Tuesday 11 October 2016

પે્મ કે વેર

રેસ્ટોરાંમાં બેસી રાજદીપ, ઐયાઝ અને દીવા કોલેજ છૂટે પછી રોજ કવિતા ,ગઝલની બેઠક જમાવે .નવી નવી બુક્સ અને e-બુક્સ પણ ડિસ્કસ થાય.આર્ટનાં વિદ્યાર્થીએમાં ગુજરાતી લીટરેચરની સભાઓ ગજવતો રાજદીપ .કોલેજનાં સમયથીજ લેખ,રાજકીય સમીક્ષા અને આક્રમક મિજાજ. ઐયાઝ જીંદગીનાં દુખ -દર્દની અને વાસ્તવિકતાનો શાયર .દીવાતો ભણવામાં એકદમ તેજ .વિચારો શેર કરતાં જાય અને ભવિષ્યનાં સપનાઓ ઘડતાં જાય .સમયની ગતિ એવી જ તેજ રીતે સરકતી જાય અને એ પ્રવાહમાં વહેતાં વહેતાં એક દિવસ રાજ્દીપે દીવાને અચાનક સરપ્રાઈઝ આપી પ્રેમ વ્યક્ત કરતો લેટર લખ્યો. દીવાએ પ્રેમ સ્વીકારતો પ્રેમ્ભીનો જવાબ આપ્યો સાથે ઐયાઝનાં શેર પણ ટાંક્યા . ઐયાઝની શાયરીઓ યુવા જગતમાં ખૂબ ઝડપથી લોકપ્રિય થઇ ગઈ હતી .સોશિઅલ મીડિયા પર પણ અત્યંત સંવેદનશીલ શાયર કવિ તરીકે છવાઈ ચુક્યો હતો .દીવાએ એમ.એ. કરી કોલેજમાંજ લેકચરર તરીકે જોઈન્ટ કર્યું .રાજ્દીપે ઘરનાં બીઝનેસ સાથે રાજકીય એક્ટીવીટીમાં ભાગ લેવાનું શરુ કર્યું.
બંનેના પ્રેમનાં સાક્ષી ઐયાઝને એટલો આંચકો લાગ્યો જ્યારે દીવાએ લગ્ન નહીં કરી શકવાની માફી માંગતો પત્ર લખી ઘરેથી ગોઠવેલા લગ્ન મંજૂર કરી લીધાં .રાજદીપ ખૂબ ગુસ્સે થયો અને એકદમ આક્રમક મૂડમાં ધમાલ મચાવવાનું શરુ કર્યું પણ ઐયાઝે એને સમજાવીને રોક્યો.
"આવું કરવાથી તું વધુ પ્રેમ કરે છે એમ સાબિત કરીશ ?"
"નાં ,પણ હું એને કદી માફ નહિ કરું."
"દોસ્ત ,જીંદગી ખાલી સપનાઓ જોવા માટે નથી .વાસ્તવિકતાનો સ્વીકાર કર ." 
રાજદીપે પાતાની રાજકીય પ્રવૃત્તિમાં ધ્યાન પરોવ્યું .દીવા પોતાના પતિ સાથે જીવન ગોઠવી રહી હતી .ઐયાઝ ક્યારેક દીવાને ફોન કરી ખબર પૂછતો રહેતો .રાજદીપની રાજકીય પોઝીશન એકદમ મજબૂત બની રહી હતી .પોતાનું ઘર પણ ગોઠવાઇ ગયું હોવા છતાં એના દિલમાં વેરની ભાવના સળગતી રહેતી હતી .ઐયાઝ જાણતો હોવા છતાં પણ ક્યરેય રાજદીપને દીવા વિષે જણાવતો નહીં .એ જાણતો હતો કે દીવાનાં સુખ વિશે જાણશે તો રાજદીપ સળગી ઉઠશે અને વધુ હેરાન થશે અને કરશે પણ .અચાનક એક દિવસ એક ફંકશનમાં દીવા એનાં પતિ અને નાના દીકરા સાથે આવી હતી .બધા સાથે હસીખુશી મળતા એને દૂરથી જોઈ રાજદીપ અેને  સામેથી જઈને મળ્યો.
"અરે, દીવા તું અહીં ?" અને એના પતિ વિદ્યુતને નવાઈ લાગી .
"તું એમને ઓળખે છે ?"
"ઓહ ....અ..હા.. અમારી કોલેજમાં હતાં " અને રાજદીપ દીવાને જાણીજોઈને વાતમાં ગૂંચવવા માંડ્યો .દીવાએ જલ્દીથી....
"સોરી ,અમારે જરા જલ્દી ઘરે જવાનું છે " અને  બહાર નીકળી ગઈ .વિદ્યુત કહે ,"અરે ,કેમ આમ કરે છે ,મારે જરા મારા બીજા ફ્રેન્ડને પણ મળવાનું હતું " 
