Wednesday, 12 October 2016

લાગણીનાં નિણૅયો

 નિશ્ચિંત અને દુર્વાનો રોજનો રાતે  બાલ્કનીમાં  બેસી કોફી પીવાનો  નિયમ . સુખી  દામ્પત્યનાં ૩૫  વરસ અને ધીરે  ધીરે સેટલ  થઇ રહેલા ૨  દીકરાઓ   સાથે નાનકડા બંગલા માં રહે .
દુર્વા કહે :હવે  દોડાદોડ  કરવા કરતા  રીટાયર થઇ  આરામ કર .
નિશ્ચિત કહે ,
"નેક્સ્ટ  યર વિચારી લઉ .આ વરસે તો  આપણું   ભારત  યાત્રા ફરવાનું પ્લાનીંગ  થઇ ગયું  છે  અને  એડવાન્સ પૈસા પણ ભરી દીધા છે .અને ગામનું ઘર સેલ થયું છે તે મારો વર્ષોનો એક  શોખ છે  નાની  આયુર્વેદિક  સ્કુલ  શરુ  કરવાનો છે  અમારા  ગામમાં  તો  એવી  કોઈ સગવડ નથી. "
એટલામાં  નાના  દીકરા ઉત્કંઠ  આવી  કહ્યું  ,"ડેડી મારે થોડી વાતો કરવી છે. સાથે ભણતી ગર્લફ્રેન્ડ ક્રીશીતા  સાથે હું   મેરેજ કરવા નો છું .તમને તો  ખબર  છે ,એ લોકોતો એકદમ લક્ઝરીમાં રહેવા ટેવાયેલા છે .એને અહી રહેવાનું ફાવશેનહિ .અમે ફ્લેટ પણ  નક્કી કરી  આવ્યા છે . મારે  એમાં  પૈસા ભરવાના છે.બાકીની લોન લેવી પડશે ."
એટલે કહ્યું નિશ્ચયે," હા ..હા  વાંધો નહિ .પણ દીકરા  અત્યારે આટલો વધુ પડતો ખર્ચ જરૂરી છે? "પણ આખરે ..
નિશ્ચયનાં ઘર નાં પૈસા અને ભારત દર્શનનું સપનું તો દીકરા નાં સપનામાં ટ્રાન્સફર થઇ ગયા . દુર્વા કહે ,"આપણી સાથે રહેવું નહિ  ફાવે ,આપણાંપૈસા ફાવે ."
નિશ્ચય કહે," અરે ,શું તું પણ ,મારે તો હજી ૫ વરસ બાકી છે ,આમ નવરા નવરા બેસી રહેવાનું ફાવે નહિ .લોન પણ ભરાઈ જશે ".
દુર્વા ભીની આંખે બોલી ,બસ  રહેવા દે તું અને આ તારા આ લાગણી નાં  નિર્ણયો ....

