Wednesday, 12 October 2016
સ્પધાૅ
તીપ્સા રસ્તો ક્રોસ કરી સામે જવા આગળ વધતી હતી કે બાજુમાંથી કોઈ હાથ પકડ્યો ,"શું કરે છે ?દેખાતી નથી ને કંઈ ?"
"ઓ ,નેન્સી તું ?"
અને બંને સાઈડ પર ઉભા વાતો કરવા માંડ્યા .૩-૪ વરસ પછી આજે મળતા હતાં.નેન્સી પરણીને બીજા શહેરમાં જઇ રહી હતી.થોડા સમયમાં લગ્ન હતાં ખરીદી માટે નીકળી હતી .
"લગ્ન ની કંકોત્રી આપવા તારા ઘરે આવી હતી પણ કોઈ હતું નહિ એટલે બાજુમાં આપી ગઈ હતી.ચોક્કસ આવજે"
તીપ્સા અને નેન્સી બંને વચ્ચે કાયમ થોડા માર્ક માટે ફર્સ્ટ - સેકંડની રસાકસી રહેતી .બેઉના મન ઊંચા થઇ જતા.નેન્સી હમેશા ફર્સ્ટ આવતી હતી .એણે તો માસ્ટર્સ પણ કર્યું ,લગ્નનો લહાવો પણ એને પહેલો મળવાનો તીપ્સાનાં મનમાં જરા તણખો ઝર્યો, પણ હવે એ બધું શું વિચારવાનું ?કોલેજ સમયે તો એવું બધું ચાલ્યા જ કરે .થોડા સમયમાં તીપ્સાનાં પણ શહેરનાજ એક સરસ ઘરમાં ગોઠવાઈ ગયા .એનો હસબંડ પ્રશીત જાણીતા સેરામિક ગ્રુપનો માલિક હતો. નેન્સી બીજા શહેરમાં હતી .એ અને એના હસબંડ જાણીતી કન્સ્ટ્રકશન કંપનીમાં સાથે હતા.રીસર્ચ વિભાગ સંભાળતી નેન્સી બહુ બીઝી રહેતી કોઈ વાર તીપ્સા સાથે ચેટીંગ કરી લેતી .આખરે સ્ટેટસમાં નેન્સી તીપ્સા કરતા આગળ જ હતી .નેન્સીનો હસબંડ કંપનીનો મેઈન એન્જીનીઅર અને પર્ચેઝિંગ વિભાગ પણ એને સંભાળવાનો .તીપ્સા પણ થોડો સમય પછી પોતાની ફેક્ટરીની ઓફિસે જવા માંડી .નેન્સીની કંપની સાથે કોમ્યુનીકેટ કરી પોતાની સેરામિક કંપનીનું મોટા ઓર્ડર માટે કોટેસન મોકલ્યું .નેન્સીનો હસબંડ નીલાભ ઓફિસે મળવા આવ્યો અને ફેક્ટરીની વિઝીટ વગેરે ગોઠવી .અને મોટો ઓર્ડર કન્ફર્મ કર્યો .નીલાભને ડીનર વગેરે પર લઇ ગયા અને બીજીવાર નેન્સીને પણ લઇ આવવા કહ્યું .
"તમે બન્ન્રે બહેનપણીઓ મળીને જ નક્કી કરજો ને .એ તો ફ્રી પડતી જ નથી "
વાતવાતમાં તીપ્સા એટલું તો સમજી ગયી કે હજુ નેન્સીને નીલાભ બરાબર સેટલ નથી .હમણાજ નવા ફ્લેટ પર રહેવા ગયા છે .પહેલી સફળતા પછી બેજ મહિનામાં બીજા ૩-૪ પ્રોજેક્ટનો ઓર્ડર પણ મળ્યો .તીપ્સાએ મેસેજ કર્યો "અમારી કંપનીને આટલા ઓર્ડર મળ્યા તો ટુરનું હાલ્ફ પેમેન્ટ મારા તરફથી "
.નીલાભ અને નેન્સીને યુરોપની ટુર માટે મનાવી લીધા. ચારેય જણ યુરોપ ટુરમાં ફર્યા અને દોસ્તી ઓર પાક્કી થઇ . તીપ્સા સાથેના આર્થીક ફરકને લીધે નેન્સી થોડું ડિસ્ટન્સ રાખતી .સમય વિતતા નીલાભને તીપ્સાએ આગલા ૫-૬ બીજા પ્રોજેક્ટ માટે પણ કન્વીન્સ કર્યો .એકદમ ઈન્ટેલીજંટ નીલાભ પણ લક્ઝેરીય્સ લાઈફ સેટ કરવા માંગે છે એવો ખ્યાલ તીપ્સાને આવી ગયો .પ્રશીત તો નવા શહેરોમાં મેન્યુફેકચરીંગ યુનિટ સ્ટાર્ટ કરવાનો હોવાથી ખૂબ બીઝી રહેતો .બધી ડીલ તીપ્સા જ હેન્ડલ કરતી .નીલાભ હોટલ પર આવી ગયો છે નો મેસેજ મળતાં તરત ફોન કર્યો .
"વેલકમ ,નીલાભ કેમ છો ?આજે એક દિવસ વહેલા આવી ગયા ?"
"ઓહ યા ,સવારની ફલાઇટ અવેલેબલ નહોતી ."
"ઇટ્સ ઓકે નાઈસ કર્યું .કાલે વહેલી સવારથી તમને ૫૦ કી .મી પર બીજું યુનિટ પણ બતાવવાનું છે જેમાં નવી લેમિનેટ ટાઈલ્સનું ડીઝાઇન સેક્શન પણ છે .તમારું સજેસન જરૂરી છે .પ્રશીત તો નવા યુનિટની પરમીશન માટે અચાનક દિલ્હી ગયા છે "
"ઓહ ,તો હું નેકસટ વિક આવતે "
"કેમ હું નથી ?મારી કારમાં સાથે જઇ આવીશું .તમારો કીંમતી ટાઈમ બગડે તે કેમ ચાલે ?"
"ઓહ થેન્ક્સ નાઈસ ઓફ યુ .તમે છો તો ચિંતા નથી .યુનિટ જોવાની વાત પ્રશીતે કરી હતી એટલે રીટર્ન ટીકીટ નહિ લીધી એકસાથે કામ પતાવીને જ જઈશ "
"અત્યારે શું કરો છો ?એ હોટલ નું જમવાનું એટલું સરસ નથી કોઈ સારી રેસ્ટૉરનટમાં જમવા જવું હોય તો તેમ નહિ તો ઘરે જમવા આવો .હું આમ પણ કઈ બહારથી મંગાવાનું વિચારતી હતી "
"અરે તમને તકલીફ આપવાની ..."
"એમાં શું ? તૈયાર થઇ જાવ લેવા આવું છું "
"ઓકે મેડમ ,તમારો હુકમ " તીપ્સા હસવા માંડી ,
"એઈ પ્લીઝ ,ડોન્ટ એમ્બ્રેસ મી " સામે નીલાભ પણ હસી પડ્યો .એના હસવા સાથે વરસાદનું ઝાપટું આવ્યું અને તીપ્સા તૈયાર થતી બાલ્કનીમાં જઇ વાંછટને માણતી ગીત ગણગણવા માંડી .જલ્દીથી સાડી પહેરી ૧૫-૨૦ મીનીટમાં હોટલ પહોચી પાર્કીંગમાં રાહ જોઈ ઉભી .કાર સુધી પહોચતા તો નીલાભ ખાસ્સો ભીંજાઈ ચુક્યો હતો. અંદર બેઠો એટલે તીપ્સા ,"પહેલા આ ગરમ કોફી રસ્તેથી લાવી એ પી લઈએ અને તમે તો એકદમ ભીંજાઈ ગયા છો "કહી નેપકીન આપ્યો .
"ઓહ આ વરસાદ અનસરટેઇન ......" ને નીલાભ
"લાઈફ જ એકદમ અન્સરટેઈન છે .આજની સાંજ આ રીતે અનબીલીએબલ ..."
તીપ્સા સામે જોઈ હસી પડી .આપવા માટે હાથમાં પકડી રાખેલો કોફીના કપની વરાળ માંથી જોતા એકદમ ઘુન્ઘરાળા ભીના વાળ અને એની લટ નીલાભના કપાળ પર અદ્ભુત લાગતી હતી .એનો ગૌરવણ ચહેરા પર લાલાશ છલકી રહી હતી .એંની નજર સાઈડ પરથી તીપ્સાને જોઈ લેતી હતી .
"થેન્ક્સ ,ફોર કોફી "
"હવે બધી ફોર્માલીટી છોડવાની મહેરબાની કરશો,નીલાભ ? ને નીલાભે એને તીરછી નજરે જોતા કહ્યું "તમે કહેવાનું બંધ કરશો ?"
"એ પહેલા તમારે ..ઓહ આ વરસાદ ....ઓપન રેસ્ટોરનટમાં તો નહિ જવાય .શું કરીએ ?" થોડી વાર બંને ચુપચાપ વિન્ડો બહાર જોવા માંડ્યા .
"ઘરે જઈએ? "
"મારી હોટલનાં રૂમ પર બેસી જમવું હોઈ તો એમ કરીએ " તીપ્સાએ કંઈ પણ જવાબ આપ્યા વગર ગાડીને ટનઁ મારી ઘર તરફ લીધી .
"મને તમારી મરજી ગમે છે આફ્ટર ઓલ યુ આર ધ બોસ ." .
"હા ,બસ તમને ઉઠાવી જતી હોઉં એવું જ લાગે છે " નીલાભને તીપ્સા એકબીજા સામે જોઈ હસવા માંડ્યા
ઘરે પહોચી ખાવાનું ઓર્ડર કરી દીધું અને નીલાભને ઘર બતાવતા "તે દિવસે તો તમે ને નેન્સી ઉતાવળમાં હતા તે જસ્ટ જ્યુસ પીને નીકળી ગયેલા,પ્રશીત અહી હોતે તો ડ્ીંક ઓફર કરતે "
"it's ઓકે હું રોજ નથી પીતો" એકદમ આલીશાન બંગલો વૈભવશાળી રહેણીકરણી. એટલામાં જમવાનું પણ આવી ગયું . .અને પછી બંને મોકટેલ લઇ બેડરૂમની સાથેના સીટીંગમાં બેઠા ,કાચની બારીમાંથી વરસાદ લાઇટ અને રંગીન ફૂલોની વેલો સાથે રંગીન લાગી રહ્યો હતો .
