Monday 26 December 2016

20
છળ
સૂજ્મસિંગ સાંજે ઓફિસમાં બેસી કોમ્પ્યુટર પર આવેલી માહિતી જોઈ રહ્યો હતો .દેશના દરેક શહેરોમાં સુરક્ષા અભિયાન હેઠળ નવેસરથી ડેટા -લિંક સાંકળવામાં આવી હતી અને જુના કેસોમાં પણ મદદરૂપ થાય એ માટે સોલ્વ કેસોની વિગતો અપડેટ કરાઈ હતી.દિવાળી વેકેશન પૂરું થયું ને ગિરિરાજે હાજર થતાં અભિવાદન ક્યુૅ .
'સર,ગઈકાલનું ટ્રેનનું બુકીંગ એક સોશીઅલ કામને કારણે કેન્સલ ક્યુૅ હતું, તેથી આજે બપોરની ટ્રેનમાં આવ્યો છું .ઇન્સ.સારિકા હજુ એક વીક પછી આવશે પણ એમનો ડેટા સબમિટ થઇ ગયો છે .મેં પણ મારો ડેટા અપલોડ કરી દીધો છે'
'વેલ ,હેપ્પી ન્યુ યર તને પણ અને આવતું નવું વર્ષ ક્રાઇમ રેટ ઓછો થાય એવી શુભકામના '
'ઓકે સર, તમે આજે કોઈ સોશીયલ કામે મધર અને કિનલમેમ સાથે જવાનાં છો તો વહેલા નીકળી જજો ,ટ્રાફિક વેકેશનને લીધે ઘણો છે '
સૂજ્મસિંગ ઘરેપહોંચી તૈયાર થઇ મધર અને કિનલને લઇ એક રિલેટિવને ત્યાં વાતોકરતો બેઠો હતો .અમેરિકાથી ખાસ દિવાળી ટાઈમ એન્જોય કરવા આવેલાં કઝીને શહેરનાં ડેવલોપમેન્ટનાં બહુ વખાણ કર્યા અને અમેરિકન ક્રાઇમ અને ઇન્ડિયાની વાતો ડિસ્કસ કરી રહયા હતા .ડીનરની તૈયારી ચાલી રહી હતી .
સૂજ્મસિંગ મોબાઈલની રિંગ વાગતાં 'એસ્ક્યુઝ મી 'કહી દૂર જઈ વાત કરવા માંડ્યો .
'સર,એક કંમ્પ્લેઇન આવી છે ,હું પહોંચું છું ,તમે એકાદ કલાક પછી આવશો તો ચાલશે .'
'ઓકે પણ ઘટનાસ્થળ પર જઈ મને તરત વિગત મોકલ હું બને તેટલું જલ્દી આવવા પ્રયત્ન કરું છું .'
સુજમસિંગે , જલ્દી જવું પડશે એમ જણાવતાં એનાં કઝીને પૂછ્યું
,શું થયું જવું જ પડશે ?'
'હા,'
'રોજ કંંઇને કંંઇ થતું જ હોય છે ?'
'હા ,જનરલ ચોરી અને મારામારીનાં કેસ તો હોય જ અને વીકમાં ચાર -પાંચ ગંભીર ઘટનાઓ પણ ખરી.'
અને ડીનર લેતા વિગતો વૉટ્સએપ પાર વાંચતા જણાયું કે .' નજીકનાં જ એક એરિયામાં ફેમિલીનાં બે મેમ્બર બહારગામ હતાં અને ઘરે રોશેલ વિર્ક અને એની પત્ની તથા એની 20 વર્ષની દીકરી મિહિરા વિર્ક અહીં હતાં .રોશેલ વિર્ક એમની વાઈફ સાથે સોશીઅલ ગેધરિંગમાં ગયા હતાં અને યુનિવર્સીટીનાં તરત સબમિટ કરવાનાં વર્કની તૈયારી કરવાની હતી એટલે મિહિરા ઘરે એકલી હતી.
