Tuesday 11 October 2016

પઝેસીવ

કોમ્પ્યુટર પર ફ્રેન્ડસ સાથે થોડી ચેટ કરી વિકાન્શાએ નાઈટલેમ્પ ચાલુ કર્યો ને નોવેલ  લઇ વાંચવા માંડી ,વાર્તાના હીરો‌‌ હિરોઈનનો રોમાન્સ અને આગળ વધતી લવ-સ્ટોરી વાંચતી  ગઈ અને ઊંઘમાં સરી ગયી . કોલેજના સેકંડ યરમાં અને ફિલ્મ ડ્રામાનો ખૂબ શોખ .એકપણ નવું પિક્ચર છોડે નહિ .સુંદર સપનામાં વિહરતી ,કોઈ હરિયાળી જગ્યાએ હોર્સ રાઈડીંગ કરતી હોય ,હીરો જેવો નવયુવાન આવે અને સ્ટાઈલમાં વાતો કરતો હોય, ક્યાંક એવાર્ડ લેતા ,કદીક સાડી પહેરી નવોઢા બની હોય વગેરે વગેરે ...
વિક્ષુ ....વિક્ષુ ......મમ્મીની બૂમ સાંભળી ને સવાર થઇ ગઈ હતી .ફટાફટ તૈયાર થઇ મીડી અને સ્ટાઈલીસ ટી શર્ટ ,લેટેસ્ટ સ્પેક્સ પહેર્યા અને" બાય પપ્પા -મમ્મી , ઓહ મારું ટેનીસ રેકેટ તો ભૂલી ગયી .સાંજે  ક્લબમાં  મેચ પ્રેક્ટીસમાં  જઇને આવીશ"  કહેતી નીકળી , કાર  સ્ટાર્ટ કરી . સાંજે ક્લબમાં પહોચી તો સુજલ આવી ગયો હતો .
 "વાહ બહુ ટાઈમસર ને '
 "બસ મેડમ, અમારે તો રોજ તમારી રાહ જોવાની .આજે પણ પંદર મિનીટ લેઇટ છે ." 
 "સોરી નથી કહેવાની મને ચેંજ કરતાં વાર લાગે કે નહિ "
 "આહ ,છોકરીઓના નખરા"   
થોડી વાર પ્રેક્ટીસ કરી બંને એનર્જી ડ્રીંક લેતા ટેબલ પર બેઠા .સુજલ સાથેની દોસ્તી ક્લબમાંથી જ થઇ અને બંનેની જોડી જામવા માંડી હતી ,એનાથી ૪  વરસ સીનીઅર સુજલ પણ  સાથે એક પરફેક્ટ સાથી પ્લેયર હોય તો ડબલ્સ મેચમાં પણ આ વખતે બરોડા ટીમને બતાવી આપવું છે એવું કહી ને પ્રેક્ટીસમાં વધુ સમય આપતો .સીટીની મેચમાં જીતતા રહ્યા .વિકાન્સાનાં સપનામાં ક્યારેક ક્યારેક હીરો ની જગ્યા એ સુજલ ગોઠવાઈ જતો .એકબીજાની એટલી આદત પડી ગયેલી પણ ખબર નહિ કેમ ક્યાંક કશું ખૂટતું હતું .સુજલનું વિકાન્સા માટેનું  આકર્ષણ એની વાતો ,વહેલા  આવી રાહ જોયા કરવી,પ્રોટેક્ટ કરવી ,આંખોથી ચુપચાપ પુછાતા પ્રશ્નો બધું થોડું થોડું  વિકાન્સાને  એકલી હોય ત્યારે વિચારતું કરી મૂકતું. ડીપ્લોમાં કોમર્શીયલ આર્ટની સ્ટુડન્ટ ને સુજલ તો ઘરનાં બીઝનેસ સાથે બસ ટેનીસની ધૂન .રોજની પ્રેક્ટીસથી ખાસ્સી પરફેક્ટ થઇ ગઈ વિકાંસા એક -દોઢ વર્ષમાં અને સિંગલ -ડબલ મેચ માટે બરોડાની સ્ટ્રોંગ ટીમ સાથે મેચ ગોઠવી.સિંગલ્સમાં તો સુજલ મેચ જીતી ગયો પણ ડબલ્સમાં હારી ગયા. પ્લેયર્સની પાર્ટી ગોઠવી હતી, વાતો કરતા બેઠા ત્યાં તો  રોયલ  પ્લેયર રીનેશે આવીને વિકાન્સા જોડે હાથ મેળવ્યા ,
"તારા જેવી જ સુંદર તારી રમવાની સ્ટાઈલ છે.વેરી એટ્રેક્ટીવ  ગેમ ,શું  છે? પાર્ટનરનો મુડ ઓફ છે તારા"
"હાહ ,ગેમ વિષેનાં તારા નોલેજ પર મને હસવું આવે છે " સુજલ તાડૂકી ઉઠ્યો.
"હે યુ ,આઈ  એમ  ટોકિંગ વિથ હર"
"ઓ માઈ ગોડ,આ કેવી વાતો ચાલી રહી છે , " બોલી વીકાન્સા સ્તબ્ધ થઇ ગઇ. સુજલ ઉભો થઇ બીજા ટેબલ પર જતો રહ્યો. થોડી વાર વાતો કરી વિકાન્સા સુજલ પાસે આવી બેસી .અને સુજલનાં હાથ પર હાથ મૂકી રાખ્યો .સુજલની આંખમાંથી તો અંગારા વરસી રહ્યા હતા .
 "વ્હાય યુ આર  ટોકિંગ વિથ ધેટ  રબીશ ગાય "
 "જસ્ટ ચીલ યાર ,હી ઇસ ઓલ્સો વેરી નાઈસ ટેનીસ  પ્લેયર, નોટ લાઈક યુ બટ.."
 "જસ્ટ શટ અપ " 
 પાછા આવ્યા પછી પણ સુજલનો મગજનો પારો ચઢેલો  જ હતો .પ્રેકટીશમાં મળતા રહે પણ વિકાન્સાને બહુ ડોમીનેટીંગ ફિલ થવા લાગ્યું . પ્રેકટીસ પછી અચાનક બહાર નીકળતા દરવાજા  પાસે  વિકાન્સાને નજીક ખેંચી  ચૂમી  લીધી.
 "ઓહ ,પ્લીઝ ડોન્ટ ડુ ધીસ ,,,," કહી થોડી આગળ ગઈ .
 "વિકાન્સા ,આઈ લવ યુ ,લગ્ન કરીશ મારી સાથે ?"
 "લગ્ન પછી પણ મને ટેનીસ રમવા દેશે ?"
 "સાચું કહું? તો... ના"
 "તો પછી અહીંથી જ અટકી જા,રીનેશ પતિ તરીકે વધુ સારો પુરવાર થશે "
 અને ...સુજલ વિકાન્સાને કાર  સ્ટાર્ટ કરી જતાં જોઈ રહ્યો.એકદમ ગળું સુકાવા માંડ્યું ,આ રીતે વિકાન્સા સ્ટ્રોંગ થઇ હશે એને ખબર જ નહિ પડી. જાણે આજની મેચ હારી ગયો હતો વિકાન્સા સામે.

No comments:

Post a Comment