એટલામાં નીલાભનાં મોબાઇલ પર મેસ આવ્યો .નેન્સી કોઈ રીલેટીવનાં ફંક્શનમાં ગઈ હતી તેના ફોટા હતાં .નીલાભ તીપ્સાને ફોટો બતાવ્યા ."અરે નેન્સીને આંખે ચશ્માં પણ આવી ગયા ?"
"હા ,રાતે ઘરે પણ ૨-૩ વાગ્યા સુધી પેપરવર્ક રહે એટલે કોમ્પુટર પર જ હોય .હજુ લગ્નને તો ૫ વરસ થયા ને કેટલી ચેન્જ થઇ ગઈ .આમ પણ એને બહુ શોખ નથી .મને તો આમ સરસ તૈયાર થાય એવી સ્ત્રીઓ બહુ ગમે ." બોલી નીલાભ એકમ ચુપ થઇ ગયો.તીપ્સા પણ બારી બહાર જોવા માંડી .
"તમને સાડીમાં પહેલીવાર જોયા.ખરેખર બહુ સરસ લાગો છો."
"થેન્ક્સ,"શિફોનની ગ્રીન કલરની સાડી અને સિલ્કનાં બ્લાઉઝમાં તીપ્સા એકદમ સુંદર દેખાઈ રહી હતી.હાથમાં નાજુક બ્રેસલેટ અને છુટ્ટા વાળમાં નાનકડું ગુલાબનું ફૂલ નાખ્યું હતું .ગુલાબી નેલપોલીશ વાળી આંગળીઓથી મોકટેલનો ગ્લાસ હોઠ સુધી લઇ જતા નીલાભને ઝીણું સ્માઈલ આપી જોઈ રહી .
"પ્રશીતને તો ગમે તેટલું તૈયાર થઈએ.જોવાની કંઈ પડી જ નહિ હોય .પૂછીએ તો માંડ "ઓકે" જેવો જવાબ મળે." પછી ઉભી થઇએણે બનાવેલા થોડા કેનવાસ પેન્ટિંગ નીલાભને બતાવ્યા .
"ઓહ વેરી નાઈસ ,આટલા ટેલેન્ટેડ છો ?પેન્ટિંગનું કોઈ એકઝીબીશન કરતા હો તો ?
"હા મારો વિચાર છે પણ પ્રશીત એગ્રી નથી એને એવું બધું નહિ ગમે"
"ઓહ"
"મારું મનતો એટલું ગૂંગળાય ,સરખાં શોખ અને વિચાર ન હોય તો જીવવું સજા થઇ જાય.ઓફીસ અટેન્ડ કરું છું તો થોડું સારું લાગે છે . "
"હા ....સાચું છે "કહી ઉદાસ નજરે તીપ્સા સામે જોયું .
"તમે કેવો આમ તરવરતો પ્રતિભાવ આપો એવું લાઈવ વ્યક્તિત્વ મને બહુ ગમે "
"થેન્ક્સ તીપ્સા,તારા મનની કોઈ પણ વાત હોય મને બેફીકર થઇ કહી દેજે પોતાનો સમજી "
"પોતાના લાગ્યા એટલે તો આજે આપણે આટલા નજીક છીએ .બાકી હું કોઈ સાથે ખાસ...." અને નીલાભે ...
"આટલા સુંદર પેન્ટિંગ બનાવનારના તો હાથ ચૂમી લેવા જોઈએ "કહીને તીપ્સાનો હાથ ચૂમી લીધો .અને તીપ્સાએ એકમ શરમાઈને નીલાભનાં ખભા પર મોં છુપાવી દીધું .નીલાભ તીપ્સાનાં રેશમી વાળમાં આંગળીઓ ફેરવવા માંડ્યો .
"ઓકે ,હું હવે નીકળું "કહી "એકદમ સ્વસ્થ થવા પ્રયત્ન કરવા માંડ્યો . પણ એની આંખો તીપ્સાની આંખો પર ઝુકેલીહતી અને જાણે કહી રહી હતી કે એણે એક સેકંડ માટે પણ તીપ્સાથી દૂર નહોતું જવું .
"આજે આ વરસાદની જેમ તારી પર વરસ્યા કરવાનું મન થાય છે."
"તો વરસી જાને,વાદળની જેમ ઉડીને દૂર કેમ જાય છે ?"અને ડોર તરફ જતાં નીલાભે એને આલીંગનમાં જકડી લીધી .તીપ્સા કોઈ અદમ્ય રીતે વંટોળમાં ફંગોળાઈ રહી હતી,એક ગોળગોળ ઘૂમતું હવાનું તોફાન જેમાં તીપ્સા અને નીલાભ પોતાને બચાવવાના બધા પ્રયત્નને કરતાં રહ્યા પણ ...સવારનાં ૪ વાગી ગયા હતાં.તીપ્સાનો હાથ એના ગળા પાસેથી ખસેડતા નીલાભે ઘડિયાળમાં જોયું .તીપ્સા પણ એકમ જાગી .
"ઓહ, નીલાભ મારી ગાડી લઈને હોટલ નીકળી જા.હું સવારે ૧૦;૩૦ તૈયાર રહીશ અહીં જ આવી જજે "
નીલાભ તીપ્સાને ગુડબાય કિસ કરી નીકળી ગયો .બીજો દિવસ આખો સાથે ફેક્ટરી યુનિટની વિઝીટ કરી રાત્રે આવતા બહાર રિસોર્ટમાં જમીને આવ્યા અને પાછા આવતાં.
"કાલે સવારની તો તારી ફ્લાઈટ છે.પાછો ક્યારે મળશે ?"
"આજની રાતનો તારી સાથેનો ઉજાગરો અને ૨ કલાક પ્લેનમાં ઊંઘી લઈશ ."
"તો પણ એ તો અધૂરું જ લાગશે "
"બસ ,આવું અધૂરું મળતાં મળતાં જ પુરા થઈશું "
દિલમાં છલકતો પ્રેમ અને સભરતાનો અહેસાસ કરતી તીપ્સા ભીની આંખે એરપોર્ટ પર નીલાભને મુક્વાં ગયી .ખુબ મેસેજ કરતા અને જિંદગીની ભરપૂરતા અનુભવતા .તીપ્સા નેન્સીનાં નીલાભને પોતાનો બનાવી લઇ એને હરાવ્યાનો એક છૂપો આનંદ પણ અનુભવતી હતી અને નીલાભનાં પ્રેમમાં ઓર ડૂબતી જતી હતી.પ્રશીત તો આવીને મોડી રાત સુધી કોમ્પુટર પર પોતાના કામમાં બીઝી રહેતો .અચાનક એક દિવસ કબાટનાં ડ્ોઅરમાંથી કાગળપર લખેલો એક પાસવર્ડ મળ્યો .કંપનીનાં બધા પાસવર્ડ તો તીપ્સા જાણતી જ હોય .એને ખૂબ નવાઈ લાગી .એણે કુતુહલવશ કોમ્પુટરમાં પ્રશીતના એકાઉન્ટ નંબર વગેરે ચેક કરી જોયા .આખરે એક સોશીઅલ વેબનાં મેસેજ નું નોટીફીકેસન જોતાં એણે પાસવર્ડ એન્ટર કરી જોયો અને સામે નેન્સી નો મેસેજ
"હાઈ ડીઅર પ્રશીત ,લોટસ ઓફ લવવિશ ફોર યોર અપકમિંગ બર્થડે એન્ડ થેન્ક્સ ફોર સેન્ડ મી બ્યુટીફૂલ જીન્સ-ટોપ એન્ડ એરિંગ ." તીપસા એકદમ ચકરાઈ ગઈ .આગલું ચેટીંગ વાંચતી ગઈ પશીતે લખ્યું હતું ,
"માય ડીઅર નેન્સી ,તારી સાદગી ભરેલી ઊંડી આંખોમાં ખોવાયેલા રહેવાનું જ મન થયા કરે છે આટલા વરસો તે જે ચુપકીદીથી મારા પર પ્રેમ ઢોળ્યો છે એમાં મારા અંતરને કોઈ અલભ્ય ખજાનો પ્રાપ્ત થયો હોય એવું અનુભવાય છે .યુરોપ ટુર વખતે તારી બુદ્ધિમતાનો તેજ્તીખરો મેં પારખી લીધો હતો .જીંદગીની ફિલોસોફી અને ગંભીર અભિગમમાં તારા પ્રેમનું ઊંડાણ સમાયેલું છે .યુરોપ ટુર વખતે જ તને સ્ટેપ્સ પરથી સરકી જતી પકડી લીધેલી ને મારા દિલને થયું આજ મારાં સપનાની રાજકુમારી છે જેને મેં ફરી પામી લીધી છે .તારી સાદગી નીચે છુપાયેલી પ્રેમની આગમાં હું જયારે કલકત્તા આવું ત્યારે લપેટાઈ જાઉં છું એ મારા જીંદગીની અવર્ણનીય ક્ષણો હોય છે .તીપ્સાની ઉચ્છલતા અને ફેશન્પરસ્તા મને જરાયે આકર્ષી શકી નથી . મારા લખેલાં ફિલોસોફીકલ થોટ્સ તેં ઈંગ્લીશ મેગેઝીનમાં શેર કર્યા તેને માટે થેન્ક્સ. તું ચશ્માં સાથેના ફોટાેમાં વધુ સુંદર દેખાઈ રહી છે .જીન્સ ટોપ સાથે જે સ્ટાઈલથી બેઠી હોય છે ને હું તને અસંખ્ય ચુંબનોથી નવડાવી દવું છું .બે દિવસ આગળ તારી સાથે બર્થડે સેલીબ્રેટનો પ્રોગ્રામ કર્યો છે .હોપ નોટ બીઝી .લવ યુ"
અને ભયંકર ગુસ્સની આગ સાથે તીપ્સા કીબોર્ડ પર હાથ પછાડી ખુરશી પર ફસડાઈ પડી .નેન્સી તું હજું પણ મારાથી આગળ જ છે .
