Wednesday 12 October 2016

સ્પધાૅ

તીપ્સા રસ્તો ક્રોસ  કરી સામે જવા આગળ વધતી હતી કે બાજુમાંથી કોઈ હાથ પકડ્યો ,"શું કરે  છે ?દેખાતી નથી ને કંઈ  ?"
 
"ઓ ,નેન્સી તું ?"
 
અને બંને સાઈડ પર ઉભા વાતો કરવા માંડ્યા .૩-૪ વરસ  પછી આજે મળતા હતાં.નેન્સી પરણીને બીજા શહેરમાં જઇ રહી હતી.થોડા સમયમાં લગ્ન હતાં ખરીદી માટે નીકળી હતી .
 
"લગ્ન ની કંકોત્રી આપવા  તારા ઘરે આવી હતી પણ કોઈ હતું નહિ એટલે બાજુમાં આપી ગઈ હતી.ચોક્કસ  આવજે" 
 
તીપ્સા અને નેન્સી બંને વચ્ચે કાયમ થોડા માર્ક માટે ફર્સ્ટ - સેકંડની રસાકસી રહેતી .બેઉના મન ઊંચા  થઇ જતા.નેન્સી હમેશા ફર્સ્ટ આવતી હતી .એણે તો માસ્ટર્સ પણ કર્યું ,લગ્નનો લહાવો પણ એને પહેલો મળવાનો તીપ્સાનાં મનમાં જરા તણખો ઝર્યો, પણ હવે એ બધું શું વિચારવાનું ?કોલેજ સમયે તો એવું બધું ચાલ્યા જ કરે .થોડા સમયમાં તીપ્સાનાં પણ  શહેરનાજ એક સરસ ઘરમાં ગોઠવાઈ ગયા .એનો હસબંડ પ્રશીત જાણીતા સેરામિક  ગ્રુપનો માલિક હતો. નેન્સી  બીજા શહેરમાં હતી .એ અને એના હસબંડ જાણીતી કન્સ્ટ્રકશન  કંપનીમાં સાથે હતા.રીસર્ચ વિભાગ સંભાળતી નેન્સી બહુ બીઝી રહેતી કોઈ વાર તીપ્સા સાથે ચેટીંગ કરી લેતી .આખરે સ્ટેટસમાં નેન્સી તીપ્સા કરતા આગળ જ હતી .નેન્સીનો હસબંડ કંપનીનો મેઈન  એન્જીનીઅર  અને પર્ચેઝિંગ વિભાગ પણ એને સંભાળવાનો .તીપ્સા પણ થોડો સમય પછી પોતાની ફેક્ટરીની ઓફિસે જવા માંડી .નેન્સીની કંપની સાથે કોમ્યુનીકેટ  કરી પોતાની સેરામિક કંપનીનું મોટા ઓર્ડર  માટે કોટેસન મોકલ્યું .નેન્સીનો  હસબંડ નીલાભ  ઓફિસે મળવા આવ્યો અને ફેક્ટરીની વિઝીટ વગેરે ગોઠવી .અને મોટો ઓર્ડર કન્ફર્મ કર્યો .નીલાભને ડીનર વગેરે પર લઇ ગયા અને બીજીવાર નેન્સીને પણ લઇ આવવા કહ્યું .
 
"તમે બન્ન્રે  બહેનપણીઓ મળીને જ નક્કી કરજો ને .એ તો ફ્રી પડતી જ  નથી "
   
