Tuesday, 18 October 2016

અચ્છે દિન આ ગયે લેકિન

સુરતથી એક સામાજીક કામે બે-ત્રણ કપલ ટ્રેનમાં બીલીમોરા જવા નીકળ્યા. ટ્રેન ના છેલ્લા બે ડબ્બામાં ખાસ કંઈ ભીડ નહોતી. 
"હાશ,સરસ જગ્યા મળી ગઇ ".બઘા વાતો એ વળગ્યા. 
એટલામાં ડબ્બા હલ્યા , એટલે એક જણ બોલ્યું.
"વાહ, આજે સમય પર પહોંચી રાત્રે ઘરભેગા થઇ જઇએ". વળી દસેક મિનિટ નીકળીગઇ. એક જણ કહે,
"હું ઉતરી ને જોઇ આવું."
અને બહાર ઉતરતા બૂમ પાડી.
"અરે ,બઘા નીચે ઉતરો .ટ્રૈન તો ડબ્બા છોડી જતીરહી છે. "અને હસાહસ સાથે બઘા સ્ટેશન પર પાછા ઉતયાઁ .
"ચાલો, પોણો કલાક પછી બીજી ટેન છે. ભજીયા પાટીઁ કરી લઇએ. "

ઓહ ,આવું હતું

 નાનકડું ગુજરાત નું ગામ .સાંજ પડ્યે યુવાનો નું ટોળું વડ ના ઝાડ નીચે ભેગા થઇ દુનિયાભર ની અવનવી વાતો કરતા હોય. ભારત દેશ ની નવી નવી આઝાદી નો થનગનાટ અને નવા ક્રાંતિકારી વિચારો ની આપ લે .ત્યાં એક છોકરો ગભરાયેલા અવાજે કહે ,"મને તો આપણા તળાવ ની પાસે નાં જંગલ ઝાડી પાસે જતા બીક લાગે . ત્યાં ભૂત છે "બધા કહે જા ..જા .. એવું કઈ હોય નહિ " છોકરો કહે ,રોજ સામે લાઈટ ઝબૂકે અને બંધ થઇ જાય .ત્યાં જાવ તો કઈ હોય નહિ . 

બધાએ વિચાર્યું , એ સમય નાં આગળથી જઈને બધા ઉભા રહી જઈએ.લાકડીઓ અને એરગન વગેરે લઇ જી પહોચ્યા. થોડી વાર માં ત્યાંથી એક સીટી બસ પસાર થઇ . બધા સમજી ગયા કે ચોક્કસ નિયત સમયે સામે નાં ગામની બસની આજ લાઈટ હોવી જોઈએ . અને પેલા છોકરાને સમજાવ્યો કે ,"આવી અફવા ઓ થી દૂર રહેવું .આવું વિચારીએ તો દેશ પછાત રહી જાય અને અંગ્રેજો સામે સ્પર્ધા કેવી રીતે કરશો."


સરખામણી

મારા અત્યંત પ્રિય પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ ની લખેલી એક વાત ની રજૂઆત મને ખુબ સંવેદનશીલ લાગી . તેઓ એક વાર એમના ઘરે કામ કરતી ગરીબ છોકરી નાં ઝુપડા માં ગયા ચૂલા પાસે બેસી એ મોટી ભાખરી વણી એના પર ચમચી થી માછલી દોરી રહી હતી એમણે પૂછ્યું,"આમ કેમ કરે છે ?"પેલી છોકરી કહે ,
"અમે ગરીબ છીએ એટલે માછલી નથી લાવી શકતા.એટલે એવો આકાર બનાવી સેકીએ છે ." એનો પ્રોબ્લેમ તો સોલ્વ કરી દીધો .પણ .......
અમ્રીતાજી એ લખ્યું ..હું પણ એના જેવી જ છું ને ,બધું હોવા છતાં મારા મનગમતા આકારે જીંદગી ને ક્યાં જીવું છું .ફક્ત સપના માંજ ને ,અને ઝળહળતી આંખે બહાર નીકળી ગયા . વાચકો ની આંખ પણ ચોક્કસ ઝળહળી હશે .

હોળી એ મળ્યો નવો રંગ .

આગવી આજે ધૂળેટી ની ઉજવણી માટે ફેન્ડ નાં ફામ પર ગ્રુપ માં આવી હતી .વહેલી સવાર થી ગાર્ડન માં ભેગા થઇ ફન ,ફૂડ અને રંગ .સાંજ થતા તો બધા એકદમ રંગ માં રંગાઈ ને મસ્તી માં અને પાર્ટી માં બહારથી આવેલું નવું ગ્રુપ પણ જોડાયું .

ભાંગ અને દારુ નો નશો તો કોમન જેવો થઇ ગયો હતો .પણ આગવી ને જરા અજુગતું લાગ્યું .એણે કહ્યું ,મારે ઘરે જવું છે .બધા ફ્રેન્ડસ નો આગ્રહ છતાં પણ આગવી નહિ રોકાય . એની ફ્રેન્ડે એના ભાઈ ને મૂકી આવા કહ્યું .ખાસ પરિચય નહોતો .બસ ,કોઈવાર મળી હતી .

