીં પણ મારા ઘરે પણ બધા ટેન્શનમાં આવી ગયા અને હું તો એ દિવસે .....'
'હા એ તો બધું ઓકે છે ,પણ તમારા મોડેલિંગ ફિલ્ડમાં કોઈ સાથે કંઈ ઝગડો કે  એવું હોય તો તમને ખ્યાલ હોય .'
'સર ,તમે કોઈને કહેતા નહીં પણ સીહાના બહુ તેજ છોકરી છે અને બહુ ઇન્સલટીંગ ટોનમાં  વાત કરતી અને આ એટિટ્યૂડને લીધે  ઘણાં એનાંથી નારાજ  રહેતાં. હું આટલો સારો મિત્ર તોપણ મારી સાથે ભડકી જાય ,આગળનાં શોમાં એને અમૃતસરના એક નવાં ડિઝાઈનર પાસે ડ્રેસ કરાવ્યો હતો એની સાથે પણ પેમેન્ટ બાબતમાં બહુ ઝગડો થયો હતો.'
'એવું તો બધું સામાન્ય થઈ ગયું છે પણ જવેલરી ને કારણે કોઈ જાણતું હોય એવું આજુબાજુમાં કોઈ હોય ?'
'સર ,મને તો કંઈ ખ્યાલ નથી આવતો અમારું ગ્રુપ તો એટલું ગભરાયેલું છે કે ....'
'ગ્રુપમાં કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ?'
'બધા એનાંથી જલતા તો હતાંજ અને નેચર આવો હોવાને લીધે વારંવાર ગૃપ  બદલાતા રહેતાં.'
ઓક,થેન્ક્સ હર્લી ફોર કો -અપ  વીથ અસ.'
અને સૂજ્મ સીંગ સીહાનાના ઘરે પહોંચ્યો.એના પપ્પા -મમ્મી બે દિવસથી ભૂખ તરસ્યાં બેસીને દીકરીના સમાચાર જાણવા ઉત્સુક હતાં તે એકદમ ઉભા થઈ ને ,
'શું થયું ? કંઈ ખબર મળ્યા ?'
'તમે શાંતિ રાખો ,હું સમજુ છું તમારું દુઃખ ,તમારી પર કોઈનો પૈસા માટે કે એમ ફોન આવ્યો છે ?'
આ સાંભળી દિપક તોરાની બોલી ઉઠ્યો ,'તમને કોણે કહ્યું ?'
'અમને કોઈએ નથી કહ્યું આમજ પૂછું છું કોઈ કિડનેપ કરીને લઈ ગયું હોય અને પૈસાની ડિમાન્ડ કરી હોય ,જનરલી એવું થતું હોય છે .'
'ના એવો તો કંઈ ફોન નથી આવ્યો .'
એટલામાં સૂજમનોફોન વાગ્યો.
'સર ,દિલ્હીથી 50 -60 કિલોમીટર દૂર હાઇવે પર ગાડી મળી આવી છે.પણ આજુબાજુ કોઈ એવા નિશાન કે બોડી મળી નથી .'
'ઓકે '
આજે ત્રીજો દિવસ થયો અને રહસ્ય ઓર ગુંચવાતું જતું હતું .
'તમારે બિઝનેસમાં કોઈ જોડે કંઈ પૈસાની લેવડદેવડમાં પ્રોબ્લેમ ખરો ?' કહેતા ફરી દિપક તોરાની  સામે જોયું .
'ના .ના ...મારે તો કોઈ જોડે પ્રોબ્લેમ નથી .'
'તમારા જુના પાર્ટનર સાથે પૈસા બાબતમાં કેસ ચાલે છે ને ?'
'હા પણ  એને આ બાબતમાં શું લેવાદેવા ?'
'તમારો પાર્ટનર એના દીકરાને માટે સીહાનાને પસંદ કરતો હતો .પણ તમારી ઈચ્છા નહોતી અને કોઈ જમીનમાં રોકેલા પૈસાના ડિસપ્યુટ માટે તમે જુદા પડી ગયેલા .'
'હા સાચી વાત છે પણ હમણાં તો મને કંઈ સૂઝતું નથી સર ,તમે મારી દીકરીને પાછી લાવી આપો .'
'જુવો આમ રડતા રહેશો તો દીકરી આવી નથી જવાની .અમારા પર વિશ્વાસ રાખો અને જેટલી સાચી માહિતી આપશો એટલું જલ્દી પરિણામ આવશે .'
'ઓકે તો કંઈ પણ ફોન કે એવું આવે તો અમને જણાવજો .'કહી સૂજ્મસીંગે બહાર નીકળી ફોન કરી આ એસ્ટેટ પર નજર રાખવાની સૂચના આપી .
 ગાડીની બરાબર તપાસ કરતાં એક બટન મળ્યું અને સુજમના મગજમાં એક વિચાર ચમક્યો .આવું સ્ટાઈલિશ બટન કોઈ શોખીન કે ડિઝાઈનર પાસે જ હોય .અને એવા તો ઘણાં સીહાનાનાં સર્કલમાં હોય .મારને કારણે હોસ્પિટલમાં હતો એ  કારનો શોફર હવે થોડો સ્વસ્થ થયો હતો .ફરી ઈન્કવાયરી કરતાં પૂછ્યું તો કહ્યું .'સાહેબ ,4-5 જાણ હતાં અને બધા યંગ જ લાગતા હતા હું તો હજુ ગાડી સ્ટાટૅ જ કરતો હતો ત્યાં બાજુમાં જ પાર્ક કરેલી ગાડી મા થી ઉતરી દરવાજો ખોલી મને અને સિંહાના મેમસાબને પકડી લીધા .હોટલનાં બાજુના પ્લોટમાં પાર્કિંગ અને જરા પણ અવાજ કરવાનો મોકો પણ નહીં આપ્યો અને મને માથામાં મારીને બાંધી દીધો .મને પછીનું કંઈ ખબર નથી .'
     આજનાં દિવસે પણ કંઈ ખાસ રિઝલ્ટ દેખાઈ રહ્યું નહોતું .સીહાનાનો ફોન પણ ગાડીમાં જ પડી રહેલો હતો .થોડી નિરાશા અનુભવતો સૂજ્મ રાત્રે કોમ્પ્યુટર પર ફરી મેપ જોતા ગાડી મળી એની આજુબાજુની જગ્યાઓનો સ્ટડી કરવા માંડ્યો .એક વ્યક્તની જાન -ઈજ્જત મુશ્કેલીમાં ને સૂજ્મની ઊંઘ ઉડી  ગઈ હતી .અચાનક રાત્રે 3-40 મોબાઈલ આવ્યો અને ઝડપથી તૈયાર થઈ ગિરિરાજને લઈ એક કારનો પીછો કરતાં ધીરે ધીરે રિસ્ક લઈ લાઈટ બંધ રાખી હાઇવે તરફ જવા લાગ્યા .અને આખી ટીમને પણ જુદા રસ્તેથી આગલા સર્કલ પાસે પહોંચવા કહ્યું .ત્યાંતોકાર ઉભી રહી  એક વ્યક્તિ ઉતરી કારમાંથી  અને તરત સૂજ્મ અને ગિરિરાજ નજીકના ઢાળ પરથી ઉતરી ઉભેલી કાર તરફ ગયા અને એટલામાં સામેથી બીજી એક કાર આવી ઉભી રહી .સુજામે બધી ટીમને જલ્દીથી અહીં પહોંચવાની સૂચના આપી દીધી .થોડી વાર શાંતિ છવાયેલી રહી ને સામેની કારમાંથી એક યુવાન ઉતર્યો .
'સુજમે કહ્યું આ કારમાંથી ઉતયોૅએ  તો દિપક તોરાની જ છે અને હાથમાં બેગ પણ છે  એકદમ તૈયાર રહેજે .' અને પેલા યુવકે નજીક આવી બેગ હાથમાં લઈ ખોલીને ચેક કરવા ઉતર્યો એટલામાં બીજો પણ એક યુવક બહાર નીકળ્યો અને એ કારની પાછળ પોલીસની જીપ ચુપચાપ આવી ને દૂર ઉભી રહી .
 તરત નિર્યણ લઈ સુજમે દોડતાં જઈને બેગવાળા યુવાનને પકડીને નીચે પાડી દીધો અને એનાં હાથની ગન દૂર જઈ પડી એટલામાં ગાડીમાંથી ઉતરેલા યુવાન  ઝડપથી કાર પાસે જવા ગયો અને એમાં બેઠેલા યુવકો સીહાનાને ઘસડતાં બહાર નીકળયાં.પણ પાછળથી આવીને પોલીસે બધાને ઝડપી લીધા.સીહાનાને પોલીસને જોતાની સાથે જ પીઠમાં ચપ્પુ મારી દીધું હતું અને એકદમ જમીન પર પડી તરફડતી હતી .સૂજ્મ અને ગિરિરાજે તરત કારમાં લઈ હોસ્પિટલ પહોંચવાં દિપક તોરનીને જણાવ્યું અને એકદમ પાગલ જેવો થઈ ગયેલો દિપક તોરાની દીકરીની હાલત જોઈ ચીસો પાડવાં  માંડ્યો .
હોસ્પિટલ લઈ જતાં સુધીમાં તો સીહાના મૃત્યુ પામી હતી . પોસમોર્ટમ રિપોર્ટમાં પણ એના પર ખૂબ અત્યાચાર થયો હોવાનું જાણવા મળ્યું .દિપક તોરાનીએ એકલા જઈ પૈસા આપવાથી દીકરી મળી જશે એમ માનેલું પણ  પોલીસ જો નહીં હોતે તો સાથે એની પણ હત્યા કરી પૈસા લઈ ફરાર થઈ જતે.
        સુજમે ,મીડિયાને જવાબ આપતા કહ્યું ,'જેવું દિપક તોરાની બોલ્યા કે ,તમને કોને કહ્યું ?એટલે મેં વોચ રખાવી અને એસ.ટી,ડી .પરથી થયેલા બે અજાણ્યા નંબર પરથી થોડું તો લાગતું જ હતું કે અમૃતસર વાળા ડિઝાઈનરનુંજ કામ છે .એ ડિઝાઈનર સાથેનો ઝગડો અને ત્યાર બાદ પોતાના ગ્રુપમાં અને ખરાબ ઓપિનિયન ને કારણે બિરવ સીંગ ને બહુ નુકસાન ગયું હતું એનું ખુન્નસ હતું અને એને સબક શીખવી પૈસા  પણ કઢાવવાના ઇરાદે એનું કિડનેપ કર્યું અને બીજેજ દિવસે દિપક તોરાનીને પૈસા માટે ફોન કર્યો.એની ગાડી કોઈ ભળતા રૂટ પર એક માણસ મૂકી આવ્યો અને અમ્રિતસર લઈ જઈને એક ખેતરના કોઈ રૂમમાં પૂરી રાખી હતી .'
 પબ્લિકમાં સનસનાટી મચી ગઈ અને સૂજ્મને અભિનંદન આપતા ઉપરીએ કહ્યું,' વેરીવેલ  સોલ્વ ધ  કેસ.'
પણ સુજમે ઉદાસ મને 'થેન્ક યુ ' કહ્યું અને બોલ્યો 'સર,સીહાનાને બચાવી ન શક્યો એનું દુઃખ જિંદગીભર રહેશે .'
અને કિનલનો ફોન લેતા કંઈ બોલે તે પહેલા ,કિનલનો રડવાનો અવાજ ,'સૂજ્મ આ શું થયું ?'સાંભળી ફોન કટ કર્યો અને સ્ટિયરિંગ પર માથું ઢાળી થોડી વાર બેઠો રહ્યો.ઘરે પહોંચતાં દિલ્હીનો ટ્રાંફીક એકદમ સુસ્તગતિનો લાગતો હતો.

   

મીશન 

આજે દહેરાદૂનથી વેલફેરનું ફંકશન એટેન્ડ કરી પ્લેનમાં સૂજ્મસીંગ દીલ્હી આવી રહ્યો હતો.બાજુમાં એક પત્રકાર વીસ્મીત સેન રાજકીય અને સોશીયલ સમસ્યાઓ વિષે આક્રોશ ઠાલવી રહ્યો હતો.સૂજમ વિષે જાણ્યું પછી કહેવા માંડ્યો.'સર,હું એક અંગત મીશન પર કામ કરી રહ્યો છું,જરૂર પડ્યે તમારી મદદ લઈશ.'ફોન નંબર નોટ કર્યો અને સૂજ્મ એરપોર્ટ પરથી સીધો કીનલની ઇન્સ્ટીટ્યૂટ પાસે આવેલી સ્ટારબગ કોફીની ચુસ્કી લેતાં વાતો કરતો જતો હતો. કીનલ લેપટોપ પર ઇ-મેલ કરી રહી હતી.
'રોજ ફરિયયાદ કરે છે કે ટાઇમ નથી આપતો અને તું આમ બીઝી છે? '
'ઓહ સોરી ,પણ મારે આજે થોડું વર્ક સબમિટ કરવાનું હતું તે રાતે તારી સાથે કલાક વાત કરવામાં રહી ગયું અને તરત ઊંઘી ગયી '
'સપના જોવા લાગી હશે .' બંને હસતાં હસતાં બહાર નીકળ્યા.
અને....ઘરે જઇ ફ્રેશ થઇ બપોર પછી ઓફીસ જાઉં છું વિચારતાં થોડી ઊંઘ આવી ગયી .મોબાઈલની રીંગ સાંભળી અને સામેથી ગિરિરાજ ,
'સર,દિલ્હી શહેરનાં જાણીતા સ્વામી લવેશાનંદજીનાં આશ્રમની એક 24 વર્ષની યુવતીની અને સાથેજ બીજા એક યુવકની એનાં રૂમમાં લાશ મળી છે ,જે બંને હમણાં એકાદ વર્ષ પહેલા જોડાયા હતાં અને નજીકનાં સર્વિસ એપાર્ટમેન્ટમાં રહેતા હતાં.બંને યુવક -યુવતી મિત્ર હતાં . .કલકત્તાથી આવ્યા હતાં .બંનેનાં ઘરે ખબર કરી દીધી છે . '
'ઓકે,આતો પેલા જમીનના વિવાદમાં પણ હતાં એજ લવેશાનંદને?'
'હા સર,ઘણી વિગતો મેળવી લીધી છે ઓફિસ આવો એટલે ...'
'બસ ,પહોંચ્યો હમણાં ..'
ઓફિસેથી ફોટા અને બેઝિક વિગત જોયાં બાદ સ્થળ પર પહોંચી જોતાં બે બેડરૂમનાં ફ્લેટનાં રૂમમાં યુવકની લાશ પંખા પર લટકતી હતી અને યુવતી ફ્લોર પર ઊંઘી પડી હતી .આજુબાજુ ફેલાયેલું લોહી કાળું પડી ગયું હતું અને બારીનું એક શટર ખુલ્લું હતું . એક ફ્લોર પર બે એપાર્ટમેન્ટનું 2 ફ્લોરનું નાનકડું બિલ્ડીંગ હતું .બૂક્સ વિખરાયેલી પડી હતી અને લેપટોપ સાથે થોડી નોટસ લખેલાં પેપર હતાં .બંનેના રૂમ અલગ હતાં પણ યુવકનાં રૂમમાં હત્યા થઈ હતી.આધ્યાત્મિક અને ટેક્નોલોજીની બૂક્સ હતી,સાથે યુવતીના રૂમમાંથી એનું પર્સ વગેરે ચેક કરતાં કોઈ ખાસ જણાતું નહોતું .મીડિયાએ આત્મહત્યાનાં સમાચાર વહેતા કરી દીધા હતાં.પણ સૂજ્મસિંગનું દિલ આ વાત માણવા તૈયાર નહોતું .યુવતીના પેટમાં ચપ્પુ વાગેલું હતું અને ઉંધી પડી હતી .એ બહુ અજુગતું લાગી રહ્યું હતું .બેડ પરથી ગબડેલું નાનું ટેબલ બાજુમાં હતું .વોર્ડરોબમાંથી ઓમઁ:ઇન્ડિયા લખેલા બેલ્ટ મળ્યા હતાં.
સૂજ્મ લાંવેશનંદજીનાં આશ્રમમાં જઈ એનાં મેઇન સંચાલકની ઓફિસમાં બેઠો હતો અને બાજુનાં રૂમનો દરવાજો ખુલ્યો .સામે એકદમ શ્વેત ડ્રેસ અને ભૂરા રંગની એમ્બ્રોઇડરીમાં આશ્રમનું નામ લખેલી શાલ ઓઢી સ્વામી લવેશાનંદ દાખલ થયા.'આનંદ હી આનંદ'નાં નાદ સાથે સૂજ્મનુ સ્વાગત કર્યું અને પ્રસાદ ધરતાં ,
'આપની શું સેવા કરું ?આપે અહીં આવવું પડ્યું ?હું હાજર થઈ જતે'
આ ચાપલુસી સૂજ્મને જરા વધુ લાગી .પણ હસવાં પર કાબુ રાખતાં ,'આપનાં જ્ઞાન સાથે આશ્રમની પણ વિઝીટ લેવી પડે એવી વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે 'અને બે અનુયાયીનાં થયેલાં મૃત્યુ વિશે વધુ વિગતો જણાવવાનું કહ્યું .અને સ્વામીજીએ એમની અદામાં વખાણ કરતાં બિનજરૂરી વિગતો બોલ્યે રાખતાં સુજામે એમને અટકાવ્યાં અને સ્વામીજી છેલ્લે જે બોલ્યા ,'યુવાનોનો ક્રોધિત સ્વભાવ અને અચાનક ક્રાંતિ લાવી દેવાનાં તથા જ્ઞાનનો અભાવ આવું કરવાં પ્રેરે છે 'એટલે સુજમેં થેંક્યુ ,બાય કહી બહાર નીકળી આશ્રમમાં આંટો મારી પ્રાર્થના હોલ પાસે ટોળે વળેલા યુવક યુવતીઓને જનરલ સવાલો કર્યા .બહાર નીકળતા એક યુવતી આવી અને ગભરાયેલા અવાજે બોલી ,'સર ,રમ્યતા ગાંગુલી ખૂબ સવાલો કરતી અને આશ્રમનાં એક બે અનુયાયીઓનાં વર્તન વિશે ફરિયાદ પણ કરી હતી .લવેશાનંદજી પણ એમનાથી નારાજ હતાં અને સ્વામી કરુણાનંદ તો સૌથી વધુ નારાજ હતાં. .અને મને એક વીક પહેલાજ કહેતી હતી મને અહીંનું વાતાવરણ ઠીક નથી લાગતું પણ હું શોધીને જ રહીશ અને સાથે જે યોજન મુકર્જી હતો એ પણ એને ખાસ સપોર્ટ કરતો .બંને કલકત્તાનાં અને અહીં આવ્યા પછી પ્રેમમાં પડયા હતાં અને થોડા સમયથી લિવ-ઈન -રિલેશનશિપમાં રહેતા હતાં .'
ઓકે , પણ એ લોકો આત્મહત્યા કરે એવા લાગતા હતા? .'
'નાં ,સર એ તો શક્યજ નથી પણ બંને બેસીને રાતદિવસ બધી ફોટોગ્રાફી અને રિસર્ચ કર્યા કરતાં'
'ઓકે ,તમારો ફોન નંબર લખાવી દો.હું ફરી કંઇ જરૂર હશે તો કોન્ટેક્ટ કરીશ .'
બંનેના ફેમિલી આવી ગયા હતાં અને જલ્દીથી તપાસ માટે ઉતાવળો રમ્યતાનો ભાઈ સૂજ્મને એકદમ રડતાં રડતાં વિગતો આપી રહ્યો હતો.'
સર, બંને લગ્ન કરવા માંગે છે એવો ગયા વીકમાં જ અમને ફોન આવ્યો હતો અને અમે બધાં ખૂબ ખુશ હતાં .
સૂજ્મ બે દિવસ ફોરેન્સિક રિપોર્ટ અને સ્થળનો સ્ટડી કરતાં એટલા નિર્યણ પર તો આવી જ ગયો હતો કે આ હત્યા જ હતી .આશ્રમનાં એ શંકાસ્પદ અનુયાયીઓની વિગતો મેળવતાં એક દિવસ નીકળી ગયો .બંને મુખ્ય સ્વામી લવેશાનદજીનાં રાજકીય અને બિઝનૅસમેનો સાથેના સંબંધોના પ્રોગ્રામ ગોઠવવાનાં સૂત્રધાર હતાં.અને લવેશાનંદજીનાં આશ્રમની જમીન પરનાં કબજા માટે જે વિરોધ ઉઠ્યો હતો એ પતાવવા માટે ઉચ્ચ અધિકારીઓ અને જરુરી વ્યક્તિઓ ને ખુશ રાખવા માટે આશ્રમનાં યુવક- યુવતીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યાં હતાં.
સૂજ્મસીંગને પ્લેનમાં મળેલ વિશ્રવાસ સેન યાદ આવ્યો અને ફોન કરી 'ઓમ ઇન્ડીયા 'શું છે? એવું પૂછતાં જાણવાં મળ્યું કે જેમ વિશ્વાસ કરપ્શન વિરોધનાં ગુ્પમાં કામ કરી રહ્યો હતો તેમ આવી મોટી સંસ્થા ઓ અને આશ્રમો દારા આચરવામાં આવતી ગેરરીતિઓનો પર્દાફાશ કરવાં માટે કલકત્તામાં યુવાન બૌદ્ધિકોનું એક ખાનગી ગુપ છે જેનાં કાર્યકરો સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલા છે'
' થેન્કસ ,વિશ્વાસ '
સૂજ્મને ચોક્કસપણે લાગી રહ્યું હતું કે રમ્યતા અને યોજન ઘણું જાણી ગયા હશે અને કોઇપણ પેનડાઇવ વગેરે પણ મળ્યું નહોતું એનો અર્થ એ લોકોની પ્રવૃત્તિઓ વીષે કોઇ જાણી ગયું હશે અને બંનેને વચ્ચેથી હટાવી દેવામાં આવ્યાં હોય.સી.સી.ટી.વી.કેમેરામાં રાતે એક સામાનનો ટેમ્પો આવ્યો હતો એમાં સામાન ઉતારતી વખતે જે માણસો દેખાતાં હતાં અને ફરી બહાર જતી વખતે ઓછાં જણાંતા હતાં.અને નવાઇની વાત એ હતી કે બિલ્ડીંગમાં કોઇને ત્યાં સામાન આવ્યો નહોતો.અગાસી પરથી ખાલી ખોખા મળ્યાં હતાં.
આશ્રમની રમ્યતા અને યોજનની માહીતી આપનાર યુવતીની સખત પૂછપરછ કરતાં એણે કબૂલ કર્યુ કે બે અનુયાયીઓ આશ્રમની વિદેશી યુવતીઓ સાથે અહીંની યુવતીઓને પણ બઘા સાથે જવા મજબૂર કરતાં હતાં અને રીતસરનું વિદેશીઓ સાથે સેક્સ રેકેટ જ ચાલી રહ્યું હતું. બંનેની ઘરપકડ કરી અને કબૂલ કર્યુ કે રમ્યતા અને યોજને એ સાંજે આશ્રમમાંથી થોડી યુવતીઓ કારમાં બહાર લઇ જવાતી એની વીડીયો ઉતારી હતી અને એ આ લોકોએ જોયું હતું અને બે પ઼ોફેશનલ કીલરોને સામાનનાં ટેમ્પોમાં મોકલી રાતે ધરમાં ઘૂસી મર્ડર કરાવ્યું અને પેનડાઇવ લઇ કોમ્પ્યુટરમાંથી ડેટા ડીલીટ કર્યો અને આત્મહત્યાનો સીન ઉભો કર્યો.
ઇન્કવાયરી દરમ્યાન વિદેશ જતાં લવેશાનંદજીની પણ એરપોર્ટ પરથી ધરપકડ કરી.
ઉપરી પાસે અભિનંદન લઇ ઘરે પહોંચી ફોન પર થેન્કસ કહેતાં કીનલને પૂછવાં માંડ્યો 'તે રાતે કયું સપનું જોઇ ઉંઘી ગયેલી એક કહેશે?' અને કીનલ ખડખડાટ હસી પડી.

