Monday, 17 October 2016

ગુલાબજાંબુ

અન્વીતા મોબાઇલ પર વાત  કરતાં કરતાં  એકદમ  ઉત્સાહમાં  બોલી ,
"હા... હા  પપ્પાજી ,આજે  સાંજે  જ જમવાનું  રાખી લો .હું બધું   જાતે  જ   બનાવીશ .પપ્પા મમ્મી તો  આજે  કુળદેવીનાં મંદિરે દર્શન કરવા ગયા  છે ."અને પછી તરત સૃજનને ફોન કર્યો .નવા નવા એન્ગેજમેન્ટ  થયા હતાં. સૃજન સાથે થોડી શું બનાવુંની વાતો સાથે રોમેન્ટિક વાતો કરી ને પછી તરત રસોઈવાળા  બેન સાથે   સાંજની તૈયારી શરુ કરી દીધી .એનાં સાસુ પણ  કોઈ  કામે બહાર ગામ ગયા હતા . સસરાજી અને ફીઆન્સે ને જમવા  આમંત્રણ આપ્યું હતું .
              સમયસર સાંજે બધા ભેગા થયા. અન્વીતાએ ઘરનાં શ્રીજીનાં મંદિર માં નૈવધ મૂકી  ટેબલ ગોઠવવાની તૈયારી કરી. ખૂબ આનંદિત અન્વીતાએ સૂપ  વગેરે  સાથે બધી વાનગીઓ પીરસવા માંડી . ઉપવાસ  હોવાને લીધે અન્વિતાએ ખાલી હળવું જ્યુસ લીધું .સરસ જમી લીધા પછી લીવીંગમાં બેસી વાતો એ વળગ્યા .અન્વીતાએ પૂછ્યું .
"પપ્પાજી ,મારી રસોઈ તમને કેવી લાગી ?" સસરાજી તરત બોલ્યા ,
"બધ્ધુજ બહુ ભાવ્યું પણ સૃજન, તને શું લાગે છે ઠળિયાવાળા ગુલાબજાંબુ પહેલી વાર  ખાધા".  અને બધા હસવા માંડ્યા .અન્વીતા શરમાઈ ગઈ એટલે  એનાં સસરાજી કહે ,
"જસ્ટ  જોકિંગ દીકરા ,તે જે પ્રેમથી જમવાનું બનાવ્યું એ જોઈ મારું દિલ ખૂબ આનંદિત થઇ  ગયું છે .
અન્વીતા સમજી તો ગઈ કે ગુલાબજાંબુ  અંદરથી કડક રહી ગયા  છે  ,ત્યાં ફરી એનાં સસરાજી બોલ્યા ,
"અરે દીકરા ગુલાબજાંબુ તો તારા સાસુએ સો પ્રયત્ને શીખેલા ."
             અને સૃજન  અન્વીતાને એટલી તો હાશ થઇ કે ,આટલી હળવી રીતે પપ્પાજીએ અમારો દિવસ અને મહેનત સફળ બનાવી દીધો.

