Tuesday, 11 October 2016

પે્મનો સ્વીકાર

"શું પપ્પા, આવું છું ,"
સવારમાં ઓફિસે જવા પપ્પા એ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દી થી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો.
'અરે દીકરા નાસ્તો તો પૂરો કર "
" ,મોડું થઇ ગયું છે મમ્મી ,ને તે સિંહ ની ત્રાડ નહિ સાંભળી ?"
મમ્મી હસતા હસતા "બાય ,રોજ સાંભળું છું " રાજેશભાઈ ની સમય અને કામ પ્રત્યે ની સભાનતા જગજાહેર હતી. આટલા મોટા બીઝનેસ ને શૂન્યમાંથી સર્જનાર શહેરમાં ખૂબ પૈસા ને નામ કમાઈ ચુક્યા હતા ,પ્રત્યુશ ને પણ એજ રીતે સજ્જ કરવાના પ્રયત્ન,પોતાની જાતને એવી ખોવી નાખી હતી કામમાં અને બસ જાણે સ્વ-સાબિતી ની એક ધૂન લાગી હતી ,યુવાન દીકરા ના બાલીશ વર્તન ને ભવિષ્ય ના ખતરા રૂપે ગણતા હતા 
પ્રત્યુશ ઓફીસ થી નીકળી ફ્રેન્ડસ સાથે વીકેંડ માં ફાર્મ પર રહે .
"ઓહ ,આઈ જસ્ટ કેમ ઇન ફયુ મીનીટસ " કહી ફાર્મ થી નીકળ્યો .
નજીક ના શોપિંગ મોલ ની મોબાઇલ શોપ માં જતા ની સાથે ડેસ્ક પર એક સુંદર યુવતી હતી .
'હાઈ,નવા છો અહિયાં ?" 
"યા, જસ્ટ જોઈન્ટ બીફોર ૩ ડેય્સ."
"પ્રત્યુશ" ,તમારું નામ ?"
"ઈશના" 
"નાઇસ નેમ, લાઈક યુ"
"થેન્ક્સ ,લેટ મી ચેક યોર મોબઈલ સર "
થોડી વાર પછી ઈશના એ એક રિપ્લેસ મોબઈલ આપ્યો "સર ,૨-૩ ડેય્સ પછી તમારો ફોન ઓકે થાય એટલે રીંગ કરશું ,"
"ઓકે ,ફાઈન ક્યાં રહો છો ?"
" નજીક ની સોસાયટી માં જ રહું છું ,સ્ટડી ચાલે છે ,પાર્ટ-ટાઈમ આવું છું "
"નાઇસ ટૂ મીટ યુ ." પ્રત્યુસે ગીત ગણગણતા કાર સ્ટાર્ટ કરી ફાર્મ પર ."હેઈ ડુડ.બહુ ખુશ છે ને ?કોઈ મળી ગયું કે શું ?"
"ના ના ,એવું કઈ નથી "પાર્ટી પછી તો રાતે બસ ઈશના ના જવિચારો .બે દિવસ પણ રાહ નહિ જોવાઈ ને પાછો ફોન કર્યો .
"હેલો ,ઈશના કેમ છો? શું થયું મારા ફોન નું ?"
"ઓહ ,યા પણ હજુ તો ૨ દિવસ પછી આવશે તમે જરા જલ્દી ફોન કર્યો ."
"સમજુ છું ,પણ શું કરૂ મારે બહુજ અરજન્ટ છે."તમે જરા ખાસ ફેવર કરોને ?
"યા સ્યોર ."
"વેલ ,મારી ક્લબ માંથી મુવી ની બે ટીકીટ આવી છે પણ મારો ફ્રેન્ડ આઉટ ઓફ ટાઉન છે તમારા મોલ ના થીએટર માંજ છે , તમે આવો તો બહુ ગમશે .એકલા નહિ તો કોઈ ફ્રેન્ડ ને પણ લાવી શકો ."
ઓહ સર, થેન્ક્સ પણ ......"
"કેમ મારી કંપની નહિ ગમે ?"
" આઈ ફિલ સો ગ્રેટફુલ ,કે તમે કહ્યું "પણ નહીં અવાશે ."
"ઓકે .હું એકલો જોઈ આવીશ .
મળવા 
આવું છું વેઇટ કરજો ."
"યુ આર મોસ્ટ વેલકમ સર"
એક કલાક વહેલો ઓફીસ થી નીકળ્યો ,રસ્તે પપ્પાનો ફોન .
"ક્યાં છે ?"
."જરા ,મારા ફ્રેન્ડ ના મમ્મી હોસ્પિટલ માં છે ખબર લેવા જાઉં છું ."
"ઠીક છે ,"
"હાય , ઈશના નવા કયા મોબાઈલ લોન્ચ થયા છે વગેરે વગેરે..... વાતો કરી . એકાદ કોફી પીવા તો અવાય "
"સર મારે રીસ્પોન......."
"બસ જરા આ આસી.સભાળી લેશે હાફ અવર " 
ઈશના સાથે કેફે માં બેસી કોફી પીતાં પીતાં બસ સામે જ જોઈ રહ્યો .
"તું બહુ જ ગમે છે મને "
'હમ .."
"હમ.. એટલે શું સમજુ ?"
"હું શું સમજાવું ?"
"એજ કે કેમ ગમે છે ?"
"પ્લીઝ ,કેમ આમ કરો છો ?તમારા મન ની વાત મને કેવી રીતે ખબર પડે ?
"તો પૂછને ?"
ઈશના આંખ ઢાળી બેસી રહી .
"અહીં તને બધા ઓળખતા હશે .બહાર મળવા આવશે?"
"ટ્રાય કરીશ".
"બે દિવસ પછી ફોન કરું" .ગૂડ નાઇટ.મારે વાર છે ઘરે મૂકી જાઉં ?
'થેન્ક્સ ,પણ હું મારું સ્કુટી લઈને આવી છું ."
'બગડી ગયું છે, એમ કહી પાર્કિંગ માં મૂકી દે " 
ઈશના થી હસાઈ ગયું ,"ઘરે જુઠું બોલતા શીખવો છો "
"એમાં શું ,મેં પણ કેટલા ગપ્પા શરુ કરી દીધા છે."
ને કાર માં મુકવા જતા ખૂબ વાતો કરી , ઈશના ના પપ્પા ને પેરેલીસીસ થવા ને લીધે જોબ છોડવી પડી હતી અને મોટો ભાઈ એન્જીનીઅર થઇ થોડા વખત પર દુબઈ જોબ માટે ગયો હતો .મમ્મી ઘરે ટ્યુશન કરતા હતા . ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .
