Tuesday, 18 October 2016
સરખામણી
મારા અત્યંત પ્રિય પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ ની લખેલી એક વાત ની રજૂઆત મને ખુબ સંવેદનશીલ લાગી . તેઓ એક વાર એમના ઘરે કામ કરતી ગરીબ છોકરી નાં ઝુપડા માં ગયા ચૂલા પાસે બેસી એ મોટી ભાખરી વણી એના પર ચમચી થી માછલી દોરી રહી હતી એમણે પૂછ્યું,"આમ કેમ કરે છે ?"પેલી છોકરી કહે ,
"અમે ગરીબ છીએ એટલે માછલી નથી લાવી શકતા.એટલે એવો આકાર બનાવી સેકીએ છે ." એનો પ્રોબ્લેમ તો સોલ્વ કરી દીધો .પણ .......
અમ્રીતાજી એ લખ્યું ..હું પણ એના જેવી જ છું ને ,બધું હોવા છતાં મારા મનગમતા આકારે જીંદગી ને ક્યાં જીવું છું .ફક્ત સપના માંજ ને ,અને ઝળહળતી આંખે બહાર નીકળી ગયા . વાચકો ની આંખ પણ ચોક્કસ ઝળહળી હશે .
હોળી એ મળ્યો નવો રંગ .
આગવી આજે ધૂળેટી ની ઉજવણી માટે ફેન્ડ નાં ફામ પર ગ્રુપ માં આવી હતી .વહેલી સવાર થી ગાર્ડન માં ભેગા થઇ ફન ,ફૂડ અને રંગ .સાંજ થતા તો બધા એકદમ રંગ માં રંગાઈ ને મસ્તી માં અને પાર્ટી માં બહારથી આવેલું નવું ગ્રુપ પણ જોડાયું .
ભાંગ અને દારુ નો નશો તો કોમન જેવો થઇ ગયો હતો .પણ આગવી ને જરા અજુગતું લાગ્યું .એણે કહ્યું ,મારે ઘરે જવું છે .બધા ફ્રેન્ડસ નો આગ્રહ છતાં પણ આગવી નહિ રોકાય . એની ફ્રેન્ડે એના ભાઈ ને મૂકી આવા કહ્યું .ખાસ પરિચય નહોતો .બસ ,કોઈવાર મળી હતી .
કાર માં મુકવા આવતા ઉજાસે વાત શરુ કરી .તમને આ બધું નહિ ગમ્યું ? .આગવી કહે નાં એવું નથી .મને જરા અજાણ્યું લાગતું હતું .અને હું ડ્રિંક પણ નથી લેતી .ઉજાસે કહ્યું હું પણ નથી લેતો .બસ ,મિત્રો સાથે બેસી ને કંપની આપવી પડે . વિચારો મળતા હોય તો જીવન જીવવાની મઝા આવે .હું તમને ઓબ્સર્વ કરતો હતો .અલગ અલગ લાગતા હતા . આગવી કહે ,હું આ રીતે નીકળી ગયી તો તમને બધા ને ખોટું લાગશે એવું માની બેસી રહી હતી .ઉજાસ કહે ,નાં એવું નથી , આપણીજીંદગી ની સ્ટાઈલ આપણે જ ક્રિએટ કરવાની .
અને ઘર નજીક આવતા બાય કરતી વખતે ઉજાસે હાથ પકડી પૂછ્યું ,આજે ઘણા રંગે રંગાયા હશો, મારા પ્રેમ નાં રંગે રંગાવાનું ગમશે ? આગવીએ બે પળ આંખો ઝુકાવી દીધી અને કહ્યું ,ઓફકોર્સ ગમશે ... આપના વિચારો અને લાગણી નાં રંગો તો એક જ છે ને ,આપણે બંને અત્યારે એ રંગ માં તો ભીંજાઈ રહ્યા છે . અને રૂમ માં જઇ ફરી ઉજાસ સાથે મોબાઈલ પર રંગ રંગ ભરી વાતો .
ગાંધી ટોપી
મીત્રો ,તમે વારંવાર બધા નાં મોઢે એવું સાંભળતા હશો કે આજકાલ નાં ગીતો માં કંઇ દમ નથી.પણ હીન્દી નોન -ફીલ્મી પોપ સોંગ ખૂબ શોર્ટ માં સેન્સિટિવ રજૂઆત કરતાં હોય છે.