એ લોકો ઘરમાં દાખલ થયા ત્યારે  ડોરબેલ વગાડતાં પણ બારણું નહિ ખોલતાં પોતાની ચાવીથી ટ્રાય કરી તો અંદરથી લોક નહોતું એટલે ખુલી ગયું અને અંદર જઇ બૂમ પાડતા કોઈ અવાજ નહિ આવ્યો અને મિહિરાનો મૃતદેહ રૂમમાં વોશરૂમનાંં ડોર પાસે પડ્યો હતો અને એને માથામાં કોઈ ભારી ચીજ મારી હોવાનું જણાય છે ,વૉર્ડરોબનાં થોડા ખાનાઅને ડ્રોવર  ખાલી  છે અને જવેલરી તથા મની  પણ ગાયબ છે .પહેલી નજરે લૂંટનો  મામલો લાગે છે .'
'ઓકે ,હું બસ પંદર -વીસ મિનિટમાં પહોચ્યોં.'.
બધાને સોરી કહી ઝડપથી સૂજ્મસિંગ ઘટના સ્થળ પર પહોંચી ગયો .અને બંગલામાં પાછળ પણ એક ડોર હતું પણ એ તો અંદરથી બંધ હતું અને લાઈટ તો આવીને એ લોકોએ ચાલુ કરી હતી કેમેરામાં પણ કઈ દેખાતું નહોતું એનો અર્થ કોઈ ફ્યુઝ કાઢીને દાખલ થયું હોય એવું બને.ત્રણ -ચાર કલાકનો જ સમય ગાળો મળ્યો હતો અને સાંજનો સમય અને વેકેશન ,એટલે સોસાયટીમાં અવરજવર પણ બહુ ઓછી .
વોચમેન વગેરેને પૂછતાં એને તો કઈ ખબર જ નહોતી .સોસાઈટીનાંં મેન ગેટ પર એક સિક્યોરિટી અને બંગલાનાંં સર્વન્ટ કવાટર્રમાં એક કપલ અને બે બાળકો રહેતા પણ એ ગામ ગયા હતાં.
બે દિવસમાં બધા રિપોર્ટ પણ આવી ગયા હતાં અને ફોન રેકોર્ડિંગ વગેરે જોતા બધું નોર્મલ જણાતું હતું ,બધા ફ્રેન્ડ્સનાં વિશિઝ મેસેજ અને ફોન હતાં.પર્સનલ કોમ્પ્યુટર કે ડ્રોવર્સ વગેરે તપાસતા પણ કઈ જ એવું અનયુઝવલ મળ્યું નહોતું .
'સર,મિહિરાના 6 મહિના પહેલા એન્ગેજમેન્ટ તૂટી ગયા હતાં.નજીકનાં જ એક સિટીમાં થયા હતાં એટલે ડીપ્રેસ્સ પણ ખૂબ રહેતી હતી.અહીંની સ્ટડી કમ્પ્લીટ કરી અબ્રોડ જવાની હતી.કોઈ કોલેજનાં ફ્રેન્ડ સૌમિક સાથે ઘણા ફોન કોલ્સ મળ્યા છે .એને સવારે અહીં બોલાવ્યો છે .સર ,બાજુમાં ઉંધી પડેલી મેટલની ખરશીથી જ માર્યું છે એ તો કન્ફર્મ છે .'
'ઓકે ,ગળાનાં પાછલા ભાગેથી દબાણ આવ્યું છે અને શ્વાસ રૂંધ્યો છે , ખાલી આટલા વજનની ખુરશી વાગવાથી મોત નહિ થાય .'
બીજે દિવસે સૌમિક આવતાં સૂજ્મસિંગે ફોન અને ફ્રેન્ડશીપ વિષે ડીટેલ પૂછી.
'અમે સાથે જ સ્ટડી કરીયે છે .એટલે લગભગ રોજ મળવાનું થાય .હું હોસ્ટેલમાં રહુ છું .મારુ ફેમિલી ઓસ્ટ્રેલિયા છે.'