વિશ્વાસઘાત-

રહસ્યકથા એ.સી.પી.સૂજમસીંગ શ્રેણીનો 6 મણકો.....
કોમ્પ્યુટર પર ઇ-મેલ ચેક કરતાં સૂજ્મસીંગ જલ્દીથી ઓફિસ પહોંચવાની તૈયારી કરવા માંડ્યો.ત્યાં દિલ્હી પોલીસ એકેડેમિક ઇન્સ્ટીટ્યૂટનાં મિસ્ટર .સાગરનો ફોન આવ્યો .'ગુડ મોર્નીગ ! ,તમને જે અત્યંત બાહોશ અને ચપળ નવાં પાસ થયેલા .ઇન્સ્પેક્ટર સારિકા મળવા આવશે .તો ઇન્ટરવ્યૂ લઇ પછી મને જણાવજો .'
, થેન્ક્સ ,સાગરજી ' અને ઓફીસ પહોંચી ગિરિરાજને બોલાવી નવી બનેલી નાની કેબીનમાં કેબલ અને ઝેરોક્સ તથા બીજી સગવડો વિષે પૂછતાછ કરી અને ગિરિરાજ ,'સર મારી નોકરી ખતરામાં ? કે પછી ટ્રાંસફર ?'
અને સૂજ્મ હસતાં હસતાં ,'અરે ના ,તારા એકલા પર ખુબ કામનો બોજ રહે છે અને આ ઇન્સ્પેક્ટર સારિકા નવાં પાસ થઇ 6 મંથ સ્કોટલેંડ યાર્ડમાં ટ્રેનિંગ લીધેલા હિમાચલનાં છે .કોમ્પ્યુટરમાં એક્સપર્ટ છે અને ઇન્વેસ્ટગેશન અને ચેઝિંગમાં પણ એકદમ સરસ પર્ફોમન્સ છે .
'આપણે ઇન્વેસ્ટિીગેશનમાં હોઇએ ત્યારે ઓફિસમાં ખાલી આ બે-ત્રણ જણ ઉપર કોઈ વધુ ઝડપી વ્યક્તિની જરૂર છે.અને ઇંસ્પેકટર સારિકાનો ઇન્ટરવ્યૂ પતાવી .કીનલ સાથે વાતો કરતો હતો ત્યાં ગિરિરાજ ,
'સર, વીકેન્ડમાં શહેર બહારનાં એક રિસોર્ટમાં પાર્ટી માટે ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ રાજન અરોરાનો દીકરો નિક્સ અરોરા ગયો હતો અને રૂમમાં ચાર વાગ્યે છેક બહાર નહીં નીકળતાં મેનેજરે રૂમમાં મૃત પડયા હોવાનો ફોન કર્યો .આપણી ટીમ પહોંચી ગઇ છે અને ઇમેઇલ પર ડીટેલ આવે એટલે હાફ અવરમાં નીકળવું પડશે.
'ઓકે ,ઇન્સ.સારિકાને પણ ઇન્ફોર્મ કર અને સાથે કેસ સ્ટડીમાં ઇન્વોલ્વ કર .એ નેક્સટ વીકથી જોઈન્ટ કરવાનાં છે .'
'ઓકે સર'
અને ઈન્ટરનેટ પર જનરલ ન્યૂઝ જોતાં સૂજ્મસીંગને ઇન્ટરકોમ પર ગિરિરાજે જણાવ્યું,' સર .ઇન્સ.સારિકા ત્યાં પહોંચે છે અને ઇ-મેઈલની વિગતો તમને વોટ્સઅપ કરી દીધી છે'
ચા પીતાં કપ લઈને સુજમ ખુરશી પરથી ઉભો થઈ બારી પાસે ઉભો રહી વિગતો વાંચવા માંડ્યો.
'નિક્સ અરોરા એક વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા ભણીને આવ્યો હતો અને રાજન અરોરા સાથે ઘરનાં બીઝનેસમાં જોડાયૉ હતો.ઘણું મોટું ગૃપ બે દિવસથી રહયું હતું.
વિદેશથી પણ મીત્રો આવ્યાં હતાં.ઝેરી પદાર્થને લીધે મોત થયું છે. સાથે રહેલાં બધાં ગેસ્ટનાં સ્ટેટમેન્ટ આવી રહ્યાં છે.અને સર,પહેલેજ દિવસે એની કોલેજનો એક છોકરો અને એની ગર્લફ્રેન્ડ સાથે મારામારી પણ થઇ હતી અને એ લોકો ત્રણ -ચાર કલાક પછી પાર્ટી છોડી જતા રહયા હતાં.નિક્સ રાજન અરોરાનાં બીજા વાઈફનો છોકરો છે અને મોટો છોકરો વૈદેશ અમેરીકા રહે છે બેનનાં લગ્ન થઇ ગયા છે .બીઝ્નેસમાં એનાં બનેવી કુશલ પણ ઓફિસમાં સાથે છે .રાજન અરોરા નાં આગલા વાઈફ કઈ માંદગીમાં ગુજરી ગયા હતાં .નિક્સ બધાનો બહુ લાડકો છે અને લાઈવ નેચરનો છોકરો હતો .અહીં આવ્યા પછી એની ઑફિસનાં મેનેજરની દીકરી જે અહીં એની સાથે ભણતી હતી ,એની સાથે દોસ્તી વધી ગઈ હતી અને એનાથી બધા થોડા નારાજ પણ હતાં .ઘણાં મોટા બિઝનેસ ગ્રુપ નિક્સ સાથે લગ્ન માટે એમની દીકરી કે રિલેટિવને જોડવાં તત્પર હતાં .અને ઓફિસમાં પણ આવીને નિક્સ એકદમ છવાઈ ગયો હતો .સર ,રિસોર્ટમાં આગળની પાર્ટીમાં એક છોકરો ડ્ગ લેતા પણ પકડાયેલો હતો એટલે આ વખતે ખુબ સ્ટ્રિક્ટ સિક્યોરિટી ચેક પણ હતું .એની ફ્રેન્ડ રીતવા સિંહા કંઈ વાત કરી શકે એ હાલતમાં નથી .'
                    અને..... સૂજ્મસિંગ સ્થળ પર પહોંચી બરાબર નિરીક્ષણ કરતાં એટલું તો સમજી ગયો કે એકદમ અલિપ્ત એવો આ સ્યૂટરૂમ એકદમ ફુલઝાડથી ઘેરાયેલો હતો અને જલ્દી કોઈ અવાજ કે ધ્યાન જાય એવું નહોતું .રૂમમાં જીન્સ અને ટીશર્ટ પહેરેલો નિક્સ બેડની કાર્પેટ પર પડ્યો હતો અને ડ્રિન્કની બોટલ વગેરે પર પણ કોઈ નિશાન જણાતા નહોતા રૂમનો બીજો દરવાજો એકદમ વેલોથી સજાવેલ બેઠકવાળી મોટી બાલ્નીનો હતો .જ્યા એક રેશમી કલરીંગ સ્કાફઁ પડ્યો હતો જે મેલ -ફિમેલ ચેક્સવાળી કોમન ડિઝાઇનનો હતો .નીચેનાં ફ્લોર પર સીટીગ અને નાનકડી રાઉન્ડ સીડી ચડી ઉપર બેડ સાથે બાલ્કની વાળો સુઇટરૂમ .રાત્રે બે વાગ્યે પાર્ટી પતિ હતી ત્યાર પછી ફરી  સિગારેટ મંગાવી હતી .એની ફ્રેન્ડ રીતવા સિંહા રાત્રેજ ઘરે જતી રહી હતી .
સૂજ્મસિંગે બીજે દિવસે રાજન અરોરાની ઓફિસે વિઝીટ કરી અને સ્ટાફ વગેરેને પૂછપરછ કરતાં ઘણી માહિતી ચોંકાવનારી હતી.રાજના અરોરાનાં જમાઈ કુશલ રાઝદાર ને પૂછતા કહ્યું ,હું પણ પાર્ટી માં હતો પણ જલ્દી નીકળીને એક પાર્ટી વિદેશથી આવી એની મિટિંગમાં હતો .
.ફરી પોતાની કેબિનમાં બેસી એવિડેન્સ ચેક કર્યા અને એક ફોન આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેલિફોર્નિયાન લીકવીડ ડ્રગનો ઓવરડોઝ હોવાનું જાણવા મળ્યું .
'થેન્ક્સ ,માથુર ,આ ખુબ ઉપયોગી વાત છે 'કહી ગિરિરાજ ને બોલાવી એરપોર્ટ ઓથોરિટીને એક નામ આપી રોકવાની ઇન્સ્ટ્રક્સન આપી .અને રાજન અરોરાને ફોન કરી ફરી ડીટેલ પૂછી .,
'તમારે દીકરાઓ વચ્ચે પાર્ટનરશીપ બાબતમાં કોઈ ઝગડા ચાલતાં હતા ?'
રાજન અરોરાએ નિક્સનાં ઓફિસ જોઈન્ટ કર્યા પછીની થયેલી થોડી વાતો જણાવી
' આખી સિસ્ટમ ચેન્જ કરવાની એની ઈચ્છાને કારણે જમાઈ કુશલ સાથે થોડી ચડભડ થઇ હતી ની વાત જણાવી અને મોટા દીકરાએ જોઈન્ટ એકાઉન્ટમાંથી ઘણી મોટી રકમ ઉપાડી હતી એ બધી વાતને કારણે ઘરનું વાતાવરણ થોડું તંગ રહેતું હતું .પહેલી વાઈફ માંદગીમાં હતી અને એના કહેવાથી એ જીવતી હતી ને એની ડિવોર્સી મિત્ર સાથે લગ્ન કર્યા હતાં .છોકરાઓ ઘણા નાના હતા પણ પહેલી વાઇફના પિયરવાળા ને લીધે મોટા દીકરા વૈદેશ ને મારી પર અને ખાસ કરી ને નિક્સ પાર ખુબ પ્રેજ્યુડાઇસ અને અણગમો હતો.'
'ઓકે વૈદેશનો ફોન આવે તો જણાવજો '
'એ તો ડેટ્રોઇટ કોઈ મિટિંગમાં ગયો હતો અને આવતીકાલે અહીં આવવા નીકળશે '
'ઓકે થેન્ક્સ '
સુજમે સ્વસ્થ થઇ રહેલી રીતવાને પૂછ્યું ,તો એકદમ રડવા લાગી ,
'સર,એ એના બધા દુઃખ દર્દ મને કહેતો અને અમારું આખું ગ્રુપ એના સપોર્ટમાં હતું .એનો મોટોભાઈ વેકેશનમાં અમેરિકા ગયેલો ત્યારે પણ એને અવોઇડ કરતો અને બનેવી કુશલ પણ ઓફિસમાં એની વધતી જતી લોકપ્રિયતા ને કારણે ફોરેનની કોઈ ઓફિસ સાંભળવાનું સજેસ્ટ કર્યા કરતાં. પણ એના ડેડી એને સાથે જ રાખવા માંગતા હતાં અને સર, મારા પપ્પાને પણ પૈસાની ઓફર કરી કિંમતી જમીનનાં ડોક્યુમેન્ટની ઝેરોક્સ લેવા કુશલજીએ પ્રયત્ન કરેલા પણ ઘરમાં ઝગડો થાય એટલે આ વાત રાજનઅંકલને નહોતી કરી .અને સર ,ગમેતે થાય પણ નિક્સ ડ્ગ તો નહીંજ લે .અને ફોટો બતાવતાં કહ્યું કે નીકસે મારી ઓળખાણ કરાવી ત્યારે આવો સ્કાફઁ ટીમ્પાની હેન્ડબેગ પર  બાંધેલો હતો.
'થેન્ક્સ,રીતવા '
અને એરપોર્ટ ઓથોરિટીનો ફોન આવી જતાંઆખી વાત સુજમનાં મગજમાં ક્લીઅર થઇ ગઈ .ગ્રુપમાં પૂછતાં આવો સ્કાફ કોઈ વિદેશી ગોલ્ડ્ર્ન હેરવાળી યુવતીનાં પર્સ સાથે બાંધેલો જોયો હતો.
અને ઇન્વેસ્ટીગેશનની માહિતી રજુ કરતાં સુજમે કહ્યું ,
'મોટો દીકરો વૈદેશ અને કુશલ મળેલા હતાં અને એક જમીનનો ડાઇરેક્ટ કોઈ સાથે સોદો કરી નાખ્યો હતો .અને મોટું પેમેન્ટ પણ આવી ગયું હતું . નીક્સની સહી જરૂરી પણ એ કોઈ પણ સંજોગોમાં તૈયાર નહિ થાય .એને ત્યાં પ્રોજેક્ટ કરવો હતો અને વૈદેશ સાથે ધીમે રહીને કુશલ પણ અમેરિકા શિફ્ટ થઇ જાય એવું પ્લાંનિંગ હતું .પેમેન્ટ લેવા માટે એક વિકથી વૈદેશ એની સેક્રેટરી ટીમ્પા સાથે વૈદેશ ઇન્ડિયા આવ્યો હતો અને બોમ્બેથી પેમેન્ટ લઇ નીકળી જવાનો હતો .ટીમ્પા ઇન્ડિયા ટુર પર આવી છે એમ કહી પાર્ટીમાં જોઈન્ટ થઇ હતી અને બીજે દિવસે બીજા શહેરમાં નીકળી જવાની છું એવું કહી રૂમમાંથી નિક્સને ફોન કર્યો અને કોઈ જરૂરી ડોક્યુમેન્ટ સાઈન કરવાનું રહી ગયું છે જે વૈદેશે આપ્યું છે કહી રૂમમાં આવી હતી.નિક્સ એને સારી રીતે ઓળખતો હતો એટલે કંઈ શંકા જેવું નહિ લાગ્યું અને નીકસે કર્ટસી ખાતર થમ્સ-અપ ફ્રીજમાંથી આપ્યું અને પોતાને માટે સિગારેટ મંગાવી . અને ટીમ્પાએ નિક્સના ડ્રિન્કમાં કેલિફોર્નિયાન લીકવીડ ડ્રગનો મોટો ડોઝ રેડી દીધો .થોડી વાર બેઠી હશે ને નિક્સની ખરાબ હાલત થઇ  પડી ગયેલો જોઈ ગભરાટથી આગળનાં ડોરથી જવાને બદલે બાલ્કની કૂદી નીકળી ગઈ .જેમાં એનો પર્સ સાથે બાંધેલો સ્કાફઁ પડી ગયેલો .ટીમ્પા ઇન્ડિયામાં જ  ફરાર છે અને વદૈશની ધરપકડ એરપોર્ટ પરથી કરી લેવામાં આવી હતી .
'અભિનંદન 'ઉપરીનો ફોન અને ગાડી સ્ટાર્ટ કરી કિનલના ઘર તરફ ......

ખુન્નસ 


એ.સી.પી. સૂજ્મસીંગ શ્રેણીનો સાતમો મણકો.....
શું વાત કરે છે ?તને કોણે કહ્યું ?' બોલતા સૂજ્મને નવાઈ લાગી .ફોન પર ગિરિરાજ હતો .
'આ મીડિયા પાસે આટલા જલ્દી ન્યુઝ કઈ રીતે ..... હું હમણાજ પંદર મિનિટ પર ક્લબમાંથી નીકળ્યો ને સીધો સ્થળ પર જ પહોંચી રહ્યો છું ,ને તને ફોન કરતો હતો .મારા ફ્રેન્ડનાં 'વૉક વિથ ટાઈમ' ફિટનેસ સેન્ટરનાં સ્પામાં એક મેમ્બરની કોઈએ હત્યા કરી છે ,અને મારા ફ્રેન્ડ જોય રાઠવા જેનું' વોક વીથ ટાઇમ' વેલનેસ સેન્ટર છે એનો ફોન આવ્યો હતો  લ્દીથી સ્થળ પર થઇ પાછો ઓફિસ પહોંચું છું .હીનેશ સારંગની વિગત જલ્દીથી વોટ્સઅપ પર સેન્ડ કર.'કહી સૂજ્મસિંગ "વોક વિથ ટાઈમ'ફિટનેસ ક્લબ પર પહોંચ્યો .સ્પા રૂમના શાવરમાં હીનેશની લાશ પડેલી હતી અને પાણી વહેતુ હતું એ બંધ કરાવ્યું .મોઢા પર પલાસ્ટીકની કોથળી વીંટાળેલી હતી .અને ટેબલ પાસે એક રશીદ જેવું મળ્યું હતું .લોકર વગેરે ચેક કરતાં નાની ડાયરી અને ટી શર્ટ ,શોર્ટસ અને સ્પેક્સ વગેરે હતું .મોબાઈલ ટોવેલ કાઉન્ટર પર મુકેલો હતો .બોડી મસાજ માટે જે એટેન્ડન્ટ હતી એને પૂછ્યું તો ,એ રાઠવાએ મને સીધો ફોન કર્યો .કોઈ એડવર્ટાઇઝીંગ કંપનીનો ઓનર હીનેશ સારંગ ક્લબનો મેમ્બર છે અને રેગ્યુલર આ સમયે આવે છે એ કોઈ જાણતું હોવું જોઈએ .હવે તું સ્થળ પર વિઝીટ કરી લે અને હું જબીજા કલાયન્ટ સાથે હતી અને હીનેશ સારંગ બાથ લેવા ગયો હતો ત્યારે એ રૂમમાં કોઈ હતું નહીં .વચ્ચે મોટો ફોયર અને અલગ અલગ સ્પા કેબીનો અને ખુબ મોટાં એરીયામાં પથરાયેલ ફિટનેસ સેન્ટર .રિસેપ્શન કોમ્પ્યુટર પરથી આજનાં આવેલા મેમ્બર લીસ્ટની કોપી લીધી અને એને કહ્યું કે રેગ્યુલર મેમ્બર સીવાય આજે 6-7 નવાં લોકો સેંટર જોવા આવ્યા હતા .વિઝીટર બુકનાં નામ નોટ કરવાનું કહી ફરી રૂમ તરફ જતો હતો ત્યાં ગિરિરાજ -અને ઇન્સ્પેક્ટર સારિકા આવી ગયા .બાકીનાં આવેલા મેમ્બરો ગભરાઈને બહાર ઉભેલા હતા અને થોડા જતાં રહયા હતા. કાઉન્ટર પરથી હીનેશની કારની ચાવી લઇ કાર ચેક કરવાં કહ્યું .અને જલ્દીથી ફોનની ડીટેલ પણ .મેનેજર કોરસ તીવારી આજે રજા પર હતો અને એની હીનેશ સાથે દોસ્તી અને ઘર જેવા રિલેશન થઇ ગયા હતાં એવું સટાફ પાસે જાણવાં મળ્યું .સ્પા સેક્સનની પાછળ પણ એક દરવાજો હતો જે ડાયરેક્ટ પાર્કિંગ તરફ જવાનો નજીક રસ્તો હતો .
ફ્રેશ થઇ ઓફિસ પહોંચ્યો અને હીનેશ સારંગની વિગતો આવી ગઈ હતી .લેવીશ એરિયામાં ઓફિસ અને એકદમ રંગીન મિજાજની છાપ હતી સર્કલમાં .વાઈફ પણ એક કંપનીમાં વર્ક કરતી હતી.એક સન અને ડોટર સ્ટડી કરતા હતા.રાત્રે ઘણી વિગત આવી ગઈ હતી .ગિરિરાજ અને ઇન્સ.સારિકાએ વિગતો ભેગી કરી હતી એ ડિસ્કસ કરતા બેઠા હતાં અને સુજમે હીનેશનાં ઘરે અને ઓફિસે બીજા દિવસની વિઝીટ કરવા માટે સવારે વહેલા ભેગા થશું.ગિરિરાજે ફોન ડિટેઇલ કઢાવી હતી તે પણ કાલે ઇ-મેલથી આવશે એમ કહ્યું .ઇન્સ.સારિકા
'સર ,મારું ઓબ્ઝરવેસન એમ કહે છે કે આજે વિઝીટર આવ્યા છે એમાંથી જ કોઈએ કર્યું હોય અને જે મસાજ એટટેન્ડેન્ટ હતી એ પણ મળેલી હોય .'
'પોસિબલ છે ,પણ જેટલા વિઝીટર હતાં એ બધા લગભગ સ્પાની હાફ અવરમાં વિઝીટ લઇ પછી ઓફિસમાં પેકેજ વગેરે હિલ્સા સાથે ડિસ્કસ કરતા હતાં એટલે એ બધાનાં ટાઈમ વગેરે તો રેકોર્ડ પર છે અને સીસીટીવી પર પણ બધું બરાબર દેખાય છે '
'સર,સ્પાનાં પાછલા દરવાજાનો કેમેરો બંધ હતો અને કંપનીને સવારે જ કમ્પલેઇન મુકાયેલી હતી .'ગિરિરાજ બોલ્યો .
'ઓહ ,આ ઇન્ટરેસ્ટીગ પોઇન્ટ છે .વાયર કાપેલો હોય એવું લાગે છે કે ઉંદર વગેરાથી કંઈ એ ચેક કરજે.'
અને બીજે દિવસે એની પત્ની અને બાળકોને ઘરે આશ્વાસન આપતાં સુજમે વિગતો પૂછી પણ રૂટિન લાઈફ હતી અને પત્ની પણ પોતાનાં કામમાં હોવાથી ઓફિસની કોઈ ખાસ વિગતો ખબર નહોતી .ઓફિસે વિઝીટ કરતાં ત્યાં કામ કરતાં મેનેજર અને પ્યુન બધાજ ડરેલા હતાં અને ખાસ કંઈ જાણતાં નહોતાં.ટેબલનાં ડ્રોવરમાંથી મોડેલ્સનાં આલ્બમ વગેરે ચેક કરતાં ઉપર મુકેલો સાધ્યા તિવારી નાં ફોટો નામ નોટ કર્યું .સૌથી વધારે એનાં ફોટો હતાં .ઓફિસમાં પૂછતાં મેનેજરે જણાવ્યું ઘણા કેમ્પેઇનમાં સાધ્યા મેમ ઇન્વોલ્વ છે અને સરનાં ફ્રેન્ડ કોરસ તિવારીની બહેન છે .
'કોરસ તિવારી એટલે'વોક વિથ ટાઈમ ' સ્પાનો મૅનેજર ?
'હા એમની અને કોરસ તિવારીની ખાસ દોસ્તી બે વર્ષથી અને સર હમણાનાં ત્યાં જ પાર્ટી માટે જતાહોય છે .'
'ઓકે ,
સૂજ્મસીંગે સીધા કોરસ તિવારીને ત્યાં ફોન કર્યો અને એણે કહ્યું 'સર હું બીમાર છું એટલે ચાર દિવસથી સ્પા એટેન્ડ નહોતો કરતો અને હીનેશ સરનું મર્ડર સાંભળીને તો એકદમ આઘાતથી વધુ બીમાર થઇ ગયો છું .'
'ઓકે ,અમે ત્યાં આવીયે છે ,તમારા સિસ્ટર સાધ્યાને પણ બોલાવી રાખજો .'
'પણ સર ,એ તો એક વિકના વર્કશોપ પર ગયી છે.'
અને સૂજ્મસીંગ ટીમ સાથે કોરસ તિવારીનાં ઘરે પહોંચ્યો .વધેલી દાઢી અને જેકેટ પહેરી પલંગ પર આડો પડ્યો હતો અને બાજુનાં રૂમમાં એના મધર હતાં એમને આવીને નમસ્તે કરતાં સૂજ્મસિંગ બોલ્યો ,'સાધ્યાનો રુમ બતાવશો ?'
અને રુમ જોતાં સુજમે પૂછ્યું ,આ ડ્રેસિંગ જોતાં તો લાગે છે ખાસ કંઈ યુઝ થતો નથી અને મધર બોલ્યા ,હા ઘણું ખરું કામમાં હોય ત્યારે રેન્ટલ સ્ટુડિયો પર બે-ત્રણ ફ્રેન્ડ સાથે રહી જાય અને શૂટિંગ સ્ટુડિયો નાં કમ્પાઉન્ડમાં જ છે એટલે ભાગ્યેજ હમણાં તો ....'
અને ..સુજમે ચશ્મા પાછળની આંખોમાં ઘણું છુપાવ્યું હોવાનો અહેસાસ કર્યો .
'જે કંઈ હોય તે કહેજો જેથી મદદ કરી શકાય .'
અને ..કોરસ સાથે બેસી વાત કરતાં ગિરિરાજ અને સારિકા પાસે જઈ બેઠો .બાજુના ટેબલ પર મુકેલી દવા જોઈ ,
'આયુર્વેદીક દવા કરો છો ? '
'હા ,અમારા એરીયાનાં ટાઉન હોલમાં આયુર્વેદિક કેમ્પ હતો એમાંથી આપી છે .'
હીનેશ વિષે જણાવો કહેતાં એને મિત્રતા અને ઓફિસ વગેરેની વાતો કરી .
'ઓકે બાય .'
બપોર પછી મોડેલિંગ સ્ટુડિયોની વિઝીટ લેતા ઘણી ચોંકાવનારી માહિતી મળી કે સાધ્યા તો એનાં ઘરમાં જ છે .અને તરત ઉપર જઈ સાધ્યાનો કોન્ટેક્ટ કર્યો .સાધ્યા એકદમ સાદા ડ્રેસમાં અને ઉજાગરાવાળી આંખ સાથે જવાબ આપવા લાગી .
'અહીં વારંવાર હીનેશ આવતો એ તમારા ઘરે ખબર નથી ?'
'હીનેશ સર ,મારા ઘરે આવતા પણ અહીં વિષે ખબર નથી .'
'મેડમ ,તમારા સર્કલમાં અહીંનું રેન્ટ પણ હીનેશ ભરતો હોવાનું જાણવા મળ્યું છે .કેશમાં ભરે છે .કેમ ?'
અને સાધ્યા એકદમ બોલવા માંડી ,'આ અમારી અંગત મેટર છે '
'અંગત મેટર હતી, હવે નથી જેનું મર્ડર થયું છે એ છેલ્લા દોઢ વર્ષથી તમારી અત્યંત નજીક હતાં .અને તમારા ભાઈના ખાસ મિત્ર થઇ ગયા હતાં .'
'હા,એની ઓળખાણ સ્પામાંથી થઇ હતી અને ત્રણ વર્ષ પહેલા મારી ઓળખાણ કામ માટે થઇ હતી.'
' ભાઈનાં કરતાં વધુ તમે હીનેશની નજીક થઇ ગયા અને તમારા ભાઈને એની ખબર નથી ?'
'સર એ જાણતે તો મને મારી નાંખતે '
'એટલે ?'
'સર ,એણે હીનેશ પાસે નવો ફ્લેટ લેવા માટે 30 લાખ રૂપિયા લીધા હતાં અને આગલા વર્ષે એનાં લગ્ન પણ નક્કી કર્યા હતાં .પણ સર મને એ એનાથી દૂર રાખવા પ્રયત્ના કરતો .પણ હું અને હીનેશ ખુબ આગળ વધી ગયા હતાં .'
'ઓકે ,'કહી આખી ટિમ ઑફિસે પહોંચી અને મર્ડર થયું એ દિવસ ની વિગતો વોચમેન પાસે જાણી ને સૂજ્મસિંગ ની આંખોમાં વિજયી ચમક આવી ગયી .
'ગિરિરાજ ,મને લાગે છે કે કોરસને જલ્દીથી અહીં લાવી ને જ કબૂલ કરાવવું પડશે .'
'રાઈટ ,સર 'અને કોરસને સખત પૂછપરછ કરતાં ભાંગી પડ્યો .
' હવે ,માંદગીનો ડ્રામા કર્યા વગર બધું સાચું જણાવી દે નહીંતર એવો પડશે કે ઉભા નહિ થવાય '
અને... કોરસે બોલવાં માંડ્યું
.'સર ,મારી દોસ્તી અને આર્થિક મજબુરીનો ગેરફાયદો ઉઠાવવા માંડ્યો હતો .મારી બહેન સાધ્યા તો નાદાન હતી અને એની જાળમાં ફસાઈ ગઈ .ગમે ત્યારે ફોન કરી ડ્રિન્ક લઇ ઘરે રાત્રે આવે ,મને થોડા વખત પછી એમ થયું કે એ જરા વધુ પડતો ફ્રેન્ડલી થઇ રહ્યો હતો અને થોડા વખત પર મારા સર્કલમાંથી એનાં અને સાઘ્યાના સંબંધો વિષે જાણ થઇ પણ બહુ મોડું થઇ ગયું હતું .અને મેં વિરોધ કર્યો ત્યારે મારી પાસે હમણાં જ મારા 30 લાખ પાછા આપનું દબાણ કરવાં માંડ્યો .હું કોઈને કંઈ કહી શકું એમ નહોતો અને ગયા વીકમાં તો એ ત્રણ દિવસ સાધ્યાનાં સ્ટુડિયો પર જ રહ્યો હતો .સર, મારી બેનની જિંદગી એણે બગાડી હતી અને મેં પ્લાન ઘડ્યો .અને આયુર્વેદિક દવા લેવા જાવું છું એમ કહી સવારે રીક્ષા કરી ગયો અને વહેલી સવારમાં પાછલા દરવાજેથી અંદર જઈ મને એનું શિડ્યૂલ ખબર એટલે હું અંદર ગયો પણ એને મારા એવા ઈરાદાનો ખ્યાલ નહિ આવ્યો હું ઓફિસ ડ્રેસ માં ગયો હતો એટલે આજથી હાજર થયો એમ સમજ્યો અને ખીસામાંથી પ્લાસ્ટીકની કોથળી, એ પાછળ ફર્યો ને મોં પર પહેરાવી મેં એને મારી નાખ્યો ,રૂમમાં અંધારૂ હોય અને અરોમાં કેન્ડલ હતી જે મેં ઓલવી નાખી હતી.
અને સૂજ્મ ,ગિરિરાજ અને સારિકાએ સફળતાનાં શ્વાસ લીધા .
બહાર નીકળી ,ઉપરીનો કેસ વિષે જણાવતાં કેબિનની ખુરશી પર બેઠો અને એટલામાં  કિનલ ફોન અને હસતા હસતા થેન્ક્સ .

