વ્યોમા એ અવાજ સાંભળી બારી ની બહાર જોયું. સામે રહેતી ફેન્ડ બોલી "જલ્દી આવ, મારો કઝીન શૃંગાર આવી ગયો છે "
.વ્યોમા ને શૃંગાર બહુ જ ગમે. stydy visa પર અમેરિકા ગયેલો. .હવે ત્યાં સેટલ થવાનો હતો. વ્યોમા ફૂડ-ન્યૂટીશન નો કોષઁ કરી કલાસીસ ચલાવતી.અને સાથે સાથે વુમન empowerment અને સાહિત્ય ની એકટીવીટી .
શૃંગાર સાથે internet અને ફોન થી વાતો થતી ભાવિ ના સપના સજાવતા .શૃગાર મા ઘણૉ ફર્ક આવી ગયો હતો .ફૉન પર જ્યારે પણ સેક્સી વાતો કે વિડીયૉ મૉકલતો તો વ્યોમા ખૂબ ખરાબ ફીલ કરતી.આજે પણ જયારે મળતા ની સાથે બધા ફ્રેંડ ની સામે વળૅગી ને જે વર્તન કર્યુ ,તે જરાયે નહી ગમ્યુ. જ્યારે એક્લામાં એણે શૃગાર ને ટ્કૉર કરી તો કહે
" તમે બધા આટ્લા મોડનઁ જીન્સ ટી શટઁ વગેરે પહેરો અને આવો જુંનવાણી વીચાર."
વ્યોમા કહે "જીન્સ તો અમારી કમ્ફ્ટ માટે પહેરીએ.વીચારોથી વિદેશી નથી થયા.મારા ભાવજગત મા તારુ સ્થાન ખૂબ ઉંચે છે. આ બધુ લગ્ન પછી." શૃગાર કહે ,"વ્યોમા તારાઆજ ભાવવીશ્રવ પર તો હુ મરુ છુ. બધા પેપર તૈયાર કરી આવ્યો છુ .લગ્ન કરીને સાથે જ જઇશુ. અને મારા બગડવા નો કોઇ સવાલ જ નથી.તારા પ્રેમ લાગણી એ મને બાંધી રાખ્યો છે .તુ સાથે આવે છે તો લાગે છે જાણે આખુ ઇંડીયા મારી સાથે આવી રહ્યુ છે."

No comments:
Post a Comment