Monday 17 October 2016

ગુલાબજાંબુ

અન્વીતા મોબાઇલ પર વાત  કરતાં કરતાં  એકદમ  ઉત્સાહમાં  બોલી ,
"હા... હા  પપ્પાજી ,આજે  સાંજે  જ જમવાનું  રાખી લો .હું બધું   જાતે  જ   બનાવીશ .પપ્પા મમ્મી તો  આજે  કુળદેવીનાં મંદિરે દર્શન કરવા ગયા  છે ."અને પછી તરત સૃજનને ફોન કર્યો .નવા નવા એન્ગેજમેન્ટ  થયા હતાં. સૃજન સાથે થોડી શું બનાવુંની વાતો સાથે રોમેન્ટિક વાતો કરી ને પછી તરત રસોઈવાળા  બેન સાથે   સાંજની તૈયારી શરુ કરી દીધી .એનાં સાસુ પણ  કોઈ  કામે બહાર ગામ ગયા હતા . સસરાજી અને ફીઆન્સે ને જમવા  આમંત્રણ આપ્યું હતું .
              સમયસર સાંજે બધા ભેગા થયા. અન્વીતાએ ઘરનાં શ્રીજીનાં મંદિર માં નૈવધ મૂકી  ટેબલ ગોઠવવાની તૈયારી કરી. ખૂબ આનંદિત અન્વીતાએ સૂપ  વગેરે  સાથે બધી વાનગીઓ પીરસવા માંડી . ઉપવાસ  હોવાને લીધે અન્વિતાએ ખાલી હળવું જ્યુસ લીધું .સરસ જમી લીધા પછી લીવીંગમાં બેસી વાતો એ વળગ્યા .અન્વીતાએ પૂછ્યું .
"પપ્પાજી ,મારી રસોઈ તમને કેવી લાગી ?" સસરાજી તરત બોલ્યા ,
"બધ્ધુજ બહુ ભાવ્યું પણ સૃજન, તને શું લાગે છે ઠળિયાવાળા ગુલાબજાંબુ પહેલી વાર  ખાધા".  અને બધા હસવા માંડ્યા .અન્વીતા શરમાઈ ગઈ એટલે  એનાં સસરાજી કહે ,
"જસ્ટ  જોકિંગ દીકરા ,તે જે પ્રેમથી જમવાનું બનાવ્યું એ જોઈ મારું દિલ ખૂબ આનંદિત થઇ  ગયું છે .
અન્વીતા સમજી તો ગઈ કે ગુલાબજાંબુ  અંદરથી કડક રહી ગયા  છે  ,ત્યાં ફરી એનાં સસરાજી બોલ્યા ,
"અરે દીકરા ગુલાબજાંબુ તો તારા સાસુએ સો પ્રયત્ને શીખેલા ."
             અને સૃજન  અન્વીતાને એટલી તો હાશ થઇ કે ,આટલી હળવી રીતે પપ્પાજીએ અમારો દિવસ અને મહેનત સફળ બનાવી દીધો.

No comments:

Post a Comment