Tuesday 11 October 2016

હું અને મારી સજા

હું અને મારી સજા
કોલેજ વહેલા વહેલા પહોચાવાનું અને આજે તો હરિતની વર્ષગાંઠ ઉજવવાની છે .
"મોડી આવીશ" કહીને જાસ્વી નીકળી .કોલેજ પહોચી જલ્દી થી હરિતને વિશ કર્યું .હરિત કહે ,

"આ રીતે નહિ ,આજનો પ્રોગ્રામ જુદો ઘડ્યો છે ."
અને બંને દરિયાકિનારે એક સરસ જગ્યા એ જઈ પહોચ્યા .પ્રેમની રજુઆત કરી હરિતે અને કહ્યું," બસ આ વરસ પતે એટલે ઘરે વાત કરી દઈએ અને પછી લગ્ન કરીશું .આજે મારે ખુબ સરસ પળો ગાળવી છે તારી સાથે." જાસ્વી બોલી.
 "એટલે ? "
"એટલેકે શાંતિથી વાત કરવા રૂમ પણ છે " હરિતે કહ્યું . થોડું ખચકાઈ જાસ્વી ,પણ પ્રેમનાં આવેગ સામે બધી દલીલો નકામી થઇ ગઈ રૂમમાં .
બહુજ સુંદર પ્રેમની ક્ષણોને યાદ કરતા એણે બધા નકારાત્મક વિચારો દૂર કરી દીધા .રાત્રે મોડેથી ઘરે પહોચી .રૂમમાં સુતાં સુતાં વિચાર કરવા લાગી .મારો પ્રેમ સાચો છે અને હું બધા વિઘ્નોને પાર પાડીશ . બીજે દિવસે કોલેજમાં પણ થોડી અતડી અતડી ફરવા લાગી .પણ હરિત તો બિન્દાસ.જાણે કઈ થયું જ નથી .ફ્રેન્ડ ઘરે આવી હતી .હસતાં હસતાં બધા વાતો કરતા હતા .પણ મન અંદરથી મુઝાતું હતું જાસ્વીનું, અને જયારે થોડા વખતમાં ખબર પડી કે પોતે પ્રેગ્નન્ટછે . તરત હરિતનો સંપર્ક કર્યો .પણ હરિત કોઈ રીતે તરત લગ્ન કરવા કે ઘરમાં કહેવા તૈયાર નહિ થયો .અને કમને જાસ્વીએ એબોર્સન કરાવી લીધું .ખૂબ સંસ્કારી અને લાગણીશીલ જાસ્વીએ જેમ તેમ પરીક્ષાનાં દિવસો પસાર કર્યા.
વેકેશનમાં એક યોગ શિબિરમાં ગઈ ત્યાં બાજુમાં  આવી એક ભાઈ બોલ્યા.
"તમને ક્યાંક જોયા લાગે છે .હા ...મારા ર્રિસોર્ટ માં આવ્યા હતા હરિત સાથે.હું ત્યાં મેનેજર છું . "જાસ્વી એ વાત વાળી લીધી ,
"હા એની બર્થડે માટે પાર્ટી હતી ." પેલા ભાઈ બોલ્યા .
"તમારા મિત્ર ની વર્ષગાંઠ વરસમાં ૪-૫ વખત આવતી લાગે છે તમારીજ કોલેજની ઘણી છોકરી સાથે ઉજવવા આવે છે . "અને જાસ્વીને તો આખી દુનિયા ઘૂમતી હોય એવું લાગ્યું . ફરી બોલ્યા , "મારા ફ્રેન્ડ ની બેન ઉજવાલ્લા પણ ફસાઈ હતી .પણ એતો હવે અમેરિકા જતી રહી છે તમારે જાણવું હોય તો ફોન કરી જાણી લેજો . અત્યંત પૈસાદાર ઘરનો છોકરો છે અને પપ્પાના ફ્રેન્ડની છોકરી સાથે નક્કી થવાનું છે ." જાસ્વી સમજી ગઈ ખૂબ મોટા વિશ્વાસ્ઘાત થયો છે. 
હરિતનાં ઘરે પહેલી વાર ગઈ ત્યાં કોઈ હતું નહિ .અને વોચમેને કહ્યું .
"એ તો બધા નાના શેઠનાં લગ્ન નક્કી થયા, તે બહારગામ પાર્ટી કરવા ગયા છે . "
અને ત્યાર પછીની વાત તો કોઈ વાત રહી જ નહિ ,એકદમ ઉદાસ હર્દયે જાસ્વીને ઘણા મરી જવાનાં ખોટા વિચારો આવ્યા પણ ..... આખરે ખુબ સન્માન પૂર્વક દીક્ષા લેવાનો નિર્યણ લીધો અને વિચાર્યું ,બસ આજ મારી સજા છે. પૃથ્વી પર અવતરતા મારા અંશનું મેં ખૂન કર્યું છે.હું હવે સાબિત પણ શું કરી શકવાની .સમાજનાં લોક કલ્યાણ અર્થે કઈ કરી શકું તો બસ .
-મનીષા જોબન દેસાઇ

No comments:

Post a Comment