વન સાઇડેડ?-

                        
                'આવી વાતો કરીને શું અર્થ છે ?મને એક્ઝેક્ટ  જે કંમ્પ્લેઇન છે તે જણાવો .કહેતાં સૂજ્મસીંગ ખુરસી પરથી ઉભો થઇ જવાની તૈયારી કરતો હતો, સામે ફોન પર ફરીથી પેલો માણસ જે રીતે ગભરાઈ ને વાતો કરતો હતો ને ફરી સૂજ્મ થંભી ગયો .
'ઓહ ,આવી વાત છે ? અમે જલ્દીથી કોઈને મોકલીએ છે .'સુજમે ગીરીરાજને કહ્યું 'ઘટના જ્યાં બની છે તેનાં કોઇ નેબરે ફોન કર્યો છે'
અને ગિરિરાજ તથા સારિકા ગવર્મેન્ટ કોલોનીનાં લખાવેલ એડ્રેસ પર પહોંચી ગયાં .ફરી થોડી વાર રહીને ફોન આવ્યો અને ગિરિરાજે જણાવ્યું કોલેજનો એક સ્ટુડન્ટ ઘણા દિવસથી ગુમસુમ ફર્યા કરતો હતો અને આજે સવારથી બારણું બંધ કરી રૂમમાં પુરાઈ ગયો હતો અને અમે બારણું તોડી એની લાશ બહાર કાઢી છે કોઈ ઝેરી રસાયણ પી ગયો છે .'
'ઓકે ,બધાનું સ્ટેટમેન્ટ લઇ લે હું પહોંચું છું .ફ્લેટ પર પહોંચતાંજ બધા ઘેરી વળ્યાં અને અંદર જઇ જોયું તો બેડ પર એક ટીનેજ છોકરો પડ્યો હતો ,શરીર એકદમ લીલું પડી ગયેલું અને રુમ એકદમ વિખરાયેલો હતો. કોપ્યુટરની સ્ક્રીન પણ ઓન જ હતી અને મોબાઈલ વગેરે ચેકીંગ કરી નંબર્સ નોટ થઇ ગયા હતાં .એનાં ફેમિલી મેમ્બર કંઇ વાત કરવાની સ્થિતિમાં નહોતા .બહાર એની કોલેજનાં થોડા મિત્રો ઉભા હતા એમને પૂછ્યું તો એમ કહ્યું કે ઘણા દિવસથી ડીપ્રેસ્સ રહેતો હતો .કોલેજ જોઈન્ટ કર્યાને તો ત્રણ વર્ષ થઇ ગયેલા અને ગ્રુપમાં પણ એકદમ લાઈવ હતો . દીતેશ રસ્તોગી સુખી સંપન્ન પરિવાર અને સારી પોસ્ટ પર હતો. એનો દીકરો મીરાજ અભ્યાસમાં મધ્યમ , સાયન્સ નો સ્ટુડન્ટ હતો, બીજે દિવસે દીતેશને વધું પૂછપરછ કરી તો એનાં ટયુશન વગેરેમાં જ ઘણો સમય જતો હતો અને હમણાંનો બહાર પણ વધુ રહેતો હતો. વારાફરતી 6-7 સ્ટુડન્ટ ને ત્યાં ભેગા થઇ લેડી પ્રોફેસર સીલ્વા જેકબ ટયુશન આપતાં હતા.પણ ઓછા માર્ક આવવાને લીધે મીરાજને એકસ્ટ્રા ટયુશન લેવા જરૂરી હતાં તેથી પ્રોફેસર સીલ્વાનાં ઘરે વીકમાં 4 દિવસ જતો હતો. ઘટનાં બની એ દિવસે દીતેશ એની વાઇફ અને દીકરીને લઇને શની-રવિ નજીકનાં શહેર આગ્રા કોઇ રીલેટીવને ત્યાં ગયા હતાં.આવીને પોતાની ચાવીથી બારણું ખોલી ઘરમાં આવ્યા. અને મીરાજનો રુમ બંધ હતો. પણ સૂતો હશે એમ વિચારી રૂટીન કામમાં હતાં,પણ રુમમાં મોબાઈલની રીંગનો અવાજ આવ્યા કરતો હતો અને એની બેને ડોર નોક કર્યુ પણ નહીં ખોલતાં બધા ગભરાયા અને દીતેશનાં નેબર મિત્ર જે સૂજ્મ ને કલબમાંથી ઓળખતો હતો એણે ફોન કર્યો.
પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પોટેશિયમ સાઇનાઇડ હોવાનું જણાયું અને કોન્ડોમ વગેરે કોલેજ બેગમાંથી મળવા ને લીધે સૂજ્મે વધુ ડીટેલથી સર્કલમાં માહીતી પૂછી.
એની એક છોકરી દૂરીતાને કારણે એનાં ફ્રેન્ડ નેવલ સાથે ઝગડો થયો હતો અને દૂરીતા નેવલ બ્રીલીયન્ટ સ્ટુડન્ટ હોવાને કારણે નેવલની વધું નજીક થઇ ગઇ હતી,એટલે મીરાજ એકદમ નર્વસ રહેતો હતો.
દૂરીતાને પૂછતાં ,'સર,મીરાજ એકદમ ઇમોશનલ છોકરો હતો અને મને વારંવાર મેસેજીસ અને લવ શાયરી વગેરે મોકલતો પણ હું એને ખાલી ફ્રેન્ડ જ માનતી હતી.સર ,એ મારા વિષે પ્રો. સીલ્વાને પણ બધી વાત કરતો.કેમેસ્ટ્રી નાં પ્રેકટીકલ વખતે એ મને મરી જવાની ધમકી પણ આપતો જે પ્રો. સીલ્વાએ પણ સાંભળેલું.'
'ઓકે,પાછી જરૂર લાગે તમને કોન્ટેક્ટ કરીશ'
ઓફિસમાં બેસીવાતો ચેક કરતા  બધા એવિડેન્સ તો આત્મહત્યા જેવાં જ લાગતા હતા.ઇન્સ્પેક્ટર સારિકા 'સર,આ વન સાઇડેડ લવનો મામલો લાગે છે.અને નર્વસ મીરાજે આ પગલું ભર્યું હશે .'
'હા ,એવું હોય પણ મને આ પ્રો.સિલ્વા જેકબ વિષે વધુ માહિતી જોઈએ છે 'એટલે ગિરિરાજે કહ્યું ,'સર ,પ્રો.સિલ્વા જેકબ ગોવાની છે અને 39 યર્સની અપરણિત છે એના ફાધર રીટાયર કર્નલ છે અને કોલેજમાં ઘણી લોકપ્રિય છે.સર ,મિરાજ વીકેન્ડમાં ઘરે એકલો હતો ત્યારે એના એકબે ફ્રેન્ડ અને પછી દુરિતા પણ આવી હતી અને સિલ્વા ત્યાં સવારે ટ્યુશન માટેઆવી હતી. એક્ઝામ નજીક આવી રહી હોવાથી કવેશ્ચન પેપર સૉલ્વ કરવાં એક -દોઢ  કલાક બેઠી હતી એવું સિલ્વાએ જણાવ્યું હતું. અને કોલેજમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે દુરિતા મીરાજની બહુ નજીક હતી પણ થોડા સમયથી નવાં ફ્રેન્ડ નેવલ તરફ વધુ આકર્ષિત થઇ હતી જે બ્રિલિયન્ટ પણ હતો અને પૈસા ખર્ચીને બધાને પાર્ટી પણ આપતો અને આ કારણથી ઝગડો થયો હતો .'
ઘરે જે સમયે બધા આવ્યા હતા એનો એક્ઝેટ સમય ચેક કરજે જરા ,હું આજે ફરી સિલ્વાને મળી થોડું ફરી પૂછી જોવું .પ્રો. સિલ્વાને ઘરે પહોંચ્યોં અને બહાર એનાં ફાધર વહીલચેર પર બેઠા હતા .થોડી વારમાં સિલ્વા આવી અને સુજમેં મિરાજ વિષે ડિટેલમાં જણાવવા કહ્યું .સિલ્વા બોલી .'બધા સ્ટુડન્ટ મારી સાથે ખુબ હળીમળીને વાત કરતા અને એમનાં પ્રોબ્લેમ પણ જણાવતાં.મિરાજ દુરિતા સાથે બહુજ ઇમોશનલી ઇન્વોલ્વ થઇ ગયો હતો અને દુરિતા કંઈ એટલી સિરિયસ નહિ હતી.દુરિતા જૂઠું બોલતી અમારી સામે પણ એનો ઈરાદો બદલાઈ ગયેલો એટલે મિરાજને અવોઇડ કરતી થઇ ગઈ હતી .મીરાજે મને વાત કરી હતી અને દુરિતાનાં મેસૅજ તથા ફોટા એનાં મોબાઈલમાં પણ સ્ટોર હતા .મેં એને આ બધાથી દૂર થઇ સ્ટડીમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો પણ એ દુરિતાનાં બદલાયેલા એટિટ્યૂડ ને લીધે બિલકુલ બેધ્યાન રહેતો હતો .'
'એના રૂમમાંથી કોન્ડોમ મળ્યા એનો અર્થ એ દુરિતા સાથે ....' સૂજ્મ બોલ્યો ,
'શક્ય છે સર,પણ એટલું ચોક્કસ હતું કે મિરાજ આપઘાત તો નહીંજ કરે અને કોલેજની લેબમાં આગલે દિવસે ખાલી 2-3 સ્ટુડન્ટ જ હતા અને મિરાજ ને તો આગલી એક સબ્જેક્ટ ની એટીકેટી હતી એટલે એની થિયરીનાં લેસન તૈયાર કરતો હતો .હું તે દિવસે સવારે 9-30 એ એનાંઘરે ગઈ હતી અને લગભગ 11-15 નીકળી ગયેલી .મારા ઘરે સાંજે ગેસ્ટ આવવાનાં હતાં એની તૈયારીમાં હતી અને મારી કૂક પણ આખો દિવસ સાથે હતી .'
'પરફેક્ટ મેડમ, તમે સત્ય જ જણાવ્યું છે ,કારણકે 12;30 એ મિરાજની એના એક ફ્રેન્ડ સાથે વાત થઇ હતી .એ રેકોર્ડ પરથી મળી ગયું છે .એનો અર્થ એ ત્યાં સુધી તો જીવતો હતો .પણ મેડમ ,તમારે આવી વાત એનાં માતા-પિતાને જણાવી દેવાની હતી.'
'સર ,એનાં પિતા ખુબ ગુસ્સાવાળા ઓફિસર છે ,હું કહેતે અને જો એને ખિજવાતે તો મને ડર હતો કે મિરાજ કંઈ વધુ ધમાલ કરી બેસતે અને એની પાસે દુરિતાનાં મેસેજ તથા ફોટા બધાને બતાવી બધાનું ભવિષ્ય બગાડી નાંખતે .પણ સર ,દુરિતા પણ બહુ ચાલાક છોકરી છે .'
ઓકે .થેન્ક્સ '
કહી સુજમેં ગિરિરાજ અને ઇન્સ.સારિકાને દુરિતાને સખત પૂછપરછનો ઓર્ડર આપી દીધો .સખ્ત ધમકી અને લેબમાંથી પોટેશિયમ સાઇનાઇડની બોટલ મિરાજ ના ડોરની બહારની ડસ્ટબીનમાંથી મળી એનાં પર ફિંગરપ્રિન્ટ મળ્યા એવું કહ્યું એટલે ગભરાઈને કબૂલ કરતાં દુરિતા એકદમ રડી ઉઠી અને ગુસ્સામાં બોલવા લાગી 'સર ,મારી જિંદગીમાં મેં કોઈ દિવસ કોઈનું આટલું પ્રેશર સહન નહોતું કર્યું ,કોઈ વાર ઈમોશનલ અને કોઈવાર એની પાસેનાં મારા મેસેજ ફોટોની બીક બતાવી વારંવાર મને બોલાવે અને મને મજબુર કરે .હા ,સાચી વાત છે કે મને નેવલ ચૌધરી મળ્યો ત્યારથી હું એની સાથે વધુ ઇન્વોલ્વ થઇ હતી અને એને પણ હું બહુ ગમતી હતી .હું એની સાથે પણ બે -ત્રણ વાર આઉટિંગમાં ગઈ હતી અને એને પણ અમારા વચ્ચેથી મીરાજને દૂર કરવો હતો .અને મેં આગલે દિવસે લેબમાંથી સાઇનાઇડ ચોર્યું હતું .મિરાજનો ફોન આવ્યો એટલે બૂક્સ લઇ હું એના ઘરે ગઈ અને આમતેમ વાતમાં ભેળવી રાખ્યો અને કોલ્ડ ડ્રિન્ક પીવું છે એમ કહી એમાં સાઇનાઇડ ભેળવી દીધું અને એક જ ગ્લાસમાં પહેલા તું પી એમ કહ્યું અને પીતાની જરાક જ વારમાં એ ઢળી પડ્યો .અને મેં એના મોબાઈલ અને  પેનડ્રાઇવ શોધી ડીલીટ કરી દીધી .અને બહાર નીકળતાં એનું રૂમનું ડોર લોક કરી ચાવી લઇ લીધી બોટલ ડસ્ટબીનમાં નાખી ડોર ખેંચી હું દાદર પરથી નીકળી ગઈ .લિફ્ટમેન હતો પણ વોચમેન જમવાં ગયો હતો અને હું કાર નહોતી લાવી ,ટેક્ષીમાં આવી હતી .'
અને .....સૂજ્મસિંગ તથા બધા એક મિનિટ સ્તબ્ધ થઇ ગયા .
'ગિરિરાજ ,આ બધા કેસની વાતો સાંભળી ખરેખર દિમાગ આપણું પણ ચકરાઈ જાય છે .આ જનરેશન તો વધુ પડતું .....ખેર છોડો, કેસ સોલ્વ થઇ ગયો છે અને શિક્ષણ સંસ્થાઓ તથા માતા -પિતાએ વધુ એલર્ટ રહેવું પડશે '
અને ....ઉપરીને આખી કેસની  હાઈલાઈટ  વાત કરી .થેન્ક્સ કહી પછી કિનલ સાથે વાત કરતાં કરતાં કોફીનો કપ લઇ રિલેક્ષથી બેઠો .

