Tuesday 11 October 2016

સમાધાન

" ઓહ ,આ ઓફીસ જવાનો સમય ને ,મોબાઈલ કંપનીઓનાં સ્કીમ વિષેનાં મેસેજ." બબડતાં પ્રકૃતિએ કાર સ્ટાર્ટ કરી .એડ . એજન્સીની નવી ઓફીસમાં કંપની તરફથી કાર ,રહેવાનું અને આકર્ષક પગાર હોવાને લીધે પોતાનાં શહેરથી દિલ્હી આવી હતી .વિચારેલું થોડા સમયમાં સેટ થયા બાદ મમ્મી -પપ્પાને બોલાવી લઈશ . પોતાનાં શહેરમાં એવોર્ડ પણ મેળવી ચુકી હતી અને નવી ઓફીસમાં પણ કાર્ય નિષ્ઠા માટે બોસ પ્રભાવિત થયાં હતા .વિદેશી કંપનીઓ સાથેની મીટીંગ પહેલી વાર હેન્ડલ કરવાનું કામ સોપાયું ત્યારે ખૂબ ગર્વની લાગણી અનુભવતી પ્રકૃતિએ ઘરે સરસ પોર્ટફોલીઓ તૈયાર કરી એડ .શૂટિંગનાં લોકેશન પર પહોંચી ગઈ. નવા આવેલા મોડેલ જીગ્સ ખન્ના એ ઓળખ આપી હાથ મેળ્વયાં
'વેલ મેમ , આજનીં થીમ સમજાવી દો,અને વી સ્ટાર્ટ શૂટિંગ ." પ્રકૃતિ પણ એટલું એનેર્જેટીક ફિલ કરતા બોલી,"વેલકમ જીગ્સ ,મઝા આવશે કામ કરવાની " અને વિદેશથી આવેલા કંપની એક્ઝીક્યુટીવને કન્સેપ્ટ સમજાવવાની શરુ આત કરી . સાંજ થઇ ગઈ બધું પેકપ કરતા .બહાર નીકળી પાર્કિંગ તરફ જતાં પાછળથી અવાજ આવ્યો ,
જીગ્સ હતો ," હાય ,ફીલિંગ ટાયર્ડ ? 
" ઓહ , નો રોજનું રૂટીન છે ,"
"ચાલો આજે નવી ઓળખાણની ખુશીમાં સાથે ડીનર લઈએ ."
પ્રકૃતિ જરા અટકી , પછી તરત "નો,પ્લીઝ આજે નહીં ફરી કોઈ વાર આજે મારાં પાડોશી આંટી કંઈ બનાવવાના છે તે મોકલશે . લકી છું ,સરસ નેબર મળ્યા છે ."
"ઓ.કે . ગૂડ નાઇટ"
"પણ તમને મારું કામ કેવું લાગ્યું ?"  જીગ્સનોં સવાલ અને પ્રકૃતિ કાર પાસે આવી ગઈ એટલે વાત અટકી .
"ઓ.કે મારે માટે ફોન પર વાત કરવાનો થોડો સમય બગાડશો ? અને પ્રકૃતિ હસી પડી .
"એવું નથી ,સ્યોર વાત કરશું , બાય "
દિલ્હીનો હેવી ટ્રાફિક કોણ જાણે કેમ આજે પ્રકૃતિને હળવો લાગ્યો .મનમાં ધીમું સંગીત ગુંજતું હોય અને પવન સાથે વહી આવી હોય એમ જલ્દીથી ગીત ગણગણતી લીફ્ટ સ્ટાર્ટ કરી .નીચેનાં ફ્લોર પર રહેતો ચરણજીત ભાઈનો દીકરો પમ્પી કહે ,વાઉ , પ્રકૃતિદીદી હેપ્પી હેપ્પી ,નાઈસ વોઈસ હંમ.....ને પ્રકૃતિ ,"હેય જસ્ટ કૂલ " જાણે પોતાની જાતને સમજાવતી હોય એમ લીફ્ટમાંથી નીકળી .આંટીને ત્યાંથી ચાવી લઇ ઘરે રિલેક્ષ થઇ સીધી બેડમાં હાથમાં મોબાઈલ લઇ બેસી રહી .ને.... અચાનક વિચાર્યું .આજે આ શું થયું છે ? આવીને ટી.વી જોઈ ફોન સ્વિચ ઓફ કરી ઉંઘી જવાની મારી આદતને .આજે નથી થાકી હું ? અને એકલા હસાઈ ગયું .ને... રીંગ વાગી ,જીગ્સ જ હોય ને! વાતો ચાલી સરસ, નવી એડ્સ માટે જીગ્સને નવાં સૂચન કર્યા . કામ સરસ રીતે ચાલતું હતું .આખો કન્સેપ્ટ જાતે તૈયાર કરતી .જીગ્સ અને પ્રકૃતિનાં કામથી કંપની ખુશ હતી અને  નવા કેમ્પૈન માટે પણ જીગ્સને સાઇન કર્યો .
