Tuesday 18 October 2016

આજ્નું સુખ

સુચેતા આજે એરપોર્ટ પર રીલેટીવ અને  ફ્રેન્ડસની વિદાય લઇ અમેરિકા જઇ રહી હતી .આસવ ધીરેથી બોલ્યો.
" પ્લીઝ જરા જલ્દી કરને .હજુ તો લગેજનું વેઇટ કરાવવાનું પણ બાકી છે "

"ઓહ.જસ્ટ ફયુ મીનીટસ ."
           
બધી ફ્રેન્ડ વિશ કરીને  જવાની તૈયારીમાં હતી .હિથ્રો એરપોર્ટની લાઉન્જ પસાર કરી બધાને બાય કરતી પાછળ ફરી જોયું .બધાની આંખમાં ખુશીના આંસુ હતા.ચેક-ઇન થઇ વિન્ડોમાંથી લંડનની ધરતી જોઈ રહી .એનું જન્મ -શહેર .પ્લેઈન સ્ટાર્ટ થતા સુચેતાના વિચારો ભૂતકાળમાં સરકતા ગયા. 
 લંડનના નાના ટાઉનમાં રહેતા ગુજરાતી ફેમીલીની દીકરી .ભણવા સાથે પાર્ટ - ટાઈમ જોબ પણ ચાલે.પપ્પા અને મમ્મીની પણ જોબ ચાલે . મોટોભાઈ તો વાઈફ ને લઇ જુદો થઇ ગયેલો .

"ચાલ જલ્દી તૈયાર થા .ઇન્ડિયન સમાજનાં ગેધરીંગ માં જવાનું છે "મમ્મી કેતકીબેન બોલ્યા .

"નાં મમ્મી ,મને તો એવું બોરિંગ લાગે "

પણ મમ્મી આગ્રહ કરી લઇ ગયા .બધાને મળીને થોડી ફ્રેશ મૂડમાં આવી .ત્યાં સામેથી રસીલાબેન એમના તરફ આવતા હતા .વાતો કરવા માંડ્યા એટલામાં એમનો દીકરો વિરાગ પણ આવી ને હાઈ .ઓલરાઈટ બધા ? કહીને સુચેતા સાથે બેસી વાત કરવા માંડ્યો .જુના ફેમીલી ફ્રેન્ડ .એમનો પોતાનો બીઝનેસ .નોર્થ -વેસ્ટગુજરાતનાં .સુચેતાની આંખમાં શરમનાં પંખી કેતકીબેનથી અજાણ્યા નહોતા .વિરાગ પ્રત્યેનો સુચેતાનો સ્પેશીઅલ ભાવ  એ સમજતા હતા પણ રસીલાબેનની મોટાઈથી પણ પરિચિત હતાં.એમના પતિ પણ જરાવાર વાત કરી બાય કહી નીકળી ગયા  .સુચેતાને વિરાગ સાથે વાત કરવી હતી પણ એના મમ્મીની આંખના ઇશારે એને ઉભો થઇ ગયેલો જોઈ કઈ બોલી નહિ . રસ્તે કારમાં વાત કરતા કેતકીબેન બોલ્યા "આજે પેલા સુધામાંસી એની બેનના છોકરાને માટે પૂછતા હતાં ."પણ સુચેતા   ચુપ રહી .

"લંડનમાં મધ્યમવર્ગના ફેમિલીની છોકરીઓ માટે હવે તો છોકરા શોધવાનું અઘરું થઇ ગયું છે ,ઘણા અમેરિકા જવાનું પસંદ કરે છે ,ત્યાં તક વધારે અને ઘણા તો બહારની ન્યાતમાં લગ્ન કરે છે .આપણાં સમાજના છોકરાઓમાં દારૂનું વ્યાસન એટલું છે કે જરા જોઇને કરવું પડે .અને બધા ગામની મિલકત વગેરે જોઇને જ છોકરી પસંદ કરતા થઇ ગયા છે ઉપરથી સમાજસુધારાની વાતોને અંદર તો લાલચ "

"મમ્મી ,તમે કેમ ટેન્શન કરો છો ?હું ભારે પડું છું ?" ને કેતકીબેનની આંખમાં આંસુ આવી ગયા ,'એવું નથી પણ તારું જીવન ગોઠવાઈ જાય તો અમને શાંતિ "