પર્દાફાશ -                                       

                                                                 સૂજ્મસીંગ ટીવી પર ન્યુઝ જોઈ રહ્યો હતો અને એનો પ્યારો ડોગી ઝીગારો સામે બેસી કંપની આપી રહ્યો હતો એટલામાં કિનલનો ફોન .
'આજે ઇન્સ્ટિટ્યૂટનાં એનયુઅલ ફંક્શનમાં બીઝી છું .એટલે આવતીકાલે તારા ફ્રેન્ડને ત્યાં જઈ આવીશું .શું કરે છે ?બ્રેકફાસ્ટ કમ્પ્લીટ ?'
'ઓહ યા ,ન્યુઝ જોતો હતો .હવે  નીકળવાની તૈયારી .બાય કાલે મળીયે.'
બહાર નીકળી ગાડી સ્ટાર્ટ  કરતો હતો ને ગિરિરાજનો ફોન આવ્યો .
'સર, 'તેઝ -તર્રાર  '  પેપરનાં  માલિક કુલનમ શાસ્ત્રીનું મર્ડર થયું છે .કોઈ કામસર વહેલી સવારે ઓફિસમાં આજે આવી ગયા હતાં.અને બહાર તો ખાલી વોચમેન હતો .પણ કોઈ અંદર આવ્યું નથી એમ કહે છે 'ઓકે .ડાઇરેક્ટ ત્યાં જ મળીયે .' કહી સૂજ્મસીંગે ગાડી 'તેઝ-તર્રાર કોર્પોરેટ હાઉસ' તરફ વાળી.
           ઓફિસની ખુરશી પર જ કોઈએ ગળામાં દોરી બાંધીને મર્ડર કર્યું હતું અને રૂમાલ મોઢામાં દબાવેલો હતો .ટેબલ પર અસ્તવ્યસ્ત કાગળો પડયા હતાં અને હેન્ડબેગ ખુલ્લી પડી હતી જેમાં નોટોનાં બંડલ પડયા હતાં .સવારમાં સાડા પાંચ વાગ્યામાં આવવાનું કારણ શું હોઈ શકે ?અને જો કોઈ લૂંટના ઇરાદે પાછળ પડ્યું  હોય તો આ નોટનાં બંડલો ?
 'ગિરિરાજ  તું એક્ઝેટ  પૂછ, સવારનો સમય હોય એટલે વોચમેન જરૂર ફ્રેશ થવા ગયો હશે અને એ દરમિયાન કોઈ આવ્યું હોય .પ્રેસ તો બાજુના પ્લોટમાં છે અને ત્યાં તો સટાફ હતો જ અને પેપેર માટેની વેન પણ આવી હશે .ત્યાંથી પણ એક સીધી એન્ટ્રી ઓફિસમાં છે .'
'રાઈટ સર ,ઇન્સ. સારિકાએ મોબાઈલ નંબરની ડિટેઇલ ચેક કરી લીધી છે .વહેલી  સવારમાં કોઈ ફોન આવ્યો નથી .છેલ્લો ફોન એમની દીકરીનો ન્યૂયોર્કથી હતો અને એ પહેલા રાજકારણી દુશ્યંત તનેજાનો હતો જેણે કોઈ ફંક્શનનાંં રિપોર્ટિંગ અને ફોટોસ માટે અભિનંદન આપવા ફોન કરેલો એવું કહ્યું છે .સર,કૂલમન જીની ઇમ્પ્રેશન ખુબ સ્પષ્ટવકતા અને તોફાની વ્યક્તિ તરીકેની હતી .એમનો નાનો ભાઈ પણ આજ લાઈનમાં છે અને 8 વર્ષ પહેલા અલગ થઇ પોતાનું મેગઝીને ચલાવે છે.રહેવાનું જોઇન્ટમાંજ છે .કૂલમનના ઘરે તપાસ કરતા રૂમમાં ખાસ કંઈ હતું નહિ .સાદું જીવન હતું અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.એમના નાનાભાઈ  એ એક વ્યક્તિ પાસે કોઈ સમાચાર માટે પૈસા લીધા હતા ત્યાર થી એને બીઝ્નેસ્સ માંથી જુદો કર્યો હતો એવું એમની પત્ની એ જણાવ્યું .ઘણા એવોર્ડ અને રૂલિંગ પાર્ટીના નેતાઓ સાથેનાં ફોટા લગાવેલા હતાં.રાજકીય પ્રવૃત્તિ પણ  વધતી  જતી  હતી  એવું પણ જાણવા મળ્યું હતું .એમનો દીકરો પોતાનો અલગ બિઝનેસ કરતો હતો .એ અને એની વાઈફ નીચેના ફ્લોર પર રહેતા હતાં.
  ઓફિસમાં એમના સેક્રેટરી પ્રીતમ ને પૂછતાં જણાવ્યું કે ,'સર અમારા બધા સાથે કામની બાબતમાં ખુબ સ્ટ્રિક્ટ પણ જનરલી સૌમ્યતાથી વર્તતા હતા.દુષ્યંત તનેજા એમનાંં ખાસ મિત્ર જેવા થઇ ગયેલા અને એમણેજ બધે ઈન્ટ્રોડ્યૂસ કરેલા .દુષ્યંત તનેજાનું એક ચિટ ફંડમાં નામ બગડ્યું  હતું .અને એ વખતે તેઝ-તર્રાર પેપરમાં પણ બહુ ગાજ્યું હતું .પણ પછી થોડા વર્ષ પછી મિટિંગોમાં અને સામાજિક કાર્યોમાં મળતા રહેતા અને દોસ્તી થઇ ગઈ હતી.દુષ્યંત એકદમ ખેલાડી રાજકારણી છે .'
એમનાંં ફાર્મ પર વારંવાર પાર્ટીમાં કુલમન સર જતાં.પણ અંદરના વર્તુળો પાસે જાણવા મળ્યું હતું કે આવનારા ઈલેક્શનમાં સર કદાચ ઈલેક્શન લડશે.'
' ઓકે ,'ફરી ઓફિસમાં બેસી ડિસ્કસ કરતાં સારિકા બોલી સર ,કોઈ ચોરી થઇ હોય  કે ફાઈલ કે ફોટા કશું જ લીધું નથી એનો અર્થ કે કોઈ અંગત અદાવત જ હોય શકે '
'હા સાચી વાત છે , એવુ જ લાગી રહ્યું છે .'
ગિરિરાજ બોલ્યો ,સર ,મેં સવારમાં આવતી પેપર માટેની વેનનાં ડ્રાયવરોની તપાસ કરાવી એમાં એક  રજા પર હતો એને બદલે ત્રણ -ચાર દિવસથી કોઈ ટ્રાવેલ એજન્સીમાંથી માણસ  આવતો હતો .'
સિક્યોરિટીની નજરમાંથી એ વેનમાજ કોઈ છુપી રીતે એન્ટર થયું હોય એવું લાગે છે,આજે સવારે એને પણ ડિટેઈલમાં પૂછ્યું પણ એને તો કંઈ ખબર નથી.'
  ગિરિરાજ,દુષ્યંત તનેજા પર નજર રાખવા કહેલું એના કંઈ ન્યુઝ અને એટલામાં સૂજ્મસિંગનાંં મોબાઈલની રિંગ વાગી .'હા ,તો એ લોકોને  તરત જ ત્યાંથી અરેસ્ટ કરી લઈએ.'
ગિરિરાજ ,હમણાંની દુષ્યંતના ઘરની ઓફિસ પર એ જુવાનિયા ઓ ત્રણ -ચાર વાર દેખાયા છે જેની પાછલા તોફાનો વખતે પણ જેલમાં હોવાની હિસ્ટ્રી છે અને પૈસા માટે કંઈ પણ કરે એ શક્ય છે .મારા ખબરીનો ફોન હતો .'
 અને ..... એ બંન્ને પાર્ટીના કાર્યકરો નીકળ્યા હતાએ લોકોનો ક્રિમિનલ રેકોર્ડ પણ હતો .અને પૂછપરછ કરતાં બંનેને દુષ્યંત તનેજાએ જ કુલમનજી ના મર્ડરની સોપારી આપી હતી .નોટોના બંડલ મળેલા એ તો બેંકમાં ભરવા માટે ઓફીસ લાવ્યા હતાં .અને સવારના સમયે ઘણી વાર કુલમન વહેલા પ્રેસની ઓફિસ પર આવી પોતાના  લેખો લખતા હતા .આ વખતના ઈલેક્શનમાં સો ટકા કુલમન  વધતા જતાં રાજકીય પ્રભાવ અને ઉત્તમ કારકિર્દી તથા લોકપ્રિયતાને કારણે જીતી જ જવાના હતા એટલે એનો તરત જ કાંટો કાઢી નાખવાનું અને જૂની પેપરમાં એના વિરુદ્દ્ધ છાપવાને કારણે ઇમેજ બગડી હતી એનો ડંખ રાખી આ કૃત્ય કરાવ્યું હતું .'
' વેલ ડન સૂજ્મ 'ઉપરી એ અભિનંદન આપ્યા અને સૂજ્મ ફોન પર વાતો કરતાં બોલ્યો ,ખરેખર માણસનાં મનને પારખવું અઘરું છે'

૧૦

અણધાયુઁ-

રહસ્યકથા એ.સી.પી.સૂજમસીંગ શ્રેણીનો દસમો મણકો.....
' આધુનિક વેપન અને કમ્પ્યુટર વિથ ક્રિમિનલ્સ 'પર યોજાયેલા પરિસંવાદમાં એ.સી.પી.સૂજ્મસીંગે પોતાનાં વિચારો વ્યક્ત કરતી એક સ્પીચ પુરી કરી અને તાળીઓનાં ગડગડાટ પછી મીડિયાનાં આકરા પ્રશ્નોનાં જવાબ આપવા શરુ કર્યા. પ્રોગ્રામ પૂરો થયો અને ઇન્સ. ગિરિરાજ ,ઇન્સ.સારિકા ,સ્ટાફ અને કિનલે અભિનંદન આપ્યા. હાઈ- ટી પર બધાએ પોતાનાં વિચાર વ્યક્ત કર્યા અને સોશ્યિલ મીડિયાનો ક્રિમિનલ્સ પણ ભરપૂર લાભ ઉઠાવી રહયા છે એની ચિંતા વ્યક્ત કરતાં કમિશ્નરશ્રીએ વધુ આધુનિક વેપન અને સાયબર ક્રાઇમને ખાસ રોકવા માટે પબ્લિકને પણ એલર્ટ કરવાની સૂચના આપી .
સવારે ઓફિસમાં લગભગ બધીજ સોશ્યિલ કમ્યુનિકેશનની એપ્સ ડાઉનલોડ કરી રાખી હતી એ બતાવતાં ઇન્સ.સારિકાએ કહ્યું સર અમુક પોપ્યુલર જ નહિ પણ ઇન્ટરનેશનલ ચેટિન્ગમાં વધુ વપરાતી એપ્સ પર પણ ખાસ નિગરાનીમાં રાખી છે .
'વેરી નાઇસ'
અને એટલામાં' બહાર એક કપલ મળવા માંગે છે,'ગિરિરાજનો મેસૅજ હતો .' તેને અંદર મોકલો 'લગભગ મધ્યમ એઈજનું એક કપલ અંદર આવી ખુરશી પર બેઠા અને ઓળખાણ આપતા બોલવાનું શરુ કર્યું .'ગુડ આફ્ટરનૂન સર ,મારું નામ નિત્યમ જાલન છે અને આ મારી પત્ની છે કૃષા .મારા દીકરા કલશનાં બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને એની પત્ની થોડો ઝગડો થવાને લીધે ઘણાં વખતથી એનાં ઘરે જતી રહી છે એ ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરે છે,કોઇવાર વાત કરે અને પછી પણ કોઈ રીપ્લાઇ નહિ મળવાને લીધે એ જાતે ગયો અને બે દિવસ સુધી કોઈ જવાબ નહિ આવતાં અમે એના સાસરે ફોન કર્યો પણ એ લોકોએ કહ્યું કે અહીં એ આવ્યોજ નથી .સર એનો ફાઇનાન્સનો બિઝનેસ છે, અમે ખુબ ટેન્શનમાં છીએ .એની પત્નીનો વ્યવહાર જરા પણ અમારા બધા સાથે સારો નહતો પણ અમને એમ કે સમય જતા બધું બરાબર થઇ જશે .અમારા એક રિલેટિવનાંં શહેરની અને ઓળખાણમાં હતી એટલે અમને બધાને ગમી ગયું હતું .'
' ઓકે' તમે મને બધા એડ્રેસ અને વિગતો લખાવો એટલે ઝડપથી તપાસ શરુ કરી દઈએ.'ગિરિરાજે ચંદીગઢનાં એજન્ટને ફોન કરી કલશનાં સાસરાવાળાની ઇન્ફોર્મેશન મોકલવા કહ્યું.કલશની ઓફિસમાં તપાસ કરતાં બધા પાસે લેવાનાં પૈસાનો હિસાબ સેક્રેટરીએ કોમ્પ્યુટરમાંથી આપ્યો ,આમતો બધું રેગ્યુલર હતું પણ કોઈ વાર ફોન પર સખત શબ્દોમાં ઉઘરાણી કરતાં હોય અને ઘણીવાર કલાયન્ટ સાથે ઝગડો પણ થતો હોય .ઇન્ફોર્મેશન આવતા ચંદીગઢ જવા નીકળી ગયા .એ પહેલા કલશની વાઈફ રુનીતાનાં ફોન ચેક કરતાં એટલું કન્ફર્મ થયું હતું કે એ કલશ સાથે વારંવાર વાત કરતી હતી .અને ચંદીગઢ પોલીસમાં વધુ તપાસ કરતાં હાઇવે પાસેથી એક અજાણી લાશ મળી હતી.અને સૂજ્મસિંગનો શક સાચો નીકળ્યો . એ લાશ કલશની જ હતી અને આક્રંદ કરતા એનાં મમ્મી -પપ્પાને આશ્વાસન આપતા કહ્યું ,'અમે ઝડપથી શોધી નાખશું.' સીધા રુનીતાનાં ઘરે પહોંચી પૂછતાં ,રુનીતાને પૂછ્યું ત્યારે ,'મને વારંવાર કલશના ફોન આવતા અને ઘરે આવી જવા સમજાવતો હતો ,પણ એ અહીં તો આવ્યો જ નહોતો .અને હું તો મારા ગ્રુપમાંથી પીકનીક પર બે દિવસ ગઈ હતી .ગઈકાલે રાત્રેજ આવી છું .'
'ઓકે '
કલશનાં પોસ્ટમોટર્મ રિપોર્ટમાં એનું ગળું દબાવી હત્યા કરી હતી અને સાઈડનાં રસ્તા પાસે કારનાં ટાયરના નિશાન પણ હતા , એટલું તો ચોક્કસ હતું કે ટ્રેનમાંથી ઉતરી એ પોતે જ કોઈ સાથે બેસી કારમાં આવ્યો હોય અથવા રાતનો સમય હોય તો ટેક્ષી પણ કરી હોય અને લૂંટના ઇરાદે પણ હત્યા કરી હોય.ઇન્સ.સારિકા ,
'સર,રુનીતા એના ગ્રુપમાં કોઈ નજીકનાં જ રિસોર્ટમાં ગઈ હતી અને ત્યાં ઘણી મોટી જગ્યા છે એટલે એકબીજાની પળેપળની ખબર બધાને હોય એ અશક્ય છે .અને રુનીતાને લગ્ન પહેલા એનાં પાડોશી યુવક ગૌતેશ સીંગ સાથે ખુબ મિત્રતા હતી અ....કદાચ પ્રેમસંબંધ જ હતો .પણ જુદી જાતિનો હોવાથી લગ્ન માટે રુનીતાનાં ભાઈ અને ઘરમાંથી બધાનો સખત વિરોધ હતો ,અને એ લોકોનાં ઘર વચ્ચે આ બાબતે સંબંધ કપાઈ ગયો હતો .એ લગ્ન પછી ઝગડો કરી અહીં પાછી આવી ગઈ પણ એનાં ઘરેથી એનાં પર સખત દબાણ રહેતું અને એને ખાસ બહાર પણ જવા નહોતાં દેતા .પણ એવું જાણવા મળ્યું છે કે એની કોઈ ફ્રેન્ડને ત્યાં એ કોઈ પાર્ટીમાં ફરી ગૌતેશને મળી હતી. અને જૂનું ફ્રેન્ડ્સગ્રુપ હતું એટલે આ વખતે કોઈ જાણીતા ફેમિલી વગેરે પણ જવાનાંં હતા એટલે એને મોકલી હતી .એનાં મોબાઈલ પરથી ગૌતેશનાં કોઈ ફોન મળ્યા નથી પણ સર.....'
' હા ,ચોક્કસપણે ગૌતેશની તપાશ કરવી જરૂરી છે',ગિરિરાજ સાથે સીધા ગૌતેશનાં ઘરે ગયા અને ઈન્કવાયરી કરતાંં એની બેન તથા ફેમિલીને પૂછ્યું તો ગૌતેશ પણ એનાં કમ્પ્યુટર બિઝનેસનાંં કામ માટે બહાર ગયો હતો અને રૂમમાંથી બહાર આવતા ગૌતેશ પોલીસને જોઈ એકદમ ગભરાયો .
'તમે બહાર ક્યાં અને કેટલા દિવસ ગયા હતા એની વિગત આપી શકશો ?'
'અ..આ ..હું મારા ફ્રેન્ડ સાથે જલંધર ગયો હતો .મારી કાર લઈને .'
'અને એ કારમાં જ કલશને મારીને ફેંકી દીધો ?એકદમ કડક અવાજે સૂજમસીંગે ધમકાવ્યો.
'ના ...સર ..મેં એવું કઈ નથી કર્યું .તમે ચિરાગને પૂછી શકો '
'તો તમારા ફ્રેન્ડ ચિરાગનો નંબર કલશનાંં ફોનમાં કેવી રીતે ?
અને ..સખત તપાસમાં ગૌતેશે કાબુલ કર્યું કે રુનીતા સાથે વિદેશ ભાગી જવાનો પ્લાંન ઘડ્યો હતો .અને રુનીતાએ કોઈને કહયાંં વગર કલશને બહાર મળવાનું ગોઠવ્યું અને મારો એક ફ્રેન્ડ તને લેવા આવશે એમ જણાવી બોલાવ્યો હતો અને કલશને ચિરાગનો નંબર આપ્યો હતો .ચિરાગને મેં એમ જ કહ્યું હતું કે આપણે રુનીતાનાંં હસબન્ડને ડિવોર્સ માટે સમજાવવાનું છે .રુનીતાએ દર્મિયાન કલશ સાથે ફોનથી વાત પણ કરતી હતી  એટલે એ લેવા ગયો અને વચ્ચેથી હું એની સાથે બેસી ગયો અમે એને હાઇવે તરફ લઇ ગયાંં અને રુનીતાને રિસોર્ટમાં મળવાનું છે એમ જણાવ્યું .એની સાથે વાત કરતાં એ કોઇપણ હીસાબે રુનીતાને ડિવોર્સ આપવા તૈયાર નહોતો અને એવું કહેવા માંડયો કે
'અમારી વાતમાં કોઇએ ઇન્ટરફીયર થવું નહીં.'
રુનીતા કોઇપણ રીતે એનાંથી છૂટવા માંગતી હતી .મારી પાસે બીજો કોઇ રસ્તો નહોતો.હાઇવે પર પહોંચી  આગલી સીટ પર બેઠેલા કલશને મેં મારી નાંખ્યો. હું રિસોર્ટ પર રુનીતા પાસે ઉતરી ગયો અને ચિરાગ જલંધર જઇ ગભરાઇ ગયેલો એટલે માંદગીનું બહાનું કાઢી હોસ્પીટલાઇઝ થઇ ગયો છે.બધાની ધરપકડ કરી અને ઉપરીને કેસની સફળતાની ડીટેલ જણાવ્યા બાદ બોલ્યો,'ગીરીરાજ, આ પણ એક પ્રકારનો ઇનડાયરેક્ટ ઓનર કીલીંગનો જ કેસ કહેવાય જેમાં નીદોઁષ કલશનો જાન ગયો, આપણો સમાજ કયારે બદલાશે?'
ત્યાં તો કીનલનો ફોન આવ્યો અને ખુરશી પરથી ઉભા થઇ બારી પાસે જઇ વાત કરતા કરતા 'હાય,શું કરે છે?આવી ગઇ ઘરે?

૧૧

પ્રતિષ્ઠા -

રહસ્યકથા એ .સી .પી .સૂજ્મસિંગ શ્રેણીનો અગિયારમો મણકો ....
સવારે વહેલો નીકળી આજે કિનલની ઇન્સ્ટિટ્યૂટની કેન્ટીનમાં બ્રેકફાસ્ટ લેવાની તૈયારી કરી એન્ટરન્સ પર ઉભેલા પ્યારા ડોગી ઝીગારોને 'ગુડ બાય 'કર્યું ને ગિરિરાજ ને ફોન જોડી 4 દિવસની વર્કશોપ અટેન્ડ કરવાની માહિતી આપી .સવારનાં દિલ્હીનાં ટ્રાફિક વિષે લોકલ રેડિયો પર સમાચાર સાંભળતા કંટાળી સોન્ગ શરુ કર્યું .
દિલ સંભલ જા જરા.......
અને ગિરિરાજનો ફરી ફોન ,'સર,સોરી આજે તમારો નાસ્તો બગડ્યો સમજો, સીધા ઘટના સ્થળે પહોંચવું પડશે.'
'કેમ શું થયું ?'
'સર,તમે છો ત્યાંથી નજીકમાં જ રાગ -ગીત સોસાયટીમાં રહેતા 'ફ્રીડમ એક્સપોર્ટ 'ના ડિરેક્ટર ઉર્પિત સોનીંના વાઈફ જવાલાની રૂમમાંથી લાશ મળી છે ,ઉર્પિત ડેન્માર્ક કોઈ કન્વેન્શનમાં ગયા છે અને એમના ફાધર 15 દિવસ પહેલાજ ન્યુઝીલેન્ડ એના નાના દીકરાને ત્યાં ગયા છે .દીકરી કોલેજમાં થી કોઈ પ્રોગ્રામમાં બે દિવસ ગઈ હતી અને ઉર્પિતની એક બેન દિલ્હીમાં એના સાસરે છે .'
'ઓકે , આ જસ્ટ ટર્ન મારી રહ્યો છું .દસેક મિનિટ માં પહોચું છુ.
ઘટના સ્થળે પહોંચતા જોયું તો સ્ટાફ પહોંચી ગયો હતો અને ફોટો લઇ રહયાં હતા,ફોરેન્સિક લેબ પરથી પણ એટલામાં સ્ટાફ આવી ગયો અને લાશ જોતા લાગી રહ્યું હતું કે મૃત્યુને ઘણો વખત થઇ ગયો છે .યુવાન વયની એટલેકે 35-40 વર્ષની જવાલા નાઈટ ડ્રેસને બદલે રેગ્યુલર પંજાબી ડ્રેસમાં હતી.અને રૂમમાં આજુબાજુ કોઈ ખાસ એવા નિશાન પણ નહોતા જણાતા .ઘણીવાર રાત્રે મોડાં આવતા હોય એટલે ઘરના સર્વન્ટ ને ખબર નહોતી સમયની .આમતો કોઈવાર ગુરુજીનાં આશ્રમ પર પ્રવચનમાં જાય ત્યારે એના નણંદ પણ સાથે જાય .અને ગઈકાલે એ નહોતા ગયા .એટલે એને પણ ક્યારે ઘરે પાછી આવી એનાં સમયની ખબર નહોતી .મૃત્યુ શ્ર્વાસ રૂંધાવાથી થયું હતું .દુપટ્ટો ગળે વિંટળાયેલો હતો.
સાંજે ઓફિસ પર જનરલ ઇન્ફોર્મેશન અને ફોન ડીટેલ વગેરે આવી ગયા હતા તથા ઇન્સ.ગિરિરાજ અને ઇન્સ.સારિકા એ ફેમિલી મેમ્બર અને પાડોશી તથા ઓફિસની પણ માહિતી મેળવી લીધી હતી .
સાર ,આમતો કોઈ કોમ્પ્લિકેટેડ વાત જાણવા નથી મળતી .વેલ સેટ ફેમિલી છે ,સામાજિક સ્ટેટસ પણ ખુબ છે અને પ્રોપર્ટિં ઘણી છે પણ કોઈ ઝગડો નથી .સર્વન્ટ પાસે એવું જાણવા મળ્યું કે હમણાનું એની નણંદ સાથે જરા ઓછું થઇ ગયું હતું અને નવા મહિલા ગ્રુપમાં જવા માંડયા હતા .મિત્રવર્તુળ પણ સારું હતું અને ઘણીવાર ઘરે પાર્ટી પણ કરતાં હતા .એના સાસુ પાંચ વરસ પહેલા એક્સપાયર થઇ ગયા હતા .ઘરની બધીજ જવાબદારી જ્વાલા જ સંભાળતી હતી .એક દીકરી છે જે 9th માં સ્ટડી કરે છે .જ્વાલા એ દિવસે પોતાની કાર લઈને જ ગઈ હતી અને મૃત્યુનો સમય રાતનો બતાવે છે તો એવું લાગે છે કે કોઈએ એને મારી એની કારમાં અહીં લાવી મૂકી દીધા છે
'રાઈટ ,મને પણ રૂમમાં ખાસ કઈ વિખરાયેલું લાગતું નહોતું ,પણ કદાચ કોઈ જાણીતું હોય અને એને મળવાં અહીં આવ્યું હોય અને કદાચ કોઇ બહારની એજન્સી કામ માટે આવી હોય અને લૂંટ નાં ઇરાદે .... એવું પણ બને '
બીજે દિવસે ઉર્વિત અને એનાં ફાધર વિકાસ સોની વિદેશથી આવી ગયા એની ઓફિસમાં બોલાવી વિગતો પૂછી .પણ કોઈ સાથે દુશ્મની કે પૈસાની લેવડ દેવડ નો પ્રોબ્લેમ પણ નહોતો .એની દિકરીતો એટલી રડતી હતી કે કોઈ વાત પૂછી શકાય એમ જ નહોતી .પણ ઇન્સ.સારિકાએ થોડું પૂછતા ,'મમ્મી કિતને દીનસે ઘરમેં બહોત ડરી ડરી સી રહેતી થી ઔર કુછ જ્યાદા બાત ભી નહીં કરતી થી.' એટલે ગ્રુપમાં પણ તપાસ કરી જોઈ અને પછી ગુરુજીના આશ્રમ પાર સુજામસિંગે સ્વામીજીને મળી પૂછ્યું .એ લોકો ના ફેમિલી ગુરુ હતા .પણ જ્વાળા ખાસ આશ્રમના કાર્યક્રમોમાં એની નણંદ સાથે આવતી ,
'સ્વામીજી તમને કદી કોઈ પ્રોબ્લેમ વિષે સલાહ લેવા મળી છે ?'
'હા ,ઘણીવાર મનમાં કોઈ પ્રશ્નો ઉભા થાય તો પૂછી લેતી .મારી જણાવવાની ફરજ છે કે એ એના સસરાથી ખૂબ નારાજ રહેતી હતી અને .......કહેતી હતી કે એને જુદા રહેવું હતું '
'તમે અટકી કેમ ગયા ?કઈ છુપાવો છો ?'
'એના સસરા એની સાથે જબરદસ્તીથી ઘરમાં સંભંધ બાંધો હતો અને એ પોલીસ ફરિયાદ કરવા માંગતી હતી .પણ મેં એને સમજાવી કે હું વિકાસ સોની ને સમજાવીશ .ઘણી આડકતરી રીતે મેં વિકાસ ને સમજાવી રોકવા પ્રયત્ન કર્યો હતો.પણ ફરી એકાંત હોય ત્યારે ઘરમાં જવાલા ને પોતાનો પાછો શિકાર બનાવ્યો . મેં ઘરેલુ મામલો છે એટલે સાચવીને કામ લેતા એને નણંદ ને પણ વાત કરી હતી .પણ એતો આ વાત માણવા ને બદલે એકદમ ગુસ્સે થઇ જવાલાની વિરુદ્ધ થઇ ગઈ હતી અને એની સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો .કોઈ વકીલને મળી જવાલા કાર્યવાહી કરવા વિષે વિચારતી હતી પણ આમ આત્મહત્યા કરી લેશે એવું નહોતું ધાર્યું .હું પણ ગઈકાલેજ 25 દિવસના હિમાલય પ્રવાસથી પાછો ફર્યો અને સવારે અમારી સભામાં એ વિશે વાત થઇ હતી.'
'ઓકે,આભાર ગુરુજી આ વાત વિષે હમણાં કોઈને કહેશો નહિ .'
અને એણે જવાલાની નણંદ આભાવારી ને ઘટનાના દિવસે સાંજે એની ફોન પર 15 મિનિટ સુધી શું વાત થઇ તે વિષે પૂછ્યું .
'અમે તો જનરલ વાતો કરતા હતા .'
'તમે પછી ઘરે જ હતા કે કશે બહાર હતા .'
'હું તો પિક્ચર જોવા ગઈ હતી મોલમાં શોપિંગ પછી '
'કેમ જૂઠું બોલો છો ? તમે એ જ મોલમાં થી જવાલા સાથે બહાર ઉભા વાત કરતા હતા અને ઉર્પિત જવાલા ના ફ્રેન્ડ અને એની વાઈફ તમને બહાર મળ્યા હતા.'
'આ ....હા .....એ મને મળેલી .
'ફોન પર 15 મિનિટ વાત કર્યા પછી પાછા ત્યાં મળીને શું વાત કરતા હતા કે તમેજ એણે ત્યાંથી જ એની કારમાં બેસી ગયા હતા .હા હું મેટ્રો માં ગઈ હતી એટલે એણે સ્ટેશન સુધી ઉતારવા કહ્યું .'
'મેડમ અંધારું હતું પણ એ દિવસે રાત્રે સોસાઈટીના વોચમેને એવું કહ્યું હતું કે એ ગાડીમાં કોઈ એ જણ હતા.'
'હા ..હા મારે એક વેડિંગ ના ફંક્સન માટે સાડી જોઈતી હતી એટલે હું અહીં આવી અને પછી પાછી મને મૂકી ગઈ હતી .'
'પણ મેડમ સીસીટીવિ માં કોઈ ગાડી બહાર જતી દેખાઈ નથી '
અને સખત પૂછપરછ માં આભાવરી ભાંગી પડી .
'હા હા મેં જ એણે મારી નાખી .નહીંતર એ મારા આખા ફેમિલી ને બદનામ કરતે '
'ફેમિલીને કે તમારા ફાધરની ભૂલને ?શું પ્લાન ગોઠવ્યો હતો એ જણાવો .'
;સર, એણે ગુરુજીને પણ વાત કરી એનો મને ખુબ ગુસ્સો આવ્યો ,જે હોય તે હું આ વાત માનવા તૈયાર નહોતી .'એટલે એ દિવસે મેં એણે સમજાવવા માટે મળવાં નિર્યણ કર્યો પણ એના તેવર બહુજ ગુસ્સાનાં હતા અને અમારી વચ્ચે કારમાં પણ ખુબ ઝગડો થયો હતો .મેં એને પાર્કિંગમાં જ મારી નાખી અને રૂમમાં લઇ જઇ સુવડાવી દીધી હતી .અને હું બાજુનાં બંગલાની દીવાલ કૂદી ચાલતી બીજી બાજુથી પાછળનાં રસ્તે નીકળી ગઈ હતી '
અને સુજમસિંગે ઉપરીને બધી વિગતો થી વાકેફ કર્યા
અને કિનલ સાથે ફોન કરી, 'કાલે સવારે
નાસ્તો સાથે કરીએ ઓકે?