"મને બહુ ગમ્યું તું, જે રીતે ઘરમાં સાથે કામ કરી ઉપયોગી થાય છે તે , પણ..... તું અહી કામ કરે છે એને બદલે મારી ઓફીસ જોઈન્ટ કર." પછી થોડું પોતાના વિષે જણાવ્યું . ને લાંબો સમય કાર માં બેસી વાતો કરતા રહ્યા .
"વિચારી લઉં જરા " 
અને ઘર પાસે ઉતારતા ,હાથ પકડી કહ્યું ,"હું તારા પ્રેમ માં છું "
"આટલું જલ્દી ? "
"કેમ,પ્રેમ માટે સમય ની બધી પરીક્ષા આપવી પડે ?"
ના ,પણ ,છોડો ને હાથ ....ઓકે .. ગુડ નાઇટ "
કહી ઈશના પસીને ભીંજાતી ,ઘરે દોડી ગઈ ."
દૂર થી હાથ હલાવી બાય કરી બંને એકદમ હળવા મૂળ માં છુટા પડ્યા .ઘરે જઇ સીધો રૂમ માં જઇ સુઈ ગયો .એકાદ કલાક પછી ફોન જોડ્યો ."ઈશના ,તારા વગર શું પિક્ચર જોવાનું ...વગેરે વગેરે વાતો કરી ."
પરીક્ષા નજીક આવી રહી હતી પણ એકદમ વિચારો માં ખોવાયેલી ઈશના નું મન પ્ર્ત્યુશ ના પ્રેમ માં તણાતું જતું હતું .પ્રત્યુશ ના ઘરે એના ગાયબ રહેવા પર પ્રશ્નો થવા લાગ્યા એટલે એક દિવસ મમ્મી ને જણાવ્યું .
"મારી તો તું ખુશ રહે એવી બધી વાત માં સંમતિ છે ,પણ મારાથી તારા પપ્પા ને નહિ સમજાવાય"
પપ્પા ને ધીરેથી વાત કરતા કહ્યું .,
" મારા એક ફ્રેન્ડ ની કઝીન એમ.બી એ . કરી રહી છે એને ઓફીસ માં પાર્ટટાઈમ આવવું છે ." મારી સાથે ટ્રેઇન કરું .આઈ નીડ આસીસ્ટંટ એન્ડ શી ઇસ વેરી બ્રિલિએન્ટ ."
"ઓકે ,"
અને ઈશના ઓફીસ માં આવી ગઈ . ઈસના પ્રત્યે નું આકર્ષણ સ્માર્ટ રાજેશભાઈ થી લાંબો સમય છૂપું નહિ રાખી શક્યો પ્રત્યુશ .
ઘરે જતા કારમાં કહ્યું ,રાતે શાંતિ થી વાત કરવી છે મારે ,જમી ને રૂમ માં આવી જજે .
" આ શું ચાલી રહ્યું છે બધું ?"
"પપ્પા વી આર ઇન લવ"
"શું બકવાસ કરે છે ?" આ બધું નહિ ચાલે "
ઘણા આર્ગ્યુમેન્ટ બાદ રાજેશ ભાઈ એના ફેમીલ ને મળવા તૈયાર થયા .
" બોલાવ એ ઈસના મહેતા ના પેરેન્ટ્સ ને મારે વાત કરવી છે."
"એના પપ્પા તો નહિ આવી શકે ,એના મમ્મી ને કહીશ "
રાજેશભાઈ ઓફીસની કેબીનમાં બેસી ફોન પર વાત પતાવી ત્યાં તો એક અવાજ સંભળાયો ,
"સર આવું કે ?"મારા મમ્મી આવ્યા છે "
"હા મોકલ એમને "
અને ,એમને જોઈ રાજેશભાઈ
"ઈશ્મત કુરેશી ,તમે અહી ?"
"ઓહ રાજેશભાઈ ,દુનિયા ખરેખર બહુ નાની છે ,આ રીતે મળશું વિચાર્યું નહોતું ,ઈશના મારી અને સંદીપ મહેતા ની દીકરી છે "
રાજેશભાઈ ને આંખ સામે બરોડા ની ફાઈન આર્ટ માં ભણતા ત્યાર નું મિત્રવર્તુળ, સંદીપ મહેતા કેમિકલ વેપારી નો દીકરો ,
પ્રખ્યાત ગઝલકાર ઇન્તેખાબ કુરેશી ની દીકરી ઈશ્મત સાથેના પ્રેમલગ્ન, અને બધા એ મળી કરેલો સપોર્ટ , ગઝલ ની મહેફીલો ,પોતાનો ગરીબી ને કારણે વત્સલા સાથે થયેલો પ્રેમભંગ અને સંદીપ -ઈશ્મત નું હેરાનગતિ ને કારણે અજાણ્યા શહેર માં ભાગી જવું .પોતે કાકા ને ત્યાં આવી જમીન ના ધંધા માં જોડાયા .બધું એક મિનીટ માં આંખ સામે ફરી વળ્યું .
"મારું નામ ઈલા મહેતા છે અને હજુ બાળકો ને પણ કઈ જણાવ્યું નથી .હું અનાથાશ્રમમાં હતી અને અમે પ્રેમલગ્ન કર્યા હતા એવું જ કહ્યું છે "
"તમે શાને માટે બોલાવી હતી .મારી દીકરી બરાબર કામ તો કરે છે ને ?અમે પાંચ વર્ષ થી જ સુરતમાં સેટ થયા છે .સંદીપ ને ગુજરાત ની ધરતી માટે નો પ્રેમ અમને ફરી અહી લઇ લાવ્યો .મારું ગુજરાત જ સલામત છે એમ કહે છે .એના પેરેલીસીસ ને લીધે .થોડી તકલીફ ચાલી રહી હતી પણ હવે બધું ઠીક થઇ રહ્યું છે ." 
"બસ આતો .......આમજ જરા પ્રત્યુશ અને ઈશના ખૂબ નજીક આવી ગયા છે અને પ્રત્યુશ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી .હું નાં કહીશ તો પણ એ કોઈ પણ હિસાબે એની સાથે જ લગ્ન કરવા માંગે છે."
"સમજી શકું છું ,તમે તમારા દીકરા માટે જોયેલા સપના માં મારી દીકરી ને આડખીલી રૂપ નહિ બનવા દવું "
"ના ના ,એવું નથી વિચારતો ગઈકાલ ના મારા વિચારો માં અને આજે ખૂબ પરિવર્તન છે .પ્રેમ માટે આખા જીવનનો તમારો સંઘર્ષ અને પ્રેમ પામ્યા વગરની મારી સફળતા ."
વિશ્વાસ રાખજો આપણાં બાળક ને આમાનું કંઈ સહન કરવાનું નહીં આવે "
અને ઈશ્મત એટલે કે ઈલા આનંદિત હર્દયે" આભાર" કહી ઝડપથી આંસુ ભરેલી આંખે ઘરે જવા નીકળી ગઈ .
-મનીષા જોબન દેસાઈ

