Wednesday 12 October 2016

પે્મનો પાયો જ ખોટો

દિવ્યતા આજે બહુજ ખુશ હતી .ફેસબુક  ઉપરથી ખૂબ શ્રીમંત અને એમ .બી. એ .થયેલા સુંદર યુવાન વિસ્તૃત સાથેની ઓળખાણ પ્રેમ માં પરિણમી હતી . પહેલી 
વાર મલ્ટીપ્લેક્ષ માં મળવાનું રાખ્યું .મધ્યમ વર્ગની  દીવ્યતાએ પોતાના વિષે ઘણું વધારીને કહ્યું  હતું . દિવ્યતા એ એની ફ્રેંડ કલરવ પાસે કામ છે  કહી  કાર લીધી . કલરવ  કહે ;   શ્યોર ,લઇ જાને ,મારો  ડ્રાઈવર જ્યાં કામ હશે ત્યાં લઇ જશે .
                       
અને ખુબ સરસ ડ્રેસ પહેરી દિવ્યતા  વિસ્તૃતને  મળવા ગયી .મલ્ટીપ્લેક્ષ ના એલી ગેઈમ પાર્લર માં  ફન  વિથ ફૂડ .ખૂબ વાતો કરી ,બ્યુટીફૂલ  દિવ્યતા ની  વાતો   અને વિચારો થી ખૂબ પ્રભાવિત થયો .દિવ્યતા એ પોતાની ફ્રેન્ડનાં  કલરફૂલ   બિઝનેસ  ફેમીલી ની  વાતો  પોતાની જ હોય એવો આભાસ ઉભો કર્યો . વિસ્તૃતે તો સુખી લગ્ન જીવન નાં સપનાઓ પણ જોવા માંડેલા . ફોન પર પ્રેમભરી વાતો ચાલતી રહી હતી .
                       
અને ....અચાનક વિસ્તૃત  નાં મેસેજ ફોન આવતા  બંધ થઇ ગયા .દિવ્યતા એ ઘણાં પ્રયત્ન કર્યા કોન્ટેક્ટ  કરવાનાં ,પણ કોઈ જવાબ નહિ .આખરે દિવ્યતા સીધી   વિસ્તૃતની ઓફિસે પહોચી .થોડી વાર પછી વિસ્તૃતે પોતાની કેબીન માં  બોલાવી .એકદમ ગુસ્સા  થી એક  નજર જોયું અને કહેવા લાગ્યો .દીવ્યત્તા તારે સત્ય જાણવું છે ને ? મુંબઈ થી મારો એક  ફ્રેંડ  અહી આવ્યો હતો .જે તારી મિત્ર કલરવ નો કઝીન છે .અમે પાર્ટી માં ભેગા થયા હતા .મારા ફ્રેન્ડે  એની કઝીનના લગ્ન માટે મારી પસંદગી મનોમન કરી લીધી હતી . પણ મેં એને તારી અને   મારી ફેસબુક  ફ્રેન્ડશીપ  વિષે થોડું જણાવ્યું . તો એ કહે ઓહ ,આને તો હું ઓળખું છું .એતો કલરવની ફ્રેંડ છે .એના બંગલા ના  નજીક નાં જ ફ્લેટ માં રહે છે .અને તારી બધી સાચી વાતો જાણવા મળી.તે તારી સ્ટડી સાથે પાર્ટ-ટાઈમ ની વાત પણ મારાથી છુપાવી હતી .કેમ આવું કર્યું? હું  મારા જીવનમાં પૈસા ને જરા  પણ મહત્વ આપતો નથી .તું એકદમ ગરીબ પણ હોત ને તો પણ મારો પ્રેમ જરાયે ઓછો નહિ થતે .પણ આ તારી મોટી બતાવવાની આદતથી મારું મન  તારા પ્રેમની  ગંભીરતા વિષે શંકા કરતુ થઇ ગયું  છે .ભવિષ્યમાં બીઝ્નેસ માં કોઈ તકલીફ આવે તો  આવો સ્વભાવ કઈ રીતે ચાલે ? હું આવું માફ નહિ કરી શકું .આ વિષે હવે કઈ વિચારતી નહિ  અને સ્વમાન વહાલું હોઈ તો  કદી કોઈને કહેતી પણ નહિ .
                        
અને દિવ્યતા રડતી રડતી કેબીન ની બહાર નીકળી ગયી .ઘરે  રૂમ માં જઇ ખૂબ રડી. ૧૫ દિવસ પછી કલરવ એના લગ્ન  નો કાર્ડ આપવા આવી . કાર્ડ જોઈ ને દિવ્યતાને ખૂબ ધક્કો લાગ્યો .વિસ્તૃત અને કલરવ નાં લગ્ન નક્કી થઇ ગયા હતાં.એને ભાવ ,કળાવા  નહિ દીધો અને કહ્યું ,ઓહ ,મારે તો આજ દિવસે નવા કોર્સ ની entrance exam  આપવા   જવાનું છે .હું તો લગ્ન attand નહિ કરી શકું .
                         
અને પછી રૂમ માં એકલી થઇ ખુબ પસ્તાઇ. એ સમજી ગઈ કે એ  વિસ્તૃત ને હંમેશા માટે ગુમાવી બેઠી  છે ,
પ્રેમની શરૂઆતનાં   જૂઠને લીધે... 

No comments:

Post a Comment