ઓહ ,આવું હતું
નાનકડું ગુજરાત નું ગામ .સાંજ પડ્યે યુવાનો નું ટોળું વડ ના ઝાડ નીચે ભેગા થઇ દુનિયાભર ની અવનવી વાતો કરતા હોય. ભારત દેશ ની નવી નવી આઝાદી નો થનગનાટ અને નવા ક્રાંતિકારી વિચારો ની આપ લે .ત્યાં એક છોકરો ગભરાયેલા અવાજે કહે ,"મને તો આપણા તળાવ ની પાસે નાં જંગલ ઝાડી પાસે જતા બીક લાગે . ત્યાં ભૂત છે "બધા કહે જા ..જા .. એવું કઈ હોય નહિ " છોકરો કહે ,રોજ સામે લાઈટ ઝબૂકે અને બંધ થઇ જાય .ત્યાં જાવ તો કઈ હોય નહિ .
બધાએ વિચાર્યું , એ સમય નાં આગળથી જઈને બધા ઉભા રહી જઈએ.લાકડીઓ અને એરગન વગેરે લઇ જી પહોચ્યા. થોડી વાર માં ત્યાંથી એક સીટી બસ પસાર થઇ . બધા સમજી ગયા કે ચોક્કસ નિયત સમયે સામે નાં ગામની બસની આજ લાઈટ હોવી જોઈએ . અને પેલા છોકરાને સમજાવ્યો કે ,"આવી અફવા ઓ થી દૂર રહેવું .આવું વિચારીએ તો દેશ પછાત રહી જાય અને અંગ્રેજો સામે સ્પર્ધા કેવી રીતે કરશો."
No comments:
Post a Comment