ઉઘડતી યાદો

    ઘર નજીકના બાગમાં સાંજ પડ્યે થોડું વોક લેવા નીકળતાં જ સામેથી એક યુવતી પસાર થઇ અને ઉન્મેશથી બોલાઈ ગયું . 
"અરે ,વિશ્રાંતિ તું? ઓળખે છે કે નહિ ." 
"હા ... હા , ઉન્મેશ .કેમ છે .અહી રહે છે ?"
"હા આવને ઘરે "કહી પાછો ઘર તરફ વળી.ગયો. બંને કોલેજની જૂની વાતો વાગોળતા હતા ."ચાલ ત્યારે મળતી રહેજે આમ .હું તો હવે આજે વોક પર નથી જતો .મીઠા મધુરા કોલેજ ના દિવસોની યાદની કેડીએ ચાલીને  પ્રફુલ્લિત થઇ ગયો ." વિશ્રાંતિ નજીકના કોઈ સગાને ત્યાં મળવા આવી હતી , રીક્ષાવાળો નાકે જ ઉતારી ગયો .ને ચાલતા ચાલતા અચાનક બંને મળી ગયા .વિશ્રાંતિ હજુ પણ કોલેજ માં હતી એટલીજ સુંદર દેખાતી હતી .
"ચાલ મૂકી જાઉં કારમાં "
"અરે ,થેન્કસ આજ સોસાયટીમાં છે પણ કદાચ પાછલી વિંગ માં હશે ,હું જતી રહીશ " બાય .
ને.... ઉન્મેશ દૂર સુધી એને જતા જોતો રહ્યો ,એજ સ્ટાઈલ ને એજ રીતે જરા અછડતી નજરે જોઈ લેવું જેના પર કેટલીએ ગઝલો ને કાવ્યો રચ્યા હતા ઉન્મેશે ,..વિશ્રાંતિનાં વિચારોમાં આંખો મીંચી સોફા પર પડ્યો રહ્યો .કેટલું ચાહતો હતો એ વિશ્રાંતિને પણ એને કઈ કહી નહિ શક્યો .  
દીકરા બંને સ્ટડી માટે બીજા સીટીમાં ભણતા હતા .
"ઓફીસથી વહેલા આવી હેલ્થ માટે થોડો સમય આપો ,"
ઉન્મેશની પત્ની ડોક્ટર હતી. કલીનીકથી આઠ વાગ્યે આવશે અને આજનું workout પૂછશે અને ડાએટ ફૂડ .એટલો બોર થઇ ગયો હતો એકધારી જીંદગી લાગતી હતી .બસ ,વિચારોમાં ખોવાઈ જવું છે.વધતું કોલેસ્ટ્રોલ ભૂલી જવું છે .ઝડપથી ઉભો થઇ ફ્રીઝ ખોલી જ્યુસ લીધું અને ચીઝ ....ખુશીમાં તો ખવાય .મનને જવાબ પણ આપી દીધો . રૂમમાં જઇ લખેલી ગઝલો , કાવ્યો અને આપ્યા વગરનાં પ્રેમપત્રોનું ફોલ્ડર ખોલી વાંચવા લાગ્યો .શબ્દે શબ્દે નવા તરંગો ને ગીત ગણગણતા ....આ...હા એક નવું ભાવવિશ્વ એનું ને વિશ્રાતીનું, જેમાં નહિ કહેલું ,નહિ કરેલું બધું જ જાણે એના સ્વપ્નજગત પર છવાઈ ગયું .થોડીવાર પછી ટી.વી ઓન કરી બેઠો .પણ સામે કઈ નહિ ખાલી ચિત્રો પસાર થતા હતા .નક્કી કરી લીધું હતું કે કોઈ પણ હિસાબે મારો ખોવાયેલા પ્રેમને પામવો જ છે .
રાત્રે પત્નીને હા હા કહીને જેમ તેમ જવાબો આપી ઊંઘી ગયો ,ઓફિસે લંચબ્રેકમાં વિશ્રાંતિને ફોન જોડ્યો ,
"શું કરે છે ?"
"બસ ,રૂટીન લાઈફ ,મેગેઝીન વાંચતી આડી પડી હતી .દીકરી સાસરે છે અને દીકરો લાસ્ટયરમાં ભણે છે .વિકાસ ફેક્ટરી ગયા છે ."
" યાદ કર્યો તો મને આજે ?"
"અ ..હા .....પણ એકદમ કેમ આમ પૂછે છે "
"બસ આમ જ ,તને યાદ છે હું કોલેજમાં ચાલુ કલાસે કવિતા ગઝલ લખતો અને સરે મને કાઢી મુક્યો હતો " હસી પડી વિશ્રાંતિ ."હવે તને સમય છે મારે માટે? તો તને એ બધું સંભળાવવું છે " 
"કેમ આમ બોલે છે ,ચોક્કસ સમય છે જરૂરથી સાંભળીશ" 
"તને ખબર છે? એ બધું મેં તારે માટે લખ્યું હતું ."
"ઓહ રીયલી ,મને એવો ખ્યાલ નથી "
"દિલમાં મારે માટે કોઈ જગા હતી ક્યારેક?"
"તું યાદ તો હતો કોલેજનાં મિત્ર તરીકે પણ એવા જીંદગીમાં ખોવાઈ ગયા કે વધુ કશું વિચાર્યું જ નહિ ."
"હવે વિચારીશ?" 
વાતો કરતા ક્યાં સમય નીકળી જતો અને ફોન પર કેટલીયે વાર ગઝલ કાવ્યો સંભળાવતો .એક દિવસ ફેમીલી સાથે મળવાનું નક્કી કર્યું અને ખૂબ વાતો કરી .થોડા સમય માં તો બંને ઘર વચ્ચે ગાઢ રીલેશન થઇ ગયા .ઉન્મેશ માટે પોતાના ભાવ કાબુ રાખવું ખુબ મુશ્કેલ થતું.મિત્રતા થી આગળ વધી ગયા હતા બંને .વિશ્રાંતિ પણ એના ખાલી ખાલી લાગતા જીવનમાં જાણે પહેલી પહેલી પ્રેમમાં પડી હોય એવું ફિલ કરવા માંડી .ખબર હતી કે જીંદગીનાં કોઈ નિર્ણયો હવે બદલાવાનાં નહિ હતા પણ એમાં આવેલા વળાંકે બંનેના દિલમાં તોફાન મચાવી દીધું હતું .ઓફીસમાંથી બહારગામ જાઉં છું કહીને એકવાર વિશ્રાંતિ સાથે સમય ગાળ્યો અને દિલની બધી વાતો મન ભરીને કરી .
"ઉન્મેશ આવું ક્યા સુધી ચાલશે ?
"આપણાં દિલને એકબીજાનો સહારો તો જિંદગીભર ચાલશે.અને મિત્રતા પણ રહેશે .હું સારી રીતે રહું છું મારા ઘરમાં ,તું તારા ઘરમાં સારી રીતે રહે છે .આપણે ક્યાં કોઈ પ્રોબ્લેમ છે ?અને આ આપણી અંગત પળો છે કોઈને શેર કરવાનું જરૂરી નથી સમજતો .મોર્ડન લગ્નોમાં હોય એવી બિનજરૂરી ઈમાનદારી બતાવીને  વાઈફ કે હસબંડને સંબંધો ને સ્વીકારી લેવા પડે એવી રીતે મજબૂર પણ નથી કરવા માંગતો ."
"પણ મારે ખૂબ સાચવવું પડે છે આ રીતે મળશું તો ક્યારેક તો કોઈ જાણે........"
"હું તને કોઈ રીતે ફોર્સ નહિ કરું ,જયારે પણ તને યોગ્ય લાગે ત્યારે આપણે મળીશું "
"ઓ.કે. ,આપણો દિલથી બંધાયેલો સંબંધ જીંદગીભર રહેશે અને કોઈ પણ વાતે કે સંજોગોમાં એમાં કડવાશ કે ગેરસમજ નહિ આવે."
વરસો વીત્યા મિત્રતા એવી જ છે હજી . ફાર્મ હાઉસનાં હિંચકે બેસીને દીકરાંના દીકરાનું કોલેજ માં એડમીશન માટે ટ્રસ્ટી વિષે જાણી ઉન્મેશને ફોન જોડ્યો ,
"ઉન્મેશ , તારા મોટાભાઈની કોલેજમાં ........વગેરે વગેરે "
"તું ચિંતા નહિ કર બધું બરાબર થઇ જશે વિકાસનો ફોન પણ આવ્યો હતો .શું છે આજે સાંજે મારે ત્યાં સાંજે જમવા ભેગા થવાના છીએ .પેલી મોરપિચ્છ કલરની સાડી જ પહેરજે એમાં તું છે એના કરતા વધુ સુંદર દેખાય છે "
"ખરો છે તું પણ કેટલું યાદ રાખે છે .શ્યોર પહેરીશ ,તારે માટે અખરોટનો શીરો ને મરચાનું અથાણું ........"
" બસ, બધું યાદ છે એ જ તો જીવંત છે........
-મનીષા જોબન દેસાઈ