એક સંભારણું
હાઇસ્કૂલમાંથી થોડા વિધાર્થીઓને લઇને ,સરે ત્રણ દિવસ બોમ્બે શહેરની નાની શૈક્ષણિક ટૂર ગોઠવી. શહેરનાં વિકાસ અને કલ્ચર વિષેની વાતો સમજાવી.' શહેર ઇન્ટરનેશનલ બીઝનેસ હબ,ફાસ્ટ લાઇફ અને ખાસ્સુ વેસ્ટર્નાઇઝ.'
ફરતાં થાક્યા એટલે એક નવી સ્ટાઇલીશ રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયા.સર ઇંગ્લીશમાં ઓર્ડર વગેરે બાબતો સમજાવતા લાઇટ મૂડમાં વાતો કરી રહ્યા હતાં. એટલામાં એક વિધાર્થી 'ઓ..ઓ...મારું ખાવાનું તો હજુ બાકી છે'
કહેતા સીટ પરથી લગભગ અડધો ઉભો થઇ વેઇટરે ઉંચકેલી ડીશ તરફ હાથ લંબાવ્યો.અને હાસ્યનું મોજું ફરી વળ્યું. સરે વેઇટર ને પૂછયૂં "અરે.સર મેને ડીશ મેં દોનો સ્પૂન ઉલટી ક્રોસ રખ્ખી દેખી તો ખાના ફીનીશ હો ગયા સમજા ઔર ડીશ લે લીયા "
'યુ આર રાઇટ, લેકિન સબ લોગ ઇંગ્લીશ નહી હોતે જરા પૂછ લીયા કરો'
અને સર સાથે હસતાં હસતાં બધાએ યાદગાર લંચ પૂરુ કર્યુ.
Tuesday, 11 October 2016
લાલચ
જૂનનાં ગરમીના દિવસો , હિરવાએ વેકેશનમાં સીમલા જવાનું ગ્રુપમાં નક્કી થયું ને ઘરમાંથી મંજુરી લઇ લીધી. સવારથી બસમાં જબરદસ્ત ધમાલ કરતાં સીમલા પહોચી ગયા .એક ભાઈ મોટો ને હિરવા ઘરની લાડકી દીકરી . બાઇકિંગ -ગ્રુપની પણ એક્ટિવ મેમ્બર હતી .દીકરાની જેમ જ ઉછેરી હતી ,પંજાબી સમાજ નું નાક કહેવાતી, બોલ્ડ ,સ્ટડીમાં પણ તેજસ્વી .મિત્ર વર્તુળમાં લોકપ્રિય .બીજા દિવસની સુંદર સવારે કોટેજ સાથેનાં રમણીય જંગલમાં વોક પર નીકળી . ઠંડી હવા અને કુમળો તડકો ને હરિયાળી જોતા જોતા અચાનક એની નજર ટેન્ટ પર પડી . બહાર ચેર નાખી થોડા યુવાનો બેઠા બેઠા ચા -કોફીની ચૂસકી લઇ રહ્યા હતા . એમાંથી એક યુવાને હાથ ઉંચો કર્યો ,
"હાય, ગૂડ મોર્નિંગ મેમ ,પ્લીઝ જોઈન."
"ઓહ ,નાઈસ મોર્નીગ ટૂ ઓલ "
ગેસ્ટ ઇન ધીસ હોટેલ ? અને હિરવાએ નવા મિત્રો સાથે ઓળખાણ આપતા મોર્નીગ ટી લીધી .બધા ફ્રેન્ડ એક ફ્રેન્ડની બેચરલ પાર્ટી મનાવવા આવ્યા હતા .જેણે હાથ ઉંચો કર્યો હતો એનું નામ સુશાંત સિંગ , ચંડીગઢમાં IAS કરી હવે દિલ્હી પોસ્ટીંગ મળ્યું હતું .હસમુખ સ્વભાવ અને ફ્રેન્ડલી પ્રતિભાવ .થોડી વાર વાતો કરી પછી પાછી વોક લેવા નીકળી .રૂમમાં પહોચી તો બધી ફ્રેન્ડ ભેગા થઇ પ્રોગ્રામ ડિસ્કસ કરતી હતી .
"શું મેડમ ,સવારમાં ક્યાં નીકળી પડી ?"
"અરે ,.બધા ઊંઘતા હતા ,મારો રોજનો નિયમ જરા ફરી આવી . અને બધા સાઈટ સીઈંગમાં નીકળી પડ્યા .સાંજના ડીનર વખતેફરી સુશાંતનું ગ્રુપ મળ્યું .અને ફ્રેન્ડસ સાથે ઓળખાણ .મોડી રાત સુધી લાઉન્જમાં બેસી ગપ્પા માર્યા ,સુશાંતે કહ્યું ,'હિરવા દિલ્હીમાંજ છો તો મળવાનું રાખજો .મને તમારા જેવી સ્પોર્ટી છોકરી સાથે મળી ખૂબ આનંદ થયો '.ત્રણ દિવસની ટ્રીપ તો ક્યાં પતી ગઈ ખબર નહિ પડી .ઘરે પહોચી કે બીજે દિવસે સુશાંતનો ફોન આવ્યો ".હાય ,હીર મિસ કરું છું .' હસતાં હસતાં હિરવા બોલી "હજી એક દિવસ તો થયો છે "
"હા ,પણ યાદને સમય સાથે શું કામ ? તમને યાદ નથી આવતો ?
"હા ,યાદ તો કરું જ છું ,અને હવે આ તમે તમે કહેવાનું બંધ કરો"
"હું પણ તને એજ કહું છું " અને બંને હસી પડ્યા .ફ્રેન્ડનાં લગ્નમાં પણ ઇન્વાઇટ કરી ત્યાં મળ્યા. હિરવા વારંવાર મળવાં નીકળી જતી .ખૂબ નજીક આવી ગયા હતા .કદાચ મિત્રતા કરતા વધુ આગળ નીકળી ગયા હતા .પોતાનાં બીઝી શીડ્યુલમાંથી સમય કાઢી સુશાંત હિરવા સાથે મનગમતી પળો માંણી લેતો .હિરવાંના પપ્પા મમ્મી લગ્ન માટે પૂછતાં તો નાં કહેતી હિરવા હવે એવું કહેવા માંડી હતી કે ,હા થોડા સમયમાં વિચારી લઉ. અને ઘરે રજુઆત કરી .લગ્નની વાત માટે સુશાંતનાં ઘરેથી કોઈ જવાબ આવ્યો નહોતો .સુશાંત તો હિરવા સાથે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરશે જ એવો ખ્યાલ એના ઘરનાંને આવી ગયોં હતો,ias દીકરો હોય એટલે સમાજનાં બીઝ્નેસ ગ્રુપમાંથી કરોડોના આંકડાનાં દહેજની ઓફર પાક્કી .ઘરનાં લોકોની નારાજગી છતાં મઘ્યમ વર્ગીય હિરવા સુશાંતને પરણીને ઘરે આવી .સુશાંતે હીરવાને નારાજગી બાબતે કઈ જણાવ્યું નહોતું અને ઘરનાં બધા ઠીકઠાક વહેવાર રાખતા . પોતાના સ્વપ્ન સંસારમાં ખોવાઈ ગઈ હિરવા અને થોડા સમયમાં ટ્રેનીંગ સ્કૂલ શરુ કરવાનું પ્લાનિંગ કરતી હતી.સુશાંત તો એટલો ખુશ કે એને દુનિયાનું બધું સુખ હિરવામાં દેખાતું હતું .
અને અચાનક એક દિવસ ઓફિસે ફોન આવ્યો ને સુશાંત દોડ્યો .ઘરે કીચનમાં હિરવાની અર્ધ -જલેલી લાશ અને બધા માણસો ભેગા થયેલા, ઘરે ખાલી મધરહતા,હોસ્પિટલ લઇ જતાં સુધીમાં તો હિરવા મૃત્યુ પામી હતી . પછી તો ઘરે કંઈ સમજે તે પહેલા બધા ભેગા થઇ જાત જાતની અટકળો લગાવી વાતો કરવા માંડ્યા .મધર કહે હું તો પાડોશીને ત્યાં ગઈ હતી .આજેતો ઘરે કામ કરવાં આવતો સ્ટાફ પણ રજા પર હતો .મને કંઈ ખબર નથી એકદમ આગ લાગી એટલે હું દોડી આવી ને ફોન કર્યો વગેરે વગેરે .....
અને શૂન્યમસ્ક થઇ બેસી રહ્યો .અને થોડા દિવસ પછી ઘરમાં કઈ પણ કહ્યા વગર પત્ર મૂકી નીકળી ગયો ."મને ખબર નથી શું થયું હશે ,તપાસમાં જે પણ કઈ બહાર આવે એની સજા તો કરનારને જરૂર મળવાની છે .હું આ ઘરમાં ફરી કદી પગ મુકવાનો નથી અને મારે તમારી કોઈ પ્રોપર્ટી પણ જોઈતી નથી .તમારી નફરતે મારી હિરવા છીનવાઈ ગઈ છે ,મને પણ ભૂલી જજો ."
તાહીની
'વાઉ, એકદમ બ્યુટીફૂલ છોકરી છે.'
રોહક ......રોહક?
અરે ,આપણી આજની વાર્તાનો હીરો. સ્વાભાવીક છે કે રાત્રે કોમ્પયુટર પર ફેસબુક ,ટવીટર, ઇન્ટલેકચ્યુઅલ બ્લોગસ પર વિહરતો હોય. એની પોફાઇલ ચેક કરી, વાહ, મેડીકલની સ્ટુડન્ટ ,મ્યુઝિક સીંગીંગ નો શોખ....આગળ વાંચતો ગયો તેમ તેમ છવાઇ ગઇ ચીરંજીતા શર્મા.
