Tuesday 11 October 2016

શું સમજાઉં?

શિપ્રા દોડતી દાદર પરથી કિચન પાસે આવી .
"મમ્મી ,હજુ તો તારું શાક વાઘારવાનું બાકી ,મારે તો થીસીસની તૈયારી  માટે ઓડીઓ  સી.ડી .લઈને યુનીવર્સીટી  પહોચ્વાનું છે."
 
"૧૦ મિનીટ માં બધું કમ્પ્લીટ થઇ જશે, જમીને જ  જા.તિથી છે, દાદાના ફોટાને પગે લાગતી જજે" .એટલામાં તો રૂમમાંથી ઉર્વાફોઈ બહાર આવ્યાં .
 
"શું છે દીકરી ?,કેમ આટલી ઉતાવળ કરે છે? ચાલ હું પીરસવા માંડુ એટલામાં શાક પણ થઇ જશે અને નાનકો શોપમાંથી  શીખંડ અને ખમણ લઈને આવતોજ હશે ." જલ્દી જલ્દી જમવાં બેઠી.ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરતી હતી ત્યાંતો નાનકો પણ આવીને "બેન બધું આવી ગયું છે .તમારી ગાડી પણ ચકચકાટ કરી દીધી છે."
 
"થેંક્યું નાનકાભાઈ બાય મમ્મી ,ફોઈ તમારી બૂક સાંજે આવતા લાઈબ્રેરીથી લેતી આવીશ "
 
"થેન્ક્સ દીકરી સાચવીને જજો "
       
શિપ્રાનાં પપ્પા સુદીપ જસાણીનું શહેરમાં મોટા બીઝનેસમેનમાં નામ.નાનો દીકરો  ઓસ્ટ્રેલિયા ફર્ધર સ્ટડી માટે ગયો હતો અને શિપ્રા ભણે .ઉર્વાફોઈ નાની ઉમરમાં વિધવા થયા બાદ ભાઈને ત્યાંજ રહે . વરસોથી બોમ્બે મોટાભાઈ અને પોતે દુબઈ બીઝનેસ શિફ્ટ કર્યો.નાનકાને પણ મુંબઈથી સાથે જ લઇ આવેલા.શિપ્રાનાં  બધા  ફ્રેન્ડ પણ જુદા જુદા દેશમાંથી ભણવા આવેલ .,થોડા લોકલ સીટી  નાં ફ્રેન્ડ થઇ ગયેલા. ૩વર્ષની હતીને આવી ગયેલા. મુંબઈ થોડા કઝીન સાથે કોઈ વાર વાતો કરતી.દુબઈ તો એકદમ તરવરતું વેસ્ટર્ન શહેર .સાંજે આવતી વખતે ફોઈની બૂક લઇ ફ્લાવર શોપમાં ફ્રેન્ડની પાર્ટી ગીફ્ટ માટે સિલેકશન કરી રહી હતી ,
 
"ઓહ હાઇ, ધીસ બ્લુ  ફ્લાવર આર  રીઅલી  વેરી  નાઇસ "
 
"સોરી સર , મેમ સિલેક્ટ  ધીસ ડીઝાઇન બુકે ફોર હર ફ્રેન્ડ "
 
'ઓહ  ઇટ્સ ઓકે"
 
શિપ્રાએ જરા પાછળ ફરીને જોયું ,એકદમ હેન્ડસમ ગ્રીન આંખોવાળો યુવક એને સ્માઈલ આપી રહ્યો હતો .જરા સ્માઈલ આપી એડ્રેસ નોટ કરાવ્યું અને પે -કાઉન્ટર  પર ઉભી હતી ત્યાં પાછળ  લાઈનમાં આવીને ઉભો રહ્યો .ટર્ન  થતાં ફરી એ બોલ્યો ,
 
"ગૂડ ઇવનિંગ ,ઇન્ડિયન ?"
 
"યા "
 
"આઈ  એમ ઓલ્સો ઇન્ડિયન....રંગજિત સહાની .........ન્યુ હિઅર..... અર્બન-  પ્લાનિંગ  સ્ટડી હિઅર .માય ફેમીલી ઇન ઇન્ડિયા મોમ એન્ડ ડેડ."
 