માં ના આશીૅવાદ

"શું કરે છે ઉપવન મારે મોડું થાય છે, આજનો ક્લાસ નહીં ભરું તો ઘરે કમ્પ્લેઇન જશે ."કહેતા રાજવી લેપટોપ લઇ ઉભી થઇ .
ઉપવન ત્રણ ફ્રેન્ડ સાથે શેરીંગમાં ફ્લેટ લઇ રહેતો હતો .કંપનીની સરસ જોબ હતી. અને રાજવી સાથે ઉપવને આજે સમય ગાળવાં રજા લીધી હતી. નાનાં શહેરમાંથી મુંબઈ આવ્યો હતો. નજીકની કોલેજમાં ભણતી રાજવીનાં પ્રેમમાં .ઘરે મમ્મી પપ્પાએ કોઈ છોકરી જોઈ રાખી હતી પણ કોઈ જવાબ આપતો નહોતો . રાજવી અત્યંત પૈસાવાળા ગુજરાતી બીઝનેસમેન અરવિંદભાઈની એકની એક દીકરી .ઉપવન કંપનીની બસ માટે રાહ જોઈ ઉભો હોય ત્યારે રાજવી બાજુનાં ફૂડ કોર્નર પર આવે અને બંને પ્રેમમાં પડી ગયા .ઉપવન એટલો હેન્ડસમ હતો કે કોઈ પણ છોકરી એને જોઇ રહેતી .
"મેં આજે તારે માટે રજા લીધીને તું આવું બહાનું કરે એ કેમ ચાલે ".કહી ઉપવને એને હાથ પકડી પાછી નજીક ખેંચી લીધી .રાજવી પણ લાગણીનાં પ્રવાહ માં....... ને છ વાગ્યા એટલે ઘરે જવા નીકળી .રાજવી જાણતી હતી કે ભણવાનું પૂરું થતા જ ઘરમાંથી એને લગ્ન માટે દબાણ થશે.વીકેન્ડમાં ખંડાલાનો ગ્રુપ પ્રોગ્રામ છે કહી ઉપવન સાથે નીકળી ગઈ અને થોડા મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા.
"સ્ટડી પૂરું થવા સુધી મારા ઘરે જ રહીશ "
"ઓકે, પણ સવારે વહેલા આવી પતિ માટે નાસ્તો તો કરશોને મેડમ ,જમવાનું તો કેન્ટીનમાં ચાલે છે "
કહી ખોળામાં માથું મૂકી હસતા હસતા જોવા માંડ્યો . ને રાજવી "પ્લીઝ, થોડો સમય સાચવી લે ને ,extra ક્લાસનું બહાનું છે જ , ટ્રાઈ કરીશ .ને હવે, બીજું નવું ઘર જોવા માંડ" .ભાડે નવું ઘર લઈને શીફ્ટ પણ થઇ ગયો.ઘરમાં પત્ર લખી રાજવી બધું જણાવી પરીક્ષા પછી થોડો સામાન લઇ ઉપવન પાસે જતી રહી .ઉપવને ઘરે ફોનથી બધું જણાવ્યું અને થોડા સમયમાં મળવા આવશું એમ જણાવ્યું.સપનાનો સંસાર તો વસી ગયો પણ એમાં ચાલતાં ચાલતાં રાજવીને વાસ્તવિકતાની ધરતી વધુ આકરી લાગવા માંડી .ઘર સાથે સંપૂર્ણ સંબંધ તૂટી ગયો હતો . ઉપવન પિતાનાં મૃત્યુ બાદ મમ્મીને સાથે મુંબઇ લઇ આવ્યો હતો .શાસ્ત્રીય સંગીતના વિશારદ એવા શાલીનીબેન મધ્યમવર્ગીય મહારાષ્ટ્રિયન ખૂબ પ્રેમાળ માં . સાદું જીવન જીવનારા.ઘરે બાળકો માટે શીખવવાનાં ક્લાસ પણ શરુ કર્યા . બહારનાં ખર્ચ અને રસોઈઓ રાખવાની જીદ માટે રાજવીને થોડી ટકોર કરી .જેમાં રહેતા હતાં એજ ફ્લેટ ખરીદવાના હપ્તા પણ ચાલતા હતા .
રાજવીને આ બધું પોતાની પ્રગતિ રોકતું હોય એવું લાગ્યું .
"મારાથી કઈ નોકરી ને આ બધું નહિ થાય .હું તો લોન લઇ મારો બીઝનેસ શરુ કરવા માંગુ છું ." અને ઉપવન પોતાની માંના અપમાનથી મનમાં સમસમી જતો. પણ રાજવીને પ્રેમથી સમજાવી લઈશ એમ માની આગળ વધ્યે જતો હતો .રાજવીએ લોન લઇ નાનાં બાળકોનાં ડ્રેસ બનાવવાનું યુનિટ શરુ કર્યું .ટ્રેડ ફેર વગેરેમાં ઘણા એક્ઝીબીશન કર્યા પણ... વિદેશી સામાનની સ્પર્ધામાં એમ કઈ ટકવું  સહેલું થોડું હતું ? રાત દિવસની મહેનત પછી પણ બેંકની લોન ભરપાઈ ન કરી શકવાને કારણે વારવાર બેંકમાંથી ઉઘરાણી માટે દબાણ થવા માંડ્યું .આવી તંગ પરિસ્થિતિ, માં રાજવીની વાતો માંથી પામી ગયા હતા .અચાનક એક દિવસ સવારમાં અરવિંદભાઈ- રમાબેન ઘરે આવી ચઢ્યા .
રાજવી બધાને ભેટી ખૂબ રડી અને માફી માંગી .વાતો કરતા બેઠા હતા ."વાહ ,મારી દીકરીએ એકલે હાથે હિંમતથી જીવન સર્જ્યું છે .સરસ રીતે કામ આગળ વધાર.કેમ છે આ વખત નું ટર્નઓવર ?.તારી ફ્રેન્ડ મળી હતી એણે બધું જણાવ્યું અને એડ્રેસ લઈ અહી આવ્યા" .
"પપ્પા હમણાં તો ....."
અચાનક શાલીનીબેન એને રોકતા બોલ્યાં ,"દીકરા તારો ચેક લખીને ઉપવન આપી ગયો છે તે તો ભૂલી જ ગઈ ,જલ્દીથી પહેલા ડીપોઝીટ કરી દે ".કહી બાજુનાં પર્સમાંથી ચેક આપ્યો અને બોલ્યા "અરવિંદભાઈ -રમાબેન પહેલા નાસ્તો તો કરો પછી દીકરી સાથે બેસી શાંતિ થી વાત કરો " અને રાજવીએ ચેક જોયો ,શાલીની માંની સહી અને વધારા ના ૬ મહિના માટેનો બીજો ચેક.
રાજવી સામે જોઈ રહી ."પ્લીઝ ,પપ્પા ,તમે બેસજો હું જરા નજીકની બેંકનું કામ પતાવી હમણાં આવી ." આવીને પાછા બધા વાતે વળગ્યા .'અને માંએ વખાણ કરતા કહ્યું ખૂબ મહેનતુ છે મારી વહુ, ઘર સાથે કામ પણ બહુ સરસ સંભાળે છે ."
"અરે ,દીકરી કોની છે ," અરવિંદભાઈ બોલ્યા . અને તરત રાજવી બોલી "પપ્પા હવે હું તમારી દીકરી પછી અને મારા આ માં પહેલા,અમારા માં નહિ હોતે તો હું આટલું ન કરી શકી હોત " .પપ્પા મમ્મીનાં ગયા બાદ માંને વળગી રાજવી ખૂબ રડી .માં બોલ્યા
"દીકરા , સમઝદારીથી ઘરમાં અને કામ સાથેની બચત કરજે એમાં જ તારા પતિ અને મારા દીકરા નું સન્માન જળવાઈ રહેશે.અમે તો હમેંશા તારી સાથે જ છીએ ".
-મનીષા જોબન દેસાઇ

મજબૂરી

હોસ્ટેલની બારી પર મૂકેલાં રેડીઓ પર ગીત વાગી રહ્યું હતું .અને  જીગત ,કુણાલ અને શાર્દુલ  પોતપોતાનાં વિષયનાં ડ્રોઈંગ કે લખવાનું તૈયાર કરી રહ્યા હતાં. ત્યાં બાજુનાં રૂમમાંથી રુસ્તમ  આવ્યો .
"તે આંઈ  બાવા, બધા બેસીને શું ઘેલા જેમ વાંચવા મરી  પડ્યા છો ?ચાલોની જરા પાનનાં ગલ્લે લટાર મારી આવીએ.  સિગરેટ વિનાં તો ગલુ સુકાય છે " બધા થોડા મૂડમાં આવી ગયા . મસ્ત લાઈટ વાતાવરણમાં ભણવાનું ચાલતું હતું .હજુ તો એક આખું વર્ષ બાકી . 

પાછા આવી વાતો કરતા બેઠા ત્યાં શાર્દુલે પોતાની નવી શરુ થયેલી લવ સ્ટોરી વિષે ડીટેલમાં વાત માંડી ."અરે જવાદેની એ દિવસે તો એકદમ વરસાદ ચાલુ હતો હું તો અડધો ભીંજાઈ ગયેલો, ને ટીકીટ મળી ગયી તે  પિક્ચર જોવા બેસી ગયો .બાજૂમાં એવી બ્યુટીફૂલ છોકરી બેઠી હતી .સ્ક્રીન પર રોમેન્ટિક સીન ચાલે અને ધીરે ધીરે બે -ત્રણ વાર અમારા હાથ અડી જતા હતાં. ઇન્ટરવલમાં અમારી આંખો મળી અને અમને બંનેને વરસાદી પ્રેમની ધ્રુજારી શરુ થઇ ગઈ .હિંમત કરી વાત શરુ કરી .બાજુમાં એનો નાનો ભાઈ બેઠેલો એને પણ વેફર ખવડાવી .એનું નામ જુલ્કા .આપણે તો બરાબર ઓળખાણ કરી પાકું કરી લીધું .પછીતો બાગમાં ને રેસ્ટોરંટમાં પણ જઈ આવ્યા.

રુસ્તમ કહે 'તે આઈ બાવા તું તો એક મહિનામાં કડકો થઇ જવાનો ,બાપા આવી હિસાબ માંગશે તાંઈ તારી પ્રેમની ધ્રુજારી વીજલીનાં ઝટકા જેવી થઇ જશે " ને હસાહસ . 

"એ બાવા, હાંભળની બરાબર મઝા આવે છે " જીગત બોલ્યો. ને શાર્દુલે બરાબર  મરી - મસાલા સાથે લવ સ્ટોરી ચાલુ રાખી .બધાને ઈર્ષા થવા માંડી .ગજબનો જામી ગયો શાર્દુલ તો . અચાનક એક દિવસ શાર્દુલ પરસેવે રેબઝેબ ગભરાયેલો  રૂમમાં આવ્યો,પાણીનું જગ મોઢે  માંડી ગટગટ પાણી પીવા માંડ્યો .જીગત અને કુણાલ સમજી ગયા કંઈ બબાલ થઇ લાગે છે .