૧૨

ટશન  - 

                   વર્લ્ડ હેલ્થ ડે નું ફંક્સન હતું ,એમાં સૂજમ સીંગ ની ફીઆન્સે કિનલ પોતાની ફ્રેન્ડ સાથે સ્વચ્છતા અભિયાન પર એક નાટિકા રજુ કરવાની હતી .બે વાર ફોન આવી ગયા  હતા .ઓફિસમાં બે ત્રણ કેસ એવા હતા જેનું કોઈ પગેરું મળ્યું નહોતું .અને એના  માટે બે ત્રણ વાર કમિશ્નરશ્રીની ટકોર પણ આવી ગઈ હતી .ગિરિરાજને  કેસની બધી વિગતો ફરી જોઈ જવા કહ્યું હતું અને ઇન્સ .સારિકાએ વેકેશનમાં પંદર  દિવસની  રજાની એપ્લિકેશન કરી હતી તેના પર સહી કરી ,ત્યાં  ગિરિરાજ કેબિનમાં આવી ,સર,ટ્રાફિક ઘણો હશે તમને પહોંચતા હજુ અડધો કલાક થઇ જશે .'
        ત્યાં તો રિંગ વાગી અને .....'ચાલો સર ,ગોઠવેલા કોઈ પ્રોગ્રામ થઇ શકે એમ નથી .આપણા શહેરનાં  જાણીતા રિસર્ચ સાયન્ટિસ્ટ અભિજ્ઞ રાયની ઓફિસનાં લોકરમાં મુકેલી હાર્ડ ડિસ્ક અને ઘણા ડેટા સ્ટોરેજની ચોરી થઇ છે અને એકદમ ડીપ્રેસ્સ હાલતમાં છે .એમની સેક્રેટરી દુવિધા બેનર્જીનો ફોન હતો ,અભિજ્ઞ રાય બહારગામ હોવાથી  ત્રણ દિવસ પછી એમની ઓફિસમાં આવ્યા અને ખબર પડી .'
  'ઓકે, તૈયારી કર હું કિનલને ફોન કરી  નહિ આવી શકાય નો ફોન કરી દઉં  એટલે  નીકળીએ .અભિજ્ઞ રાયની ઓફિસ પહોંચ્યા અને પ્રોડક્સન યુનિટની બાજુમાં જ બે ફ્લોરની ચુસ્ત ટેક્નોલોજીના બંદોબસ્ત સાથે ઓફિસ બનાવેલી .બહારની બધી એરેન્જમેન્ટ ઓબઝર્વ કરી અને બંને અંદર ગયા . વેઇટિંગમાંથી એક એમ્પ્લોયી કેબીન સુધી લઇ ગયો .એકદમ અદ્યતન સાધનોથી સજ્જ ઓફિસમાં અભિજ્ઞ રાય એકદમ ગમગીન બેઠા હતા .એટલામાં બાજુની કેબિનમાંથી દુવિધા બેનર્જી આવી અને બંનેએ સૂજ્મસિંગ અને ટિમનું સ્વાગત કર્યું .ઇન્સ્પેક્ટર સારિકા પણ આવી પહોંચી અને સ્ટાફ સાથે વિગતો  પૂછી લઉ કહી ફરી બહાર ગઈ .
          સૂજ્મસીંગે વિગતો પૂછતા અભિજ્ઞ એ જણાવ્યું ,મારો રોજનો નિયમ રાત્રે હું નીકળું ત્યારે મારા  ડિજિટલ લોકરમાં એવરી વર્ક સ્ટોર કરીને જ જાંઉ.અને આ રીતે કોઈ ચોરી કરી જ કેવી રીતે શકે એમાં 10 ડિજિટ્સ નો લાંબો પાસવર્ડ  છે .એ  નંબર તો દુવિધાને પણ  ખબર નથી .હું આજે આવ્યો અને થોડું જનરલ કામ પતાવી જેવું લોકર ખોલ્યું તો આખી હાર્ડ ડિસ્ક જ ગાયબ હતી .
ઓકે ,તમને કોઈના પર ડાઉટ છે ?'
'ના સર,મને  તો કોઈ એવું ધ્યાનમાં નથી આવતું ,હું જનરલી મારા કામમાં હોઉં ,ફેમિલીને પણ ખુબ ઓછો સમય આપી શકું છું . અને મારે ઇન્ટરનૅશનલ કોન્ફરન્સ માં પેપર રજુ કરવાના છે એની તૈયારી કરતો હતો .પ્રેઝટેશનનું કામ પણ ઓફિસમાં જ થાય છે .ઍવેરીથીંગ ઇનહાઉસ છે .કોઈ બહાર નું ઇન્વોલ્વ નથી .એટલામાં ઇન્સ .સારિકા પણ આવી ગઈ અને દુવિધાની સાથે ડિટેલમાં રોજની અવરજવર અને પ્રોડક્ટ ડિઝાઇન વગેરેનો ડેટા કોણ હેન્ડલ કરે વગેરે પૂછ્યું .
દુવિધાએ જણાવ્યું .
'સર નહીં હતા ત્યારે અહીં એમની ચેમ્બરમાં તો  કોઈ નથી આવ્યું .મારી કેબીન બાજુમાં જ છે.અને સ્ટાફમાં પણ કોઈ ને અંદર આવવાની પરમિશન નથી .દર વખતે નવી પ્રોડક્ટ ડિઝાઇન રજુ કરવાના હોય ત્યારે વધુ કાળજી લેવાતી હોય છે .છેલાલા 10 વર્ષથી સરનો એકદમ ટોપમાં નંબર છે અને પ્રોડક્ટ પણ સક્સેસ  છે ,સરનાં રાઇવલ્સ પણ ઘણા છે .'
'ઓકે ,જે કંપનીઓ વચ્ચે દર વખતે કોમ્પીટ થતું  હોય એના નામ જણાવશો ?'
'હા '
  અને જરૂરી વિગતો નોટ કરી બધા  નીકળી ગયા .ઓફિસ પર ચર્ચા કરતા ,ઇન્સ .સારિકાએ જણાવ્યું ,સર,બધા નંબર વગેરે ચેક કરતા કોઈ ખાસ  નવો નંબર નથી .હમણાં બહાર ગામ ગયા હતા ત્યારે વાઈફને એનિવર્સરીની સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે ઑનલાઇન  ત્રણ-ચાર સાઈટ પરથી કર્યું હતું એના મેસેજીસ છે .સર , ઓફિસના એક એમ્પ્લોઈ અતિંનને ઇન્ક્રિમેન્ટ માટે થોડા વખત પર પ્રોબ્લેમ થયો હતો અને સાથે બીજા એમ્પ્લોયી પણ જોડાયા હતા .પણ પછી પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો હતો .'
ગિરિરાજ બોલ્યો ,સર તો પણ એની પર નજર રાખવી જરૂરી છે '
'હા ,મને લાગે છે કે સાયબર ક્રાઇમ પર પુછી  વધુ ગાઈડન્સ લઇ શકાય '
 એટલામાં ફરી અભિજ્ઞ રાયનો ફોન આવ્યો ,'મારા આઈ-કલાઉડ પરનો સ્ટોર કરેલો ડેટા પણ કોઈએ ડીલીટ કરી નાખ્યો છે .આઈ એમ સ્યોર કે કોઈએ મારુ કોમ્પ્યુટર અથવા ફોન હેક કર્યો છે .'
'ઓકે .અમે જલ્દીથી તપાસ કરીયે છે પણ તમારી પાસે એની બીજી કોઈ કોપી ખરી ?'
'ના મને જરૂરી નહોતું લાગતું .'
'તમે તમારી હાર્ડ ડિસ્ક ,અને સ્કાય ડિજિટલ લોકર -અને આઈ-કલોઉડ એકાઉન્ટનાં પાસવર્ડ ફોનમાં સ્ટોર કર્યા હતા ? અને બીજે ક્યાંક  પણ લખી રાખ્યા હતા ?'
'હા ,મારા ફોનમાં જ લખી રાખ્યા હતા .અને એક નાની ડાયરીમાં પણ હતા જે હંમેશા મારી સાથે જ હોય '
'ઓકે ,ફક્ત ડેટા કે ડિજિટલની ચોરી જ કરી હોય તો  સમજાય ,પણ હાર્ડ ડિસ્ક ની ચોરી એનો મતલબ તમને હેરાન કરી , આજ વીકમાં રજુ થનારા તમારા પેપર પ્રેસંટેશનને પાંગળું બનાવી દેવા માંગે છે એ પ્રુવ થાય છે .એટલા સમયમાં તમે બધું ફરી તૈયાર નહીં કરી શકો .અને ઓનલાઇન શોપિંગની વિગતો પણ ડિટેલમાં જણાવજો .
સર ,એ તો બધું દુવિધાને ખબર એને જ મેં સિલેક્ટ કરી ઓર્ડર આપવા કહ્યું હતું .એણે જ  બધી સાઈટ સજેસ્ટ કરી હતી .'
  ફરી ઇન્સ સારિકાને દુવિધા વિશે વિગતો જાણી લેવા કહ્યું .
'સર ,દુવિધા બેનર્જી આમ તો હાયર મિડલ કલાસ છોકરી છે ,હજુ 27  યર્સની છે ,પાંચ વર્ષથી આ ઓફિસમાં છે એક બોયફ્રેન્ડ છે જે સેટલ થઇ રહ્યો છે અને કોઈ ફોરીન કન્ટ્રીમાં એપ્લાઇ પણ કર્યું છે જોબની સર્ચમાં હતો લગભગ બધો ખર્ચ દુવિધાજ કરતી હતી.ભવિષ્યના બિગ પ્લાન્સ બનાવ્યા છે ,કદાચ વધુ પૈસાની ઓફર આવે તો દુવિધા પણ કોઈ બીજી કંપની જોઈન્ટ કરે .'
'ગિરિરાજ ,એનાં  બોયફ્રેન્ડ પર બરાબર નજર રાખ .'
 ત્રીજે દિવસે ખાસી વિગતો આવી ગઈ હતી . દુવિધાને એરેસ્ટ કરી અને એણે કબુલ કર્યું કે ,'એના બોયફ્રેન્ડે અભિજ્ઞ રાયનો ફોન ટે્સ કર્યો હતો જેમાં કોઈ પ્રોફેશનલ પાસે  એક એવી ફેક શોપિંગ એપ્લિકેશન બનાવી જેમાં ફોનની ઘણી વિગતો રીડ કરી શકાતી હોય છે જેથી કોઈ ફોલ્ડરમાં સ્ટોર કરેલા નંબર એને મળ્યા અને અભિજ્ઞા રાયની દુશ્મન કંપનીને ડેટા તથા હાર્ડ ડિસ્ક ગૂમ કરવાનો સોદો કર્યો અને એમાં લાખો રૂપિયા અને દુબઈમાં નવી જોબ ઓફર પણ હતી .'
''એટલે તમારા બોસે તમારા પર વિસ્વાસ મુક્યો ને તમે પ્રેમી સાથે મળી ભવિષ્યનો પ્લાન ઘડી નાખ્યો ?
 અને દુવિધા રડી પડી ,એના બોયફ્રેન્ડ ને પણ અરેસ્ટ કરી લીધો .
અને સૂજ્મસિંગ 'સર ,આપણે સેમિનારમાં સાયબર ક્ાઈમ વિષે ચર્ચા કરી હતી એવો જ એક કેસ આજે સોલ્વ કર્યો છે .'
'અભિનંદન '
'થેન્ક્સ સર .'
  અને ...થોડી વાર આંખો બંધ કરી રિલેક્ષ થઇ ચેર પર બેસી રહ્યો 'ને કિનલનું સ્પીકર ફોન પર હેલો સાંભળી ફ્રેશ થયો .
   