ઘરનો એક મારો ખૂણો

આકાશ અને ચાંદની અચાનક ફ્રેન્ડસ પાર્ટીમાં ભેગા થયા ,
"ઓહ ,આપણે તો સાથે બેડમિન્ટન ટુર્નામેન્ટ માં હતા .વગેરે વગેરે ..."ફરી ઓળખાણ નીકળી અને દોસ્તી -પ્રેમ .એકાદ વર્ષ નાં પરિચય બાદ ઘરે લગ્ન વિષે વાત કરી .ઘરે થી કોઈ નો વિરોધ નહોતો .લગ્ન બાદ ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .પ્રેમ ભરેલા દિવસો અને ઘરમાં બધા સાથે ભળી ગઈ હતી ચાંદની .આકાશ ની પરિણીત બેન નાનકડા દીકરા સાથે ડિવોર્સ લઇ ઘરે પાછી આવી હતી .થોડા સમયમાં અનેક નાની બાબતોને લઇ મનદુઃખ થવા લાગ્યું .ચાંદની કહે",મારાથી આ બધું સહન નહિ થાય .હું મારી જીંદગી ક્યારે સેટ કરીશ ".
કોઈ આર્થિક તકલીફ ન હતી . પોતાનું વર્ક ,પ્રાઈવસી બધુજ ભૂલી જુદા શહેરમાં ફક્ત આકાશ નાં પ્રેમ ખાતર આવી હતી .ઘણી આર્ગ્યુમેન્ટ બાદ ગુસ્સા માં આકાશે પણ કહી દીધું ".મારી મોટી બેન ખાલી મારા પપા-મમ્મીની નહિં મારી પણ જવાબદારી છે અને તે પણ પ્રેમ અને લાગણી થી "અને ચાંદની એ સાંભળી પાછી પોતાના ઘરે આવી ગયી .ઘણી સમજાવટ પછી પણ કોઈ રીતે સમાધાન કરવા બંને તૈયાર ન થયા . 
સમય વિતતા પોતના કામમાં ચાંદનીએ મન પરોવ્યું .ખૂબ આનંદ થી ભાઈનાં લગ્ન થયા અને ફ્રેન્ડ જેવી ભાભી સાથે સરસ સમય જતો હતો .ઓફીસે થી થી ઘરે આવી રૂમમાં જતી હતી .ત્યાં બાજુનાં રૂમમાંથી ભાઈની વાત સાંભળી .ભાભી ,કહેતી હતી .
"એવું જ્યાં હોય ત્યાં બધે સાથે સાથે જવાનું ? અમારે કઈ પ્રાઈવસી જેવું ખરું કે નહિ ?" 
અને ભાઈએ જવાબ આપ્યો "જો ચાંદની મારી લાડકી બેન છે .પાપા મમ્મી ની જ નહિ મારી પણ જવાબદારી છે ."
અને આ સાંભળી ,ચાંદની રૂમમાં જઇખૂબ રડી . વિચાર્યું હું મારું જીવન અલગ રીતે બનાવીશ .પણ એવા કોઈ નિર્યણ માં પપ્પા મમ્મી અગ્રી ન થયા . શું કરે માં- બાપ આવા મોટા શહેરમાં પોતાની યંગ દીકરીઓને સંઘર્ષ કરવા એકલા મૂકી દે? અને ઘરમાં જીંદગીની તકલીફોમાં પોતીકો એક ખૂણો દીકરીઓ માટે ન હોવો જોઈએ ? સાસરે વળાવી દીધી એટલે બધું પતી ગયું ?

અમૂલ્ય વારસો

મણીબા ગામ કોઇનાં  ઘરના વાસ્તામાં અઠવાડિયું રહેવા ગયા ત્યાંમૃત્યુ થયું ને આખું ઘર ઉદાસીમાં ગરકાવ થઇ ગયું. દાદીની વહાલી દીકરી યાશી સાસરે હતી. એનાં બુટીક પરથી સીધી ગામ પહોંચી ગઇ. બધી વિધિ પતાવી દાદીનાં પોતાના બંગલાના રુમમાં ભાઇ સાથે બેસી દાદીને ખૂબ યાદ કરી રડ્યાં.મમ્મીએ આવીને કહયું ,
"ચાલો, જમી લો,"
અને રુમ સાફ કરાવી મણીબાની સાડીઓ વગેરે ઘરમાં કામ કરતાં બેનને અને સ્ટાફ વગેરે ને કહ્યું,
"આ બધા પોટલા લઇ જાવ. "
બધાને સાસુ -વહુનાં ઠંડા-ગરમ યુધ્ધની ખબર એટલે સમય એવો કે બધા ચૂપ રહ્યા,નહીંતર મહા- વાકયુધ્ધ. બધા પાછા કામમાં ને જીંદગીમાં મશગૂલ. મમ્મીની વષઁગાંઠ આવતી હોવાથી યાશીએ ભાઇ અને પપ્પા સાથે મળી પાંચ ડીઝાઇનર સાડીઓ બુટીકના નવાં એક્ઝીબીશનનાં કલેકશનમાંથી  સીલેક્ટ કરાવી. પાર્ટી માં બધાએ બહું વખાણ કયાઁ. મમ્મીની બધી ફેન્ડસે પણ ખૂબ ડેસ અને સાડીઓ ખરીદી.   પપ્પા અને ભાઇએ અભિનંદન  સાથે વાત કરતાં યાશીએ કહ્યું, "મેં સ્ટાફ પાસેથી પૈસા આપી બધું કલેકશન લઇ લીધું હતું. "
પપ્પા અને ભાઇ એકદમ ગળગળા થઇને ભેટી પડ્યા.
અને કહયું......આજે મારીમાને ખરી શ્રધ્ધાજલી મળી. 
"શું થયું?" અરે, ખુશી નાં આસું છે.એક્ઝીબીશન સફળ થયું એટલે. અને બાજુમાં ઉભેલા કોઇ બેન સાથે મમ્મી વાત કરવા માંડી ," અરે,મારી યાશીને તો આ વખતે કોઇનું એન્ટીક કીનખાબી કલેકશન મળી ગયું અને જોરદાર ડીઝાઇન કયુઁ. "
" હા...."પપ્પા એ ટાપસી પૂરી,
"આવો અમૂલ્ય વારસો કોઇ ખૂણામાં પડી રહ્યો હોય .કોઇનું ધ્યાનપણ નહી જાય. આપણી યાશી એ યોગ્ય મૂલ્યકયુઁ ." 