"નાઈસ ટુ મીટ યુ .આઈ  એમ શિપ્રા જસાણી .માય  ફાધર ઇસ અ ઓનર  ઓફ જસાણી કન્સ્ટૃકશન .એન્ડ આઈ એમ સ્ટડીંગ  લેન્ડ સ્કેપ ડીઝાઇન ." 
         
નાનકડી મુલાકાત ખબર નહિ કેમ શિપ્રાને રોજ રાતે  યાદ આવ્યા કરતી હતી .એની આંખોમાં લાગણીનું પંખી બની ઉડી જાઉ  તો કેવું લીલું આકાશ જેવું લાગે ,નાં.. નાં ....ઊંડા સમુદ્રમાં લીલી લીલી શેવાળ અને રંગબેરંગી માછલીઓ વચ્ચે તરતી હોઉં એવું લાગે .અને પાસે પડેલા રેશમી ગુલાબી તકિયા પર  નામ  લખતી એકલી હસી પડી અને એનાં  આશ્ચર્ય વચ્ચે ફેસબુક  પર રંગજીતની ફ્રેન્ડ રીક્વેસ્ટ જોઈ.શું કરું શું નહિ વિચારતાં થોડીવાર બાલ્કનીમાં આવી ઉભી રહી .હાથમાં મોબાઈલ એને ઝીણી ઝીણી ધ્રુજારી ફિલ કરાવતો હતો, જાણે પહેલી વાર રંગજીત નો હાથ નહિ પકડતી હોય ,બાજુમાં લહેરાતા પાલ્મ ટ્રી કાનમાં જાણે મનગમતો અવાજ સંભળાવી રહ્યાં હતાં.નીચે જોતા સ્વીમીંગ પૂલ લાઈટ થી ઝળહળી રહ્યો હતો .એની લહેરોમાં રંગજિતનો ચહેરો તરતો  ઉભરીને  આવતો હતો .અને ..શિપ્રાએ ફ્રેન્ડ રીક્વેસ્ટ કન્ફર્મ  કરી. 
       
થોડા દિવસ જનરલ ચેટીંગ કરતા રહ્યાં." વર્લ્ડ ડીઝાઈન કન્વેન્શન" માં સ્ટુડંટ વર્ક શિપ્રાના ગ્રુપે  રજું કર્યું હતું અને રંગજીત પણ  આવવાનો હતો .શિપ્રાએ સ્પેશીઅલ આમંત્રણ આપ્યું .
 
"નાઈસ ,આઈ વિલ ડેફીનેટલી કમ".
   
અને ..શિપ્રા તો સવારથી ઝીણાં ઝીણાં સૂરમાં  ધડકતા હર્દયે એની રાહ જોઈ હતી . ફ્રેન્ડ  પૂછવાં લાગી ,"કોની રાહ જુવે છે ? ફોર સમવન સ્પેશિઅલ ?" અને શિપ્રા ભાવ છુપાવતી પ્રોજેક્ટ એક્ષ્પ્લેન કરવાં માંડી .છેક સાંજે રંગજીત આવ્યો .
 
"આઈ એમ સોર્રી, બટ આઈ હેવ ટૂ એક્ષ્પ્લૈન સમ પેપર ટૂ ધ ફેકલ્ટી મોબાઈલ નોટ અલાઉ."
 
"ઇટ્સ ઓકે ,વેરી પ્લેઝંટ ટૂ સી યુ."
     
એકદમ ઈંટરેસ્ટથી બધું જોયું અને ખૂબ એપ્રીશીએટ કર્યું .બહાર નીકળતાં રંગજીત બોલ્યો
 
"કહીં ડીનર લેતે હે...આર યુ કમ્ફર્ટેબલ વિથ હિન્દી ?"
 
"યા ડેફીનેટલી ,જાયેંગે " રંગજીત એની સાથે આંખ મિલાવી હસવા માંડ્યો .એની આંખોની મસ્તીથી  તરબતર થઇ ગઈ શિપ્રા અને શરમાતું જોઈ રહી ..રંગજીત કાર પર હાથ મૂકી ઉભો રહ્યો અને શિપ્રા કારનું ડોર ખોલતાં એને સામે જોઈ રહેલો જોઈ હસી પડી .
 