"અરે યાર જવા દે ને જુલ્કાનાં  ઘરે ખબર પડી ગઈ લાગે છે .એનો મોટોભાઈને એનો ફ્રેન્ડ તો ગુંડા જેવા લાગે છે.મને બે તમાચા મારી દીધા અને બૂક પણ બધી રસ્તે ગટરમાં ફેકી દીધી .બહુ રીક્વેસ્ટ કરી ત્યારે મારી પાસે ૩૦૦ રૂપિયા હતાં એ આપ્યા તો મને આવવા દીધો નહીતો પોલીસને સોંપી દેવાની વાત કરતા હતાં "
આ સ્ટોરી સાંભળી મિત્રમંડળમાં સોપો પડી ગયો .બધાને ગભરાટ થઇ ગયો કે હોસ્ટેલનાં રેક્ટરને ખબર પડશે તો શાર્દુલનાં ઘર સુધી વાત પહોચી જશે. ફરી એક ફોન આવ્યો ને શાર્દુલને જુલ્કાએ મળવા બોલાવ્યો.બધાએ કહ્યું, તું સાચવીને જા કોઈને સાથે લઇ જા .અને શાર્દુલ મળવા ગયો .જુલ્કા રડતા ચહેરે ભાઈઓ સાથે ઉભી હતી .ખુબ ઝગડો થયો અને ચપ્પુની અણીએ શાર્દુલ પાસે ૨૦૦૦ રૂપિયા અને હાથની વીટી- ચેઈન પણ કઢાવી લીધા .ઝુલ્કા કહે ,

"મને તો તારી સાથે જ આવવું છે પણ ભાઈ મને મારી નાખશે "અને શાર્દુલ ધ્રુજતો જુલ્કાને રડતી આંખે કોઈ પશુનાં કતલખાને લઇ  જવાતી  ગાયની જેમ જતી જોઈ ચોધાર આંસુએ રડી પડ્યો .કુણાલને જીગત એને  જેમતેમ સંભાળી હોસ્ટેલ લઇ પાછા  આવ્યાં.થોડા દિવસમાં  શાર્દુલ સ્વસ્થ થઇ રહે એટલામાં ફોન આવ્યો અને જુલ્કા પ્રેગ્નન્ટ થઇ ગઈ હોવાથી ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી . બધાએ મળીને શાર્દુલને કહ્યું તું કંઈ પણ માંદગીનું બહાનું કાઢી ઘરે જતો રહે .શાર્દૂલ ભણવાનું  છોડી ઘરે જતો રહ્યો.મિત્રોનાં ફોન આવતા .એ લોકોનો કોન્ટેક્ટ કરવાનો પેલા ગુંડાઓએ પ્રયત્ન કર્યો પણ કોઈ  રિસ્પોન્સ નહિ આપતા ધીરે ધીરે બંધ થઇ ગયા .
               
શાર્દુલે પોતાના ઘરેથી જ એક્ષ્ટરનલ  પરીક્ષા આપી .વરસો વીતી ગયા વાતને... બધા પોતપોતાની રીતે સેટ થઇ ગયા .શાર્દુલ પણ પોતાના ઘરનાે બીઝનેસ અને સાથે સેવાકીય -રાજકીય પ્રવૃત્તિમાં બીઝી થઇ ગયો .બે બાળકો સાથેનો સુંદર સંસાર વસાવી લીધો .આજે સ્ત્રી -કલ્યાણ સંસ્થાનાં પ્રોગ્રામમાં પ્રમુખ તરીકે જવાનું હતું અને બધા એરીઆમાં ફરી પ્રચાર પણ કરવાનો હતો .

થોડા મેમ્બરો સાથે ફરતા સામે દરવાજા પાસે મેકપ કરેલો, શણગારેલો એક ચહેરો જોઈ શાર્દુલનું હર્દય એક ધબકારો ચુકી ગયું .એ સ્ત્રી  જોરથી કઈ બોલ્યે જતી હતી ."અબ આપ હમેં સબ છોડકે અચ્છી રાહપે ચલને કી સલાહ દેતે હો જબ હમેં મજબુર કિયા જાતા હે તબ કયું નહિ આતે ?" જુલ્કા ફરીને  આ બાજુ જુવે એ પહેલા શાર્દુલ આંખ પર રૂમાલ ઢાંકી અપરાધભાવે  ફરીને ગાડીમાં બેસી ગયો .ગોગલ્સમાંથી વહેતા આંસુએ શાર્દુલનાં  ચહેરા પર દર્દની કહાની લખી દીધી હતી. 
-મનીષા જોબન દેસાઇ

જીંદગીનો વણાંક

'ઓહ,સીમરન' કોલેજનાં રસ્તે જવા કારનો ટર્ન લીધો ને બાજુમાં રીંકીની કાર આવી ઉભી રહી.જલ્દીથી રીંકી ગાડી પાસે આવી .
"બ્યૂટી કોનટેસ્ટ એન્ટ્રીની લાસ્ટ ડેટ છે ડાયરેક્ટ ત્યાં પહોંચીએ." સીમરને પણ જસ્ટ ફન માટે ફોમૅ ભર્યુ અને એન્ટ્રી માટે સિલેક્ટ થઇ. અત્યંત સુંદર, કલ્ચર એકટીવીટીમાં પણ એવોર્ડ મેળવનાર સ્માર્ટ છોકરી.પપ્પા-મમ્મી બંને મલ્ટીનેશનલ કંપનીમાં ઓફીસર .
કોલેજમાં મીલીન્દ -સીમરનની જોડી ડ્રામા-સીંગીગમાં નંબર વન .માસ્ટર કોર્સનાં લાસ્ટ યર નું ફર્સ્ટ સેમેસ્ટર. ત્રણ વર્ષથી ગળાડૂબ પ્રેમમાં બન્ને.ધરેથી એનગેન્જમેન્ટ પણ કરાવી આપ્યા. મીલીન્દે એક વરસથી પાર્ટનરશીપમાં પોતાની ફર્મ પણ શરુકરી દીધી હતી.કોન્ટેસ્ટનાં દિવસે બધાને સરપ્રાઈઝ આમંત્રણ આપ્યું.મીલીન્દ તો ઐટલો નવાઈ પામ્યો અને અંદરખાનેથી આઘાત પણ.
અને સીમરન મીસ.સીટી બયુટીક્વીન બની. મીલીન્દ રીસાયો પણ સીમરને પ્રેમથી મનાવી લીધો. અને ઇન્ટરસ્ટેટ સ્પર્ધા પણ જીતી મીસ .ઇન્ડીયાની તૈયારીમાં હતી. પબ્લીક અને મીડિયામાં એટલી લોકપ્રિય પણ મીલીન્દની નારાજગી વધતી જ ગઈ. મોર્ડન વિચાર નો હતો .પણ સીમરનને આ રીતે પબ્લિક કે કોઇ ચાહકો સાથે શેર નહીં કરીશકે.ગુજરાતી ફીલ્મ ડાયરેક્ટર સાથેની સીમરનની મીટીંગે  મીલીન્દને મૂળમાંથી હલાવી નાંખ્યો. ભાવી પત્ની બધાનાં મનોરંજન માટે નાચશે એ વિચારે વિચલિત કરી નાંખ્યો. ફાઇનલ અલ્ટીમેટમ આપી દીધું સીમરનને નિર્ણય માટે. સીમરનનાં ઘરેથી ફૂલ સપોર્ટ હતો.
" મને આટલો સરસ ચાન્સ મળ્યો અને તું આવી રીતે રોકે?
"તું મને પ્રેમ કરતી હોય તો અહીંથી અટકી જા. "
" અને તું મને પ્રેમ કરતો હોય તો મારી સફળતાનો સહભાગી બની મારી રાહ જોશે. "
આટલું કહી સીમરન નીકળી ગઇ. ફીલ્મમાં ચાન્સ મળ્યો એમા લાસ્ટ એક્ઝામ છૂટી ગઈ. બે વર્ષની દોડધામ બાદ ફીલ્મ રીલીઝ થઇ અને નાનો રોલ હોવા છતાં સીમરનનું કામ વખણાયું અને આગળ વધવાનું નક્કી કરી ડ્રામા વગેરેમાં કામ ચાલું રાખ્યું. આ તરફ મીલીન્દે પોતાની કાસ્ટમાં લગ્ન કરી લીધા. સીમરન ઘીરે ઘીરે મુંબઈ સેટ થઈ રહી હતી. એક દિવસ ડેર્સીગ રૂમમાં તૈયાર થઇ રહી હતી. ને બહાર કોઇ મળવા આવ્યું હતું. મીલીન્દ હતો.એણે ઉદાસ આંખે જોઇ સીમરન ને 
"આજે ફરી તારો સાથ અને હાથ ચાહું છું. મારી પત્ની કાર અકસ્માત માં મૃત્યુ પામી છે."
  દુખ થયું જાણીને........ પણ......હવે એ શક્ય નથી.તું મારા દિલમાં મારા પહેલા અસફળ પ્રેમ અને મિત્ર તરીકે હંમેશા જીવંત રહેશે.આજે પણ તું મારી પસંદગી મજબૂરીમાં કરી રહ્યો છે.હું ડ્રામા કે ફીલ્મમાં કામ કરું તો પણ હજૂ મારી ઇમેજ બગડી નથી.મારા નવા ડાયરેક્ટર સાથે લગ્ન ની ઓફર મેં સ્વીકારી લીધી છે.તારું-સામાજીક સ્ટેટસ તો સેકન્ડ જ રહેવાનું. અને મને ભૂતકાળ કરતાંય મારા સંધર્ષમાં હાથ પકડનાર પર વધું પ્રેમ ને વિશ્ર્વાસ છે. સોરી."
 -મનીષા જોબન દેસાઇ

