Wednesday 12 October 2016

સબંધનાં વમળ

જીંદગી નાં ૧૫   વર્ષ એક સંબંધ ની આસપાસ ગુમાવ્યા જે  ક્યારેયના  ઉકેલાયો. ઉચ્છવાસમાં જાણે વિચારો નો ગરમ ધુમાડો અનુભવતી જેમીના ઉભી છે જીંદગી ના ત્રિભેટે. અંદર કશુક તૂટતું લાગે છે .સામે ટેબલ પર અમેરિકામાં નવી બ્રાંચ ઓફીસ અને ચાઇલ્ડ સેન્ટરની ફાઈલ પડી  છે .આ શહેર ,એનું પ્રિય શહેર ,ટોપ ઇન્સટીટયુટ માં  ફાઈનાન્સ સ્ટડી અને અભિગમ સાથેની પાર્ટનરશીપ પછી લગ્ન .કેવી ગાઢ મિત્ર હતી એની રુગ્ના. અભિગમ કોમન મિત્ર બંનેનો .લડતાં ઝગડતા કોલેજ નાં દિવસો માં અભિગમ આવે ને એટલે બસ,બેસી ને દુનિયાભરની વાતો .બંને જાણે કે ઈમ્પ્રેસ કરવાના મૂડ માં  આવી જાય.એકદમ રેન્કર અભિગમ અને જેમીના.જોઈન્ટ ઓફીસ નાં ઓપનીંગ ની પર્સનલ પાર્ટી માં અભિગમ અને જેમીના બેજ . સંડેની સાંજ બોટરાઈડ વિથ ડીનર અને ફ્યુચર  પ્લાનિંગ ડિસ્કસ કરતાં અભિગમ ની આંખમાં એક નશો અને ઉન્માદ દેખાતા હતા ,સફળતા નો આત્મવિશ્વાસ .જેમીનાનો હાથ જોરથી પકડી રાખ્યો હતો અને "વિધીન અ ફાઈવ  યર્સ વી વિલ બી ઓન ટોપ ."અને જેમીના ને આશ્લેષ માં લઈને કયાંય સુધી ડેક પર ઉભો રહ્યો . ઓફીસ ઓપનીંગ માં રુગ્ના બુકે અને એના બે ફ્રેન્ડ ને વર્ક માટે ઇન્ટરોડયૂસ કરાવા લઇને આવી .રૂગ્ના જે હદે અભિગમ ને ચાહતી હતી તેનાથી જેમીના બેચેન થઇ જતી.
 થોડું સેટ થયા બાદ મેરેજની પાર્ટી માં ઇન્વાઇટ  કરવા રુગ્ના ને ફોન કર્યો .અડધી એક મિનીટ માટે સ્તબ્ધ શાંતિ છવાઈ ગઈ વચ્ચે .
 'ઓહ ...વેલ .....સરસ ....હવે તો અભિગમ  એકદમ ..."
 "બોલને ,અટકી કેમ ગયી ?એકદમ મારો જ એમને ?"
 "નાં ..નાં ...એવું નહિ ,એકદમ બીઝી "
 "પાર્ટી ચોક્કસ અટેન્ડ કરજે ".
પાર્ટી માં એકદમ વાઇટ સાદી એમ્બ્રોડરી સાડી અને હાથમાં પ્રેઝન્ટ  લઇ વિશ કર્યું બંનેને.લગ્ન વિષે પૂછતા ફ્રેન્ડસ ને હસી ને ટાળતા રુગ્ના બોલી ."હું તો મારા પપ્પાની ઓફીસ અને સોશિઅલ   સંસ્થા ને હેન્ડલ કરવા માં જ બીઝી છું" 
 અભિગમનો આત્મવિશ્વાસ રંગ લાવતો ગયો .થોડાજ વરસોમાં અભીનવ -જેમીનાની કંપની આગવી  હરોળ માં હતી .રુગ્ના ની દોસ્તી યથાવત હતી .લગ્ન ના ૮ વર્ષ થયા અને હવે જેમીના એકદમ અધીરી થઇ રહી હતી બાળક માટે પણ કેટલાય ડોક્ટરની ટ્રીટમેન્ટ ની કોઈ અસર નહિ .અને હવે લગ્નને પંદર વર્ષ થવા આવ્યા.અભિનવે નહિ જણાવવા કહેલું પણ આખરે જેમીનાને  ડોકટરે કહ્યું ,"મીસીસ.પારેખ તમે કદી માં નહિ બની શકો."અને ..જેમીના અભિનવ ને વળગીને કયાંય સુધી રડતી રહી.દત્તક લેવા ને બદલે અભિનવ ની પોતાના બાળક ની જીજીવિષા એને કોતરી ખાતી હતી .એની મુક આંખ માં અદમ્ય  ઈચ્છા દેખાતી રહેતી,