સબંધનાં વમળ

જીંદગી નાં ૧૫   વર્ષ એક સંબંધ ની આસપાસ ગુમાવ્યા જે  ક્યારેયના  ઉકેલાયો. ઉચ્છવાસમાં જાણે વિચારો નો ગરમ ધુમાડો અનુભવતી જેમીના ઉભી છે જીંદગી ના ત્રિભેટે. અંદર કશુક તૂટતું લાગે છે .સામે ટેબલ પર અમેરિકામાં નવી બ્રાંચ ઓફીસ અને ચાઇલ્ડ સેન્ટરની ફાઈલ પડી  છે .આ શહેર ,એનું પ્રિય શહેર ,ટોપ ઇન્સટીટયુટ માં  ફાઈનાન્સ સ્ટડી અને અભિગમ સાથેની પાર્ટનરશીપ પછી લગ્ન .કેવી ગાઢ મિત્ર હતી એની રુગ્ના. અભિગમ કોમન મિત્ર બંનેનો .લડતાં ઝગડતા કોલેજ નાં દિવસો માં અભિગમ આવે ને એટલે બસ,બેસી ને દુનિયાભરની વાતો .બંને જાણે કે ઈમ્પ્રેસ કરવાના મૂડ માં  આવી જાય.એકદમ રેન્કર અભિગમ અને જેમીના.જોઈન્ટ ઓફીસ નાં ઓપનીંગ ની પર્સનલ પાર્ટી માં અભિગમ અને જેમીના બેજ . સંડેની સાંજ બોટરાઈડ વિથ ડીનર અને ફ્યુચર  પ્લાનિંગ ડિસ્કસ કરતાં અભિગમ ની આંખમાં એક નશો અને ઉન્માદ દેખાતા હતા ,સફળતા નો આત્મવિશ્વાસ .જેમીનાનો હાથ જોરથી પકડી રાખ્યો હતો અને "વિધીન અ ફાઈવ  યર્સ વી વિલ બી ઓન ટોપ ."અને જેમીના ને આશ્લેષ માં લઈને કયાંય સુધી ડેક પર ઉભો રહ્યો . ઓફીસ ઓપનીંગ માં રુગ્ના બુકે અને એના બે ફ્રેન્ડ ને વર્ક માટે ઇન્ટરોડયૂસ કરાવા લઇને આવી .રૂગ્ના જે હદે અભિગમ ને ચાહતી હતી તેનાથી જેમીના બેચેન થઇ જતી.
 થોડું સેટ થયા બાદ મેરેજની પાર્ટી માં ઇન્વાઇટ  કરવા રુગ્ના ને ફોન કર્યો .અડધી એક મિનીટ માટે સ્તબ્ધ શાંતિ છવાઈ ગઈ વચ્ચે .
 'ઓહ ...વેલ .....સરસ ....હવે તો અભિગમ  એકદમ ..."
 "બોલને ,અટકી કેમ ગયી ?એકદમ મારો જ એમને ?"
 "નાં ..નાં ...એવું નહિ ,એકદમ બીઝી "
 "પાર્ટી ચોક્કસ અટેન્ડ કરજે ".
પાર્ટી માં એકદમ વાઇટ સાદી એમ્બ્રોડરી સાડી અને હાથમાં પ્રેઝન્ટ  લઇ વિશ કર્યું બંનેને.લગ્ન વિષે પૂછતા ફ્રેન્ડસ ને હસી ને ટાળતા રુગ્ના બોલી ."હું તો મારા પપ્પાની ઓફીસ અને સોશિઅલ   સંસ્થા ને હેન્ડલ કરવા માં જ બીઝી છું" 
 અભિગમનો આત્મવિશ્વાસ રંગ લાવતો ગયો .થોડાજ વરસોમાં અભીનવ -જેમીનાની કંપની આગવી  હરોળ માં હતી .રુગ્ના ની દોસ્તી યથાવત હતી .લગ્ન ના ૮ વર્ષ થયા અને હવે જેમીના એકદમ અધીરી થઇ રહી હતી બાળક માટે પણ કેટલાય ડોક્ટરની ટ્રીટમેન્ટ ની કોઈ અસર નહિ .અને હવે લગ્નને પંદર વર્ષ થવા આવ્યા.અભિનવે નહિ જણાવવા કહેલું પણ આખરે જેમીનાને  ડોકટરે કહ્યું ,"મીસીસ.પારેખ તમે કદી માં નહિ બની શકો."અને ..જેમીના અભિનવ ને વળગીને કયાંય સુધી રડતી રહી.દત્તક લેવા ને બદલે અભિનવ ની પોતાના બાળક ની જીજીવિષા એને કોતરી ખાતી હતી .એની મુક આંખ માં અદમ્ય  ઈચ્છા દેખાતી રહેતી,
