Monday 17 October 2016

સંસ્કારનું દહેજ

 હું નાની હતી ને  લગ્ન પ્રસંગમાં જવાનું થયું.બધા સગાઓ ભેગા થયા હોય .ત્યારે એક વાત સાંભળી હતી તે અહી લખવા માંગુ છું .છોકરીઓને વડીલો કહે ,સાસરે જવાનું એટલે કેટલું અઘરું અને અમારા એક માસીનાં મુંબઈ લગ્ન થયા હતા તેમનો પ્રસંગ રમુજી પણ અને સ્ત્રીની મનની વેદનાં પણ વ્યક્ત કરે છે .લગ્ન કરી ને જાય એટલે સાસરામાં વહેલા ઉઠીને ઘર સંભાળી લેવાનું એવી સલાહ પિયરમાંથી મળી હોય અને નવા ઘર નો ગભરાટ.
માસીએ પહેલે દિવસે સવારમાં વહેલા ઉઠી ઊંઘમાં અડધો પડધો સમય જોયો ઘડિયાળમાં અને ચા તૈયાર કરી ,શાક -દાળ- ભાત અને લોટ બાંધી ને બધું તૈયાર કરી દીધું. .રસોડા માં અવાજ આવ્યો એટલે એમના સાસુજી રસોડામાં જોવા આવ્યા .તો કિચનના પાટલા પર બેસી માસી ઝોકા ખાય .એમના સાસુ બોલ્યા,"અરે આટલા જલ્દી કેમ ઉઠી ગયા હજુ તો પોણા પાંચ વાગ્યા છે ."અને માસી એકદમ શર્માઈ ગયા . 
ઘર તો સાચવવાનું જ હોય છે પણ હજુ એ ૭૦ વર્ષ પહેલાની આ ઘટના ની જેમ જ દીકરીઓ નાં દિલમાંથી સાસરા નો ડર સંપૂર્ણપણે ગયો નથી .

No comments:

Post a Comment