અને જનરલ વાતો કરતાં મિહિરા વિષે ઘણો સારો ઓપિનિયન આપ્યો .
'તને કોઈ પર શક જેવું લાગે છે ?તું એની વધારે નજીક હતો એટલે કદાચ તને બધી વાત કરી હોય .'
'આમતો કોઈ નહિ પણ એનાંં જેની સાથે એન્ગેજમેન્ટ નક્કી થયેલા એ છોકરો ડીંકી બહુ ગરમ સ્વભાવનો હતો અને એને બહુ પ્રેશર કરતો હતો લાઈફસ્ટટાઈલ બદલવા માટે કારણકે એનાં ઘરમાં બધાં કન્ઝર્વેટિવ હતા .એટલે અકળાઈને એણે એન્ગેજમેન્ટ તોડી નાખેલા .'
'ઓકે ,તને કઈ ખબર પડે તો તરત ઇન્ફોર્મ કરજે .'
'હા સર,પણ હું  મારા એક દૂરનાં કઝીનને ત્યાં ભોપાલ જવાનો છું તો ત્રણ -ચાર દિવસ પછી આવીશ .'
'યા યા સ્યોર ,કંઈ યાદ આવે તો ફોનથી પણ જણાવી શકશે .'
એનાં ગયા પછી સૂજ્મસિંગે એક બે જરૂરી સૂચના આપતા ફોન કર્યા અને અન્ય મિત્રોને પૂછ્યું .
 ખાસ ફ્રેન્ડ વેકેશન કમ્પ્લીટ કરી આવી ગઈ હતી એને પણ બીજા દિવસે બોલાવી પૂછ્યું .પહેલા તો બહુ ગભરાઈને જવાબો આપ્યા .પછી ખુબ સમજાવી ત્યારે કહ્યું કે
' સૌમિક સાથે મિહિરાનું અફેર ચાલતું જ હતું .પણ ઘરમાં કોઈને ખબર નહોતી એટલે એના એન્ગેજમેન્ટ કરી દીધા .પણ સર સૌમિક બહુ ચાલાક છોકરો છે મિહિરા જ લગભગ બધો ખર્ચ કરતી અને એક બે વાર ઘણા રૂપિયાની મદદ પણ કરેલી .લગ્ન માટે એટલો સિરિયસ નહોતો. એ અમારાથી સીનીઅર હતો . લાસ્ટ યર હતું, લાઇબ્રેરીમાંથી ફ્રેન્ડશીપ થયેલી અને પછી બંને સાથે વારંવાર બહાર પણ જતા .એ તો આ વર્ષે પાછો ઓસ્ટ્રેલિયા જઇ આગળ ભણવાનો છે .મિહિરાનાંં ઘરેથી એના કાકાની ઓળખાણમાં બહુ સરસ છોકરા સાથે એનાંં એન્ગેજમેન્ટ કરેલા ત્યારે પણ સૌમીકે કઈ વિરોધ કરવાને બદલે એને એવું સમજાવી દીધેલું કે હમણાં કરી લે પછી આપણે લગ્ન કરી લેશું .અને પછી પણ એની સાથે રિલેશન હતાજ.પણ મિહિરાને એવું કોઈને છેતરવાનું બહુ ગિલ્ટી ફીલ થતું હતું એટલે એણે એન્ગેજમેન્ટ તોડી નાખ્યા .પણ ત્યારપછી તો સૌમીકે એણે વધારે અવોઇડ કરવા માંડી .મારી આગળ ઘણીવાર રડતી અને ડિપ્રેશનમાં હતી એનાથી વધારે એની અંગત બાબતો મને ખબર નથી .'
ત્યાં કરી મોબાઈલની રિંગ વાગી અને સૂજ્મસિંગે  અરેસ્ટ કરવાની સૂચના આપી દીધી .