"ઓકે ,"ઇન્ડિયન  રસબહાર"પે મિલતે હે ,એકદમ નયા રેસ્ટોરેન્ટ હે "  જમતાં જમતાં બંનેની નઝર મળી રહી હતી .
 
"અગલે સંડે મેરે ઘર પે ડીનર ..."
 
"એઝ યુ વિશ .વાહ ,આઈ ફિલ લકી"
 
" બાય ,ગુડનાઈટ.....કહી છુટા પડતાં રંગજીત એકદમ નજીક આવ્યો અને 
 
"ધીસ ઇસ માઈ ફર્સ્ટ હગ ટુ યુ ફોર અવર ન્યુ ફ્રેન્ડશીપ  અ ...મોર ધેન ફ્રેન્ડશીપ  " કહી શિપ્રાને હગ કર્યું .
 
"ઓહ રંગ પ્લીઝ આઈ  ફિલ રીઅલી  વેરી  સ્પેશીયલ ...."
       
અને શિપ્રા ઘરે આવી પ્રોજેક્ટ વિષે પપ્પા ,મમ્મી ,ફોઈના પ્રશ્નોને આમ તેમ જવાબ આપી રૂમમાં જઇ  બાથટબમાં   રંગજીતનાં વિચારોમાં નહાતી ગઈ .એના સ્પર્શને યાદ કરતાં  જાણે પાણીમાં રહેલા સુગંધી ગુલાબની પાંદડીઓ જેવી તાજગી અનુભવી રહી . રીંગ વાગી ,એકદમ ભીના ભીના અવાજે સામેથી પૂછાતા રંગજીત ના સવાલ નો જવાબ આપતા બોલી .
 
"બહોત હી ખૂબસૂરત દિન રહા  આજકા ઓર આઈ રીઅલી વેરી વેરી મિસ  યુ "
 
"ઓન્લી મિસ ?"
 
" નો ,ઉસસે થોડા જ્યાદા" ને બાથગાઉન પહેરી બાલ્કનીમાં ક્યાંય સુધી વાતો કરતી  રહી .વિકેન્ડ માં રંગજીત ને ઘરે જમવા બોલાવ્યો હતો .ઘરમાં બધા ભેગા થાય એ દરમિયાન એને ફરીને ઘર બતાવ્યું  અને સ્વીમિંગ સાથે રંગીન ફૂલોથી ભરેલી ઇન્ડિયન ટ્રેડીશનલ બેઠક જોઇને તો રંગજીત 
 
"વાઉ ,ધીસ  ઇસ ધ બેસ્ટ પ્લેસ ." રંગ્જીત ની  ડાઈનીંગ ટેબલ પર ઓળખાણ કરાવી ,અને જનરલ વાતો કરતા રહ્યાં.ફોઈ થોડું વધુ પૂછતા રહ્યાં .દિલ્હીનો છે અને મોટા હાર્ટ- સર્જનડો. ગુરજીત સહાનીનો એકનો એક દીકરો .મેડીકલ લાઈનમાં કોઈ ઈંટરેસ્ટ નહોતો . એના મમ્મી રશપ્રીતની જેમ આર્કિટેક્ટ થવું હતું અને આગળ અર્બન પ્લાનિંગ માટે દુબઈ એક વર્ષ થી આવ્યો હતો .
 
"ફોઈ તમે દિલ્હી ભણતા હતા ને ?"
 
"હું ? નાં નાં મેં તો દિલ્હી જોયું પણ નથી ."
 
"ઓ, મને તમે કઈ બધા વાત કરતા હતા તે એવું કઈ યાદ રહી ગયું ."
 
"ઓકે ,વેરી ગ્લેડ ટુ મીટ યુ "કહી પપ્પા ઉભા થયાં.
 
