Wednesday 12 October 2016

એક સંભારણું

હાઇસ્કૂલમાંથી થોડા વિધાર્થીઓને લઇને ,સરે ત્રણ દિવસ બોમ્બે શહેરની નાની શૈક્ષણિક ટૂર ગોઠવી. શહેરનાં વિકાસ અને કલ્ચર વિષેની વાતો સમજાવી.' શહેર ઇન્ટરનેશનલ બીઝનેસ હબ,ફાસ્ટ લાઇફ અને ખાસ્સુ વેસ્ટર્નાઇઝ.' 
ફરતાં થાક્યા એટલે એક નવી સ્ટાઇલીશ રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયા.સર ઇંગ્લીશમાં ઓર્ડર વગેરે બાબતો સમજાવતા લાઇટ મૂડમાં વાતો કરી રહ્યા હતાં. એટલામાં એક વિધાર્થી 'ઓ..ઓ...મારું ખાવાનું તો હજુ બાકી છે'
કહેતા સીટ પરથી લગભગ અડધો ઉભો થઇ વેઇટરે ઉંચકેલી ડીશ તરફ હાથ લંબાવ્યો.અને હાસ્યનું મોજું ફરી વળ્યું. સરે વેઇટર ને પૂછયૂં "અરે.સર મેને ડીશ મેં દોનો સ્પૂન ઉલટી ક્રોસ રખ્ખી દેખી તો ખાના ફીનીશ હો ગયા સમજા ઔર ડીશ લે લીયા "
'યુ આર રાઇટ, લેકિન સબ લોગ ઇંગ્લીશ નહી હોતે જરા પૂછ લીયા કરો' 
અને સર સાથે હસતાં હસતાં બધાએ યાદગાર લંચ પૂરુ કર્યુ.

No comments:

Post a Comment