" હાય, હેલો , નાઇસ લુકીંગ "વગેરે મેસેજ કરી વળ્યો. સામેથી ફક્ત "થેન્ક્સ"
થોડા દિવસનાં પ્રયત્ન પછી વાતો શરૂ થઈ. ફોન નંબરની આપલે. રોહક શોર્ટ ડોકયુમેન્ટરી ફિલ્મ મેકીંગનો સ્ટુડન્ટ . રોહક પૂના અને ચીરંજીતા મુંબઈ. ફેનડશીપ વધતી ગઇ. અને એક એવોર્ડ ફંકશન એટેન્ડ કરવા સાથે ચીરંજીતાને મળવાનો પ્લાન પણ નક્કી કર્યો. એકદમ બ્યુટીફૂલ ચીરંજીતા સાથે વાત કરતાં કરતાં વધુ ને વધુ પ્રસંશક થઇ ગયો. ચીરંજીતાને પણ બહુ જ ગમી વાતો કરવી. નવમાં ફ્લોર પર ઓપન લાઉન્જ પાર્ટીમાં ઇન્વાઇટ કરી. થોડીવાર રોકાઇ ચીરંજીતા ઘરે જવા નીકળી ગઇ. બંનેને રોમેન્ટીક મુલાકાતની યાદ રહી ગઇ.
સમય કાઢી આવી જાય મળવા મુંબઇ. આજે બેઠા છે બંન્ને દરિયાકિનારા નાં ન્યુલી ડિઝાઇન ગ્રીન હટ કોર્નરમાં કોકોનટ સ્ટોબેરી મોકટેલનો ટેસ્ટ લેતાં.
"ચીરંજીતા હું તો તારા લવમાં છું હન્ડ્રેઇડ એન્ડ વન પરસેન્ટ એન્ડ આઇ ફીલ યુ ઓલસો "
"રોહક ,હું પણ સેઇમ ફીલિંગ ધરાવું છું."
"આજે મારી સાથે રોકાઇ જા, કોઇ ફેન્ડને ત્યાં રોકાઉ છું એમ કહી દે હોસ્ટેલ પર. વી સ્પેન્ડ સમ ક્વોલીટી ટાઇમ અને ફયુચર પ્લાન પણ વિચારી લઇએ."
ચીરંજીતા દરિયાની આવતી જતી લહેરો જોઇ રહી.સૂર્યનાં કીરણોથી એની આંખ વધુ ચમકતી હતી અને રોહક ઉંડાણને આંખથી માપતો વધુ નજીક સર્યો , બંને હાથ વીંટાળી "વિશ્ર્વાસ છે ને મારા પર? "
"આજે તારી સાથે રહી વિશ્રવાસ ઓર મજબૂત બનાવી દઇએ." પૂના જતાં ચીરંજીતાને હોસ્ટેલ ડોર્પ કરી.
"આજે આ રાત આપણી વચ્ચે એક ચૂપચાપ સરકતાે ચાંદ અને ઉગતા સોનેરી સૂરજને મળતાં વીતી. " હસી ચીંરંતના પેમભર્યુ "બાય,ટેક કેર, પહોંચીને ફોન કર. મળીએ. "
ધરેથી પરમીશન લઇ ફેન્ડસ સાથે એક જસ્ટ એનાઉન્સમેન્ટ પાર્ટી ગોઠવી. સપનાંમાં ખોવાયેલી હોસ્ટેલ પહોંચી. એક ફેશન ડિઝાઈનર ફેન્ડનો ફોન આવ્યો
"અભીનંદન ,વાઉ વેરી નાઈસ ફોટોઝ તમારા બંનેના." અને આગળ વાત સાંભળતી ગઇ.
રોહક કામમાં બીઝી થતો ગયો.રુટીન પ્રમાણે કોમ્પ્યુટર પર ચેટ કરતા કોઈ ફે્ન્ડ રીકવેસ્ટમાં એકદમ બ્યુટીફૂલ ગર્લ તાહીનીની હાઇફાઇ પો્ફાઇલ. નોર્મલ ચેટીંગમાં નવી બનેલી ફેન્ડ તાહીની પણ એટલી લાઇવ કે ચીરંજીતા તો સાવ શરમાળ લાગે.ફીલ્મ શુટિંગ જોવુ છે વગેરે વાતમાં વહેતો જાય. ચીરંજીતા એકઝામની તૈયારીમાં એટલે મળવાનું ઓછું થતું. તાહીનીએ બોલ્ડ ઇચ્છા વ્યક્ત કરી, ને સેટરડે પૂના આવું છું કહ્યુ .ફલાવર્સ લઇ 5 સ્ટાર હોટલનાં રૂમમાં પહોંચ્યો. સ્વીટ ધંટડી રણકી. અને દરવાજો ખૂલતાં એક જાણીતો ચહેરો અને ચીખતો અવાજ .
" સન એન્ડ મૂન નેવર રાઇઝ અગેઇન .ગેટ આઉટ ફોૃમ માય લાઈફ. પેલી ફેશન ડિઝાઇનર સાચી જ હતી "
રોહક ની સામે આગઝરતી નેટગર્લ તાહીની એટલેકે ચીરંજીતા હતી.
સ્વપ્ન-રાખ
' .... દિલમાં ઉગેલા આ સોનેરી સૂરજને મારા આ હાથથી શું હું ઢોળી નાખું ?એજ તો છે એક સ્વજન જેવો જે બિલકુલ રિસાયા વગર અડીખમ મને ઊર્જિત અને પ્રેરિત કરી રહ્યો છે ......'પંક્તિઓ લખીને પ્રેરિત બારીની બહાર જોઈ રહ્યો .કલમમાંથી વહેતા શબ્દના અસ્ખલિત વહેણમાં વિજયી પતાકા ફરકાવતો , આજનો પ્રતિષ્ઠિત સાહિત્યકાર પ્રેરિત ,નવા સોપાનો સર કરી રહ્યો હતો .પોતાની બેન્કની જોબ સાથે આજે પચીસ વર્ષમાં અત્યંત સબળ અને દૂરદેશી વિચારધારા સાથે લોકહૃદયે બિરાજતો હતો .'કેમ લખું છું ?,કોને માટે લખું છું ?, ક્યાં જઈ રહ્યો છું ?'વગેરે સંગ્રહોની શૃંખલાઓ વધતી જતી હતી .કેટલાય ચહેરાઓ છવાઈ જતા મનોજગત પર અને પોતાના પાત્રોના એક જગતમાં ,જ્યા એનું મનવાંછિત સામ્રાજ્ય હતું .પોતાના ઘડેલા પ્રિય પાત્રોને કેટલાક સંબંધોમાં શોધતો રહેતો .પણ ....એ પાત્રો તો પાણી ઉપરનાં પરપોટા હતાં.જેનો પડછયો પણ હજુ તો પૂરો બને એ પહેલા ફૂટી જાય અને એના હાથમાં વરસી ગયેલા વાદળોની જેમ ખાલી ભીનાશ રહી જતી અને એ ભીનાશ આંખમાં ડોકાયા કરતી .જેની સાથે જિંદગીનાં વિસ્મયભર્યા કોલેજના વર્ષો દરમિયાન દિલનાં પડળો ખુલ્યા હતાં,એવી ઇકતા પણ એને માટે જાણે એક યાદનાં ખંડેરનું એક સ્ટેચ્યુ બની ગઈ હતી .ક્યારેક એ જીવંત થાય અને એની સાથેની કલ્પિત દુનિયામાં જીવી લેતો .
'ઇકતા ...ઇકતા...શું કરે છે ?ક્યાં છે? ...મારા ચશમા નથી મળતાં.'
'ખરો છે તું પણ ,આ શું તારા લેફ્ટ પોકેટમાંથી તો ડોકાય છે '
'ઓહ ,બસ બધું ભૂલી જવાય છે .અને... તું આટલી ઘરડી કેમ લાગે છે ?'
'જો ,57 વર્ષનાં થયા છે આપણે બંને અને તું ઘરમાં છે . આજે કોલેજ કેન્ટીનમાં કવિતાની દાદ લેતા સમોસા અને સોસીયો નથી પીવાનો ,તારી ચા અને
બટાકાપૌઆ તૈયાર છે ,ઠંડા થઇ જાય એ પહેલા ખાઈ લે .સમયકાળમાં પાછો ફર.'
'સમયની આગળ અને પાછળ અથડાતો રહુ છું અને તું મને બધેજ મળે છે ,પણ એકસરખી નથી રહેતી બદલાઈ જાય છે .આજે સવારે આવૃત અને સીલકા સાથે શું વાતો કર્યા કરતી હતી અને હું તો તકીયા પર તારો હાથ શોધતો રહ્યો '
'પ્રેરિત, હવે બસ કર તારી આ વાતોથી તો હું પાગલ થઇ જઈશ .'
'મારી વાતો પાગલ જેવી લાગે છે તને ?'
'મેં એવું નથી કહ્યું પણ તારી વાતો મને સમજાતી નથી .'
'મારી વાતો તો આખી દુનિયા એકદમ ઉત્સાહ થી વાંચે છે અને તું ?આવી વાત .....?' કહેતા પ્રેરિત એકદમ ઉભો થઇ ફરી રૂમમાં જતો રહ્યો .ફરી બહાર આવી એની નવી લખાઈ રહેલી નવલકથા 'તું જ સર્જિતા 'નાં પાનાં લઇ ડાઇનિંગ ટેબલ પર બેઠો અને ઈકતાને હાથ પકડી ખુરશી પર બેસવા કહ્યું .
'ઈકતા ,મારી નવલકથાનો બસ હવે અંત જ લખવાનો બાકી છે ,આ વીકમાં તો કમ્પલિટ થઇ જશે અને પછી પબ્લિશ માટે મોકલી દઉં .આ વાર્તા એક માઈલસ્ટોન બની રહેશે મને ખાતરી છે .બ્લોગ પર એક પેરાગ્રાફ રિલીઝ કર્યો છે અને વાચકોનો જબરદસ્ત પ્રતિભાવ છે 'સાથે મોબાઈલ પર આવેલા મેસેજ બતાવ્યા .