એટલામાં ઘર આવ્યું .લીવીગમાં દાખલ થતા ફોનની રીંગ વાગી .ઇન્ડિયાથી  બેનનો ફોન હતો .બધી સોશીઅલ વાતોને લગ્નની વાતો ચાલી .બેને સજેસ્ટ કર્યું એટલે એમને ઇન્ડિયા છોકરો શોધવાનું કામ સોંપ્યું .થોડા સમય પછી ઇન્ડિયા જવાનું ગોઠવ્યું .સુચેતાને ખબર પડી ગઈ હતી કે કોઈ દ્વારા પુછ્વ્યું પણ રસીલાબેનના તોછડા જવાબને કારણે કેતકીબેન ખૂબ રડ્યા હતાં અને ઘણા સમયથી એલોકો સાથે સંબંધ પણ ઓછો થઇ ગયો હતો .વિરાગ એક બે વાર મળ્યો પણ ખાસ કઈ રસ નહિ બતાવ્યો .એની સાથેના ફ્રેન્ડલી અને મસ્તીના પ્રસંગ  સુચેતાને બહુ યાદ આવતા પણ આ સંબંધને  એના ફેમીલી વગર નિભાવવાના વિરાગમાં કોઈ ગટ્સ નહોતા .

ઇન્ડિયા જઇ બધે ખૂબ ફર્યા અને શોપિંગમાં સમય ગયો .એક દિવસ કોઈનો ફોન આવ્યો તે એમની ન્યાતનો જ  એન્જીનીઅર થયેલા છોકરાનું જોવાનું ગોઠવી દીધું ..ઇન્ટરવ્યુ  ઠીક રહ્યો .પોતે જોયેલા સપનામાં અને વાસ્તવિકતામાં આસમાન જમીનનો ફર્ક હતો .બધાને પસંદ આવ્યું અને ઝડપથી લગ્ન પણ લઇ લીધા .સામાન્ય જોઈન્ટ ફેમિલીમાં સાથે રહેવાનું ખુબ આકરું લાગ્યું સુચેતાને .ભણેલા હોવા છતાં વિચારોમાં પણ ઘણો ફર્ક.ઘરમાં આર્થિક તકલીફ હોવા છતાં ઘરની લેડીઝો કામ કરવા નહિ જઇ શકે અને પોતાના સપના ભાંગીને ભુક્કો થઇ રહેલા જોઈ બે મહિનામાં લંડન પાછી ફરી .સેટ થવાં પ્રયત્ન કરવા લાગી .પપ્પા-મમ્મી ભવિષ્યના સપનાં જોતા રહ્યા અને એક દિવસ એણે પોતાનો  ડિવોર્સ  લેવાનો નિર્યણ ઘરમાં જણાવી દીધો .ભાષા અને લાઈફસ્ટાઈલમાં કોઈ રીતે મનમેળ નહોતો લંડન બોલાવીને પણ કઈ ખાસ ફર્ક પડવાનો નહોતો .કેતકીબેન પરતો વીજળી પડી જાણે અને ઘણા સમજાવવાના પ્રયત્ન છતાં સુચેતાનું મન ગોઠવાયું નહિ. 

એ વાતને પણ પાંચ વરસ વીતી ગયા .ઇન્ટરનેટ  પરથી અમેરિકન રેસીડેન્ટ આસવ  એને ખૂબ પરફેક્ટ લાગ્યો એના પણ કોઈ કારણ સર ડિવોર્સ થયા હતા .એકદમ વેલ્બીહેવ,સ્માર્ટ ભણતર સાથે મોટેલ પણ શરુ કરી હતી .જાતે જઈને ઘર અને આસવ બંને જોઈ જાણી આવી પછી મક્કમ નિર્ધાર કર્યો. ક્યાંય કશું ખૂટતું નહોતું .એના જીવનનો સુવર્ણકાળ તો જાણે હવે શરુ થયો હતો .પોતાની ન્યાતનો જ છોકરો જોઈએ એવા માં -બાપના આગ્રહને કારણે સુચેતાનાં જીવનનું સુખ જાણે દુર ધકેલાઇ ગયું હતું .
   
અને ...આજે સુચેતા પોતાના મનગમતાં સ્વપ્ના આસવ સાથે સુખનાં વાદળો પર સરકી રહી હતી જ્યાં એના સપનાનો રાજકુમાર એનાં ખભા પર માથું ઢાળી સુતો હતો અને એના મોં સામે જોઈ સુચેતા પ્રેમભર્યું શરમાઈ રહી .


No comments:

Post a Comment