'ગિરિરાજ ,મારો શક સાચો નીકળ્યો .વેકેશન પતી  ગયા પછી અચાનક બહારગામ જવાનો આ પ્રોગ્રામ સૌમિકનો લૂંટનો માલ ઠેકાણે લગાવવાનો જ હતો અને એને રંગેહાથ પકડી શકાય એ માટે જ જવા દીધો એની પાછળ ટ્રેનમાં આપણો એક માણસ ગયો હતો. અને એ ભોપાલને બદલે વચ્ચેનાંં કોઈ અજાણ્યા સ્ટેશન પર ઉતરી ગોલ્ડ ગીની અને ઘરેણા વેચવાનો પ્રયત્ના કરતા પકડાઈ ગયો છે .'
અને ...સૌમીકે કબૂલાત કરતા કહ્યું ,'સર,મિહિરા સાથે ખાલી ભાગી જઇયે એવું સમજાવી પ્લાન બનાવ્યો હતો.સર, મને બહુ દેવું થઇ ગયેલું હતું .મેં મારા ઘરેથી આપેલા પૈસા મારા એક ફ્રેન્ડને જમીનમાં ઈન્વેસ્ટ કરવા આપેલા ,પણ એના પેપર ખોટા નીકળતા મારા અને મારા ફ્રેન્ડના રૂપિયા પણ ડૂબી ગયા .હું મિહિરાના ઘરે પહોંચ્યો ત્યારે એણે ઓલરેડી કપડાંની બેગ અને એક હેન્ડબેગમાં ઘરેણા-રૂપિયા અને ગોલ્ડની ગીની વગેરે ભરી લીધા હતા.પણ સર મને ફક્ત પૈસામાં જ ઇંટ્રેસ્ટ જહતો હું એણે ક્યાં લઇ જઈને રાખું .એટલે મેં એણે મારી નાખી અને આખો લૂંટનો સીન ઉભો કર્યો અને મેઇન ડોર બંધ કરી હું નીકળી ગયો .'
સુજામસિંગે એક દુઃખનો ઊંડો શ્વાસ લીધો અને ઉપરીને કેસ સોલ્વ થયાની વિગતો સમજાવી .કિનાલને ફોન કરી કાલનાં ફ્લાઈટમાં કઝીન અમેરિકા જવાનો એને સી -ઓફ કરવા જવાનુંં છે એમ જણાવતાંં કેસની વાતો કરતો ઘરે જવા નીકળી ગયો .
-મનીષા -જોબન દેસાઈ
21
આક્રોશ
રહસ્યકથા એ.સી.પી.સૂજ્મસિંગ શ્રેણીનો ૨૧મો મણકો ...

'વાહ ,શું ગેમ રમ્યા આવખતે ઇન્ડિયન પ્લેયરો 'ટી.વિ.પર દેશ તરફથી રમનારા પ્લેયર્સની ગેઇમની હાઈલાઈટ આવી રહી હતી .હાથમાં ચાનો કપ લઈને બારીમાંથી ગાર્ડનમાં મધર ફૂલોની દેખરેખ માટે સૂચના આપી રહયા હતા એમને જોઈ રહ્યો .ઘરમાં હમણાં જરા લાઈવ લાગતું હતું . કિનલને મોબાઈલ કર્યો અને વાતો કરતા ઓફિસ જવા નીકળ્યો અને' આજે એક મિટીગ માટે જવાનું છે એટલે સાંજે મોડું થઇ જશે તો અહીં ઘરે આવી જજે'સૂચના આપી
ઓફિસ પહોંચી રૂટિન કેસોની વિગત જોઈ રહ્યો હતો ચોરીના બે કેસ પેન્ડિંગ હતા .પેપરમાં આજે એનો પોતાનો ઇન્ટરવ્યૂ પણ આવ્યો હતો એ વાંચી ગયો.પત્રકાર મિત્રને થેન્ક્સ કહેવા ફોન કર્યો અને ફરી કોપ્યુટર જોઈ રહ્યો હતો ત્યાં ઇન્સ.ગિરિરાજની એન્ટ્રિ થઇ,
'સર,વાઇબ્રન્ટ-યંગ ઇન્ટરનૅશનલ એકેડમીના કેમ્પસમાંથી એક યુવાન સ્ટુડેન્ટની લાશ મળી છે આપણે તરત પહોંચવું પડશે .રેસિડેન્ટ યુનિટનાં પાછળના ભાગમાં બહુ ગ્રીનરી છે .થોડા છોકરાઓ ગયા હશે ત્યાં એમનું ધ્યાન ગયું .