'પ્રેરિત ,આપણી સિલકા હવે એની જિંદગીનોં મહત્વનો નિર્યણ લેવા જઇ રહી છે .' અને ....પ્રેરિત સામે છેલ્લા બે વર્ષની બધી ઘટનાઓ કોઈ મુવીની જેમ ફરી વળી .આવૃત અને સિલકા એના વહાલા સંતાનોનું બાળપણ,નાની ઢીંગલી સમી સીલકા. આવૃત માસ્ટર્સ કરવા જર્મની ગયો અને દીકરી સિલકા અહીં મેડિકલ માં સ્ટડી કરે અને હવે એક રાજકુમાર આવશે અને એની દીકરી .......'વગેરે સ્વપ્નો સાથે નું હર્યુંભર્યું જીવન ,મારા પાત્રો તો ખરેખર મારી મરજી પ્રમાણે જ ઘડાઈ રહયા છે અને વાસ્તવિકતામાં પણ એ બધા મારું ધાર્યું જ કરવાનાં,યુરોપની ફેમિલી ટુરમાં મળેલા વિકલ શાહ ,સિલકાનો ખાસ મિત્ર બની ગયો હતો અને ઘરે બેસી ગપ્પા મારતા હોય ત્યારે એને જોઈ એક આદર્શ પાત્ર પ્રેરિતનાં મનોજગતમાં જીવતું થઇ ગયું હતું જેમાં સિલકાની આવનારી જિંદગીનાં દૃશયો શબ્દોથી કાગળ પર ઉતારતો જતો હતો .
'સિલકા સિલકા ,ક્યાં ગઈ સવારમાં ?' બૂમો પાડતો ડાઇનિંગ ટેબલ પરથી અચાનક ઉભો થઇ ગયો .
'શું આમ કરે છે ?પ્રેરિત હું કામ છોડી તારી વાર્તા સાંભળવા બેઠી અને તું તો વિચારમાં ખોવાય જાય ..... ને અચાનક સિલકા !'
એટલામાં બહારથી બાજુવાળા કિર્ત્તેશની બૂમ સાંભળી મેઈન ગેટ તરફ દોડ્યો .અને ઇકતા ..માથે હાથ મૂકી ,'ઓ માય ગોડ 'કહી મોટા અવાજે થઇ રહેલો કાર પાર્કિંગ માટેનો ઝગડો સાંભળી રહી .ફરી એકદમ જોરમાં ખિજવાતો પાછો અંદર આવ્યો .સિલકા બાજુનાં ઘરમાં જ એની ફ્રેન્ડ તી્ક્ષા પાસે ગઈ હતી .અને ..એનાં અંદર દાખલ થતા પ્રેરિતનો પારો સાતમા આસમાને ..'એ હરામખોર ,લડાક,લૂખો ....ત્યાં શું જઇ ને બેસી રહો છો ?બેઉ માં -દીકરી ?અહીં મારે ને એને રોજ ઝગડો થાય છે .
'પપ્પા ,હું જરા તારણ પાસે નોટસ લઇ રહી હતી .'
'એ બોચિયો શું શીખવવાનો તને ? '
'પપ્પા તમે બધાને અંડર એસ્ટીમેટ નહિ કરો ,એતો એમ.બી.બી.એસ .માં ફર્સ્ટ આવી એમ. ડી .કરી રહ્યો છે '
'અરે ,સાવ ડૂચા જેવો છે .'
'પપ્પા ,એ એની ધૂનમાં ને અભ્યાસમાં હોય એટલે એવું લાગે ,પણ બહુ જ ઇન્ટેલીજન્ટ અને લાગણીભર્યો છે .અમે તો બધા તમારી ને કિર્ત્તેશઅંકલ ની વારંવારની લડાઈ થી કંટાળી ગયા છે '
'જો ,સિલકા તારા કરતા વધુ દુનિયા જોઈ છે ,બધી વાતમાં મારી સામે આર્ગ્યું નહીં કરવાનું ' અને ધડામથી બારણું પછાડી સિલકા રૂમમાં જતી રહી .
ઇકતા ફરી વાત બદલતા ,
'ચાલ હવે તું શાંત થા અને તારી વાર્તા સંભળાવ '
'બસ ,હવે મૂડ નથી 'કહી બ્રેકફાસ્ટ લેવા બેસી ગયો .
એકદમ ગુસ્સામાં નહાતા નહાતા ટોવેલ માટે બૂમો પાડી અને પછી થોડી વાર એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ .ઇકતા એ રૂમમાં જઇ જોયું તો કોમ્પ્યુટર પર ગેમ રમતો હતો .અને થોડીવારમાં બેન્ક પર જવા નીકળી ગયો.રસ્તે પાછો વિચારે ચઢી ગયો.
પોતાનું સ્વપ્નજગત અને આ ....આ શું ? પણ ...મારી વાર્તાઓમાં પણ વિલન અને વેમ્પ તો હોય જ છે ને ? અને મારી દીકરી ? પેલા બોચીયાની ઇન્ટેલિજ ન્સ અને વિચારોથી પ્રભાવિત ?હું તો મારા સમય કરતા એકદમ આગળ અને મોર્ડન અને આવા ગામડિયા જેવા મિત્રો સાથે સિલકાને સમય ગાળવો વધુ ગમે ?આજની આરગ્યમેન્ટથી તો પ્રેરિત એકદમ વિચારોના વમળમાં ઘેરાઈ ગયો અને પોતાનાં ગોઠવેલા બધા પાત્રો જાણે કે એની સામે મર્માળુ હસતા હોય એવું દેખાવા લાગ્યું .અને સમય... કોઈ નવી ચાલ તો નથી ચાલી રહ્યો ને ?જિંદગીની રેત પરથી મારી પકડ ઓછી થઇ ગઈ છે ? ...આજુ બાજુનું આખું જગત ધીમે ધીમે સરકતું જતું હોય અને એ એકદમ સજ્જડ થઈને કોઈ જગ્યા એ જાણે કે જડાઈ ગયો છે ,વિચારોને ખંખેરતા ઉભા થઇ કોફી પીધી અને કેબિનની બહાર નીકળી સ્ટાફરૂમ તરફ ગયો .
'અરે સર,આજે તો કઈ સુરજ પશ્ચિમમાં ઉગ્યો કે કેમ ?ચાલો ,સાથે થોડો નાસ્તો કરો .'
'નો થેન્ક્સ ,જરાયે ભૂખ નથી આ કોફી જસ્ટ ફિનિશ કરું છું '
'તમારી નોવેલની તૈયારી કેમ ચાલે છે ?'
'સરસ સરસ ,'
'સર અમે કઈ ખાસ નથી પણ અમારા વિષે પણ કઈ લખજો 'કહી ભાર્ગવ પાટીલ હસવા માંડ્યો .
'ચોક્કસ લખીશ ',ફરી કેબિનમાં આવી રૂટીન કામકાજ અને લોનની ફાઈલ જોવામાં વ્યસ્ત થઇ ગયો . અને .....બુક પબ્લિશ કરવાની બધી તૈયારી થઇ ગઈ હતી .સાંજે વિકલ એના પપ્પા મમ્મીને લઈને મળવા આવ્યો .બધા ફ્રેન્ડલી ડિસ્કસ કરતા હતાં અને પ્રેરિત એકદમ રંગીન તરંગોની દુનિયામાં વિહરતો ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો .એની છુપી ખુશીને અનુભવતી ઇકતા એની બંધ આંખો પર ફરફરતા સ્વપ્નોનાં પંખીઓના પડછાયા જોઈ રહી .મનમાં અનેક વિચારોને મમળાવતા સિલિકાનાં વર્તન અને વિચારોનાં પરિવર્તનથી મુંજાઈ રહી હતી .એના હૃદયમાં એક અજાણ્યા તોફાનનો દર લાગતો હતો જેમાં પ્રેરિતની સ્વપ્નોની દુનિયા વેરવિખેર હતી ......સ્વપ્નોના એ વિખરાયેલા ટુકડાઓ બાણશૈયાની જેમ પ્રેરિતનાં અસ્તિત્વને લોહીલુહાણ કરી નાખશે ....બસ સમયની આ નાજુક કંટાળી ચાલ સાથે પ્રેરિતનું મનોજગત વધુ ગૂંચવાઈ જવાનું એ ચોક્કસ હતું . અને એક ઊંડો શ્વાસ લઇ પડખું ફેરવી ઉંઘી ગઈ .સાંજે 5-30 એ સુપરસ્ટોરમાંથી ઘરે પાછી ફરી અને કમ્પાઉન્ડ ગેટ ખોલતી હતી ત્યાં તારણ ગાર્ડનમાં થી કૂદીને ફરી એના બંગલામાં જતો હતો .
'શું થયું ?'
'આ ...જરા મારો ટોવેલ ઉડી ગયો હતો એ લેવા આવ્યો હતો .'જરાક વાંકા વળી વોલ પાછળથી જવાબ આપ્યો .
'ઓકે 'કહી અંદર ગઈ અને સિલકા શેમ્પુ કરેલા હેર લૂંછતી રૂમની બહાર આવી
'ઓહ ,આવી ગઈ મમ્મી ?પપ્પા તો આજે એક ફ્રેન્ડને ત્યાં જમીને આવવાના છે .'
'હા ફોન આવ્યો હતો ' અને ......સિલકા સામે જોઈ રહી .આંખોમાં અને ગાલ પર ગુલાબી ઝાંય અને લેટેસ્ટ કટનું મીડી પહેરી એકદમ સુંદર લાગી રહી હતી .
'ચાલ , આપણા જમવાની તો તૈયારી કરીયે .'
