Tuesday 11 October 2016

નવું જીવન

આશવી રોજનાં સમયે સાંજે લાઈબ્રેરીમાં જવા નીકળી .ત્યાં તો મિરવનો ફોન આવ્યો .
".શું પ્રોગ્રામ છે આજે ? " 
"કેમ શાનો પ્રોગ્રામ? 
"અરે,બર્થ ડે પર બધાને પાર્ટી આપવાની કે નહિ .?"
"નાં ,એ બધું કોલેજનાં સમયે હતું. હવે મારે આવતી કાલનાં લેકચરની તૈયારી કરવાની છે .'ફરી કોઈવાર મળશું .
આશવી એમ .એડ કર્યા બાદ યુનીવર્સીટીમાં લેકચરર તરીકે જોડાઈ ગઈ .ઘરની જવાબદારી અને નાનો ભાઈ ડોક્ટરનું ભણતો સાથે મમ્મી  એકલા .એ પણ સ્કૂલનાં પ્રિન્સીપાલ . નાની ઉંમરમાં પપ્પા ગુજરી ગયા બાદ બહુજ હિંમતથી બંને બાળકોને ઉછેર્યા અને ભણાવી સક્ષમ બનાવ્યા .સરસ રીતે જીવાતું હતું પણ આશવીને મમ્મીની એકલતા એમની આંખમાં વંચાતી હતી .ભાઈ ટીપીકલ ઇન્ડિયન દીકરાઓ જેમ વિચારસરણી ધરાવતો હતો..ખાસ્સો બેફીકર અને પોતાની દુનિયામાં મસ્ત રહેતો .બેંગ્લોરમાં કોઈ કલીગ સાથે હોસ્પિટલ શરુ કરવાનો પ્લાન પણ બનાવી લીધો અને M .D થયા બાદ બેંગ્લોર શિફ્ટ થઇ ગયો .મમ્મી પણ સમજતા હતાં કે નવું જનરેશન સારી તક હોય તો નવી જગ્યાએ મૂવ થાય એમાં કશું ખોટું નથી .અને આશવીને પણ કહેતા,
ટહવે તું પણ વર્કની સાથે સાથે તારું જીવન ગોઠવવા માંડ.
                આશવી સાંજે ઘરે આવી તો થોડા ફ્રેન્ડસ આવ્યા હતા એમની સાથે મમ્મી રક્ષાબેન લીવીંગમાં બેઠા હતા .કોલેજનું EX .વિદ્યાર્થી ગ્રૂપ ઈન્ટરનેટ પર બધા ભેગા થયા હતા .અને ઓસ્ટ્રેલિયાથી આવેલા નવા ઓજસ્ભાઈ પણ જોડાયા હતા ,એમણે ઓળખાણ આપતા કહ્યું ,મારો ભાઈનો દીકરો એરોનોટીકલ એન્જી, છે અને દિલ્હીમાં પોસ્ટીંગ થયું છે એરલાઈનમાં એને ત્યાં આવ્યો હતો .તો થયું ચાલો મારા શહેરમાં પણ બધાને મળતો આવું. ગયા વરસે મારા પત્ની કેન્સરમાં ગુજરી ગયા અને એક દીકરો છે એ ભણે છે . .થોડી વાર વાત કરી આશવી પોતાના રૂમમાં જતી રહી .એને ખૂબ સારું લાગ્યું મમ્મીને આ રીતે હસ્તી બોલતી જોઇને .
થોડા સમય બાદ દિલ્હીવાળા ભત્રીજાની રીતસર ઓફર લગ્ન માટે ઓજસે કરી અને ભાઈ તથા બધાને ગમી ગયું . આસ્વીનાં લગ્ન ગોઠવાયા અને આશવી એ દિલ્હી જોબ ટ્રાન્સફર પણ કરી લીધી .આશવીનો ભાઈ પણ બેંગ્લોરમાં ડોક્ટર છોકરી જોડે ગોઠવાઈ ગયો .
સાસરે ખૂબ સુખી હતી ,આશવી અને મમ્મી સાથે વાતો થતી ક્યારે મળવા પણ આવી જાય .એક દિવસ આશવીનાં પતિએ આશવીને કહ્યું ,"જે રીતે ઓજસ્કાકાએ આપણને ભેગા કર્યા એમ હું મારા ઓજસ કાકા માટે તારા મમ્મીનો સાથ માંગુ છું ".અને આશવી તો અવાક બની ગઈ .એના પતિ એ કહ્યું," અમારું ફેમીલી ખૂબ પ્રેમાળ અને મોર્ડન છે ,બે વ્યક્તિનાં સુખ વચ્ચે સમાજનાં નિયમોને જરા પણ નથી માનતા ."
મમ્મીને ખૂબ સમજાવી અને ભાઈની આર્ગ્યુમેન્ટનો પણ બંનેએ બરાબર જવાબ આપ્યો ,આશવી કહે ,'મમ્મી ,તેં તારા જીવનનાં અમૂલ્ય વરસો અમને આપ્યા .આમ તો વ્યક્તિ એકલા પણ જીવી જાય પણ સાથ હોય તો વધરે મધુરું લાગે અમને તારા સુખ માટે વિચારવાનો હક્ક નથી ? આવા પ્રેમાળ મિત્ર પતિ તરીકે મળે એ સૌભાગ્ય છે .'
અને રક્ષાએ નવું જીવન શરુ કરવા ઓજસ સાથે ઓસ્ટ્રેલિયા તરફ લગન કરી પ્રયાણ કરી દીધું.

No comments:

Post a Comment