  -મનીષા જોબન દેસાઈ

  13

મોહજાળ


-રહસ્યકથા એ .સી.પી .સૂજ્મસિંગ શ્રેણીનો તેરમો મણકો .....
દિલ્હીનાં કાર્નિવલમાં ફ્રેન્ડ્સ ગ્રુપ અને કિનલ સાથે ફરતા ફરતા બધા દિલ્હીનાં ટ્રાફીક નું પણ ડિસ્કસ કરવા લાગ્યા .સુજમે બધાને ઈન્ટરનેટ પાર સજેશન પોસ્ટ કરી દેવા કહ્યું અને ફ્રેન્ડ્સને બાય કરી કિનલ સાથે ડિનર માટે 'ધ સ્પેસીયસ ક્લબ 'રેસ્ટોરન્ટમાં પહોંચ્યો અને ફૂડ ઓર્ડર કરી વાતો કરતાં હતા .દિવાળી વેકેશનનું પ્લાંનિંગ કિનલ પૂછવા માંડી ત્યાં ....ગિરિરાજનો ફોન
'સર,ક્યાં છો હમણાં ?'
'રેસ્ટોરન્ટમાં ફૂડ ઓર્ડર કર્યું છે '
'ઓકે ,તમે હાફ અવર પછી આવો તો ચાલશે ,હું અને ઇન્સ. સારિકા પહોંચીયે છે .'સિલ્વર પ્લાઝા 'થીએટર ના ઓનર દીપલ સીંગ સોઢી એમની ઓફિસમાં મૃત અવસ્થામાં મળ્યા છે .ફેમિલી કોઈને ત્યાં વેડિંગમાં ગયું હતું અને દીપલ સીંગ ચાર્ટર એકાઉન્ટ અને લોયર સાથે મીટીંગ હોવાને લીધે મોડે સુધી ઓફીસમાં બેઠા હતાં. ઓફીસ પરથી પ્યુને બહુ વાર લાગી એટલે અંદર જઇ જોયું અને મેનેજર ને ફોન કરી જાણ કરી.'
'ઓકે,કયાં આવવાનું છે.?દસ મીનીટમાં નીકળું છું'
ઘટના સ્થળે પહોંચતાં લગભગ 30 મીનીટ થઇ ગઈ હતી . ઓકે ,ગિરિરાજ -સારિકા તમે બરાબર બધું ચેક કરી લીધું છે ?'
'હા સર,ઓફિસની સાથે એક ટેરેસ પણ છે અને લાસ્ટ ફ્લોર પર ઓફિસ છે એટલે ટેરેસ પરથી કોઈની આવવાની શક્યતા ખરી '
દીપલ સોઢીની કેબિનમાં જઈને જોયું તો બધું અસ્તવ્યસ્ત હતું અને ગળા પાસે ચાકુથી વાર કરેલો હતો .બહુ સમય થયો નહોતો .ઓફિસનો પ્યુન મોડે સુધી બેસવાનું હતું તેથી જમવાં માટે લગભગ 45 મિનિટ માટે બહાર ગયો હતો અને એ સમય દરમિયાન જ કોઈ જાણકારે આ કામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું હતું .મેનેજર નિર્વાણ મિશ્રા એ પણ મિટિંગમાં હાજર રહેવાનું હતું પણ એને ત્યાં બહારગામથી કોઈ ગેસ્ટ આવી ગયા હોવાથી એણે ઘરે પહોંચી ફોન કરી જણાવી દીધું હતું .સેક્રેટરી રુસ્વા પાંડે પણ મૉટે ભાગે મિટિંગમાં હાજર હોય પણ એ પણ 3-4 દિવસની રજા પર હતી .આ રીતે તો ઘણી વાર મોડે સુધી મિટિંગ હોય અને દીપલ શોધી એકલા પણ બેઠા હોય .'
સુજમે બાજુની ઓફિસ અને બિલ્ડીંગ માં બધે કરેલી પૂછપરછ વિશેની વિગતો લઇ લેવા કહ્યું .અને ફેમિલી મેમ્બર પણ ત્યાં જ હતા બધાનાં સ્ટેટમેન્ટ લઇ ફરી ઓફિસ પહોંચયાં .
દિપલ સોઢી 45 એઈજનો યંગ બિઝનેસમેન હતો અને શહેરમાં 6-7 થીએટરનો મલિક હતો એક દીકરો હતો .જે હજુ સ્ટડી કરી રહ્યો હતો .મેનેજર પાસે એવું જાણવા મળ્યું હતું કે બીજા પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે અને એને માટે ઈન્ક્મ એડજેસ્ટમેન્ટ ની લોયર અને ચાર્ટર એકાઉન્ટન્ટ સાથે અર્જન્ટ મિટિંગ ગોઠવી હતી .સરે,વિડિઓ ક્લબ 2 વર્ષ પહેલા ક્લબ શરુ કરેલી અને એમાં ઘણા મેમ્બર પણ થઇ ગયેલા .અને એનમાં ઉપર સુધી બહુ સારા કોન્ટેક્ટ થઇ ગયેલા હતા .થીએટર તો એમના બે ભાઈઓ સાથે પાર્ટ્નરશિપમાં છે .
'સર,બાજુની ઓફિસ એક બિલ્ડીંગ મટેરીઅલ એજન્સીની છે એ પણ ક્લબમાં મેમ્બર હતો .'
'આ ' ગ્લોબલ ક્લબ' વિષે ડિટેલમાં તપાસ કરો .બે દિવસમાં બધા રિપોર્ટ ,ફોન ડીટેલ વગેરે આવી ગયા હતા .છેલ્લો ફોન કોઈ ફ્રેન્ડનો હતો અને જનરલ વાતો થઇ હતી એવું જણાવ્યું હતું .ઓફિસ બિલ્ડીંગમાં બીજી ઘણી ઓફિસ હતી અને એમાં બીજા પણ થોડા લોકો આ ક્લબમાં મેમ્બર થયા હતા .
'ગિરિરાજ ,કૉમર્શીઅલ બિલ્ડીંગ છે એટલે ઘણા માણસોની અવરજવર હોય તું સીસી ફૂટેજ ફરી ધ્યાનથી જોઈ લે .અને ઓફિસમાં આવતા જાણીતા માણસોમાંનું કોઈ હોય તો મેનેજર અને સેકેરેટરીને ફૂટેજ બતાવી ચેક કર .'
બપોરે લંચ લેતા હતા ત્યાં ઇન્સ.સારિકાએ આવીને નવી માહિતી ક્લબ વિષે જણાવી કે .'આ ક્લબમાં એક પોર્નફિલ્મ્સ જોવાનું પણ એક અલગ ગ્રુપ છે અને એક જણે શંકા વ્યક્ત કરી હતી કે આ લોકો પોર્નફિલ્મ્સ પણ ઉતારે છે .'
'વેરી ઇન્સ્ટ્રેસ્ટિંગ, ઇન્સ સારિકા તમે બહુ ઉપયોગી માહિતી જણાવી '
'મને લાગે છે કે મેનેજર ઘણું બધું જાણતો હોવો જોઈએ .પણ એને સીધું પૂછવાને બદલે એની પર નજર રાખ એ જો ઇન્વોલ્વ હશે તો કોઈ ને કોઇ એનો કોન્ટેક્ટ કરશે જે દીપલ સાથે સંકળાયેલો હોય .'
' સર સીસી ટીવી પર એક વ્યક્તિ શંકાસ્પદ લાગે છે .આમતો બ્લેઝર પહેરેલું અને કેપ પહેરી છે ફેસ બરાબર દેખાતો નથી પણ ચાલ મને કોઈ લેડીસ જેવી લાગે છે .અને બિલ્ડિંગના મેઈન એન્ટરન્સ માંથી એવી કોઈ વ્યક્તિ દાખલ થતી દેખાતી નથી .'
સુજમે ફરી દિપલની ઓફિસની વિઝીટ કરી .સટાફ વગેરે ને પાછું પૂછ્યું પણ એ દિવસે બધા 6 વાગ્યે તો જતા રહેલા .આશ્ચર્યની વાત એ હતી કે દીપલ સોઢી ની પોતાની કેબીન માં સીસીટીવી કેમેરો નહોતો .બાજુની ઓફિસમાં જઇ એના માલિકને મળી ઇન્કવાયરી કરી .સ્ટાફ માં ત્રણ -ચાર મળે અને બે ફિમેલ વર્ક કરતી હતી .અચાનક સૂજ્મની નજર ખુરસી પર પડેલા કોટ પર પડી અને એણે એજન્સીના માલિક ને પૂછ્યું આ તમારો કોટ આમજ અહીં રાખી ને જાવ છો રોજ ?'
''હા ,કોઈ વાર કઈ પ્રેસેંટેશન કે ખાસ મિટિંગ હોય તો પહેરું .બાકી દિવસ દરમિયાન જોજવાનું હોય તો આમજ નીકળી જાઉં .'
'ઓકે ,તમારા સટાફ મેમ્બરમાં જે લેડીઝ છે એના વિષે મહીં આપો '
'સર,એક તો અમારા ઘણા જુનાં સ્ટાફ વિજ્યા ઉરૂમની છે અને બીજી એક 4 વર્ષ પહેલા જોઈન્ટ થયેલી સુરમી જબ્બાર છે સુરમી ઘણી એમ્બીસીયસ છે અને 30 વર્ષની હશે .મોડેલિંગમાં પણ એક બે કેમ્પેઇન ટ્રાય કરી ચુકી છે પછી આ જોબ પર આવી .આમ તો એફિસિએંટ છે .બરાબર કામ કરે છે .બાકી બહુ અંગત ડીટેલ ખબર નથી .'
'ઓકે '
'વિજયા કુરુમાની 55 યર્સ ના મહિલા હતા અને આ ઓફિસમાં 20 વર્ષ થી જોડાયેલા હતા .
'એને સુરમીંના વિષે જણાવ્યું કે એ એકદમ ફ્રેન્ડલી નેચરની હતી અને દીપલની ઓફિસમાં બધા ફ્રેન્ડ્સને મળવા જયા કરતી હતી .'
'હમણાંનો કોઈ ખાસ નોટીસેબલ ચેન્જ તમે માર્ક કર્યો હતો ?'
'હા થોડી ટેન્શનમાં રહેતી હતી .અને રજાઓ પણ બહુ પડતી હતી ,આજે પણ નથી આવી .'
'ઓકે ,એને કઈ જણાવતા નહિ ' એટલામાં ઇન્સ .ગિરિરાજનો ફોન આવ્યો .'સર ,મેનેજર એક માણસ જોડે બેંકમાં આવ્યો છે અને લોકર ઓપરેટ માટે સાઈન કરી વેઇટિંગમાં બેઠો છે '
'ઓકે,એને લોકર ઓપરેટ કરવા દે અને બહાર નીકળતા જ પકડી ને પૂછપરછ કરી લે .'
સૂજ્મ સીંગ ટિમ સાથે સીધો સુરમીનાં ઘરે પહોંચયા .એકદમ ગભરાયેલી લગતી હતી .કોઈ સવાલોનાં જવાબ બરાબર આપી નહિ શકી એટલે સૂજ્મસિંગ અને સારિકાએ ધમકીભર્યા અવાજે જે હોય તે સાચ્ચું જણાવ નહિ તો અમારે વધારે સખત થવું પડશે .
' સર ,હું વધુ પૈસાની લાલચમાં દીપલ સાથે ફસાઈ ગઈ હતી અને વીકેન્ડમાં કોઈ મોડેલિંગ એજન્સીને મેળવવાના બહાને મને નજીકના હિલસ્ટેશન પર લઇ ગયા હતા અને ત્યાં રાત્રે મને બહાનાથી રૂમમાં બોલાવી જબરજસ્તી કરી હતી .હું ત્યાં કંઈ કરી શકું એમ નહોતી અને પછી મને માર ફોટો અને મુવી બતાવી બીજી છોકરીઓને લાવવા માટે પ્રેશર કરવા માંડ્યું હતું .એકબે વાર મારા ઘરે પણ આવી ચઢેલા.મારા ફેમિલીને જણાવી દે અને મારી નાની બેન પણ ઘરમાં હતી .સર મને ખુબ ટેન્શન રહેતું હતું .અને એ દિવસે મોડે સુધી એકલા છે એમ જાણ્યું અને પ્યુન જમવા ગયો .હું ઓફિસ બિલ્ડીંગમાં થી નીકળી જ નહોતી ,અમારા સર કોઈ મિટિંગમાંથી ડાઇરેક્ટ ઘરે ગયા હતા .હું ઉપર દાદર પાસે બેસી રહી અને ચાન્સ મળ્યો એટલે સરનો કોટ અને મારી કેપ પહેરી દીપલની કેબિનમાં ગઈ અને મારી ફિલ્મની માંગણી કરી પણ એ તો સાવ નફ્ફટની જેમ હસવા માંડ્યો અને મને કહે ,હજી વધારે ફિલ્મ ઉતારીએ અને ફોરેન માર્કેટમાંથી પણ એનાં ખુબ પૈસા મળશે તારી બેનને પણ ઇન્વોલ્વ કરને ? અને સર મેં એનાં ગળા પર ચાકુથી વાર કરી દીધો .' બે દિવસ પછી સરનો કોટ ફરી કેબીનમાં મૂકી દીધો .
અને સુરમીને એરેસ્ટ કરી લીધી .
મેનેજર અને એની સાથે પોર્નમુવી નો સપ્લાયર જેણે ક્લબની બધી મુવી ની હાર્ડડિસ્ક દિપલનાં મેનેજરનાં લોકરમાં મૂકાવેલી તે લેવા આવ્યો હતો એ પણ ઝડપાઇ ગયો .
સુજમસિંગે ઉપરીને ફોન કરતા 'સર,હ્યુમન તસ્કરી અને પોર્નોગ્રાફીમાં પણ ખુબ ગુનાખોરી વધી ગઈ છે યંગ જનરેશન જો પોતાની એમ્બિશન્સ પર કંટ્રોલ નહિ રાખશે તો આમ જ શિકાર બનતા રહેશે ,ટેક્નોલોજીને લીધે આપણી તપાસ થોડી સરળ બની છે '
'અભિનંદન સૂજ્મ અને તમારી આખી ટીમને '
'થેન્ક્સ સર '
અને ...કિનલ ને મોબાઈલ કર્યો 'આજે ઘરે જ કંઈ બનાવ .લેટ્સ સેલિબ્રેટ સક્સેસ '

-મનીષા જોબન દેસાઈ


14

ઘટના

ઘટ્ના -રહસ્યકથા એ .સી. પી .સૂજ્મસિંગ ની શ્રેણીનો ચૌદમો મણકો .....
' ઓહ યા ,કાલે  કમ્પ્યુટર પર રાત્રે એટલું મોડું થઇ ગયું ,બપોર પછી ઓફિસ જવાનો છું .જુના થોડા કેસના પેપર સ્ટડી કરું છું .'કીનલ સાથે વાત કરી રહ્યો હતો.
'ઓકે તો નીકળતા મને' 'રિટ્રીટ પિઝા'ની બાજુમાં એક મોબાઈલ સેન્ટર છે ત્યાંથી પીક કરતો જા .કાર આજે સર્વિસમાં છે '
'ઓકે ,મળીયે'
ઓફિસ પર પહોંચી સૂજ્મસિંગે થોડી પ્રિન્ટ્સ ગિરિરાજને આપતા કહ્યું ,'આ પેપર રીફર કરજે અને લેટેસ્ટ વેપન્સની વેબસાઈટ ના અડ્રેસ છે તે રીફર કરવાનાં છે .ગયા વર્ષે જે બહુ મોટું વેપનનું સ્ટોરેજ પકડાયેલું પણ એના મુખ્ય સુત્રધારો તો વિદેશમાં જ હશે .હજુ ખાસ માહિતી કઢાવી શક્યા નથી અને જે માણસ પકડાયેલો એણે લોકપમાં સુસાઇડ કરી લીધો છે .ઇન્સ.સારિકાને પણ ચેક કરી લેવા કહેજે .'અને ઇ મેઇલ જોતા નજર પડી .ઑનલાઇન ચેટિંગ બોક્સમાં કોઈ કોન્ટેક્ટ કરવા ટ્રાય કરી રહ્યું હતું . કોઈ તપન જાવરનો મેસેજ હતો .
'મારી વાઇફ જીગીતા એની ફ્રેન્ડને ત્યાં સોશીઅલ ફંક્શશનમાં સિમલા ગઈ હતી અને પહોંચ્યા પછી સાંજ સુધી કોઈ ફોન નહિ આવ્યો એટલે પહેલા તો મને એમ કે કઈ કામ માં હશે અને મેં ફોન કર્યો તો એ ત્યાં પહોંચી જ નહિ હતી . .અમારા મેરેજને 4 વર્ષ થયા છે એ ફર્સ્ટ ટાઈમ એકલી ગઈ હતી .'
'ઓકે ,તમે અહીં આવી વધુ વિગત જણાવો .'
'સર અત્યારે હું આઉટ ઓફ સિટી મારી એક કામની સાઈટ પર આવ્યો છું ,મને આવતા રાત થઇ જશે '
'તમે આટલું મોડું કેમ કર્યું તરતજ કંમ્પ્લેઇન કરવાની તો અમે સિમલા પોલીસ ને તરત મેસૅજ કરી શકીયે .ઠીક છે હવે કાલે સવારે અહીં આવી જજો .'
ગિરિરાજ ફરી તપનને ફોન કરી વધારે માહિતી કલેક્ટ કર .
બીજે દિવસે સવારે તપન સૂજ્મસિંગ સાથે બેસી વધુ વિગતો જણાવી રહ્યો હતો .
'મારા પપ્પા -મમ્મી મોટી સિસ્ટરને ત્યાં અમેરિકા રહે છે .અમારા અરેન્જ મેરેજ છે જીગીતા મારા મમ્મીના ગામની છે મારી વાઈફ ને મમ્મીએ જ  પસંદ કરી હતી .મને તો ખ્યાલ નથી આવતો કે આમ કહયા વગર ક્યાં ગઈ હશે ?'
તમારી વાઇફનાં બધા રિલેટિવ ને ત્યાં તપાસ કરી છે ? '
'એ તો બધા ગામ રહે છે ,હું ખાસ કોઈને ઓળખતો નથી .'
'એનો અર્થ અહીં દિલ્હી માં તમારી વાઈફ જીગીતાનું કોઈ નહોતું .'
'બસ આ એક ફ્રેન્ડ હતી જે સાથે ભણતી હતી  એનાં  અહીં મેરેજ થયા હતા .એનું બેબી ફંક્શન એના ભાઈને ત્યાં હતું એ માટે સિમલા ગઈ હતી .'
'ઓકે,વધારે કંઈ ખબર મળે એટલે ખબર કરીશું .શિમલામાં હમણાં સ્નો -ફોલ છે એટલે તપાસ કરવામાં જરા વાર લાગે છે એવો સિમલા પોલીસનો ફોન હતો .'
તપનનાં ગયા પછી સુજમસિંગે ગિરિરાજ અને સારિકાને બોલાવી જલ્દીથી તપનની માહિતી જણાવવા કહ્યું .'સર ,તપનની સોસાયટીમાં રહેતા બધાને પૂછ્યું પણ આમ તો જનરલ ઓપિનિયન મળ્યો છે .એક બે ફેમિલી સાથે ઘર જેવા રિલેશન છે .સામેનાં બંગલામાં રહેતા સાહીત જૈન અને એની વાઈફ રિલા ઘણી વાર સાથે પાર્ટી કરતા હોય .જીગીતા આ શહેરમાં નવી આવેલી અને અહીં અજાણી હતી એટલે બધે એની વાઈફ સાથે જતી .'
'ઘરના સર્વન્ટ વગેરે ને બરાબર પૂછ .એકલા રહેતા હતા એટલે સર્વન્ટ્સને જ વાતો ખબર હશે .'
'સર,જનરલ ઈન્કવાયરી કરી હતી એમાં એવું જણાવ્યું હતું કે તપનનો એની વાઈફ વચ્ચે ઝગડો બહુ થતો હતો . મધરનાં ફોર્સને કારણે જીગીતા સાથે લગ્ન કર્યા હતાં અને રિલા સાથે પહેલેથી બહુ ફ્રી રિલેશન હતા જે જીગીતાને પસંદ નહોતું. સિમલા સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજ જોઈ લીધા છે ,ધુમ્મસને કારણે બહુ ઝાંખું દેખાય છે અને પબ્લિક પણ બહુ હતું એટલે બરાબર ખબર નથી પડતી .અને સિમલાની હોસ્પિટલોમાં પણ તપાસ કરાવી છે કોઈ  એક્સીડેન્ટ કેસ પણ નથી આવ્યો અને પોલીસ સ્ટેશનમાં પણ કોઈ લાશ મળી હોય એવા ન્યુઝ નથી .
'વહેલી સવારની ટે્ન હતી અને ટેક્ષીમાં જવાની હતી પણ સવારમાં ફોન ડીટેલ જોતા કોઈ ટેક્ષી માટે ફોન નથી થયો.
તો એવું બને કે બહારથી ઓટો લઈને પણ ગઈ હોય મેન રોડથી બીજો જ બંગલો છે .રીક્ષા અને ટેક્ષીવાળાઓ ને ફોટો બતાવી ચેક કર અને પેપરમાં ફોટો સાથે એડ આપી દે .કોઈ જોશે તો માહિતી આપવા કોન્ટેક્ટ કરશે .હાયર મિડલ કલાસ સોસાયટી છે કોઈ સિક્યોરિટીની ખાસ સગવડ નથી .અને સર્વન્ટ પણ સવારે દસ વાગ્યા પછી આવતા અને રાત્રે જતા રહેતા હતા.નોકરો સાથે પણ બહુ રક્ઝક થતી હતી એટલે બે ત્રણ મેઇડ બદલાઈ ગઈ હતી .સવારમાં દૂધવાળો પણ આવે છે એને પણ પૂછ અને મોર્નિંગ વૉક પર નીકળનારા પણ ઘણા હશે .'
બીજે દિવસે તપાસ કરતા ખબર પડી કે સોસાયટીમાંથી એક બે વ્યક્તિ નજીકમાં વૉક પર જતા હતા અને બાકીનાં કાર લઈને નજીકનાં જોગર્સ પાર્કમાં જતા હતાં પણ કોઈ ને એવું કઈ ધ્યાન નથી સામેના બંગલાવાળા સાહીત જૈન  બંગલાની લાઈટ સવારમાં ચાલુ જોઈ હતી પણ એવું તો ઘણી વાર હોય એટલે એવું કઈ ધ્યાન નહીં આપ્યું. એ પણ સવારે કાર લઇ જોગર્સ પાર્કમાં વૉક પર જાય છે .'
'ગિરિરાજ ,ફરીથી  શહેરમાં તપાસ કર એવું બને કે સવારના અંધારામાં જ રસ્તે અથવા ઓટો કે ટેક્ષીમાં જ એની સાથે કોઈ વારદાત થઇ હોય .જરૂર પડે તો ડોગ સ્ક્વોડની મદદ લે .'
બીજે દિવસે સવારમાં સૂજ્મસિંગ પર તપનનો એકદમ ગભરાયેલો ફોન  આવ્યો કે પાણી બંધ થઇ ગયું હતું એટલે માણસને બોલાવ્યો હતો ત્યાં ટાંકી સાફ કરવા ખોલી તો એમાં એમાંથી જીગીતાની લાશ મળી છે . અને આખી ટિમ સ્થળ પર પહોંચી ગઈ .
એટલું તો ચોક્કસ થઇ ગયું કે જીગીતા બહાર નીકળી જ નથી પણ એનો સમાન ક્યાં ગયો ?તરત બધા સર્વન્ટના ઘરોમાં તપાસ કરી પણ કઈ મળ્યું નહિ .ડોગ સ્ક્વોડની તપાસમાં પણ કઈ પરિણામ નહિ આવ્યું .ત્રણ ચાર દિવસ થઇ ગયા હતા એટલે લગભગ કોઈ નિશાન કે સબૂત રહયા નહિ હોય .
પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું અને ગળા પર નિશાન હતા .એની બેગ સોસાયટીની થોડે દૂર કચરામાંથી મળી જેમાં કપડા વગેરે બધું એમ જ હતું .સૂજ્મસિંગની આખી ટીમ વિચારમાં પડી ગઈ .
ઓફિસમાં બેસી ચર્ચા કરતા ઇન્સ.સારિકાએ જણાવ્યું કે ,
' સર ,તપન ના અને સાહીતની વાઈફ રીલાના સંબંધો ચર્ચાસ્પદ હતા .તપન નાં લગ્ન પહેલાનો એની ખુબ નજીક હતો .અને  તપનનાં ઘરની કુક એવું કહેતી હતી કે સામેવાળા સાહિત જૈન અમે  રસોઈ કરતા હોય ત્યારે પણ બે ત્રણ વાર કિચનમાં આવી જીગીતાભાભી સાથે પર્સનલ થવા ટ્રાય કરતો હતો પણ જીગીતા ભાભી ખાસ રિસ્પોન્સ નહોતો આપતા .'
'ઓહ યસ ,મને એવી કોઈ શક્યતા લાગે છે જ કે સવારમાં દૂધવાળો હશે એમ કરી જીગીતાએ દરવાજો ખોલી નાખ્યો હોય અને કોઈએ અંદર આવી .......ગિરિરાજ જોગર્સ પાર્કના ગ્રુપમાં તપાસ કર એ દિવસે સાહિત જૈન ત્યાં હતો કે કેમ ?' ઇન્કકવાયરી કરતા જાણવા મળ્યું બહુ મોડેથી આવ્યો અને એકાદ્ રાઉન્ડ મારીને નીકળી ગયો હતો .'
સાહીતની સખ્ત પૂછપરછ કરતા શરૂઆતમાં તો આનાકાની કરતો રહ્યો પણ જયારે રિલાએ કહ્યું કે, ઘરેથી તો 5-30 નો નીકળી ગયેલો તો જોગર્સ પાર્ક પર કેમ મોડો પહોંચ્યો ?
અને ...સાહિત ભાંગી પડ્યો .કબુલ કર્યું કે
'સવારે જીગીતા સિમલા જવાની છે એ ખબર હતી .એને સવારમાં એને કારમાં મુકવા જવાનો ચાન્સ મળે એમ વિચારી સવારમાં ઘરે ગયો પણ એને આમ અચાનક આવેલો જોઈ જીગીતા હજુ તૈયાર થઇ રહી હતી અને હું ટેક્ષીમાં જતી રહીશ એમ જણાવ્યું પણ એને  નહાઈ ને આવેલી જોઈ હું મારા પર કાબુ નહિ રાખી શક્યો .એણે બહુ વિરોધ કર્યો તો મેં એને કહ્યું રિલા પણ તપન સાથે રિલેશનમાં છે તો પણ એ નહિ માની અને મેં એની સાથે જબરજસ્તી કરવા ટા્ય કરી તો ગુસ્સામાં બુમ પાડવા જઇ રહી હતી તેથી મેં એનું મોઢું દબાવી રાખ્યું અને એ મારા વિરુદ્ધ કંમ્પ્લેઇન કરશે જ તેથી એને પ્લાસ્ટિકની દોરી પડેલી હતી ,તેનાથી મારી નાખી અને ટાંકીમાં નાખી દીધી . એ અહીંથી નીકળી ગઈ હશે એવું બધા માને એટલે બેગ કચરામાં નાખી દીધી હતી '
અને ....સૂજ્મસિંગની આખી ટિમ સ્તબ્ધ થઇ ગઈ .આવી નિર્દોષ વ્યક્તિનો જાન ગયો?
સુજમે,ઉપરીને  વિગત જણાવી અને .....ઘર તરફ કિનલ સાથે ફોન પર વાત કરતો જવાની તૈયારી કરવા માંડ્યો .
-મનીષા જોબન દેસાઈ

15

કેવો નિર્યણ ?