'મમ્મી હું ,બાજુવાળા પ્રજ્ઞાઆંટી પાસે મસાલા ખીચડી શીખી છું એ બનાવું? ને ...ઇકતા એનો ઉત્સાહ જોઈ રહી ,ખબર હતી કે જવાબની રાહ નથી જોવાની ખાલી જણાવ્યું જ છે . રૂમમાં ફ્રેશ થઇ આવી ત્યાં તો કૂકરની સીટી પણ સંભળાઈ અને ચુપચાપ બંને જમવા માંડયા .ફાઇનલ એક્ઝામને હવે પંદર દિવસ બાકી રહયા હતા.એકઝામ પતી ને વેકેશનમાં વિકલનાં ઘરે પાર્ટીમાં ગયા.અને બધા સાથે ખુબ મોટા સાહિત્યકાર તરીકે પ્રેરિતને ઈન્ટ્રોડ્યૂસ કર્યો .પાર્ટીમાં ડ્રિન્કની છોળ ઊડતી હતી અને વિકલનાં મમ્મીએ ડ્રિન્કની ઓફર કરી પણ ઈક્તાએટ 'ના 'કહી.પાર્ટીમાં વિકલનાં ફ્રેન્ડ સર્કલમાં સિલકાને 'વેરી દેશી 'કોઈ બોલ્યું તે ઇકતા એ સાંભળ્યું પણ કઈ બોલી નહીં,વિકલ અને સિલકા દૂર વાતો કરતા ઉભા હતા અને પ્રેરિત એની મસ્તીમાં પોતાના સંગ્રહો વિષે વાતો કર્યે જતો હતો . હાથ ખેંચીને વિકલ સિલકાને ડાન્સ માટે બધાની વચ્ચે લઇ ઉભો રહ્યો અને આજુબાજુ બધા ક્લેપિંન્ગ કરી ઉત્સાહિત કરી રહયા હતાં, પણ સિલકા જરા ખચકાઈ રહી હતી એ ઇકતા એ ઓબ્ઝરવે કર્યું .ઘરે જતા કારમાં પ્રેરિત એકદમ ઉત્તેજિત થઇ પાર્ટીની વાતો કરી રહ્યો હતો .ઇકતા બોલી,
' વિકલના મમ્મી પણ સારું એવું ડી્ન્ક કરે છે '
'અરે આમજ જીવવું જોઈએ ,જિંદગી તો આવા લોકો જોડે જ જીવવાની મઝા આવે ' આ સાંભળીબંને ચુપ થઇ ગયા . અને ....
એક સવારે ડાઇનિંગ ટેબલ પર સિલિકાની લખેલી ચીઠ્ઠી 'મને ખબર નથી તમને આ યોગ્ય લાગશે કે કેમ ,પણ હું તારણ સાથે મારું નવજીવન શરુ કરવા જઇ રહી છું .અમે રજીસ્ટર મેરેજ કરી લીધા છે '
હાથમાં કાગળ લઇ બેઠેલી ઇકતાને રૂમમાંથી બહાર નીકળી ઓફિસ જવા તૈયાર થયેલા પ્રેરીતે જોઈ અને વાંચીને પાંચ મિનિટ ચુપચાપ ઉભો રહી ગયો .બેગ ટેબલ પર મૂકી .અને રુમમાંથી હાથમાં સળગતાં નવી નવલકથાનાં પાના લઇ ગાર્ડનમાં હિંચકા પર બેસી ગયો .સામે ફ્લોર પર ફેંકેલા સળગતા પાનાંની આગ ઓલવવા ઇકતા દોડી પણ ...
હાથમાં કાગળ લઇ બેઠેલી ઇકતાને રૂમમાંથી બહાર નીકળી ઓફિસ જવા તૈયાર થયેલા પ્રેરીતે જોઈ અને વાંચીને પાંચ મિનિટ ચુપચાપ ઉભો રહી ગયો .બેગ ટેબલ પર મૂકી .અને રુમમાંથી હાથમાં સળગતાં નવી નવલકથાનાં પાના લઇ ગાર્ડનમાં હિંચકા પર બેસી ગયો .સામે ફ્લોર પર ફેંકેલા સળગતા પાનાંની આગ ઓલવવા ઇકતા દોડી પણ ...
પ્રેરીત એટલું જ બોલ્યો, 'બસ હવે એનાં પર પાણી નાખી દે ,એમાં કંઈ બાકી રહ્યું નથી .ફકત સ્વપ્નરાખ છે'
-મનીષા જોબન દેસાઇ
હેપ્પી મધર ડે
માર્મિક ભણવા માટે ગામથી શહેર જવાનો એ જાણી એના માં કુસુમબેન એકદમ રડમસ થઇ ગયા .ત્યાંતો નાનજીભાઈ બોલી ઉઠ્યા ,"આ શું માંડ્યું છે ,અહી રહી ને તો ગામમાં દોસ્તારો સાથે રખડી ખાય છે .મોટા શહેરમાં જશે તો કંઈ બનીને આવશે "
પણ કુસુમબેનનું હર્દય તો ચુપચાપ ડૂસકા ભરવા માંડ્યું .પોતાના કાળજાનાં ટુકડાને આમ સાવ અજાણ્યા શહેરમાં જવાનું ,શું ખાશે ,કોણ બધું ધ્યાન રાખશે ,અડધું જમવાનું મૂકી ઉભા થઇ જતાં મારા દીકરાને કોણ મનાવશે, બધું વિચારતાં રહ્યા ને નાનજીભાઈ તો એક દિવસ સવારે ,"ચાલો બધી તૈયારી થઇ ગઈ છે ? લક્ઝરી બસ તો ,આવી ઉભી હશે .કહી બેગ લઇ બહાર નીકળ્યા .ને કુસુમબેન તો રડતા રડતા 'દીકરા આ જરા દહીં ખાઈ લે ,અને નહિ ગમે તો પાછો આવી જજે" ."માર્મિક પણ એકદમ ગળગળો થઇ ગયો ."માં ,તું ચિંતા નહિ કર .આપણે રોજ આ મોબાઈલ પરથી વાતો કરીશું " માંને ભેટીને આશીર્વાદ લીધા અને મંદિરમાંથી પ્રસાદ લઈ સજળ આંખે બહાર નીકળ્યો .કુસુમબેન બહાર આવી ઓટલા પર ઉભા ઉભા દૂર સુધી જોતા રહ્યા.
ગામમાં મોટી ખેતી અને સગાવહાલાઓ વચે લાડકોડથી ઉછરેલો ,કેટલી બાધા -આખડી એનાં જનમ માટે માંએ રાખેલી ,ઘણાં વષોઁ પછી દિકરો થયેલો.નાનજીભાઈથી છુપો છુપો કાર લઈને શહેર ફરી આવતો .દોસ્તારો જોડે પાર્ટી કરે ને ફિલ્મો જોવી .કોલેજનાં પહેલા વરસે નાપાસ થયો એટલે નાનજીભાઈએ શહેરની જાણીતી અને સ્ટ્રીક કોલેજમાં એડમીશન લઇ હોસ્ટેલમાં રહેવાનો પણ બંદોબસ્ત કરી દીધો .મનમાં અકળાતો જેમ તેમ ગોઠવાવાની કોશિશ કરતો રહ્યો .નાનજીભાઈએ નીકળતાં ઘણાં સૂચનો કર્યા અને ભીની આંખે દીકરાને ભેટી પડ્યા ."દીકરા ,તારા ભવિષ્ય માટે કઠોર હર્દયે તને જુદો મુકું છું ."અને ગામ પાછા ફર્યા .નવું વરસ શરુ થતા કોલેજનાં ક્લાસ સાથે exstraa ક્લાસ વગેરેમાં ઓતપ્રોત થતો ગયો .કોલેજનો માહોલ અને સરસ ગાઇડન્સને કારણે ભણતર થોડું ઠેકાણે આવ્યું .રોજ રાતે વાત કરે બધી માં-બાપ સાથે .દોસ્તારો બધા છૂટી ગયાં પણ વાતો થયા રાખે .
સાંજ પડ્યે બારીમાંથી જતી ટ્રૈન જોતો રહે .ક્યારે વેકેશન પડે ને ગામ જાઉં. છેલ્લા વર્ષમાં આવ્યો ને કોલેજનો સ્પોર્ટ્સ ડે હતો . બાસ્કેટબોલની ગેમ હોઈ એટલે વિદ્યાર્થીઓની ક્રિકેટ પછીની ફેવરીટ ગેમ અને માર્મિક ની ટીમ જીતી ગઈ ,બધા ભેગા મળી સેલીબ્રેટ કરતા હતા ત્યાં માર્મિક એક ખુરશી પર બેસી ફ્રેન્ડસ સાથે વાત કરી રહ્યો હતો .અને ગ્રુપ વચ્ચે ધમાલ શરુ થઇ ગઈ .બધા દોડભાગ કરતા હતા એમાં એક યુવતી ખુરશી પાછળ આવી બેસી ગઈ એને હાથમાં કાચ વાગ્યો હતો ,માર્મિક ઉભો થઇને બહાર જવા જતો હતોને એની નજર પડી .
''અહી શું કામ પાછાં બેસો છો ,જલ્દીથી બહાર નીકળો ."ખીસામાંથી રૂમાલ કાઢી આપ્યો અને યુવતીનો હાથ પકડી જલ્દી મેઈન ગેટ તરફ દોડ્યા .બહાર નીકળી ગયા એટલે યુવતીનો જોરથી શ્વાસ ભરાઈ આવ્યો .
"ઓ માઈ ગોડ,ખરું પબ્લીક છે ,આવી સરસ ઉજવણીમાં પણ મારામારી કરે છે . થેન્ક્સ ,"
"અરે પણ પહેલા તમને વાગ્યું છે એ જલ્દીથી ..."
"કારમાં ફર્સ્ટ એડ કીટ છે તે દવા લગાવી દઉ છું સારું થઇ જશે .આપણે જલ્દી પાર્કિંગમાં પહોંચીએ વિમાસા ,મારી ફ્રેન્ડ રાહ જોતી હશે " અને ઓળખાણ આપી.
"હાય,આઈ એમ તૃષ્ણા ,હું તો મારી એક ફ્રેન્ડ સાથે ગેમ જોવા આવી હતી .એણે તો આ ધમાલમાં મને બુમ પણ પાડી પણ હું ગભરાટમાં આ બાજુ આવી ગઈ"
"સારું થયું ને આમ ન આવ્યા હોતે તો આપણે મળ્યા કેવી રીતે હોતે ?"
"હા ,સાચ્ચેજ ,ખરું થયું "બોલી આડું જોઈ હસવા માંડી. બંને વાતો કરતા બહાર નીકળ્યા. તૃષ્ણાને એની ફ્રેન્ડ બહાર ગાડી પાસે મળીને ઓળખાણ કરાવી.