લકી-અલી નાં એક મ્યુઝિક વિડિયો "અન્જાની રાહોમેં તું કયા ઢૂંઢતા ફીરે"માં હીરો ગીત ગાતા ગાતા એક જગ્યાએ શૂટિંગ જોવા ટોળુ ભેગું થયું હોય ત્યાં ઉભો રહે છે.એમાં નેતા બનેલો કલાકાર ગાંધીટોપી પહેરી જોશભેર ડાયલોગ બોલતો હોય છે.સીન પતાવી તરત ટોપી જમીન પર ફેંકી દે છે અને ફીલ્મી સ્ટાઇલ માં ખુરશી પર બેસી ફેશ થાય છે. લોકો નું ટોળું વિખરાતા ટોપી બધાના પગ નીચે રગદોળાય છે અને આ જોઇ લકી-અલી ટોપી જમીન પરથી ઉંચકી ,ધૂળ ખંખેરી પાછી કલાકારને પહેરાવે છે. તમને બધાને ખયાલ તો આવીજ ગયો હશે કે ગાંધી ટોપી ની રીસ્પેકટ ફકત ફોટા કે ફંકશનો પૂરતી સીમિત રહી ગઇ છે.
ખરા દેશપ્રેમી માણસો ને આવી નાની ભૂલો પણ ખૂબ સ્પર્શે જતી હોય છે.
ઇમોશનલ વેલ્યુ
માનનીય વડાપ્રધાન શ્રી ઇંદિરા ગાંધી ના જીવન નો એક પેરણાત્મક પ્રસંગ લખવાની ઇચ્છા થાય છે. મહીલાઓ ની એક કમીટી મીટીંગ માં એમનું વકતવ્ય પૂર્ણ થયા બાદ બધા વાતો કરતા બેઠા હતાં.બાજુંમા બેઠેલા એમના ખાસ પ્રસંશક મહીલા મીત્રએ ધીરેથી પૂછયું. મેડમ, આજે આપની પહેરેલી સાડી ખુબ જુનીડીઝાઇન ની અને થોડી ડલ છે.
ઇંદીરાજી એમની સ્ટાઇલ માં મંદ મંદ હસ્યા અને કહયું ,આ સાડી મારા સાસુજી ની છે અને મને ગીફ્ટ આપી છે . કોઇ યાદગાર પ્રસંગ નો દિવસ હોવાનેલીધે પહેરી હતી.. અને કહયું, દેખાવ કરતાં પણ મારા માટે આ સાડી ની ભાવનાત્મક વેલ્યુ ઘણી છે.
કેમ ભૂલી ગયા....!
ઝીલ ને આજે છોકરો ફેમીલી સાથે જોવા આવ્યો. બધાને ગમી ગયું . પોતાની કાસ્ટનો બીઝનેસ મેન જમાઇ અને મુંબઈ રહેવાનું . ખ્યાતનામ ડોકટર ઞૌરાંઞ નાં પગ તળે થી જમીન સરકી ગઇ જયારે છોકરા એ શરુ કરેલા નવા પ્રોજેક્ટ માટે મોટી રકમની ડીમાન્ડ થઇ.
ગૌરાંગે ઘરમાં પત્ની સાથે વાત કરતાં ઘણો આક્રોશ ઠાલવ્યો ."આ કંઇ રીત છે... "વગેરે વગેરે. શાંત સ્વભાવ ની પત્ની એ કહયું," આપણાં લગ્ન વખતે તમારી ડીમાન્ડ માટે ગામની જમીન વેચી મારા પિતાએ દવાખાનું શરૂ કરી આપ્યુ હતું. અને તમે વિરોધ કરી શક્યા નહોતા. એ છોકરા ની પણ એજ મનોસ્થીતી હશે." સમય બદલાયો, રીવાજો નાં નામે લગ્નો ની સોદાબાજી હજુ એમ જ છે."હવે તો તમારા બંને પર નિર્ભર છે કે સમય ને ખરેખર બદલવા માંગો છો કે નહીં."
આજ્નું સુખ
સુચેતા આજે એરપોર્ટ પર રીલેટીવ અને ફ્રેન્ડસની વિદાય લઇ અમેરિકા જઇ રહી હતી .આસવ ધીરેથી બોલ્યો.