અભિનવની આ વખતની  બર્થડે પાર્ટીમાં થોડા અંગત ફેન્ડસ ઇન્વાઇટ કર્યા.રૂગનાએ જેમીના ને  વિશ કર્યું .અને સ્માઈલ આપી અભિનવને "કંપની ટોપમાં  છે હં,ન્યુઝ વાંચીએ છે,યુ  રીઅલી ડન વોટ યુ વોન્ટ  " અને  સાથે બેસીને ડિનર લેતા જેમીના 
 "બટ હી નોટ ગેટ એવેરીથીંગ હી વોન્ટ,અમે સેરોગેટ મધર માટે વિચારીએ છે ."રુગ્નાની આંખ માં આંખ પરોવી અભિનવ જોઈ રહ્યો.રૂગ્ના એ નજર ફેરવી લીધી .ત્રણે કઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા.અભિનવ કેટલીએ વાર રૂગના સાથે ફોન પર અને મળી ને ડિસ્કસ  કરતો રહ્યો .અનાથ આશ્રમ ના બાળક વીષે ની ડીટેલ  પણ રૂગ્ના એ જણાવી.
રૂગનાને ઓફીસથી  આજે સાથે લઈને કારમાં ઘરે જવા નીકળ્યો હતો જેમીના ની તબિયત સારી નહોતી.એનીવર્સરી ની પાર્ટી કેન્સલ કરી ખાલી રૂગ્ના ને જ ઇન્વાઇટ કરી હતી,ઘરે પહોચ્યા તો જેમીના દવા લઇ હમણાં જ સુતી છે અને તમે જમી લો કહીને સર્વન્ટ એના રૂમમાંજતો રહ્યો .ક્યાય સુધી ટેરેસ પર વાતો કરતા બેસી રહ્યા.
 "૧૧ ;૩૦ થઇ ગયા છે હવે હું નીકળું "કહી રુગ્ના ઉભી થઇ,અને  અભિનવે એને  હાથ પકડી,'એટલી શું ઉતાવળ છે કાલે તો સન્ડે છે "કહી પાસે ખેંચી લીધી .
 "ઓહ પ્લીઝ ,અભિનવ આમ કેમ કરે છે ?"
અને અભિનવે એને સખત રીતે પોતાની પાસે જકડી રાખી ."બસ તારા માં સમાઈ જવું છે."કહી.....
 અને રુગ્ના...પીગળતી ગઈ .ઉપર આંખ સામે અસીમ આકાશ એમાં ચમકતાં તારા અને ચાંદનીમાં નહાતી અભિનવ સાથે ઓગળી ગઈ .કઈ યાદ નહોતું આવતું .બસ એક નીરવ રાત માં ક્યાંક ઉડી રહી છે  અભિનવ સાથે.
 "રોકાઇ જા અહી જ આજે "
 "પ્લીઝ ,હું ઘરે જાઉં છું" કહી ને અભિનવની  કાર ની ચાવી લઇ ઝડપથી દાદર ઉતરી જતી રહી. ઘરે પહોંચી પછી  કેટલા અભિનવ ના ફોન આવ્યા પણ એકે રીસીવ નહિ કર્યો .સવારે  જેમીનાનો ફોન આવ્યો.
 " કાલે મળાયું નહીં.ડીનર બરાબર હતું કે નહીં?"વગેરે ... બે દિવસ પછી સીધો અભિનવ રુગ્ના ની ઓફીસ પહોંચી ગયો. 
 "કેમ આવું કરે છે? જે થયું એ નહીં ગમ્યું? મારી આંખમાંથી છલકાતાં દર્દ અને પ્રેમનાં દરિયાને તું ઝીલશે એવા વિશ્રવાસ સાથે તને  ચાહવા માંડયો છું. આ કોઇ ભૂલ નહોતી,બન્નેની મનગમતી પળો હતી."
 "ઓફકોર્સ,એ આપણી ઇચ્છાઓ ની જ પળ હતી. પણ હવે આ સંબંધ ને કઇ રીતે..."
 " એ બધુ મારા પર છોડી દે.રુગ્ના મારે આપણું બાળક જોઇએ છે"
 અને.... રુગ્નાએ ચીલડ્રન વેલફેર ના ઇન્ટરનેશનલ અભ્યાસ માટે બે વર્ષ અમેરીકા રહેવાનો નિર્ણય કર્યો. દોઢેક વર્ષ પછી અભિનવ-જેમીનાએ સુંદર દીકરો 
દત્તક લીધો. અમેરીકા થી ફોન કર્યો રુગ્નાએ ..
 "અભિનંદન, નામ શું પાડયું?"
 "અરુજય"
  "ઓહ, હવે તો અભિગમ એકદમ....."
 "બોલને,  રોકાઇ કેમ ગઇ.....અભિનવ એકદમ તારો જ"