"કોઈ ભી તકલીફ હો તો ફોન કર લેના ,ઇસે અપના હી ઘર સમજો "
 
"થેન્ક્સ ,મેં આપકે કુછ કામ આ  શકું તો બોલ દીજીયેગા "
     
અને ...શિપ્રા - રંગજીત  ગમી ગયેલી જગ્યાએ એટલેકે સ્વીમીંગ પાસે બેઠા .ધીમી ગઝલ વાગી રહી હતી અને ઠંડા પવન સાથે લહેરાતી લીલીછમ્મ વેલોના પડછાયા  અદભૂત લાગી રહ્યાં  હતાં .આજે શિપ્રા એ યલો  અને ટરકોઈઝ કલર નો ચૂડીદાર પહેર્યો હતો અને સાથે ઝૂમખાં .એની ઉડી જતી લટોને સંભાળતી જોઈ રહ્યો રંગજીત એકદમ અવાક ભાવે.
 
'કહીં કોઈ શામ યું ભી હો જાયે 
     તું હો સાથ ઓર વક્ત રુક જાયે 
તેરે શાનેપે હો સર મેરા 
              ઓર ધડકનમેં  યે બાત રુક જાયે ......... '
   
ગઝલના શબ્દો બંનેને મદહોશ કરી રહ્યા હતાં.ચુપચાપ એકબીજાને જોતા રહ્યા .શિપ્રા હાથમાં કોફી વિથ ખજૂરનો શેક પીતાં પીતાં રંગજીતની નજરમાં નજર નાખી અવર્ણનીય આંનદનો અનુભવ કરી રહી હતી .
 
"શિપ્રા ,એસે હી દેખતી રહોગી કે કુછ કહોગી ?"
 
"ક્યાં કહું ?મુજે તુમસે સુનના અચ્છા લગતા હે '
 
"યે ગઝલકા શાયર જો કહે રહા હે વોહી મેં કહેના ચાહતા હું "
         
અને શિપ્રા પોતાની આંગળીઓ નું નેલપોલીશ જોઈ રહી .એટલામાં રંગજીત એની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવીને શિપ્રા ને ગાલ પર કિસ કરી .શિપ્રા એકદમ હસતી ઉભી થઇ અને રંગજીત પણ ઉભો થઇ સાથે ચાલવા માંડ્યો .
 
"હેઈ શિપ્રા લાઈક  ધીસ?"
 
"યા ,વેરી મચ "
 
"આઈ લવ યુ  કહેના જરૂરી હે ? "
 
 
"મેરા કહેના બાકી હે "
 
'તો કહેદો " અને શિપ્રા જરા પાછળ  ફરી  રંગજીત ને કીસ કરી .
 
"ઓહ થેન્ક્સ ,આઈ ગોટ માય  લવ મેસેજ "પાર્કિંગ સુધી આવી ગયા .
 
"ઓકે ,ગુડ નાઇટ" કહી ગાડી સ્ટાર્ટ કરી. અને દોડતી ઘરમાં ગઈ .લીવીંગ માં મમ્મી ને પછી ફોઈ ને વળગીને ગુડ નાઇટ કર્યું .
 
"અરે અરે આ  શું  છે?એકદમ ખુશ છે ને ? અને બંને હસવા માંડ્યા .ઘરમાં બધા સમજી ગયા કે શીપ઼ા રંગજીતનાં પ્રેમમાં પાગલ છે. થોડા દિવસો પછી દિલ્હીથી રંગજીતનાં પપ્પાનો ફોન આવ્યો અને ધણું ફેન્ડલી ડીસ્કશન થયું. દિવાળી સેલીબ્રેશન માટે દુબઈ આવવાનું આમંત્રણ પણ આપ્યું. ઉર્વાફોઈ તો એકદમ ઇમોશનલ થઇ રડી પડ્યાં .
 
"શીપ઼ા ,રંગજીત ને અહીં જ સેટ કરી દેશું. અમારાથી તો તારા વગર નહીં રહેવાય." અને પપ્પા -મમ્મીની આંખમાં પણ આંસુ આવી ગયાં. દિવાળી સેલીબ્રેશન વખતે ડો.ગુરજીત અને રશપ઼ીત દુબઈ આવ્યાં અને સરસ ફેન્ડલી ડીસ્કશન સાથે રંગજીત અને શીપ઼ાને પણ બધાએ આશીર્વાદ આપ્યાં. આ બધા વચ્ચે ખબર નહીં કેમ પણ ઉર્વાફોઈ એકદમ ચૂપચાપ અને અતડા રહયાં. શીપ્રાએ રંગજીતને દુબઈ સેટ થવાં મનાવી લીધો. 
     
