Wednesday, 12 October 2016

હવે શું કહું?

સરને ત્યાંથી ટ્યુશન પતાવી જેનીશ  દોસ્તો સાથે વાત કરતો નીક્ળ્યો. શોપ પરથી બૂક્સ અને મમ્મીની વર્ષગાંઠ હોવાથી આઈસ્ક્રીમ  લઈ ફાસ્ટ સ્કૂટર હંકારતો ઘર તરફ જતો હતો અને વચ્ચે આવતા પુલના નાકાં પાસે ટોળું વળેલું ,વચ્ચે કોઈ માણસ તરફડતો દૂરથી દેખાયો .ટ્રાંફીક જામ હોવાને લીધે કોઈને ઉભા રહેવા નહોતા દેતાં ,એટલામાં એક જણ બોલ્યું
,' આપઘાત કરવા પડ્યો હતો એમ લાગે છે,અજાણ્યો  છે  એટલે કોઈ હોસ્પીટલ પહોંચાડવા પણ તૈયાર નહીં .પોલીસની મગજમારીમાં કોણ પડે?'
બીજો કહે ,'તરત લઈ જાય તો કદાચ બચી પણ જાય '
    ત્યાં તો પોલીસની ગાડીનો અવાજ આવતા બધા વીખરાઈ ગયા .જેનીશ પણ ,
'જવા દો, હવે આપણે શું કરી શકીયે? '
કહી સ્કૂટર હંકારી ઘર તરફ નીકળી ગયો.ઘરે પહોંચ્યો અને મમ્મીને  પગે લાગી આઈસ્ક્રીમ ડીશ તૈયાર કરી , ભાઈ -ભાભીને બૂમ પાડી .બા સાથે વાત કરી રહ્યો હતો ત્યાં તો ભાઈ એકદમ હાથમાં ફોન લઈ દોડતા નીચે આવ્યા ,

'આ બધું મુકો ,જલ્દી હોસ્પિટલ જવાંનું છે ,મામાનાં દીકરા આરતે પુલ પરથી કૂદી આપઘાત કર્યો છે અને હોસ્પીટલ પહોંચે ત્યાં સુધીમાં એક્સપાયર થઈ ગયો છે '
અને આ સાંભળતા જેનીશના હાથની આઈસ્ક્રીમની ડીશ ઢળી ગઈ .અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો .મમ્મી પણ રડતાં એને વળગી પડયા, ભાભી ભીની આંખે આશ્ર્યથી જોતા હતા .
 

 હવે શું બોલે જેનીશ  ? 

No comments:

Post a Comment