સાથે જ છીએ

ઓફીસ માં સાથે કામ કરતા કરતા ઉદભવ અને રૂમાની અત્યંત નજીક આવી ગયા હતા .ફ્રેન્ડસ બધા કહે,
"હવે પરણી જાવને ".
પણ કેમે કરતાને રૂમાનીનાં પપ્પા મમ્મી માન્યા નહિ .મરજી વિરુદ્ધ જવાની રૂમાની ની હિંમત નહિ થઇ ,પરપ્રાંતી ઉદભવ પ્રત્યેના પ્રેમને એક મીઠી યાદ બનાવી લીધી . ઉદભવે પોતાની ટ્રાન્સફર બીજા રાજ્ય માં કરાવી લીધી .અપરિણીત રહેવાના નિર્યણ સાથે .
 રૂમાની એ પપ્પા - મમ્મીની પસંદગીના સુકાંત સાથે લગ્ન કરી લીધા . જીંદગી એની એ રફતારે ભાગતી હતી . પંદર વર્ષ વીતી ગયા .બાળક માટે ની તીવ્ર ઈચ્છા હોવા છતાં સુકાંત રૂમાની મજબૂર હતા. સુકાંત સમજતો હતો રૂમાની ની વેદના પણ ... .ઓફિસે પહોંચી રૂમાની ને ન્યુઝ મળ્યા ."અરે ,આપણો ઉદભવ ની મેનેજર તરીકે અહી ટ્રાન્સફર થઇ રહી છે" .રૂમાની એકદમ સ્તબ્ધ થઇ ગયી .બધા મિત્રોએ પણ ચુપકીદી સાધી લીધી .ઉદભ ના આવ્યા પછી બધાએ એકદમ નોર્મલ રૂટીન ચાલુ રાખ્યું .દર મહીને પાર્ટી માં ભેગા થતા હતા .સુકાંત અને ઉદભવ પણ મિત્રો બની ગયા હતા .ઉદભવ પ્રત્યે નાં સોફ્ટ કોર્નર વિષે સુકાંત ને થોડો અણસાર આવી ગયો હતો . એણે રાત્રે પાર્ટી પછી રૂમાની ને કહ્યું .
"હજુ પણ તને તારો જીંદગી નો નિર્યણ બદલવાની છૂટ છે ".
રૂમાની કહે" કેમ આવો વિચાર આવે છે ?"
.સુકાંત કહે "બસ એમજ ".
અને વિચાર કરતા કરતા નક્કી કરી લીધું કે રૂમાની ના જીવન ની ખુશી કઈ ઓર હોય તો એમ સહી .ઉદભવ ના સહેવાસ માં દિલ ની કોમલ લાગણી ઓ નો એક મહેલ બનવા માંડ્યો હતો.જેમાં સપના ઓ રહેવા લાગ્યા . સવારે ઉઠીને પેપર વાંચતા ઓફીસ ની તૈયારી કરતી હતી .ત્યાં અચાનક ડોક્ટર વિશાંત નો ફોન આવ્યો ."મેડમ ,પાર્ટી જોઈએ ,ગૂડ ન્યૂસ છે .અમારી સારવાર સફળ રહી છે .તમે ને સુકાન્તભાઈ મમ્મી પપ્પા બનવાના છો ".હર્ષ મિશ્રિત આંસુઓ સાથે રૂમાની સુકાંત ને વળગી પડી, 
સ્વસ્થ થયા પછી ઉદભવ સાથે વાત કરતા કહ્યું ."હું હવે કદાચ જ ઓફીસ જોઈન્ટ કરીશ"  .આપણાં નસીબમાં સાથ ત્યારે પણ નહોતો અને આજે પણ નથી .ઉદભવ કહે,
"તું મારી સાથે જ છે દુર હતી જ નહિ .બસ ભગવાન ની કૃપા થી તારી અંદર આકાર લઇ રહેલું બાળક અને તમે બધા ખુશ રહો એવી મારી શુભેછા ". 

રૂમાની નું અંતર આનંદ થી ભરાઈ ગયું .

મારો નિણૅય

પ્રિયાંશી અને હરીકેત માસ્ટર કોર્સ કરવા અમેરિકા પહોચી ગયા .ફેમીલી ફ્રેન્ડ હતા .પ્રિયાંશી ના પપ્પા ડાયમંડ ના વેપારી . સમય જતા પ્રીયંસી પપ્પા ની ન્યુયોર્ક ઓફીસ પણ અટેન્ડ કરતી. બીઝનેસ પાર્ટી માં કંપની તરફથી આવેલા અમેરિકન ક્રીસ સાથે પરિચય થયો .ફ્રેન્ડસ થઇ ગયા .વેલ બિહેવ અને સાલસ ક્રીસ એના મધર સાથે રહેતો હતો .પ્રીયંસી ને ઘર જેવું ફિલ થયું અમેરિકા આવ્યા પછી હરીકેત નો અસલી રંગ થોડો થોડો જાણવા માંડી હતી .
પપ્પા -મમ્મી આવવાની ખુશી માં પાર્ટી રાખી .પપ્પાને વાત કરી હતી તે ક્રીસની ઓળખાણ કરાવી .પાર્ટીમાં ફરતા ફરતા વિકાસભાઈ એ ૨ ફ્રેન્ડ નશા માં વાત કરતા હતા તે સાંભળ્યું . 
"અરે દિનેશભાઈ એ તો જોરદાર ગોઠવી નાખ્યું એના દીકરાનું .મારો દીકરો કહેતો હતો,હરીકેતતો જબરજસ્ત જલસા કરે છે .એકની એક દીકરી અને બીઝ્નેસ્નો એકલો માલિક થવાનો .પ્રીયંસી તો સાવ ઈમોશનલ ફૂલ છે .હરીકેત તો એના ગુપ માં ફૂલ ડેટિંગ અને ફલર્ટ કરે છે ."
વિકાસભાઈ ના મગજ માં તો જાને ૧૦૦૦ બલ્બ નો ઉજાસ થઇ ગયો .એમને ખ્યાલ આવી ગયો કે જાણીતા પણ બધા સ્વાર્થનાં સગા છે .
અને એમને નિર્યણ લઇ લીધો કે મારી દીકરી અને એના પ્રેમ ભર્યા જીવન માં હું આડખીલી નહિ બનું .એનું ઓબ્ઝૅવેશન સાચું જ છે .વિદેશીઓ જ ખરાબ હોઈ છે એવું નથી .
અને પ્રીયંસી નું ક્રીસ સાથેનું સુખી જીવન નું સપનું સાકાર થયું .