રહસ્યકથા -એ .સી .પી .સૂજ્મસિંગ શ્રેણીનો પંદરમો મણકો ..........
ધીમો વરસાદ આવી રહ્યો હતો અને સૂજ્મ સવારની ચાની ચુસ્કી લેતો બાલ્કનીનાં હિંચકા પર બેસી રંગીન ફૂલોની પાંદડીઓ પર સરકતા પાણીનાં ટીપા જોઈ રહ્યો હતો .કુદરતની આટલી સુંદર રચનાઓ અને એમાં પણ સૌથી અનેરી રચના એટલે મનુષ્ય ......કવિતાની પંક્તિઓ વાંચેલી તે યાદ આવી ગઈ .માનવ સંબંધોમાં એટલો તણાવ આવી ગયો છે, તે ગુનાઓનાં વધતા જતા આંકડાઓ જોઈ આવી રહ્યો હતો .કિનલને ફોન જોડી આજનું શિડ્યુલ પૂછવા જતો હતો ત્યાં તો રિંગ વાગી ,જોયું તો ઓફિસથી ગિરિરાજનો ફોન હતો.
સર,ગઈકાલ રાત્રે જે કંમ્પ્લેઇન આવી હતી એની થોડી વિગત જણાવું 
સર,'વાયોલેટ એથ્લીટ ગ્રુપ'નું નામ તો તમે સાંભળ્યુંજ હશે .એની પ્રિમાઇસિસ માંથી ગઈકાલે રાત્રે એક મેમ્બર શલાકા જયસ્વાલ બહાર નીકળી તે સીસીટીવી માં દેખાય છે પણ એની કાર હજુ બહાર જ છે અને એની રૂમ પાર્ટનર ફ્રેન્ડ ની કંમ્પ્લેઇન છે કે એ એના રૂમમાં આવી નથી .એની રુમ પાર્ટનર નજીકનાં શહેરમાં રહેતી એની સિસ્ટરને ત્યાં ગઈ હતી એટલે સવારે આવી પણ એને નહિ જોતાં ફોન જોડ્યો .પણ ફોન સ્વિચ ઓફ આવે છે .શલાકા જયસ્વાલ એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતી અને બીજા શહેરમાં થી ત્રણ વર્ષથી આવી હતી .વર્કિંગ વુમન હોસ્ટેલનાં કેમેરામાં એ ગઈકાલ રાતની એન્ટ્રીમાં દેખાતી નથી .અને નવરાત્રીનો સમય એટલે ઘણા મેમ્બર મોડા આવતા હોય તેથી કોઈનું ધ્યાન નહોતું ગયું .અમે થોડી તપાસ કરી લીધી છે હોસ્ટેલ પર જઈને અને અમે વાયોલેટ સેન્ટર પર જઈએ છે તો તમે ત્યાં પહોંચો.'
'ઓકે , 
વાયોલેટ એથ્લેટ સેંટર એટલે શહેર નું એકદમ જાણીતું નામ અને ગોલ્ડ મેડલ જીતનાર કુમારમ મેનન નામનાં ખેલાડીની યાદમાં એના દીકરા વલ્કમ મેનને શરુ કરેલું સેન્ટર .શલાકા જયસ્વાલ સ્પોર્ટ્સની ટ્રેનિંગ માટે અહીં આવતી હતી.વલ્કમને મળી સુજમસિંગે શલાકા વિષે પૂછ્યું ,
'હા ...હા ...શલાકા તો બહુ સ્પોર્ટી છોકરી હતી .એના વર્ક સાથે સાથે એ સ્પોર્ટમાં પણ એટલી જ સિન્સીયર હતી .હું તો મોડે સુધી અહીં જ હોઉં છું .પણ બધા વિષે બહુ ડીટેલ ખબર નહોતી .હું હજી અનમેરીડ છું ,ઘણીવાર ફ્રેન્ડ્સ સાથે અહીં જ પાર્ટી કરી લઉં છું .9-30 સુધીજ મેમ્બર્સ અલાઉ છે .પણ બહાર આમ ગાડી પડી રહી હોય તો પણ એટલો મોટો મોલ છે કે વોચમેન ને પણ એવો આઈડીયા નહિ આવ્યો હોય .'
'તમે ગઈકાલ રાત્રે પાર્ટી કરી હતી ?આંખો એકદમ સૂજેલી અને અસ્વસ્થ લાગો છો .'
'હા સર મને ગઈકાલે શલાકાનાં ગુમ થવાની ખબર પડી ને મને ઊંઘ પણ નહોતી આવી .' 
'કેમ કઈ ખાસ સોફ્ટ કોર્નર ?'
અને વલ્કમ ચૂપ રહ્યો .
'ઓકે ,તપાસ કરવામાં તમારી મદદ ની જરૂર પડશે .'
ઓફિસ માં બેસી ચર્ચા કરતા ગિરિરાજ 'સર ,મેં એક મહિલા પોલીસને નવા મેમ્બર તરીકે સેંટર પર તપાસ માટે લગાવી દીધા છે અને વુમન હોસ્ટેલનાં વોચમેન પાસે જાણવા મળ્યું છે કે વલ્કમ ઘણીવાર હોસ્ટેલ પર આવતો અને એની ફ્રેન્ડ લવલીન પણ કોઈ કોઈ વાર શલાકા સાથે બહાર જતી .પણ શલાકા મેડમનું વલ્કમ સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત જાણવા મળી છે .લવલીન હજુ ભણે છે એન્જીનીરીંગનાં લાસ્ટ યરમાં અને નજીકનાં શહેરમાંથી જ આવી છે.બંને વચ્ચે ઘણી દોસ્તી છે.શલાકાની કંપનીમાં આમ જનરલ એની ઇમ્પ્રેસન સારી છે પણ એ એનાં એક કલીગે એની સાથે મિસબિહેવ કરી હતી એ માટે એણે બોસને કંમ્પ્લેઇન કરી હતી.એની પણ બધી વિગતો જાણી લીધી છે .'
એટલામાં ઇન્સ્પેક્ટર સારિકાનો ફોન આવ્યો .'સર ,મને નવું એવું પણ જાણવા મળ્યું છે કે લવલીન પણ વલ્કમથી અેટ્રેકટ હતી અને ઘણીવાર ફોન કરી વાતો પણ કરતી હતી .વલ્કમ કદાચ બંને સાથે ......ગેમ રમતો હોય એવું બને અને હજુ કોઈ જગ્યાએથી લાશ મળી હોય એવા ખબર આવ્યા નથી .એવું પણ બને કે એણે કોઈ જગ્યાએ લઇ જઈ પુરી રાખી હોય.સર , વલ્કમનાં રૂમમાં તપાસ કરતા ઘણું વાંધાજનક મટીરીઅલ અને લેપટોપમાંથી સેક્સ વિડિઓ વગેરે જોતા હોય ...પણ એ બધું કોમન છે ,સર મારે ખાસ લવલીન એનાં શહેરમાં ગયેલી ત્યાંની વિગત જાણવા માટે ત્યાંના એજન્ટનો કોન્ટેક્ટ નંબર જોઈતો હતો.'
'ઓકે ,નંબર વોટ્સઅપ કરીએ છે ,તમારી રીતે સમજાવી દેજો અને જરૂર લાગે તો આજે જ પહોંચી જઇયે .'
બે-ત્રણ કલાક પછી ત્યાંથી મેસૅજ આવ્યો અને ઇન્સ.સારિકા ,' લવલીન એની પોતાની કાર લઇ ને દિલ્હીથી ગઈ હતી ને આવતી વખતે ટ્રેનમાં આવી હતી .એનાં ઘરે બે દિવસ રહી હતી.અને લવલીન વલ્કમને આ દુઃખમાં હમણાં નજીક રહી એકદમ સહારો આપી રહી છે યુનિવર્સીટી પણ નથી જતી.'
ત્રીજા દિવસે રૂરલ પોલીસમાંથી કોઈ યુવતીની લાશ મળી હોવાનાં ન્યુઝ આવ્યા અને સૂજ્મસિંગ ટિમ સાથે પહોંચી ગયો અને ફેમિલી ને ફ્રેન્ડ્સને બતાવી ઓળખ કરતાં શલાકા જયસ્વાલની જ લાશ હતી.અને વલ્કમ તો એકદમ પાગલ ની જેમ રડવા માંડ્યો.છેલ્લે એની સાથે ઝગડો પણ કર્યો હતો એણે ગયા વીકમાં ,પણ આવી કોઈ ઘટના .....?અને લવલીન ...... ખુબ રડતા રડતા બધા સવાલોનાં જવાબ આપી રહી હતી.
શલાકાનાં માથામાં કોઈ ભારી પાઇપ કે એવી વસ્તુથી મારવામાં આવ્યું હતું .પર્સ પણ નજીક્માંથી જ મળ્યું હતું .અને એમાં ફોન સ્વિચ ઓફ કરેલો પડ્યો હતો .કોઈ બળાત્કારનાં કે એવા રિપોર્ટ નહોતા .પણ આ જગ્યા સુધી એ કોની સાથે અને કેમ ગઈ હશે તે એક મોટો પ્રશ્ન હતો .વાયોલેટ સેન્ટર જે મોલમાં આવેલું હતું. એ મોલ આમતો શહેરથી દૂર હતો અને ત્યાંથી બીજા શહેરો તરફ જતા હાઇવે પણ હતા. અને હોસ્ટેલ તો શહેરમાં આવેલી હતી .કાર બગડી પણ નહોતી કે કોઈ બીજાની સાથે કે ઓટો -ટેક્ષીમાં ગઈ હોય .એનો અર્થ કોઈ જાણીતું જ હતું .
અને સૂજ્મસિંગ ટીમે તપાસ વધુ સઘન બનાવી.એક ફ્રેન્ડને પૂછતાં એવું કહ્યું કે પાર્ટી રાખેલી પણ તે દિવસે વલ્કમે પાર્ટી કેન્સલ કરી હતી .વલ્કમને પૂછતાં એણે કહ્યું સર ,શલાકા એટલી બધી મારે માટે પઝેસિવ હતી કે વારંવાર મને ફોન કરી ઈન્કવાયરી કરતી અને લવલીન માટેનો એનો શક વધતો જ જતો હતો .લવલીનને એણે થપ્પડ મારી હતી અને મારાથી દૂર રહેવા જણાવ્યું હતું ઘણા સમયથી અમારી દોસ્તીમાં ટેન્શન વધી ગયું હતું .'
'તમે શલાકા સાથેના સંબંધમાં સિરિયસ હતા કે આમજ બંને સાથે ?'
'હા ,લવલીન મારા પર ખુબ મરતી હતી અને છુપી રીતે એ મારી નજીક આવવા પ્રયત્ન કરતી રહેતી.મારી લવલીન સાથે પણ ખાસ દોસ્તી થઇ ગઇ હતી.'
'વલ્કમ ,તારી કાર શહેરની બહાર એ રાત્રે ગઈ હતી એવા ફૂટેજ છે .તું જાતે લઇ ગયેલો કે કોઈ બીજું તારી કાર લઇ ગયેલું ?'
'સર હું તો ક્યાંય ગયો જ નથી .'
અને એટલાંમાં સખત માર ખાઈને ગુનો કબૂલ કરેલા ડા્ઇવરને અંદર બોલાવ્યો અને એને જોઈ વલ્કમ એકદમ ભાંગી પડ્યો .
'સર ,મારો શલાકાને મારી નાખવાનો ઈરાદો નહોતો.છેલ્લી ઘડીએ પાટીૅ કેન્સલ કરી એની સાથેનાં એનાં ઝગડા બાદ મેં એને બહાર કોઈ રિસોર્ટમાં લઇ જઈ ખુશ કરવા માટેનો પ્રોગ્રામ ઘડ્યો .અને એની કાર મૂકી દઈ મારી કારમાં અમે ડ્રાઇવરને લઇ નીકળયાં . રસ્તામાં પણ એનો ગુસ્સો શાંત નહિ થયો અને સખત ઝગડો કરવા માંડી .સર ટેન્શનમાં મારું ડ્રિન્ક પણ બહુ વધી ગયેલું અને મારાથી સહન નહિ થયું ને મેં એને માર્યું ,અને એણે વિન્ડો ખોલી ચીસો પાડવા માંડી .સર ,એ કોઈ પણ રીતે જાહેર તમાશો કરી મને જલ્દી કોઈ ડિસિશન માટે તૈયાર કરવા માંગતી હતી અને એનું માથું જોરથી અફાળ્યું એટલે એ બેહોશ થઇ ગઈ અને અમે શહેરથી ખાસા દૂર આવી ગયા હતાં .પછી મેં મારા ડા્ઇવરની મદદ લઇ એને રસ્તાની બાજુમાં લઇ જઈ કારની ડિકીમાં પડેલા લોખંડનાં પાઇપ વડે મારી નાખી . ઝાડનાં પાંદડાઓ નાંખી ઢાંકી દીધી.અને ઘરે જવાને બદલે ફરી ઓફિસમાં જ મોડે સુધી બેસી રહ્યો .'
સૂજ્મસિંગ ,આખી ઘટના સાંભળી ......શું બોલવું વિચારતો રહ્યો .ઉપરીને રિપોર્ટ આપીને માનવ સંબંધોનાં તાણાવાણા કેવા ગુંથાયા છે અને ક્રોધમાં થતા પ્રહારો .......વિષે વિચારતાં કિનલને ફોન જોડ્યો 
-મનીષા જોબન દેસાઈ


16

  ઇર્ષા  

     એક નઝર કભી હમેં દેખ લિયા ,

યે હવાઓ કા રસ્તા મોડ દિયા ........

અદભુત ગઝલનાં શબ્દો હવામાં રેલાઈ રહયા હતા .એ.સી.પી .સૂજ્મસિંગ કિનલ સાથે પ્રોગ્રામનો આનંદ લઇ રહ્યો હતો.ઈન્ટરવલમાં ફ્રેન્ડ્સ સાથે વાત કરી રહ્યો હતો .બઘા એને સૉલ્વ કરેલા કેસ વિશે અભિનંદન આપી જાત જાતનાં પ્રશ્નો પૂછી રહયા હતાં.અને ફરી પ્રોગ્રામ શરુ થયાની થોડી વારમાં ગીરીરાજનો મેસૅજ આવ્યો અને બહાર નીકળી ફરી ફોન કર્યો.
'સર,આજે રાત્રે 9-15 એ પોતાની ઓફિસેમાંથી બહાર નીકળી ટર્ન લેતાંજ કારમાં 'વિઝ્યુઅલ ગાઈડ 'નામની ટ્રાવેલ કંપનીનાં ઓનર ત્રિશુલ આનંદને ગોળી મારી દેવામાં આવી છે અને હોસ્પિટલ લઇ જતાં મૃત્યુ થયું છે .એમની સાથે એમનો સાળો રિતવ પણ હતો .એને પણ હાથમાં થોડું વાગ્યું છે .રોજ નીકળતાં ટર્નિગ પરથી પાન લેતા હોય છે  ત્યાં જ એમને ગોળી મારવામાં આવી  .'
'ઓકે ,હું પહોંચું છું ,તું જરૂરી મેસેજ જલ્દીથી સ્પ્રેડ કરી દે અને પ્રોફેશનલ કિલર ગેંગના લિસ્ટની પણ તપાસ કરવા ઓફિસમાં કહી દે .કોમ્પ્યુટર પર રેડી છે .'
સુજમે ફરીથી અંદર આવી ફ્રેન્ડ્સ જોડે કિનલને ઘરે પહોંચી જવાની સૂચના આપી સીધો સ્થળ પર પહોંચી કારનું ઇન્વેસ્ટિગેશન શરુ કર્યું .
ઇન્સ.ગિરીરાજ અને ઇન્સ. સારિકાએ હોસ્પિટલમાં ફેમિલીના સ્ટેટમેન્ટ લીધા અને બીજે દિવસે સવારે ફરી એનાં સાળા રિતવને ઈન્કવાયરી માટે બોલાવ્યો .
'હેલો ,ગુડ મોર્નિંગ સર,કહેતાં રિતવ કેબિનમાં દાખલ થયો .
ગઈકાલ કરતા ઘણો ફ્રેશ લાગી રહ્યો હતો .
'ગુડ મોર્નિંગ ,નસીબદાર કહેવાવ તમે ગઈકાલનાં થયેલા હુમલામાં બચી ગયા .હવે તમે મને એક્ઝેટ જે થયું તે જણાવો .
'સર ,હું તો હમણાં 6-7 મહિનાથી મારા શહેરની જમીન સેલ કરીને અહીં ફેમિલી સાથે સેટ થવા આવ્યો છું .અને જીજાજી સાથે એટલેકે ત્રિશુલ આનંદજી સાથે કોઈ પ્લોટ શોધી નાનો પ્રોજેક્ટ શરુ કરવાનો વિચાર હતો એટલે ઓફિસ પર બેસતો હતો . જીજાજીની પણ એક જમીન સેલ થવાની હતી અને બધી તૈયારી થઇ ગઇ હતી .એમની જમીન જોઈન્ટ ફેમિલીની હતી અને એમનાં ભાઈની પૈસા પોતાનાં પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરે એવી ઈચ્છા હતી .હું હમણાં મારા જીજાજીનાં જુના ફ્લેટમાં રહુ છું .અને થોડું સેટ થયા પછી નવું ઘર લેવાનો હતો .અમે સાંજે લગભગ સાથે જ નીકળીએ અને પછી રસ્તેથી હું મારા ઘરે જતો રહું.ગઈકાલે રાત્રે અમે નીકળયા ને રોજની જેમ પાન લેવા કોર્નર પરની શોપ પાસે અચાનક બે -ત્રણ વ્યક્તિ બાઈક પર આવ્યા અને અમે પાછળ બેઠેલા ને ગોળીઓ ચલાવી .જીજાજી તો તરત જ ઢળી પડયા.અને મને હાથમાં વાગ્યું .હું ખાસ જોઈ નહિ શક્યો .ફેસ પર માસ્ક પહેરેલા અને બાઈકનાં નંબર ડ્રાઇવરને પણ ખ્યાલ નથી સ્ટ્રીટ લાઈટમાં ખબર પડે એવું નહોતું .'
'તમને તો ત્રિશુલ આનંદની બધી વાતો ખબર હશે કોઈ દુશ્મનો કે એવું કઈ ?'
'આમતો એવો કઈ ક્યાલ નથી ,પણ એમની ડોટરની કોલેજમાંથી એક યુવક એને બીભત્સ મેસૅજ મોકલતો હતો .એની કમ્પલેન કરી હતી અને પછી જોઈ લેવાની ધમકી આપી હતી .એ છોકરાનાં ફાધર કોઈ મોટી પોસ્ટ પર છે અને એકદમ ખરાબ ગ્રુપ છે .'
'ઓકે ,જેવું કઈ ખબર પડે એટલે જણાવીએ અને તમે પણ એલર્ટ રહી કઈ બીજું ધ્યાનમાં હોય તો જણાવજો .'
ઘરના બાકીના મેમ્બરોનાં સ્ટેટમેન્ટ વગેરે જોતા નાનો ભાઈ એ દિવસે બહારગામ ગયો હતો .
અને સૂજ્મસિંગે ગિરિરાજને બધા પર નજર રાખવાનું કહ્યું .એટલામાં ઇન્સ.સારિકાએ આવીને 
'સર,ત્રિશુલ આનંદના સાળા રિતવની માહિતી આવી ગઈ છે .એણે એનાં શહેરમાં ઘણું દેવું કરી નાખ્યું હતું એમાં પણ ત્રિશુલ આનંદે ઘણી મદદ કરી હતી .અને એના બે બાળકો ને વાઈફ ને લઇ અહીં આવી ગયો છે .જમીન વેચાઈ એના પૈસા પણ એના ફેમિલીએ ત્રિશુલ સાથે રોકવા માટેજ આપ્યા હતા .અને આ બધાથી ત્રિશુલનાં ભાઈઓ બહુ નારાજ હતા .અને ત્રિશૂલની દીકરીની હેરાનગતિવાળી વાત સાચી છે પણ હવે તો એ વાતને એક વર્ષ થઇ ગયું છે .'
અને બીજે દિવસે ઓફિસમાં હતો ને બાતમીદારનો ફોન હતો .સુજમે કહ્યું ,
'તું તરત એને ફોલો કર અને એડ્રેસ સેન્ડ કર.સુજમે રસ્તામાં ગિરિરાજ ને કહ્યું બે છોકરાઓ ત્રિશુલનાં નાના ભાઈ નીશુલ આનંદ સાથે એક મોલમાં કોફી શોપમાં બેસી વાત કરતા હતા અને કંઈ પેકેટ જેવું આપ્યું .પૈસા હોય એવુજ લાગે છે .આપણે એનું એડ્રેસ્સ આવી ગયું છે ત્યાંજ પહોંચીયે છે .'
અને ઘરમાં દાખલ થતા પેલા બંને છોકરા ટીમને જોઈને ગભરાઈને ભાગવા જતા હતા .એનો અર્થ સ્પષ્ટ થઇ ગયો હતો અને સૂજ્મસિંગે સખત પૂછપરછ કરતા નિશુલે પોતાના મોટાભાઈ ત્રિશુલ આનંદ અને એનાં સાળાની હત્યા માટે કોન્ટ્રેક્ટ આપ્યો હતો .
તરતજ નિશુલ આનંદને અરેસ્ટ કર્યો .
પ્રોપર્ટી અને ખુબ મોટી રકમ પોતાનાં હાથમાંથી જતી રહે એની ઈર્ષામાં આ કૃત્યા કર્યું હોવાનું કબુલ્યું .
અને ....સૂજ્મસિંગ ફોન પર ઉપરીને માહિતી આપતા એકદમ આનંદ વ્યક્ત કર્યો .સર ,આપણાં ખબરીઓ પણ એકદમ એલર્ટ છે ઘણો ફાસ્ટ કેસ સૉલ્વ થઇ ગયો .સામાજિક સંબંધોમાં પૈસા ને લીધે ગુનાખોરીના કેસ એકદમ વધતા જાય છે .
અને ઘરે નીકળતા કારમાં કિનલે મોકલેલી ગઝલનાં પ્રોગ્રામની સી.ડી સાંભળી રહ્યો .

-મનીષા જોબન દેસાઈ  

                                                 

