"પ્લીઝ ,જલ્દીથી ડોક્ટર ને બોલાવો ,મારા પતિ ને જુવો ને શું થઇ ગયું છે ....બે વાર ઈન્ડીકેટર બઝ કર્યું પણ આ સ્ટાફ ......."
શહેર ની ખ્યાતનામ હોસ્પિટલ ના રૂમ માંથી બૂમ પાડતી શર્વરી ફ્લોર ઓફીસ પાસે દોડી. .અચાનક વધુ બગડી હતી સૌરવ ની તબિયત .રેસીડેન્ટ ડોક્ટર ધૃતિ રૂમ માં દોડી આવી .અડધો કલાક પહેલા તો નવી ગ્લુકોઝ આપી હતી .બધું ચેક કરી ડોક્ટર ને ફોન કર્યો અને અચાનક એનું ધ્યાન બોટલ પર ગયું .કઈ પણ બોલ્યા વગર બોટલ લઇ બીજી નવી બોટલ જોઈન્ટ કરી .પણ સૌરવ ને ખૂબ અસર થઇ હોવાથી બચાવી નહિ શકાયો . અને શર્વરી ........ એકદમ અવાચક થઈ પાગલ ની જેમ ધૃતિ ને ઝંઝોડી રડવા માંડી ."શું થઇ ગયું ,આવી રીતે કેમ થયું ....જલ્દીથી પોલીસ ને બોલાવો .જરૂર કઈ ભૂલ થઇ લાગે છે ...."
ધૃતિ આશ્વાસન આપતા બોલી ."તમે પહેલા શાંત થાવ .તમારું દુખ સમજી શકું છું છું તમે કહો એમ જ કરશું બસ. "
પંદર દિવસ ની સારવાર પછી સ્વસ્થ થઈ રહેલા સૌરવ નું અચાનક મૃત્યુ થવું આશ્ચર્યજનક હતું.પોલીસ તપાસ માં નકલી દવા હોવાનું સામે આવ્યું .હોસ્પિટલ માં ચાલી રહેલી ગેરરીતી વિષે એક બે વાર ધૃતિ ને શંકા ગયી હતી ,અને આજ નું આ પેશન્ટ નું મૃત્યુ થવાથી સાચે જ અંદર થઈ હાલી ગઈ .કોર્ટ કેસ દરમિયાન સાક્ષી થઇ અને હોસ્પિટલ માંથી આપવામાં આવેલી બધી ધમકી તથા પોતાની જોબ ગુમાવવાની તૈયારી સાથે હોસ્પિટલ નીદવાઓ અંગે ની ગેરરીતીતથા મળેલા ડોક્ટર ગ્રુપ અને નવોદિતો ને મોઘમમાં ચુપ રહેવાનું દબાણ કરતા .વગેરે બધું ખુલ્લું પાડ્યું .
અને શર્વરી ને વળતર પણ મળ્યું .કોર્ટ માં ધૃતિ ને વળગી પડતા શર્વરી કહે "ધૃતિ ,મેં પતિ ગુમાવ્યો .પણ આ દુનિયા માં હું હવે એકલી નથી .મને મારી દીકરી જાણે એના પિતા માટે લડતી હોય એવું લાગ્યું .દીકરા ,તારા જેવા સાચા યુવાધન માટે આ દેશ ગર્વ અનુભવશે . અને તું પણ એકલી નથી તારી સચાઈ ની લડાઈ માં હું તારી સાથે છું ."


No comments:
Post a Comment