"વિમાસા એ કહ્યું "થેન્ક્સ તમે તો મારી ફ્રેન્ડ ને બચાવી લીધી નહિ તો શું નું શું થઇ ગયું હોતે .તમને જતા હોસ્ટેલ મુકતા જઈએ ." અને રસ્તે વાતો કરતા કરતા હોસ્ટેલ આવી ગઈ .
"વેલ ,હવે ઓળખાણ થઇ ગઈ છે તો મળતા રહેશું " રૂમમાં પહોચી ફ્રેશ થઇ બેડમાં ઉધો પડી સુઈ રહ્યો , તૃષ્ણાનો ચહેરો જ નજર સામે દેખાયા કરતો હતો .ક્યાય સુધી આમતેમ પડખા ફરતો રહ્યો ,જસ્મીતે આવીને લાઈટ ચાલુ કરી ."
"આજ તો પાર્ટી ચાહિયે તેરી ટીમ જીત ગયી ,મેં તો અંકલ કે ઘર ગયા થા વહી સે આ રહા હું .ઓર તું યે મજનુંકી તરહા કયું પડા હે ? "
"નહી બસ એસે હી થક ગયા થા તો ....કલ કેન્ટીનમેં પાર્ટી દેતા હું સબકો " પછી અચાનક યાદ આવ્યું તે ઘરે ફોન જોડી વાત કરી .બધા મિત્રો પણ બહુ ખુશ થયા. બીજે દિવસે બધા ફ્રેન્ડ સાથે ધમાલ મસ્તી સાથે દિવસ પસાર થયો .તૃષ્ણાને ફોન કરવાનું મન થયાં કરતુ હતું .ને એક દિવસ મોબાઈલ કર્યો,
"હાય.કેમ છો ?"
"આ તમે તમે કહો છો તે બોમ્બેનાં નથી લાગતા "
"ના હું તો ગુજરાતનાં નાના ગામથી અહી ભણવાં આવ્યો છું ."
"અરે, હું તો જરા આમ જ કહેતી હતી ,શું ચાલે છે વગેરે .." જનરલ વાતો કરતા રહ્યા . જરા હિંમત કરી માર્મીકે જીત્યા તે માટે ડીનર પર લઇ જવાનું આમંત્રણ આપી દીધું.
"ડીનર તો નહિ પણ લંચ માટે મળીએ . હું કોલેજથી સીધી આવી જઈશ."
"ઓકે ,તો આ સેટરડે મળીએ છે." માર્મિક વિચારવા માંડ્યો ,એની ફ્રેન્ડને લઈને નહીં આવે તો સારું.અને તૃષ્ણા ખરેખર એકલી આવી .લંચ લેતા લેતા માર્મિક સામે જોઈ રહ્યો.
"હવે એમ .બી .એ કર્યા પછી શું કરવાનો વિચાર છે ? મારું તો આ વખતે એસ .એન ડી .ટી માંનો કોર્સ પૂરો થાય એટલે ક્લાસ શરુ કરવાની છું .પપ્પાનાં તો ઘણા ફ્લેટ પડ્યા છે એમાંજ શરુ કરીશ."
"જોઉ હજી કઈ નક્કી નથી મારું "
"હવે એક વાર મારા ઘરે જમવાનું રાખજે ." બંને વાતો કરતા કરતા દરિયા કિનારે ગયા .
"તૃષ્ણા ,આજનો તડકો તો તારી કંપનીમાં ચાંદની રાત જેવો લાગે છે "
"સાચ્ચે, મને પણ એવું જ લાગે છે ." માર્મિકને જરા વધુ હિંમત આવી .ને પૂછી નાખ્યું .
"લગ્ન બાબતમાં શું વિચાર છે ?"
"લગ્ન ?"
"એટલે કે ભણ્યા પછી તો છોકરીઓ લગ્ન કરી ઘર જ માંડે ને ?
"હજુ આટલું જલ્દી કઈ વિચાર્યું નથી ને છોકરીઓ કઈ ખાલી ઘર સાચવવા માટે છે ,પોતાનું કોઈ અસ્તિત્વ ખરું કે નહિ ?
"હા ...એ પણ ખરું પણ અમારે ત્યાં તો લગ્ન પછી કોઈ લેડીઝ કામ કરવા નહિ જાય .આપણે ત્યાં કઈ કમી છે ?અને માં -બાપને કોણ સાચવે ?ઘડપણમાં એ લોકોનું કોણ ?
" હું સાસરે જતી રહું તો મારા માં-બાપ નું પણ કોણ? એક જ દીકરી છું .નજીક હોઉં તો કોઈ વાર પણ જોવા જઇ શકાય " આવી બધી વાતો પછી માર્મિક જરા મૂંઝાયો અને તરત વાત બદલી ,
"અરે આપણે પણ કેવી બધી વાત કરવા માંડ્યા .ચાલ પિક્ચર જોવા જઈએ ."
બનને સરસ રોમાન્ટિક પિક્ચર જોવા બેસી ગયા .પિક્ચર શરુ થતાં માર્મીકે તૃષ્ણાનાં હાથ પર હાથ મુક્યો અને "તું મને બહુ ગમે છે ,રાત દિવસ તારા જ વિચાર આવે છે "
બનને સરસ રોમાન્ટિક પિક્ચર જોવા બેસી ગયા .પિક્ચર શરુ થતાં માર્મીકે તૃષ્ણાનાં હાથ પર હાથ મુક્યો અને "તું મને બહુ ગમે છે ,રાત દિવસ તારા જ વિચાર આવે છે "
"huuum .....અને માર્મિકનાં ખભા પર માથું ઢાળી બેસી રહી ." પછી તો વારંવાર મળવા લાગ્યા .તૃષ્ણાનાં ઘરે જમવા ગયો .દરિયાકિનારેનાં આલીશાન બિલ્ડીંગનાં ટોપ ફ્લોર પર ૫ બેડરૂમનું પેન્ટહાઉસ .તૃષ્ણાનાં પપ્પા આશિતભાઈ આવ્યા ."ઓહ .નાઈસ યંગ મેન,કેમ ચાલે છે એક્ઝામની તૈયારી ?તૃષ્ણા તમારી ગેમ અને બહાદુરીનાં બહુ વખાણ કરતી હતી .થેન્ક્સ ફોર ગીવ સપોર્ટ ધેટ ડે."પછી જનરલ વાતો કરવા લાગ્યા ,એન મમ્મીએ પણ આભાર માનતાં કહ્યું
"હું તો બધું સાંભળી એટલી ગભરાઈ તમે ન હોત તો... આવી ધમાલ માં જવાની નાં પાડીએ છે પણ માનતા જ નથી "
'હું તો મારી તૃષ્ણા માટે એવો જ પતિ શોધું છું મારો બીઝ્નેસ પણ સંભાળી લે.શું છે તમારું ફ્યુચર પ્લાનિંગ ?'આસીતભાઈ એ આગળ વાત ચાલુ કરી .
"કઈ ખાસ વિચાર્યું નથી."કહી ચુપ થઇ ગયો .સરસ સાંજ વિતાવી રૂમ પર આવ્યો અને વિચારે ચઢી ગયો .આડકતરી રીતે તૃષ્ણાનાં ફેમીલી અને બીઝ્નેસ માં જોડાવાનું આમંત્રણ જ હતું .માર્મીકની આંખ સામે માં ,પિતાજી ,ગામની એ ઓટલા પરની સાંજની બેઠક ,બાજુવાળા શોભનાકાકી ને એમનો દીકરો કઈ પણ કામ હોઈ ત્યારે હાજર થઇ જતા ,દૂરથી બૂમ પાડી ને શેરડીનો રસ આપવા આવતો પેલો કૃષ્ણો ,ભાઈ તમારી છાશ ટેબલ પર રાખી છે નો સાદ પાડતી સુખી ,બધા મિત્રો .. આંખ સામે તરવરવા લાગ્યું .ખબર નહિ કેમ પણ આટલા વરસથી મુંબઈમાં રહ્યો પણ દિલમાં કઈ સમાતું નહોતું એક તૃષ્ણા સિવાય બધું અજાણ્યું લાગતું હતું ,તૃષ્ણાનો પ્રેમ -લાગણી એ સમજતો હતો પણ આખરે જનમ થી શહેરમાં ઉછરેલી છોકરી એના નાનકડા ગામમાં ગોઠવાશે ?
એક્ઝામ પતીને એક વિક પછી નાનજી ભાઈ લેવા આવી ગયા , નાનજીભા ને તૃષ્ણા સાથેની મિત્રતાની વાત કરી અને આશિતભાઈ એ જમવા બોલાવ્યા ત્યાં ગયા .નાનજીભાઈ એ તૃષ્ણા અને ફેમીલીને ગામ આવાનું આમંત્રણ આપ્યું .ઘરે પહોચ્યો એટલે તો ઘરે તો મેળાવડો ભરાયો .ને કુસુમબેન તો એટલા ખુશ કે પૂછવું જ નહિ .માર્મિક નું દિલ પણ ભરાઈ આવ્યું . તૃષ્ણા સાથેના રંગીન લગ્નજીવન ના સપનામાં ખોવાઈ ગયો .એકાદ મહિનો વીત્યોને તૃષ્ણા એના મમ્મી પપ્પા સાથે માર્મિકનાં ગામ આવી .મોટું હવેલી જેવું મકાન અને સગવડો થી ભરપુર .આવતાની સાથે માર્મિક તો તરત તૃષ્ણાને કુસુમબેન પાસે લઇ ગયો .
"જો ,માં તને વાતો કરીને થકવી નાકતો હતો ને તે આ મારી મુંબઈની ફ્રેન્ડ તૃષ્ણા ,તૃષ્ણા પણ કુસુમબેનને એકદમ વળગી પડી ને પછી પગે લાગી .
"સરસ સરસ દીકરા ,કેમ છે, બધા સુખરૂપ રૂપ તમે આવી ગયા તે આનંદ થયો .પછી બહાર જઈ આસીતભાઈ અને ઉમાબેનને મળ્યા .