સમાધાન

" ઓહ ,આ ઓફીસ જવાનો સમય ને ,મોબાઈલ કંપનીઓનાં સ્કીમ વિષેનાં મેસેજ." બબડતાં પ્રકૃતિએ કાર સ્ટાર્ટ કરી .એડ . એજન્સીની નવી ઓફીસમાં કંપની તરફથી કાર ,રહેવાનું અને આકર્ષક પગાર હોવાને લીધે પોતાનાં શહેરથી દિલ્હી આવી હતી .વિચારેલું થોડા સમયમાં સેટ થયા બાદ મમ્મી -પપ્પાને બોલાવી લઈશ . પોતાનાં શહેરમાં એવોર્ડ પણ મેળવી ચુકી હતી અને નવી ઓફીસમાં પણ કાર્ય નિષ્ઠા માટે બોસ પ્રભાવિત થયાં હતા .વિદેશી કંપનીઓ સાથેની મીટીંગ પહેલી વાર હેન્ડલ કરવાનું કામ સોપાયું ત્યારે ખૂબ ગર્વની લાગણી અનુભવતી પ્રકૃતિએ ઘરે સરસ પોર્ટફોલીઓ તૈયાર કરી એડ .શૂટિંગનાં લોકેશન પર પહોંચી ગઈ. નવા આવેલા મોડેલ જીગ્સ ખન્ના એ ઓળખ આપી હાથ મેળ્વયાં
'વેલ મેમ , આજનીં થીમ સમજાવી દો,અને વી સ્ટાર્ટ શૂટિંગ ." પ્રકૃતિ પણ એટલું એનેર્જેટીક ફિલ કરતા બોલી,"વેલકમ જીગ્સ ,મઝા આવશે કામ કરવાની " અને વિદેશથી આવેલા કંપની એક્ઝીક્યુટીવને કન્સેપ્ટ સમજાવવાની શરુ આત કરી . સાંજ થઇ ગઈ બધું પેકપ કરતા .બહાર નીકળી પાર્કિંગ તરફ જતાં પાછળથી અવાજ આવ્યો ,
જીગ્સ હતો ," હાય ,ફીલિંગ ટાયર્ડ ? 
" ઓહ , નો રોજનું રૂટીન છે ,"
"ચાલો આજે નવી ઓળખાણની ખુશીમાં સાથે ડીનર લઈએ ."
પ્રકૃતિ જરા અટકી , પછી તરત "નો,પ્લીઝ આજે નહીં ફરી કોઈ વાર આજે મારાં પાડોશી આંટી કંઈ બનાવવાના છે તે મોકલશે . લકી છું ,સરસ નેબર મળ્યા છે ."
"ઓ.કે . ગૂડ નાઇટ"
"પણ તમને મારું કામ કેવું લાગ્યું ?"  જીગ્સનોં સવાલ અને પ્રકૃતિ કાર પાસે આવી ગઈ એટલે વાત અટકી .
"ઓ.કે મારે માટે ફોન પર વાત કરવાનો થોડો સમય બગાડશો ? અને પ્રકૃતિ હસી પડી .
"એવું નથી ,સ્યોર વાત કરશું , બાય "
દિલ્હીનો હેવી ટ્રાફિક કોણ જાણે કેમ આજે પ્રકૃતિને હળવો લાગ્યો .મનમાં ધીમું સંગીત ગુંજતું હોય અને પવન સાથે વહી આવી હોય એમ જલ્દીથી ગીત ગણગણતી લીફ્ટ સ્ટાર્ટ કરી .નીચેનાં ફ્લોર પર રહેતો ચરણજીત ભાઈનો દીકરો પમ્પી કહે ,વાઉ , પ્રકૃતિદીદી હેપ્પી હેપ્પી ,નાઈસ વોઈસ હંમ.....ને પ્રકૃતિ ,"હેય જસ્ટ કૂલ " જાણે પોતાની જાતને સમજાવતી હોય એમ લીફ્ટમાંથી નીકળી .આંટીને ત્યાંથી ચાવી લઇ ઘરે રિલેક્ષ થઇ સીધી બેડમાં હાથમાં મોબાઈલ લઇ બેસી રહી .ને.... અચાનક વિચાર્યું .આજે આ શું થયું છે ? આવીને ટી.વી જોઈ ફોન સ્વિચ ઓફ કરી ઉંઘી જવાની મારી આદતને .આજે નથી થાકી હું ? અને એકલા હસાઈ ગયું .ને... રીંગ વાગી ,જીગ્સ જ હોય ને! વાતો ચાલી સરસ, નવી એડ્સ માટે જીગ્સને નવાં સૂચન કર્યા . કામ સરસ રીતે ચાલતું હતું .આખો કન્સેપ્ટ જાતે તૈયાર કરતી .જીગ્સ અને પ્રકૃતિનાં કામથી કંપની ખુશ હતી અને  નવા કેમ્પૈન માટે પણ જીગ્સને સાઇન કર્યો .
જીગ્સ પ્રત્યેનું આકર્ષણ પ્રેમમાં પરિવર્તિત થઇ ગયું હતું પણ કોણ જાણે કેમ પ્રકૃતિ થોડી કબૂલ કરવાનું ટાળતી હતી. ક્રિશ્ચિયન માતા પંજાબી પિતાનું એકમાત્ર સંતાન જીગ્સ ખાસ્સો બિન્દાસ જણાતો હતો . સફળતાનીં ખુશીમાં પાર્ટી રાખી .એને માટે જાન રેડી દીધી હતી એવી પ્રકૃતિને સ્પેશીઅલ ડીનર માટે ઇન્વાઇટ કરી અને સરસ ભેટ આપી
"થેન્ક્સ પ્રકૃતિ, યુ મેક મી ગ્રેટ વિથ યોર બ્યુટીફૂલ કન્સેપ્ટ." આપણે બંને આ વીકેંડ નજીકનાં હિલ-રિસોર્ટ જઈએ એવું પ્લાનીંગ કર્યું છે ."
પ્રકૃતિની આંખમાં આંખ પરોવી મનગમતાં જવાબનીં રાહ જોતો રહ્યો. 
.''ઓહ .જરા વિચારીને કહું ,થોડું કામ પણ પેન્ડીંગ છે "
" મારા કરતાં પણ વધારે જરૂરી છે ?"
"નોટ લાઈક ધેટ ,પણ મારું કમિટમે્ન્ટ ફોર વર્ક.... "
OK ,ફાઈન .આવતીકાલની પાર્ટીમાં મળીએ .
બધા પાર્ટી એન્જોય કરતા હતા .ત્યાં બોસ પણ ફેમીલી સાથે આવ્યાં અને બધાને વિશ કર્યું. બોસનીં દીકરી વિલીના સ્ટડી કમ્પ્લીટ કરી વિદેશથી આવી હતી .એ તો જીગ્સને જોતાં
" ઓ માય  હેન્ડસમ મોડેલ ,જસ્ટ માઈન્ડ બ્લોઇંગ ટૂ મીટ યુ ."
બધાં સાથે સેલ્ફી લેતા હતા. પ્રકૃતિ પણ સફળતા અને પ્રેમનાં નશામાં ઝૂમી ઉઠી . ઓફીસ અને બહારનાં વર્કમાં એટલો સમય જતો કે પ્રકૃતિ સમય જ ફાળવી નહીં શકે જીગ્સને .,જીગ્સ પણ નવી બીજી કંપનીનાં એડ્સ કરવા માંડ્યો , અને બોસની દીકરી વિલીના સાથે ખાસો સમય વીતાવવા માંડ્યો .જે પ્રકારનાં હાઈ- ફાઈ સર્કલમાં જીગ્સ રહેવા ટેવાયેલો હતો ,એ બધું વિલીના સાથે વધુ મેળ ખાતું હતું .આ તરફ બોસ પોતાની નવી બ્રાંચ પ્રકૃતિનાં શહેરમાં શરુ કરવા માંગતા હતા અને મેઈન હેન્ડલીંગ પ્રકૃતિને સોપ્યું .પ્રકૃતિએ ઓફર સ્વીકારી લીધી અને ઘરે રહેવાના આનંદ સાથે જીગ્સથી દૂર જવાની મિશ્ર લાગણી અનુભવી રહી હતી .અને જીગ્સ તો એટલો ગુસ્સામાં કે વાત કરવાની પણ બંધ કરી દીધી .ભારે હૈયે બાજુવાળા શર્મા આંટી ,પમ્પીને બધા સાથે સરસ ડીનર અને ઓફીસમાં પણ બધાએ ફેરવેલ પાર્ટી રાખી .બધું પેકઅપ કરી ઘરે પાછી ગઈ અને ઓફીસ હેન્ડલ કરવા માંડી . 
સરસ ગોઠવાઈ રહી હતી જીંદગી .પણ દિલ જીગ્સ વગર ખાલી થઇ ગયું હતું ,ત્યાં કોઈને ગોઠવવું અશક્ય હતું .એ સમજી ગઈ હતી કે વિલીનાંએ આપેલી ઓફરમાં એનો જીગ્સ હારી આવી હતી . જીંદગીનું આ સમાધાન એની મહત્વાકક્ષાનું પરિણામ હતું .
-મનીષા જોબન દેસાઇ