17  

 નીરાશા

રહસ્યકથા -એ.સી.પી .સૂજ્મસિંગ શ્રેણી નો 17 મોં મણકો ....
ઓડીઓ -વિઝ્યુઅલ વર્કશોપ માં વર્લ્ડના જુના નવા કેસની મુવી જોઈ બધા ટી -કોફી ટેબલ પર
બેસી ડિસ્કસ કરી રહયા હતા .દિલ્હી શહેરમાં ચુસ્ત સિક્યોરિટીની વ્યવસ્થા હોવા છતાં વધતાં જતાં ક્રાઇમ માટે નવા એક્શન પ્લાન્સ રજુ કરવા  કમિશ્નરે એક મહિનાનો સમય આપ્યો અને બધાએ પોતાના વિચારો વ્યક્ત કરતા પોર્ટફોલીઓ રજુ કરવાનાં હતા .એ.સી.પી સૂજ્મસિંગ ,ઇન્સ .ગિરિરાજ અને ઇન્સ.સારિકા ગિરિરાજ ઑફિસે પહોંચી,ફરી ડિસ્કશન શરુ કર્યું .અને સુજમે ફોનથી રાતનો કોઈને ત્યાં જમવા જવાનો પ્રોગ્રામ કિનલ સાથે ફિક્સ કર્યો .
'સર,અમે કોમ્પ્યુટર પરથી પણ ઘણી નવી માહિતી ભેગી કરી છે અને થોડા યુથ ગ્રૂપ્સ સાથે પણ ડિસ્કસ કરી પ્રોબ્લેમ્સ જાણ્યા છે ,અને ......'ગિરિરાજ બોલતો હતો ત્યાંતો રિંગ વાગી .
'હા ..હા ...જોયું છે ,પણ શું થયું એ પહેલા જણાવો .ઓકે ,ઓકે .....ઓ માય ગોડ ..હા એડ્રસ વોટ્સપ કરી દો '
'સર ,હું આ અડ્રેસ્સ સીધું કારના નૅવિગેશન પર લોડ કરી દઉં છું ઓનલાઇન અને આપણે ઝડપથી
ઓર્નામેન્ટલ ટાવર ના પેન્ટહાઉશ પર પહોંચવું પડશે શહેરથી ખાસું દૂર છે ,નોઈડા અને દિલ્હી વચ્ચે એક એન .આર .આઈ ગ્રુપ ના બનાવેલ બિલ્ડીંગ્સ છે કૃષલ ગુપ્તા ટેક્ષટાઇલ ઇન્દૂસ્ટ્રીયાલીસ્ટ છે અને અહીં ફેમિલીમાં વાઈફ અને એક દીકરો છે જે સાથેજ છે ઓફિસમાં અને વાઈફ કોઈ આધ્યાત્મિક -યોગા સેન્ટર ચલાવે છે .અહીંની હાઈ સોસાયટીમાં બહુ પોપ્યુલર કપલ છે .એમનો છોકરો આર્યજીત બહુ બ્રીડેલિઅન્ટ સ્ટુડન્ટ છે અને રૂમમાં એની લાશ પડી છે .બે દિવસ પહેલા સ્વિસઝેર્લેન્ડનાં હોલીડે પરથી આવ્યો હતો .
પેન્ટહાઉસ પર પહોંચતા જ કૃષલ અને એની વાઈફ રડતા રડતા ઘેરી વળ્યાં અને સૂજ્મસિંગને વધુ વિગતો જણાવી .
'સર,મારો દીકરો તો બહુજ વેલબિહેવ અને સમજદાર હતો.કોઈ સાથે દુશ્મની કે એવું પણ નહોતું અને ફ્રેન્ડ સર્કલ પણ ખુબ સરસ હતું.થોડા સમય પહેલાં એણે શેરબજારમાં રોકાણ કરેલું પણ ઘણી મોટી લોસ કરેલી. બહુ નવર્સ રહેતો હતો પણ અમે કોઇ એને કંઇ કહેતા નહોતા. 26 યર્સનો હતો .આ રીતે એ આપઘાત કરે એ શક્ય જ નથી '
બાલ્કનીમાં ચેર પર બેઠેલો અને ખોળામાં લેપટોપ હતું .મોબાઈલ બાજુની ટિપોઈ પર અને માથું ઢળી ગયું હતું ,મોઢામાંથી એકદમ ફીણ નીકળેલું એવા નિશાન હતા.સર્વન્ટને પૂછ્યું તો ,બપોરે ૧ વાગ્યે જમવા આવ્યા પછી રૂમમાંથી નીકળ્યા જ નથી અને હું કોફી માટે પૂછવા ગયો ત્યારે મેં જોયું અને બધાને ફોન કર્યો .એટલે ઓફિસ અને યોગા સેન્ટર પરથી કૃષલ સર અને મેડમ આવ્યા અને પોલીસ સ્ટેશને ફોન કર્યો .કોઈ આવ્યું જ નથી.જમ્યા પછી રુમ સાથેની મોટી ટેરેસમાં બેસે એવો લગભગ રોજનો નિયમ અને પછી 5 થી 8 પાછા ઓફિસ જાય.'
'ઘર ચાવીથી ખોલીને કોઈ આવ્યું હોય તો સીસીટીવી ફૂટેજમાં ખબર પડી જશે.'
'આખા ઘરની ગિરિરાજ અને સારિકાએ વિડિઓ લીધી અને કૃષલ તથા એની વાઈફને જલ્દીથી તપાસ કરશું એવી ધરપત આપી .
બે દિવસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગેરે આવી ગયા હતા.બહાર બધાને પૂછતાં એનો સારો ઓપિનિયન મળ્યો હતો .કોઈ કોન્ફેરન્સમાં ગયો હતો ગ્રુપમાં અને ત્યાંથી સ્વિસ હોલિડે એટલે ગ્રુપમાં ગયેલા મેમ્બરો નો ત્યાંની વિગત જાણવા સંપર્ક કર્યો.એક બે બીઝ્નેસમેન એની સાથે હતા અને લગભગ દરેક લંચ ડિનર માં  એમણે સાથે કોઈ ફોરેનર જેવી યુવતીને જોઈ હતી.અને એ લોકોને પૂછીને સ્કેચ બનાવડાવ્યો.અહીંની જે કલબ માં મેમ્બર હતો એમાં પણ તપાસ કરી.એની ઘણા સમયથી એક ગર્લફ્રન્ડ તિરાયા હતી પણ લગ્નનું કઈ નક્કી નહોતું.તિરાયા ઘણું ખરું ઘરે પણ આવતી .સુજમસિંગે તિરાયાને પૂછતાં એણે કહ્યું
'હમણાં છેલ્લા દોઢેક વર્ષથી આઉટિંગ બહુ રહેતું હતું અને મારી સાથે પણ ઓકે રિલેશન હતા. તો પણ કઈ ખાસ જવાબ નહોતો આપતો. ફ્યુચર પ્લાંનિંગ માટે હું ઘણીવાર ડીસ્કસ કરતી ને એ મને એવોઈડ કરતો હોય એવું લાગતું હતું પણ હું સાચવી લેતી હતી .'
એનાં મમ્મી એવું બોલ્યા કે કૃષલની સાથે તિરાયાનાં ફાધરે નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને લગભગ બધા એ લોકોના મેરેજ વિષે વિચારતા હતા.'
ડિસ્કસ કરતાં ઇન્સ.સારિકા એ જણાવ્યું સર ,મોબાઈલ ના પ્રાઇવેટ એકાઉન્ટમાં થી કોઈ ફોરેનર યુવતી સાથેના ફોટોગ્રાફ્સ મળ્યા છે .મેં ટ્રાવેલ એજન્ટને પૂછ્યું કે કોઈ ટુર એસ્કોર્ટ કે એવું હોય તો એણે કહ્યું કે એક બે વાર એણે કોઈ ને માટે હોટેલ બુકિંગ કરાવ્યું હતું અને એ કોઈ લેડીસ જ હતું એવો મને ખ્યાલ છે અને મને પપ્પા મમ્મીથી બધું સિક્રેટ રાખવાનું કહ્યું હતું .'
'ઓકે ,બીજી કોઈ દિશામાં તપાસ  કરવાને બદલે એજ વિગતો બરાબર તપાસો '
 કોમ્પ્યુટરમાંથી બધી વિગતો મળી અને રીડવાનો ફોન નંબર બીજા નામેથી સ્ટોર થયો હતો જેના ઘણાં મિસ્સકોલ આવતા હતા અને તરત એનો સંપર્ક કરતાં એ સ્વિઝર્લેન્ડમાં રહેતી રીડાવા પોલનો હતો જે 3 વર્ષ અહીં દિલ્હીમાં ટેક્સટાઇલ રિસર્ચ માટે આવી હતી .આર્યજીત વિષે જાણી એકદમ રડવા માંડી અને ઇન્ડિયા આવવા નીકળી ગઈ.એણે આવી ને જણાવ્યું કે ટેક્સટાઇલ માટેનાં સર્વે પ્રોજેક્ટ માટે આર્યજીતનાં સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે અફેર થઇ ગયું હતું ,પણ એ એની ગર્લફ્રેન્ડ જે બહુ રિચ અને પઝેસિવ હતી એનાથી બહુ ડરતો હતો એટલે એ કોન્ફેરેન્સમાં હું ડાઇરેક્ટ ગઈ અને પછી મારા ઘરે હોલીડે કર્યો .'
ગિરિરાજ બોલ્યો 'સર ,તિરાયા પાસે ઘરની ચાવી હોઈ શકે .અને એ આવી હોય એવું બને,અને સીસીટીવી ફૂટેજ સાથે મીસ્ચીફ થઇ હોય. '
'ચોક્કસપણે એવું લાગી રહ્યું છે અને નોકર પણ નીચેનાં કીચનમાં હોય,ડુપ્લીકેટ ચાવી લઇ આવી હોય.બસ હવે સબૂત મળી જાય એટલે...... '
અને તરત તિરાયાના ઘરે એની મમ્મીને મળ્યા અને પૂછપરછ કરતા એ દિવસે તો એ કોઈ ફંક્શનમાં જાવું છું એમ કહી નીકળી હતી અને પછી એની ફ્રેન્ડને ત્યાં બેઠી હતી ને આ ન્યુઝ આવ્યા એટલે અમે બધા પહોંચી ગયા '
તિરાયાના રૂમની તપાસ કરતાં ડિપ્રેસનની દવા સાથે સ્લિપીગ લીકવીડ મેડિસિનનાં બિલ મળ્યા અને એની મમ્મીએ કહ્યું એણે મને આર્યજીત કોઈ ફોરીનર છોકરી સાથે ડીપ ફ્રેન્શીડપમાં છે એ જણાવ્યું,એ બહુ રડતી હતી અને રાત્રે મોડે સુધી ઈમેલ ચેક કરતી અને ગુસ્સામાં  પણ બહુ રહેતી હતી પછી અમે એને સમજાવ્યું હતું કે શાંતિથી કામ લે ,કોઈ મિસઅંડરસ્ટેન્ડ નહી  કરવાની '
ઓકે ,તિરાયાને બોલાવી સખત પુછપરછ કરતા એણે રડતાં રડતાં કબૂકલ કર્યું કે ,'એ દિવસે હું અમારા રિલેશન વિષે વાત કરવા અચાનક આર્યજીતનાં ઘરે જઇ ચઢી ,એ જમીને બાલ્કનીમાં બેઠો હતો અને મેં પૂછતા 'ઇટ્સ નાન ઓફ યોર બિઝનેસ 'અને બહુ આર્ગ્યું થઇ તો એણે મને રીડાવા વિષે કહ્યું 'આઈ એમ ઈન લવ વિથ હર '.મેં એક માણસ આર્યજીત પાછળ ઘણા સમયથી ચેક કરવા રાખ્યો  હતો એણે મને એ બંનેના ફોટા અને ક્યાં મળે છે તે મોકલ્યું હતું પણ મેં ગુસ્સા  પર કાબુ રાખી મનાવવા પ્રયત્ન કર્યો અને એણે ગુસ્સામાં મને દૂર ખસેડી નાખી અને મિટિંગમાં જવાનું છે કહી ઉભો થઇ ગયો તો પણ મેં એણે ફ્રીઝમાંથી જ્યુસનું ગ્લાસ કાઢીઆપ્યો ,તો તૈયાર થઇને આવું છું કહી વૉશરૂમમાં જતો રહ્યો અને મેં મારા પર્સમાંથી સ્લીપિંગ લીકવીડ રેડી દીધું જેથી એ તરત ઊંઘી જાય ને જઇ નહિ શકે અને અમે સાથે થોડી વાર બેસી વાતો કરી અને એણે જ્યુસ પીધું પણ તરત કઈ રિએક્શન આવ્યું કે શું મોઢામાંથી જ્યુસ સાથે ફીણ નીકળવા માંડ્યું અને એનું માથું ઢળી ગયું .હું બહુ ગભરાઈ ગઈ એના મોબાઈલ પરથી મેં એન્ટ્રી રેકોર્ડની કલીપ ડીલીટ કરી નાખી અને બેહોશ થઇ ગયો છે એમ માની ચુપચાપ નોકળી ગઈ અને મારી ફ્રેન્ડ ને ત્યાં બેસી રહી મને બહુ ડર લાગતો હતો કે હવે શું થશે .ત્યાં તો મમ્મી નો ફોન આવ્યો અને અમે દોડી ગયા .'
અને સૂજ્મસીંગ બોલી ઉઠ્યો ,'તમે એને આવી રીતે એ ક્યાં સુધી રોકી શકવાનાં હતા .આટલા એજ્યુકેટેડ હોવા છતાં મેડિસિન સાથે આવી રમત કરવાને લીધે કોઈની જાન જાય એનો ખ્યાલ તમને નહિ આવ્યો ? '
સુજમસિંગે ઉપરીને રિપોર્ટ આપતા નવા જનરેશન આટલું એલર્ટ કરવા છતાં ગુસ્સો અને સ્પર્ધાત્મક વલણને કારણે કેવી મુસીબત માં મુકાય છે એની ચર્ચા  કરતો હતો  ત્યાં કિનલનો મિસકોલ જોયો અને જલ્દીથી વાત પુરી કરી
'થેક્સ કિનલ ફોર યોર અભિનંદન '
-મનીષા જોબન દેસાઈ


18

આકષઁણ
રહસ્યકથા -એ.સી.પી.સૂજ્મસિંગ શ્રેણીનો 18 મોં મણકો ......
સૂજ્મસિંગ સાંજે વહેલો ઘરે આવી સર્વન્ટને બીજો એક બેડરૂમ વ્યવસ્થિત કરવા સૂચનાં આપતો હતો. દહેરાદૂનથી એનાંં મધર અહીં રહેવા આવવાનાં હતા અને કિનલને ફોન જોડી સવારની ટ્રેનનો સમય જણાવ્યો. ડિનર લઇ થોડી વાર એનાં પ્યારા ડોગી 'ઝીગારો' સાથે ગાર્ડનમાં રાઉન્ડ મારી ટીવી પર ન્યુઝ જોઈ રહ્યો હતો ને ફોનની રિંગ વાગી'
'સર,બપોરે જે કંમ્પ્લેઇન આવી હતી સમિન્દર કૌર નામની મહિલાએ એનાં હસબન્ડ વીપ્રતસીંગ બે દિવસથી બીઝ્નેસનાં કામે મુંબઇ ગયા હતાં અને ગઈકાલ બપોર પછી એમનો કોઈ ફોન નથી અને ફોન ઉંચકતા પણ નથી,અહીં એમનો દીકરો અને વાઈફ જુદા રહે છે તથા એક દીકરી છે જે કોલેજમાં ભણે છે ,એમની જનરલ વિગતો આવી ગઈ છે.પ્લાસ્ટિક ગુડ્સનાં ટ્રેડિંગનો ઘણો મોટો બીઝ્નેસ છે અને એક ઓફિસ એમનો દીકરો સાંભળે છે .બહારનાં શહેરોમાં પણ ઓફિસો છે .ફોટો અને વિગતો બધે મોકલી દીધી છે અને ફોનનું લાસ્ટ લોકેશન તો મુંબઈ બતાવે છે ફ્લાઇટની રિટર્ન ટિકિટ લીધેલી હતી પણ ચેકઈન થયાનથી.મુંબઈ ઓફિસમાંથી તો પરમ દિવસે સાંજે બધાને મળી પછી નીકળી ગયા હતા એટલે કોઈને માહિતી નથી .આપણે તપાસ માટે જવું પડે એવું લાગે છે .સવારે સુધીમાં બધેથી કોઈ અકસ્માત કે લાશ વિશેનાં ન્યુઝ હશે તો આવી જશે .'
'ઓકે ,આવતી કાલે મમ્મીને લેવા તો કિનલ જઈ આવશે.મને આગળથી જણાવ .હું તૈયારી કરી રાખીશ.'
અને સવારે સૂજ્મસિંગ અને ટિમ મુંબઈ જવા રવાના થઇ ગયા.જે હોટેલમાં રહેલા એ રૂમમાં સામાન એમ જ હતો અને બે રાત્રીથી આવ્યા નથી .ઇન્સ.સારિકાએ મુંબઈ ઓફિસમાં ડીટેલ જાણી.ઓફિસમાંથી વહેલા નીકળી કોઈ પાર્ટીમાં જવાનાં હતા અને એક ફિલ્મ નિર્માણમાં ઈન્વેસ્ટ કર્યું હતું એની એક મિટિંગ હેંડલ કરી હતી .આ નવા ઇનવેસ્ટમેન્ટ ને લીધે લગભગ મહિનામાં એક વાર તો મુંબઈ આવતા જ હતા . કોણ આવ્યું હતું એની વિગતો પૂછતાં કોઈ ફિલ્મ ડાયરેક્ટર સોપાન ચંદ્રા અને સાથે કોઈ બે જણ હતા એમાં એક હિરોઈન પણ હતી.અને તરત સોપાન ચંદ્રાનો સંપર્ક કર્યો
સોપાન ચંદ્રાની ઓફિસમાં પહોંચતાં તરત સૂજ્મસિંગનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે
'રાતની પાર્ટીમાં મારી સાથે જ હતા પછી એમની હોટેલ પર જવાનાં હતા.લોનાવાલામાં શૂટિંગ ચાલતું હતું ત્યાં જોવા જવાનો પ્રોગ્રામ વિચારતાં હતા પણ પછી કંઈ ફોન નહીં આવ્યો અને હું મારા કામમાં હતો .મારા આસી ડિરેક્ટર હજુ લોનાવાલા જ છે ,મેં એને ફોન કર્યો પણ ત્યાં એ ગયા જ નથી .એ તો જાતે ડ્રાઈવ કરીને નીકળી ગયા હોય અને કારનો કોઈ પ્રોબ્લેમ થયો હોય એવું બને .'
'તમે કેવી રીતે ઓળખો એમને ?'
'એમનો કોલેજ સમયનો એક મિત્ર અહીં મુંબઈમાં રહેતો હતો અને એનો દીકરો મારી ફિલ્મમાં ડબિંગનું સંંભાળતો .પણ એ લોકો હવે યુ.એસ જતાં રહયા છે તેની સાથે આવેલા અને અમારે ઓળખાણ થઇ ગઈ અને એક કારણે પોલિટિકલ ઈશ્યુ પર ફિલ્મ બનવાની હતી એમાં ઈન્વેસ્ટ કર્યું અને અહીં આવે ત્યારે કોઈ વાર મળે .'
અને એટલામાં સૂજ્મસિંગનાં ફોનની રીંગ વાગી.'ઓકે ,એ પણ મને લાગે છે કે અહીંંજ ક્યાંક રોક્યાં હોય એવું બને '
'સોપાનજી દિલ્હીમાં કોઈ જગ્યા વેચાઈ એની બહુ મોટી રકમ લઇ ત્રણેક મહિના પર આવેલા .તે રુપીયા તમારી ફિલ્મમાં રોક્યા છે ?'
'ના ,મારી ફિલ્મ તો દોઢ વર્ષ પહેલા રિલીઝ થઇ ગયેલી અને હિસાબ પણ થઇ ગયેલો ,મારા એકાઉન્ટન્ટ પાસેથી રેકોર્ડ મળી જશે .'
'પણ એમના બ્લેકનાં રૂપિયા આપ્યા હોય તો ?'
'સર વિશ્વાસ રાખજો .અમે ઓફિસ પર નવી એક ફિલ્મ માટેની વાત કરવા ભેગા થયેલા પણ એમણે ખાસ કંઈ રસ નહિ બતાવ્યો .બાકી એ મારી ફિલ્મમાં ઘણું કમાયા હતા.'
'સાથે જે હિરોઈન આવી હતી એ એમનાં સંપર્કમાં છે ?'
'ના ના સર એ તો નવોદિત કલાકારો છે અને  એ હીરો હિરોઈન બેઉને લઈને  લો બજેટ ત્રણ ફિલ્મ વિચારી હતી ,જે જલ્દી ફિનિશ કરી શકાય .એ લોકોને સાથે લઇ આવ્યો , ઓફિસમાં બધાએ પિક્ચર્સ લીધા ને અમે નીકળી ગયા રાતની પાર્ટીમાં ઇન્વાઇટ કરીને .'
''તમારી લાઈનમાં બીજા કોનાંં સંપર્કમાં હતાંં.?'
'મને એવો તો બહુ ખ્યાલ નથી પણ બે ત્રણ વર્ષમાં અહીં ઘણાં કોન્ટેક્ટ થઇ ગયેલા હતાં .હું અમારા પબ્લિસિટી એન્ડ ફોટોગ્રાફર અવધેશને પૂછી જોઉં એની સાથે ઘણી વાર શૂટિંગમાં હોય અને સારા રિલેશન થઇ ગયા છે .'
અવધેશે ફોન પર જણાવ્યું કે મને પાર્ટીમાં મળ્યા અને લોનાવાલા પણ જવાનો વિચાર કરતા હતા પણ પછી કંંઈ ફોન નહિ આવ્યો અને ગીતશા એંન્ડૃ  સાથે ડ્રિન્ક લેતાં બેઠા હતા .'
એટલે સુજમસિંગે ગીત્શા વિષે પૂછતાં જણાવ્યું ,
'અમારી એ પોલિટિકલ ફિલ્મની હિરોઈન હતી પણ એનું કામ વખણાયું નહોતું એટલે અમે રિપીટ નહોતી કરી ,કોઈ મોડેલિંગ એસાઇન્મેન્ટ કરી રહી હતી એટલે પાર્ટીમાં કોઈ જોડે આવી હશે અને વીપ્રતજી તો એને બહુ સારી રીતે ઓળખતા હતા, એ ગોવાની છે .'
'ઓકે મને એનો ફોન એડ્રેસ આપો'
સૂજ્મસીગે ફોન કનેક્ટ કરતા ગીત્શાએ જણાવ્યું કે હું તો મારા ઘરે ગોવા આવી છું સવારની ફ્લાઈટમાં, મારા ફાધર બીમાર હતા એટલે .'
જનરલ વાતો જણાવી વીપ્રતજી વિશે .એટલે જ્યાંથી એક બે વાર કાર હાયર કરી હતી એનો ફોન નંબર લીધો પણ એણે જણાવ્યું અહીંથી કોઈ કાર લીધી નથી
અને સૂજ્મસિંગ તથા ટિમ આજે ચાર દિવસ થયા છતાં કોઈ ફોન કે ખબર નહિ અને એટલે કંઈ અઘટિત થયું હોવાની જ આશંકા કરી રહયા હતા.ત્યાં તો ઇન્સ.સારિકાએ આવી ને ઘણી ચોંકાવનારી માહીતીનો ઘટસ્ફોટ કયોઁ.
'સર,મેં ગોવા એજન્ટ પાસે તાપસ કરાવી તો ગીત્શા છે ત્યાંજ પણ એના ફાધર માંદા હોવાની વાત ખોટી છે અને એ લોકો એનાં નાના ભાઈ સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા.અને અહીં મુંબઈ ફ્લેટનાં પડોશી અને વોચમેનનાં કહેવા મુજબ ઘણીવાર વીપ્રતજી એનાં ફ્લેટ પર આવતાં અને સાથે બહાર જતાં પણ જોયા છે .ગીત્શાનો ઓલરેડી એક બોયફ્રેન્ડ છે અને ટીવિ સીરિયલમાં કંઈક કામ કરે છે એ પણ અત્યારે મુંબઈમાં નથી.' 
''ગિરિરાજ મને લાગે છે કે ગોવા જવાનાં વચ્ચેનાં રસ્તાની ફરી બરાબર તપાસ કરવી જરૂરી છે લોનાવાલાનું ખાલી નામ દીધું હોય .'
અને મુંબઈ તથા આજુબાજુની હોટલોમાં મેસૅજ મુક્યાં ફોટો સાથે .
એકાદ કલાક પછી એક ફોન આવ્યો અને સૂજ્મસિંગની આંખોમાં ચમક આવી ગઈ .
'લેટ્સ ગો '
મુંબઈથી બહાર નીકળતાં ફરી સૂચનાं આપી, 
'કોઈ પણ રીતે એ ત્યાંથી બહાર નહીં જાય એનું ધ્યાન રાખજો .'
લગભગ ત્રણેક કલાકનું અંતર કાપી એક રિસોર્ટ પર પહોંચ્યાં અને કાઉન્ટર પર ઉભેલાં એક ઈન્સ્પેક્ટરે હાથ મિલાવતાં ,'સર ,જુસીર વકાસ ફર્સ્ટ ફ્લોરનાં એક રૂમમાં જ છે .'
સુજમસિંગે ઝડપથી ગીત્શાનાં બોયફ્રેન્ડ જુસીરને અત્યંત મોટી રકમની નોટો અને દુબઈની ટિકિટ સાથે અરેસ્ટ કરી લીધો અને એને ગીત્શાએ ગુનો કબુલી લીધો છે એમ કહ્યું તો એકદમ ગભરાઈને બોલવા માંડ્યો .
'સર ,મારો એકલાનો કઈ વાંક નથી .ગીત્શાએ વીપ્રતને ફસાવ્યો હતો અને ઘણાં  રૂપિયા ઈન્વેસ્ટ કરવા આપેલાં અને એક નાનાં મૂવીનું શૂટિંગ શરુ કરી દીધું છે એમ કહી છેતર્યા કરતી હતી .આ વખતે પણ ખુબ મોટી રકમ લઇ વીપ્રત આવ્યો હતો .અને ડાઉટ પડવાથી વધુ ડીટેલ પૂછવા માંડ્યો હતો .એટલે એણે મને આ પ્લાનમાં સામેલ કરી પૈસા લઇ દુબઇ જતાં રહેવાનું કહ્યું અને એ પછી ત્યાં આવે અને એણે રાત્રે લોનાવાલા બે દિવસ રહીયે એમ કરી પોતાની ગાડીમાં વિપ્રતને નીકળી અને રસ્તામાં મેં ગાડી રોકાવી અને એને મારીને પૈસા લઇ લીધા અને ખાડામાં ફેંકી દીધેલો .'
ગોવા પોલીસે ગીત્શાની ધરપકડ કરી લીધી .અને સફળ કેસ સોલ્વ કરી સૂજ્મસીંગ અને ટીમે ઉપરીને વિગતો જણાવી અને ખુબ ભારે હર્દયે સમિન્દર કૌરને એમનાં પતિને જીવતા નહિं લાવી શક્યાનો ખેદ વ્યક્ત કર્યો .
ઘરમાં દાખલ થતાં મધરને અને કિનલને મળી રાહતની લાગણી અનુભવતો થોડી વાર આંખ મીંચી સોફા પર બેસી રહ્યો .


-મનીષા જોબન દેસાઈ
19