અભિનવની આ વખતની  બર્થડે પાર્ટીમાં થોડા અંગત ફેન્ડસ ઇન્વાઇટ કર્યા.રૂગનાએ જેમીના ને  વિશ કર્યું .અને સ્માઈલ આપી અભિનવને "કંપની ટોપમાં  છે હં,ન્યુઝ વાંચીએ છે,યુ  રીઅલી ડન વોટ યુ વોન્ટ  " અને  સાથે બેસીને ડિનર લેતા જેમીના 
 "બટ હી નોટ ગેટ એવેરીથીંગ હી વોન્ટ,અમે સેરોગેટ મધર માટે વિચારીએ છે ."રુગ્નાની આંખ માં આંખ પરોવી અભિનવ જોઈ રહ્યો.રૂગ્ના એ નજર ફેરવી લીધી .ત્રણે કઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા.અભિનવ કેટલીએ વાર રૂગના સાથે ફોન પર અને મળી ને ડિસ્કસ  કરતો રહ્યો .અનાથ આશ્રમ ના બાળક વીષે ની ડીટેલ  પણ રૂગ્ના એ જણાવી.
રૂગનાને ઓફીસથી  આજે સાથે લઈને કારમાં ઘરે જવા નીકળ્યો હતો જેમીના ની તબિયત સારી નહોતી.એનીવર્સરી ની પાર્ટી કેન્સલ કરી ખાલી રૂગ્ના ને જ ઇન્વાઇટ કરી હતી,ઘરે પહોચ્યા તો જેમીના દવા લઇ હમણાં જ સુતી છે અને તમે જમી લો કહીને સર્વન્ટ એના રૂમમાંજતો રહ્યો .ક્યાય સુધી ટેરેસ પર વાતો કરતા બેસી રહ્યા.
 "૧૧ ;૩૦ થઇ ગયા છે હવે હું નીકળું "કહી રુગ્ના ઉભી થઇ,અને  અભિનવે એને  હાથ પકડી,'એટલી શું ઉતાવળ છે કાલે તો સન્ડે છે "કહી પાસે ખેંચી લીધી .
 "ઓહ પ્લીઝ ,અભિનવ આમ કેમ કરે છે ?"
અને અભિનવે એને સખત રીતે પોતાની પાસે જકડી રાખી ."બસ તારા માં સમાઈ જવું છે."કહી.....
 અને રુગ્ના...પીગળતી ગઈ .ઉપર આંખ સામે અસીમ આકાશ એમાં ચમકતાં તારા અને ચાંદનીમાં નહાતી અભિનવ સાથે ઓગળી ગઈ .કઈ યાદ નહોતું આવતું .બસ એક નીરવ રાત માં ક્યાંક ઉડી રહી છે  અભિનવ સાથે.
 "રોકાઇ જા અહી જ આજે "
 "પ્લીઝ ,હું ઘરે જાઉં છું" કહી ને અભિનવની  કાર ની ચાવી લઇ ઝડપથી દાદર ઉતરી જતી રહી. ઘરે પહોંચી પછી  કેટલા અભિનવ ના ફોન આવ્યા પણ એકે રીસીવ નહિ કર્યો .સવારે  જેમીનાનો ફોન આવ્યો.
 " કાલે મળાયું નહીં.ડીનર બરાબર હતું કે નહીં?"વગેરે ... બે દિવસ પછી સીધો અભિનવ રુગ્ના ની ઓફીસ પહોંચી ગયો. 
 "કેમ આવું કરે છે? જે થયું એ નહીં ગમ્યું? મારી આંખમાંથી છલકાતાં દર્દ અને પ્રેમનાં દરિયાને તું ઝીલશે એવા વિશ્રવાસ સાથે તને  ચાહવા માંડયો છું. આ કોઇ ભૂલ નહોતી,બન્નેની મનગમતી પળો હતી."
 "ઓફકોર્સ,એ આપણી ઇચ્છાઓ ની જ પળ હતી. પણ હવે આ સંબંધ ને કઇ રીતે..."
 " એ બધુ મારા પર છોડી દે.રુગ્ના મારે આપણું બાળક જોઇએ છે"
 અને.... રુગ્નાએ ચીલડ્રન વેલફેર ના ઇન્ટરનેશનલ અભ્યાસ માટે બે વર્ષ અમેરીકા રહેવાનો નિર્ણય કર્યો. દોઢેક વર્ષ પછી અભિનવ-જેમીનાએ સુંદર દીકરો 
દત્તક લીધો. અમેરીકા થી ફોન કર્યો રુગ્નાએ ..
 "અભિનંદન, નામ શું પાડયું?"
 "અરુજય"
  "ઓહ, હવે તો અભિગમ એકદમ....."
 "બોલને,  રોકાઇ કેમ ગઇ.....અભિનવ એકદમ તારો જ"

No comments:

Post a Comment