હું ક્યા છું?

"મમ્મી ,તું હવે ક્યારે મારા ને મારા દિકરા વચ્ચેથી જવાની ?”
જોરથી બરાડતા વિશુ આક્રોશથી થરથરી રહી હતી અને કૌશિકાબેન એકદમ ડઘાઈ ને સામે જોવા લાગયા .હાથમાં રહેલું થર્મોસ પડવાની તૈયારી માં હતું .દાદી ને આમ રડી પડેલા જોઈ રંગત પણ રડવા લાગ્યો .અવિરત આંસુ વહી રહ્યા હતા કૌશિકાબેન ની આંખમાંથી . 
 "મારો વાંક શું છે ?તારા અને તારા પરિવાર માટે લોહી રેડી દીધું છે.
 "કોલેજકાળ દરમિયાન જ વિશુ નાં પિતા નું મૃત્યુ થવાને કારણે બધો ભાર કૌશીકાબેને હિંમત થી ઝીલી લીધો .દીકરીએ ભણીને વકીલ તરીકે પ્રેકટીશ શરુ કરી અને સરસ કંપનીની જોબવાળા પરિતોષ સાથે લગ્ન કરી લીધા .બેંગ્લોર છોડી અહી જ શિફ્ટ થવાનું નક્કી કરતાં નજીક ઘર લઇ સેટ થયા અને રંગત નો જનમ થતા તો કૌશિકાબેન જ લગભગ બધી સંભાળ લેવા માંડ્યા.પોતાની કેરીઅર પાછળ ની દોટમાં ભાગ્યે જ રંગત સાથે સમય વિતાવી શક્તી.સામાજિક એકટીવીટી પણ ખૂબ .
 સવારનાં નાસ્તાંથી માંડી , જમવાનું ,લેસન ,રમતગમતમાં હાજરી , શિક્ષિત કૌશિકાબેન કોમ્પુટર પર બાળવાર્તા વંચાવે અને ગેમ પણ સાથે રમે .કોઈ પણ કામ માટે રંગત ને વિશુ યાદ જ ન આવે .પરિતોષ નું જમવાનો સમય પણ સાચવી લે .સ્કૂલ પેરેન્ટ ની મીટીંગ માંથી આવી ને નોટ જોઈ .પરિતોષ એકદમ બોલી ઉઠ્યો .
 "રહેવા દે ને તને ખ્યાલ નહિ આવે એ લેસન તો મમ્મીએ તપાસ્યું છે .અને વિશુ સામે જોઈ રહી .ત્યાં કોઈ નો ફોન આવ્યો ,
 "તમારા દીકરા રંગત નો તો યુથ ફેસ્ટીવલ ની નિબંધ સ્પર્ધા માં ફર્સ્ટ નંબર આવ્યો છે .સરસ તૈયારી કરાવી કૌશીકાબેને " અને વિશુ નેતો એ વિશે કઈ ખબર જ નહિ .એકદમ અલગ અલગ ફિલ કરવા કરવા લાગી .વધુ સમય આપવા નો પ્રયત્ન કરવા માંડી .પણ ,હવે રંગત તો લગભગ કૌશિકાબેન ને ત્યાજ રહેવા માંડ્યો . અને .આજે અચાનક રંગત ને ગેમ રમતા વાગ્યું અને હોસ્પિટલમાં ઘેન નું ઇન્જેક્શન આપયું હતું .ઉઠતાની સાથે કશુંદાદી ... કશુંદાદી ની બુમ પાડી .વિશુ એકદમ દોડી ને અંદર ગઈ રંગત ને વળગી ને સમજાવવા માંડી ,પણ રંગતે જ્યુસ પીવાની પણ નાં પાડી દીધી ને કશુદાદી ની રટ ચાલુ રાખી .આંખમાં આંસુ સાથે કૌશીકાબેન અંદર આવ્યા અને રંગતના મોંં પર ખુશી છવાઈ ગઈ .
 "હું સંભાળી લઈશ ,મમ્મી તું આરામ કર "વિશુ બોલી .ત્યાં ડોક્ટર આવી ને બધી ઇન્સ્ટકશન આપવા માંડ્યા .દવા અને પાટો બદલવો વગેરે .ત્યાંતો રંગત બોલ્યો ,
 "ડોક્ટર અંકલ ,મારી મમ્મી મોટી વકીલ છે એને એવોર્ડ પણ મળ્યો છે આ બધું એને નહિ આવડે મારા કશું દાદી છે ને એજ મમ્મી છે તે કરી આપશે " પરિતોષ થી હસાઇ ગયું અને વિશુ ક્રોધાવેશમાં બરાડી ઉઠી .
 "મમ્મી ,તું હવે ક્યારે મારા ને મારા દિકરા વચચેથી જવાની ?” 