વાતવાતમાં તીપ્સા એટલું તો સમજી ગયી કે હજુ નેન્સીને નીલાભ બરાબર સેટલ નથી .હમણાજ નવા ફ્લેટ પર રહેવા ગયા છે .પહેલી સફળતા પછી બેજ મહિનામાં બીજા ૩-૪ પ્રોજેક્ટનો ઓર્ડર પણ મળ્યો .તીપ્સાએ મેસેજ કર્યો "અમારી કંપનીને આટલા  ઓર્ડર મળ્યા તો ટુરનું હાલ્ફ પેમેન્ટ મારા તરફથી "
 .નીલાભ અને નેન્સીને યુરોપની ટુર માટે મનાવી લીધા. ચારેય જણ યુરોપ ટુરમાં ફર્યા અને દોસ્તી ઓર પાક્કી થઇ . તીપ્સા સાથેના આર્થીક ફરકને લીધે નેન્સી થોડું ડિસ્ટન્સ રાખતી .સમય વિતતા નીલાભને  તીપ્સાએ આગલા ૫-૬ બીજા પ્રોજેક્ટ માટે પણ કન્વીન્સ કર્યો .એકદમ ઈન્ટેલીજંટ  નીલાભ પણ લક્ઝેરીય્સ લાઈફ સેટ કરવા માંગે છે એવો ખ્યાલ તીપ્સાને આવી ગયો .પ્રશીત તો નવા શહેરોમાં મેન્યુફેકચરીંગ  યુનિટ સ્ટાર્ટ કરવાનો હોવાથી ખૂબ બીઝી રહેતો .બધી ડીલ તીપ્સા જ હેન્ડલ કરતી .નીલાભ હોટલ પર આવી ગયો છે નો મેસેજ  મળતાં તરત ફોન કર્યો .
 
"વેલકમ ,નીલાભ કેમ છો ?આજે એક દિવસ વહેલા આવી ગયા ?"
 
"ઓહ યા ,સવારની ફલાઇટ  અવેલેબલ નહોતી ."
 
"ઇટ્સ ઓકે નાઈસ કર્યું .કાલે વહેલી સવારથી તમને ૫૦  કી .મી પર બીજું યુનિટ પણ બતાવવાનું છે જેમાં નવી લેમિનેટ ટાઈલ્સનું ડીઝાઇન સેક્શન પણ છે .તમારું સજેસન જરૂરી છે .પ્રશીત તો નવા યુનિટની પરમીશન માટે  અચાનક દિલ્હી ગયા છે "
 
"ઓહ ,તો હું નેકસટ વિક આવતે "
 
"કેમ હું નથી ?મારી કારમાં સાથે જઇ આવીશું .તમારો કીંમતી ટાઈમ બગડે તે કેમ ચાલે ?"
 
"ઓહ થેન્ક્સ નાઈસ ઓફ યુ .તમે છો તો ચિંતા નથી .યુનિટ જોવાની વાત પ્રશીતે કરી હતી એટલે રીટર્ન ટીકીટ નહિ લીધી એકસાથે કામ પતાવીને  જ જઈશ "
 
"અત્યારે શું કરો છો ?એ હોટલ નું જમવાનું એટલું સરસ નથી કોઈ સારી રેસ્ટૉરનટમાં જમવા જવું હોય તો તેમ નહિ તો ઘરે જમવા આવો .હું આમ પણ કઈ બહારથી મંગાવાનું વિચારતી હતી "
 
"અરે તમને તકલીફ આપવાની ..."
 
"એમાં શું ? તૈયાર થઇ જાવ લેવા આવું છું "
 
"ઓકે  મેડમ ,તમારો હુકમ " તીપ્સા હસવા માંડી ,
 
"એઈ પ્લીઝ ,ડોન્ટ એમ્બ્રેસ મી " સામે નીલાભ પણ હસી પડ્યો .એના હસવા સાથે વરસાદનું ઝાપટું આવ્યું અને તીપ્સા તૈયાર થતી બાલ્કનીમાં જઇ વાંછટને માણતી ગીત ગણગણવા માંડી .જલ્દીથી સાડી પહેરી ૧૫-૨૦ મીનીટમાં હોટલ પહોચી પાર્કીંગમાં રાહ જોઈ ઉભી .કાર સુધી પહોચતા તો નીલાભ ખાસ્સો ભીંજાઈ ચુક્યો હતો. અંદર બેઠો એટલે તીપ્સા ,"પહેલા આ ગરમ કોફી રસ્તેથી લાવી એ પી લઈએ અને તમે તો એકદમ ભીંજાઈ ગયા છો "કહી નેપકીન આપ્યો .
 
"ઓહ આ વરસાદ અનસરટેઇન  ......" ને નીલાભ 
 
"લાઈફ જ એકદમ અન્સરટેઈન છે .આજની સાંજ આ રીતે અનબીલીએબલ ..."
     