"પણ હું તો તમને કહેતા ભૂલીજ ગયી કે કાલે સવારે દિશવને સ્કુલમાં જલ્દી જવાનું છે .બે દિવસ પછીની ટ્રીપની તૈયારી માટે મમ્મીઓને સ્કૂલમાં બોલાવ્યા છે "
"ઓકે.નો પ્રોબ્લેમ" 
વિધુત પણ શહેરનો પ્રખ્યાત વ્યક્તિ હતો એનો ફોન શોધતા રાજદીપને વાર નહિ લાગી. એક વાર ઘરે ફોન કરી કોઈ પાસેથી દીવાનો મોબાઇલ નંબર મેળવી ફોન કર્યો .દીવા એકદમ સન્ન થઇ ગઈ.
"કેમ નજર સામે ભૂતકાળ જોઈને આંખ ફેરવવા માંડી ?" 
"રાજદીપ ,હવે એવી વાત કરીને શું અર્થ છે .મેં આપણી બધી યાદોને દિલનાં અંધારા ખૂણામાં છુપાવી દીધી છે .અને મારે એ વિષે કોઈ વાત નથી કરવી ."
"એમ તું કહે એ રીતે મારે થોડું કરવાનું હું તારી બેવફાઈ કદી નહિ ભૂલી શકું "
"પ્લીઝ, મને શાંતિથી જીવવા દે"
"તારા બધા પ્રેમપત્રો અને આપણાં દરિયાકિનારેનાં ફોટા હજુ એમ જ સાચવી રાખ્યા છે "
"કેમ પણ, એને એજ દરિયાનાં મોજામાં વહાવી દે.અને આટલી સરસ રાજકીય કારકિર્દી સાથે વધુ ઉંચે જા અને મને હવે ફોન કરી મારા સુખી જીવનમાં આગ નહિ લગાડ .પ્લીઝ, મારા પતિ જાણશે તો હું ક્યાંયની નહિ રહું " 
પણ રાજદીપ વારવાર ફોન કરતો અને એને મળવા માટે જીદ કરતો.દીવાએ ઐયાઝને પણ બધું જણાવ્યું પણ ઐયાઝ રાજદીપને કંઈ કહી શકે એમ નહોતો .એક વાર હિંમત કરી રાજ્દીપે ફાર્મ પર બોલાવી ત્યાં મળવા ગયી . એનાં ખૂબ સમજાવા છતાં દીવા પતિને છોડી દેવાનાં દબાણ માટે તૈયાર નહિ થઇ .રાજ્દીપે એને પ્રેમનાં કસમ આપીને લાગણીવશ કરી અને દીવા રાજદીપ સાથે સંબંધમાં તણાવા લાગી. મનફાવે ત્યારે મળવાં બોલાવતા રાજદીપથી દીવા એટલી ત્રાસી ગયી હતી પણ કોઈને કંઈ કહી નહોતી શક્તી .ઘરમાં વારવાર બહાનું બનાવી નીકળતી .એક દિવસ હિંમત કરી એને મળવાની નાંજ પાડી દીધી.રાજ્દીપે ફરી ધમકી આપવી શરુ કરી દીધી. ને ,એક સાંજે ફાર્મ પર ખૂબ ઝગડો થયો બંને વચ્ચે ,રાજ્દીપે ઐયાઝને પણ બોલાવ્યો .એને સમજાવવાં ખૂબ પ્રયત્ન કર્યો પણ ગુસ્સામાં રાજદીપે દીવાને જોરથી ધક્કો માર્યો અને લોખંડનાં ટેબલની ધાર વાગવાથી દીવાનું તત્કાળ મૃત્યુ થયું. આ જોઈને ઐયાઝે ગુસ્સામાં રાજદીપને મારવાનું શરુ કર્યું, ,પણ રાજદીપ વધુ ચપળ નીકળ્યો ,એણે એજ રીતે ઐયાઝને પણ પતાવી દીધો .
અને ત્રીજે દિવસે પેપરમાંઅને ટીવી પર સ્ટોરી છપાઈ કે કોલેજનાં બે જુના પ્રેમી ઐયાઝ અને પરિણીત યુવતી દીવાએ રાજકારણી મિત્ર રાજ્દીપજીનાં ફાર્મ પર ઘણાં સમયથી મળતા રહેતાં પણ સાથે જીવન નહિ જીવી શકવાને કારણે કરેલી આત્મહત્યા .
અને... સાથે રાજદીપનો શોકસંદેશ પાઠવતો મેસેજ અને શ્રદ્ધાંજલિનો ટીવી ઈન્ટરવ્યું.
  -મનીષા જોબન દેસાઇ

No comments:

Post a Comment