હવે શું કહું?

સરને ત્યાંથી ટ્યુશન પતાવી જેનીશ  દોસ્તો સાથે વાત કરતો નીક્ળ્યો. શોપ પરથી બૂક્સ અને મમ્મીની વર્ષગાંઠ હોવાથી આઈસ્ક્રીમ  લઈ ફાસ્ટ સ્કૂટર હંકારતો ઘર તરફ જતો હતો અને વચ્ચે આવતા પુલના નાકાં પાસે ટોળું વળેલું ,વચ્ચે કોઈ માણસ તરફડતો દૂરથી દેખાયો .ટ્રાંફીક જામ હોવાને લીધે કોઈને ઉભા રહેવા નહોતા દેતાં ,એટલામાં એક જણ બોલ્યું
,' આપઘાત કરવા પડ્યો હતો એમ લાગે છે,અજાણ્યો  છે  એટલે કોઈ હોસ્પીટલ પહોંચાડવા પણ તૈયાર નહીં .પોલીસની મગજમારીમાં કોણ પડે?'
બીજો કહે ,'તરત લઈ જાય તો કદાચ બચી પણ જાય '
    ત્યાં તો પોલીસની ગાડીનો અવાજ આવતા બધા વીખરાઈ ગયા .જેનીશ પણ ,
'જવા દો, હવે આપણે શું કરી શકીયે? '
કહી સ્કૂટર હંકારી ઘર તરફ નીકળી ગયો.ઘરે પહોંચ્યો અને મમ્મીને  પગે લાગી આઈસ્ક્રીમ ડીશ તૈયાર કરી , ભાઈ -ભાભીને બૂમ પાડી .બા સાથે વાત કરી રહ્યો હતો ત્યાં તો ભાઈ એકદમ હાથમાં ફોન લઈ દોડતા નીચે આવ્યા ,

'આ બધું મુકો ,જલ્દી હોસ્પિટલ જવાંનું છે ,મામાનાં દીકરા આરતે પુલ પરથી કૂદી આપઘાત કર્યો છે અને હોસ્પીટલ પહોંચે ત્યાં સુધીમાં એક્સપાયર થઈ ગયો છે '
અને આ સાંભળતા જેનીશના હાથની આઈસ્ક્રીમની ડીશ ઢળી ગઈ .અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો .મમ્મી પણ રડતાં એને વળગી પડયા, ભાભી ભીની આંખે આશ્ર્યથી જોતા હતા .
 

 હવે શું બોલે જેનીશ  ? 