તીપ્સા સામે જોઈ હસી પડી .આપવા માટે હાથમાં પકડી રાખેલો કોફીના કપની વરાળ માંથી જોતા એકદમ ઘુન્ઘરાળા ભીના વાળ અને એની લટ નીલાભના કપાળ પર અદ્ભુત લાગતી હતી .એનો ગૌરવણ ચહેરા પર લાલાશ છલકી રહી હતી .એંની નજર સાઈડ પરથી તીપ્સાને જોઈ લેતી હતી .
 
"થેન્ક્સ ,ફોર કોફી "
 
"હવે બધી ફોર્માલીટી છોડવાની મહેરબાની કરશો,નીલાભ ? ને નીલાભે એને તીરછી નજરે જોતા કહ્યું "તમે કહેવાનું બંધ કરશો ?"
 
"એ પહેલા તમારે ..ઓહ આ વરસાદ ....ઓપન રેસ્ટોરનટમાં તો નહિ જવાય .શું કરીએ ?" થોડી વાર બંને ચુપચાપ વિન્ડો બહાર જોવા માંડ્યા .
 
"ઘરે જઈએ? "
 
"મારી હોટલનાં રૂમ પર બેસી જમવું હોઈ તો એમ કરીએ " તીપ્સાએ કંઈ પણ જવાબ આપ્યા વગર ગાડીને ટનઁ મારી ઘર તરફ લીધી .
 
"મને તમારી મરજી ગમે છે આફ્ટર ઓલ યુ આર ધ બોસ ." .
 
"હા ,બસ તમને ઉઠાવી જતી હોઉં એવું જ લાગે છે " નીલાભને  તીપ્સા એકબીજા સામે જોઈ હસવા માંડ્યા
   
ઘરે પહોચી ખાવાનું ઓર્ડર કરી દીધું અને નીલાભને ઘર બતાવતા "તે દિવસે તો તમે ને નેન્સી ઉતાવળમાં હતા તે જસ્ટ જ્યુસ પીને નીકળી ગયેલા,પ્રશીત અહી હોતે તો ડ્ીંક ઓફર કરતે "
 
"it's ઓકે  હું રોજ નથી પીતો"  એકદમ  આલીશાન બંગલો વૈભવશાળી રહેણીકરણી. એટલામાં જમવાનું પણ આવી ગયું . .અને પછી બંને મોકટેલ લઇ બેડરૂમની સાથેના સીટીંગમાં બેઠા ,કાચની બારીમાંથી વરસાદ લાઇટ અને રંગીન ફૂલોની વેલો સાથે રંગીન લાગી રહ્યો હતો .
   
એટલામાં નીલાભનાં  મોબાઇલ પર મેસ આવ્યો .નેન્સી કોઈ રીલેટીવનાં ફંક્શનમાં  ગઈ હતી તેના ફોટા હતાં .નીલાભ તીપ્સાને ફોટો બતાવ્યા ."અરે નેન્સીને આંખે ચશ્માં પણ આવી  ગયા  ?"
 
"હા ,રાતે ઘરે પણ ૨-૩  વાગ્યા સુધી પેપરવર્ક રહે એટલે કોમ્પુટર પર જ હોય .હજુ લગ્નને તો ૫ વરસ થયા ને કેટલી ચેન્જ થઇ ગઈ .આમ પણ એને બહુ શોખ નથી .મને તો આમ સરસ તૈયાર થાય એવી સ્ત્રીઓ બહુ ગમે ." બોલી નીલાભ એકમ ચુપ થઇ ગયો.તીપ્સા પણ બારી બહાર જોવા માંડી .
 
"તમને સાડીમાં પહેલીવાર જોયા.ખરેખર બહુ સરસ લાગો છો."
 
"થેન્ક્સ,"શિફોનની ગ્રીન કલરની સાડી અને સિલ્કનાં બ્લાઉઝમાં તીપ્સા એકદમ સુંદર દેખાઈ  રહી હતી.હાથમાં નાજુક  બ્રેસલેટ અને છુટ્ટા વાળમાં નાનકડું ગુલાબનું ફૂલ  નાખ્યું હતું .ગુલાબી નેલપોલીશ વાળી આંગળીઓથી  મોકટેલનો ગ્લાસ હોઠ સુધી લઇ જતા નીલાભને ઝીણું સ્માઈલ આપી જોઈ રહી .
 
