"એક એવી છે અસર આપની આંખમાં,
તરસ્યા ની તરસ છીપે આપની આંખમાં.
ગઝલનો છેલો શેર વાંચ્યો અને તાળીઓનાં ગડગડાટ વચ્ચે મીત્રાંગને બધાએ અભિનંદન આપ્યા . કોલેજનાં જુના મિત્રોએ મળી ઇન્વાઇટ કર્યો હતો. ખૂબ મોટા ગજાનાં શાયર તરીકે દેશ- વિદેશ માં નામના મેળવી હતી. પોતાના C .A નાં પ્રોફેશન સાથે પણ સાહિત્ય સાથેનો પ્રેમ અકબંધ હતો. આટલી ભીડ વચ્ચે સફળતાનાં આનંદ સાથે દિલમાં કઈ આછું આછું ચમકતું હતું .અને કૈરવીને જોતા એ ચમક આંખમાં હસવા માંડી .એકદમ લાલ ગુલાબ અને નાનકડી ભેટ સાથે કૈરવી એ અભિનંદન આપ્યા .
"થેન્ક્સ,તું આવી એજ મારે મન એવોર્ડ સમાન છે . દિલ્હી જેવા શહેરમાં થોડા જુના ફ્રેન્ડસ અને અતીતનો મન ભીંજાવતો સહારો ....."
અને ચશમાંની પાછળથી મીત્રાંગ ની આંખમાં આંસુ ચમક્યાં.
આ શહેર સાથેની થોડી કડવી યાદો એટલેકે કૈરવીની જુદાઈ, એના મોટાભાઈ સાથેના ઝગડા ને કારણે. એકદમ અંગત દોસ્ત હતો એનો ભાઈ વ્રજેશ સીંગ .અસ્સલ પંજાબી મિજાજ .કૈરવી સાથેનાં પે્મસંબંધની જાણ થતાં બે-ત્રણ થપ્પડ સાથે દોસ્તીનો અંત અને દિલમાં સોંસરવા ઉતરી ગયેલા શબ્દો "સાલે,ગુજ્જુ તેરી ઓકાત ક્યા હે "
કંઈ પણ જવાબ આપ્યા વગર ચુપચાપ શહેર છોડી જતો રહેલો .આજે ૧૫ વર્ષ પછી આવ્યો છે .અચાનક ઇન્ટરનેટ દ્વારા ખબર પડી કે કૈરવી લગ્નનાં દબાણ ને વશ નહોતી થઇ .આજ સુધી કોઈ ખબર રાખી નહોતી એણે એની .અમેરિક ની સતત ભાગતી જીંદગી સાથે રીતસર ભાગ્યો હતો .
પોતાની હર્દયનાં કપાઈ ગયેલા હિસ્સાને સામે જોતાં કૈરવીનાં નિસ્તેજ ચહેરા પર પણ થોડી ચમક આવી .
"લેવા જ આવ્યો છું,ચાલ , આજે તારા ભાઈને ઓકાત બતાવી દઉં "કારમાં બેસી હોટલ તરફ જતાં મીત્રાંગ બોલ્યો .કૈરવી ચુપ રહી .ઘરનાં કંપાઉંડમાં એક નાનો છોકરો સાઈકલ ચલાવી રહ્યો હતો .
"અરે બુઆ ,મેરી ચોકલેટ કહાં હે ?'કહી વળગી પડ્યો ."
"યે અંકલ આપકે લિયે બહોત સારી ચોકલેટ લાયે હે " મીત્રંગ સમજી ગયો આ વ્રજેશનો દીકરો જ છે .
ઘર તો જાણે ઓળખાય એવું રહ્યું જ નહોતું .અંદર પ્રવેશતા જ સામે વ્રજેશનો હાર ચઢાવેલો ફોટો જોઈ .એકદમ પાછળ ફરી કૈરવી સામે જોયું ."લાંબા સમયની કેન્સરની બીમારીમાં....." ઘર ની હાલત કૈરવી નાં વહેતા આંસુ અને સાવ નંખાઈ ગયેલી હાલત વાળી વ્રજેશની પત્ની દીલ્જીતને જોઈ આવી ગયો .
"ફોટા પાસે જઇ બહુ રડ્યો " નાં નાં આવો બદલો મારા દોસ્ત માટે મેં સપને પણ વિચાર્યો નહોતો ."
થોડા દિવસ પછી કૈરવી સાથે લગ્નનું નાનકડું ફંક્શન યોજ્યું અને દલજીત -તથા દીકરાને સ્પોન્સર લેટર આપી કૈરવીને લઇ અમેરિકા પાછો ફર્યો .
-મનીષા જોબન દેસાઇ

No comments:
Post a Comment