હવે ખાલી  રંગજીતનું રીઝલ્ટ આવવાનું બાકી હતું .થોડા દિવસ શીપાને લઇ દિલ્હી જવાનું નક્કી કર્યું.શીપાએ  ઉર્વાને પણ સાથે આવવાનું કહ્યું પણ એનાં આશ્ચર્ય વચ્ચે હંમેશા સાથે આવતાં ઉર્વાફોઇએ દિલ્હી આવવાની નાં પાડી દીધી.દિલ્હી પહોંચી રંગજીત અને શીપા બધા રીલેટીવ અને ફેનડસને મળી પાર્ટી કરી. ખૂબ શોપીંગ કર્યું અને રાત્રે  રંગજીત નાં માસી-માસાજી શીમલાથી આવવાનાં હતાં એટલે રશપ઼ીત સાથે  ડીનરની તૈયારીમાં મદદ કરવાં માંડી."નીલુંમાસી ભી સીમલા મે ડોકટર હૈ ઑર ઉનકે હસબંડ ભી ,અબ તો બહોત બડા  ગાયનેક હોસ્પિટલ બના લીયા હે." ડીનર પછી વાતો કરતાં બેઠા હતાં. શીપા મોબાઇલ પર બધાં ફોટો બતાવી ઓળખ આપી રહી હતી.અચાનક માસી
 
" એક મીનીટ, યે ફોટો વાપસ દીખાઓ કહી ઉર્વાનો ફોટો જોઇ બોલ્યા" અરે, યે તો કીરન જસાણી હે."
 
"યે મેરી બુઆ હે લેકિન ઉનકા નામ ઉર્વા હૈ,હમારે સાથ હી રહેતે હૈ ,વીડો હૈ."
     
"ઓહ ,શાયદ મેં કીસી ઑર... "અને એમનાં હસબંડ ને ફોટો જોવા આપ્યો.બંને એકબીજાની સામે જોવાં લાગ્યા. 
 
" વર્લ્ડમાં ઘણાં સીમીલર ફેઇસ હોય છે એટલે.."કહીને ચૂપ થઇ ગયાં. રાત્રે પાછું રશપ઼ીતે પૂછયું,"મેં હન્ડ્રેઇડ પરસેન્ટ કહેતી હું યે કીરન હી હે ....,"અને ડીટેલમાં વાત કરી.
     
શીપ઼ાને નવું સેમેસ્ટર શરુ થવાનું  હોવાથી બે-ત્રણ દિવસમાં દુબઇ પાછું જવાનું હતું. એને બધાનું વર્તન બદલાયેલું લાગ્યું હતું. રાતે ડો.ગુરજીતને દુબઇ સુદીપભાઇ સાથે વાત કરતાં સાંભળ્યા. "આપ જૂઠ કયું બોલ રહે હે ,સહી બાત જાનનાં હમારા હક હૈ"
             
અને બધાં વિચારોને ભૂલી બે દિવસ સરસ રીતે રંગજીતનાં પ઼ેમમાં વિતાવા માંગતી હતી.પણ રંગજીત કંઇ કામનું બહાનું કાઢી અવોઇડ કરવા માંડ્યો અને એરપોર્ટ  પર મૂકવાં આવ્યો ત્યારે પણ ઉદાસ લાગતો હતો. 
 
"ક્યા હુઆ ?મુજસે કોઇ ગલતી હો ગઇ?"
 
"ઓહ નો, એસા કુછ નહીં "
 
"બાય , સી યુ અગેઇન " કહી શીપ઼ા એ હગ કર્યુ પણ રંગજીત કંઇ બોલ્યો નહીં.
         
