Tuesday 11 October 2016

સિઘ્ઘાંત

બારી પાસે ઉભી સર્જીતા ,કુંડામાં પાણી રેડી રહી હતી .ત્યાંતો પપ્પા દીવાકારભાઈ આવ્યા.
"વાહ,આવી મોટી ડોક્ટર થઇ છે, પણ સ્ત્રીસહજ ઋજુતા જોઈ દીકરા તારી મમ્મી યાદ આવી ગઈ. જે કાળજીથી તને ઉછેરી છે..."અને દિવાકરભાઈની આંખ ભરાઈ આવી .સર્જીતાનાં અભ્યાસ દરમિયાન જ મમ્મીનું કેન્સરને કારણે મૃત્યુ થયું હતું .એકલા પડી ગયેલા પપ્પાને ક્યારેય કમી નો અહેસાસ નહિ થવા દીધો અને દીવાકરભાઈ પણ પોતાનાં કાળજાનાં ટુકડાને આમ એકલે હાથે ઘરની જવાબદારી અને અભ્યાસમાં બને તેટલા મદદરૂપ થવા પ્રયત્ન કરતાં. ૩ વર્ષ પહેલા m .d . કમ્પ્લીટ કરી શહેરની ની મોટી હોસ્પિટલ માં જોઈન્ટ થઇ હતી.સીનીઅર ડોક્ટર વાસ્તવે ગાયનેકની હોસ્પિટલ શરુ કરી અને સર્જીતાને પાર્ટનરશીપ ઓફર કરી 
"થેન્ક્સ  વાસ્તવ ,પપ્પા જોડે જરા વાત કરીને ફાઈનલ કહું ."
રાત્રે વિભાકારભાઈની મંજુરી મળી જતાં વાસ્તવને ફોન કરી યસ કર્યું .સર્જીતા અને વાસ્તવની મહેનત સફળ રહી. ધીરે ધીરે હોસ્પિટલનું નામ થવા લાગ્યું.એક સાંજે વાસ્તવે સર્જીતાને મેરેજ માટે પ્રપોઝ કર્યું .'
"સર્જીતા ,મને વિશ્વાસ છે કે સાથે કામ કરવું ગમ્યું તેમ મારી સાથેનું સહજીવન પણ તને ગમશે " સર્જીતાની આંખ થોડી શરમાઈ અને વાસ્તવનાં લંબાયેલા હાથમાં હાથ મૂકી ,
"હા બહુ ગમશે " અને રાતે  પપ્પાને જઈને વાત કરી .વિભાકરભાઈની આંખ દર્દ અને ખુશી થી છલકાઈ  ઉઠી.
"દીકરા ,તારું અને વાસ્તવનું ભવિષ્યવધુ  ઉજ્જવળ બને એવા મારા અંતરના આશિષ છે ,ખૂબ સુખી થાવ " અને.... સરસ એન્ગેજમેન્ટનું ફંક્શન ગોઠવ્યું . વાસ્તવની સિસ્ટર નેક્સ્ટ યર અમેરિકાથી લગ્ન અટેન્ડ કરી શકે એમ હોવાથી ૧ વર્ષ પછી લગ્ન રાખ્યા . વાસ્તવ તો સંડે પણ હોસ્પિટલમાં બીઝી રહેવા માંડ્યો .સર્જીતા કહે
"આટલી  શું જલ્દી છે પૈસા કમાવાની ? "
"આપણે લગ્ન પછી તરત નવી ટાઉનશીપનાં બંગલામાં  શિફ્ટ થઇ જઈએ એવો વિચાર  છે "
"તો હું પણ સંડે આવવા માંડુ"
"ના ના હું એકલો જ હેન્ડલ કરી લઈશ " 
૭-૮ મહિના થઇ ગયા લગ્નનાં દિવસો નજીક આવતા હતાં .  સર્જીતાને  પપ્પાની પણ ચિંંતા થતી હતી . પણ વિભાકરભાઈ
"તું શહેર માં જ તો છે .મળવા આવ્યા કરજે અને તારા બાળકો થાય તેને રમવા મૂકી જજે "કહી હસવા માંડ્યા.સર્જીતા પણ ભાવી જીવનના સપના માં ખોવાઈ ગઈ.
"પપ્પા ,આજે સાંજે મારી ફ્રેન્ડ અમદાવાદથી આવી છે.મળવા જાઉં છું "
           