જીગ્સ પ્રત્યેનું આકર્ષણ પ્રેમમાં પરિવર્તિત થઇ ગયું હતું પણ કોણ જાણે કેમ પ્રકૃતિ થોડી કબૂલ કરવાનું ટાળતી હતી. ક્રિશ્ચિયન માતા પંજાબી પિતાનું એકમાત્ર સંતાન જીગ્સ ખાસ્સો બિન્દાસ જણાતો હતો . સફળતાનીં ખુશીમાં પાર્ટી રાખી .એને માટે જાન રેડી દીધી હતી એવી પ્રકૃતિને સ્પેશીઅલ ડીનર માટે ઇન્વાઇટ કરી અને સરસ ભેટ આપી
"થેન્ક્સ પ્રકૃતિ, યુ મેક મી ગ્રેટ વિથ યોર બ્યુટીફૂલ કન્સેપ્ટ." આપણે બંને આ વીકેંડ નજીકનાં હિલ-રિસોર્ટ જઈએ એવું પ્લાનીંગ કર્યું છે ."
પ્રકૃતિની આંખમાં આંખ પરોવી મનગમતાં જવાબનીં રાહ જોતો રહ્યો. 
.''ઓહ .જરા વિચારીને કહું ,થોડું કામ પણ પેન્ડીંગ છે "
" મારા કરતાં પણ વધારે જરૂરી છે ?"
"નોટ લાઈક ધેટ ,પણ મારું કમિટમે્ન્ટ ફોર વર્ક.... "
OK ,ફાઈન .આવતીકાલની પાર્ટીમાં મળીએ .
બધા પાર્ટી એન્જોય કરતા હતા .ત્યાં બોસ પણ ફેમીલી સાથે આવ્યાં અને બધાને વિશ કર્યું. બોસનીં દીકરી વિલીના સ્ટડી કમ્પ્લીટ કરી વિદેશથી આવી હતી .એ તો જીગ્સને જોતાં
" ઓ માય  હેન્ડસમ મોડેલ ,જસ્ટ માઈન્ડ બ્લોઇંગ ટૂ મીટ યુ ."
બધાં સાથે સેલ્ફી લેતા હતા. પ્રકૃતિ પણ સફળતા અને પ્રેમનાં નશામાં ઝૂમી ઉઠી . ઓફીસ અને બહારનાં વર્કમાં એટલો સમય જતો કે પ્રકૃતિ સમય જ ફાળવી નહીં શકે જીગ્સને .,જીગ્સ પણ નવી બીજી કંપનીનાં એડ્સ કરવા માંડ્યો , અને બોસની દીકરી વિલીના સાથે ખાસો સમય વીતાવવા માંડ્યો .જે પ્રકારનાં હાઈ- ફાઈ સર્કલમાં જીગ્સ રહેવા ટેવાયેલો હતો ,એ બધું વિલીના સાથે વધુ મેળ ખાતું હતું .આ તરફ બોસ પોતાની નવી બ્રાંચ પ્રકૃતિનાં શહેરમાં શરુ કરવા માંગતા હતા અને મેઈન હેન્ડલીંગ પ્રકૃતિને સોપ્યું .પ્રકૃતિએ ઓફર સ્વીકારી લીધી અને ઘરે રહેવાના આનંદ સાથે જીગ્સથી દૂર જવાની મિશ્ર લાગણી અનુભવી રહી હતી .અને જીગ્સ તો એટલો ગુસ્સામાં કે વાત કરવાની પણ બંધ કરી દીધી .ભારે હૈયે બાજુવાળા શર્મા આંટી ,પમ્પીને બધા સાથે સરસ ડીનર અને ઓફીસમાં પણ બધાએ ફેરવેલ પાર્ટી રાખી .બધું પેકઅપ કરી ઘરે પાછી ગઈ અને ઓફીસ હેન્ડલ કરવા માંડી . 
સરસ ગોઠવાઈ રહી હતી જીંદગી .પણ દિલ જીગ્સ વગર ખાલી થઇ ગયું હતું ,ત્યાં કોઈને ગોઠવવું અશક્ય હતું .એ સમજી ગઈ હતી કે વિલીનાંએ આપેલી ઓફરમાં એનો જીગ્સ હારી આવી હતી . જીંદગીનું આ સમાધાન એની મહત્વાકક્ષાનું પરિણામ હતું .
-મનીષા જોબન દેસાઇ

No comments:

Post a Comment