"નમસ્તે ભાઈ આવો આવો ,બહુ આનંદ થયો તમને મળીને ." જનરલ વાતો ચાલી ને બધા જમી આરામ કરી સાંજે નજીકના મંદિર માં અને ત્યાંથી ડેમ જોવાનો પ્રોગ્રામ ઘડ્યો.માર્મિક તૃષ્ણા ને રૂમમાં એના જુના ફોટા ના આલ્બમ ને ગેમ માં કપ મળેલા અને બધા ફ્રેન્ડ અને સગાઓની ઓળખ આપી વાતો કરતો હતો. તૃષ્ણા થોડી વાર પછી બોર થવા માંડી .
"શું તું બધાની વાત કર્યા કરે છે ,હું તો એ કોઈ ને ઓળખતી પણ નથી "
'અરે ,ભલે ઓળખતી નથી પણ ઓળખવાનું પણ નહિ ?"
"હ..હા .. ઓકે "
"ચાલ આટલા વખતે મળી તો પછી આમ આવ મારા દિલની વાત સંભળાવું "કહીને હાથ પકડી નજીક સરતા બોલ્યો 'પણ એ કહે તને મારો રૂમ કેવો લાગ્યો ?" અને બેઉ હાથ વીટાળી જાણે મનાવતો હોય તેમ
"મને યાદ કરતી હતી કે પછી આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઈન્ડ."
"ડોન્ટ ટેલ મી લાઇક ધેટ ,અહી સુધી તને આમ જ મળવા આવી ? ઓકે ,ઓકે ચાલ તને પણ પ્રેમ નો પુરાવો આપી દવું" .કહી મીઠી મીઠી વાતો કરવા લાગ્યા .
"તને મારા માં કેવા લાગ્યા ?"
"તારા રૂમ ની સજાવટ જેવા જ જુના લાગ્યા "
"કેમ માં જૂની હોય તો ઘરમાં નહિ શોભે "
"ના ..ના એવું નથી કહેતી ,પણ આમ હાથ પર છુન્દણા કર્યા છે ને તે જરા ....."
"કેમ ત્યાં બધા ફેશનમાં ટેટુ નથી કરાવતા ,આ દેશી ટેટુ કહેવાય"
'બધી વાતનો જવાબ છે તારી પાસે " અને હસતા હસતા ટી.વી. ઓન કર્યું .'ચાલ થોડી વાર મેચ જોઈએ " સાંજે બધા ફરીને ઘરે આવી ટેરેસ પર વાતો કરવા બેઠા . સરસ ચાંદની રાતમાં વાતાવરણ એટલું રળીયામણું અને ઠંડકભર્યું શાંત ."'અમારે મુંબઈમાં તો એટલું પોલ્યુસન વધી ગયેલું કે આવી શાંતિને શુદ્ધ હવા હિલસ્ટેશન પર જઈએ તો જ મળે ."
"સાચી વાત આસિત અંકલ ,હું પણ આટલા વરસ ભણવા રહ્યો પણ અહી જેવી મઝા નહિ અને હવે તો અહિયાં પણ મોલ,સિનેમા કોલેજ વગેર બનવાના શરુ થયા છે "
"એ તો બધું તો બરાબર પણ અહી શું ભવિષ્ય" એટલે તરત નાનજીભાઈ કહે ,
'અમારી ઘણી જમીનો છે તે ડેવલોપ કરશે એટલે ,માર્મીકને તો બીજું કઈ કરવાનું નથી "
"મેં તો મુંબઈ મારા બીઝનેસ માટે અને જમાઈ તરીકે માર્મિકની પસંદગી કરી છે .બંને ઘણા નજીક છે અને એકબીજાને સમજે છે .હવે તમે કહો તેમ કરીએ "
અને નાનજીભાઈ અને કુસુમબેન એકબીજાની સામે જોવા માંડ્યા .
અને નાનજીભાઈ અને કુસુમબેન એકબીજાની સામે જોવા માંડ્યા .
"હા ...હા .. વિચારી લઈએ જરા .અહી જાણીતા ઘરોમાંથી માર્મિક ને માટે ઓફરો છે તે જરા ...." રાતનાં રૂમમાં સુતા સુતા ઝીણા ડુસકા સાંભળવા માંડ્યા એટલે નાનજીભાઈ ઉઠી ને,
"શું વિચારે ચઢી ગયા અને આમ રડ્યા કરો.મનની વાત કહી દો ને "
આશ્વાસન આપવા તો ગયા પણ દિલની અંદર એમને પણ જાણે અચાનક બધું ખાલી થઇ ગયું હોય એમ લાગ્યું અને જીવ મુંઝાવા માંડ્યો .ઉઠીને આરામખુરશી લઇ બારી પાસે ક્યાંય સુધી બેસીરહ્યા ,આજનાં જેટલી રાત ભારી ક્યારેય નહોતી લાગી .જિંદગીમાં આવો અણધાર્યો વળાંક આવ્યો કે આજે તો ઊંઘમાં દીકરા માટે કોઈ નવું સપનું પણ નહિ જોઈ શકું .અરે ...મારા કરતાં પણ આમને કેમ કરી સમજાવું.સવારમાં નજીકનાં એક ગામમાં કોઈ રીલેટીવને મળીને આમતેમ ફરવા ગયા સાંજે બધા ફ્રેન્ડ મળવા આવ્યા ને બે દિવસ પસાર થઇ ગયા. કુસુમબેનતો જાણે કોઈ રાક્ષસ એમનાં ખોળામાંથી નાના બાળકને છીનવી લેવાના હોય તેમ ગુમસુમ ને ગભરાયેલા ફરવા માંડ્યા . તૃષ્ણાને પપ્પા મમ્મી પાછા મુંબઈ જવા રવાના થયા . રાતે પહોંચી ને તૃષ્ણાનો ફોન આવ્યો .
"તારા મમ્મી તો કોઈ જોડે બહુ ભળે,એવા નથી. મારા પાપા મમ્મીને તો બહુ ઓડ ફિલ થયું ..વગેરે વગેરે .જો માર્મિક મારાથી તો આવા ગામમાં પણ નહિ રહેવાય અને આવું સહન પણ નહિ થાય ."
"તૃષ્ણા તું પણ એક વાત સારી રીતે સમજી લેજે .મારા માં -બાપ હું નાં પડું તો પણ કોઈની સાથે પરણાવી દે એવા નથી .મારી મરજી મુજબ નું જ થશે .હું તને પ્રેમ કરું છું અને તું જો મને પ્રેમ કરતી હોય તો મારી પાસે આવજે અને મારા ઘર અને માં બાપને પ્રેમ થી સાથે સ્વીકારાય તો.ઘરની સજાવટ બદલી શકાશે માં બાપ નહિ .તારા પપ્પાને તો બીઝનેસ સાચવવા મુંબઈ માં બહુ એમ.બી.એ મળી રહેશે, મારા માં- બાપનું સપનું ડેવલોપ કરનાર તો હું એક જ આશાનું કિરણ છું."અને ગુસ્સામાં ફોન મૂકી દીધો . માંના ખોળામાં જઇને થોડી વાર સુઈ ગયો ,માં ચુપચાપ માથે હાથ ફેરવતા રહ્યા .થોડી વાર રહીને બોલ્યા.
"દીકરા તું તારું કામ ને પ્રગતિ અટકાવતો નહિ.તારે મુંબઈ જઇ રહેવું હોઈ તો અમને વાંધો નથી પણ આમ સાવ નિસ્તેજ જેમ ફર્યા કરશે તે મારો જીવ કપાય છે ."
'માં દુનિયામાં ગમે તેટલું સુખ હોઈ પણ હું તને છોડી ક્યાય જવાનો નથી .મારો પ્રેમ સાચો હશે તો તૃષ્ણા આપણી સાથે જ હશે " સવારે વહેલો ઉઠી બધાને મળવા જવાનું અને જમીન પર જઈ બધું કામ ધીમે ધીમે હાથ પર લેવા માંડ્યું ઘરના આગળનાં જ એક રૂમમાં ઓફીસ બનાવી દીધી અને નવું કામ શરુ કર્યું .એક દિવસ ફાર્મ પર હતો ને ઘરેથી પિતાજીનો ફોન આવ્યો ."મારા પેલા ફ્રેન્ડ છે ને તે ને એમનાં વાઇફ ને છોકરાઓ સાથે આવ્યા છે તે છોકરી જોવાનું ગોઠવ્યું છે .જરા આવી જા."માર્મીકે આનાકાની કરી પણ, માંના સમ આપ્યા એટલે ઘરે જવા તૈયાર થયો .એકદમ ગુસ્સામાં દાખલ થયો .અને જુવે છે તો તૃષ્ણા એના મમ્મી પપ્પા અને કઝીન તથા ફ્રેન્ડ વિમાસા સાથે બધા બેઠા હતા . માર્મિક ને તૃષ્ણાથી હસાઈ ગયું .
આસીતભાઈ એ કહ્યું" અમારી દીકરી તો એવી રડી ને અડધી થઇ ગઈ તે મુકવા આવવું ,પડ્યું . "
નાનજીભાઈ ને કુસુમબેન પણ બોલી ઉઠ્યા
"અમે પણ આને મુંબઈ મુકવા આવવાનું વિચારતા હતા" અને બધા ભેગા હસી પડ્યા"
આપણે કારણે બિચારા નાના પારેવડા અંદરથી સોરવાતા હતા ." વિમાસા પણ બોલી ઉઠી "અમે પણ તૃષ્ણા ને કહ્યું તારા હીરો ને મૂકી આવી તે હવે તને કોણ બચાવશે "
તૃષ્ણા બોલી ,"આજે ખાસ મધર્સ ડે સિલેક્ટ કરીનેજ આવ્યા ,સાથે જ ઉજવશું."
"રહેવા આવી છે કે ખાલી મળવા જ આવી છે ?" માર્મીકે પણ સંભળાવ્યું
"હું તો રહેવાની છું અહી જ ,તારે આ લોકો સાથે મુંબઈ જવું હોય તો જા " અને ફરી બધા હસી પડ્યા
Subscribe to:
Posts (Atom)