યોમાં ખાસ મિત્ર એની . બેસી ને ખૂબ વાતો કરી . ,ત્યાં એના ભાભી આવ્યા .એમને જોઈ સર્જીતા બોલી ઉઠી "અરે ભાભી ,કેમ આવા થઇ ગયા છો ?તબિયત બરાબર નથી ?"યોમાં બોલી "મને પણ આજે જ આવી ને ખબર પડી કે બે દીકરી છે એટલે હવે દીકરાની આશમાં બે વાર અબોર્શન કરાવ્યું .હું તો બહુ ખીજવાઈ મમ્મી અને ભાઈને ." સર્જીતા કહે કોણ છે એ ડોક્ટર અમે તો આખું એસોસીએસન સખત પગલાં લેવાના છે "
"હમણાં નવા જ ડોક્ટર છે  વાસ્તવ શેઠ,એમની હોસ્પિટલ માં ફક્ત રવીવારેજ એબોર્શનનાં કેસ લે છે .એ દિવસે તો આખા દિવસ ના ૮-૧૦ ઓપરેશન હોય છે" અને સર્જીતા પર તો જાણે વીજળી પડી .આંખમાં ગુસ્સાથી આંસુ ભરાઈ આવ્યા અને યોમાં એકદમ સર્જીતા ને વળગીને આશ્વાસન આપવા માંડી ..
"સર્જીતા પ્લીઝ  શાંત થા. હવે શું કરી શકીએ આપણે ............?" ભાભી તો એકદમ સ્તબ્ધ થઇ ગયા જાણીને કે વાસ્તવ શેઠ એના ફીઆન્સે  છે . એકદમ ગુસ્સામાં સર્જીતા ઘરે આવી અને રૂમમાં જઇ ખુબ જ રડી .વિભાકરભાઈએ બે -ત્રણ વાર બુમ પાડી ને પછી ફોન કર્યો ત્યારે પપ્પાને ભેટી ને બહુ રડી .
"પપ્પા ,મારા નસીબમાં આવું સમાધાન કરવાનું આવ્યું. તમારી દીકરી કોઈ દિવસ આવું  સીન્દ્ધાંતને નેવે મૂકી આવું  કામ નહિ કરે અને આજે મારી હોસ્પિટલમાં મારા જ ભાવી પતિ આ રીતે અનીતિ કરે " વિભાકારભાઈની આંખ પણ ગુસ્સા થી લાલ થઇ ગઈ .
"આવું તો કઈ રીતે સાંખી લેવાય ?પણ દીકરા તું જરા ધીરજ થી કામ લેજે.આવેશમાં આવી કોઈ નિર્યણ નહિ લેતી " વાસ્તવને ફોન કર્યો "મારે તારી સાથે થોડી શાંતિ થી વાત કરવી છે "
"કેમ શું થયું  આટલી અકળાયેલી કેમ છે ?" અને સર્જીતાએ એબોર્શન વિષે પૂછ્યું તો વાસ્તવ એકદમ, "એ તો ...ઓહ યા ....કોઈ વાર ...હા..હા"  વગેરે વાતમાં ગોટાળા મારવા માંડ્યો. અને  સર્જીતા સમજી ગઈ કે એની જાણ બહાર  એકદમ નિયમો રેઢા મૂકી પૈસા ની
ધૂન માં લાગ્યો છે .
"આ બધું બંધ થવું જોઈએ "
"સર્જીતા તારા આવા ફાલતું સિદ્ધાંતોને કંઈ હું અનુસરવાનો નથી .તારા ને તારા બાપનાં વિચાર તારી પાસે રાખ " અને સર્જીતા,
'તો હવે આપણે પણ સાથે નહિ હોઈએ "કહીને આવી ગઈ અને અમેરિકન હોસ્પિટલમાં ગાયનેક વિભાગ માં જોઈન્ટ થઇ ગઈ. પપ્પાને પણ અમેરિકા આવવાનું કહ્યું અને એક મહિના પછી પેપરમાં ન્યૂસ હતા . 'શહેરનાં પ્રખ્યાત ડોક્ટર વાસ્તવ શેઠની ગેરકાયદેસર એબોર્શન માટે ધરપકડ અને આ કારણ સર એમનાં ભાવી પત્નીએ વિવાહ તોડી નાખ્યાં અને કાયમ માટે હોસ્પિટલને અલવિદા  કહી દીધી "

No comments:

Post a Comment