પે્મનાં કિનારે

                            વૃદય દાદર પરથી  ઉતરી નીચેના રૂમમાં આવીને જુએ છે તો પ્રલય લિવિંંગરૂમની બારી પાસે બેસી પિયાનો વગાડી રહ્યો હતો. હવામાં કરુણ સંગીત રેલાઈ રહ્યું હતું એક એક સુર દર્દમાં ડૂબેલો હોય એવું લાગી રહ્યું હતું .પાસે જઈ  ખભા પર હાથ મુકતા વૃદય પણ એકદમ ગમગીન થઇ ગયો .ઊંચે જોઈ એકદમ ખાલીખમ આંખોથી એક નજર વૃદયને જોઈ ફરી પિયાનો પર સરકતી આંગળીઓમાં તલ્લીન થઇ ગયો .ચુપચાપ ઉભો રહી વૃદય કંઈ પણ કહયા વગર પ્રલયની લાઇબ્રેરીમાંથી લીધેલી બુક લઇ બહાર નીકળી ગયો .ગાર્ડનમાં બેસી વાતો કરી રહેલા પ્રલયનાં પપ્પા મમ્મી સાથે કેમ છો? કહી કાર સ્ટાર્ટ  કરી વૃદય  ઘર તરફ નીકળી ગયો .
કેટલો લાઈવ અને ઉછળતો કૂદતો પ્રલય ......આ રીતે ગમગીન થઇ ઉદાસ સાંજમાં એકલો એનાંં હૃદયમાં જે રીતે વલોવાઇ રહ્યો છે ,જાણે એક હસતું રમતું અસ્તિત્વ અચાનક કોઈ અદ્રશ્ય એવી  સાંકળમાં જકડાઈ નહીં ગયું હૉય ?ઝાલર ....ઝાલર એટલે જેની આંખોના ઉછળતા દરિયામાં પ્રલયનું હંમેશા સરકતું રહેવું અને ખળખળ હાસ્યની કેડી પર હાથમાં હાથ નાખી દૂર દૂર નીકળી જવું .
ક્યાં ખોવાઈ ગયું એ હોવું ? હોવું એટલે બસ ,ખાલી હોવું એમ નહિ પણ જિંદગીની એકએક પળને માણતાં જિંદગીને ભરપૂર કરી નાખવી અને એ તો બસ પ્રલય અને ઝાલર જ .....જાણેકે કોઈની નજર લાગી ગઈ બંનેના પ્રેમને.આજ બંગલો જે વિકેન્ડ હોમ તરીકે આખા ગોવાની શાન ગણાતો અને એમાં ઉજવાતી પાર્ટીઓ આખા શહેરને રોમાંચિત કરી દેતી .સમય મળ્યે એટલે બંને પ્રેમી પંખીડાઓ અહીં આવી સમય ગાળતા .દરિયાની લહેરો પર સાંજના સૂરજનાંં સોનેરી કિરણો ઢોળાયા હોય અને ઝાલરની આંખોમાં  તરવરતી માછલીઓને પકડી લેવા ઊંડાણે તરતી પ્રલયની નજર ,સાક્ષી હતા બધા ઉડતા પંખી ,સૂકી-ભીની રેત,ઉછળતા મોજાંં અને એમાં લાવણ્ય  નીતરતી ઝાલર .એની નાજુકતાને પોતાના બંને હાથોમાં ઉઠાવી પ્રલય દરિયાથી જાણે આકાશ સુધી ઉડતો રહેતો .
અને...... અચાનક  એક દિવસ એક વિરહી મોજું આવ્યું ને પ્રલયનાંં હાથમાંથી ઝાલરને સરકાવી ગયું .ઝાલરની આંખોના ઊંડાણમાં તરતો રહેતો પ્રલય દરિયાના ઊંડાણમાં ગરક થઇ ગયેલા એના પ્રેમના મોતીને નહિ શોધી શક્યો અને એક સવારે દરિયાની ભીની રેત પર ઝાલર નિશ્ચેતન  પડી પાણીમાં વહી આવી પણ પ્રલયનો અવાજ કે એનું રુદન , એના શબ્દો ,એનો પ્રેમ કશુંજ સ્પર્શી શકે એમ નહોતું ,અને દુનિયા આખી બદલાઈ ગઈ પ્રલયની .બસ ,સાંજે આવી દરિયાની લહેરો પર તરતી ઝાલરની રાહમાં રેતી પર ઊંધો પડી રહે અને આંખમાં ભરેલી મૂંગી ફરિયાદ સૂર્યનાંં કિરણો સાથે વધુ ઘેરી ઉદાસી છોડી જાય .
વૃદય એના મિત્રની ક્ષીણ થતી જતી જીવનની ઈચ્છા અને અસ્તિત્વનાંં ખાલીપાને ભરવા લાખ પ્રયત્ન કરતો પણ, એવું બનતું નહિ .ઘરે પહોંચ્યો અને અમેરિકાથી એની કઝીન રુક્ષાનો ફોન હતો .વેકેશન પર આવી રહી હતી .સાઇકાયટ્રિશનું સ્ટડી કમ્પ્લીટ કરી વર્લ્ડ ટુર પર નીકળી હતી અને નેક્સટ સન્ડે  ગોવા આવી રહી હતી.અહીં બે -ત્રણ મહિના ક્લચરર સ્ટડી કરશે .ખબર નહિ કેમ વૃદયને જાણે કે એકલતા ભર્યા આ સમયમાં રુક્ષાનું આવવું એક આશાનાંં કિરણ સમું લાગ્યું . અને એરપોર્ટ પરથી ઘરે આવતાંં રસ્તે જનરલ વાતોમાં પ્રલયનાંં જીવનની અંધારી એકલતાની વાત કરી .