કાર માં મુકવા આવતા ઉજાસે વાત શરુ કરી .તમને આ બધું નહિ ગમ્યું ? .આગવી કહે નાં એવું નથી .મને જરા અજાણ્યું લાગતું હતું .અને હું ડ્રિંક પણ નથી લેતી .ઉજાસે કહ્યું હું પણ નથી લેતો .બસ ,મિત્રો સાથે બેસી ને કંપની આપવી પડે . વિચારો મળતા હોય તો જીવન જીવવાની મઝા આવે .હું તમને ઓબ્સર્વ કરતો હતો .અલગ અલગ લાગતા હતા . આગવી કહે ,હું આ રીતે નીકળી ગયી તો તમને બધા ને ખોટું લાગશે એવું માની બેસી રહી હતી .ઉજાસ કહે ,નાં એવું નથી , આપણીજીંદગી ની સ્ટાઈલ આપણે જ ક્રિએટ કરવાની . 

અને ઘર નજીક આવતા બાય કરતી વખતે ઉજાસે હાથ પકડી પૂછ્યું ,આજે ઘણા રંગે રંગાયા હશો, મારા પ્રેમ નાં રંગે રંગાવાનું ગમશે ? આગવીએ બે પળ આંખો ઝુકાવી દીધી  અને કહ્યું ,ઓફકોર્સ ગમશે ... આપના વિચારો અને લાગણી નાં રંગો તો એક જ છે ને ,આપણે બંને અત્યારે એ રંગ માં તો ભીંજાઈ રહ્યા છે . અને રૂમ માં જઇ ફરી ઉજાસ સાથે મોબાઈલ પર રંગ રંગ ભરી વાતો .

ગાંધી ટોપી

મીત્રો ,તમે વારંવાર બધા નાં મોઢે એવું સાંભળતા હશો કે આજકાલ નાં ગીતો માં કંઇ દમ નથી.પણ હીન્દી નોન -ફીલ્મી પોપ સોંગ ખૂબ શોર્ટ માં સેન્સિટિવ રજૂઆત કરતાં હોય છે.

લકી-અલી નાં એક મ્યુઝિક વિડિયો "અન્જાની રાહોમેં તું કયા ઢૂંઢતા ફીરે"માં હીરો ગીત ગાતા ગાતા એક જગ્યાએ શૂટિંગ જોવા ટોળુ ભેગું થયું હોય ત્યાં ઉભો રહે છે.એમાં નેતા બનેલો કલાકાર ગાંધીટોપી પહેરી જોશભેર ડાયલોગ બોલતો હોય છે.સીન પતાવી તરત ટોપી જમીન પર ફેંકી દે છે અને ફીલ્મી સ્ટાઇલ માં ખુરશી પર બેસી ફેશ થાય છે. લોકો નું ટોળું વિખરાતા ટોપી બધાના પગ નીચે રગદોળાય છે અને આ જોઇ લકી-અલી ટોપી જમીન પરથી ઉંચકી ,ધૂળ ખંખેરી પાછી કલાકારને પહેરાવે છે. તમને બધાને ખયાલ તો આવીજ ગયો હશે કે ગાંધી ટોપી ની રીસ્પેકટ ફકત ફોટા કે ફંકશનો પૂરતી સીમિત રહી ગઇ છે.

ખરા દેશપ્રેમી માણસો ને આવી નાની ભૂલો પણ ખૂબ સ્પર્શે જતી હોય છે.


ઇમોશનલ વેલ્યુ

માનનીય વડાપ્રધાન શ્રી ઇંદિરા ગાંધી ના જીવન નો એક પેરણાત્મક પ્રસંગ લખવાની ઇચ્છા થાય છે. મહીલાઓ ની એક કમીટી મીટીંગ માં એમનું વકતવ્ય પૂર્ણ થયા બાદ બધા વાતો કરતા બેઠા હતાં.બાજુંમા બેઠેલા એમના ખાસ પ્રસંશક મહીલા મીત્રએ ધીરેથી પૂછયું. મેડમ, આજે આપની પહેરેલી સાડી ખુબ જુનીડીઝાઇન ની અને થોડી ડલ છે. 

ઇંદીરાજી એમની સ્ટાઇલ માં મંદ મંદ હસ્યા અને કહયું ,આ સાડી મારા સાસુજી ની છે અને મને ગીફ્ટ આપી છે . કોઇ યાદગાર પ્રસંગ નો દિવસ હોવાનેલીધે પહેરી હતી.. અને કહયું, દેખાવ કરતાં પણ મારા માટે આ સાડી ની ભાવનાત્મક વેલ્યુ ઘણી છે.


કેમ ભૂલી ગયા....!

ઝીલ ને આજે છોકરો ફેમીલી સાથે જોવા આવ્યો. બધાને ગમી ગયું . પોતાની કાસ્ટનો બીઝનેસ મેન જમાઇ અને મુંબઈ રહેવાનું . ખ્યાતનામ ડોકટર ઞૌરાંઞ નાં પગ તળે થી જમીન સરકી ગઇ જયારે છોકરા એ શરુ કરેલા નવા પ્રોજેક્ટ માટે મોટી રકમની ડીમાન્ડ થઇ. 

ગૌરાંગે ઘરમાં પત્ની સાથે વાત કરતાં ઘણો આક્રોશ ઠાલવ્યો ."આ કંઇ રીત છે... "વગેરે વગેરે. શાંત સ્વભાવ ની પત્ની એ કહયું," આપણાં લગ્ન વખતે તમારી ડીમાન્ડ માટે ગામની જમીન વેચી મારા પિતાએ દવાખાનું શરૂ કરી આપ્યુ હતું. અને તમે વિરોધ કરી શક્યા નહોતા. એ છોકરા ની પણ એજ મનોસ્થીતી હશે." સમય બદલાયો, રીવાજો નાં નામે લગ્નો ની સોદાબાજી હજુ એમ જ છે."હવે તો તમારા બંને પર નિર્ભર છે કે સમય ને ખરેખર બદલવા માંગો છો કે નહીં."