Wednesday 12 October 2016

હું ક્યા છું?

"મમ્મી ,તું હવે ક્યારે મારા ને મારા દિકરા વચ્ચેથી જવાની ?”
જોરથી બરાડતા વિશુ આક્રોશથી થરથરી રહી હતી અને કૌશિકાબેન એકદમ ડઘાઈ ને સામે જોવા લાગયા .હાથમાં રહેલું થર્મોસ પડવાની તૈયારી માં હતું .દાદી ને આમ રડી પડેલા જોઈ રંગત પણ રડવા લાગ્યો .અવિરત આંસુ વહી રહ્યા હતા કૌશિકાબેન ની આંખમાંથી . 
 "મારો વાંક શું છે ?તારા અને તારા પરિવાર માટે લોહી રેડી દીધું છે.
 "કોલેજકાળ દરમિયાન જ વિશુ નાં પિતા નું મૃત્યુ થવાને કારણે બધો ભાર કૌશીકાબેને હિંમત થી ઝીલી લીધો .દીકરીએ ભણીને વકીલ તરીકે પ્રેકટીશ શરુ કરી અને સરસ કંપનીની જોબવાળા પરિતોષ સાથે લગ્ન કરી લીધા .બેંગ્લોર છોડી અહી જ શિફ્ટ થવાનું નક્કી કરતાં નજીક ઘર લઇ સેટ થયા અને રંગત નો જનમ થતા તો કૌશિકાબેન જ લગભગ બધી સંભાળ લેવા માંડ્યા.પોતાની કેરીઅર પાછળ ની દોટમાં ભાગ્યે જ રંગત સાથે સમય વિતાવી શક્તી.સામાજિક એકટીવીટી પણ ખૂબ .
 સવારનાં નાસ્તાંથી માંડી , જમવાનું ,લેસન ,રમતગમતમાં હાજરી , શિક્ષિત કૌશિકાબેન કોમ્પુટર પર બાળવાર્તા વંચાવે અને ગેમ પણ સાથે રમે .કોઈ પણ કામ માટે રંગત ને વિશુ યાદ જ ન આવે .પરિતોષ નું જમવાનો સમય પણ સાચવી લે .સ્કૂલ પેરેન્ટ ની મીટીંગ માંથી આવી ને નોટ જોઈ .પરિતોષ એકદમ બોલી ઉઠ્યો .
 "રહેવા દે ને તને ખ્યાલ નહિ આવે એ લેસન તો મમ્મીએ તપાસ્યું છે .અને વિશુ સામે જોઈ રહી .ત્યાં કોઈ નો ફોન આવ્યો ,
 "તમારા દીકરા રંગત નો તો યુથ ફેસ્ટીવલ ની નિબંધ સ્પર્ધા માં ફર્સ્ટ નંબર આવ્યો છે .સરસ તૈયારી કરાવી કૌશીકાબેને " અને વિશુ નેતો એ વિશે કઈ ખબર જ નહિ .એકદમ અલગ અલગ ફિલ કરવા કરવા લાગી .વધુ સમય આપવા નો પ્રયત્ન કરવા માંડી .પણ ,હવે રંગત તો લગભગ કૌશિકાબેન ને ત્યાજ રહેવા માંડ્યો . અને .આજે અચાનક રંગત ને ગેમ રમતા વાગ્યું અને હોસ્પિટલમાં ઘેન નું ઇન્જેક્શન આપયું હતું .ઉઠતાની સાથે કશુંદાદી ... કશુંદાદી ની બુમ પાડી .વિશુ એકદમ દોડી ને અંદર ગઈ રંગત ને વળગી ને સમજાવવા માંડી ,પણ રંગતે જ્યુસ પીવાની પણ નાં પાડી દીધી ને કશુદાદી ની રટ ચાલુ રાખી .આંખમાં આંસુ સાથે કૌશીકાબેન અંદર આવ્યા અને રંગતના મોંં પર ખુશી છવાઈ ગઈ .
 "હું સંભાળી લઈશ ,મમ્મી તું આરામ કર "વિશુ બોલી .ત્યાં ડોક્ટર આવી ને બધી ઇન્સ્ટકશન આપવા માંડ્યા .દવા અને પાટો બદલવો વગેરે .ત્યાંતો રંગત બોલ્યો ,
 "ડોક્ટર અંકલ ,મારી મમ્મી મોટી વકીલ છે એને એવોર્ડ પણ મળ્યો છે આ બધું એને નહિ આવડે મારા કશું દાદી છે ને એજ મમ્મી છે તે કરી આપશે " પરિતોષ થી હસાઇ ગયું અને વિશુ ક્રોધાવેશમાં બરાડી ઉઠી .
 "મમ્મી ,તું હવે ક્યારે મારા ને મારા દિકરા વચચેથી જવાની ?” 

No comments:

Post a Comment