લાઇફ મારી છે

હજું તો છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ને ,ઘરમાં બધાએ માત્રાનાં લગ્નની વાત શરૂ કરી દીધી. ડોક્ટર છોકરા સાથે નક્કી પણ કરી નાંખ્યુ. 6 મહીનાં પછી લગ્ન ગોઠવ્યાં
માત્રાએ થોડોવિરોધ કયોઁ.પણ વિદેશનાં મોહમાં ઘરનાં બધાં જ 'આવું સરસ ન્યાતમાં ફરી નહીં મળે ' કહી ગોઠવી દીધું.દીપાંગ સીવાય એને કોઇ ગમતું નહતું. 3 વર્ષ પહેલાંએન્જીનયરીંગ પાસ કરી સેટલ થઇ રહયો હતો.લગ્ન માટે બે-ત્રણ વષઁનો સમય માંગ્યો હતો. માત્રાએ રીઝલ્ટ આવી ગયા બાદ ચૂપચાપ આઇ.ટી કંપનીમાં જોબ એપ્લાઇ કરી દીધી. વિવાહનાં આગલા દીવસે ઘરેથી નીકળી વુમન્સ હોસ્ટેલમાં જતી રહી. મહીલા સંસ્થાઓ અને પોલીસની સમજાવટથી માત્રાનાં ફેમિલીએ નીણઁય બદલવો પડ્યો. 
માત્રાએ કહયું 'જીંદગી તો બધાને એકજ મળી છે. મારી લાઇફ મારી રીતે જીવીશ.'

સંસ્કારનું દહેજ

 હું નાની હતી ને  લગ્ન પ્રસંગમાં જવાનું થયું.બધા સગાઓ ભેગા થયા હોય .ત્યારે એક વાત સાંભળી હતી તે અહી લખવા માંગુ છું .છોકરીઓને વડીલો કહે ,સાસરે જવાનું એટલે કેટલું અઘરું અને અમારા એક માસીનાં મુંબઈ લગ્ન થયા હતા તેમનો પ્રસંગ રમુજી પણ અને સ્ત્રીની મનની વેદનાં પણ વ્યક્ત કરે છે .લગ્ન કરી ને જાય એટલે સાસરામાં વહેલા ઉઠીને ઘર સંભાળી લેવાનું એવી સલાહ પિયરમાંથી મળી હોય અને નવા ઘર નો ગભરાટ.
માસીએ પહેલે દિવસે સવારમાં વહેલા ઉઠી ઊંઘમાં અડધો પડધો સમય જોયો ઘડિયાળમાં અને ચા તૈયાર કરી ,શાક -દાળ- ભાત અને લોટ બાંધી ને બધું તૈયાર કરી દીધું. .રસોડા માં અવાજ આવ્યો એટલે એમના સાસુજી રસોડામાં જોવા આવ્યા .તો કિચનના પાટલા પર બેસી માસી ઝોકા ખાય .એમના સાસુ બોલ્યા,"અરે આટલા જલ્દી કેમ ઉઠી ગયા હજુ તો પોણા પાંચ વાગ્યા છે ."અને માસી એકદમ શર્માઈ ગયા . 
ઘર તો સાચવવાનું જ હોય છે પણ હજુ એ ૭૦ વર્ષ પહેલાની આ ઘટના ની જેમ જ દીકરીઓ નાં દિલમાંથી સાસરા નો ડર સંપૂર્ણપણે ગયો નથી .