" પ્લીઝ જરા જલ્દી કરને .હજુ તો લગેજનું વેઇટ કરાવવાનું પણ બાકી છે "
"ઓહ.જસ્ટ ફયુ મીનીટસ ."
બધી ફ્રેન્ડ વિશ કરીને જવાની તૈયારીમાં હતી .હિથ્રો એરપોર્ટની લાઉન્જ પસાર કરી બધાને બાય કરતી પાછળ ફરી જોયું .બધાની આંખમાં ખુશીના આંસુ હતા.ચેક-ઇન થઇ વિન્ડોમાંથી લંડનની ધરતી જોઈ રહી .એનું જન્મ -શહેર .પ્લેઈન સ્ટાર્ટ થતા સુચેતાના વિચારો ભૂતકાળમાં સરકતા ગયા.
લંડનના નાના ટાઉનમાં રહેતા ગુજરાતી ફેમીલીની દીકરી .ભણવા સાથે પાર્ટ - ટાઈમ જોબ પણ ચાલે.પપ્પા અને મમ્મીની પણ જોબ ચાલે . મોટોભાઈ તો વાઈફ ને લઇ જુદો થઇ ગયેલો .
"ચાલ જલ્દી તૈયાર થા .ઇન્ડિયન સમાજનાં ગેધરીંગ માં જવાનું છે "મમ્મી કેતકીબેન બોલ્યા .
"નાં મમ્મી ,મને તો એવું બોરિંગ લાગે "
પણ મમ્મી આગ્રહ કરી લઇ ગયા .બધાને મળીને થોડી ફ્રેશ મૂડમાં આવી .ત્યાં સામેથી રસીલાબેન એમના તરફ આવતા હતા .વાતો કરવા માંડ્યા એટલામાં એમનો દીકરો વિરાગ પણ આવી ને હાઈ .ઓલરાઈટ બધા ? કહીને સુચેતા સાથે બેસી વાત કરવા માંડ્યો .જુના ફેમીલી ફ્રેન્ડ .એમનો પોતાનો બીઝનેસ .નોર્થ -વેસ્ટગુજરાતનાં .સુચેતાની આંખમાં શરમનાં પંખી કેતકીબેનથી અજાણ્યા નહોતા .વિરાગ પ્રત્યેનો સુચેતાનો સ્પેશીઅલ ભાવ એ સમજતા હતા પણ રસીલાબેનની મોટાઈથી પણ પરિચિત હતાં.એમના પતિ પણ જરાવાર વાત કરી બાય કહી નીકળી ગયા .સુચેતાને વિરાગ સાથે વાત કરવી હતી પણ એના મમ્મીની આંખના ઇશારે એને ઉભો થઇ ગયેલો જોઈ કઈ બોલી નહિ . રસ્તે કારમાં વાત કરતા કેતકીબેન બોલ્યા "આજે પેલા સુધામાંસી એની બેનના છોકરાને માટે પૂછતા હતાં ."પણ સુચેતા ચુપ રહી .
"લંડનમાં મધ્યમવર્ગના ફેમિલીની છોકરીઓ માટે હવે તો છોકરા શોધવાનું અઘરું થઇ ગયું છે ,ઘણા અમેરિકા જવાનું પસંદ કરે છે ,ત્યાં તક વધારે અને ઘણા તો બહારની ન્યાતમાં લગ્ન કરે છે .આપણાં સમાજના છોકરાઓમાં દારૂનું વ્યાસન એટલું છે કે જરા જોઇને કરવું પડે .અને બધા ગામની મિલકત વગેરે જોઇને જ છોકરી પસંદ કરતા થઇ ગયા છે ઉપરથી સમાજસુધારાની વાતોને અંદર તો લાલચ "
"મમ્મી ,તમે કેમ ટેન્શન કરો છો ?હું ભારે પડું છું ?" ને કેતકીબેનની આંખમાં આંસુ આવી ગયા ,'એવું નથી પણ તારું જીવન ગોઠવાઈ જાય તો અમને શાંતિ "
એટલામાં ઘર આવ્યું .લીવીગમાં દાખલ થતા ફોનની રીંગ વાગી .ઇન્ડિયાથી બેનનો ફોન હતો .બધી સોશીઅલ વાતોને લગ્નની વાતો ચાલી .બેને સજેસ્ટ કર્યું એટલે એમને ઇન્ડિયા છોકરો શોધવાનું કામ સોંપ્યું .થોડા સમય પછી ઇન્ડિયા જવાનું ગોઠવ્યું .સુચેતાને ખબર પડી ગઈ હતી કે કોઈ દ્વારા પુછ્વ્યું પણ રસીલાબેનના તોછડા જવાબને કારણે કેતકીબેન ખૂબ રડ્યા હતાં અને ઘણા સમયથી એલોકો સાથે સંબંધ પણ ઓછો થઇ ગયો હતો .વિરાગ એક બે વાર મળ્યો પણ ખાસ કઈ રસ નહિ બતાવ્યો .એની સાથેના ફ્રેન્ડલી અને મસ્તીના પ્રસંગ સુચેતાને બહુ યાદ આવતા પણ આ સંબંધને એના ફેમીલી વગર નિભાવવાના વિરાગમાં કોઈ ગટ્સ નહોતા .