સહારો

ફાઈનાન્સ કંપનીનાં પ્રાઇવેટ સ્ટાફરૂમમાં  ટી-ટાઈમમાં સેન્વીચ અને સમોસાની સુગંધ સાથે ૬-૭ જણ બેસીને વાતો કરતા હતા .
"આ ઓફીસમાં 10 વર્ષ થયા પણ હજુ કોઈ દિવસ બોસે મને ટોકવી નથી પડી .આપણે આપણાં સમયે કામ પતાવી દેવાનું "  સુજ્ઞાનો એકદમ કાર્યક્ષમ એમ્પલોઇ  તરીકે ઓફીસમાં વટ હતો .

"અરે ,પણ  બોસ કંઈ એનો એક્સ્ટ્રા રીવોર્ડ થોડા આપે છે ?" કસાલીકર બોલ્યો .

"આતા તુંમી કોઈ ઓર બડી કંપની શરુ કરાન તે મી જોડાઉં " શિંદેએ  જવાબ આપ્યો અને બધે હસાહસ. બેલા કહે " .જો હવે વધારે ચીઢ્વો નહીં નકામી જામી જશે ."

....અને બધા પાછા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા .સુજ્ઞા છેક કાંદિવલીથી ફોર્ટ સુધી ટ્રેનમાં આવે, પણ ભાગ્યે જ લેટ હોય .૨૧ વરસની હતીને ઓફીસ જોઈન્ટ કરેલી.યોગ્ય પાત્રની શોધ ઘરેથી કર્યા કરતાં પણ સુજ્ઞાને કંઈ એકદમ પોતાની કલ્પના મુજબની એબીલીટી જણાતી નહીં .જિંદગી  પ્રત્યેનો એનો અભિગમ સ્પષ્ટ હતો અને પોતાનાં કામ સાથે કામ રાખનારી ઈન્ટેલીજન્ટ  છોકરી.બે બેડરૂમનો ફ્લેટ અને માં-બાપ સાથે મઝાની જીંદગી .
           
ઘરેથી નીકળી રીક્ષામાં સ્ટેશન જતી હતી .ત્યાં તો રિક્ષાને પંક્ચર પડ્યું .એટલામાં બાજુમાં એક કાર ઉભી રહી .હોર્ન વગાડતા "અરે ,ક્યા બીચમેં ખડે હો ?" ને સુજ્ઞા કઈ કહેવા જતી હતી ત્યાં તો સામેથી 

'ઓહ માય ગોડ,સુજ્ઞા ?કેમ છે ?કહીને એક સ્માર્ટ યુવક બહાર નીકળ્યો .

"હેલો ,સાર્થક કેમ છે ?"અહી જ છે ?અમને તો એવી ખબર કે તું જર્મની કોઈ કંપનીમાંં જ  છે ."

એટલામાં રીક્ષાવાળો કહે "અભીં તો દેર લગેગી "

"ઓકે ." અને સાર્થક સાથે બેસી સ્ટેશન તરફ જવા માંડ્યા .થોડીઘણી વાત કરતામાં તો સુજ્ઞાનો ટ્રેનનોંં ટાઈમ થઇ ગયેલો.

"બાય, મળીયે પાછા "
     
        ભાગતી ટ્રેન પકડીને બારીમાંથી બહાર જોતા ભૂતકાળનાં દ્રશ્યો આંખ સામે ફરી વળ્યા .કોલેજ સમયે એક સ્ટડી વર્કશોપમાં ભેગા થઇ ગયેલા  બંનેની કોલેજ જુદી પણ સારી મિત્રતા થઇ ગયેલી .બંને મહત્વાકાંક્ષી અને સ્ટડી પછી સારો ગ્રેડ આવવાને લીધે સુજ્ઞાનું  કોલેજમાથીજ ટોપ કંપનીમાં પ્લેસમેન્ટ થઇ ગયું .બધા ફ્રેડસ મળીને પાર્ટી કરી .ત્યારે સાર્થકે જર્મની અેપ્લાઈ  કરેલું પછી તો બધા કારકિર્દી બનાવવામાં વ્યસ્ત થઇ ગયાં .કોઈ વાર મીત્રો પાસે ફોન પર સાર્થકનાં ન્યૂસ મળતા.  .સાર્થક બે વર્ષ જર્મની એક્સપીરીયંસ  લઇ પાછો મુંબઈ આવી ગયેલો અને કોઈ સાથે પાર્ટનરશીપમાં પોતાની ફર્મ શરુ કરેલી ને હવે સારો સેટલ હતો . એની જર્મન વાઈફ સાથે ડિવોર્સ  લઇ લીધા હતા અને સાથે ૪ વર્ષનો દીકરો હતો 
       