..ઇન્સ.સારિકાને ફોન કરી એડ્રેસ અને શંકાસ્પદ વિગતો કલેક્ટ કરવા કહ્યું .
સ્થળ પર પહોંચ્યા ત્યાં લગભગ પચ્ચીસેક  વર્ષના એક યુવાનને મારીને અર્ધનગ્ન હાલતમાં ઝાડીમાં ફેંકી દીધેલો હતો .એનું નામ સ્વાહીત હતું અને નાગપુરથી અહીં એકાદ વર્ષથી સંગીતના શિક્ષણ માટે રહ્યો હતો ગ્રેજયુએટ થયા પછી આ કોર્સ જોઈન્ટ કર્યો હતો અને કોઈ ઇન્ટરનૅશનલ કંપની સાથે ઓનલાઇન કોન્ટ્રેક્ટ જોબ પણ કરતો હતો.રેસિડેન્સમાં બધાનાં  અલગ રૂમો હતા એટલે બીજી કોઈ પર્સનલ એક્ટિવિટીની કોઈને જાણ નહોતી.બધી ફેકલ્ટી મળીને લગભગ ૬૫૦ સ્ટુડેંટ્સ હતા .થોડા લોકો એને જાણતાં હતા એ પ્રમાણે તો એકદમ સિમ્પલ અને ફ્રેન્ડલી હતો બધા સાથે . એના ફેમિલીમાં નાગપુરમાં એક ભાઈ અને મધર ફાધર હતા .પહેલી નજરે ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોય એવું બધાને લાગતું હતું .કારણકે અમુક સ્ટુડેંટ્સ  સાથેના ગ્રુપ ડિક્શનમાં ઘણા એને  સનકી અને બ્રેક પર્સનાલિટીનો માનતા હતા અને છોકરીઓ ખાસ કરીને એનાથી દૂર રહેતી હતી.એક એન.આર .આઈ છોકરી ડીક્સી સ્વાહિતની  ફ્રેન્ડ હતી અને ઘણી વાર બધાએ  એ લોકોને સાથે સિગારેટ અને ડ્રિન્ક લેતા પણ જોયા હતા .કેમ્પસમાં જ આવેલું એડમિન્ટરેટરનું હાઉસ જેમાં પ્રજ્વલિત કપૂર એનાં ફેમિલી સાથે રહેતા હતા .ફોરેન કોલોબ્રેશનની આ સંસ્થાના મેઈન સંચાલક હોવાને લીધે લગભગ બધા સાથે સારું હતું અને સ્વાહીત પણ ઘણી વાર એમના ઘરે જ  બેસતો  હતો .એક ડાન્સિંગ  ગ્રુપની છોકરીએ મિસ્બિહેવ માટે સ્વાહીતની કમ્પ્લૈન કરી હતી .એ ઘટના પછી બધાનું વર્તન એના તરફ ચેન્જ થવાને લીધે ડિપ્રેશનમાં રહેતો હતો અને ડીક્સી પણ દૂર થઇ ગઈ હતી. મેનેજર વિધાનસીંગ પણ એનો મિત્ર હતો એની સાથે ડ્રિન્ક લેવા બેસતો એવું વોચમેને જણાવ્યું .
