સુરતથી એક સામાજીક કામે બે-ત્રણ કપલ ટ્રેનમાં બીલીમોરા જવા નીકળ્યા. ટ્રેન ના છેલ્લા બે ડબ્બામાં ખાસ કંઈ ભીડ નહોતી.
"હાશ,સરસ જગ્યા મળી ગઇ ".બઘા વાતો એ વળગ્યા.
એટલામાં ડબ્બા હલ્યા , એટલે એક જણ બોલ્યું.
"વાહ, આજે સમય પર પહોંચી રાત્રે ઘરભેગા થઇ જઇએ". વળી દસેક મિનિટ નીકળીગઇ. એક જણ કહે,
"હું ઉતરી ને જોઇ આવું."
અને બહાર ઉતરતા બૂમ પાડી.
"અરે ,બઘા નીચે ઉતરો .ટ્રૈન તો ડબ્બા છોડી જતીરહી છે. "અને હસાહસ સાથે બઘા સ્ટેશન પર પાછા ઉતયાઁ .
"ચાલો, પોણો કલાક પછી બીજી ટેન છે. ભજીયા પાટીઁ કરી લઇએ. "

No comments:
Post a Comment