અને શીપ઼ા એકદમ મૂંઝાતા હર્દયે પ્લેનમાં બેસી ગઇ.દુબઇ  નજીક આવતાં વિન્ડોમાંથી રણની રેતીની સૂકી ઉદાસ લહેરોમાં રંગજીતનો ઉદાસ તો કયારેક નફરત ભરેલો ચહેરો દેખાવા માંડ્યો અને એકદમ ગરમ ગરમ આંસુ સરી પડ્યા. 
 
"આર યુ ઓકે?" એરહોસ્ટેસ પૂછી રહી હતી.
 
"ઓહ ,ફાઇન"
 
"મીસીંગ સમથીંગ? " શીપ઼ા એકદમ ઉદાસ હસી.એરપોર્ટ પર પપ્પાને જોઇ એકદમ ભેટીને રડી પડી.ઘરે આવી સીધી રૂમમાં જઇ ઉંઘવાનો પ્રયત્ન કરવાં માંડી. મમ્મીએ આવીને માથે હાથ ફેરવ્યો અને શીપ઼ા જોરથી રડવાં માંડી "મને સાચી વાત જણાવો શું થયું ?બધા આમ કેમ કરે છે?"
 
"તું શાંત થા પહેલા પછી વાત કરીશું"
 
"ઉર્વાફોઈ કયાં છે?"
 
"એ તો એમનાં ગૃપ સાથે ટૂર પર ગયા છે."
   
બીજે દિવસે પણ રંગજીતનો કોઇ ફોન નહીં આવ્યો. શીપ઼ાએ ફોન કર્યો પણ કોઇ રિસ્પોન્સ નહીં .પપ્પા- મમ્મીને પૂછયૂં તો કહે," કંઇ કામમાં હશે " આખરે એક દિવસ સવારમાં શીપ઼ાને એનાં નામે કૂરીયર દ્વારા એક પત્ર મળ્યો.ઉર્વાએ લખ્યું હતું "હું દિલ્હી "ઇન્ડિયન પેઇન્ટીંગ કલ્ચર "નાં સ્ટડી માટે 3 વર્ષ રહેતી હતી ત્યાં ઝવેરી જ્વેલર્સનાં ગુંજન ઝવેરી સાથે પ઼ેમમાં હતી. એ પરિણીત અને બાળકોવાળો છે એ જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.મારા પેટમાં તું આકાર લેતી હતી.ગુંજન મને શીમલા લઇ ગયો.ત્યાં ડો.નીલુ સીંંઘાનીયા અને એનાં હસબન્ડની હોસ્પિટલમાં તારો જન્મ થયો. હું શીમલા થોડો સમય રહી. ગુંજન મળવા આવે પણ એ એની
પત્નીને છોડી શકે એમ નહોતો.આખરે દિલ્હી થોડો વખત રહી. ઘરેે ઘણો સમય ગઇ ન હતી.હીંમત કરીને  સુદીપભાઇને વાત  કરી .ભાઇ આવીને ગુંજનને મલ્યો .ખૂબ ઝગડો થયો.ભાઇએ કોઇ પણ રીતે એની કોઇ મદદ ની જરુર નથી કહી એની સાથે કોઇપણ સબંધ રાખવાની ના પાડી સાથે લઇ મુંબઇ આવી ગયાં.તને લઇ પનવેલ બંગલામાં રહી અને પછી અહીં આવી ગયાં.અને સુદીપમામાએ એમની દીકરી તરીકે જ મોટી કરી અને બે વષઁ પછી એમને તયાં દીકરાનો જનમ થયો.તું મને માફ કરી શકે તો હું તારી પાસે પાછી આવીશ." 
       
ગુસ્સામાં શીપ઼ા  મમ્મીનાં રુમમાંથી  ઉંઘવાની દવા વધુ પમાણમાં ખાઇ લીધી.અને ભાનમાં આવતાં "બસ ,હું મારી માંને જાનથી મારી નાંખીશ"ની રટ લગાવી રહી.ઉર્વાઁને મળવા નહીં આવવા દીધી અને બાજુનાં રુમમાંથી ટીવી મોનીટર પર દીકરીની નફરત જોઇ અવિરત આંસુ વહાવી રહી.

                                                                   

No comments:

Post a Comment