'ઓહ માય ગોડ ,આ સુંદર ,અદભુત  કુદરત આટલી નિષ્ઠુર કેવી રીતે બની શકે કોઈ સાથે ?
બીજે દિવસે પ્રલયને જમવાંં ઇન્વાઇટ કર્યો .રુક્ષા સામે એક મ્લાન સ્મિત આપી ચુપચાપ સૂપ પીવા માંડ્યો .ડીનર પત્યા પછી ડેક પર બેસી વાતો કરતાંં કરતાંં પણ પ્રલય તો બસ ક્યારેક આકાશને તો ક્યારેક અંધારામાં આવીને રેત પર પથરાઈ જતાંં મોજાને જ જોઈ રહ્યો 
'પ્રલય આવતી કાલે રુક્ષાને પિક્ચર જોવા જવું છે અને તારે આવવાનું છે .રુક્ષા તો અહીં 3 મંથ  રહેવાની  છે અને ક્લચર  સ્ટડીનું સેમિનાર પણ એટેન્ડ  કરવાની છે.
'નાઇસ,પણ હું પિક્ચર જોવા ........'
'કેમ ,અમારી કંપની નહિ ગમે ?'
'ઓકે ,ચાલ આવીશ '
અને ...બીજે દિવસે પીક્ચર જોતાંં થોડી ઘણી  હાસ્યની વાતોમાં  પણ જોડાયો .ભાવતું આઈસ્ક્રિમ ખાતા ખાતા  આંસુ ચમકી ઉઠ્યાં અને રુક્ષા બોલી ,'પ્રલય ,કોઈ બહુ યાદ આવતું હોયને ,તો જોરથી રડી લેવું ' પીગળતા આઈસ્ક્રિમ સાથે પ્રલયની આંખમાંથી આંસુ વહી નીકળ્યા ,વૃદય અને રુક્ષા ચુપચાપ બેસી રહયા . રુક્ષાની આંખમાં સહેજ સ્મિત ફરકી ગયું .
'તું ,રડી શકે છે ને એજ તો તારા જીવંત હોવાની નિશાની છે.કોઈની યાદમાં એને ગમતું બધુજ કરવું અને સાથે હસી પણ લેવું અને રડી પણ લેવું .'  રોજ રુક્ષા સાથે બેસી મ્યુઝિક વગાડે ,બૂક્સ ડિસ્કસ કરે અને રુક્ષાનાંં અવાજમાં ગીત પણ બહુ ગમતું થઇ ગયું . એની ઓફિસમાં બેસી ભેગા નાસ્તો કરતા હતાંં, ને એના પપ્પા આવ્યા તો રુક્ષાની ઓળખાણ કરાવી .
'થેન્ક્સ અ'લોટ રુક્ષા,તમારા આવવાથી તો મને જાણે મારો દીકરો પાછો જીવંત થઇ મળી ગયો .'
'એમા શું થેન્ક્સ અંકલ ,ફ્રેન્ડ્સ જ ફ્રેન્ડ્સને વધુ જીવંત બનાવી શકે અને એની સાથે અમે પણ કેટલા લાઈવ અને હળવાશ અનુભવીએ છે બાકી વૃદય તો એટલો નિરાશ થઇ ગયેલો .'
અને ધીરે ધીરે દરિયા કિનારેની રેતથી આગળ ફરી ઉછળતાંં મોજા પર જોવા આતુર વૃદયે પ્રલયને રુક્ષા સાથે,' દરિયાનાંં પાણીમાં એવોજ તને હસતો ઉછળતો જોવો છે 'કહ્યું અને પ્રલય ...... રુક્ષાનાંં લંબાયેલા હાથને જોઈ રહ્યો .
'ડર લાગે છે?'અને ...આગળ પાણીમાં જઇ રહેલા વૃદયને જોઈ રહ્યો પ્રલય.કિનારે અડધા પાણીમાં ઉભા રહી મોજાઓની આવનજાવનથી સર્જાતા સંવાદને સાંભળી રહયા બંને અને ધીરેથી હાથ લંબાવી રુક્ષાના હાથમાં હાથ મૂકી દીધો .ઊંચું  ઉછળતું એક મોજું આવ્યું અને રુક્ષા પ્રલયનાંં બંને હાથોમાં સમાઈ ગઈ.એકબીજાને સંભાળતાં પાણીની થપાટ બંનેને વધુ ઊંડે લઇ ગઈ અને પ્રલય જોરથી રુક્ષા ને જકડીને કિનારે ખેંચી લઇ આવ્યો .એકદમ જોરથી શ્વાસ લેતા રુક્ષા ડૂબતા સૂરજનાંં કિરણોમાં પ્રલયની આંખમાં જોઈ રહી.
'કેમ વધુ ઉંડે નથી જવું?'
'વધુ ઉંડે જવું છે એટલેજ તો તારી  સાથે કિનારા પર આવી ગયો છું.વહેતુંં પાણી હાથ છોડાવી સહારા સાથે લઇ જાય છે ,ત્યાં તને નહિ જવા દઉં .' રુક્ષાની આંખમાંથી ઊડતી શરમની છોળોએ ફરી પ્રલયને ભીંજવી નાખ્યો 
મનીષા જોબન દેસાઇ