બીજે દિવસે બધા રિપોર્ટ અને માહિતીઓ આવી ગઈ હતી . એક જગ્યાએથી બે ટીન એજ યુવાનોને પીક કર્યા અને ઇન્સ,સારિકાએ લગભગ બધું સમજાવી દીધું હતું પણ ફરી સૂજ્મસીંગે થોડી સૂચનાઓ આપી .બે ટીનેજ ને ટ્રેનિંગ આપી અંદરની એક્ટિવિટી વિશેની રજેરજ માહિતી માટે તૈયાર કર્યા હતા .એકેડમીમાં બંનેને સંગીત અને ડ્રોઈંગ એકટીવીટીમાં જોઈન્ટ કરી દીધા અને આ શહેરનાં નથી એમ કહી રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી.સ્વાહીતનાંવોર્ડરોબમાં ઘણા સ્પિરિચ્યુલ લેક્ચરની સિડી મળી હતી.એના શહેરમાં એની હિસ્ટ્રી તપાસતા એ સમાજનાં અને સિસ્ટમનાં વિરુદ્ધ એકદમ આક્રમકઃ વિચારસરણી ધરાવતો હતો અને લોકલ પોલિટિકલ ગ્રુપ સાથે જોડાયેલો પણ મારામારીનાં એક બે કિસ્સાઓને કારણે એને સંગીતની સાઇકાયટ્રીક ટ્રીટમેન્ટ હેઠળ અહીં મુકવામાં આવ્યો હતો .એના મનનો  આક્રોશ એટલી હદે વિકરતો કે એ કોઈ પણ માટે ભયજનક બની જતો .
સ્વાહીતનાં  પપ્પા -મમ્મી અને ભાઈ ઑફિસે આવ્યા અને એમને જણાવ્યું ,
'સર,મારો દીકરો પાગલ નહિ હતો પણ એ સ્પષ્ટવકતા હતો અને સિસ્ટમ સાથે અમુક હદે અનફિટ હતો એટલે બધાને નડવા લાગ્યો અને એક ગ્રુપ સાથેનાં ઝગડા પછી એનાં બહુ દુશ્મન થઇ ગયેલા.અહીં આવ્યા પછી પણ ખાસ કોઈ ફર્ક પડ્યો નહોતો.'
'ઓકે ,તમને કોઈ પર શક હોય તો જણાવો આત્મહત્યા તો નથીજ એને મારીને ઝાડીઓમાં લઇ જઇ યાતના આપવામાં આવી છે .'
અને એકદમ રડી ઉઠેલા માતા -પિતાને સાંત્વન આપતા તરત જ શોધી લેશું એવું પ્રોમિસ આપી સુજમસિંગે સ્વાહિતનાં મિત્રો વગેરેનાં સ્ટેટમેન્ટ ફરી રીફર કર્યા.
બે દિવસ ફોન કોલ્સની ઈન્કવાયરીનાં  ફોન કર્યા છતાં પણ ખાસ કઈ જાણવા મળ્યું નહોતું .એકેડેમીમાં ટ્રાયલ બેઝ પર દાખલ કરવામાં આવેલા બંને છોકરાઓએ જણાવ્યું કે આ ઘટના બની પછી બધા ગભરાયેલા છે પણ મેનેજર વધુ જાણતો હોવાની શક્યતા છે .
ઇન્સ. સારિકાએ મેનેજર વિશેની વધુ વિગતો તપાસતા એ એના શહેરમાંથી લગભગ બે વર્ષ પહેલા જોડાયો હતો અને ત્યાં  મિત્રો સાથેના એક ગ્રુપમાં કોઈ સાથે પૈસાના કેસમાં સંડોવાયેલો હતો તેથી અહીં આવી સેટલ થવાના પ્રયત્ન કરી રહ્યો હતો પણ હજુ એના પર ઘણું દેવું એના શહેરમાં હતું .અને નશાની આદતને કારણે એની પત્ની દીકરી સાથે પિયરમાં રહેતી હતી .
મેનેજરને વધુ દબાણ કરી વાતો જણાવા કહ્યું .અને એણે ઘણી અંગત વાતો જણાવી .