        ઓફીસ પહોંચી એટલે બેલાએ બોસની નવી આવેલી  સેક્રેટરી વિહાના સાથે ઓળખાણ કરાવી .વિહાના એકદમ ફેશનેબલ  અને સ્માર્ટ લાગી .બધા સાથે સારી દોસ્તી થઇ ગઈ,થોડા વખતમાં બોસ સાથેની વિહાનાની નિકટતાની ચર્ચા થવા માંડી.સુજ્ઞા એવી કોઈ વાતમાં રસ લેતી નહી.વિહાના સારી મિત્ર થઇ ગયેલી સુજ્ઞાની .સાર્થકનો એક દિવસ ફોન આવ્યો અને જૂની નવી બધી વાતો કરતા ,સુજ્ઞાને પણ જરા રૂટીન લાઈફમાંથી  નવું નવું ફીલ થવા માંડ્યું .સાર્થકની ઓફીસે મળવા ગયી .સરસ લંંચ લીધું અને એનાં પાર્ટનર વિશ્વાસ ખરે સાથે ઓળખાણ કરાવી . વીશ્રવાસ પણ એકદમ લાઇવ અને સાથે જીંદગીનાં આગવા વિચારો ધરાવે.વાતો શેર કરતાં  અને દર વીકે બૂક ક્લબમાં મળતાં ઘણો નજીક આવી ગયો હતો .મનગમતાં પિક્ચર જોવા જતાં.અને હવે તો સુજ્ઞાની એકાંત ભરેલી રાતો ફોન પરની લાગણીસભર વાતોથી ભરપૂર થઈ ગયી .બધું હોવા સાથે એક મજબૂત સહારો મળી રહ્યો હતો અને દિલની ભીનાશ પર જિંદગીનાં નવાં સપનાઓ જોડે સરતી જતી હતી.ઓફિસમાં પણ હવે જરા વધુ મળતાવડી થઈ હતી .વીહાનાને બધા સાથે મળી  ઓફીસમાંથી નજીકના સ્થળે બધા પાર્ટી કરવા ગયા .ત્યાં બૉસ સાથે વિહાનાની લેવાતી છૂટછાટ  બધા સાથે સુજ્ઞાની નજરમાં પણ આવી હતી .પણ ..કોઈને એવું કહેવું યોગ્ય નહીં લાગે એમ વિચારી ચૂપ રહી .વીહાનાનું ડ્રિન્ક લેવું પણ એને જરા અજુગતું લાગ્યું .અને હમણાંની હતી એના કરતા વધુ ફેશન અને હાઈ-ફાઈ થઈ હતી .એના ઘરે પાર્ટી રાખવાની વાત કોઈએ સજેસ્ટ કરી તો એણે ના કહી કોઈ રેસ્ટોરન્ટમા આવતા મહિને મારી પાર્ટી પાક્કી એવું બોલી.ભાડેના મકાનમાં રહેતી હશે એટલે ખંચકાતી હોય એવું બને .ઘરે મા-બાપને મળવા પણ ભાગ્યેજ જતી .ઓફિસનાં સ્ટાફનાંં પુરુષો એણે કોઈ આઈટમ જેવી નજરે જોતા અને મજાક ઉડાવતા જે સુજ્ઞાને બહુ ખરાબ લાગતું .એકવાર વાત વાતમાંં બોલી પણ ખરી કે 'ઓફિસમાં સેક્રેટરી હોય એટલે મીની-સ્કર્ટ જ પહેરવા જરૂરી નથી.આપણા દેશ જેવો જ વેશ રાખવાનો .'પણ બધી વાતો હસવામાં નીકળી જતી .' અને સુજ્ઞા મગજમારીમાં પડયા વગર પોતાનું કામ કર્યે જતી .બોસ પણ ખૂબ વિશ્વાસ રાખી મહત્વનાં કામ સોંપતા અને વધુ સમય આપી સુજ્ઞા ઝડપથી ફાઈલો ટેબલ પર રાખી દેતી .આ વખતની દિવાળી પર સરસ ઇન્ક્રિમેન્ટ સાથે યરનું નવું પેકેજ પણ બોસે ઓફર કર્યું હતું .પણ જરા આ છ મહિના વધુ સમય ઓફિસમાં આપજો. 
   
          વિશ્વાસનો ફોન હતો, આજે કોઈ કઝીન આવી હોવાથી સાથે જમવા જવાનું હતું .વાદળો પણ ઘેરાઈ આવ્યા હતાંં .જલ્દીથી કામ પતાવી સીધી જમવા પહોંચું છું ,કહી ઝડપથી કોમ્પ્યુટર પર ડેટા ટ્રાંસફર કરવા લાગી .વરસાદતો શરૂ પણ થઈ ચુક્યો હતો .ઓફીસનો પ્યુન અને વોચમેન  બાજુમાં ગણપતિનાં દર્શન કરી આવીએ છે એમ કહી 10 મિનિટથી ગયા હતા .વીહાના તો બોસ સાથેજ લગભગ નીકળતી .ને...... અચાનક જોરથી કોઈનો ઝગડતો અવાજ સાંભળ્યો.થોડી વાર એમ લાગ્યું બોસ કોઈ જોડે ફોન પર ઝગડી રહ્યા છે .અને જોરથી ચીસ સાંભળી એટલે બોસની કેબીનમાં દોડી ગઈ. અને ત્યાં જુવે છે તો વિહાના ફ્લોર પર પડેલી,કાચનાં  ટેબલની ધાર સાથે અથડાવાને લીધે માથામાંથી લોહી વહેતું હતું .અને સામે ગુસ્સામાં લાલચોળ બોસ ઉભેલા .સુજ્ઞાએ વિહાનાને ઉભી કરી પાછી ખુરશી પર બેસાડી .કંઈ પણ પૂછ્યા વગર એને બહાર લઈને આવી અને ટેક્ષી કરી દવાખાને લઇ ગઈ .એની હાલત તપાસી ડોક્ટર બોલ્યા 'શી ઇસ પ્રેગ્નન્ટ' કોઈ હોસ્પીટલમાં લઇ જાવ અને હોસ્પીટલમાં ,આવી ડીપ્રેસ્ હાલતમાં વિહાનાનો ગર્ભપાત થઇ ગયો .વિહાનાએ કહ્યું ને,  સુજ્ઞાએ બધા રીપોર્ટ કઢાવ્યા અને dna ટેસ્ટ માટેની ઇન્ક્વાઇરી  કરી .સ્વસ્થ થયા પછી વિહાનાએ બધી વાત કરી.બોસ સુધીર પાંડેએ પોતાની વાઈફ સાથે ફાવતું નથી અને ડિવોર્સ લેવાનો છે એમ કહી વિહાનાને ૨ બેડરૂમનાં ફ્લેટમાં શિફ્ટ કરી હતી વિહાના પોતાના શહેરથી જોબ માટે આવેલી અને ભાડે રહેતી હતી .એને કોઈ ખાસ ડીટેલ  ખબર નહી બોસ પણ હજી ૩૫ની ઉંમરનો યંગ, .એક દીકરી પણ હતી .વિહાનાની દોસ્તી બધા સાથે પણ બોસ સાથેની અંગત વાતો તો સુજ્ઞાને પણ ખબર નહી.વિહાનાને હોસ્પિટલમાંથી એક છુપી જગ્યાએ શિફ્ટ કરી દીધી . બીજે  દિવસ નોર્મલ ઓફીસ અટેન્ડ  કરી.બોસે કેબીનમાં બોલાવી 

'મિસ .સુજ્ઞા સાઠે તમે અમારી અંગત વાતોમાં માથું નહીં મારો તો સારું .તમારે જેટલા રૂપિયા જોઈતા હોઈ મારી પાસે લઇ લેજો .તમે જે જોયું છે તે તમારા સુધીજ રાખજો'

'સર ,હું તો વિહાનાને ટેક્ષીમાં બેસાડી મારા ઘરે જતી રહેલી .મને તો તમારા ઝગડા વિષે કઈ ખબર જ નથી .'

'ઓહ ,વિહાના ક્યાં જતી રહી હશે ?તમને પણ નહિ જણાવ્યું ?'

'નાં સર હું તો કોઈની પંચાત  કરવામાં પડું  જ નહિ .'

'હા હા આઈ નો યોર ગુડ નેચર'
                 
સાંજે ઘરે પહોચી અને મહીલા સેલમાંથી ફોન આવ્યો અને પોતાની કેરીયરનાં જોખમે સહકાર આપવાં બદલ ખુબ અભિનંદન આપ્યા કે તમે શહેરમાં એક એકલી આવેલી છોકરી ને મદદરૂપ થયાં અને આખો કેસ તૈયાર કરી દીધો છે તમારે સાથ આપવો પડશે .સુજ્ઞાએ સાર્થક અને વિશ્વાસનો સાથ અને સલાહ લેવી જરૂરી સમજી .dna ટેસ્ટ માટેબોસ  સુધીર પાંડેને પોલીસ મદદથી દબાણ કર્યું અને પોલીસ મદદથી સુધીર ગુનેગાર સાબિત થયો .કોર્ટે એને વિહાના ને ફરી estaablis  કરવાની સજા કરી .
       
બોસે ઓફીસમાંથી સુજ્ઞાને છૂટી કરવાની ધમકી આપી .

'સર ,હું કોઈની પંચાત નથી કરતી પણ કોઈની તકલીફ અને સત્ય સાથે ઉભી નહી રહું એટલી અલિપ્ત પણ નથી .'
   
સુજ્ઞાએ ઓફીસ છોડી બીજી કંપનીમાં  પોતાનું કામ શરુ કરી દીધું અને એક વર્ષ પછી સાર્થકનાં પાર્ટનર વિશ્વાસ ખરે સાથે લગ્ન કયાૅ