Monday 17 October 2016

ઘરનો એક મારો ખૂણો

આકાશ અને ચાંદની અચાનક ફ્રેન્ડસ પાર્ટીમાં ભેગા થયા ,
"ઓહ ,આપણે તો સાથે બેડમિન્ટન ટુર્નામેન્ટ માં હતા .વગેરે વગેરે ..."ફરી ઓળખાણ નીકળી અને દોસ્તી -પ્રેમ .એકાદ વર્ષ નાં પરિચય બાદ ઘરે લગ્ન વિષે વાત કરી .ઘરે થી કોઈ નો વિરોધ નહોતો .લગ્ન બાદ ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .પ્રેમ ભરેલા દિવસો અને ઘરમાં બધા સાથે ભળી ગઈ હતી ચાંદની .આકાશ ની પરિણીત બેન નાનકડા દીકરા સાથે ડિવોર્સ લઇ ઘરે પાછી આવી હતી .થોડા સમયમાં અનેક નાની બાબતોને લઇ મનદુઃખ થવા લાગ્યું .ચાંદની કહે",મારાથી આ બધું સહન નહિ થાય .હું મારી જીંદગી ક્યારે સેટ કરીશ ".
કોઈ આર્થિક તકલીફ ન હતી . પોતાનું વર્ક ,પ્રાઈવસી બધુજ ભૂલી જુદા શહેરમાં ફક્ત આકાશ નાં પ્રેમ ખાતર આવી હતી .ઘણી આર્ગ્યુમેન્ટ બાદ ગુસ્સા માં આકાશે પણ કહી દીધું ".મારી મોટી બેન ખાલી મારા પપા-મમ્મીની નહિં મારી પણ જવાબદારી છે અને તે પણ પ્રેમ અને લાગણી થી "અને ચાંદની એ સાંભળી પાછી પોતાના ઘરે આવી ગયી .ઘણી સમજાવટ પછી પણ કોઈ રીતે સમાધાન કરવા બંને તૈયાર ન થયા . 
સમય વિતતા પોતના કામમાં ચાંદનીએ મન પરોવ્યું .ખૂબ આનંદ થી ભાઈનાં લગ્ન થયા અને ફ્રેન્ડ જેવી ભાભી સાથે સરસ સમય જતો હતો .ઓફીસે થી થી ઘરે આવી રૂમમાં જતી હતી .ત્યાં બાજુનાં રૂમમાંથી ભાઈની વાત સાંભળી .ભાભી ,કહેતી હતી .
"એવું જ્યાં હોય ત્યાં બધે સાથે સાથે જવાનું ? અમારે કઈ પ્રાઈવસી જેવું ખરું કે નહિ ?" 
અને ભાઈએ જવાબ આપ્યો "જો ચાંદની મારી લાડકી બેન છે .પાપા મમ્મી ની જ નહિ મારી પણ જવાબદારી છે ."
અને આ સાંભળી ,ચાંદની રૂમમાં જઇખૂબ રડી . વિચાર્યું હું મારું જીવન અલગ રીતે બનાવીશ .પણ એવા કોઈ નિર્યણ માં પપ્પા મમ્મી અગ્રી ન થયા . શું કરે માં- બાપ આવા મોટા શહેરમાં પોતાની યંગ દીકરીઓને સંઘર્ષ કરવા એકલા મૂકી દે? અને ઘરમાં જીંદગીની તકલીફોમાં પોતીકો એક ખૂણો દીકરીઓ માટે ન હોવો જોઈએ ? સાસરે વળાવી દીધી એટલે બધું પતી ગયું ?

No comments:

Post a Comment