ઇન્ડિયા જઇ બધે ખૂબ ફર્યા અને શોપિંગમાં સમય ગયો .એક દિવસ કોઈનો ફોન આવ્યો તે એમની ન્યાતનો જ એન્જીનીઅર થયેલા છોકરાનું જોવાનું ગોઠવી દીધું ..ઇન્ટરવ્યુ ઠીક રહ્યો .પોતે જોયેલા સપનામાં અને વાસ્તવિકતામાં આસમાન જમીનનો ફર્ક હતો .બધાને પસંદ આવ્યું અને ઝડપથી લગ્ન પણ લઇ લીધા .સામાન્ય જોઈન્ટ ફેમિલીમાં સાથે રહેવાનું ખુબ આકરું લાગ્યું સુચેતાને .ભણેલા હોવા છતાં વિચારોમાં પણ ઘણો ફર્ક.ઘરમાં આર્થિક તકલીફ હોવા છતાં ઘરની લેડીઝો કામ કરવા નહિ જઇ શકે અને પોતાના સપના ભાંગીને ભુક્કો થઇ રહેલા જોઈ બે મહિનામાં લંડન પાછી ફરી .સેટ થવાં પ્રયત્ન કરવા લાગી .પપ્પા-મમ્મી ભવિષ્યના સપનાં જોતા રહ્યા અને એક દિવસ એણે પોતાનો ડિવોર્સ લેવાનો નિર્યણ ઘરમાં જણાવી દીધો .ભાષા અને લાઈફસ્ટાઈલમાં કોઈ રીતે મનમેળ નહોતો લંડન બોલાવીને પણ કઈ ખાસ ફર્ક પડવાનો નહોતો .કેતકીબેન પરતો વીજળી પડી જાણે અને ઘણા સમજાવવાના પ્રયત્ન છતાં સુચેતાનું મન ગોઠવાયું નહિ.
એ વાતને પણ પાંચ વરસ વીતી ગયા .ઇન્ટરનેટ પરથી અમેરિકન રેસીડેન્ટ આસવ એને ખૂબ પરફેક્ટ લાગ્યો એના પણ કોઈ કારણ સર ડિવોર્સ થયા હતા .એકદમ વેલ્બીહેવ,સ્માર્ટ ભણતર સાથે મોટેલ પણ શરુ કરી હતી .જાતે જઈને ઘર અને આસવ બંને જોઈ જાણી આવી પછી મક્કમ નિર્ધાર કર્યો. ક્યાંય કશું ખૂટતું નહોતું .એના જીવનનો સુવર્ણકાળ તો જાણે હવે શરુ થયો હતો .પોતાની ન્યાતનો જ છોકરો જોઈએ એવા માં -બાપના આગ્રહને કારણે સુચેતાનાં જીવનનું સુખ જાણે દુર ધકેલાઇ ગયું હતું .
અને ...આજે સુચેતા પોતાના મનગમતાં સ્વપ્ના આસવ સાથે સુખનાં વાદળો પર સરકી રહી હતી જ્યાં એના સપનાનો રાજકુમાર એનાં ખભા પર માથું ઢાળી સુતો હતો અને એના મોં સામે જોઈ સુચેતા પ્રેમભર્યું શરમાઈ રહી .
Subscribe to:
Posts (Atom)