' સંચાલક પ્રજ્વલિત કપૂરની નાની દીકરી ઝાયલી ઘણી સ્વાહિતનાં  ફિલોસોફિકલ આર્ટિકલથી ઇમ્પ્રેસ્સ હતી અને લાઈબ્રેરીમાં બેસી ઘણીવાર સાથે બૂક્સ રીફર કરતી અને નોટસ પણ લેતી હતી .એની મોટી સિસ્ટરે ના કહેવા છતાં એની સાથેની દોસ્તી ઝાયલીએ વધારી હતી અને આખરે ઘરમાં કહી દીધું હતું .એટલે પ્રસન્નજીત સરે ઝાયલી પર વધુ રિસ્ટ્રિકસન રાખ્યું પણ સ્વાહીતની વધુ ને વધુ નજીક થતી ગઈ .એક ઝાયલી જ એની પર્સનાલિટીને  સમજે છે એવું બોલ્યા કરતો મારી આગળ અને પ્રસન્નજીત સર,અમે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે ઝાયલી રાતનાં ૧૦ વાગ્યે હોસ્ટેલ રુમ તરફથી આવી તો એણે બહુજ ખિજવાયેલા અને મને કહે કે ,'આ પાગલ સાથે બેસીને મારી છોકરી પણ પાગલ થઇ જશે .' સર બીજું કઈ મને બહુ ખબર નથી .'
'ગિરિરાજ મને લાગે છે કે  ઝાયલીને મળીએ તો વધુ કંઈ જાણવા મળે .'
પહેલા તો પ્રસન્નજિતે બહુ વિરોધ કર્યો પણ પછી મળવા દીધા અને ઝાયલી એકદમ રડવા લાગી અને સ્વાહીતના પ્રેમમાં હોવાનું કબુલ કર્યુ અને ઘટના બની તેના પચીસેક દિવસ પહેલા લાઇબ્રેરીની ટેરેસ પર સ્વાહિત સાથે એનાં પપ્પાએ શોધતા શોધતા  ઝડપી હતી અને એ વખતે બંને  એકદમ ખરાબ હાલતમાં હતા .
સ્થળ પરથી મળેલા ટાયરનાં નિશાન તો સ્કૂટરનાં હતાં અને સ્કૂટર મેનેજર પાસે હતું .એટલે ફરી મેનેજરને રિમાન્ડ પર લેતા  કબુલ કર્યું કે ,
'પ્રસન્નજીત ખુબજ ગુસ્સામાં હતો અને કોઈ પણ રીતે સ્વાહીતને હટાવવા માંગતો હતો .એટલે સ્વહીતને ખોટો મેસેજ ઝાયલીનાં નામે કરી લાઇબ્રેરીની ટેરેસ પર બોલાવ્યો અને ત્યાં એને મારી નાખ્યો અને મને જોઈએ તેટલા રૂપિયા  આપવાનું કહી   સ્કૂટર પર કેમ્પસની પાછળના જંગલમાં નાખી આવવાનું કહ્યું એટલે હું લાલચમાં આવી ગયો અને સ્કૂટર પર લઇ જઇ ત્યાં ફેંકી દીધો .'
અને સૂજ્મસિંગ ટિમ એકદમ સન્ન થઇ ગઈ .પોતાની દીકરીનો પણ વાંક હોવા છતાં ફક્ત સ્વાહીત પર ગુસ્સો ઉતારનાર પ્રસન્ન કપૂરને અરેસ્ટ કરી લઇ ઉપરી ને કેસ સોલ્વ કર્યાની માહિતી આપી .
     ઘરે પહોંચી કેસની વિગતો વિશે મધર અને કીનલ સાથે ચર્ચા કરતા  કોલ્ડ કોફીનો ગ્લાસ લઇ ગાર્ડનમાં.....અને બધાનાં અભિનંદન આપતા ફોન રિસીવ કર્યા .

-મનીષા જોબન દેસાઈ