મારો દેશ મારી પણ જવાબદારી

વિનયભાઈ સાંજ પડ્યે બારીમાં બેસીને રોજ સામેના બાગમાં રમતા બાળકોને જોયા કરતા .દીકરો અને દીકરી બંને વિદેશમાં સ્થાયી થયા હતા . પત્નીનાં અવસાન પછી બીઝનેસમાં મન પરોવી રાખ્યું હતું અને દીકરાનાં દીકરાને ઇન્ડિયા ભણવાં માટે ઘરે લઇ આવ્યા હતાં .૧૫ વરસનો નિર્વાક દાદાનો લાડકો અને વિનયભાઈ તો કહે ,"ઘરે પણ હેલ્પીંગ સ્ટાફ હોવા છતાં મારો નિર્વાક દાદાની દવા ને યોગાનો ટાઈમ બધું જ જાળવે . દાદા, સાથે બેડમિન્ટન રમવા ક્લબમાં પણ લઇ જાય."અભ્યાસમાં તેજસ્વી નિર્વાક કમ્પ્યુટર પર નવું નવું સર્ચ કરતો .
દીકરા વહુ સાથે અને દીકરી જમાઈ સાથે બધા રાત્રે વિડિઓ -કોલિંગ પર વાતો શેર કરે .અમેરિકા -લંડન -ઇન્ડિયાની વાતોની સરખામણી થયા કરે .ફ્રેન્ડસની પાર્ટી હોય તો પણ દાદા ખૂબ સાથ આપે .એક દિવસ અચાનક વિનયભાઈને કોમ્પુટરનું કામ હોવાથી નિર્વાકનાં કોમ્પ્યુટર પર બેઠા .અને જે પ્રકારની પોર્ન વેબસાઈટ અને ગાળો ભરેલી ભારતીય ભાષામાં લખેલી સેક્સ -સ્ટોરીઓ અને તે પણ છોકરાઓ ગ્રુપમાં એકબીજા સાથે શેર કરે .અને વિનયભાઈનું મગજ ચકરાવે ચઢ્યું .સેક્સ સ્ટોરીઓ એટલી સિફતથી જનરલ
વાર્તાઓ સાથે ગોઠવેલી કે રોમાન્ટિક વાર્તા વગેરે ખોલતા ઝડપથી ધ્યાનમાં આવે . ખૂબ વિચાર કર્યા પછી વિનયભાઈએ હાઇસ્કૂલનાં વાલી એસો .નો સંપર્ક કર્યો . બધાએ મળી ચુપચાપ સાઈબર ક્રાઇમનો સાથ લઇ વધુ કડક કાયદાઓ માટે અપીલ કરી .
નિર્વાકને ધીરે ધીરે સાથે બેસી સરસ સાહિત્ય વગેરે તરફ વાળવા પ્રયત્ન કર્યો .પણ અંદરથી તૂટી ચુક્યા હ
તા .ટેકનોલોજીની સાથે વિકાસ પામી રહેલા દેશનાં યુવાધનને જ્ઞાનનાં સાગર સાથે રહેલા વિષથી કઈ રીતે બચાવશું અને દીકરા વહુને આખી વાત સમજાવી ,પોતે હવે આગળ જતા સમયમાં વધતી ઉંમરે નિર્વાક પાછળ કરી રીતે રહી શકશે. 

આખરે એમના દીકરા વહુએ ઇન્ડિયા આવી સાથે રહેવા નો નિર્યણ લીધો .
"અમે સતત સાથે રહીને એને સારા માર્ગે વાળશું અને આપણે અંગ્રેજો સાથે ની કે બીજા દેશો સાથે ની લડાઈ ની ચિંતા કરવાને બદલે આપણાં યુવાધન ને દુષિત કરનાર સમાજ નાં જ દુશ્મનો સાથે મળી ને લડત આરંભીશું ."

નવો પ્રશ્ન

એક દિકરી લગ્ન કરીને સાસરે જાય છે .થોડા દિવસ પછી એની મમ્મીને પ્રશ્ર પૂછે છે , કે હું અહીં લીવીંગરુમમાં  બેસી ટી.વી. જોતાં જોતાં જમતી હતી ,એ રીતે ત્યાં નહીં જમી શકાય.
પણ એ લોકો તો એવી રીતે બેસીને જમે છે .
મમ્મીએ કહ્યુ, સ્ત્રીઓ સાસરે જાય છે ,પૂરૂષો નહી ,એટૅલે નિયમો જૂદા. 
આ કેવુ? .