"પ્રશીતને તો ગમે તેટલું તૈયાર  થઈએ.જોવાની કંઈ પડી  જ નહિ હોય .પૂછીએ તો માંડ "ઓકે" જેવો જવાબ મળે." પછી ઉભી થઇએણે બનાવેલા થોડા કેનવાસ પેન્ટિંગ  નીલાભને બતાવ્યા .
"ઓહ વેરી નાઈસ ,આટલા ટેલેન્ટેડ  છો ?પેન્ટિંગનું કોઈ એકઝીબીશન  કરતા હો તો ?
 
"હા મારો વિચાર છે પણ પ્રશીત એગ્રી નથી એને એવું  બધું  નહિ ગમે"
 
"ઓહ"
 
"મારું  મનતો એટલું ગૂંગળાય ,સરખાં શોખ અને વિચાર ન હોય તો જીવવું સજા થઇ જાય.ઓફીસ અટેન્ડ  કરું છું તો થોડું  સારું લાગે છે . "
 
"હા ....સાચું છે "કહી  ઉદાસ નજરે તીપ્સા સામે જોયું .
 
"તમે કેવો આમ તરવરતો પ્રતિભાવ આપો એવું લાઈવ વ્યક્તિત્વ મને બહુ ગમે "
 
"થેન્ક્સ તીપ્સા,તારા મનની કોઈ પણ વાત હોય મને બેફીકર થઇ કહી દેજે પોતાનો સમજી "
 
"પોતાના લાગ્યા એટલે તો આજે આપણે આટલા નજીક છીએ .બાકી હું કોઈ સાથે ખાસ...." અને નીલાભે ...
"આટલા સુંદર  પેન્ટિંગ બનાવનારના તો હાથ ચૂમી લેવા જોઈએ "કહીને તીપ્સાનો હાથ ચૂમી લીધો .અને તીપ્સાએ એકમ શરમાઈને નીલાભનાં  ખભા પર મોં છુપાવી દીધું .નીલાભ તીપ્સાનાં  રેશમી વાળમાં આંગળીઓ ફેરવવા માંડ્યો .
 
"ઓકે  ,હું હવે નીકળું "કહી "એકદમ  સ્વસ્થ થવા પ્રયત્ન કરવા માંડ્યો . પણ એની આંખો તીપ્સાની આંખો પર ઝુકેલીહતી અને જાણે કહી રહી હતી કે એણે એક સેકંડ  માટે પણ તીપ્સાથી દૂર નહોતું જવું .
 
"આજે આ વરસાદની જેમ તારી પર  વરસ્યા કરવાનું મન થાય છે."
 
"તો વરસી જાને,વાદળની જેમ ઉડીને દૂર કેમ જાય છે ?"અને ડોર તરફ જતાં નીલાભે  એને આલીંગનમાં  જકડી લીધી .તીપ્સા કોઈ અદમ્ય રીતે વંટોળમાં ફંગોળાઈ રહી હતી,એક ગોળગોળ ઘૂમતું હવાનું તોફાન જેમાં તીપ્સા  અને નીલાભ  પોતાને બચાવવાના બધા પ્રયત્નને કરતાં રહ્યા પણ ...સવારનાં ૪ વાગી ગયા હતાં.તીપ્સાનો હાથ એના ગળા પાસેથી ખસેડતા  નીલાભે ઘડિયાળમાં જોયું .તીપ્સા પણ એકમ જાગી .
 
"ઓહ, નીલાભ મારી ગાડી  લઈને હોટલ નીકળી જા.હું સવારે ૧૦;૩૦ તૈયાર રહીશ અહીં જ આવી જજે "
 
નીલાભ તીપ્સાને  ગુડબાય કિસ કરી નીકળી ગયો .બીજો દિવસ આખો સાથે ફેક્ટરી યુનિટની વિઝીટ કરી રાત્રે આવતા બહાર રિસોર્ટમાં જમીને આવ્યા અને પાછા આવતાં.
 
"કાલે સવારની તો તારી ફ્લાઈટ  છે.પાછો ક્યારે મળશે ?"
 
"આજની રાતનો તારી સાથેનો ઉજાગરો અને ૨ કલાક પ્લેનમાં ઊંઘી લઈશ ."
 
"તો પણ એ તો અધૂરું જ લાગશે "
 
"બસ ,આવું અધૂરું મળતાં મળતાં જ પુરા થઈશું "
         
દિલમાં છલકતો પ્રેમ અને સભરતાનો અહેસાસ કરતી તીપ્સા  ભીની આંખે એરપોર્ટ પર નીલાભને મુક્વાં ગયી .ખુબ મેસેજ કરતા  અને જિંદગીની ભરપૂરતા અનુભવતા .તીપ્સા નેન્સીનાં નીલાભને પોતાનો બનાવી લઇ એને હરાવ્યાનો  એક છૂપો આનંદ પણ અનુભવતી હતી અને નીલાભનાં પ્રેમમાં ઓર ડૂબતી જતી હતી.પ્રશીત તો આવીને મોડી રાત સુધી કોમ્પુટર પર પોતાના કામમાં બીઝી રહેતો .અચાનક એક દિવસ કબાટનાં ડ્ોઅરમાંથી  કાગળપર લખેલો એક પાસવર્ડ મળ્યો .કંપનીનાં બધા પાસવર્ડ તો તીપ્સા જાણતી જ હોય .એને ખૂબ નવાઈ લાગી .એણે કુતુહલવશ કોમ્પુટરમાં પ્રશીતના એકાઉન્ટ  નંબર વગેરે ચેક કરી જોયા .આખરે એક સોશીઅલ વેબનાં મેસેજ નું નોટીફીકેસન  જોતાં એણે પાસવર્ડ એન્ટર કરી જોયો અને સામે નેન્સી નો મેસેજ 
 
"હાઈ ડીઅર પ્રશીત ,લોટસ ઓફ લવવિશ  ફોર યોર અપકમિંગ  બર્થડે એન્ડ થેન્ક્સ ફોર સેન્ડ મી બ્યુટીફૂલ જીન્સ-ટોપ એન્ડ એરિંગ ." તીપસા એકદમ ચકરાઈ ગઈ .આગલું ચેટીંગ વાંચતી ગઈ પશીતે લખ્યું હતું ,
 
"માય ડીઅર નેન્સી ,તારી સાદગી ભરેલી ઊંડી આંખોમાં ખોવાયેલા રહેવાનું જ મન થયા કરે છે આટલા વરસો તે જે ચુપકીદીથી મારા પર પ્રેમ ઢોળ્યો છે એમાં મારા અંતરને  કોઈ અલભ્ય ખજાનો પ્રાપ્ત થયો હોય એવું અનુભવાય છે .યુરોપ ટુર વખતે તારી બુદ્ધિમતાનો તેજ્તીખરો મેં પારખી લીધો હતો .જીંદગીની ફિલોસોફી અને ગંભીર અભિગમમાં તારા પ્રેમનું ઊંડાણ સમાયેલું છે .યુરોપ ટુર વખતે જ તને સ્ટેપ્સ પરથી સરકી જતી પકડી લીધેલી ને મારા દિલને  થયું આજ મારાં સપનાની રાજકુમારી છે જેને મેં ફરી પામી લીધી છે .તારી સાદગી નીચે છુપાયેલી પ્રેમની આગમાં હું જયારે કલકત્તા આવું ત્યારે લપેટાઈ જાઉં છું એ મારા જીંદગીની અવર્ણનીય ક્ષણો હોય છે .તીપ્સાની ઉચ્છલતા  અને ફેશન્પરસ્તા મને જરાયે આકર્ષી શકી નથી . મારા લખેલાં ફિલોસોફીકલ થોટ્સ તેં ઈંગ્લીશ મેગેઝીનમાં શેર કર્યા તેને માટે  થેન્ક્સ. તું ચશ્માં સાથેના ફોટાેમાં વધુ સુંદર દેખાઈ રહી છે .જીન્સ ટોપ સાથે જે સ્ટાઈલથી બેઠી હોય છે ને હું તને અસંખ્ય ચુંબનોથી નવડાવી દવું છું .બે દિવસ આગળ તારી સાથે બર્થડે સેલીબ્રેટનો પ્રોગ્રામ કર્યો છે .હોપ નોટ બીઝી .લવ યુ" 
 
અને ભયંકર ગુસ્સની આગ સાથે તીપ્સા કીબોર્ડ પર હાથ પછાડી ખુરશી પર ફસડાઈ પડી .નેન્સી તું હજું પણ મારાથી આગળ જ છે .

No comments:

Post a Comment